Home Blog Page 2931

ઓપરેશન કાવેરી: સુદાનથી 135 ભારતીયોની ત્રીજી બેચ સાઉદી અરેબિયા પહોંચી

ભારતે સંઘર્ષગ્રસ્ત સુદાનમાંથી ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ‘ઓપરેશન કાવેરી’ શરૂ કર્યું છે. બુધવારે, સુદાનમાં ફસાયેલા 135 ભારતીયોની ત્રીજી બેચ સુદાનથી રવાના થયેલા ભારતીય વાયુસેનાના અન્ય C-130J વિમાનમાં સાઉદી અરેબિયાના જેદ્દાહ પહોંચી હતી. આજે અગાઉ, પ્રથમ IAF C-130J જેદ્દાહ એરપોર્ટ પર આવી પહોંચ્યું હતું, જ્યાં વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને 148 ખાલી કરાયેલા ભારતીયોની બીજી બેચનું સ્વાગત કર્યું હતું.

આ સાથે નેવલ શિપ INS સુમેધા પણ આજે 278 મુસાફરો સાથે જેદ્દાહ બંદરે પહોંચ્યું હતું. આ માહિતી ભારતના વિદેશ મંત્રાલયે આપી હતી. વિદેશ મંત્રાલયે ટ્વીટ કર્યું, “ઓપરેશન કાવેરી પૂરજોશમાં. 2જી ભારતીય વાયુસેના C-130J ફ્લાઇટ પોર્ટ સુદાન એરપોર્ટથી જેદ્દાહ માટે પ્રસ્થાન કરે છે, જે 135 વધુ મુસાફરોને લઈ જાય છે. ઓપરેશન કાવેરી હેઠળ ખાલી કરાયેલા લોકોની આ ત્રીજી બેચ છે.”


 

આ પહેલા બુધવારે વિદેશ મંત્રાલયે ટ્વીટ કર્યું હતું કે ભારતીય વાયુસેનાના C-130J વિમાનમાંથી 121 મુસાફરો રવાના થયા છે. જોકે, બાદમાં વિદેશ રાજ્ય મંત્રીએ ટ્વીટ કર્યું કે બીજા બેચમાં 148 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે.

 

કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રીએ મંગળવારે ઈન્ટરનેશનલ ઈન્ડિયન સ્કૂલ, જેદ્દાહમાં ટ્રાન્ઝિટ ફેસિલિટીનું નિરીક્ષણ કર્યું. સુદાનમાંથી બહાર કાઢવામાં આવેલા ભારતીયોને ભારત આવતા પહેલા આ શાળામાં રાખવામાં આવી રહ્યા છે. રાજ્ય મંત્રીએ ટ્વીટ કર્યું, “જેદ્દાહની ઈન્ટરનેશનલ ઈન્ડિયન સ્કૂલમાં ટ્રાન્ઝિટ સુવિધાનું નિરીક્ષણ કર્યું, જ્યાં સુદાનમાંથી બહાર કાઢવામાં આવેલા ભારતીયોને ભારતની મુસાફરી કરતા પહેલા થોડા સમય માટે પ્રાપ્ત કરવામાં આવશે અને રાખવામાં આવશે. આ શાળા સંપૂર્ણ રીતે કાર્યરત રહેશે.” જોગવાઈઓથી સજ્જ, તાજો ખોરાક, શૌચાલય, તબીબી સુવિધાઓ, વાઇફાઇ. ત્યાં 24 કલાક કંટ્રોલ રૂમ પણ છે.


રાજધાની ખાર્તુમમાં સુદાનની સેના અને અર્ધલશ્કરી જૂથો વચ્ચે લડાઈ વધુ તીવ્ર થતાં, વિદેશ પ્રધાન એસ જયશંકરે સોમવારે માહિતી આપી હતી કે સંઘર્ષગ્રસ્ત સુદાનમાંથી તેના નાગરિકોને બહાર કાઢવા માટે ‘ઓપરેશન કાવેરી’ ચાલી રહ્યું છે અને લગભગ 500 ભારતીયો પોર્ટ સુદાન એરપોર્ટ પર પહોંચ્યા છે. નોંધપાત્ર રીતે, ભારતે સંઘર્ષગ્રસ્ત દેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે “ઓપરેશન કાવેરી” શરૂ કર્યું છે.

