Home Blog Page 2876

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એમ.આર. શાહ વિદાય સમારંભમાં રડી પડ્યા

નવી દિલ્હીઃ દેશની સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠતાની દ્રષ્ટિએ ચોથા નંબરે આવતા ન્યાયમૂર્તિ એમ.આર. શાહ આજે નિવૃત્ત થયા. આજે કોર્ટમાં એમના માનમાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. કારકિર્દીના આજે આખરી દિવસે જસ્ટિસ શાહ કોર્ટરૂમમાં ભાવૂક થઈ ગયા હતા. આંખોમાં આંસુ સાથે એમણે કહ્યું હતું, ‘હું નિવૃત્ત થાઉં એમાંનો નથી. હું જીવનમાં નવી ઈનિંગ્ઝ શરૂ કરીશ.’

જસ્ટિસ એમ.આર. શાહને આજે પરંપરાગત રીતે વિદાયમાન કરવામાં આવ્યા હતા. તે બેન્ચનું પ્રમુખપદ દેશના વડા ન્યાયમૂર્તિ ડી.વાઈ. ચંદ્રચુડે સંભાળ્યું હતું. જસ્ટિસ શાહે વિદાયવેળાનું સંબોધન કર્યું હતું અને તેના અંતભાગમાં તેઓ રડી પડ્યા હતા. એમની આંખોમાં આંસુ આવી ગયા હતા. એમણે કહ્યું, હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે મને જીવનની નવી ઈનિંગ્ઝ રમવા માટે શક્તિ, હિંમત અને તંદુરસ્તી આપે. જતી વખતે હું રાજ કપૂરની ફિલ્મ ‘મેરા નામ જોકર’ના એ લોકપ્રિય ગીતની કડીઓને યાદ કરીશ: ‘કલ ખેલ મેં હમ હો ન હો, ગર્દિશ મેં તારે રહેંગે સદા… જીના યહાં, મરના યહાં.’ એમ બોલતાં તેઓ રડી પડ્યા હતા.

જસ્ટિસ એમ.આર. શાહને 2018ની બીજી નવેમ્બરે સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એમની નિવૃત્તિ સાથે, સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા ઘટીને 32 થઈ ગઈ છે, જેમાં વડા ન્યાયમૂર્તિનો પણ સમાવેશ થાય છે.

જસ્ટિસ મુકેશ રસીકભાઈ શાહનો જન્મ 1958ની 16 મેએ થયો હતો. તેઓ 1982ની 19 જુલાઈએ એડવોકે તરીકે પ્રવેશ પામ્યા હતા. એમણે ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી. તેઓ જમીન, બંધારણીય તેમજ શિક્ષણની બાબતોમાં વિશેષજ્ઞ હતા. 2004ની 7 માર્ચે એમને ગુજરાત હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 2005ની 22 જૂને કાયમી જજ તરીકે નિયુક્ત કરાયા હતા. 2018ની 12 ઓગસ્ટે તેઓ પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરાયા હતા. ત્યારબાદ 2018ની 2 નવેમ્બરે એમની સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી કરવામાં આવી હતી. તેઓ આજે 15 મેએ નિવૃત્ત થયા છે.

બજરંગ દળ મામલે મલ્લિકાર્જુન ખડગેને કોર્ટના સમન્સ

નવી દિલ્હીઃ પંજાબના સંગરુરની એક જિલ્લા કોર્ટે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સમન્સ જારી કર્યા છે. ખડગે પર હિન્દુ સુરક્ષા પરિષદ બજરંગ દળ હિન્દના સંસ્થાપક હિતેશ ભારદ્વાજે રૂ. 100 કરોજનો માનહાનિનો કેસ કર્યો છે. સંઘથી સંબંધિત વિશ્વ હિન્દુ પરિષદની યુવા શાખા બજરંગ દળના પ્રમુખનો આરોપ છે કે પ્રતિબંધિત ઇસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)ની સાથે બજરંગ દળની તુલના કરીને સંગઠનની છબિને નુકસાન પહોંચાડ્યું છે.

