મુંબઈઃ હિન્દી ફિલ્મોમાં ઝમકદાર કામગીરી બજાવવા માટે દર વર્ષે કલાકારો અને કસબીઓને અપાતા ફિલ્મફેર એવોર્ડ્સ સમારોહનું ગઈ કાલે અત્રે આયોજન કરવામાં આવ્યું હતું. બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ (બીકેસી) વિસ્તારમાં આવેલા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઈ ગયેલા આ 68મા ફિલ્મફેર એવોર્ડ્સ કાર્યક્રમમાં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મ છવાઈ ગઈ હતી. આ ફિલ્મે શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક (સંજય લીલા ભણસાલી) અને શ્રેષ્ઠ અભિનેત્રી (આલિયા ભટ્ટ) જેવા ટોચના એવોર્ડ કબજે કર્યા છે. શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ રાજકુમાર રાવે જીત્યો છે, ‘બધાઈ દો’ ફિલ્મમાં ભજવેલી ભૂમિકા માટે.
‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મ 2022ના ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ હતી. તેમાં એક એવી સામાન્ય યુવતીની વાર્તા છે જેને મુંબઈમાં વેશ્યાવાડે વેચી દેવામાં આવે છે જે બાદમાં અંધારીઆલમમાં અને મુંબઈમાં છેક અંગ્રેજોના વખતથી દેહવ્યાપારના કેન્દ્ર બની ગયેલા કમાઠીપુરા વિસ્તારની મોટી આગેવાન બની ગઈ હતી.
શ્રેષ્ઠ અભિનેત્રી (ક્રિટીક્સ) એવોર્ડ બે અભિનેત્રીને આપવામાં આવ્યો છે – ‘બધાઈ દો’ ફિલ્મમાં રાજકુમાર રાવની હિરોઈન બનેલી ભૂમિ પેડણેકરને અને ‘ભૂલ ભૂલૈયા 2’ માટે તબુને.
આ વખતના ફિલ્મફેર એવોર્ડ સમારોહનું સંચાલન એક્ટર સલમાન ખાન અને મનીષ પૌલે કર્યું હતું. એવોર્ડ નાઈટમાં આલિયા ભટ્ટ, રેખા, કાજોલ, આયુષમાન ખુરાના, નોરા ફતેહી, જ્હાન્વી કપૂર, વિકી કૌશલ સહિત બીજા અનેક કલાકારોએ હાજરી આપી હતી. વિકી કૌશલ, ટાઈગર શ્રોફ, જેક્લીન ફર્નાન્ડિસ અને જ્હાન્વી કપૂરે સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું.
Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.
આજનો દિવસ સારો અને ઉત્સાહ વાળો જણાય છે, તમારા ધાર્યાકામ થવાથી તમે આનંદની લાગણી અનુભવો, પ્રિયજન તરફથી સારો પ્રેમભાવ જોવા મળી શકે છે, અગત્યની મિલનમુલાકાત ફળદાયક બની શકે,વેપારમાં નાનુંકામ કરવુજ યોગ્ય છે, કોઈના કામમાં સહયોગ આપો તેવી વૃત્તી જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે, પ્રવાસનું ક્યાંક આયોજન પણ થઈ શકે છે અને તેમાં ક્યાંક અણધર્યા નાણાકીયખર્ચ થાય, માર્કેટિંગક્ષેત્રમાં તમારો સારો પ્રભાવ જોવા મળે, પ્રિયજન તરફથી ખુશીની લાગણીનો અનુભવ થાય, ધાર્મિકભાવના વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈની સાથે કોઈપણ પ્રકારનું ગેરવર્તનના થાય તેનું ધ્યાન રાખવું, પ્રિયજન સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાના આવે તેનું ધ્યાન રાખવું, તમારે આજે સમાધાનકારી નીતિ અપનાવાથી પરિસ્થિતિ હળવી બની રહશે. મનમાં કોઈવાતનો તમને ઉદ્વેગ રહ્યા કરે તેવું બની શકે.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળી શકે છે અને માનસિકથાકની લાગણી વધુ જોવા મળે જેના કારણે તમારા સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, આજે કોઈને વણમાગી સલાહન આપવી તેમજ વાર્તાલાપમાં ક્યાય દલીલબાજીન કરવી, વેપારમાં જોખમન લેવું યોગ્ય છે.
આજનો દિવસ સરસ છે, તમે આત્મવિશ્વાસથી કામ કરતા જોવા મળો, તમારા ભૂતકાળના કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ મહેનત યોગ્ય છે, જૂનીકોઈ ઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી વાર્તાલાપ કરી ખુશીની લાગણી અનુભવો. થોડા મજાકવૃત્તિવાળા બનો.
