Home Blog Page 2842

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

Chitralekha Gujarati – June 05, 2023

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

રાશિ ભવિષ્ય 26/05/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સારો અને ઉત્સાહ વાળો જણાય છે, તમારા ધાર્યાકામ થવાથી તમે આનંદની લાગણી અનુભવો, પ્રિયજન તરફથી સારો પ્રેમભાવ જોવા મળી શકે છે, અગત્યની મિલનમુલાકાત ફળદાયક બની શકે,વેપારમાં નાનુંકામ કરવુજ યોગ્ય છે, કોઈના કામમાં સહયોગ આપો તેવી વૃત્તી જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે, પ્રવાસનું ક્યાંક આયોજન પણ થઈ શકે છે અને તેમાં ક્યાંક અણધર્યા નાણાકીયખર્ચ થાય, માર્કેટિંગક્ષેત્રમાં તમારો સારો પ્રભાવ જોવા મળે, પ્રિયજન તરફથી ખુશીની લાગણીનો અનુભવ થાય, ધાર્મિકભાવના વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈની સાથે કોઈપણ પ્રકારનું ગેરવર્તનના થાય તેનું ધ્યાન રાખવું, પ્રિયજન સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાના આવે તેનું ધ્યાન રાખવું, તમારે આજે સમાધાનકારી નીતિ અપનાવાથી પરિસ્થિતિ હળવી બની રહશે. મનમાં કોઈવાતનો તમને ઉદ્વેગ રહ્યા કરે તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળી શકે છે અને માનસિકથાકની લાગણી વધુ જોવા મળે જેના કારણે તમારા સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, આજે કોઈને વણમાગી સલાહન આપવી તેમજ વાર્તાલાપમાં ક્યાય દલીલબાજીન કરવી, વેપારમાં જોખમન લેવું યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમે આત્મવિશ્વાસથી કામ કરતા જોવા મળો, તમારા ભૂતકાળના કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ મહેનત યોગ્ય છે, જૂનીકોઈ ઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી વાર્તાલાપ કરી ખુશીની લાગણી અનુભવો. થોડા મજાકવૃત્તિવાળા બનો.


આજનો દિવસે થોડી સાવચેતી રાખવી તેમજ વાણીસંયમ રાખવો પણ જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, કોઈપણ પ્રકારની મિલનમુલાકાત દરમિયાન વાર્તાલાપમાં કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું અગત્યનું કહી શકાય, ભક્તિમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે આજે તમારા પસંદગીના કામ થઇ શકે, તમારી લાગણીની કદર થાય, પરિચિત સાથે કોઈબાબતનો સાથસહકાર સારો જોવા મળી શકે અને તેની ખુશી અનુભવાય, ધાર્મિકભાવના વધુ જોવા મળે અને મન ભક્તિકે સદ્કાર્ય કરવા પ્રેરાય તેવું પણ બનવા જોગ છે. મન પ્રફુલ્લિત રહેશે.


આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાણીસયમ અને ગુસ્સાને કાબુમાં રાખવો, મજાકમસ્તી કરનાર લોકોથી થોડું અંતર રાખવું તેમજ તેમની વાતોને જરૂરિયાત પુરતુજ ધ્યાન આપવું. ક્યાંક જુનાપ્રસંગો યાદ આવવાથી મન અશાંત વધુ રહી શકે છે.


આજનો દિવસ સરસ છે, પ્રિયજન સાથેના જુનામતભેદ ભૂલવાની તક મળે, વિદ્યાર્થીવર્ગ માટે હરવાફરવા માં સારો સમય પસાર થાય, અગત્યની વાર્તાલાપકે મિલનમુલાકાત માટેના પ્રયત્ન કરતા હોવતો તેમાપણ તમને અન્યનો સારો સાથ-સહકાર અને માર્ગદર્શન મળે તેવું બની શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય, જુનાસ્મરણો તાજા થાય જેમાં તમને સારી ખુશીની લાગણી થાય, વાતચિત દરમિયાન ખોટો ઉશ્કેરટના આવે તેનું ધ્યાન રાખવું જેથી તમે કદાચ કોઈની મજાકના પાત્રના બનો. બિનજરૂરી ખરીદી થવાથી તમારું મન થોડું બેચેન બને તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રવર્તુળ સાથે બિનજરૂરી સમય અને નાણાનો વ્યય થાય અને તેનું ભાન તમને દિવસને અંતે થવાથી મનમાં ગુસ્સાની લાગણી અનુભવો પરંતુ તમારા પ્રિયજનની યોગ્યવર્તણુક અને વાતચીતથી તમે પ્રભાવિત થઇ ખુશીની લાગણી અનુભવી રાહત પામો, મનમાં દ્વિધા રહ્યા કરે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈને કોઈબાબતમાં નકારત્મકવિચારની અસર તમારી દિનચર્યા પર પણ પડે માટે તમારે આજે કોઈ કામમાં વ્યસ્ત રહેવું, હરવુંફરવુંકે ભક્તિમાં મન પોરવવું યોગ્ય કહી શકાય. કોઈ પણ અગત્યના કામકાજ કરવામાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે.

