Home Blog Page 2883

કોરાનાના 1575 નવા કેસો, 17નાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 1575 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 17 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,78,179 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,753  લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,28,417 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3167 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 18,009એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.04 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.77 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,28,764 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.83 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2.47 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 3.46 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,88,357 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 1593 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયનો પરિચય

માઉન્ટ આબુ – અરાવલી પર્વતમાળાના ખોળામાં વસેલ એક ખૂબ સુંદર જોવાલાયક સ્થળ છે. અહીંના પહાડોની વચ્ચે આવેલ છે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય નું આંતરરાષ્ટ્રીય મુખ્યાલય. વર્તમાન સમયે તેના મુખ્ય પ્રશાશિકા રતન મોહીની દાદી છે. જેમના કુશળ નેતૃત્વમાં સંસ્થાના વિશ્વના 137 જેટલા દેશોમાં અનેક સેવા કેન્દ્ર છે.

અહીં નાત-જાત, ભાષા, ધર્મ કે દેશ નો ભેદભાવ નથી કરવામાં આવતો તથા વિશ્વને એક કુટુંબ માનીને ભાઈ- ભાઈ ની દ્રષ્ટિ રાખવાનું શિક્ષણ આપવામાં આવે છે. આ સંસ્થા તેની 18 જેટલી વિંગ દ્વારા સમાજના દરેક વર્ગની આધ્યાત્મિક સેવા કરે છે. જેમાં મુખ્ય છે મીડિયા વિંગ, મેડિકલ વિંગ, મહિલા વિંગ વિગેરે. આ સંસ્થાના મુખ્ય સ્થાન છે – પાંડવ ભવન, જ્ઞાન સરોવર, આબુરોડ માં આવેલ વિશાળ શાંતિવન વિગેરે. આ બધા સ્થાનોમાં વરસ દરમિયાન આખા વિશ્વમાંથી લોકો કોન્ફરન્સ, ટ્રેનિંગ તથા રિટ્રીટ માટે આવતા રહે છે.

અહીં આવતા જ દરેક વ્યક્તિને આત્મા તથા પરમાત્માનો પરિચય પ્રાપ્ત થાય છે તથા અતીન્દ્રિય સુખની અનુભૂતિ થાય છે. તેઓ સ્વ કલ્યાણ દ્વારા વિશ્વ કલ્યાણ કરવાની પ્રેરણા પ્રાપ્ત કરે છે. આ વિશ્વ વિદ્યાલય એવો પ્રકાશ સ્તંભ છે કે જેના દ્વારા આખા વિશ્વમાં અનેક દેશોમાં આધ્યાત્મિક પ્રકાશની કિરણો ફેલાઈ રહી છે.

આ કાર્યક્રમોનું સફળતાપૂર્વક સંચાલન કરવા માટે સંસ્થામાં વિવિધ હોલ બનાવવામાં આવેલ છે. જેમાં

1500 થી 5000 સુધી વ્યક્તિઓને બેસવાની વ્યવસ્થા છે. આબુરોડ માં આવેલ શાંતિવનમાં વિશાળ ડાયમંડ હોલ બનાવવામાં આવેલ છે જેમાં

20,000 જેટલા લોકોને બેસવાની વ્યવસ્થા છે.આ હોલમાં એકસાથે 25 ભાષાઓમાં અનુવાદ કરવાની વ્યવસ્થા છે. અહીં પોતાની સાચી ઓળખ, પરમાત્માની ઓળખ તથા સમયની ઓળખ આપવા માટે આર્ટ ગેલેરી તથા મ્યુઝિયમ બનાવવામાં આવેલ છે.

અહીં જ્ઞાનની સમજ ની સાથે-સાથે યોગ ની અનુભૂતિ માટે મેડીટેશન હોલ પણ બનાવવામાં આવેલ છે. અહીંના શક્તિશાળી આધ્યાત્મિક વાઈબ્રેશન બધામાં નવી ઉર્જા ભરે છે. શાંતિવન માં 25,000 જેટલા ભાઈ બહેનોની રહેવાની તથા ભોજનની વ્યવસ્થા છે.