આજનો દિવસે થોડી સાવચેતી રાખવી તેમજ વાણીસંયમ રાખવો પણ જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, કોઈપણ પ્રકારની મિલનમુલાકાત દરમિયાન વાર્તાલાપમાં કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું અગત્યનું કહી શકાય, ભક્તિમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.
આજનો દિવસ સારો છે આજે તમારા પસંદગીના કામ થઇ શકે, તમારી લાગણીની કદર થાય, પરિચિત સાથે કોઈબાબતનો સાથસહકાર સારો જોવા મળી શકે અને તેની ખુશી અનુભવાય, ધાર્મિકભાવના વધુ જોવા મળે અને મન ભક્તિકે સદ્કાર્ય કરવા પ્રેરાય તેવું પણ બનવા જોગ છે. મન પ્રફુલ્લિત રહેશે.
આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાણીસયમ અને ગુસ્સાને કાબુમાં રાખવો, મજાકમસ્તી કરનાર લોકોથી થોડું અંતર રાખવું તેમજ તેમની વાતોને જરૂરિયાત પુરતુ જ ધ્યાન આપવું. ક્યાંક જુનાપ્રસંગો યાદ આવવાથી મન અશાંત વધુ રહી શકે છે, માટે વ્યવહારુ અભિગમ અપનાવો સારો કહી શકાય.
આજનો દિવસ સરસ છે, પ્રિયજન સાથેના જુનામતભેદ ભૂલવાની તક મળે, વિદ્યાર્થીવર્ગ માટે હરવાફરવા માં સારો સમય પસાર થાય, અગત્યની વાર્તાલાપ કે મિલનમુલાકાત માટેના પ્રયત્ન કરતા હોવતો તેમાપણ તમને અન્યનો સારો સાથ-સહકાર અને માર્ગદર્શન મળે તેવું બની શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.
આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય, જુનાસ્મરણો તાજા થાય જેમાં તમને સારી ખુશીની લાગણી થાય, વાતચિત દરમિયાન ખોટો ઉશ્કેરટના આવે તેનું ધ્યાન રાખવું જેથી તમે કદાચ કોઈની મજાકના પાત્રના બનો. બિનજરૂરી ખરીદી થવાથી તમારું મન થોડું બેચેન બને તેવું બની શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રવર્તુળ સાથે બિનજરૂરી સમય અને નાણાનો વ્યય થાય અને તેનું ભાન તમને દિવસને અંતે થવાથી મનમાં ગુસ્સાની લાગણી અનુભવો પરંતુ તમારા પ્રિયજનની યોગ્યવર્તણુક અને વાતચીતથી તમે પ્રભાવિત થઇ ખુશીની લાગણી અનુભવી રાહત પામો, મનમાં દ્વિધા રહ્યા કરે.
આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈને કોઈબાબતમાં નકારત્મકવિચારની અસર તમારી દિનચર્યા પર પણ પડે માટે તમારે આજે કોઈ કામમાં વ્યસ્ત રહેવું, હરવુંફરવુંકે ભક્તિમાં મન પોરવવું યોગ્ય કહી શકાય. કોઈ પણ અગત્યના કામકાજ કરવામાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે.
મુંબઈ તા.27 એપ્રિલ, 2023: એશિયાની સૌપ્રથમ અને એકમાત્ર લિસ્ટેડ ડિપોઝિટરી સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ (સીડીએસએલ)એ જાહેર કર્યું છે કે તે એકાઉન્ટ એગ્રેગેટર (એએ) ફ્રેમવર્ક પર ફાઈનાન્સિયલ ઈન્ફોર્મેશન પ્રોવાઈડર (એફઆઈપી) તરીકે જોડાનારી પ્રથમ ડિપોઝિટરી બની છે. ડિપોઝિટરીની એફઆઈપી તરીકેની કામગીરી લાઈવ થઈ ચૂકી છે અને આ અંગેની સંપૂર્ણ માહિતી સીડીએસએલની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
એકાઉન્ટ એગ્રેગેટર ફ્રેમવર્ક એવી ડેટા શેરિંગ સિસ્ટમ છે, જે ક્રેડિટ અને અન્ય નાણાકીય સર્વિસીસની પ્રાપ્તિ માટે જરૂરી છે. ગ્રાહક તરીકે તમે તમારો ડેટા કોની સાથે અને કેટલો સમય શેર કરવા માગો છો એ નક્કી કરી શકો છો. એફઆઈપી તરીકે ગ્રાહકોના નાણાકીય ડેટાનું વ્યવસ્થાપન કરતી સંસ્થાઓ જેવી કે બેન્કો, મ્યુચ્યુઅલ ફંડ્સ, પેન્શન ફંડ્સ વગેરે કામ કરે છે.