નવા વિશ્વ માટે નવો દૃષ્ટિકોણ જોઈએ

આપણે જાણીએ છીએ કે અનેક વર્ષોથી જુના રસ્તા પર ચાલીને કોઈ લક્ષ્ય સુધી પહોંચી નથી શકયું. જૂની પુરાણી પદ્ધતિઓ અપનાવીને નવું મકાન કે નવું મશીન નથી બનાવી શકાતું. જૂની માન્યતાઓ કે જુના સિદ્ધાંતોને અપનાવીને નવા વિશ્વની સ્થાપના નથી કરી શકતા. તેના માટે નવું જ્ઞાન, નવા સિદ્ધાંતો જોઈએ. આ કળીયુગી દુનિયા રુપી રંગમંચના કોઈ પણ પાર્ટ ધારી કે જે જન્મ-મરણના ચક્કરમાં આવે છે તે નવા વિશ્વનું નિર્માણ નથી કરી શકતા. આ કાર્ય તો ફક્ત જ્ઞાન સાગર, ગતિ- સદગતિ દાતા, જ્ઞાનેશ્વર- યોગેશ્વર પરમપિતા પરમાત્માનું જ છે.

પરમપિતા પરમાત્માએ સૃષ્ટિચક્રના આદિ-મધ્ય અને અંતનું જ્ઞાન પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા વિસ્તારથી સમજાવેલ છે. વારંવાર તેઓએ નજીકના ભવિષ્યમાં આવનાર નવી દુનિયાની તસ્વીર પણ બતાવેલ છે. તે સતયુગી દુનિયાની રૂપરેખા, કાર્ય પદ્ધતિ વિગેરે વિષે અનેક પ્રેરણાદાયક મહાવાક્યો ઉચ્ચારેલ છે. પરમાત્મા પિતા દ્વારા રચવામાં આવેલ તે નવા વિશ્વમાં જૂની દુનિયાનો અંશ પણ નથી હોતો. તે દુનિયાના મનુષ્યને દેવતા કહેવામાં આવે છે. તેઓ કર્મેન્દ્રિયજીત, પ્રકૃતિજીત તથા 16 કલા સંપૂર્ણ હોય છે. એ દુનિયામાં બુદ્ધિ, મન, શરીર, સંબંધના તમામ સુખ ઉપલબ્ધ હોય છે. ત્યાં મનુષ્યનું જીવન ખુશીઓથી ભરપૂર હોય છે. રાજા તથા પ્રજા વચ્ચે પણ પરિવાર જેવો પ્રેમ રહે છે. બધા સર્વ પ્રાપ્તિ ઓથી ભરપૂર હોય છે. બધાના મનમાં દિવ્ય સુખની શરણાઈઓ સ્વાભાવિક રૂપથી વાગે છે તથા શરીરને રત્ન જડિત તાજ, હીરાના હાર, જરકસી જામા તથા ડાયમંડ ની વીંટી થી શણગારવામાં આવે છે.

 

નવી દુનિયામાં યોગ બળથી જન્મ થવાથી ઉંમર ઘણી વધુ (150 વર્ષ) રહે છે. આત્મા પુરુ આયુષ્ય ભોગવીને પોતાની ઈચ્છા થી એક શરીર છોડી બીજું નવું શરીર ધારણ કરે છે. જ્યારે શરીર છોડવાનો સમય આવે છે ત્યારે સાક્ષાત્કાર થાય છે કે હવે આ જુનું શરીર છોડી નવું ધારણ કરવાનું છે, ગર્ભમાં જવાનું છે. આત્મા નાના બાળકના શરીરમાં પ્રવેશ કરે છે ત્યાં ગર્ભ જેલ નથી હોતી પરંતુ ગર્ભ મહેલ હોય છે. દેવતાઓ એવો ખોરાક નથી ખાતા જેથી શરીર બીમાર થઈ જાય.
સતયુગી દુનિયામાં ધરતી પોતાની જાતે જ અનેક પ્રકારના સ્વાદિષ્ટ, પૌષ્ટિક ફળ-ફૂલ, શાકભાજી તથા અનાજ વિગેરે વિપુલ માત્રામાં ઉઘાડે છે. ત્યાં પશુ- પક્ષી પણ દેવતાઓને સુખ આપવા વાળા હોય છે. બધાની દ્રષ્ટિ પાવન હોય છે. એક ધર્મ, એક ભાષા, એક કુળ વાળા તે ઈશ્વર દ્વારા બનાવાયેલ નવા વિશ્વને અશોક વાટિકા કહેવાય છે.

નવી દિવ્ય પરંપરા વાળા નવા વિશ્વની રચના પરમ પિતા પરમાત્મા પિતાશ્રી પ્રજાપિતા બ્રહ્માના શરીરનો આધાર લઇને કરે છે. જેવી રીતે ભારતીય સંયુક્ત પરિવારોમાં મોટાભાઈ ઘરની નાની વ્યક્તિઓ માટે પિતા સમાન હોય છે, તે જ રીતે આ વિશાળ પરિવારના રચયિતા પરમાત્મા આપણી બધી આત્માઓના પિતા છે અને તેમની પહેલી પહેલી રચના પિતાશ્રી બ્રહ્મા સમગ્ર માનવજાતીના પૂર્વજ-આદિ દેવ છે. બીજા ધર્મોમાં પણ આદમના રૂપમાં ગાયન જોવા મળે છે. પ્રજાપિતા બ્રહ્માના મુખ કમળ દ્વારા પરમાત્મા પિતા સૃષ્ટિના આદિ-મધ્ય-અંતનું સહજ જ્ઞાન તથા રાજયોગના રહસ્યોને સ્પષ્ટ કરે છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

પંચાંગ 26/05/2023

આઇસી15 ઇન્ડેક્સ 378 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ અમેરિકામાં સરકારી કરજની મર્યાદાની બાબતે અનિશ્ચતતાભર્યા વાતાવરણમાં વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના પોલીગોન સિવાયના તમામ ઘટક કોઇન ઘટ્યા હતા. કાર્ડાનો, બિટકોઇન, લાઇટકોઇન અને શિબા ઇનુમાં 1થી 3 ટકાનો ઘટાડો થયો હતો.

દરમિયાન, ઓસ્ટ્રિયાના ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જ બિટપાંડાએ અમેરિકન ક્રીપ્ટો એક્સચેન્જ – કોઇનબેઝ સાથે સહયોગ સાધ્યો છે. એનો ઉદ્દેશ્ય ગ્રાહકોને ડિજિટલ એસેટ્સ સેવાઓ પૂરી પાડવામાં યુરોપની બેન્કોને મદદ કરવાનો છે. બીજી બાજુ, ક્રીપ્ટો એક્સચેન્જ બિટફાઇનેક્સે લેટિન અમેરિકન પ્રદેશમાં ક્રીપ્ટોકરન્સીનો વ્યાપ વધારવાની દૃષ્ટિએ ચીલીના ક્રીપ્ટો એક્સચેન્જ ઓરિયોનએક્સ સાથે સમજૂતી કરી છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.01 ટકા (378 પોઇન્ટ) ઘટીને 36,909 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 37,287 ખૂલીને 37,316ની ઉપલી અને 36,567 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

વધુ બે વ્યક્તિથી સાવચેત રહેવાની એનએસઈની રોકાણકારોને સલાહ

મુંબઈ તા. 25 મે, 2023: નેશનલ સ્ટોક એક્સચેન્જ બજારમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ સામે અતિ સાવધ રહે છે અને રોકાણકારો કોઈ ઠગાઈનો શિકાર ન બને એ હેતુથી વારંવાર ચેતવણીઓ જાહેર કરે છે. તાજેતરમાં આવી એક વધુ ચેતવણીમાં એનએસઈએ જણાવ્યું છે કે વિનય અગરવાલ અને આશિષ અગરવાલ નામની બે વ્યક્તિ શેરબજારમાં રોકાણ કરવા પર ખાતરીબંધ વળતરની ઓફર કરી રહી છે.  શેરબજારમાં ખાતરીબંધ વળતર ઓફર કરવાની પ્રવૃત્તિ ગેરકાયદે છે.