શાંતિવન માં વિશ્વનો સૌથી મોટો સોલર રસોઈ પ્લાન્ટ છે. કહેવાય છે કે “જેવું અન્ન તેવું મન” આ ઉપર વિશેષ ધ્યાન રાખતા બ્રહ્માકુમાર ભાઈ-બહેનો પરમાત્માની યાદમાં જ ભોજન બનાવે છે. આ પરમાત્મા નું ઘર આપણા બધાનું ઘર છે. અહીં આવનાર બધાને પોતાના ઈશ્વરીય પરિવાર ની અનુભૂતિ થાય છે. આ સંસ્થા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં બિન સરકારી સંસ્થાના રૂપમાં સભ્ય પદ ધરાવે છે.

બ્રહ્માકુમારી સંસ્થા ના દરેક સેવાકેન્દ્ર પર રાજયોગ મેડીટેશન વિનામૂલ્યે શીખવવામાં આવે છે. આ કોર્સ સાત દિવસનો હોય છે, જેમાં દરરોજ 1 કલાક નો સમય આપવાનો હોય છે. ભારત માં મોટા શહેરોથી લઈને નાના ગામડાઓમાં બ્રહ્માકુમારીઝ સંસ્થાના.

8500 થી વધુ સેવા કેન્દ્રો આવેલા છે ત્યાં જઈને કોઈપણ વ્યક્તિ રાજયોગ નો અભ્યાસ કરી શકે છે. આ તમામ સેવાકેન્દ્રોનું સંચાલન મુખ્યાલય માઉન્ટ આબુ થી થાય છે.

 

રિયલ અને રીલ પુલીસ અફ્સર ભેગાં થાય ત્યારે…

આજે, 12 મે, એક નવી સિરીઝ પ્રાઈમ વિડિયો પર આવી છેઃ દહાડ. રાજસ્થાનમાં મહિલાઓના એક વિચિત્ર ટાઈપના સિરિયલ કિલરને પોલીસ શોધી રહી છે. એક પછી એક 28 શાદીશુદા મહિલા ગુમ થતી જાય છે ને કિલર કોઈ પગેરું છોડી જતો નથી… પોલીસ ઈન્વેસ્ટિગેશન ટીમની હેડ છે અંજલિ ભાટી (સોનાક્ષી સિંહા). કેસ સૉલ્વ કરવાની એની પોતાની સ્ટાઈલ છેઃ સિરિયલ કિલરના માનસમાં ઘૂસીને, એની જેમ વિચારીને, એનું પગેરું દબાવવું.

સોનાક્ષી સિંહા ઉપરાંત ગુલશન દેવૈયા, વિજય વર્મા, સોહમ શાહ, જેવા કલાકારોને ચમકાવતી આઠ પાર્ટની દહાડને ક્રિયેટ કરી છે રીમા કાગતી-ઝોયા અખ્તરે અને ડિરેક્ટ કરી છે રીમા કાગતી-રુચિકા ઓબેરોયે. આ સિરીઝનો પ્રીમિયર આ વર્ષે જ ધ બર્લિનાલે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થયેલો. કોઈ પણ ઈન્ડિયન સિરીઝનો બર્લિનાલેમાં પ્રીમિયર થયો હોય એવી આ પ્રથમ ઘટના.

ગયા અઠવાડિયે દહાડના એક ઈવેન્ટમાં હું ગયો ત્યારે કલાકાર-કસબી તો મળ્યાં જ, બોનસમાં રિટાયર્ડ આઈપીએસ (ઈન્ડિયન પોલીસ સર્વિસ) ઑફિસર ડૉ. મીરાં ચઢ્ઢા બોરવણકરને મળવાનું થયું. એ સ્પેશિયલ ગેસ્ટ તરીકે ઉપસ્થિત હતાં. મહારાષ્ટ્ર કેડરના આ બાહોશ પોલીસ અધિકારીએ 1981થી 2017 સુધી વિવિધ પદ શોભાવ્યાં. હાલ એ નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનમાં છે.

ટ્રેલર જોઈને સોનાક્ષીને શાબાશી આપતાં મીરાંજીએ કહ્યું કે હું “1981માં ઈન્ડિયન પોલીસ ફૉર્સમાં જોડાઈ ત્યારે ટ્રેનિંગમાં મારી સાથે 70 પુરુષ પોલીસકર્મી હતા ને હું એકલી સ્રી. તાલીમના ભાગ રૂપે અમારે રૉક ક્લાઈમ્બિંગ, હોર્સ રાઈડિંગ, જનરલ કૉમ્બેટ, વગેરે શીખવાનું હતું, જે બધાંમાં હું અવ્વલ રહી સિવાય સ્વિમિંગ કેમ કે 70 મરદની સામે મને સ્વિમિંગ કૉસ્ચ્યુમમાં જવાનું જરા ઑડ લાગતું,પરંતુ હું જોડાઈ તે પછી મહિલાઓ માટે પોલીસદળમાં જવાનો રસ્તો ખૂલ્યો. કમનસીબે આજે પણ, આપણા દેશમાં મહિલાઓની વસતીની સરખામણીએ માત્ર 11 ટકા મહિલા પોલીસદળમાં છે… કમસે કમ 40 ટકા તો હોવી જોઈએ.”

એમણે કહ્યું કે “આ સિરીઝ કંઈ બિન્જ વૉચિંગ અર્થાત્ એક ઝાટકે બધા એપિસોડ્સ જોઈ નાખવા જેવી નથી, પણ (કોળિયો ચાવી ચાવીને ખાઈએ એમ) શાંતિથી એક-એક એપિસોડ જોવા જેવી છે. આમાં એક સ્ત્રીના કૉન્ફિડન્સની, એની સક્સેસની વાત છે. સક્સેસ હંમેશાં પ્રેરણાદાયી હોય છે. અને દહાડમાં જે રીતે સક્સેસનું વાસ્તવિક ચિત્રણ થયું છે એ દેશની મહિલાને પોલીસદળમાં જોડાવાની ચોક્કસ પ્રેરણા આપશે.” આટલું કહી એમણે સોનાક્ષી સામે જોતાં કહ્યું “આઈ હોપ કે અંતમાં તે કેસ સૉલ્વ કર્યો હશે તો જવાબમાં સોનાક્ષીએ મીઠું મલકતાં કહ્યું, મૅમ, એ માટે તમારે સિરીઝ જોવી પડશે.”

લૉન્ચિંગ બાદ ચિત્રલેખા સાથે વાત કરતાં મીરાંબહેન કહેઃ “આપણી ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસમાં ઘણું પરિવર્તન આવ્યું છે. એક સમય હતો, જ્યારે મહિલા પોલીસ અધિકારીને સ્ત્રી સાથે થયેલા ગુનાની તપાસ જ સોંપવામાં આવતી, પણ આજે એમને હાઈ પ્રોફાઈલ કેસ સોંપવામાં આવે છે, જે સારી વાત છે.”

પુણેનાં સર્વપ્રથમ મહિલા પોલીસ કમિશનરથી લઈને કંઈકેટલાં પદ શોભાવનારાં મીરાં ચઢ્ઢા બોરવણકર પર ફિલ્મ પણ બની છે. 2014માં સ્વર્ગસ્થ ડિરેક્ટર પ્રદીપ સરકારે યશરાજ ફિલ્મ્સ માટે મરદાની બનાવેલી, જેમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચની સિનિયર ઈન્સ્પેક્ટર શિવાની રૉય (રાણી મુખર્જી) ચાઈલ્ડ ટ્રાફિકિંગ નેટવર્કને પ્રકાશમાં લાવીને ગુનેગારને સજા અપાવે છે.

