થોડા અલગ પ્રકારની રીતના ડાયેટ ફ્રેન્ડલી દૂધીના મુઠીયા સ્વાદિષ્ટ બને છે!

સામગ્રીઃ દૂધી 300 ગ્રામ, કાંદો 1, ચણાની દાળ 1 ટી.સ્પૂન, અળદની દાળ 1 ટી.સ્પૂન, હીંગ ¼ ટી.સ્પૂન, તેલ 1 ટે.સ્પૂન, તીખાં લીલા મરચાં 2-3, લસણ 4-5 કળી, રાઈ ½ ટી.સ્પૂન,, જીરૂ ½ ટી.સ્પૂન, આદુનો ટુકડો 1 ઈંચ, હળદર ½ ટી.સ્પૂન, લાલ મરચાં પાઉડર ½ ટી.સ્પૂન, ધાણાજીરૂ 1 ટી.સ્પૂન, સાંભાર મસાલો 1 ટી.સ્પૂન, ચણાનો લોટ 2 ટે.સ્પૂન, જુવારનો લોટ 2 ટે.સ્પૂન, બાજરીનો લોટ 1 કપ,
વઘાર માટેઃ તેલ 1 ટે.સ્પૂન, સફેદ તલ 1 ટે.સ્પૂન, રાઈ 1 ટી.સ્પૂન, ધોઈને સમારેલી કોથમીર ½ કપ
રીતઃ દૂધીને છોલીને ટુકડા કરીને મિક્સીમાં પીસી લો.
એક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરૂનો વઘાર કરી લીધા બાદ અડદ તેમજ ચણાની દાળ સાંતળી લો. ત્યારબાદ આદુ-લસણ-મરચાંને ઝીણાં સમારીને તેમાં ઉમેરી દીધા બાદ કાંદો પણ ઝીણો સમારીને ઉમેરી દો. કાંદો નરમ થાય એટલે તેમાં દૂધીની પેસ્ટ મેળવીને સાંતળી લો. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું, હીંગ, ધાણાજીરૂ, મરચું તેમજ હળદર અને સાંભાર મસાલો પણ મેળવી દો.
હવે તેમાં અડધો કપ પાણી ઉમેરી દો. પાણી ઉકળવા માંડે એટલે તેમાં અનુક્રમે જુવારનો લોટ, ચણાનો લોટ તેમજ અડધો કપ બાજરીનો લોટ ગઠ્ઠા ના થાય તે રીતે મેળવી દો. લોટ બંધાય તે રીતે બાજરીનો લોટ ઓછો કે વધુ ઉમેરવો.
જેવો લોટની જેમ બંધાય જાય એટલે ગેસ બંધ કરીને મિશ્રણને સહેજ ઠંડું થવા દો. ત્યારબાદ તેમાંથી નાના ગોળા વાળી લો. અને મુઠીયાને 5-7 મિનિટ માટે બાફવા મૂકો. ત્યારબાદ ગેસ બંધ કરી દો.
એક પેનમાં તેલ ગરમ કરી રાઈનો વઘાર કરી લીધા બાદ તેમાં સફેદ તલ ઉમેરીને મુઠીયા તેમાં વઘારી લો. ઉપરથી સમારેલી કોથમીર ભભરાવીને ગેસ બંધ કરી દો.
આ મુઠીયા ચા કે લીલી ચટણી સાથે પીરસો.




કિશોરકુમારનો નંબર લાગ્યો હતો અને રાજેશ ખન્નાના અવાજ તરીકે પણ ઉદય થયો હતો. નિર્દેશક શક્તિ સામંતાના પુત્ર અશીમ સામંતાએ એક મુલાકાતમાં ફિલ્મ ‘આરાધના’ ના જન્મ, ગીત-સંગીત અને ગાયન સાથે જોડાયેલી આવી અત્યંત રોમાંચક અને અનન્ય વાતો કહી છે.