વિનય અગરવાલ મોબાઈલ નંબર 9559984351 મારફત “ઈકોનોમિક કન્સલ્ટન્સી” નામે અને આશિષ અગરવાલ મોબાઈલ નંબર 7202040635 મારફત “ગણેશ ટ્રેડર્સ” નામે કામકાજ કરે છે. તેઓ પલ્બિક પાસેથી નાણાં એકત્ર કરે છે અને એની સામે નિશ્ચિત વળતરની ખાતરી આપી રહ્યા છે.

રોકાણકારોને સચેત કરવા સાથે સલાહ આપવામાં આવે છે કે આવી કોઈ યોજનામાં રોકાણ કરવું નહીં. આ સાથે રોકાણકારોને જણાવવામાં આવે છે કે તેમણે તેમના ટ્રેડિંગ ખાતાની લોગ-ઈન આઈડી તેમ જ પાસવર્ડ જેવી ખાનગી માહિતી કોઈની પણ સાથે શેર કરવી નહિ. જો એમ કરવાથી રોકાણકારોને કોઈ પણ નુકસાન થશે તો તેને માટે એક્સચેન્જ જવાબદાર રહેશે નહિ.

આવાં પ્રતિબંધિત પ્રોડક્ટ્સ અને યોજનાઓમાં રોકાણકારો તેમના જોખમે અને ખર્ચે રોકાણ કરે, કારણ કે એક્સચેન્જ આવી યોજનાઓને મંજૂર કરતું નથી કે નથી તેની ભલામણ કરતું. રોકાણકારો એ નોંધે કે આવી પ્રતિબંધિત યોજનાઓમાં સર્જાનારા કોઈ પણ વિવાદ માટે તેઓ એક્સચેન્જના રોકાણકાર રક્ષણ લાભો, લવાદ યંત્રણા કે એક્સચેન્જની રોકાણકાર ફરિયાદ નિવારણ યંત્રણાનો લાભ લઈ શકશે નહિ.

સનાતન નહીં જાગે તો આવનારા સમયમાં રામકથા નહીં થાયઃશાસ્ત્રી

અમદાવાદઃ બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદમાં આવી પહોંચ્યા છે. તેઓ ગુજરાતમાં 10 દિવસના દિવ્ય દરબારોના કાર્યક્રમોમાં હાજરી આપશે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કારમાંથી બહાર નીકળી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યાર બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી વટવા રામકથા મેદાનમાં દેવકીનંદન ઠાકુર સાથે આવી પહોંચ્યા છે. બાબાના દર્શન માટે રામકથા મેદાનમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે.

વટવા રામકથા મેદાને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ સભા સ્થળે જોવા મળ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમનને લઈને વટવા રામકથા મેદાને ભવ્ય તૈયારી કરવામાં આવી છે. ધીરેન્દ્ર શાસ્ત્રી સ્ટેજ પર આવી પહોંચતા ભક્તો દ્વારા તેમનું ફૂલ-હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. કથા શરૂ કરતાં પહેલાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે અમદાવાદના લોકો કેમ છો. ભક્તિનો પ્રદેશ છે ગુજરાત. ગુજરાતના અમદાવાદમાં આજે અમે આવ્યા છીએ. આવા આ ભક્તિના પ્રદેશ ગુજરાતની ધરતીને વારંવાર પ્રણામ કરું છું.

ગુજરાતના લોકોને ચૂપ કરાવવા ઘણા મુશ્કેલ છે. ભારતમાં હિન્દુ રાષ્ટ્ર અને ભગવાન કૃષ્ણને સ્થાપિત કરવાનો સમય આવી ગયો છે. મથુરાની શ્રીકૃષ્ણ જન્મભૂમિ પર કૃષ્ણને સ્થાપિત કરવાના છે. ભગવાન કૃષ્ણ અને સનાતન હિન્દુ માટે જાગવાનો સમય છે. મારું કામ માત્ર તમને જગાડવાનું છે. જાગશો નહીં, તો આવનારી પેઢીમાં રામકથા નહીં થાય. સનાતન ધર્મ માટે લડનારાઓનો સાથ આપો. હવે ભાગવાનો સમય નથી. બાગેશ્વર ધામ તમારું જ છે તમે લોકો ત્યાં આવતા રહો. તમામ સનાતની હિન્દુ એક થઈ જાઓ. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા કોણ-કોણ તૈયાર છે? ભારતને હિન્દુ બનાવવા કોણ રાજી છે અને સંતોને હેરાન કરનારાઓની ઠાઠડી બાંધીશું.

