Home Blog Page 284

મોર પીંછે રળિયામણો

 

 

    મોર પીંછે રળિયામણો

 

 

મોર જ્યારે કળા કરે ત્યારે સૌથી સુંદર લાગે છે. પીંછા વગરનો મોર હોય તો કળા કરવાની તો વાત જ ન થાય ને! બાળપણમાં એક કવિતા બીજા કે ત્રીજા ધોરણમાં ગવડાવતા –

મારો છે મોર, મારો છે મોર, મોતી ચરંતો મારો છે મોર,

મારી છે ઢેલ, મારી છે ઢેલ, મોતી ચરંતી મારી છે ઢેલ.

મારો છે મોર, મારો છે મોર માળામાં બેસનાર, મારો છે મોર

મારી છે ઢેલ, મારી છે ઢેલ બારી એ બેસનાર, મારી છે ઢેલ

મારો છે મોર, મારો છે મોર, રાજાનો માનીતો મારો છે મોર

મારી છે ઢેલ, મારી છે ઢેલ, રાણીની માનીતી મારી છે ઢેલ

બોલે છે મોર, બોલે છે મોર, સોનાને ટોડલે બોલે છે મોર

બોલે છે ઢેલ, બોલે છે ઢેલ, રૂપાને બારણે બોલે છે ઢેલ

આમ જે રીતે રંગબેરંગી પીંછા મોરને શોભાવે છે તે જ રીતે માણસ સામાજિક પ્રાણી છે, આત્મીયતાના રંગબેરંગી સંબંધો એના વ્યક્તિત્વને નિખારે છે, એને શોભા આપે છે. બાકી એકલો અટૂલો ફરતો માણસ ગમે તેટલો મોટો બને તો પણ બાવળીયાનાં ઠૂંઠા જેવા આ માણસ માટે એવું કહેવાય છે કે – ‘બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજૂર, પંથી કો છાયા નહી ફલ લાગે અતિ દૂર’. સાચે જ મોર તો પીંછે જ રળિયામણો.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

રાજેશ ખન્ના માત્ર 3 કલાકમાં સુપરસ્ટાર બની ગયા હતા!

‘આરાધના’ ફિલ્મના સૌથી આઇકોનિક ગીત ‘મેરે સપનો કી રાની’ ના શૂટિંગ પાછળ પણ એક મોટી મજબૂરી હતી. દાર્જિલિંગમાં જ્યારે આ ગીતનું શૂટિંગ થવાનું હતું ત્યારે છેલ્લી ઘડીએ શર્મિલા ટાગોરે ના પાડી દીધી હતી. કારણ કે તેમને સત્યજીત રેની ફિલ્મનું શૂટિંગ કરવાનું હતું. અને તે એમને ના પાડી શકે એમ ન હતા.

શક્તિદા આ કારણે ખૂબ ગુસ્સે થયા હતા પણ શું કરી શકાય? તેમણે રાજેશ ખન્ના અને સુજીતકુમાર સાથે જીપ પરના બધા શોટ્સ દાર્જિલિંગમાં શૂટ કરી લીધા હતા. ત્યારબાદ મુંબઈ આવીને સ્ટુડિયોમાં ટ્રેનના ડબ્બાનો સેટ બનાવવામાં આવ્યો અને શર્મિલા ટાગોરના બધા ક્લોઝ-અપ શોટ્સ ત્યાં લેવામાં આવ્યા હતા.

એટલે કે હકીકતમાં ખન્ના અને ટાગોરે એ આખું ગીત ક્યારેય સાથે શૂટ કર્યું જ નહોતું! એડિટિંગ દ્વારા તેને એટલું સરસ રીતે જોડી દેવામાં આવ્યું હતું કે આજે પણ કોઈને શંકા જતી નથી. મુંબઇમાં ‘આરાધના’ રજૂ થઈ એના એક સપ્તાહ પહેલાં પ્રીમિયર દિલ્હીમાં યોજાયો ત્યારે શરૂઆતમાં કોઈને નવોદિત ગણાતા રાજેશ ખન્નામાં કોઈ રસ નહોતો. લોકો શર્મિલા ટાગોર અને સંગીત માટે આવ્યા હતા. પરંતુ ઇન્ટરવલ આવતા સુધીમાં તો પ્રેક્ષકો રાજેશ ખન્નાના ચાહકો બની ગયા હતા.

