બેંગલુરુઃ કોંગ્રેસના સિદ્ધારમૈયા કર્ણાટકના મુખ્ય પ્રધાનપદના શપથ લીધા હતા. જ્યારે ડીકે શિવકુમાર ડેપ્યુટી CM તરીકે શપથ લીધા. તેમના સિવાય અનેક કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. બેંગલુરુના કાંટેરાવા સ્ટેડિયમમાં બપોરે 12.30 કલાકે શપથગ્રહણ સમારોહ શરૂ થયો હતો. 13 મેએ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યાં હતાં.
કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગહેલોતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાને મુખ્ય મંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. સિદ્ધારમૈયા બીજી વાર કર્ણાટકના મુખ્ય મંત્રી બન્યા છે. કર્ણાટકની જીત પછી કોંગ્રેસ પાર્ટી ઉત્સાહિત છે. કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના CM અને અનેક વિરોધ પક્ષના નેતા આ શપથગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા. આ શપથગ્હણ સમારોહમાં છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલ, ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન, હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રી સુખવિંદર સિંહ સુખુ, બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમાર અને ઉપમુખ્ય મંત્રી તેજસ્વી યાદવ, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબદુલ્લા, NCP નેતા શરદ પવાર સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. આ શપથ ગ્રહણ દ્વારા કોંગ્રેસે શક્તિ પ્રદર્શન કર્યું હતું.
આ સાથે આ શપથગ્રહણ સમારોહમાં પીડીપીપ્રમુખ મહેબૂબા મુફ્તી, રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહેલોત સમારોહમાં ભાગ લેવા માટે મંચ પર પહોંચી ચૂક્યા છે. મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાની સાથે કોંગ્રેસ વિધાનસભ્ય જી પરમેશ્વરે કેબિનેટપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમનું નામ CM રેસમાં પણ સામેલ હતું. તેમની સાથે કે. એચ. મુનિયપ્પા, કોંગ્રેસના વિધાનસભ્ય પ્રિયાંક ખડગેએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. પ્રિયાંક ખડગેએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર છે. તેમના સિવાય કે. જે. જોર્જ અને એમ. બી. પાટિલે કેબિને પ્રધાનોના રૂપમાં શપથ લીધા હતા.
નવી દિલ્હીઃ ગયા સપ્તાહે સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં વહીવટી સેવાઓ પર નિયંત્રણને લઈને કેન્દ્ર અને દિલ્હી સરકારની વચ્ચેના જારી વિવાદ પર મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની તરફેણમાં ચુકાદો સંભળાવ્યો હતો. જોકે એના કેટલાક દિવસો પછી કેન્દ્ર સરકારે એ વટહુકમ દ્વારા એ ચુકાદાને પલટી દીધો છે. કેન્દ્રના વટહુકમ મુજબ ટ્રાન્સફર, પોસ્ટિંગ, વિજ્લેન્સ અને અન્ય મહત્ત્વના મામલાઓમાં નિર્ણય લેવાની શક્તિ પહેલાંની જેમ ઉપ રાજ્યપાલ પાસે જ રહેશે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે આ પ્રકારના વટહુમ દિલ્હીના લોકોની સાથે વિશ્વાસઘાત હશે. તેમણે ભાર દઈને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટની બંધારણી પીઠના ચુકાદાનું સન્માન કરવામાં આવવું જોઈએ.
કેન્દ્ર સરકારે વટહુકમથી નેશનલ સિવિલ સર્વિસ ઓથોરિટીને બનાવવાનો રસ્તો તૈયાર કરી લીધો છે. એ ઓથોરિટી દિલ્હી અને આંદામાન નિકોબાર દ્વીપ સમૂહની સિવિલ સર્વિસ કેડરના અધિકારીઓની ટ્રાન્સફરનું કામ જોશે. આ ઓથોરિટીના વડા દિલ્હીના મુખ્ય મંત્રી હશે અને એમાં દિલ્હી સરકારના મુખ્ય સચિવ અને ગૃહ સચિવ પણ હશે. ટ્રાન્સફર, પોસ્ટિંગ, વિજિલન્સ અને અન્ય મહત્ત્વના મામલામાં એ ઓથોરિટી બહુમતીને આધારે નિર્ણય લેશે અને પછી એમાં એને મંજૂરી માટે લેફ્ટેનન્ટ ગવર્નર (LG)ની પાસે મોકલવામાં આવશે.