ભારતીય નૌકાદળનું INS તેગ પણ મંગળવારે સુદાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ચાલી રહેલા ઓપરેશન કાવેરીમાં જોડાયું હતું. વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે યુદ્ધ જહાજ ફસાયેલા ભારતીયો માટે વધારાના અધિકારીઓ અને જરૂરી રાહત સામગ્રી સાથે મંગળવારે પોર્ટ સુદાન પહોંચ્યું.

સુદાનની તાજેતરની સ્થિતિ વિશે તમને જણાવી દઈએ કે યુએસ અને સાઉદી અરેબિયાની મધ્યસ્થી બાદ સોમવારે સંઘર્ષ જૂથો 72 કલાકના યુદ્ધવિરામ માટે સંમત થયા હતા.આ દરમિયાન અન્ય દેશો સુદાનમાંથી તેમના નાગરિકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે.

એર ઇન્ડિયાના સેલરી વિવાદને લઈને પાઇલટો રતન ટાટાના શરણમાં

નવી દિલ્હીઃ ટાટા ગ્રુપના દ્વારા ઓપરેટ કરવામાં આવતી એરલાઇન એર ઇન્ડિયાના 1500થી વધુ પાઇલટોથી વધુ પાઇલટોએ ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાને એક અરજી મોકલી છે, એમાં પાઇલટોએ રિવાઇઝ સર્વિસ એગ્રિમેન્ટ અપડેટેડ સેલેરી સ્ટ્રક્ચરને લઈને હ્યુમન રિસોર્સ (HR) વિભાગની સાથે ચાલી રહેલા વિવાદમાં હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે. પાઇલટોને લાગે છે કે તેમની સમસ્યાઓને હાલમાં HR ટીમ નથી સાંભળી રહી.

આ અરજીમાં પાઇલટોએ લખ્યું હતું કે અમે HR ડિપાર્ટમેન્ટની સાથે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અમને લાગે છે કે એર ઇન્ડિયાના કર્મચારીઓના રૂપે જે સન્માન અને ગરિમાના હકદાર છીએ, એ પ્રકારનો વ્યવહાર અમારી સાથે નથી કરવામાં આવી રહ્યો. એને કારણે અમારું મનોબળ ઓછું થયું છે અને અમે ચિંતિત છીએ. તેમણે કહ્યું હતું કે અમને અમારી ફરજના પાલન પરની અમારી ક્ષમતા પર નકારાત્મક અસર પડશે. આ અરજી પર કુલ 1504 પાઇલટોએ હસ્તાક્ષર કર્યા છે.

આ અસંતુષ્ટ પાઇલટોએ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન પાસે હસ્તક્ષેપ કરવાની માગ કરી હતી. પાઇલટોએ લખ્યું હતું કે અમે ટાટા ગ્રુપમાં કામ કરવાથી ગર્વ મહેસૂસ છીએ

સેલરી સ્ટ્રક્ચરથી નાખુશ પાઇલટ

એર ઇન્ડિયાના પાઇલટો અને કેબિન ક્રૂ માટે એક નવું સેલેરી સ્ટ્રક્ચરનું એલાન કર્યું છે, એમાં પાઇલટોના ફ્લાઇટ્સનાં ભથ્થાંને બે ગણું કરીને 40 કલાક કરી નાખવામાં આવ્યું છે. આ સિવાય કહેવામાં આવ્યું હતું કે પાઇલટોને સર્વિસ યરને આધારે રિવોર્ડ આપવામાં આવશે. બે પાઇલટ યુનિયન – ઇન્ડિયન કોમર્શિયલ પાઇલટ્સ એસોસિયેશન (ICPA) અને ઇન્ડિયન પાઇલટ્સ ગિલ્ડ (IPG)એ સંશોધિત સેલરી સ્ટ્રક્ચર અને સર્વિસ એગ્રીમેન્ટ પર નિરાશા દર્શાવી હતી.

 

 

 

 

PM મોદીએ પ્રકાશ સિંહ બાદલને આપી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ચંદીગઢ પહોંચ્યા અને પંજાબના પૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદલને શ્રદ્ધાંજલિ આપી. મોદી ચંડીગઢ એરપોર્ટથી સીધા સેક્ટર-28માં શિરોમણી અકાલી દળની ઓફિસ પહોંચ્યા. જ્યાં સ્વર્ગસ્થ બાદલના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. પીએમ મોદી લગભગ 12:45 વાગ્યે SAD કાર્યાલય પહોંચ્યા અને સંગતની ભીડ વચ્ચે બાદલના નશ્વર દેહને ફૂલ અર્પણ કર્યા. પીએમ મોદી શીખ ધર્મના નિયમો અનુસાર માથા પર કેસરી પટકા બાંધીને પહોંચ્યા હતા. તેઓ લગભગ 10 મિનિટ સુધી શોકસભામાં રહ્યા અને પ્રકાશ સિંહ બાદલને યાદ કર્યા. અરદાસ બાદ પ્રકાશ સિંહ બાદલના પાર્થિવ દેહને પાર્ટીના ઝંડામાં તેમના વતન ગામ બાદલ લઈ જવામાં આવી રહ્યા છે.


આ પહેલા મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રકાશ સિંહ બાદલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ પોતાના શોક સંદેશમાં કહ્યું કે તેઓ ખૂબ જ દુઃખી છે. પ્રકાશ સિંહ બાદલ ભારતીય રાજનીતિના ઉમદા વ્યક્તિત્વ અને નોંધપાત્ર નેતા હતા. જેમણે આપણા દેશ માટે ઘણું યોગદાન આપ્યું છે. પંજાબની પ્રગતિ માટે અથાક મહેનત કરી અને મુશ્કેલ સમયમાં રાજ્યને સાથ આપ્યો.


જણાવી દઈએ કે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું મંગળવારે રાત્રે નિધન થયું છે. મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધન બાદ સમગ્ર દેશમાં શોકની લહેર છે. કેન્દ્ર સરકારે બાદલના નિધન પર બે દિવસ (26 અને 27 એપ્રિલ) રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આ દરમિયાન, રાષ્ટ્રધ્વજ અડધી માસ્ટ પર લહેરાશે અને કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો થશે નહીં.

 

27મી એપ્રિલે રજા જાહેર કરવામાં આવી છે

પંજાબ સરકારે પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલના નિધન પર 27 એપ્રિલે રજા જાહેર કરી છે. આ સમયગાળા દરમિયાન તમામ કચેરીઓ અને કાનૂની સંસ્થાઓ બંધ રહેશે. જણાવી દઈએ કે, 27 એપ્રિલે પ્રકાશ સિંહ બાદલના પૈતૃક ગામમાં અંતિમ સંસ્કાર થશે.

આ પહેલા મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રકાશ સિંહ બાદલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ પોતાના શોક સંદેશમાં કહ્યું કે તેઓ ખૂબ જ દુઃખી છે. પ્રકાશ સિંહ બાદલ ભારતીય રાજનીતિના ઉમદા વ્યક્તિત્વ અને નોંધપાત્ર નેતા હતા. જેમણે આપણા દેશ માટે ઘણું યોગદાન આપ્યું છે. પંજાબની પ્રગતિ માટે અથાક મહેનત કરી અને મુશ્કેલ સમયમાં રાજ્યને સાથ આપ્યો.

જણાવી દઈએ કે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું મંગળવારે રાત્રે નિધન થયું છે. મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધન બાદ સમગ્ર દેશમાં શોકની લહેર છે. કેન્દ્ર સરકારે બાદલના નિધન પર બે દિવસ (26 અને 27 એપ્રિલ) રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આ દરમિયાન, રાષ્ટ્રધ્વજ અડધી માસ્ટ પર લહેરાશે અને કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો થશે નહીં.