અરજીકર્તાએ કહ્યું હતું કે હાલમાં પૂરી થયેલી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઘોષણાપત્રમાં બજરંગ દળની તુલના સિમી અને અલ કાયદા જેવાં રાષ્ટ્ર વિરોધી સંગઠનોથી કરી હતી. આ મામલામાં સિવિલ જજ (સિનિયર ડિવિઝન) રમણદીપ કૌરની કોર્ટે ખડગેને 10 જુલાઈએ હાજર થવાનું ફરમાન કર્યું છે. કોંગ્રેસાધ્યક્ષની સામે માનહાનિ કરનારા ભારદ્વાજે કહ્યું હતું કે કોંગ્રેસના ઘોષણાપત્રના પેજ નંબર 10 પર કોંગ્રેસે બજરંગ દળની તુલના દેશદ્રોહી સંગઠનો સાથે કરી છે અને ચૂંટણી જીતવા પર એને પ્રતિબંધિત કરવાનું વચન આપ્યું છે. જેથી હું ગુરુવારે કોર્ટમાં ગયો હતો.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે સત્તા પર આવ્યા પછી પક્ષ બજરંગ દળ અને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા જેવા સંગઠનો પર પ્રતિબંધ લગાવશે. આ મુદ્દે ચૂંટણીમાં રાજકીય નિવેદનબાજી પણ થઈ હતી. ભાજપે એને સીધી બજરંગ બલીના અપમાનથી જોડ્યું હતું. ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કોંગ્રેસ બજરંગ બલીનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો.

 

 

 

રાઘવ ચઢ્ઢાથી ક્યાંય વધુ શ્રીમંત છે પરિણીતિ ચોપરા

 નવી દિલ્હીઃ યુવા નેતા અને રાજકારણના ઊભરતા સિતારા રાઘવ ચઢ્ઢા અને બોલીવૂડની એક્ટ્રેસ પરિણીતિ ચોપરા બહુ જલદી લગ્ન કરવાનાં છે. રાઘવ ચઢ્ઢા ‘આપ’ પાર્ટીમાંથી રાજ્યસભાના સાંસદ છે, જ્યારે પરિણીતિએ ‘લેડીઝ વર્સસ રિકી બહલ’થી ફિલ્મી કેરિયરનો પ્રારંભ કર્યો હતો.

જ્યારે લગ્નની વાત આવે છે, ત્યારે પરિવાર અને વ્યવસાયથી વધીને કમાણી પર ચર્ચા કરવામાં આવે છે. સમાચાર મુજબ પરિણીતિ ચોપડા થનારા પતિ રાઘવ ચઢ્ઢાની કમાણી કરવામાં આગળ છે. પરિણીતિની નેટવર્થ જ્યાં કરોડોમાં છે, ત્યાં આપના સાંસદ રાઘવ ચઢ્ઢા કરોડનો આંકડો પણ નથી પામી શક્યા, એ અમે નહીં, પણ એક વેબસાઇટ My.neta.infoનો દાવો છે.

એ વેબાઇટ મુજબ રાઘવ ચઢ્ઢાની પાસે રૂ. 37 લાખનું એક ઘર છે અને એક મારુતિ સ્વિફ્ટ ડિઝાયર છે અને માત્ર 90 ગ્રામ સોનાની જ્વેલરી છે. રાઘવ ચઢ્ઢા શેરમાર્કેટમાં પણ રોકાણ કરે છે. તેઓ બોન્ડ, ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને શેરોમાં રૂ. છ લાખનું રોકાણ ધરાવે છે. બીજી બાજુ, પરિણીતિ ચોપડા ફિલ્મો અને એડની મદદથી નોંધપાત્ર કમાણી કરે છે. તેની નેટવર્થ રૂ. 60 કરોડ છે.

શિક્ષણની વાત કરીએ તો રાઘવ ચઢ્ઢા CA છે અને પરિણીતિ ચોપડાએ લંડનના માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલથી બિઝનેસ, ફાઇનાન્સ, અને ઇકોનોમિક્સમાં ટ્રિપલ ઓનર્સ ડિગ્રી હાંસલ કરી છે. પરિણીતિ ચોપડાએ ફિલ્મોમાં આવવા પહેલાં યશરાજ ફિલ્મ્સની માર્કેટિંગ ટીમમાં કામ કરતી હતી, જ્યારે રાઘવ ચઢ્ઢાએ આજે પણ CAની પ્રેક્ટિસ જારી રાખી છે. બંને જણ ઓક્ટોબર, 2023માં લગ્નનાં બંધનમાં બંધાવાનાં છે.

 

 

 

કર્ણાટકમાં પાંચ મંત્રીપદ, મુસ્લિમ ચહેરો બને ડેપ્યુટી CM: સુન્ની વકફ બોર્ડ

બેંગલુરુઃ કર્ણાટકમાં કોંગ્રેસની પ્રચંડ જીતની સાથે મુખ્ય મંત્રી પદને લઈને મંથન શરૂ થઈ ગયું છે. ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા આજે દિલ્હીમાં ટોચના નેતૃત્વથી મુલાકાત કરશે. કોંગ્રેસ દ્વારા જલદી સ્થિતિ સ્પષ્ટ થશે કે કર્ણાટકમાં મુખ્ય પ્રધાનપદ કોને મળશે. આ દરમ્યાન સુન્ની વકફ બોર્ડે કોંગ્રેસની સામે એક નવી માગ કરી છે. સુન્ની ઉલેમા બોર્ડે મુસ્લિમ નેતાઓએ કોંગ્રેસથી માગ કરી છે કે કર્ણાટકમાં ડેપ્યુટી મુખ્ય પ્રધાન મુસ્લિમ સમુદાયમાંથી હોવા જોઈએ. આટલું જ નહીં, બોર્ડે અન્ય કેટલાંક મધ્યમ પદ પણ મુસ્લિમ સમુદાય આપવાની માગ કરી છે.

કર્ણાટક વકફ બોર્ડના ચેરમેન શફી સાદીએ કહ્યું હતું કે અમે ચૂંટણી પહેલાં કહ્યું હતું કે ડેપ્યુટી CM મુસ્લિમ સમુદાયથી હોવા જોઈએ. તેમણે માગ કરી હતી કે પાંચ મુસ્લિમ વિધાનસભ્યોને સરકારમાં સામેલ કરવામાં આવવા જોઈએ. આરોગ્ય જેવા સારા વિભાગોના મંત્રી બનાવવામાં આવવા જોઈએ. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પહેલાં અમે કોંગ્રેસથી 30 સીટો મુસ્લિમ ઉમેદવારો આપવાની માગ કરી હતી. કોંગ્રેસે 15 સીટો પર મુસ્લિમો ઉમેદવારો ઉતાર્યા હતા, એમાંથી નવ ઉમેદવારોને જીત મળી છે.

તેમણે કહ્યું હતું કે કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસ 72 સીટો પર માત્ર મુસલમાનોને કારણે જીતી છે. તેમણે કહ્યું હતું કે હવે એ કોંગ્રેસની જવાબદારી બને છે કે એ અમારો આભાર માને. કોંગ્રેસના એસએમ કૃષ્ણાના કાર્યકાળની જેમ પાંચ મુસ્લિમ મંત્રી અને એક ડેપ્યુટી CMની માગ કરી છે. તેમણે કહ્યું હતું કે આદર્શ રૂપે એક મુસ્લિમ મુખ્ય મંત્રી હોવા જોઈએ, કેમ કે કર્ણાટકમાં કોઈ મુસ્લિમ મુખ્ય મંત્રી નથી બન્યા અને રાજ્યમાં 90 લાખ લોકો મુસ્લિમ છે.

 

 

 

 

 

 

કોરાનાના 797 નવા કેસો, ચારનાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 797 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ચાર જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,81,475 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,778  લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,35,204 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3167 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 14,493એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.03 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.78 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 55,636 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.86 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2.47 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 3.46 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,92,0597 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 367 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

આજના ઝડપી અને વ્યસ્ત જીવનને યુવાઓ કેવી રીતે સંભાળી શકે?

પ્રશ્ન 1: આજની યુવા પેઢી મોબાઈલ એપ્પ અને નવા ઉપકરણોના મોહમાં પડી ગયા છે. એમનો દિવસ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવાથી શરૂ થાય અને ટ્વિટ સાથે સમાપ્ત થાય છે. તો એવી પરિસ્થિતિમાં તેઓ પોતાના જીવન પર નિયંત્રણ કેવી રીતે રાખી શકે છે?

સદ્‍ગુરુ:  જેમને પોતાનું જીવન પોતાના હાથમાં નથી લીધું, એમનું ધ્યાન કાયમ કોઈને કોઈ વસ્તુમાં ભટકતું રહે છે. તો ઉપકરણ કોઈ સમસ્યા નથી. સમસ્યા પોતાની આદતોથી મજબૂર થઈને કોઈ કાર્ય કરવું છે. આપણા યુવાઓ, બાળકો અને મોટાઓને પણ કોઈ આદતથી મજબૂર ન થવું જોઈએ. જમવું, બેસવું, ઊભું થવું અને કામ કરવું આ બધુ વસ્તુ જાગરુકતા સાથે થવી જોઈએ. જો આપણે આ બધુ જાગરુકતા સાથે કરીએ છીએ, તો આપણે યંત્રોનો ઉપયોગ પણ જાગરુકતા સાથે કરીશું.

પ્રશ્ન 2: આજે યુવાઓ પર માહિતીઓનો જે પ્રભાવ પડે છે, એને જોતાં તેઓ પોતાનું રોજનું જીવન કેવી રીતે વ્યવસ્થિત કરી શકે?

સદ્‍ગુરુ:  આપણે માહિતીઓ વિષે ફરિયાદ ન કરવી જોઈએ. 100 વર્ષ પહેલા, જો આપણાથી ફક્ત 100 કિ.મી. દૂર પર કોઈ દુર્ઘટના થાય છે, કે કઈક સારું થાય છે, તો તેના વિષે આપણે એક મહિના પછી ખબર પડતી હતી. આજે, આખી દુનિયામાં શું થઈ રહ્યું છે એ તમને એજ ક્ષણે ખબર પડી જાય છે. તો ટેક્નોલૉજી સારી કે ખરાબ નથી હોતી. એમાં પોતાનો કોઈ ગુણ નથી હોતો—તે આ વાત પર નિર્ભર કરે છે કે તમે એને કેવો ઉપયોગ કરો છે? તમે જે પણ બીજી ટેક્નોલૉજી વાપરો છો—ટેલિફોન, મોબાઈલ ફોન, કમ્પ્યુટર કે સોશિયલ મીડિયા—તે એટલી ઉન્નત કે ગૂઢ નથી, જેટલું આપનું માનવ તંત્ર (શરીર). તમારે પહેલા એની તરફ ધ્યાન આપવું પડશે, પછી બાકી બધાને તમે સ્વાભાવિક રીતે સંભાળી શકશો.

પ્રશ્ન 3: આજનો યુવા, જેમના પરિવાર અને મિત્રો સાથે સંબંધ ટૂટતા જાય છે, તે પોતાની ભાવનાત્મક બુદ્ધિના સ્તર પર કેવી રીતે સારું બની શકે છે?

સદ્‍ગુરુ:  મોટા ભાગે મનુષયોમાં ભાવનાઓનો પાસો સૌથી મોટો હોય છે, એટલા માટે ભાવનાત્મક સુરક્ષા સૌથી વધુ મહત્વપૂર્ણ છે. જો એક મનુષ્ય સાચે જ જાગૃત થઈ જાય તો ભાવનાઓથી ફરક નથી પડતો, એટલા માટે બાળપણથી જ બાળકોને ભાવનાત્મક સુરક્ષા મળવી જોઈએ. એનો અર્થ એ છે કે એમની આજુ-બાજુ, એક પ્રેમપૂર્ણ વાતાવરણ હોવો જોઈએ, ફક્ત ઘરે જ નહીં,  જ્યાં પણ બાળકો જાય, એમને પ્રેમ અને સ્નેહપૂર્ણ વાતાવરણ મળવો જોઈએ. આ સૌથી મહત્વપૂર્ણ છે.


(સદ્‍ગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

મહારાષ્ટ્ર સરકારને ગેરકાયદેસર કહેનાર સંજય રાઉત સામે પોલીસ એફઆઈઆર

મુંબઈઃ એક નિવેદન કરીને પોલીસ અને જનતા વચ્ચે વાદવિવાદ પેદા કરવા બદલ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) સામે મહારાષ્ટ્રના નાશિક શહેરમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સંજય રાઉત શિવસેના (યૂબીટી)ના રાજ્યસભાના સદસ્ય છે. નાશિક પોલીસે એમની સામે આઈપીસીની કલમ 5015(1) (બી) અંતર્ગત એફઆઈઆર ફરિયાદ નોંધી છે.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે સંજય રાઉતે એમ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં હાલની સરકાર ગેરકાયદેસર છે અને એના આદેશોનું પાલન કરવું ન જોઈએ.

સુવિચાર – ૧૫ મે, ૨૦૨૩

સુવિચાર – ૧૫ મે, ૨૦૨૩

૧૫ મે, ૨૦૨૩

૧૫ મે, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 15/05/2023 થી 21/05/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

નવા સંબંધની શરૂઆત થવાના કારણે તમને કામકાજમા ધ્યાન ઓછુ અને અન્યપ્રવૃત્તિમા ધ્યાન વધુ રહે, કામકાજ દરમિયાન વધુ પડતા વિચારો આવવાના કારણે તમને તમારા કામમા રૂચી ઓછી જળવાય તેમજ કામ પરાણે કરતા  હોવ તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે,  સાસરીપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ યોગ્ય છે.


સંતાન બાબત અને પ્રેમસંબંધમા કઈક નવીનતા બની શકે છે,  લગ્નબાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થીવર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારૂ પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો,  બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ પણ બની શકે છે.


નોકરી, ધંધામા ઉતર-ચઢાવ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાને મનમા અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમા ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમા નાનીનાની બાબતમા ઉશ્કેરાઈ જવાય, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થઈ શકે છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ ઘણી નિયંત્રણમા રહી શકે છે. તમારા કામકાજમા અન્યનો સાથસહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને  સહયોગી થવામા થોડા ઉદાસીન બનો. બજારના કામકાજમા તમારામા કામકાજ કરવામા થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે.


અસફળતા અને ઉશ્કેરાટવાળુ વાતાવરણ જોવા મળે, ઘરકે કુટુંબમા ભાઈબહેન સાથે કોઈ કામકાજમા સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની ખટપટ પણ જોવા મળી શકે છે, પરિશ્રમ મુજબ ફળ ના મળવાના કારણે થોડી અશાંતિ જેવું લાગ્યા કરે, કોઈની સ્વાસ્થસંબંધિત ચિંતા કે આકસ્મિકખર્ચ પણ થઈ શકે છે, નોકરીમા કામનુ વધુ ભારણ કે અણગમતુ  કામ કરવાથી માનસિકઅશાંતિમા વધારો થાય, બજારના કામકાજ ધીરજ રાખવી સારી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરી દરમિયાન થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે.


પરિસ્થિતિમા ધીમેધીમે સુધારો થતો જોવા મળે માટે ધીરજ રાખવી સારી, ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટીસમસ્યા થાય તેવુ જણાતુ નથી, તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા  કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાયક મુસાફરી થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવું સારુ. બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.


પરિસ્થિતિમા પરિવર્તન જોવા મળશે અને આનંદ, ઉત્સાહ, વચ્ચે તમારો સમય પસાર થાય, લગ્નમાટે ક્યાય વાર્તાલાપકે મિલનમુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમા થોડુ સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા અપેક્ષા મુજબ કામ થોડુ ઓછુ થાય, જુનાઅટકેલા કામકાજ પુરા કરવાની કોશિશ કરો તો તેમા પણ થોડી ચળવળ થતી જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સમયનો સદુપયોગ કરવો વધુ યોગ્ય કહી શક્ય, આરોગ્યબાબતમા બેદરકાર ના બનાય તેનુ ધ્યાન રાખવુ.


કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત પ્રમાણે ફળ મળે.


તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુજ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.


વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.


જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.


યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.


તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના  પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.