एलजी साहिब SC आदेश क्यों नहीं मान रहे? दो दिन से सर्विसेज़ सेक्रेटरी की फाइल साइन क्यों नहीं की?कहा जा रहा है कि केंद्र अगले हफ़्ते आर्डिनेंस लाकर SC के आदेश को पलटने वाली है? क्या केंद्र सरकार SC के आदेश को पलटने की साज़िश कर रही है? क्या LG साहिब आर्डिनेंस का इंतज़ार कर रहे…
સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે ગયા સપ્તાહે દિલ્હીની ચૂંટાયેલી સરકારની સેવાઓને નિયંત્રણ આપ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે વહીવટમાં વાસ્તવિક શક્તિ જનતા દ્વારા ચૂંટાયેલી સરકારના હાથમાં હશે. કોર્ટના મુજબ એલજી સરકારના ચુકાદાથી બંધાયેલા છે અને મંત્રી પરિષદની મદદ અને સલાહથી પણ.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 782 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે છ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,85,705 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,824 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,45,206 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1948 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 8675એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.02 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.80 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1.29,101 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.91 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.70 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.90 ટકા છે.
દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,96,850 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 978 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકો છો. વેપારમાં નાનુંજ કામ કરવું હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકારમળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામ કરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકેમોટા પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોય તે પૂરી થઇ શકે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, પ્રિયજનસાથે સારો સમય પસાર થઈ શકે.
આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટાશબ્દપ્રયોગ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીઓળખાણ મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષભાષા ન બોલવી, ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોયકે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામજ યોગ્ય છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું, આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમન કરવું.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તાને લીધે થોડી માનસિકઅશાંતિ રહે, યુવાવર્ગ માટે ક્યાય વાર્તાલાપમાં ઉત્તેજનાને લીધે ગેરસમજના થાય તેનું ખાસ ધ્યાન રાખવું, આકસ્મિક નાણાકીયખર્ચ થાય અને તેની વ્યથા તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાઈ પણ આવે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળેકે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટે કે ભલામણ માટે જવાનું હોય તો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે.છે, કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં જોખમ ન કરવું સલાહ્ભર્યું છે.
આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ સારી વાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે, જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ તારી આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાયકે તમારી વાત જાણવાની જીજ્ઞાસા અન્યને વધી શકે છે પરંતુ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાસા જોવા મળી શકે છે. વેપારમાં જોખમ ન કરવું, પ્રિયજન સાથે કોઈ મતભેદ કે મનદુખના થાય તેની કાળજી રાખવી.
આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદરકે સંભારણા થાય તેવું બની શકે છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન પણ મળી શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રીનું અનેરું માહાત્મ્ય છે. તેના શ્લોક ક્ર. 120માં કહેવાયું છેઃ આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત એ ત્રણે કામ દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને સામર્થ્યને ધ્યાનમાં રાખીને કરવાં.
આ શ્લોક પરથી મને એક ગુજરાતી કહેવત યાદ આવે છેઃ “લાંબા ભેગો ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય.” આ કહેવત મેં બાળપણમાં સાંભળી હતી, પરંતુ એ સમયે તેમાં કંઈ સમજાયું નહીં. તેનો અર્થ હું કૉલેજમાં આવ્યો એ સમયે સમજાયો. એક દિવસ મારા મિત્રે 200 રૂપિયા ઉછીના માગ્યા. 1988માં આ રકમ પણ ઘણી મોટી હતી. તેને બીજા અમુક મિત્રો જોડે પિકનિક પર જવું હતું તેથી તેણે પૈસા માગ્યા હતા. તેની સાથે વાત કરતાં કરતાં ખબર પડી કે તેને ફરવા જવાનું પરવડતું ન હતું, પરંતુ મિત્રોને ખૂલીને ના નહીં પાડી શકતો હોવાથી તેણે જવા માટે હા પાડી હતી.
ઘણી વાર આપણે લોકોને કહેતાં સાંભળીએ છીએ કે સમાજમાં રહેવું હોય તો આર્થિક દૃષ્ટિએ પરવડતું ન હોવા છતાં અમુક રીતિ-રિવાજોનું પાલન કરવું જરૂરી છે.
અહીં મારા પરિચિત સુરેશ ઐયરનો દાખલો લઈએ. અર્થતંત્રની પ્રગતિ ધીમી પડી તેની અસર ઐયર કંપની પર પણ પડી હતી. તેણે અનેક કર્મચારીઓની છટણી કરવી પડી હતી. સદનસીબે સુરેશે નોકરી ગુમાવવાનો વખત ન આવ્યો, પરંતુ તેમના પગારમાં 25 ટકાનો કાપ મુકાયો. તેમનું નાણાકીય આયોજન બરોબર હોવાથી તેઓ રાબેતા મુજબના ખર્ચમાં થોડા ફેરફાર કરીને પોતાની કાર લૉનની ઈએમઆઇની ચૂકવણી પૂરી કરી શક્યા. જોકે, તેમના મિત્રોએ વૅકેશનમાં યુરોપ જવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે ઐયર અને તેમનાં પત્ની પ્રિયા દ્વિધામાં સપડાઈ ગયા. પ્રિયા તો ચોખ્ખું કહી દેવા તૈયાર હતી કે તેમને યુરોપ જવાનું નહીં પરવડે, પરંતુ સુરેશને એમ કહેવામાં સંકોચ થતો હતો. આથી તેઓ બન્ને મારી સલાહ લેવા આવ્યાં. મેં પ્રિયાનું સમર્થન કર્યું અને સુરેશે કચવાતા મને માની લીધું.
થોડા મહિનાઓ પછી તેઓ મને કોઈ જગ્યાએ મળ્યાં ત્યારે બન્નેએ મારો આભાર માન્યો. તેમણે યુરોપ જવાનું માંડી વાળ્યું તેથી તેમની આર્થિક સ્થિતિમાં વાંધો નહીં આવ્યો. તેમનાથી વિપરીત, અન્ય એક યુગલ ગજા બહારનો ખર્ચ કરીને યુરોપ ગયું અને પછી તેમના પર કરજનો બોજ ઘણો વધી ગયો અને રોજિંદા ખર્ચ પૂરા કરવામાં પણ તકલીફ પડવા લાગી.
સરખે-સરખા લોકો જ્યારે કોઈ વાત માની લેવાનું કહે ત્યારે એક પ્રકારનું દબાણ અનુભવાતું હોય છે. તેને અંગ્રેજીમાં તેને પિઅર પ્રેસર કહેવાય છે. આવા દબાણને વશ થવાને બદલે પોતાની ચાદર હોય એટલી જ સોડ તાણવાની કહેવત અનુસાર વર્તવું.
સામાજિક પ્રથાઓને અનુસરવાની વાત ભારતમાં ફક્ત કોઈ એક સમાજને કે વર્ગને નહીં, દરેક સામાજિક વર્ગને લાગુ પડે છે. અમારા ઘર નોકરો દેશમાં કોઈ ગુજરી ગયું હોય તો તેમનું કારજ કરવા માટે અનેક વાર અમારી પાસે નાણાં ઉછીનાં લઈ જતાં હોય છે. તેમના વિશે સાંભળીને કેટલાક લોકો કહી દે છે કે અભણ હોવાથી તેઓ આવા નકામા ખર્ચ કરે છે, પરંતુ જ્યારે પોતાના ઘરમાં જન્મદિવસની ઊજવણી કરવાની વાત આવે ત્યારે એ જ ટીકાકાર લોકો પોતાના સામાજિક મોભા અનુસાર સ્થળની પસંદગી કરે છે. લગ્નપ્રસંગોમાં તો આવું ખાસ જોવા મળે છે. વેવાઈની સામે પોતાનું ખરાબ દેખાય નહીં એવું જ બધા વિચારતા હોય છે.
શિક્ષાપત્રીના ઉક્ત શ્લોકમાં સામર્થ્ય સહિતનાં અનેક પાસાં જણાવાયાં છે, પરંતુ આપણે ફક્ત સામર્થ્યના પાસા પર નજર કરીએ. આપણે સામાજિક દબાણ કે પિઅર પ્રેસરને તાબે થઈ જઈએ છીએ તેની પાછળ અટૂલા પડી જવાનો ડર જવાબદાર હોય છે. લોકો મારા વિશે શું કહેશે? શું તેઓ મારી હાંસી ઉડાવશે? શું હું બધા કરતાં અલગ પડી જઈશ? વગેરે પ્રશ્નો સતાવવા લાગે છે. આવા વખતે અસલામતી સતાવે છે અને અસલામતીની પાછળ આપણો અહમ્ કામ કરતો હોય છે. આપણો સ્વ સાથેનો સંપર્ક તૂટે ત્યારે મનમાં અસલામતી ઘર કરી જાય છે. સ્વત્વથી જેટલા દૂર થતાં જઈએ તેટલા આપણો અહમ્ અને અસલામતી વધતાં જાય છે. થોડા જ વખતમાં ઈર્ષ્યા તથા અન્ય ગ્રંથિઓ જન્મે છે. આવા સમયે ખરેખર તો આપણે ફરી સ્વની નજીક જવું જોઈએ, પરંતુ એમ કરવાને બદલે આપણે બાહ્ય જગત સાથે સંકળાવાનો પ્રયાસ કરવા લાગીએ છીએ. ખરું પૂછો તો, બાહ્ય જગત ક્ષણભંગુર અને સાપેક્ષ છે. આપણે તેને જેમ જેમ વધુ વળગી રહેવાનો પ્રયાસ કરીએ છીએ તેટલી જ વધુ ને વધુ અસલામતી વર્તાય છે. અસલામતી વધતાં આપણે તેની પકડ વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરીએ છીએ અને છેવટે એવો તબક્કો આવે છે જ્યારે આપણે ગમે તેટલો ખર્ચ કરી દઈએ તોપણ કોઈ બાબત આનંદ આપી શકતી નથી.
નવી દિલ્હીમાં રહેતા મારા ક્લાયન્ટ રાકેશ સોબતી ઘણી વાર કહે છે કે હું રીતિ-રિવાજોને લીધે ઘણો ઘસાઈ ગયા બાદ પણ મને લાગે છે કે હું એકલો રહી ગયો. આનું કારણ એ છે કે આ રીતે હું મારું સ્વત્વ છોડી દઉં છું. ખર્ચ કરવામાં કંઈ ખોટું નથી. પણ જો તેમાં આનંદ આવવાને બદલે ફક્ત સામાજિક દબાણને કારણે એમ કરવું પડતું હોય તો એ ખોટું છે એટલું તો ચોક્કસ કહી શકાય.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
મહેન્દ્ર કપૂર સ્કૂલમાં ભણતા હતા ત્યારે ફિલ્મ ‘મદમસ્ત’ (૧૯૫૩) માં ગીત ગાવાની તક મળી હતી. પરંતુ યુવાન થયા અને સંગીતકાર નૌશાદે પહેલી વખત ફિલ્મ ‘સોહની મહીવાલ’ (૧૯૫૮) માં એક ગીત ગાવા કહ્યું ત્યારે પોતાની ઇજ્જત રાખવાની વિનંતી કરી હતી. મહેન્દ્રએ કોલેજમાં અભ્યાસ પૂરો કર્યો ત્યારે ગાયનની સ્પર્ધા ‘મેટ્રો મર્ફી’ માં ભાગ લીધો હતો. જેમાં બોલિવૂડના પાંચ સંગીતકારો અનિલ વિશ્વાસ, સી. રામચંદ્ર, હુસેનજી, મદનમોહન અને નૌશાદ જજ તરીકે હતા. એ માટે દરેક રાજ્યમાં ગાયકની શોધમાં ફરતા હતા. એમાં કુલ ચાર છોકરા અને ચાર છોકરીને છેલ્લે પસંદ કરવામાં આવ્યા હતા. એમાંથી એક-એક વિજેતા પસંદ કરવાના હતા.