ફિલ્મનો મધ્યવર્તી વિચાર તથા શિવાની રૉયનું પાત્ર મીરાં ચઢ્ઢા બોરવણકર પર આધારિત હતું. યાદ હોય તો, 1994માં મહારાષ્ટ્રના જલગાંવમાં સ્કૂલ તથા કૉલેજની કૂમળી કન્યાને જબરદસ્તી પ્રૉસ્ટિ્યુશનમાં ધકેલવાનું એક સેક્સ સ્કેન્ડલ બહાર આવેલું, જેણે આખો દેશ ગજાવેલો. આ કેસના ચાવી રૂપ ઈન્વેસ્ટિગેટર હતાં મીરાં ચઢ્ઢા બોરવણકર.

સિરીઝનું લેખન ચુસ્ત છે, ખાસ કરીને સોનાક્ષીનું કેરેક્ટર. પોલીસ અધિકારી અંજલિ ભાટી ગુનેગારના માનસમાં જઈને એની જેમ વિચારીને ક્રાઈમ સૉલ્વ કરતી ચતુર પોલીસ અધિકારી છે. એક સીનમાં સોનાક્ષી રસ્તાની એક કોરે ઊભીને ચા પી રહી છે. ત્યારે ત્યાં બાઈક પરથી પસાર થતો એક ટપોરી રાડ પાડે છેઃ ઓયે લેડી સિંઘમ ત્યારે સોનાક્ષી ભડકે છેઃ “ભાગ સાલા અહીંથી…” કેમ કે એ એક સિરિયસ કેસ સૉલ્વ કરનારી સિરિયસ પોલીસ ઑફિસર છે, એને લેડી સિંઘમ કે એવા કોઈ લેબલની જરૂર નથી.

વેઈટ. બધા એપિસોડ્સ જોઈ લઉં પછી નિરાંતે વાત કરીએ.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૨ મે, ૨૦૨૩

૧૨ મે, ૨૦૨૩

Chitralekha Gujarati – May 22, 2023

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ત્રણ માળનું બિલ્ડીંગ ધરાશાયી, 26 લોકોનો આબાદ બચાવ

અમદાવાદમાં ફરી એક દુર્ઘટના સર્જાવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં સોનલ સિનેમા રોડ પર ત્રણ માળનું બિલ્ડીંગ ધરાશાયી થઈ ગયું છે. મળતી માહિતી મુજબ ગોલ્ડ નામનો ફ્લેટ ધરાશાયી થયો છે. આ બિલ્ડીંગ નીચે ઘણા લોકો દટાયા હતા. જો કે 26 લોકોનું રેસ્ક્યુ કરીને તમામનો આબાદ બચાવ થયો છે. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડની ટીમ 4 થી વધુ ગાડી સાથે ઘટના સ્થળ પર પહોંચી હતી.

યાસ્મીન અને નવસાદ સોસાયટી પાસેનો આ સમગ્ર બનાવ છે. ત્રણ માળનો ગોલ્ડન ફ્લેટ થયો ધરાશાઈ થયો છે. ફ્લેટ ધારાશાઈ થતા ચાર જેટલા લોકો દટાયા હોવાની પણ માહિતી મળી હતી. ફાયર બ્રિગેડની ચારથી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યું ઓપરેશન હાથ ધર્યું. આસપાસના સ્થાનિકો પણ આ રેસક્યું ઓપરેશનામાં જોડાયા હતા.