 

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૨૬ એપ્રિલ, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૨૬ એપ્રિલ, ૨૦૨૩

દાંતેવાડામાં નક્સલીઓએ કરેલા IED વિસ્ફોટમાં 11 જવાનોનાં મોત

દાંતેવાડાઃ છત્તીસગઢના દાંતેવાડામાં IED બ્લાસ્ટમાં 11 જવાનો શહીદ થયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ નક્સલી હુમલા પછી પણ પોલીસ અને નક્સલીઓની વચ્ચે અથડામણ જારી છે. જોકે હવે અહીં CRPFએ મોરચો સંભાળી લીધો છે. ગૃહપ્રધાન અમિત શાહે છત્તીસગઢના મુખ્ય પ્રધાનને આ મુદ્દે દરેક સંભવ મદદની ખાતરી આપી હતી.

છત્તીસગઢના દાંતેવાડા જિલ્લાના અરનપુરની પાસે DRG (જિલ્લા રિઝર્વ ગાર્ડ)ના જવાનોને લઈ જઈ રહેલા એક વાહન પર IED હુમલો થયો હતો. IEDને નક્કસલીઓએ પ્લાન્ટ કર્યો હતો. આ હુમલાને લઈને મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે કહ્યું હતું કે નક્સલીઓને છોડવામાં નહીં આવે.

છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે દાંતેવાડામાં સુરક્ષા કર્મચારીઓ પર નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા IED હુમલામાં 11 જવાનોનાં મોતના અહેવાલ પર કહ્યું હતું કે અમારી પાસે એવી સૂચના છે. એ બહુ દુખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રતિ માટી સંવેદનાઓ છે. આ લડાઈ અંતિમ તબક્કામાં છે. અમે યોજનાબદ્ધ રીતે નક્સલવાદને ખતમ કરીશું. નક્સલવાદીઓને છોડવામાં નહીં આવે.

મુખ્ય પ્રધાને ટ્વિટર પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે દાંતેવાડાના અરનપુર ક્ષેત્રમાં માર્યા ગયેલા 10 જવાનોનાં મોત અત્યંત દુખદ છે. DRG જવાન અને ડ્રાઇવર પણ શહીદ થવાના સમાચાર દુખદ છે.

આ પહેલાં નવ માર્ચે છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળો અને નક્સલીઓની વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં સુરક્ષા દળોએ દાવો કર્યો હતો કે એન્કાઉન્ટરમાં પાંચથી છ નક્સલી જખમી થયા છે.

 

માતૃભાષાની અસ્મિતાને ઉજ્જવળ કરતી શાનદાર સાંજનું કાંદિવલીમાં આયોજન

મુંબઈઃ સાહિત્ય, કળા, સંસ્કૃતિ અને વિજ્ઞાનના વિવિધ વિષયોને આવરી લઈને છેલ્લા નવ વર્ષથી સતત કાર્યક્રમોનું આયોજન કરતી સંસ્થા ‘સંવિત્તિ’એ શનિવાર તા. ૨૯ એપ્રિલની સાંજે ‘ગુજરાતની અસ્મિતાના જ્યોતિર્ધર’ એવા કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચન્દ્રસૂરિશ્વરજીના માતા ‘પાહિણીદેવી’ના એકપાત્રી અભિનયના કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમ મારફત આચાર્યશ્રીના જીવન અને સર્જનને રજૂ કરવાનો પ્રયત્ન કરાશે.

માતૃભાષા ગુજરાતીના પરોઢ સમાન આચાર્ય હેમચન્દ્રસૂરિશ્વરજી રચિત વ્યાકરણ ગ્રંથ ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ના આઠમા અધ્યાયમાં જોવા મળે છે. આચાર્યશ્રી સંસ્કૃતના મહાવિદ્વાન તો હતા જ, પરંતુ ઉચ્ચ કોટિના જૈન સાધુ પણ હતા. એમણે ઘણા ગ્રંથોની રચના કરી છે. એવું મનાય છે કે ૮૪ વર્ષના જીવનકાળ દરમિયાન એમણે સાડા ત્રણ કરોડ શ્લોકો રચ્યા હતા. સોલંકીયુગના બે મહાપરાક્રમી રાજાઓ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળને એમણે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. એમની વાણીએ ગુજરાતમાં સંસ્કારની સરવાણી વહાવી હતી.

અર્ચના જ્હોનિ શાહ એમનાં અભિનયથી પાહિણીદેવીના ભાવવિશ્વને પ્રગટ કરશે. આ ઉપરાંત ‘શિવરંજની’ના પ્રણેતા જ્હૉનિ શાહ આ જ પરંપરાના ભજનો વિમલ શાહના તબલાના તાલે રજૂ કરશે. રસિકજનોને આ કાર્યક્રમ માટે હાર્દિક આમંત્રણ છે. એ માટે કોઈ ચાર્જ નથી.

કાર્યક્રમનું સ્થળ: કે.ઈ.એસ. ઈન્ટરનેશનલ સ્કુલ, ત્રીજે માળેના સભાગૃહમાં, ઈરાની વાડી-નંબર-૪, એશિયન બેકરીની સામેની ગલીના બીજા છેડે, કાંદિવલી-વેસ્ટ.

વાર અને સમયઃ શનિવાર, તા.૨૯ એપ્રિલ, સાંજે ૫.૩૦ થી ૭.૩૦

ગુજરાત સાયન્સ સિટીમાં ‘વિશ્વ પેંગ્વિન દિવસ’ની ઉજવણી

અમદાવાદઃ દર વર્ષે 25 એપ્રિલે ‘વિશ્વ પેંગ્વિન દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે અમદાવાદમાં આવેલી વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત સાયન્સ સિટીમાં પણ 25 એપ્રિલે પેંગ્વિન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે મોટી સંખ્યામાં મુલાકાતીઓ ગુજરાત સાયન્સ સિટી પહોંચ્યા હતા અને એક્વેટિક ગેલેરીમાં પેંગ્વિનને નિહાળીને મજા માણી હતી. સાયન્સ સિટીના કર્મચારીઓએ મુલાકાતીઓને પેંગ્વિન વિશે અવનવી માહિતી આપી હતી.

આ મુલાકાતીઓએ જણાવ્યું હતું કે અન્ય પ્રાણી સંગ્રહાલયમાં જોવા ન મળતાં પેંગ્વિન ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં જોઈને તેમને આનંદ થયો હતો. એ સાથે-સાથે દેશ-વિદેશની વિવિધ પ્રજાતિની માછલીઓ પણ તેમણે જોઈ હતી. ખાસ કરીને બાળકોને પેંગ્વિનને જોઈને મજા પડી ગઈ હતી. બાળકો પેંગ્વિન સાથે રમત કરતા જોવા મળ્યાં હતાં.

ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં વિવિધ પ્રજાતિની માછલીઓ અને જળચર જીવો સાથે પાંચ સાઉથ આફ્રિકન પેંગ્વિન પણ છે. જેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. આ પાંચેય પેંગ્વિનના નામ પુમ્બા, ટિમોન, નિમો, સ્વેન અને મુશુ -એવા રાખવામાં આવ્યા છે. પાંચેય પેંગ્વિને ગુજરાત સાયન્સ સિટીની સુંદર અને શાંત એક્વેટિક ગેલેરીમાં ખુશીથી અનુકૂલન સાધી લીધું છે. પેંગ્વિનનું નિયમિત મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે અને પાણીની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. પેંગ્વિનની હેલ્થ પર નજર રાખવા માટે તેમને ટેગ નંબર પણ આપવામાં આવ્યા છે.

 

 

 

 

 

 

રાષ્ટ્રપતિપદની ચૂંટણીઃ બાઇડન, કમલા હેરિસની ચૂંટણી લડવાની જાહેરાત

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ફરીથી ચૂંટણી લડવાની ઘોષણા કરી છે. ડેમોક્રેટિક પાર્ટીના નેતા જો બાઇડને ત્રણ મિનિટનો વિડિયો જારી કરીને એનું એલાન કર્યું છે. રાષ્ટ્રપતિ બાઇડન અનેક દાયકાઓથી રાજકારણમાં સક્રિય રહ્યા છે. બાઇડનની દલીલ છે કે 2024માં ચૂંટણીમાં ગર્ભપાતના અધિકાર, લોકતંત્રની રક્ષા, મતદાનનો અધિકાર અને સામાજિક સુરક્ષા તંત્ર સૌથી મહત્ત્વના મુદ્દાઓમાંથી એક છે. અમેરિકાની દરેક પેઢીએ એક એવી ક્ષણનો સામનો કર્યો છે, જ્યારે તેમણે લોકતંત્રની રક્ષા કરવા માટે ઊભા રહેવું પડ્યું. તેમની મૌલિક સ્વતંત્રતા માટે ઊભા રહેવું પડશે. મારું માનવું છે કે આ આપણો અધિકાર છે. એટલે જ હું ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિપદ માટેં ચૂંટણી લડી રહ્યો છું.

