અમદાવાદઃ તમારું બાળક કે પછી આપના પરિવારના સભ્યો અહીં હજારો કિલોમીટર દૂર અમેરિકા કે પછી કેનેડાની ધરતી પર જાય અને એરપોર્ટ પર જ જો કોઈ પરિવાર આપને કેમ છો? બોલીને કહે કે આપે તો મારા ઘરે આવવાનું છે, તો કેવી લાગણી અનુભવાય. એવું જ એક ભગીરથ કાર્ય કરી રહ્યું છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન. કોઈ પણ ગુજરાતી વિદ્યાર્થી અથવા પરિવાર કેનેડામાં જાય છે તેને એરપોર્ટથી લેવાથી લઈ રહેવા-જમવા અને જોબમાં પણ મદદરૂપ થવાનું કામ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન –કેનેડાની ટીમ કામ કરી રહી છે.

સંસ્થાના પ્રમુખ આર. પી. પટેલના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં લગભગ 1100થી વધુ ગુજરાતી દીકરા-દીકરીઓને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની કેનેડા ટીમે પરિવારની જેમ મદદરૂપ બની સેટ કર્યા છે. કેનેડા ટીમની તર્જ પર જ હવે અમેરિકાના બોસ્ટન સ્ટેટમાં પણ કોઈ પણ ગુજરાતી પરિવાર આવશે તેને એરપોર્ટ પર લેવા-જવાથી લઈ રહેવા-જમવાની અને જોબમાં પણ મદદરૂપ થશે. આ અંગે વાત કરતાં અમેરિકાના બોસ્ટન સ્ટેટના રોડ આઇલેન્ડના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન સંજયભાઈ પટેલ જણાવે છે કે હવે કોઈ પણ ગુજરાતી પરિવારે ચિંતા કરવાની જરૂર નથી કે બોસ્ટનમાં જઈ અમે શું કરીશું. તમે આવો તમને વેલકમ કરવા અમે તૈયાર જ છીએ.
બોસ્ટનમાં ઉમાસ્વાદમ અને ઉમાપ્રસાદ સેવા શરૂ
વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલ સહિતના છ ટ્રસ્ટીઓ અમેરિકાના પ્રવાસે છે ત્યારે ગયા શુક્રવારે અમેરિકાના બોસ્ટનમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સંગઠનની મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં 500થી વધુ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બોસ્ટન આવતા ગુજરાતીઓને મદદરૂપ થવા ઉપરાંત વિશ્વ ઉમિયાધામ-જાસપુર મંદિરની માફક ઉમાસ્વાદમ્ અને ઉમાપ્રસાદમની શરૂઆત કરવામાં આવી છે. જગત જનની મા ઉમિયાનો પ્રસાદ બોસ્ટનમાં ઘેરેઘેર સુધી પહોંચશે.












માં હોય તો તમારે આત્મ વિશ્લેષણની જરૂર છે. કોઈ પ્રેમ થી મળે અને કોઈ ડર થી મળે એમાં ઘણો ફર્ક હોય છે. પરાણે પ્રેમ ન થાય. કોઈને ડરાવીને પામવું તે નકારાત્મકતાની હદ છે. વળી પ્રેમમાં જયારે ભારોભાર અપેક્ષાઓ જાગે ત્યારે માત્ર સ્વાર્થ જ જાગૃત રહે છે. સામે વાળી વ્યક્તિનો વિચાર આવતો જ નથી. આ લાગણીમાં ક્યાંક પ્રેમ ખૂટે છે. જો માત્ર પોતાની જ લાગણીનો વિચાર આવતો હોય તો પ્રેમ ન જ કરાય. કારણકે એમાં પરિણામો દુખદ હોય. પ્રેમ એ આત્માની અનુભૂતિ છે, અપેક્ષાઓની નહિ.