એક સપ્તાહ સુધી ચાલેલી આ કોન્ક્લેવ – ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઓર 4.0’ ના કેન્દ્રમાં 20,000+ ચોરસ ફૂટનું ભવ્ય પ્રદર્શન હતું, જેમાં વ્યક્તિને- પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ સાથે જોડતા 12 શાશ્વત પ્રાચીન ભારતીય સિદ્ધાંતો દર્શાવવામાં આવ્યા હતા. વાર્તા કહેવાની શૈલી (storytelling), વિઝ્યુઅલ ડિઝાઇન અને દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ સાથેની એક ચિંતનશીલ યાત્રા તરીકે ડિઝાઇન કરવામાં આવેલા આ પ્રદર્શને મુલાકાતીઓને જીવનનાં મૂલ્યોનો વાસ્તવિક અનુભવ કરાવ્યો. ગજેન્દ્ર સિંહ શેખાવત અને અમૃતા ફડણવીસ જેવાં મહાનુભાવોએ આ પહેલની મુલાકાત લીધી હતી અને તેની પ્રશંસા કરી હતી.
સાત દિવસ સુધી ચાલેલી આ કોન્ક્લેવમાં ઉચ્ચ સ્તરીય પેનલ ચર્ચા-વિચારણા, પ્રાયોગિક ફોર્મેટ્સ અને યુવા-કેન્દ્રિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદઘાટન સમારંભમાં સમકાલીન શાસન, કાયદો, અર્થશાસ્ત્ર અને સામાજિક જીવનમાં માનવ-સભ્યતા આધારિત વિચારધારાની પ્રસ્તુતતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બી. એન. શ્રીકૃષ્ણ અને ભૂષણ આર. ગવઈ સહિતના પ્રખ્યાત ન્યાયશાસ્ત્રીઓએ સમજાવ્યું કે કેવી રીતે બંધારણીય મૂલ્યો, ન્યાય અને નૈતિકતા સમાજના નૈતિક પાયાથી અલગ રહી શકે નહીં.
ઔપચારિક ચર્ચા-સત્રો ઉપરાંત, કોન્ક્લેવ દરમિયાન શેરી નાટકો અને લાઈટ-એન્ડ-સાઉન્ડ પ્રસ્તુતિ દ્વારા સંસ્કૃતિ, કળા અને સામુદાયિક ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી હતી, જેનાથી ઓગસ્ટ ક્રાંતિ મેદાન એક જીવંત જાહેર વર્ગખંડમાં ફેરવાઈ ગયું હતું. સાત દિવસ દરમિયાન, વસુધૈવ કુટુમ્બકમને સહઅસ્તિત્વ માટેના વ્યવહારુ માળખા તરીકે જોવામાં આવ્યું હતું, જેમાં આયોજકોએ એ બાબત ઉપર ભાર મૂક્યો હતો કે આ કોન્ક્લેવ મૂલ્યો, જવાબદારી અને સહિયારી માનવતામાં મૂળ ધરાવતી એક સતત યાત્રાની શરૂઆત છે.
યુવા ભાગીદારી ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઓર 4.0’ નું એક નિર્ણાયક પાસું રહ્યું. મૂટ કોર્ટ (Moot Court), મોડેલ યુનાઈટેડ નેશન્સ (MUN) અને નાલંદા વાદ (Nalanda Vaad) જેવા વ્યવહારિક કાર્યક્રમોએ વિદ્યાર્થીઓને કાયદો, મુત્સદ્દીગીરી અને ફિલસૂફીની વાસ્તવિકતા સાથે ઝઝૂમવા માટે સક્ષમ બનાવ્યા. આ કાર્યક્રમોમાં માત્ર સંસ્થાઓનું અનુકરણ કરવા કરતાં પણ વિશેષ કાર્ય કર્યું; તેમણે સહભાગીઓને ધ્યેય, કર્તવ્ય અને નિર્ણય લેવાના વ્યાપક પરિમાણો ઉપર ચિંતન કરવા પ્રોત્સાહિત કર્યા. શિક્ષણવિદો અને વાલીઓએ નોંધ્યું કે યુવાનો માટે સમકાલીન અને પ્રસ્તુત ફોર્મેટમાં માનવ-સભ્યતાલક્ષી વિચારો સાથે જોડાવાની આ એક દુર્લભ તક હતી.



કૃષ્ણ, શિવજી, હનુમાનજી સાથે અલગ અલગ શક્તિ સ્વરૂપ માતાજીના અનેક મંદિરોની સ્થાપના ગામે ગામ જોવા મળે. ઘણી શાળાઓના નામની આગળ પણ સરસ્વતી મંદિર લખાય છે. જ્યારે સરસ્વતી માતાના મંદિર આંગણીના વેઢે ગણાય એટલા જ છે.
એમાંનું એક સરસ્વતી મંદિર અમદાવાદ શહેરના એન.આઈ.ડી. પાલડી નજીક આવેલું છે. આ મંદિરની સ્થાપના સંવત 2008 આસો સુદ પૂનમ શુક્રવારે શંકર મહારાજ ઉનાવાવાળાએ કરી. પાલડી નારાયણ નગર તરફ જતાં માર્ગ પર શ્રી શંકરાશ્રમ તરીકે જાણીતા શંકર મહારાજના આશ્રમમાં સરસ્વતી મંદિર આવેલું છે.
શુભ કાર્યો સાથે સરસ્વતી પૂજનના આ દિવસથી જ વસંત ઋતુની શરૂઆત થાય છે. બુધ્ધિ, જ્ઞાન કલાની દેવી સરસ્વતી આ પંચમીએ પૂજાય છે.