બાગેશ્વર બાબા અમદાવાદ એરપોર્ટથી યજમાન અમરાઇવાડીના પૂર્વ કોર્પોરેટર અરવિંદ ચૌહાણના ભાઈ જુગનીભાઈના ઘરે પહોંચ્યા હતા. ત્યાં તેમણે ભોજન કર્યા બાદ વટવા રામકથા મેદાને રવાના થયા હતા. અસહ્ય ગરમી હોવા છતાં પણ બાગેશ્વરબાબાના અનુયાયીઓ ઊમટી પડ્યા હતા.

 

 

 

 

 

 

બોલીવુડની આ અભિનેત્રીઓ એમનાં જીવનસાથીઓ કરતાં વધારે ધનવાન છે

મુંબઈઃ હિન્દી ફિલ્મ જગતમાં કેટલીક અભિનેત્રીઓ એવી છે જેઓ એમનાં પતિ કે ફિયાન્સ કરતાં વધારે ધનવાન છે. આમાં ઐશ્વર્યા રાયથી લઈને પરિણિતી ચોપરાનો સમાવેશ થાય છે. એક નજર વિગત પરઃ

ઐશ્વર્યા રાય-બચ્ચન:

ઐશ્વર્યા ભારતમાં સૌથી શ્રીમંત અભિનેત્રી છે. તે આશરે 10 કરોડ ડોલર (રૂ. 825 કરોડ)ની સંપત્તિની માલિકણ છે. જ્યારે એનાં અભિનેતા પતિ અભિષેક બચ્ચન પાસે આશરે 3 કરોડ ડોલર (રૂ. 248 કરોડ)ની નેટ વર્થ છે.

પ્રિયંકા ચોપરા-જોનસઃ

પ્રિયંકા પાસે 7 કરોડ 50 લાખ ડોલર (રૂ. 620 કરોડ)ની નેટ વર્થ છે. જ્યારે એનાં અમેરિકન ગાયક પતિ નિક જોનસ પાસે આશરે 7 કરોડ ડોલર (રૂ. 575 કરોડ)ની સંપત્તિ છે.

દીપિકા પદુકોણ:

દીપિકા એનાં સાથી કલાકાર રણવીરસિંહને પરણી છે. અમેરિકન મેગેઝિન ફોર્બ્સના અહેવાલ મુજબ, દીપિકા પાસે 6 કરોડ ડોલર (રૂ. 497 કરોડ)ની નેટ વર્થ છે જ્યારે રણવીરસિંહ એનાથી ઓછી – 3 કરોડ ડોલર (રૂ.248 કરોડ)ની સંપત્તિનો માલિક છે.

સોહા અલી ખાન:

સ્વ. મન્સૂરઅલી ખાન પટૌડી અને પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોરની પુત્રી સોહા અલી ખાન સાથી કલાકાર કુણાલ ખેમૂને પરણી છે. સોહા પાસે 2 કરોડ ડોલર (રૂ. 165 કરોડ)ની સંપત્તિ છે જ્યારે કુણાલ પાસે માત્ર રૂ 35 કરોડની સંપત્તિ છે.

બિપાશા બાસુ:

બિપાશા પણ સાથી કલાકાર અને મોડેલ કરણ ગ્રોવરને પરણી છે. બિપાશા 1 કરોડ 70 લાખ ડોલર (રૂ. 140 કરોડ)ની નેટ વર્થ ધરાવે છે જ્યારે કરણ પાસે માત્ર રૂ. 13 કરોડ 40 લાખની સંપત્તિ છે.

કેટરીના કૈફ:

કેટરીનાએ તાજેતરમાં જ સાથી કલાકાર વિકી કૌશલ સાથે લગ્ન કર્યાં છે. કેટરીના પાસે બે કરોડ ડોલર (રૂ. 165 કરોડ)ની સંપત્તિ છે જ્યારે વિકી પાસે આશરે પ0 લાખ ડોલર (રૂ. 41 કરોડ)ની નેટ વર્થ છે.

પરિણિતી ચોપરા:

પ્રિયંકા ચોપરાની પિતરાઈ બહેન પરિણિતીએ હાલમાં જ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી છે. ફોર્બ્સના અહેવાલ મુજબ, પરિણિતી પાસે 70 લાખ ડોલર (રૂ. 60 કરોડ)ની સંપત્તિ છે જ્યારે એનાં ફિયાન્સે સોગંદનામામાં દર્શાવ્યા મુજબ, એમની પાસે માત્ર રૂ. 33 લાખની સંપત્તિ છે.

