Home Blog Page 2923

CEPT વિદ્યાર્થીનો આપઘાતઃ5 વર્ષમાં 3000 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી

અમદાવાદઃ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી (CEPT)ના એક 23 વર્ષીય વિદ્યાર્થીએ અભ્યાસ સંબંધી તણાવને કારણે આત્મહત્યા કરી છે. જોકે આ કાંઈ પહેલી ઘટના નથી. NCRBના એક્સિડેન્ટલ ડેથ અને સુસાઇડ ઇન ઇન્ડિયા (ADSI)ના રિપોર્ટ અનુસાર રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષોમાં 30002 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે.

ડેટા મુજબ 2022માં સાત મેડિકલ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. CEPTમાં ત્રણ વિદ્યાર્થીઓએ 2020, 2021 અને 2023માં આત્મહત્યા કરી હતી. રાજ્યના એક વિદ્યાર્થી દર્શન સોલંકીએ હાલમાં IIT-બોમ્બેમાં આત્મહત્યા કરી હતી. વડોદરાનિવાસી શિવ મહેન્દ્રભાઈ મિસ્ત્રી (23) CEPT યુનિવર્સિટીમાં છેલ્લા સેમિસ્ટરમાં આર્કિટેક્ચર વિદ્યાર્થી PGમાં રહેતો હતો. શિવે ચાર પત્ર આત્મહત્યા માટે લખ્યા છે. એક તેણે માતાપિતાને, એક ભાઈ, એક ગર્લફ્રેન્ડને અને એક નજીકના મિત્રને માટે લખ્યો હતો. એમાં તેણે સંદેશ લખ્યો હતો કે તે તેના માતાપિતાની અપેક્ષાઓ પૂરી કરવામાં નિષ્ફળ નીવડ્યો હતો.

જાતિનો ભેદભાવ હોય, પ્રાંતોનો ભેદભાવ હોય, અસાનતા હોય કે શિક્ષણનો ભાર હોય કે નિષ્ફળતાનો ડર હોય, બીમારી હોય કે પછી એકલાપણું હોય, પ્રેમ હોય કે સંસ્થાનો માહોલ, ગરીબી હોય કે પછી બેરોજગારી હોય- છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યમાં 3000થી વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, જેમાં અનેક શિવ હોમાયા છે. વિદ્યાર્થી આત્મહત્યાને મામલે ગુજરાત ભારતમાં છઠ્ઠા સ્થાને પહોંચ્યું છે. ડેટા મુજબ રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષોમાં 3002 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, જે સરેરાશ પ્રત્યેક એક કે બે જણ થાય છે.

 

 

ગેન્ગસ્ટર કેસમાં મુખ્તારને 10 વર્ષની સજા, અફઝલ અન્સારીને ચાર વર્ષની સજા

લખનઉઃ  મુખ્તાર અન્સારી  અને બસપા સાંસદ અફઝલ અન્સારીને ગેંગસ્ટર કેસમાં ગાઝીપુર MP-MLA કોર્ટે આરોપી જાહેર કર્યા છે. કોર્ટે મુખ્તાર અન્સારીને 10 વર્ષની સજા સંભળાવી છે અને તેમના પર રૂ. પાંચ લાખનો દંડ ફટકાર્યો છે, જ્યારે મુખ્તારના ભાઈ અફઝલ અન્સારી ને ચાર વર્ષની સજા સંભળાવી છે. અફઝલ અન્સારી ગાઝીપુર લોકસભાથી બસપાના સાંસદ છે કોર્ટની સજા પછી તેમનું સભ્યપદ જાય એવી શક્યતા છે.  

મુખ્તાર અન્સારી બાંદા જેલમાંથી વિડિય કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણીમાં સામેલ થયો હતો. 23 સપ્ટેમ્બર, 2022એ સાંસદ અફઝલ અન્સારી અને મુખ્તાર અન્સારી વિરુદ્ધો કોર્ટમાં  પ્રાથમિક દ્રષ્ટિએ આરોપ નક્કી થઈ ચૂક્યા હતા. સાક્ષીઓ દ્વારા દલીલો પૂરી થઈ ગઈ હતી.

UPમાં બહુ ચર્ચિત કૃષ્ણાનંદ રાય હત્યાકાંડ અને વેપારી નંદકિશોર રૂંગટા અપહરણ પછી મુખ્તાર અને અફઝલ પર ગેન્ગસ્ટર એક્ટમાંમ કેસ નોંધવામાં આવ્યો હતો. આ મામલામાં 2007માં ગેન્ગસ્ટર એક્ટ હેઠળ અફઝલ અન્સારી, તેના ભાઈ ડોન મુખ્તાર અન્સારી અને બનેવી એઝાઝુલ હક પર ગેન્ગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધાયેલો છે. એઝાઝુલ હકનું મોત થઈ ચૂક્યું છે. આ મામલામાં પહેલી એપ્રિલે સુનાવણી પૂરી થઈ ચૂકી છે.

શું છે પૂરો કેસ

22 નવેમ્બર, 2005એ મુહમ્મદાબાદ પોલીસે ભાવરકોલમાં કૃષ્ણાનંદ રાય હત્યા કાંડમાં નંદકિશોર રૂંગટાને મામલે સાસંદ અફઝલ અન્સારી અને મુખ્તાર અન્સારીની સામે કેસ નોંધ્યો હતો. ત્યાર બાદ ગાઝીપુરના સાંસદ અફઝલ અન્સારી જામીન પર છે. ગાઝીપુરમાં 29 નવેમ્બર, 2005એ ભજપ વિધાનસભ્ય કૃષ્ણાનંદ રાય સહિત કુલ સાત લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ચૂંટણી કાવતરાને કારણે આ હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડમાં બંને ભાઈઓને આરોપી બનાવવામાં આવ્યા હતા.

અધર્મમાં જેટલો વધારે લાભ મળે તેટલી જ વધારે શિક્ષા પણ મળતી હોય છે

“કોઈ કર્મ ઘણું ફળ આપનારું ભલે હોય, પણ જો તેમાં ધર્મ ન હોય તો એનું આચરણ કરવું નહીં. ધર્મ હોય ત્યાં જ પુરુષાર્થ છે માટે કોઈ ફળના લોભે ધર્મનો ત્યાગ કરવો નહીં.” શિક્ષાપત્રીના શ્લોક 73નો આ ભાવાર્થ છે.

સ્વામીનારાયણ પંથની શિક્ષાપત્રીના આ શ્લોક પરથી મને હિન્દી ફિલ્મોની એક વાત યાદ આવે છે. ફિલ્મોમાં વિલન ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરતો જોવા મળે છે. તે સોનાની દાણચોરી, ડ્રગ્સનો ધંધો કે શસ્ત્રોનો વેપાર જેવી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કરતો હોય છે. અજિત (મૂળ નામ હમીદ ખાન) નામે પ્રખ્યાત કલાકાર સોનાના દાણચોરની ભૂમિકા ભજવતો હતો. દેશના કાયદાનો ભંગ કરીને થતી કરચોરીનો આ પ્રકાર છે. ફિલ્મોમાં અલગ અલગ વિલનોએ કરેલી અલગ અલગ ગેરકાનૂની પ્રવૃત્તિઓ ધર્મરહિત અથવા તો અધર્મી પ્રવૃત્તિઓ હતી. છેવટે તેમને સજા મળતી. જ્યારે પણ કોઈ માણસ કર ટાળવા માટેનું પગલું ભરે છે ત્યારે તેનું કાર્ય વિલન જેવું હોય છે એમ કહી શકાય. તેનો અંત પણ વિલન જેવો જ આવતો હોય છે.

આપણે રાવણ વિશે પણ સાંભળ્યું છે કે એ શિવનો ભક્ત હતો. આમ છતાં તેણે આ જગતના નિયમોનો ભંગ કરીને સીતાના અપહરણની ગેરકાનૂની કે અધર્મી પ્રવૃત્તિ કરી. છેવટે એ એક પગલાએ તેનો વિનાશ સર્જ્યો. આ જ વાત બીજા અસુરોના કિસ્સામાં પણ જોવા મળી છે. આપણે અગાઉ આ કટારમાં ભગવદ્ ગીતાના શ્લોક ક્ર. 16.12 અને 16.13નો સંદર્ભ જોયો હતો. તેમાં પણ સંપત્તિ રળવા માટે કરાતી અસુરી પ્રવૃત્તિઓની વાત હતી.

શાસ્ત્રોના અને હિન્દી ફિલ્મોના ઉદાહરણ પરથી આપણે અધર્મી પ્રવૃત્તિઓનાં ઉદાહરણ જોયાં. હવે આપણી આસપાસ રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓમાં તેનું પ્રતિબિંબ જોઈએ. કોઈ બિઝનેસમેન સામાન વેચતી વખતે વજનમાં ગરબડ કરે કે હલકી ગુણવત્તાનો માલ આપે, કોઈ વ્યવસાયી ગ્રાહકને છેતરે, કોઈ વકીલ વધુ ફી કમાવા માટે કેસને લંબાવ્યે રાખે, કોઈ ડૉક્ટર સર્જરીની જરૂર ન હોવા છતાં તેની ભલામણ કરે, કોઈ માણસ દારૂ પર પ્રતિબંધ ધરાવતા વિસ્તારમાં એમ્બ્યુલન્સની મદદથી દારૂ ઘુસાડે, વગેરે સંખ્યાબંધ ગેરકાનૂની, અનૈતિક અને અધર્મી પ્રવૃત્તિઓ બનતી હોવાના દાખલા આપણી આસપાસ મોજૂદ છે.

આવી પ્રવૃત્તિઓ કરનારા લોકોની ગતિ પણ હિન્દી ફિલ્મોના વિલન જેવી જ થવાની. બહારથી આપણને એવા લોકોનું જીવન ઘણું સારું દેખાતું હોઈ શકે છે, પરંતુ વાસ્તવમાં એવું હોતું નથી. તેમના પરિવારજનો કોઈ શારીરિક કે માનસિક સમસ્યાથી પિડાતા હશે, જેની બહારના માણસ તરીકે આપણને ખબર જ નહીં હોય.

બીજું, આપણે કુદરતનો ક્રમ સમજી લેવાની જરૂર છે. જ્યાં પણ આ પૃથ્વીના કે બ્રહ્માંડના નિયમો કે સિદ્ધાંતોનો ભંગ થાય છે ત્યાં તેનું પરિણામ ગંભીર જ આવતું હોય છે. કરચોરી દ્વારા દેશના કાયદાનો ભંગ કરીએ તો દંડ ભરવો પડે છે. આ જ રીતે જો આપણે બીજા અમુક કાયદા તોડીએ તો દંડની સાથે સાથે કેદ પણ થઈ શકે છે. વળી, ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરનારાઓ સમાજમાં કલંકિત થઈ જાય છે. જો આપણે કોઈ કાયદો તોડીએ નહીં અથવા તો કાયદાનું અચૂકપણે પાલન કરીએ તોપણ કોઈ વિશેષ પુરસ્કાર કે લાભ આપવામાં આવતો નથી, કારણકે એમ કરવામાં આપણે કોઈ મોટું કામ કરતા નથી. એવું તો કરવાનું જ હોય છે, એ જ તો ધર્મ છે.

જોકે, આપણે કુદરતના નિયમોનું પાલન કરીએ કે ધર્મનું કાર્ય કરીએ તો તેનો આપણને શિરપાવ મળે છે. દા.ત. જો આપણે વાસી ખોરાક ખાઈએ તો માંદા પડીએ છીએ, પણ જો આરોગ્યપૂર્ણ ખોરાક લઈએ તો શારીરિક અને માનસિક આરોગ્ય સારું રહે છે. આ જ રીતે, વનનો નાશ કરવાથી હવામાનમાં પલટો આવે છે અને ગ્લોબલ વૉર્મિંગ, દુષ્કાળ કે અતિવૃષ્ટિ જેવી આપદાઓ આવે છે. તેનાથી વિપરીત, જો વન્યસંપદા ટકાવી રાખીએ તો ઠંડી-ગરમી-વરસાદ યોગ્ય પ્રમાણમાં આવે છે. પરિણામે, ખોરાક-પાણીની દૃષ્ટિએ મનુષ્યને કોઈ તકલીફ પડતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો, કુદરતે આપેલો એ શિરપાવ કે આશીર્વાદ છે. ધર્મ દંડિત પણ કરે છે અને ધર્મ આશિષ પણ આપે છે.

ફરી એક વાર શિક્ષાપત્રીના શ્લોક ક્ર. 73 પર નજર કરીએ. ભલે ગમે તેટલો લાભ દેખાતો હોય, અધર્મ થાય એવી કોઈ પ્રવૃત્તિ નહીં કરવાનું તેમાં કહેવાયું છે. અધર્મમાં જેટલો વધારે લાભ મળે તેટલી જ વધારે શિક્ષા પણ મળતી હોય છે એ વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

સૌરાષ્ટ્રભરમાં માવઠાનો માહોલઃ કેરી સહિત ઉનાળુ પાકને ભારે નુકસાન

અમદાવાદ: રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. જામનગર અને કચ્છમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે. જામનગરના લાલપુર પંથકમાં ભારે વરસાદને લીધે ખેતરોમાં પાણી ભરાયાં હતા. હવામાન વિભાગે ફરી ચાર દિવસ કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. આ માવઠાને પગલે કેરી અને ઉનાળુ પાકને નુકસાન થયું છે. જૂનાગઢમાં પડેલા વરસાદને પગલે કેરીના 15,000 બોક્સ પલળી ગયા છે. જેથી વેપારીઓએ લાખો રૂપિયાના નુકસાન થયું છે, જેને પગલે વેપારીઓએ નુકસાનનો સર્વે કરી સરકાર પાસે નાણાકીય સહાયની માગ કરી છે.

અમદાવાદ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો છે. ખાસ કરીને રાજ્યના 36 તાલુકમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટના ગોંડલમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. જકોટડા સાંગાણી, જામ કંડોરણામાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢ, કોડિનાર, માંગરોળમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. બીજી બાજુ, કમોસમી વરસાદ વધુ આક્રમક બનશે. સૌરાષ્ટ્રમાં ગાજવીજ, પવનની તીવ્રતા વધશે. સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તોફાની વરસાદની શક્યતા છે.

જૂનાગઢમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. જૂનાગઢ, વિસાવદર સહિતના વિસ્તારોમાં અડધોથી દોઢ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે.

રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેતપુર પંથકનાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેતપુર, રબારિકા, જાંબુડી, મેવાસા, હરીપર, ઉમરાળી, પ્રેમગઢ સહિતના ગ્રામ્ય પંથકમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને કારણે તલ, મગ, અડદ, બાજરી, મગફળી, એરંડા સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.  ગુજરાત સહિત 15 જેટલાં રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

 

 

 

 

બ્રિજશરણ સિંહનો ફોગાટ પરિવાર પર સીધો હુમલો

નવી દિલ્હીઃ દિલ્હીના જંતર-મંતર પર પહેલવાનોનાં ધરણાંની વચ્ચે રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ બ્રિજશરણ સિંહની સામે FIR નોંધવામાં આવ્યો હતો. જે પછી WFI પ્રમુખ બ્રિજશરણ સિંહે કહ્યું હતું કે હું નિર્દોષ છું અને તપાસનો સામનો કરવા માટે તૈયાર છું. ભાજપ નેતા કહ્યું હતું કે હું વિનેશ ફોગાટની કૃપાથી સાંસદ નથી બન્યો, મારા વિસ્તારના લોકોએ મને છ વાર જિતાડ્યો છે.

તેમણે કહ્યું હતું કે પ્રત્યેક દિવસે પહેલવાનો નવી માગ મૂકી રહ્યા છે. તેમણે FIRની કરી, FIR નોંધવામાં આવ્યો તો હવે તેઓ કહે છે, મને જેલમાં મોકલી દેવો જોઈએ અને બધાં પદોથી રાજીનામું આપવું જોઈએ. માત્ર એક પરિવાર અને એક જ અખાડો વિરોધ કરી રહ્યા છે અને હરિયાણાના 90 ટકા ખિલાડીઓ મારી સાથે છે.

તેમણે કહ્યું હતું કે એક જ પરિવાર અને એક જ અખાડો કેમ? હરિયાણાના અન્ય ખેલાડીઓ કેમ નહીં? હિમાચલ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ વગેરે રાજ્યોના ખેલાડીઓ કેમ નહીં? 12 વર્ષ સતત તેમની સાથે યૌન ઉત્પીડન થઈ રહ્યું હતું, તો યૌન ઉત્પીડન દેશના અન્ય ખેલાડીઓની સાથે કેમ નહોતું થતું. તેમણે કહ્યું હતું કે આમાં દેશના કેટલાક ઉદ્યોગપતિઓ કે જેમના મારાથી કષ્ટ થઈ રહ્યું છે અને કોંગ્રેસનો હાથ છે. હું તપાસ એજન્સીને સહયોગ કરવા માટે તૈયાર છું. મને કોર્ટ પર પૂરો વિશ્વાસ છે અને સુપ્રીમ કોર્ટના આદેશનું સન્માન કરું છું.મારો કાર્યકાળ લગભગ પૂરો થઈ ગયો છે. સરકારે ત્રણ સભ્યોની સમિતિ બનાવી છે અને ચૂંટણી 45 દિવમાં થશે અને ચૂંટણી પછી મારો કાર્યકાળ પૂરો થઈ જશે.

કોરાનાના 7171 નવા કેસો, 40નાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 7171 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 40 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,39,515 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,508 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,43,56,603 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 9669 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 51,314એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.11 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.70 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,94,134 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.64 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 4.39 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 5.1 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,63,094 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 3875 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 ‘જવેલ થીફ’ માં રાજકુમારને બદલે અશોકકુમાર

ફિલ્મ ‘જવેલ થીફ’ (૧૯૬૭) માં અશોકકુમારના સ્થાને પહેલાં રાજકુમાર પસંદ થયા હતા. એમણે પોતાના વિચિત્ર સ્વભાવને કારણે આવી ઘણી ફિલ્મો ગુમાવી હોવાનું કહી શકાય એમ છે. નિર્દેશક વિજય આનંદે ‘ગાઈડ’ (૧૯૬૫) પછી લેખક કે.આર. નારાયણ સાથે બેસીને ‘જવેલ થીફ’ ની વાર્તા અને સ્ક્રીનપ્લે તૈયાર કરી ભાઈ દેવ આનંદને કહ્યું હતું કે કલાકારોની પસંદગી બહુ ધ્યાનથી કરવી પડશે. એમાં વાર્તાનું મુખ્ય પાત્ર પાછળથી વિલન નીકળે છે એ મહત્વનું છે. એ ભૂમિકામાં જો કોઈ નિયમિત વિલન તરીકે દેખાતો અભિનેતા લેવામાં આવશે તો દર્શકોને પહેલાંથી જ વાર્તાનો અંદાજ આવી જશે.

દેવ આનંદે એમની પાસે કોઈ નામ હોય તો આપવા જણાવ્યું. વિજય આનંદે રાજકુમારનું નામ આપ્યું. જેની સાથે દોસ્તી રહી હતી. પરંતુ એક કેસમાં જેલમાં જઈ આવ્યા પછી રાજકુમારનો સ્વભાવ અજીબ થઈ ગયો હતો. તેમનું વર્તન વિચિત્ર લાગતું હતું. દેવને પણ જાણવા મળ્યું હતું કે તે નિર્માતા- નિર્દેશકોને પરેશાન કરે છે. છતાં પોતાને એમની સાથે કામ કરવામાં કોઈ વાંધો ના હોવાનું કહી દીધું. વિજયે ફોન કરીને ‘જવેલ થીફ’ માટે વાત કરી ત્યારે રાજકુમારે ઇચ્છા બતાવી એટલે વાર્તા સંભળાવી. એ સાથે એમ પણ કહી દીધું કે એક વખત ફિલ્મ શરૂ થયા પછી વચ્ચે સ્ક્રીપ્ટમાં કોઈપણ પ્રકારના સુધારા-વધારા કરવાનું કહેવાનું નહીં. રાજકુમારે ચાર દિવસનો સમય માંગ્યો. એ પછી કોઈ જવાબ ના આવ્યો. વિજયે સામેથી ફોન કરીને પૂછ્યું ત્યારે એમણે સ્ક્રીપ્ટ માગી. વિજયે ઇન્કાર કરતાં કહ્યું કે તે સ્ક્રીપ્ટ આપી શકે એમ નથી પણ જે ભૂમિકા સમજાવી છે એવી જ છે.

મારા પર વિશ્વાસ હોય તો કામ કરો. રાજકુમારે વિચાર કરવા વધુ દિવસો માંગ્યા ત્યારે વિજયે કહી દીધું કે વિચારવામાં આટલો સમય લઈ રહ્યા છો એનો અર્થ એ થયો કે તમને મારામાં વિશ્વાસ નથી અથવા તમને ભૂમિકા પસંદ નથી. જો ના પાડશો તો પણ ખરાબ નહીં લાગે. રાજકુમારે આવી કોઈ વાત ના હોવાનું કહ્યું. વિજય આનંદે એ જ ઘડીએ રાજકુમારના નામ પર ચોકડી મારી દીધી. આગળ વિચારતાં ‘અર્જુન સિંઘ’ ની એ ભૂમિકા માટે અશોકકુમાર યોગ્ય લાગ્યા. દેવને પણ એ વિચાર ગમ્યો. એમના સેક્રેટરીને મળવા માટે ફોન કર્યો ત્યારે જાણવા મળ્યું કે તેઓ અમેરિકાથી બાયપાસ સર્જરી કરાવીને હાલમાં જ ભારત આવ્યા છે. એ બહુ દોડભાગ કરી શકતા નથી.

આજે રૂપતારા સ્ટુડિયોમાં શૂટિંગ છે. દેવ અને વિજય બપોરના સમયે અશોકકુમારને મળવા ગયા. વિજયે વાર્તા સંભળાવી એટલે તે ફિલ્મ કરવા તૈયાર થઈ ગયા. પરંતુ કેટલીક શરતો કરી કે તે પોતે મારામારીના દ્રશ્યો કરશે નહીં અને કોઈનો માર ખાવાનું દ્રશ્ય પણ કરી શકશે નહીં. વિજયને એ વાતનો વાંધો ન હતો. કેમકે એમનો વિલન હાથ-પગ ચલાવનારો નહીં પણ દિમાગથી કામ લેનારો હતો. અશોકકુમારે બીજી સ્પષ્ટતા કરી કે તબિયત સારી રહેતી ન હોવાથી બપોરે ૧૧ વાગે આવી શકશે અને સાંજે ૫ વાગે નીકળી જશે. વિજય અને દેવ આનંદે એમની બધી જ શરત માની લીધી. આમ રાજકુમારે વિચાર કરવામાં ‘જવેલ થીફ’ ગુમાવી દીધી અને અશોકકુમારે બહુ આરામથી પોતાની શરતોએ એ ભૂમિકાને ન્યાય આપી દીધો.

૨૯ એપ્રિલ, ૨૦૨૩

૨૯ એપ્રિલ, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 29/04/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો તેમજ ગુસ્સા પર કાબુ રાખવો પણ જરૂરી છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું કહી શકાય, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફ વાળાએ થોડું સાચવવું, ક્યાંક મનોરંજન પાછળ ધાર્યા કરતા વધુ ખર્ચ થઈ જય અને તેના કારણે મન થોડું અશાંત બની જાય.


આજનો દિવસ તમારો સરસ છે અને તમને ઉત્સાહ પણ સારો જોવા મળી રહે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય અને તેમાં પણ તમેને કોઈનો સારો સહયોગ સાંપડે જેની તમે સારી ખુશી અનુભવો, જુના મતભેદ ભૂલવાની તક મળે, પ્રિયજન સાથે દિવસ દરમિયાન સારી લાગણી અને યાદોનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ પણ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમને માનસિકથાકની લાગણી વધુ અનુભવો, કોઈ જગ્યાએ મિલન મુલાકાતમાં તમારો ઉત્સાહ થોડો ઓછો જોવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જાગે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે જેથી તમે ખોટા વાદવિવાદથી દુર રહી શકો, વાહન ધીમે ચલાવવું, કફ,છાતી,પ્રેસર જેવી તકલીફ ભોગવતા લોકોએ આરોગ્યબાબતે થોડું સાચવવું, ક્યાય વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું થોડું ધ્યાન રાખવું સારું કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેમજ મનમાં થોડી અશાંતિ રહે તેવું લાગે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી,સોના-ઝવેરાત,ફાર્માક્ષેત્રમાં કામ કરનારવર્ગ ને માનસિકથાકની લાગણી વધુ રહે તેમજ કોઇપણ પ્રકારના તમારા કામમાંકે મુલાકાતમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો સારો.


આજનો દિવસ સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો બની શકે છે , મનની ઈચ્છા પૂરી થઇ શકે, કોમ્પુટર,દલાલી,કમીશન,પત્રકાર,લેખનકામ ,કાનૂની,નાણાકીયસલાહકાર માટે આજે ઉત્સાહ સારો જણાય, લગ્નબાબત વાર્તાલાપકે મિલનમુલાકાત કરાવી સારી કહી શકાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવાકે વાગવાના યોગ બને છે માટે કાળજી રાખવી ,વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવવું, ચામડી,એલર્જી,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ  તકેદારી રાખવી, ક્યાય વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ તમારા માટે સરસ કહી શકાય કારણકે તમારી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી ખુશી અનુભવો, તમારા કામની કદર થાય, જમીન,બાંધકામ,વાહનવ્યવહાર,ધાતુના કામકરનાર વર્ગને નવીનતક દેખાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક મળી શકે છે.


આજના દિવસ સાવચેતી અને ધીરજ રાખવી, વાહન ધીમે ચલાવવું, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, પેટ, આંતરડા,ડાયાબીટીસના દર્દી એ તકેદારી રાખવી, કોઈની પણ સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાકે અપશબ્દના બોલાય તેનું પણ ધ્યાન રાખવું, કામકાજમાં શાંતિથી પરોવાયા રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે ઉત્સાહ સારો રહે, મુસાફરી થઈ શકે  છે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે ફરવા જવાનો યોગ બને છે, અગત્યની  બાબત માટેની કોઇ જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત માટે સારા સંજોગો બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેવા સંજોગો છે, લાકડા,ચામડા,ધાતુ,ઓઈલ,પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રમાં કામકરનાર વર્ગને થોડી વ્યસ્તતા રહે, જુનાકામમાં ક્યાય અટવાયેલ હોવતો તેનો  જલ્દીથી ઉકેલન આવે તેવું બની શકે છે. કટાક્ષવાળા શબ્દપ્રયોગના કરવાની સલાહ છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય,મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગમાં રેફરન્સથી કામ કરોતો લાભ થઈ શકે છે, પ્રિયજન સાથે ખરીદી કરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય તેવા પણ સંજોગો છે.  અગત્યની બાબત માટેની વાર્તાલાપમાં કોઈનો ક્યાંક સહયોગકે માર્ગદર્શન પણ મળે તેવું બની શકે છે.

પંચાંગ 29/04/2023