હાલના ઉપ રાષ્ટ્રપતિ ભારતીય-અમેરિકી કમલા હેરિસ 2024માં આ પદ માટે ડેમોક્રેટિક પાર્ટી તરફથી દાવેદારી રજૂ કરશે. તેમના ચૂંટણીપ્રચારમાં કહેવામાં આવ્યું છે કે બાઇડન અને કમલા ફરીથી ચૂંટણી મેદાનમાં છે અને આ વખતના ચૂંટણી પ્રચારમાં અમને તમારી મદદની જરૂર છે.

એક જારી કરવામાં આવેલા વિડિયોમાં બાઇડને 2024માં ચૂંટણીને રિપબ્લિકના અતિવાદની સામે લડાઈ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રના ચરિત્રને બહાલ કરવા માટે અને સંકલ્પને પૂરી રીતે સાકાર કરવા માટે સમય જોઈએ. તેમણે કહ્યું હતું કે જ્યારે હું ચાર વર્ષ માટે રાષ્ટ્રપતિપદ માટે ચૂંટણી મેદાનમાં ઊભો હતો, ત્યારે મેં કહ્યું હતું કે અમેરિકાના આત્મા માટે લડતા રહીશું અને અમે હજી પણ લડી રહ્યા છીએ.

 

 

 

રૂ.7.98 લાખની MG કોમેટ EV કાર લોન્ચ થઈ; ભારતમાં નવી સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર

ગુરુગ્રામ (હરિયાણા): એમ.જી. મોટર ઈન્ડિયા કંપનીએ તેની સ્માર્ટ ઈલેક્ટ્રિક કાર MG કોમેટ EV ભારતમાં લોન્ચ કરી છે. GSEV-પ્લેટફોર્મ પર આધારિત આ કાર એમજી મોટર ઈન્ડિયાના પોર્ટફોલિયોની બીજી EV છે. એમાં અનેક સ્માર્ટ ફીચર્સ આપવામાં આવ્યા છે. આ કાર રૂ. 7,98,000 (એક્સ,-શોરૂમ) કિંમતે ઉપલબ્ધ છે. આ કાર કદમાં નાની છે, પણ અંદર જગ્યા ઘણી મોટી છે. એમજી મોટર ઈન્ડિયા ચીનના શાંઘાઈસ્થિત SAIC મોટર કંપનીની પેટાકંપની છે.

કોમેટ ઈવી કારની બેટરી રેન્જ સિંગલ ચાર્જમાં આશરે 230 કિ.મી. છે. આ કાર 17.3 kWh લિઓન બેટરીથી સંચાલિત છે. આ કાર IP67 રેટેડ છે, મતલબ કે પાણી અને ધૂળ સામે તે ખૂબ ઝીંક ઝીલી શકે છે. કારમાં ડ્યૂઅલ ફ્રન્ટ એરબેગ્સ, ABS +EBD, ફ્રન્ટ અને રીયરમાં 3 pt. સીટ બેલ્ટ્સ, રીયર પાર્કિંગ કેમેરા અને સેન્સર, બાળકો માટેની સીટ જેવા ફીચર્સ છે. આ કારનું બુકિંગ આવતી 15 મેથી શરૂ થશે. આ કારને ટાટા મોટર્સની ટાટા ટિયાગો અને ફ્રેન્ચ કંપનીની સિટ્રોએન કારને ટક્કર આપવા માટે લોન્ચ કરવામાં આવી છે. ટાટા ટિયાગો ઈવી કારની કિંમત છે રૂ.8.69 લાખથી રૂ.11.99 લાખ સુધી. સિટ્રોએનEC3ની કિંમત છે રૂ. 11.50 લાખથી રૂ.12.76 લાખ.