 

કુનો નેશનલ પાર્કમાં ‘જ્વાલા’ના વધુ બે બચ્ચા મૃત્યુ પામ્યા

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિત્તા જ્વાલાના વધુ બે બચ્ચાનું મોત થયું છે. બે દિવસ પહેલા જ તેના એક બચ્ચાનું મોત થયું હતું. જ્વાલાએ આ વર્ષે માર્ચમાં ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો જેમાંથી ત્રણના મોત થયા છે. કુનો નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં ત્રણ બચ્ચા અને બે મોટા ચિત્તાના મોત થયા છે. વન વિભાગની ટીમ મોતનું કારણ જાણવા પ્રયાસ કરી રહી છે.

શું કહેવું છે વન વિભાગનું

જ્વાલા અને તેના બચ્ચાઓની દેખરેખ વન્યજીવન ડોકટરોની ટીમ દ્વારા કરવામાં આવી રહી હતી. મધ્યપ્રદેશના મુખ્ય મુખ્ય વન સંરક્ષક દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ બચ્ચાઓની અસામાન્ય સ્થિતિ અને ગરમીને જોતા ડોક્ટરોની ટીમ તેમને બચાવ્યા બાદ તેમની દેખરેખમાં રાખી રહી હતી. પરંતુ તમામ પ્રયાસો બાદ પણ તેને બચાવી શકાયો ન હતો. નિવેદન અનુસાર, બાકીના એક બચ્ચાને પાલપુર હોસ્પિટલમાં રાખવામાં આવ્યું છે અને ત્યાં તેની સતત સારવાર કરવામાં આવી રહી છે. આમાં નામીબિયા અને દક્ષિણ આફ્રિકાના નિષ્ણાતોની પણ સલાહ લેવામાં આવી રહી છે.નિવેદન અનુસાર, આ બચ્ચાની માતા જ્વાલા સ્વસ્થ છે અને તેની પર નજર પણ રાખવામાં આવી રહી છે.

કુનો નેશનલ પાર્કમાં ચિત્તા પ્રોજેક્ટ

આ પ્રોજેક્ટ મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓને વસાવવા અને તેમના કુળને વધારવા માટે લાવવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે તેમના જન્મદિવસે નામિબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓને ઉદ્યાનના ઘેરામાં છોડ્યા હતા.પરંતુ કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓની વસ્તી વધવાને બદલે ઘટી રહી છે. આવી સ્થિતિમાં ચિત્તાઓને અહીંથી રાજસ્થાન ખસેડવાની તૈયારી ચાલી રહી છે અથવા તો સૂચન છે.

કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓ સતત મરી રહ્યા છે. માર્ચ માસમાં માદા ચિતા સાસાના મૃત્યુ બાદ એપ્રિલમાં ઉદય નામની ચિત્તાનું મોત અને ત્યારબાદ માદા ચિતા દક્ષાના મૃત્યુ બાદ માદા ચિતા જ્વાલાના ત્રણ બચ્ચા અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે.આ મૃત્યુ પરથી સ્પષ્ટ દેખાય છે કે કુનોમાં નેશનલ પાર્ક, મોનિટરિંગ ટીમ અને તેની સાથેના નિષ્ણાતો માત્ર ખાદ્ય પુરવઠામાં રોકાયેલા છે.

આ મોત કુનો પ્રશાસનના અધિકારીઓની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરી રહ્યા છે.છેલ્લા બે મહિનામાં કુનો નેશનલ પાર્કમાં ત્રણ ચિત્તાના મોત થયા છે, જ્યારે ત્રણ બચ્ચા પણ મૃત્યુ પામ્યા છે.ત્યારે ફરી એકવાર સફળતા પર સવાલો ઉઠી રહ્યા છે. ચિત્તા પ્રોજેક્ટની.

ચિત્તા ક્યાંથી લાવવામાં આવે છે?

ચિત્તાઓને પહેલા કુનો નેશનલ પાર્કમાં નામીબિયા અને બાદમાં દક્ષિણ આફ્રિકાથી અલગ માલસામાનમાં લાવવામાં આવ્યા હતા. આ ચિત્તાઓને પહેલા અલગ રાખવામાં આવ્યા હતા, જેના માટે અલગ નાના બિડાણ બનાવવામાં આવ્યા હતા, જેમાં બધાને શિફ્ટ કરવામાં આવ્યા હતા અને અલગ-અલગ સમયગાળામાં મોટા બિડાણમાં છોડવામાં આવ્યા હતા.