મુંબઈઃ અભિનેત્રી-મોડેલ ઉર્ફી જાવેદ તેનાં અવનવા અને ચિત્રવિચિત્ર ડ્રેસને કારણે ચર્ચાસ્પદ બની ગઈ છે. હાલમાં જ એને તેનાં એક ડ્રેસને કારણે એક રેસ્ટોરન્ટમાં પ્રવેશ કરતી અટકાવવામાં આવી હતી. એને લીધે ઉર્ફીએ મોટો તમાશો કર્યો હતો.
ટેલીચક્કર નામના એક પોર્ટલે એના અધિકૃત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો શેર કર્યો છે. એમાં ઉર્ફી ફોટોગ્રાફરો સાથે મજાક-મસ્તી કરતી દેખાય છે. ત્યારબાદ તે એક રેસ્ટોરન્ટના મેનેજર પર ગુસ્સે થયેલી દેખાય છે. બન્યું એવું કે, ઉર્ફી વિચિત્ર ડ્રેસ પહેરીને તે રેસ્ટોરન્ટમાં ગઈ હતી. પરંતુ મેનેજરે એને તેનાં ડ્રેસને કારણે એને અંદર પ્રવેશવાની મનાઈ ફરમાવી હતી. એને લીધે ઉર્ફી મેનેજર પર ભડકી ગઈ હતી અને એની સાથે દલીલબાજી પર ઉતરી હતી. તે વિડિયો ટેલીચક્કરે પોસ્ટ કર્યો છે અને એ સોશિયલ મિડિયા પર જોરદાર રીતે વાઈરલ થયો છે.
મેનેજરે જ્યારે ઉર્ફીને કહ્યું કે, ‘મેડમ તમે આવા કપડાં પહેરીને અંદર જઈ શકો નહીં.’ ત્યારે મેનેજર પર ગુસ્સે ભરાયેલી ઉર્ફી બોલી, ‘હું કોણ છું એની ખબર છે? મારું નામ ઉર્ફી છે ઉર્ફી. અંદર જઈને જણાવો ઉર્ફી જાવેદ આવી છે.’ તે પછી મેનેજર ઉર્ફીને શાંત કરવાનો પ્રયત્ન કરે છે, પણ ઉર્ફી વધારે ગુસ્સે ભરાઈ હતી.
બોલિવૂડ અભિનેત્રી જિયા ખાન 3 જૂન 2013ના રોજ તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવી હતી. આત્મહત્યા બાદ અભિનેત્રીના ઘરેથી છ પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી, જે કથિત રીતે જીયા ખાન ખાને લખી હતી. તેમના કહેવા પ્રમાણે, જિયાના બોયફ્રેન્ડ સૂરજ પંચોલી પર અભિનેત્રીને હત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. આ કેસમાં 20 એપ્રિલના રોજ સ્પેશિયલ સીબીઆઈ જજ એએસ સૈયદે બંને પક્ષોની અંતિમ દલીલો સાંભળ્યા બાદ આગામી સુનાવણી સુધી નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. હવે આવતીકાલે એટલે કે 28 એપ્રિલે સવારે 10.30 કલાકે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ જિયા ખાન કેસ પર અંતિમ ચુકાદો આપશે.
કોર્ટે માતા રાબિયાની અરજી ફગાવી દીધી હતી
દિવંગત અભિનેત્રીની માતા રાબિયા ખાને પણ આ કેસમાં સૂરજ પંચોલી પર આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ, સૂરજ પંચોલીની 10 જૂન 2013 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને બે અઠવાડિયાથી વધુ કસ્ટડીમાં ગાળ્યા પછી જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. આ પછી જુલાઈ 2014માં મામલો સીબીઆઈ પાસે ગયો. જિયાની માતાએ પણ કહ્યું હતું કે આ હત્યા નહીં પરંતુ આત્મહત્યા હતી. આ પછી, બોમ્બે હાઈકોર્ટે ગયા વર્ષે આ મામલે નવેસરથી તપાસની માંગ કરતી તેમની અરજીને ફગાવી દીધી હતી.
સૂરજ જિયા સાથે ગેરવર્તન કરતો હતો
તાજેતરમાં જ જિયા ખાનની માતાએ જ્યારે સીબીઆઈ કોર્ટમાં નિવેદન આપ્યું હતું ત્યારે તેણે કહ્યું હતું કે સૂરજ જિયાનું શારીરિક અને શાબ્દિક રીતે શોષણ કરતો હતો. તેમણે એમ પણ કહ્યું કે પોલીસ અને સીબીઆઈ બંનેએ આ સાબિત કરવા માટે કોઈ પુરાવા એકત્ર કર્યા નથી.
આખરી નિર્ણય આવતીકાલે આવશે
ફિલ્મ નિશબ્દથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી જિયા ખાનને 10 વર્ષ વીતી ગયા છે. આવતીકાલે 28 એપ્રિલે સવારે 10.30 વાગ્યે સ્પેશિયલ CBI કોર્ટ 10 વર્ષ બાદ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવશે.