Home Blog Page 2889

ગુજરાતના ધારાસભ્ય છોકરીઓને ફ્રીમાં બતાવશે ફિલ્મ ‘The Kerala story’

‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મને સમગ્ર દેશમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ હવે આ ફિલ્મને લઈને નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વિદ્યાર્થિનીઓ અને મહિલાઓ આજથી 4 દિવસ વિનામુલ્યે આ ફિલ્મ બતાવવાની જાહેરાત કરી છે.

KANTI AMRUTIYA – MorbiNews

4 દિવસ ‘The Kerala story’ને ફ્રીમાં બતાવાશે 

ધ કેરલા સ્ટોરી’ (The Kerala Story) ફિલ્મને સમગ્ર દેશમાં સમર્થન અને વિરોધનો એક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ આ ફિલ્મને લઈને રાજકારણ પણ ખુબ ગરમાયું છે. ત્યારે આ વચ્ચે ગુજરાતમાં પણ ભાજપના કેટલાક નેતાઓ દ્વારા સમર્થન આપવામા આવી રહ્યું છે. તાજેતરમાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વિદ્યાર્થીનીઓ અને મહિલાઓને 4 દિવસ આ ફિલ્મ ફ્રિ માં બતાવવાનુ આયોજન કરવામ આવ્યું છે.

The kerala story

સ્કાય સિનેમાના તમામ શો બુક

લવ જેહાદ અને ધર્મ પરિવર્તનને ઉજાગર કરતી ફિલ્મ The Kerala story ને લઈને ગુજરાતમાં ભાજપના નેતાઓ મેદાને આવ્યા છે. ત્યારે “ધ કેરેલા સ્ટોરી” મોરબીની વધુમાં વધુ બહેનો જોવે તેના માટેની મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. અને આજથી 4 દિવસ સુધી છોકરીઓ અને મહિલાઓને ફ્રીમાં આ ફિલ્મ બતાવવામા આવશે તેમ જાહેર કર્યું છે. આ માટે આજથી લઈને ચાર દિવસ સુધીના સ્કાય સિનેમાના તમામ શો અત્યારથી જ બુક કરી દેવામા આવ્યા છે.

દર્શિતા શાહે CMને પત્ર લખીને કરી રજૂઆત

એક તરફ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ છોકરીઓને 4 દિવસ સુધી ફ્રીમાં આ ફિલ્મ બતાવવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ રાજકોટ પશ્ચિમના ભાજપના MLA ડૉ.દર્શિતા શાહે CMને પત્ર લખીને ગુજરાતમાં ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મને કરમુક્ત કરવા રજૂઆત કરી છે. યુપી અને એમપીમાં ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મને કરમુક્ત કરાઇ છે ત્યારે દર્શિતા શાહે CMને પત્ર લખીને ગુજરાતમાં પણ આ ફિલ્મને કરમુક્ત કરવાની રજૂઆત કરી છે. દર્શિતા શાહે લખ્યું છે કે ‘લવ જેહાદ રોકવા આ ફિલ્મને પ્રોત્સાહન આપવું જોઈએ અને આ ફિલ્મને કરમુક્ત કરવી જોઈએ’.

ઈન્વેસ્ટરોને એનએસઈની ચેતવણી

મુંબઈઃ રોકાણકારો છેતરપિંડીનો અને અન્ય લોકોના ગેરકાનૂની કૃત્યનો ભોગ બનતાં અટકે એ માટે નેશનલ સ્ટોક એક્સચેન્જ ગેરકાનૂની વેપાર કરતા લોકો અને તેમના ફોન નંબરો જાહેર કરતું રહે છે એ ક્રમમાં એક્સચેન્જે જણાવ્યું છે કે “ટાઈટેનિયમ એન્ટરપ્રાઈઝીસ” મારફત કામ કરતી “શ્રેયા” નામની વ્યક્તિ રોકાણકારોને મૂડીરોકાણ પર ગેરન્ટેડ વળતર ઓફર કરી રહી છે અને રોકાણકારોને તેમનાં ટ્રેડિંગ એકાઉન્ટ હેન્ડલ કરવાની પણ ઓફર કરી રહી છે. આ વ્યક્તિ મોબાઈલ નંબર ‘9099645054” મારફત ઓપરેટ કરે છે અને ઈન્વેસ્ટરોને એમની વિગતો શેર કરવા જણાવે છે.

ઈન્વેસ્ટરોને આ સાથે ચેતવવામાં આવે છે અને સલાહ આપવામાં આવે છે કે તેમણે શેરબજારમાં ગેરન્ટેડ વળતરની ખાતરી આપતી કોઈ પણ વ્યક્તિ કે કંપની દ્વારા ઓફર કરાતી સ્કીમ કે પ્રોડક્ટમાં સહભાગી ન થાય, કારણ કે કાયદા અનુસાર આ પ્રતિબંધિત છે. ઈન્વેસ્ટરોએ આવી વ્યક્તિઓને ક્યારેય યૂઝર આઈડી, પાસવર્ડ જેવી પોતાની ટ્રેડિંગ વિગતો શેર કરવી નહીં.

આવી પ્રતિબંધિત યોજનાઓ સંબંધિત કોઈ પણ વિવાદ માટે ઈન્વેસ્ટરોને નિમ્નલિખિતમાંથી કોઈ પણ સહારો ઉપલબ્ધ નહીં થાય.

  1. એક્સચેન્જના કાર્યક્ષેત્ર હેઠળ ઈન્વેસ્ટર પ્રોટેક્શનના લાભ
  2. એક્સચેન્જ ડિસ્પ્યૂટ રિઝોલ્યૂશન મિકેનિઝમ
  3. એક્સચેન્જ દ્વારા સંચાલિત ઈન્વેસ્ટર ગ્રીવન્સ રીડ્રેસલ મિકેનિઝમ

હવે મધ્યપ્રદેશમાં ફિલ્મ ધ કેરળ સ્ટોરી પર ટેક્સ લાગશે

મધ્યપ્રદેશ સરકારે ધ કેરળ સ્ટોરીનો ટેક્સ ફ્રી સ્ટેટસ પાછો ખેંચી લીધો છે. 6 મેના રોજ રાજ્ય સરકારના કોમર્શિયલ ટેક્સ વિભાગે ફિલ્મને કરમુક્ત બનાવવાનો આદેશ જારી કર્યો હતો. 10મી મેના રોજ નવો ઓર્ડર જારી કરીને જૂનો ઓર્ડર રદ કરવામાં આવ્યો હતો. વાણિજ્ય વેરા વિભાગના ડેપ્યુટી સેક્રેટરી આરપી શ્રીવાસ્તવે 10 મેના રોજ એક આદેશ જારી કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર 10 મે, 2023થી અમલમાં આવતા 06.05.2023ના વિભાગના આદેશ નંબર 1145/2023/05 (સેક્શન-1)ને રદ કરે છે. રાજ્ય સરકારના નિર્ણય પર સવાલો ઉઠી રહ્યા છે કારણ કે કર્ણાટકમાં મતદાન ચાલી રહ્યું છે તેવા દિવસે રદ કરવાનો આદેશ આવ્યો છે. જેના કારણે વિપક્ષ આ ફિલ્મનો સમય, તેને ટેક્સ ફ્રી કરવાનો આદેશ અને હવે તેને ફરીથી ટેક્સેબલ બનાવવાના આદેશને રાજકીય પ્રેરિત ગણાવી રહ્યો છે.

MP govt revokes order to make film The Kerala Story tax free today | The  Kerala Story पर MP में यू टर्न! ! 4 दिन पहले की थी टैक्स फ्री करने की

તેની રજૂઆત બાદથી વિવાદો

સુદીપ્તો સેન દ્વારા દિગ્દર્શિત અને અદા શર્મા અભિનીત ફિલ્મ ધ કેરલા સ્ટોરી, તેનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ વિવાદોમાં ઘેરાયેલું છે. ઘણા રાજ્યોમાં આ ફિલ્મનો જોરદાર વિરોધ પણ થઈ રહ્યો છે. ઘણા લોકો ‘ધ કેરળ સ્ટોરી’ની તરફેણમાં પણ છે. તે કેટલાક રાજ્યોમાં કરમુક્ત છે. અને પશ્ચિમ બંગાળમાં તો ફિલ્મ પર જ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

The Kerala Story' made tax-free in Madhya Pradesh: CM Chouhan , The Kerala  Story, tax-free, Madhya Pradesh, Movies latest news, Kerala story review,  movies updates

શિવરાજે વકીલાત કરી હતી

ચાર દિવસ પહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે અમે મધ્યપ્રદેશમાં ધર્મ પરિવર્તન વિરુદ્ધ કાયદો બનાવી ચુક્યા છે. આ મૂવી જાગરૂકતા બનાવે છે, તેથી જ દરેક વ્યક્તિએ આ ફિલ્મ જોવી જોઈએ. માતા-પિતા, પુત્ર-પુત્રીઓએ અવશ્ય જોવું. આ કારણે મધ્યપ્રદેશ સરકાર ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ને ટેક્સ ફ્રી કરવા જઈ રહી છે. આ ફિલ્મ જણાવે છે કે કેવી રીતે દીકરીઓ ક્ષણિક લાગણીના કારણે ‘લવ જેહાદ’ની જાળમાં ફસાઈને પોતાનું જીવન બરબાદ કરે છે. આ ફિલ્મ આતંકવાદના વિવિધ સ્વરૂપોને પણ ઉજાગર કરે છે.

તમે વોટ્સએપ વાપરો છો ? તો હાલમાં જ તેના ઉપયોગને લઈને સામે આવ્યા ચોંકાવનારા સમાચાર

સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનના યુગમાં દરેક વ્યક્તિ મેસેજિંગ અને ચેટિંગ માટે વોટ્સએપનો ઉપયોગ કરે છે. પરંતુ હવે વોટ્સએપ પર યુઝર્સની પ્રાઈવસી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. વોટ્સએપ પર એપનો ઉપયોગ ન હોય ત્યારે પણ તેમની સંમતિ વિના વપરાશકર્તાઓના માઇક્રોફોનને એક્સેસ કરવાનો આરોપ છે. અહેવાલો અનુસાર, એપ્લિકેશન પૃષ્ઠભૂમિમાં માઇક્રોફોનને ઍક્સેસ કરવાનું ચાલુ રાખે છે, જે વપરાશકર્તાની ગોપનીયતા વિશે ચિંતાઓ ઉભી કરે છે. ટ્વિટરના માલિક ઈલોન મસ્કે પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. જ્યારે કંપનીએ આ દાવાને નકારી કાઢ્યો છે. હવે સરકારે ગોપનીયતાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને તપાસના આદેશ આપ્યા છે.

WhatsApp Alleged to be Using Microphone While User Sleeps, Company  Clarifies - Gizbot News

વોટ્સએપ પર શું છે આરોપ?

ઘણા યુઝર્સ દ્વારા WhatsApp પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે પ્લેટફોર્મ તેમના માઇક્રોફોનને એક્સેસ કરી રહ્યું છે ત્યારે પણ તેઓ એપનો ઉપયોગ નથી કરી રહ્યા. આ સમસ્યા ઘણા વપરાશકર્તાઓ દ્વારા જોવામાં આવી છે. જ્યારે સ્માર્ટફોન માઇક્રોફોન અને કેમેરા જેવા ગોપનીયતા સૂચકાંકોને ઍક્સેસ કરે છે ત્યારે લીલી સૂચના દેખાય છે, જે વપરાશકર્તા ચેતવણી તરીકે કાર્ય કરે છે. આ રીતે યુઝર્સને વોટ્સએપના માઇક્રોફોન એક્સેસ વિશે ખબર પડી. યુઝર્સે જોયું કે એપ તેમના ફોન પર માઇક્રોફોનનો ઉપયોગ કરી રહી છે ત્યારે પણ તેઓ WhatsApp એપનો ઉપયોગ કરી રહ્યા ન હતા.

WhatsApp Will Soon Let You Edit Messages

એલોન મસ્કે ચિંતા વ્યક્ત કરી હતી

મસ્કે ટ્વિટર પર ટ્વિટર એન્જિનિયરની પોસ્ટ શેર કરીને WhatsAppના માઇક્રોફોન એક્સેસ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ખરેખર, ફોડ ડાબીરી, ટ્વિટર એન્જિનિયરે દાવો કર્યો હતો કે જ્યારે તેઓ ઊંઘતા હતા ત્યારે તેમની WhatsApp એપ્લિકેશન સતત માઇક્રોફોનનો ઉપયોગ કરતી હતી. દાબીરીએ તેનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે. ડાબીરીનું ટ્વીટ વાયરલ થયું છે અને તેને અત્યાર સુધીમાં 65 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે.

સરકાર તપાસ કરશે

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે WhatsAppની ગોપનીયતાની ચિંતાઓ અંગે તપાસ કરવા જણાવ્યું છે. દાબીરીના ટ્વીટનો જવાબ આપતા ચંદ્રશેખરે કહ્યું કે આ એક અસ્વીકાર્ય ઉલ્લંઘન અને ગોપનીયતાનું આક્રમણ છે. તેમણે કહ્યું કે સરકાર એવા દાવાઓની તપાસ કરશે કે જ્યારે ફોન ઉપયોગમાં ન હતો ત્યારે WhatsApp સ્માર્ટફોન વપરાશકર્તાઓના માઇક્રોફોનને એક્સેસ કરે છે. તમને જણાવી દઈએ કે WhatsApp સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે અને તેના 2.24 અબજ માસિક યુઝર્સ છે.

વોટ્સએપે આ દાવાને નકારી કાઢ્યો હતો

ટ્વિટર એન્જિનિયરની પોસ્ટ વાયરલ થયા બાદ વોટ્સએપે પ્રતિક્રિયા આપી છે. વોટ્સએપે જવાબ આપ્યો કે તે છેલ્લા 24 કલાકથી ટ્વિટર એન્જિનિયરના સંપર્કમાં છે, જેણે તેના પિક્સેલ ફોન અને વોટ્સએપ સાથે સમસ્યા પોસ્ટ કરી છે. વોટ્સએપે તેના ટ્વીટમાં કહ્યું કે અમારું માનવું છે કે આ એક એન્ડ્રોઇડ બગ છે જે તેમના પ્રાઇવસી ડેશબોર્ડમાં માહિતીને ખોટી રીતે રજૂ કરે છે અને અમે ગૂગલને તેની તપાસ કરવા અને તેને ઠીક કરવા કહ્યું છે.

શેરબજાર તેજી સાથે બંધ, નિફ્ટી 18,300 પાર

સ્થાનિક શેરબજાર આખરે દિવસભરના ઉછાળા બાદ બુધવારે લીલા નિશાન પર બંધ થયું હતું. સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે સેન્સેક્સ 179 પોઈન્ટ ચઢ્યો હતો, જ્યારે નિફ્ટી 18,300ને પાર કરી ગયો હતો. આ દરમિયાન સેન્સેક્સ 178.87 (0.29%) પોઈન્ટના વધારા સાથે 61,940.20 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 49.15 (0.27%) પોઈન્ટના વધારા સાથે 18,315.10 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓટો અને રિયલ્ટી સેક્ટરે બજારની વૃદ્ધિમાં સૌથી વધુ ફાળો આપ્યો હતો. નિફ્ટીમાં ઇન્ડસઇન્ડ બેન્ક 2.8%ના વધારા સાથે ટોપ ગેઇનર હતી. તે જ સમયે, યુપીએલના શેર 2% ની નબળાઈ સાથે ટોપ લૂઝર હતા.

 આજના ટ્રેડિંગ સેશનમાં ઓટો, બેન્કિંગ, એફએમસીજી, ઓઈલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઈન્ફ્રા, એનર્જી, મીડિયા જેવા સેક્ટરના શેર્સ વધીને બંધ થયા હતા. જ્યારે ફાર્મા, હેલ્થકેર અને મેટલ્સ સેક્ટર ઘટાડા સાથે બંધ થયા છે. આજના ટ્રેડિંગ સેશનમાં મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ તેજી સાથે બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 21 વધ્યા અને 9 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 36 શેરો તેજી સાથે અને 14 ઘટાડા સાથે બંધ થયા હતા.

તેજીવાળા શેરો

આજના ટ્રેડિંગ સેશનમાં ઇન્ડસઇન્ડ બેન્ક 2.84 ટકા, પાવર ગ્રીડ 1.58 ટકા, બજાજ ફાઇનાન્સ 1.24 ટકા, ટાટા મોટર્સ 1.17 ટકા, રિલાયન્સ 0.69 ટકા, મારુતુ સુઝુકી 0.59 ટકા, એનટી 4પીસી 0.4 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે ઈન્ફોસિસ 0.59 ટકા, સન ફાર્મા 0.41 ટકા, SBI 0.34 ટકા, લાર્સન 0.30 ટકા, ટાટા સ્ટીલ 0.27 ટકા, ટેક મહિન્દ્રા 0.19 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

બાપુનગરમાં વિકાસ એસ્ટેટમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ, સાત ઘાયલ

અમદાવાદઃ બાપુનગર વિસ્તારમાં આવેલી વિકાસ એસ્ટેટમાં આગ લાગી છે. આ આગ લાગતાં સ્થાનિકોમાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો.  આ આગે એકસાથે 25-30 દુકાનોને પણ લપેટમાં લાગી ગઈ હતી.   આ આગને પગલે ફાયરબ્રિગેડની 19 ગાડીઓ આગ ઘટનાસ્થળે પહોંચી છે. આ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને કાબૂમાં લીધી હતી. આ આગમાં સાત લોકો ઘાયલ થયા હતા, જેમનો હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

અનિલ સ્ટાર્ચ મિલ પાસે આવેલી ફટાકડાની ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી અને જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું.આ આગમાં ફટાકડા ચપેટમાં આવતાં ફૂટતાં સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો.  

આ આગ બપોરે લાગી હતી, જે પછી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને બેથી ત્રણ કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ આગ લાગવાને કારણે સોસાયટીઓમાં લોકોનો ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઉપરાંત આસપાસની સોસાયટીઓ ખાલી કરાવવામાં આવી હતી. જોકે આ આગને ફાયરબ્રિગ્રેડે કાબૂમાં લીધી હતી.

 

 

 

મુસાફરી દરમ્યાન મળેલા આર્થિક બોધપાઠઃ નાની બચતના મોટા પરિણામ

ફોરમ શાહ

મને રેલ્વે પ્રવાસ કરવો ગમે છે. બાળપણમાં કે આજે પણ જ્યારે પણ અમારે શહેરની બહાર જવાનું થાય તો રેલ્વે એ મારી પહેલી પસંદ હોય છે. પોતે વેચતા સામાન તરફ ધ્યાન દોરવા માટે વચ્ચે-વચ્ચે બૂમો પાડતા ફેરિયાઓ, સહયાત્રીઓની વાતો આ બધું બહુ રસપ્રદ હોય છે. અને તમે જો તહેવારો દરમ્યાન તમારા વતન ભણી જતા હો ત્યારે તો એક નાનો સવાલ પણ અજાણ્યાઓ સાથે વાતચીતનો દોર શરૂ કરવા માટે પૂરતો હોય છે.

આવી મુસાફરીઓ આપણને ઘણું બધું શીખવે છે – જેમ કે બીજાને અનૂકુળ થવું, જીવનની નાની નાની વસ્તુઓની મજા માણવી, વગેરે અને ઘણી વાર તો જીવનના મોટા બોધપાઠ પણ શીખવા મળી શકે છે.

મારી દેવલાલીની મુસાફરી દરમ્યાન મને આવો જ એક બોધપાઠ શીખવા મળ્યો. મુંબઈથી ત્રણ કલાકની મુસાફરી દરમ્યાન મને જીવન અને આર્થિક બાબત વિષે બહુ મોટો બોધપાઠ મળ્યો. મુસાફરી દરમ્યાન અમે એક પ્રૌઢ વ્યક્તિને મળ્યા. તેઓ તેમના વતન ભણી જઈ રહ્યાં હતાં. સામાન્ય રીતે વૃધ્ધ વ્યક્તિઓને લોકો સાથે વાતો કરવાનું ગમતું હોય છે. તેમને વાતચીતમાં મજા આવે છે.

થોડીક વાતો પછી અમે એમને એમના પરિવાર વિષે પૂછ્યું. અને એ સમજી ગયા કે અમે વાતો કરવા માટે તૈયાર છીએ એટલે એમણે પોતાની વાત શરૂ કરી. એ મધ્યપ્રદેશના ભોપાલ પાસેના એક નાના ગામના હતાં. ત્યાં એ એમનાં પિતાને ખેતરમાં મદદ કરતા હતાં પણ એમનું સ્વપ્ન કઈંક વિશેષ  મેળવવાનું હતું. એ લક્ષ્ય સાથે એ મુંબઈ આવ્યા. એમણે ટેક્સી ડ્રાઈવર તરીકેનું કામ શરૂ કર્યું. શરૂઆતમાં તો એ ફક્ત બે છેડા ભેગા થાય એટલું જ કમાઈ શકતા હતા. પરંતુ સમય સાથે એમણે નિયમિત રીતે નાની બચત કરવાનું શરૂ કર્યું. એમનાં પર એમનાં માતા-પિતાની તબિયત માટેની અને નાના ભાઈના શિક્ષણ માટેની જવાબદારીઓ હતી. માતા-પિતા દરરોજની જરૂરીયાતો એમની ખેતીની આવકમાંથી પૂરી કરતા હતાં. સમય વિતવાની સાથે એમનો પોતાનો પરિવાર પણ વધ્યો. સાથે જ પાયાની જરૂરીયાતો પણ વધી. તેમ છતાં એમણે એમની આવકમાંથી નિયમિત રીતે બચત કરવાની આદત છોડી નહીં.

બીજા લઈ ગયા, અમે રહી ગયા

એમને મારા ચહેરા પર આશ્ચર્ય દેખાયું. મેં એમને પૂછ્યું કે પરિવારની જરૂરીયાતો વધી ગઈ તેમ છતાં નિયમિત બચત કેવી રીતે શક્ય બની? એમણે ત્વરિત જવાબ આપ્યો કે અમે પાયાની જરૂરીયાતો અને બચતમાં માનીએ છીએ. અમે ઝડપી રીતે પૈસા બનાવવામાં માનતા નથી અને એટલે અમને સમજ પડતી હતી એવા જ સાધનોમાં રોકાણ કર્યું હતું. આજકાલ જોવામાં આવે છે કે યંગસ્ટર્સ વધુ અને ઝડપી પૈસા કમાવા માટે વિવિધ રીતો અપનાવતા હોય છે. આમાં કંઈ ખોટું નથી પરંતુ આ નિર્ણય સમજીને લીધેલો હોવો જોઈએ. FOMO (Fear Of Missing Out) એટલે કે ‘બધા લઈ ગયા અને અમે રહી ગયા’ એવી લાગણીથી રોકાણ ન કરવું જોઈએ. એમણે આગળ જણાવ્યું કે એમની પત્નીએ પણ આવકનો અમુક હિસ્સો અચૂક રીતે બચાવવાની કાળજી રાખી. એણે ઘરખર્ચને બહુ સારી રીતે સંભાળ્યો.

મને એમનાં ચહેરા પર આનદ અને સંતોષની લહેર દેખાઈ. એક ટેક્સી ડ્રાઈવર તરીકે શરૂઆત કરીને આજે એમની પાસે ટેક્સીઓનો કાફલો છે. એમને જે જોઈતું હતું એ એમણે મેળવ્યું હતું. એમનાં આ વર્ણન પરથી મને કેટલાંક અમૂલ્ય આર્થિક બાબતનાં બોધપાઠ મળ્યા.

૧. બચતની શરૂઆત બને એટલી વહેલી કરો. આવક વધવાની રાહ ન જુઓ. વધુ બચત કરવાથી કોઈ શ્રીમંત નથી બનતું, પરંતુ શિસ્તબદ્ધ રીતે બચત કરવાથી શ્રીમંત બનાય છે.

૨. તમને સમજ પડે એવા સાધનમાં જ રોકાણ કરો અને મૂળને વળગી રહો. FOMO ની લાગણી આર્થિક સુખાકારી માટે ઘાતક નીવડી શકે છે. તમારા મિત્ર, સહકર્મચારી, કે પછી પડોશીએ કોઈ એક સાધનમાં રોકાણ કર્યું એટલે તમારે પણ સમજ્યા વગર એવું ન કરવું.

૩. ખર્ચાઓ વધે ત્યારે પણ બચત કરવાનું ચાલુ રાખો. આની અસર ઘણી મોટી છે. આપણાં ખર્ચાઓને પહોંચી વળવા માટે આપણે બચતને ટાળીએ છીએ. બચતની આદત એની રકમ કરતા વધુ મહત્વની છે. રકમ ઓછી થાય તો કરકસર કરીને પણ બચત કરવાનું રોકો નહીં.

૪. ખર્ચનો હિસાબ રાખો. બધા જ ખર્ચને નોંધો. બજેટ બનાવો અને આયોજન કરો. આ આદત ખર્ચ ઉપર કાપ મૂકવામાં અને બચત કરવામાં સહાયરૂપ નીવડશે.

(ફોરમ શાહ)

(લેખિકા ફાઈનાન્સિયલ પ્લાનર છે)

સમાચારવાચક દીપક ધોળકિયાનો સન્માન સમારંભ યોજાયો

વાંસદાઃ આકાશવાણી ગુજરાતી સમાચારના ભૂતપૂર્વ પ્રસ્તુતકર્તા દીપક ધોળકિયાનો સન્માન સમારંભ હાલમાં જ વાંસદાના ભીનારમાં યોજાયો હતો. પાછલા બે દાયકા અગાઉ દિલ્હીથી પ્રસારિત આકાશવાણી ગુજરાતી સમાચારમાં દીપક ધોળકિયાનો અવાજ ઘેરેઘેર જાણીતો હતો. તેઓ બ્લોગલેખક, સમાજવિચારક અને સંગઠનપ્રણેતા તરીકે સક્રિય છે. તેઓ હાલમાં દક્ષિણ ગુજરાતની મુલાકાતે હતા. ભીનાર ગામમાં આગેવાન કલ્યાણજીભાઈ બી. પટેલના પ્રમુખસ્થાને યોજાયેલા ભવ્ય સત્કાર સમારોહમાં ધોળકિયાનું અભિવાદન કાજિયા ફળિયાના અગ્રણી ખેડૂત ઈશ્વરભાઈ બહાદુરભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

ધોળકિયાએ રેડિયોના યાદગાર જમાનાનાં સંસ્મરણ તાજાં કર્યાં હતાં. એડવોકેટ રમણલાલ પી. પટેલે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે પ્રખ્યાત લેખક અને ટીવી તેમ જ મંચના જાણીતા હાસ્યકલાકાર રમેશ ચાંપાનેરીએ મસ્તીની છોળો ઉડાડી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આરંભે ગ્રામવાસીઓએ પારંપારિક વાજિંત્ર તૂર-થાળી વાદન તાલ પર નૃત્ય સાથે ધોળકિયાને આવકાર્યા અને બાળાઓએ ગરબા કર્યા હતા. આ કાર્યક્રમનું સંયોજન દિલ્હીની અગ્રણી પ્રકાશન સંસ્થામાં ગુજરાતી અધિકારી અને સાહિત્યકાર તેમ જ નાટ્યકાર ભાગ્યેન્દ્ર પટેલે કર્યું હતું. કેળવણીકાર મોહનભાઈ પી. પટેલે આભારવિધિ કરી હતી.

 

 

 

 

 

સદભાવના વૃદ્ધાશ્રમનો સંકલ્પ છે ગુજરાતને લીલુંછમ કરવાનો

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા જશોદાનગરથી ત્રિકમપુરા રોડ પર સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા રોડની વચ્ચેના ડિવાઇડર પર લીલી નેટ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. મોટા ભાગે વૃદ્ધાશ્રમની વાત આવે એટલે વૃદ્ધ લોકોને સાચવતી, રાખતી સંસ્થાઓ કે જગ્યાનું ચિત્ર દેખાય, પરંતુ રાજકોટનું સદભાવના વૃદ્ધાશ્રમ નિરાધાર વૃદ્ધોને તો એકદમ સારી રીતે સાચવી સેવા કરે છે. આ સાથે 500 જેટલા બળદોને સાચવે છે. ગુજરાતમાં ઠેર-ઠેર વૃક્ષારોપણ પણ કરે છે.

સદભાવના વૃદ્ધાશ્રમ સાથે જોડાયેલા અંકુલભાઈ ચિત્રલેખા. કોમને કહે છે આ એક યુનિક પ્રકારની સમાજ સેવાઓ કરતો વૃદ્ધાશ્રમ છે. વૃદ્ધોને માવતર સમજીને સાચવવામાં આવે છે. ઉત્તમ સારવાર પણ કરવામાં આવે છે. આ સંસ્થાનું 10,000 બળદોને આશ્રય આપવાનું વિઝન છે. સંસ્થાએ 250 ટ્રેક્ટર, 250 ટેન્કર, 11000 મજૂર અને 80 જેટલા સુપરવાઇઝરોની ટીમ સાથે 15 લાખ વૃક્ષોનું વાવેતર કર્યું છે.

અકુલભાઈ કહે છે, સંસ્થાએ રાજકોટ, ભાવનગર, સાવરકુંડલા, સુરત, સુરેન્દ્રનગર અને અમદાવાદ સહિત અનેક શહેરોના માર્ગો પર વૃક્ષારોપણ શરૂ કરી દીધું છે. સંસ્થાના વિજયભાઈ ડોબરિયાને ‘વન પંડિત’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આગામી વર્ષોમાં 20 કરોડ વૃક્ષોનું ગુજરાતમાં વાવેતર કરી સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા રાજ્યને લીલુંછમ કરવા પ્રયત્નો કરશે.

કોરોનાની બીજી લહેરમાં જ્યારે હજારો ચિતાઓ સળગતીએ વેળાએ સંસ્થાએ રાજકોટની ભાગોળમાં 7575 પીપળાનું વાવેતર કર્યુ હતું. સદભાવના સાથે નિરાધાર વૃદ્ધોને વૃદ્ધાશ્રમ રાખતી, સાચવતી અને લાખો વૃક્ષોને વાવીને માવજત કરતી અનોખી સંસ્થા ગુજરાતને લીલુંછમ બનાવી રહી છે. લોખંડ,  સિમેન્ટના ચણતર સાથેના ચબૂતરાની જગ્યાએ પક્ષીઓને વૃક્ષરૂપી ચબૂતરા આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

 

ગૂગલ ક્લાઉડ સાથે ઈશાન ટેક્નોલોજિસની ભાગીદારી

મુંબઈ, 10 મે 2023: અગ્રગણ્ય ICT ગ્રુપ, ઇશાન ટેક્નોલોજિસે અધિકૃત સેવા પ્રદાતા તરીકે ગૂગલ ક્લાઉડ (Google Cloud) સાથે તેની ભાગીદારીની જાહેરાત કરી છે. કંપનીનો ઉદ્દેશ્ય ક્લાઉડને અપનાવવાનો અને ભારતીય વ્યવસાયોની કાર્યપદ્ધતિમાં પરિવર્તન લાવવાનો છે. ઈશાન ગૂગલ ક્લાઉડના પાર્ટનર ઈન્ટરકનેક્ટ મારફત ગ્રાહકોને સુરક્ષિત, ઓછા ખર્ચે અને વિશ્વસનીય રીતે સમગ્ર ભારતમાં ગૂગલ ક્લાઉડ સાથે કનેક્ટ કરાવી શકે છે. આ સેવાઓ વપરાશકર્તાઓને કુશળતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સહાયક સેવાઓની ઍક્સેસ આપીને તેમના માટે વ્યવસાયમાં વૃદ્ધિ અને પ્રદર્શનમાં સુધારો કરશે.

વ્યવસાયોને તેના ફાયદાઓનો અનુભવ થઇ રહ્યો છે તે ધ્યાનમાં લેતા, વધુ સંખ્યામાં સંસ્થાઓ હવે કાર્યક્ષમતા વધારવા માટે ક્લાઉડ સેવાઓ પર આધાર રાખી રહી છે. ઇશાન ટેક્નોલોજિસના ચેરમેન અને એમડી, પિંકેશ કોટેચાએ આ ભાગીદારી અંગે અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું હતું કે, અમને એ જણાવતા આનંદ થાય છે કે ઇશાન ટેક્નોલોજિસને 99.99% ઉપલબ્ધતા ટોપોલોજીને સમર્થન આપવા માટે ગૂગલ ક્લાઉડઇન્ટરકનેક્ટ માટે ભાગીદાર અધિકાર પત્ર પ્રાપ્ત થયો છે. ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધેલી નિર્ભરતાને કારણે વ્યવસાયોને ક્લાઉડના સંચાલન અને ઇષ્ટતમ ઉપયોગ કરવાની જરૂર છે.