કોરોના પછી મંકીપોક્સ વાયરસ પણ હવે વૈશ્વિક આરોગ્ય કટોકટી નથી

કોરોના પછી મંકીપોક્સ વાયરસ પણ હવે વૈશ્વિક આરોગ્ય કટોકટી નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આની જાહેરાત કરી છે. WHOએ કહ્યું છે કે આ વાયરસના કેસ હવે ઘટી રહ્યા છે. વૈશ્વિક સ્તરે, પહેલાં ક્યારેય નહીં જેવો ખતરો રહ્યો છે. આવી સ્થિતિમાં, મંકીપોક્સને વૈશ્વિક આરોગ્ય કટોકટી તરીકે ગણી શકાય નહીં. WHO કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.WHOએ કહ્યું છે કે અત્યાર સુધીમાં દુનિયામાં મંકીપોક્સના 87 હજાર કેસ સામે આવ્યા છે. આ વાયરસ કુલ 111 દેશોમાં ફેલાયો છે.

હવે કેસ ઘટી રહ્યા છે અને આ વાયરસ ગંભીર ખતરોનું કારણ નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું છે કે મંકીપોક્સની વૈશ્વિક આરોગ્ય કટોકટી સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ એવું નથી કે આ રોગ હવે વિશ્વભરમાં સમાપ્ત થઈ ગયો છે. એટલા માટે હજુ પણ આ વાયરસ પ્રત્યે બેદરકારી ન રાખો અને તેનાથી બચવા માટે નિયમોનું પાલન કરતા રહો.

કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો

છેલ્લા ત્રણ મહિનાથી મંકીપોક્સ વાયરસના કેસમાં ઘટાડો નોંધાયો હતો. આ વાયરસથી થતા મૃત્યુ પણ અટકી ગયા હતા. 111 દેશોમાં ફેલાવો પણ ઓછો થવા લાગ્યો હતો. આવી સ્થિતિમાં, મંકીપોક્સને લઈને એક બેઠક યોજવામાં આવી હતી અને જાહેર આરોગ્ય કટોકટીની સૂચિમાંથી આ વાયરસને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગયા વર્ષે જુલાઈમાં ડબ્લ્યુએચઓના ડીજી ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસે મંકીપોક્સને આરોગ્ય કટોકટી જાહેર કરી હતી.

અત્યાર સુધી 75 દેશોમાં આ વાયરસના લગભગ 17 હજાર કેસ આવી ચૂક્યા છે. તે દરમિયાન આ રોગ આફ્રિકાની બહારના દેશોમાં પણ ફેલાવા લાગ્યો. તેના વિશે પણ વધુ માહિતી ન હતી. તે દરમિયાન, આ જાહેરાત આ વાયરસને રોગચાળો ન બનતા અટકાવવા માટે ચેતવણી તરીકે કરવામાં આવી હતી.

પુરુષોમાં વધુ કેસ

ગયા વર્ષે જુલાઈ સુધી, મંકીપોક્સના કુલ કેસોમાંથી 99 ટકા પુરુષોમાં હતા. તેમાં પણ ગે પુરુષોની સંખ્યા વધુ હતી. તે દરમિયાન એક મહિનામાં નવા કેસોમાં 70 ટકાનો વધારો થયો હતો. કેટલાક નિષ્ણાતોએ દાવો કર્યો હતો કે આ વાયરસ પણ STDની જેમ ફેલાઈ રહ્યો છે, જોકે આ અંગે કોઈ સંશોધન બહાર આવ્યું નથી.

પ્રભાસની આદિપુરુષ વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ

જ્યારે પાન ઈન્ડિયા એક્ટર પ્રભાસની ફિલ્મ આદિપુરુષનું ટીઝર બહાર આવ્યું ત્યારે રાવણ સહિત અન્ય પાત્રોના લૂકને લઈને ભારે હોબાળો થયો હતો. આ ફિલ્મને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ મેકર્સે આ ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારી દીધી છે. હવે આ ફિલ્મ જૂનમાં રિલીઝ થવા જઈ રહી છે. તેનું ટ્રેલર મેકર્સ દ્વારા થોડા દિવસો પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું છે.

આદિપુરુષનું ટ્રેલર સામે આવ્યું છે તેને લોકોએ ખૂબ પસંદ કર્યું છે. તેને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે અને હવે લોકો આ ફિલ્મ જોવા માટે ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. જોકે, વિવાદ સાથે ફિલ્મનો સંબંધ ઓછો નથી થઈ રહ્યો. હવે આ ફિલ્મને લઈને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

શું કહ્યું ફરિયાદમાં?

આ ફરિયાદ સનાતન ધર્મના ઉપદેશક સંજય દીનાનાથ તિવારી નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે, જેથી વધુ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચતા બચાવી શકાય. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે મેકર્સે પોસ્ટરમાં અગાઉ મોટી ભૂલો કરી છે, જે ફિલ્મમાં ફરી થઈ શકે છે. અને જો આવું થશે તો ભવિષ્યમાં ફરીથી સનાતન ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે, જેના કારણે દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઊભી થઈ શકે છે.

 

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)

સેન્સર બોર્ડ પાસે આ ખાસ માંગણી કરવામાં આવી છે

આ ફરિયાદમાં ખાસ માંગણી પણ કરવામાં આવી છે. કહેવામાં આવ્યું હતું કે સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મનો સ્પેશિયલ સ્ક્રીન ટેસ્ટ કરાવવો જોઈએ અને જો ફિલ્મમાં કંઈ પણ વિવાદાસ્પદ જણાય તો તેને હટાવી દેવામાં આવે. તમને જણાવી દઈએ કે, આદિપુરુષ એક મોટા બજેટની ફિલ્મ છે. રિપોર્ટ્સ અનુસાર તેનું બજેટ 500 કરોડથી વધુ છે. આ ફિલ્મ રામાયણ પર આધારિત છે, જેનું નિર્દેશન ઓમ રાઉત કરી રહ્યા છે.

આ ફિલ્મમાં પ્રભાસ લીડ રોલમાં છે જે શ્રીરામનો રોલ કરી રહ્યો છે, કૃતિ સેનન જાનકીના રોલમાં અને સૈફ અલી ખાન લંકેશ રાવણની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં દેવદત્ત નાગે, સની સિંહ જેવા અન્ય ઘણા સ્ટાર્સ છે. આ ફિલ્મ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ પહેલા જાન્યુઆરીમાં જ રિલીઝ થવાની હતી, પરંતુ બાદમાં રિલીઝ ડેટ જૂન સુધી લંબાવી દેવામાં આવી હતી.

ગેંગસ્ટર ટિલ્લુની ઘાતકી હત્યા બાદ તિહાર ડીજીએ 99 જેલ અધિકારીઓની કરી બદલી

કુખ્યાત ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયાની ઘાતકી હત્યાનો વીડિયો વાયરલ થયા બાદ તિહાર જેલના ડીજીએ મોટી કાર્યવાહી કરી છે. તિહારના ડીજી સંજય બેનીવાલે 99 જેલ અધિકારીઓની બદલી કરી છે. ગેંગસ્ટર ટિલ્લુની ગોગી ગેંગના ઓપરેટિવ્સ દ્વારા તિહારના હાઈ સિક્યોરિટી સેલમાં સોય વડે ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી.

આ ઘટનાના બે વીડિયો સામે આવ્યા હતા, જેમાં જોઈ શકાય છે કે હત્યારાઓએ પોલીસકર્મીઓની સામે પણ તિલ્લુને તીક્ષ્ણ સોય વડે માર માર્યો હતો. જેલ સત્તાધીશોએ હત્યાઓને રોકવા માટે કોઈ પગલું ભર્યું ન હતું. વીડિયો સામે આવ્યા બાદ તિહાર જેલ પ્રશાસનની ભારે મારપીટ કરવામાં આવી હતી, જેના પગલે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે આ મામલે તિહાર ડીજીના 99 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.