ફિલ્મ પૂરી થઈ ત્યાં સુધીમાં તો થિયેટરની બહાર ભીડ ઉમટી પડી હતી. માત્ર ત્રણ કલાકમાં એક અભિનેતા સામાન્ય વ્યક્તિમાંથી સુપરસ્ટાર બની ગયા હતા. આ ફિલ્મ પછી એસ. ડી. બર્મન કામ કરી શક્યા ન હતા. કેમ કે ‘આરાધના’ નું સંગીત તૈયાર થઈ રહ્યું હતું ત્યારે જ એસ.ડી. બર્મન ખૂબ બીમાર પડ્યા હતા. તેમણે શક્તિદાને કહ્યું હતું કે ‘હું કદાચ આ ફિલ્મ પૂરી નહીં કરી શકું. તું બીજા કોઈ સંગીતકારને લઈ લે.’ ત્યારે શક્તિદાએ કહ્યું હતું કે ‘જો સંગીત હશે તો તમારું જ હશે, ભલે મારે રાહ જોવી પડે.’ પિતાની તબિયત ખરાબ હોવાને કારણે પંચમદાએ ‘આરાધના’ ના ગીતોમાં મદદ કરવા સાથે બેકગ્રાઉન્ડ સંગીતની જવાબદારી ઉપાડી લીધી હતી.

આ જ કારણ છે કે ફિલ્મના સંગીતમાં પિતા-પુત્ર બંનેની સંયુક્ત મહેનત દેખાય છે. એ પછી શક્તિ સામંતા, રાજેશ ખન્ના અને આર.ડી. બર્મનની એવી ત્રિપુટી બની જેણે ‘કટી પતંગ’ અને ‘અમર પ્રેમ’ જેવી અનેક યાદગાર ફિલ્મો આપી હતી. ‘આરાધના’ ની અભૂતપૂર્વ સફળતા પછી શક્તિ સામંતા રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોરની જોડીને ફરીથી ‘કટી પતંગ’ માં સાથે લાવવા માંગતા હતા. જ્યારે ફિલ્મનું આયોજન થઈ રહ્યું હતું ત્યારે શર્મિલા ટાગોર પ્રેગ્નન્ટ હતા.

શક્તિદાને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે સમજ્યું કે આ સ્થિતિમાં શૂટિંગ કરવું અને દોડાદોડી કરવી શર્મિલાજી માટે મુશ્કેલ હશે. શર્મિલાજી આ ફિલ્મ કરી શકે એમ ન હોવાથી શક્તિદાએ તેમની બીજી પસંદગી તરીકે આશા પારેખને સાઈન કર્યા હતા. આશા પારેખ માટે આ ફિલ્મ માઈલસ્ટોન સાબિત થઈ હતી અને તેમને આ રોલ માટે ‘ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસ’નો એવોર્ડ મળ્યો હતો. પરંતુ સૈફ અલી ખાનના જન્મ પછી શર્મિલાએ તરત જ શક્તિદાની આગામી ફિલ્મ ‘અમરપ્રેમ’ (1972) માં કામ કર્યું હતું.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૭ જાન્યુઆરી ૨૦૨૬

પંચાંગ 27/01/2026

પ્રજાસત્તાક દિનની નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ખાતે ઉજવણી

ગાંધીનગરઃ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગરમાં 77મા પ્રજાસત્તાક દિનની સોમવારે ઉજવણી કરવામાં આવી હતી. ‘પદ્મશ્રી’થી સન્માનિત, NFSUના કુલપતિ, ડો. જે.એમ. વ્યાસે પ્રજાસત્તાક દિને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ કાર્યક્રમમાં કઝાકિસ્તાનના આંતરિક બાબતોના નાયબ પ્રધાન મેજર જનરલ આઈદર સૈતબેકોવ ‘મુખ્ય અતિથિ’ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મેજર જનરલ સૈતબેકોવે કઝાકિસ્તાનના પાંચ સભ્યોના પ્રતિનિધિમંડળનું પણ નેતૃત્વ કર્યું હતું. આ પ્રસંગે પ્રો.સ્ટીફન બાર્ન્સ, પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટી, USA અને પરિંદુ ભગત, પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ-NFSU ‘અતિથિ વિશેષ’ તરીકે મંચ ઉપર બિરાજમાન હતા.

‘પદ્મશ્રી’થી સન્માનિત, NFSUના કુલપતિ ડો. જે.એમ. વ્યાસે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે NFSUની સ્થાપના વર્ષ-2009માં થઈ ત્યારથી અત્યાર સુધીમાં ભારતમાં 13 કેમ્પસ અને વિદેશમાં યુગાન્ડામાં પણ કેમ્પસ ધરાવે છે. NFSU વૈશ્વિક સ્તરે ફોજદારી ન્યાય વિતરણ પ્રણાલીને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાની સાથે નેતૃત્વ પૂરું પાડવા કટિબદ્ધ છે. વિશ્વના અનેક દેશોએ તેમના સંબંધિત દેશોમાં કેમ્પસ સ્થાપવા માટે NFSUનો સંપર્ક કર્યો છે. જેમાં કઝાકિસ્તાન તરફથી આવી જ એક દરખાસ્ત વિચારણા હેઠળ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિશ્વ નાર્કો-સાયબર આતંકવાદ અને નકલી ચલણના વધતાં જતાં જોખમો સાથે ઝઝૂમી રહ્યું છે, જે વૈશ્વિક સુરક્ષા અને સ્થિરતાને જોખમમાં મૂકે છે. NFSU આ પ્રકારના ગુનાઓનો સામનો કરવા માટે અદ્યતન તપાસ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. NFSU ફોરેન્સિક વિજ્ઞાન અને સંલગ્ન ક્ષેત્રોમાં ઉચ્ચ કુશળ માનવબળ તૈયાર કરીને વિશ્વભરમાં કાયદા અમલીકરણ અને ન્યાયિક પ્રણાલીઓને સશક્ત બનાવવા કટિબદ્ધ છે.

પ્રજાસત્તાક દિવસની ભવ્ય પરેડમાં અતૂટ દેશભક્તિ અને શિસ્તનું પ્રદર્શન કરતા NCC કેડેટ્સ અને NSS સ્વયંસેવકોએ  સક્રિયપણે ભાગ લઈને પોતાનું સમર્પણ દર્શાવ્યું હતું. પ્રજાસત્તાક દિનની ઉજવણી સાંસ્કૃતિક કાર્યક્રમોથી જીવંત બની હતી. જેમાં દેશભક્તિનાં ગીતો, સમૂહ નૃત્ય, કાવ્ય-પઠનનો પણ સમાવેશ થયો હતો.

પ્રો. (ડો.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગર,  સી.ડી. જાડેજા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર-NFSU; પ્રો. (ડો.) પૂર્વી પોખરિયાલ, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-દિલ્હી; પ્રો. (ડો.) સતીશ કુમાર, કેમ્પસ ડિરેક્ટર, NFSU-ભોપાલ; વિવિધ સ્કૂલ્સના ડીન; અધ્યાપક ગણ; વિદ્યાર્થીઓ અને સ્ટાફ આ કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા હતા.

ગંગોત્રી ધામમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં આવેલા ચાર ધામને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર સ્થળો માનવામાં આવે છે. આ ચાર ધામ છે – યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ. હવે. ઉત્તરાખંડમાં ગંગોત્રી ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શ્રી ગંગોત્રી મંદિર સમિતિના અધ્યક્ષે આ નિર્ણય વિશે માહિતી આપી છે.

મંદિર સમિતિની બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય

પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય રવિવારે યોજાયેલી શ્રી ગંગોત્રી મંદિર સમિતિની બેઠકમાં સર્વસંમતિથી લેવામાં આવ્યો છે. મંદિર સમિતિએ જણાવ્યું છે કે આ પ્રતિબંધ માત્ર ગંગોત્રી ધામ સુધી સીમિત નહીં રહે, પરંતુ માતા ગંગાના શિયાળુ નિવાસસ્થાન મુખબા પર પણ લાગુ પડશે.

મુખબામાં પણ લાગુ રહેશે નિર્ણય

શ્રી ગંગોત્રી મંદિર સમિતિના અધ્યક્ષ સુરેશ સેમવાલે ગંગોત્રી ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધના આ નિર્ણય વિશે માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે નિર્ણય મુજબ ધામમાં બિન-હિન્દુઓનો પ્રવેશ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. તેમણે વધુમાં કહ્યું કે આ પ્રતિબંધ દેવીના શિયાળુ નિવાસસ્થાન મુખબામાં પણ લાગુ રહેશે.

હરિદ્વાર, ઋષિકેશને સનાતન પવિત્ર શહેર જાહેર કરવાની યોજના

આ ઉપરાંત, ઉત્તરાખંડ સરકાર હરિદ્વારના 120 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા 105 ઘાટોમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા અંગે વિચારણા કરી રહી છે. આ પગલું કેટલાક સંતો અને ગંગા સભા (જે મુખ્ય હર-કી-પૌડી ઘાટના સંચાલન માટે જવાબદાર સંસ્થા છે)ની માગના પ્રતિસાદરૂપે લેવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર હરિદ્વાર અને ઋષિકેશ – બંનેને “સનાતન પવિત્ર શહેર” (પવિત્ર નગર) તરીકે જાહેર કરવાની યોજના બનાવી રહી છે.

કેદારનાથ મંદિર પરિસરમાં પ્રતિબંધની માગ

આ પહેલાં માર્ચ 2025માં, કેદારનાથ વિધાનસભા ક્ષેત્રમાંથી ભાજપનાં ધારાસભ્ય આશા નૌટિયાલે મંદિર પરિસરમાં બિન-હિંદુ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેદારનાથમાં યાત્રા વ્યવસ્થાપન સંબંધિત તાજેતરમાં એક બેઠક યોજાઈ હતી, તેમાં કેટલાક લોકોએ આ મુદ્દો ઉઠાવ્યો કે કેટલીક ઘટનાઓ એવી બને છે, જેને ધ્યાનમાં લેવામાં આવતી નથી.

તેમણે કહ્યું હતું કે હું પણ આ વાતથી સહમત છું કે જો કેટલાક લોકો એવું કંઈક કરી રહ્યા છે જેને કારણે કેદારનાથ ધામની છબી ખરાબ થઈ શકે, તો એવા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. તેમણે આરોપ લગાવ્યો હતો કે આવા લોકો ચોક્કસપણે “બિન-હિંદુ” છે, જે મંદિરને બદનામ કરવા માટે આવે છે અને આવી પ્રવૃત્તિઓમાં સામેલ થાય છે.

ભારત- EU ડીલ: BMW સહિત લક્ઝરી કારો થશે સસ્તી

નવી દિલ્હીઃ યુરોપિયન યુનિયન (EU)માંથી આયાત થતી કારો પર ભારત મોટો ટેરિફ ઘટાડો કરવાની યોજના બનાવી રહ્યું છે. આ પગલું ભારત અને EU વચ્ચે લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)નો ભાગ છે. આવતી કાલ સુધીમાં તેનું ઔપચારિક એલાન થવાની શક્યતા છે.

પ્રસ્તાવિત કરાર હેઠળ ભારત EUમાં બનેલી કારો પર લાગતો આયાત શૂલ્ક હાલના રેકોર્ડ હાઈ 110 ટકામાંથી ઘટાડીને 40 ટકા સુધી લાવવાની યોજના ધરાવે છે. જો આવું થાય તો દેશના ભારે સુરક્ષિત ઓટોમોબાઈલ માર્કેટને ખોલવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

શરૂઆતમાં ખાસ કારો પર જ ઘટશે ટેરિફ

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના વેપાર કરાર હેઠળ જે ટેરિફમાં ઘટાડો થશે, તે શરૂઆતમાં માત્ર 15 હજાર યુરો (અંદાજે રૂ. 16.3 લાખ)થી વધુ કીમતી, EUમાં સંપૂર્ણ રીતે બનેલી કારોના મર્યાદિત આયાત પર લાગુ થશે. આ યોજના મુજબ આ કારો પર ટેરિફને 110 ટકામાંથી ઘટાડીને પહેલાં 40 ટકા સુધી લાવવામાં આવશે અને બાદમાં તેને વધુ ઘટાડીને 10 ટકા સુધી લાવવાની સંભાવના છે.

આ કરારથી વોક્સવેગન, મર્સિડિઝ-બેન્ઝ અને BMW જેવી યુરોપિયન ઓટોમોબાઈલ કંપનીઓ માટે ભારતીય બજારમાં પ્રવેશ વધુ સરળ બનશે. ભારતે હાલ દર વર્ષે અંદાજે બે લાખ ઇન્ટર્નલ કંબશન એન્જિન વાહનો પર ડ્યૂટી ઘટાડવા માટે સંમતિ આપી છે, જોકે અંતિમ ક્વોટામાં ફેરફાર શક્ય છે. એક તરફ ઘરેલુ કંપનીઓના રોકાણને સુરક્ષિત રાખવા માટે સરકારની યોજના બેટરી ઇલેક્ટ્રિક વાહનોને પ્રથમ પાંચ વર્ષ સુધી ટેરિફ ઘટાડાની બહાર રાખવાની છે. બાદમાં આવી જ પ્રકારની છૂટછાટ ઇલેક્ટ્રિક વાહનો પર પણ લાગુ થવાની અપેક્ષા છે.

એલાન ક્યારે થઈ શકે?

યુરોપિયન યુનિયનમાંથી કારોની આયાત પર ટેરિફ ઘટાડાનો નિર્ણય એવા સમયે થવાનો છે જ્યારે યુરોપિયન કમિશનની અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન ચાર દિવસની ભારત મુલાકાતે છે. તેઓ યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા સાથે પ્રજાસત્તાક દિવસના ઉત્સવમાં ભાગ લેવા માટે આવ્યા છે.

સ્વતંત્રતા કા મંત્ર: CRPFની સહાયક કમાન્ડન્ટ સિમરન બાલાએ ગુજરાતને ગૌરવ અપાવ્યું

નવી દિલ્હી: પ્રત્યેક ભારતીયોમાં સ્વદેશી, સ્વાશ્રયિતા અને સ્વતંત્રતાની અહાલેક જગાવતો મંત્ર એટલે- “વંદે માતરમ”. ‘વંદે માતરમ’ ગીતની ૧૫૦-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે ‘વંદે માતરમ’ શબ્દની પૃષ્ઠભૂમિથી જ શરૂ થયેલી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ ૭૭-મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ બની રહ્યો હતો.

આ સાથે ગુજરાતના નવસારીમાં જન્મેલા તથા ગુર્જરભૂમિના તેમના નામાંકિત ક્રાંતિવીર સાથીઓ :શ્યામજી કૃષ્ણવર્મા અને સરદારસિંહ રાણાની સાથે વિદેશની ભૂમિ પરથી ક્રાંતિજ્યોત જગાવનારા મેડમ ભિખાઈજી કામાએ તૈયાર કરેલા ‘વંદે માતરમ’ લિખિત ધ્વજની યશોગાથાનું વર્ણન, ‘ચરખા’ના માધ્યમથી સ્વદેશીનો મંત્ર આપનારા મહાત્મા ગાંધીની સ્મૃતિ સાથે પ્રવર્તમાન ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનનો સુભગ સમન્વય આ ટેબ્લોની અનોખી ભાત ઊભી કરી હતી.

સ્વાધીનતાની લડાઈ માટે ખપી જનારા વીર સપૂતોને યાદ કરીને રાષ્ટ્રીય ચેતના જગાવતા ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ પામેલા ગુજરાતી રચનાકાર ઝવેરચંદ મેઘાણી રચિત ‘કસુંબીનો રંગ’ના તાલે જુસ્સો વધારતા કલાકારો ટેબ્લોને જોમવંતો બનાવી રહ્યા હતા.

ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ ઝાંખીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ ડૉ.વિક્રાંત પાંડે, માહિતી કમિશનર કિશોર બચાણી, અધિક નિયામક  અરવિંદ પટેલના માર્ગદર્શનમાં સંયુક્ત માહિતી નિયામક ડો.સંજય કચોટ અને નાયબ માહિતી નિયામક સુશ્રી ભાવના વસાવા યોગદાન આપ્યું હતું.

આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં ૧૭ રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની ૧૩ ઝાંખીઓ મળીને કુલ ૩૦ ટેબ્લોનું પ્રદર્શન થયું હતું. કર્તવ્ય પથ  પર સાંસ્કૃતિક પ્રસ્તુતિમાં લગભગ 2500 કલાકારોએ ભાગ લીધો હતો. દેશભરમાંથી લગભગ 10,000 ખાસ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

સેનાની વિવિધ પાંખોના કરતબો સાથે આ વર્ષે પહેલી વખત CRPFની પુરુષ ટીમનું નેતૃત્વ 26 વર્ષીય સહાયક કમાન્ડન્ટ સિમરન બાલાએ કર્યું હતું. ગુજરાતમાં ઉચ્ચ અભ્યાસ કરનારી સિમરને ગાંધીનગરની સરકારી મહિલા કોલેજમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી CRPFની સહાયક કમાન્ડન્ટની પરીક્ષા પાસ કરી હતી. આ સાથે યુરોપિયન યુનિયનની કન્ટિજન્ટ પણ આ પરેડમાં સામેલ થઇ હતી. આ વર્ષની પરેડમાં પ્રથમ વખત ભારતીય સેના દ્વારા બેટલ અરે ફોર્મેટ દર્શાવવામાં આવશે, આવ્યું હતું, જેમાં પરંપરાગત માર્ચિંગ ટુકડીઓ અને સેવા પ્રસ્તુતિઓનો સમાવેશ થતો હતો.

રાજસ્થાન પોલીસે 10,000 કિલોગ્રામ વિસ્ફોટક કર્યો જપ્તઃ એકની ધરપકડ

જયપુરઃ રાજસ્થાન પોલીસે ગેરકાયદે ખનન સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી કરતા પ્રજાસત્તાક દિવસ પહેલાં નાગૌર જિલ્લાના એક એકાંત ફાર્મહાઉસમાંથી આશરે 10,000 કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી છે. આ સાથે એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. અધિકારીઓએ રવિવારે આ માહિતી આપી હતી. તેમના જણાવ્યાનુસાર આ કાર્યવાહીથી વિસ્તારમાં કાર્યરત એક મોટા સ્તરના તસ્કરી નેટવર્કનો પર્દાફાશ થયો છે.

પકડાયેલા આરોપીની ઓળખ સુલેમાન ખાન તરીકે થઈ છે, જેને જિલ્લા વિશેષ દળ અને સ્થાનિક પોલીસના સંયુક્ત અભિયાન બાદ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. નાગૌરના પોલીસ અધિક્ષક મૃદુલ કચ્છવાએ જણાવ્યું કે માહિતી મળ્યા બાદ શનિવારે મોડી રાત્રે હરાસૌર ગામમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં એક ફાર્મહાઉસમાંથી 187 બોરામાં ભરેલું 9,550 કિલોગ્રામ એમોનિયમ નાઇટ્રેટ જપ્ત કરવામાં આવ્યું હતું.

અધિકારીઓના જણાવ્યા મુજબ એમોનિયમ નાઇટ્રેટનો સંબંધ અગાઉ પણ અનેક મોટા વિસ્ફોટો સાથે રહ્યો છે, જેમાં નવેમ્બર, 2025માં દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલો વિસ્ફોટ પણ સામેલ છે. હાલમાં પોલીસે આ મામલામાં સામેલ હરાસૌર ગામના રહેવાસી સુલેમાન ખાનની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે. એસપીના જણાવ્યા મુજબ તેના વિરુદ્ધ અગાઉથી ત્રણ ફોજદારી કેસ નોંધાયેલા છે.

આ વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી

અધિકારીઓએ જણાવ્યું કે એમોનિયમ નાઇટ્રેટ ઉપરાંત મોટી માત્રામાં અન્ય વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે, જેમાં નવ કાર્ટન ડેટોનેટર, 12 કાર્ટન અને 15 બંડલ નીલા ફ્યુઝ વાયર તથા 12 કાર્ટન અને 5 બંડલ લાલ ફ્યુઝ વાયરનો સમાવેશ થાય છે. એસપી મૃદુલ કચ્છવાએ જણાવ્યું કે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી કથિત રીતે કાયદેસર અને ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લોકોને વિસ્ફોટક સામગ્રી સપ્લાય કરતો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે વિસ્ફોટક અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.