આ માટે જ્યારે એમની મેટ્રો સિનેમામાં પ્રતિયોગિતા આયોજિત થઈ ત્યારે બધાએ સારું ગાયું અને સંગીતકારો વચ્ચે મતભેદ ઊભા થઈ ગયા. દરેકને અલગ અલગ છોકરો કે છોકરી શ્રેષ્ઠ લાગ્યા. કોઈ એક માટે નિર્ણય લઈ શકાતો ન હતો ત્યારે નૌશાદે સૂચન કર્યું કે સાંજે મહેબૂબ સ્ટુડિયોમાં બધાને ગાવા માટે બોલાવીએ અને કોણ સૌથી શ્રેષ્ઠ છે એનો નિર્ણય સ્ટુડિયોના રોકોર્ડિસ્ટ કૌશિક પર છોડી દઈએ. બધા સંગીતકારોએ એ વાતને માન્ય રાખી. કૌશિકે તટસ્થ નિર્ણય માટે સ્ટુડિયોમાં એક પડદો લગાવી દીધો જેથી ગાનારનો ચહેરો એ જોઈ ના શકે. દરેક સ્પર્ધક છોકરા- છોકરીને નંબર આપી દેવામાં આવ્યો. ગીત શરૂ કરતાં પહેલાં એમણે પોતાનું નામ નહીં પણ નંબર બોલવાનો રહેતો હતો. કૌશિકે બધાનો અવાજ સાંભળીને છોકરાઓમાં મહેન્દ્ર કપૂર અને છોકરીઓમાં આરતી મુખર્જીને શ્રેષ્ઠ જાહેર કર્યા હતા. સંગીતકારોએ એમના નિર્ણય પર મહોર મારી દીધી હતી.
આ પ્રતિયોગિતામાં વિજેતા રહેનારને સંગીતકારો પોતાની ફિલ્મમાં તક આપવાના હતા. મહેન્દ્રને નૌશાદે પહેલી વખત ગાવા બોલાવ્યા ત્યારે કહ્યું હતું કે એમણે ‘સોહની મહીવાલ’ ના ગીતો ઉપરાંત બેકગ્રાઉન્ડ સંગીત પણ આપ્યું છે. ફક્ત એક મુશ્કેલ ગીત ‘ચાંદ છુપા ઔર તારે ડૂબે’ બાકી છે. આ ગીત બહુ ઊંચા સૂરમાં છે. એના સૂર હું બદલી શકું એમ નથી. એમણે મહેન્દ્રને પૂછ્યું કે,‘તું ગાઈ શકીશ?’ ત્યારે મહેન્દ્રએ કહ્યું કે,‘તમારા આશીર્વાદ હશે તો ગાઈ શકીશ.’ નૌશાદે પોતાના ઓરકેસ્ટ્રા સાથે સ્ટુડિયોમાં સતત એક અઠવાડિયા સુધી મહેન્દ્રને રિહર્સલ કરાવ્યું. જેથી ઓરકેસ્ટ્રાથી પણ પરિચિત થઈ જાય.
રેકોર્ડિંગના છેલ્લા દિવસે નૌશાદે કહ્યું કે,‘બેટા, તારી પાસે એક ચીજ માગું છું હાથ જોડીને. તું કાલે મારી ઇજ્જત રાખી લેજે.’ આટલી મોટી જવાબદારી પોતાના પર નાખી દીધી હોવાનો ખ્યાલ આવતા મહેન્દ્ર ગભરાઈ ગયા હતા. આખી રાત ઊંઘ ના આવી. બીજા દિવસે નૌશાદે એમને એવું પ્રેમભર્યું વાતાવરણ પૂરું પાડ્યું અને હિંમત આપી કે ત્રણ કલાકમાં સાત મિનિટનું એ દરેક અંતરામાં નવા રાગવાળું મુશ્કેલ ગીત મહેન્દ્રએ સરસ રીતે ગાયું. નૌશાદે અસલમાં આ એક ગીત માટે આખા દિવસનો સ્ટુડિયો બુક કરાવી લીધો હતો. મહેન્દ્રના ગાયનથી એ એટલા ખુશ થયા હતા કે ગળે વળગીને ખુશી વ્યકત કરી હતી. ‘ચાંદ છુપા ઔર તારે ડૂબે’ ગીત સુપરડુપર હિટ રહ્યું હતું.
હરિયાણાની ડાન્સર અને ગાયિકા સપના ચૌધરીએ ફ્રાન્સના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યું છે. એણે 30 કિલો વજનવાળો ફ્લોરલ ગાઉન પહેર્યો હતો અને માથે અંબોડો વાળ્યો હતો. તેણે ઘણા આત્મવિશ્વાસ સાથે રેડ કાર્પેટ પર વોક કર્યું હતું. એણે કહ્યું કે, ‘મને અંગ્રેજી કે બીજી કોઈ વિદેશી ભાષા બોલતાં નથી આવડતું તે છતાં અહીં સુધી પહોંચી શકી છું.’
કાન્સ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર વોક કરવાનું બહુમાન પ્રાપ્ત કરનાર સપના પહેલી ભારતીય પ્રાદેશિક કલાકાર છે.