મુંબઈઃ ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ સોનાની દાણચોરીના રેકેટ પકડી પાડ્યું છે અને 18 સુદાની મહિલાઓની સાથે-સાથે એક ભારતીય મહિલાને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી રૂ. 10.16 કરોડના મૂલ્યનું 16.36 કિલોગ્રામ સોના સાથે ધરપકડ કરી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સંબંધિત પરિસરોમાં તપાસ દરમ્યાન આશરે રૂ. 85 લાખના મૂલ્યનું 1.42 કિલોગ્રામ સોનું, રૂ. 16 લાખની વિદેશી કરન્સી અને રૂ. 88 લાખની ભારતીય નોટો પણ જપ્ત કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે વિશેષ બાતમીને આધારે સોમવારે UAEથી મુંબઈ આવતા યાત્રીઓની એક સિન્ડિકેટ દ્વારા પેસ્ટના રૂપે સોનાની ભારતમાં દાણચોરી કરવામાં આવી રહી છે. DRIના અધિકારીઓએ શહેરના એરપોર્ટ કર કડક દેખરેખ રાખી રહ્યા છે. જે યાત્રીઓ પરણ ત્રણ ફ્લાઇટ્સમાં સિન્ડિકેટ આવવાની શંકા હતી, તેમની ઓળખ કરવામાં આવી હતી અને એરપોર્ટ પર DRI એક ટીમે તેમને અટકાવ્યા હતા. તેમની તપાસ દરમ્યાન DRIને પેસ્ટના રૂપે 16.36 કિલોગ્રામ સોનું સોનાના ટુકડા અને આભૂષણો મળ્યા હતાં, જેની કુલ કિંમત રૂ. 10.16 કરોડ હતી. તેમણે કહ્યું હતું કે દાણચોરીથી સોનું લાવી રહેલી 18 મહિલાઓ અને યાત્રીઓની આવ-જાનો સમન્વય કરતી એક ભારતીય મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું હતું કે જપ્ત કરવામાં આવેલા સોનાનો મોટા ભાગનો હિસ્સો સંદિગ્ધ યાત્રીઓના શરીર પર છુપાયેલો હતો, જેનાથી કીમતી ધાતુ માલૂમ કરવી ખૂબ મુશ્કેલ હતી. આગળની તપાસ ચાલુ છે, એમ અધિકારીએ કહ્યું હતું.
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના સરકારી બંગલાને લઈને ચાલી રહેલા વિવાદની વચ્ચે આપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કડે એલજી સકસેનાને અપીલ કરી છે કે તેઓ કેજરીવાલનું ઘર લઈ લે. તેમણે એલજી વીકે સકસેનાને કહ્યું છે કે તેઓ આપના સંયોજકનું ઘર લઈ લે અને પોતાનું ઘર મુખ્ય પ્રધાનને આપીને વિવાદને ખતમ કરે.
બંગલાના રિનોવેશનમાં રૂ. 45 કરોડનો ખર્ચ
કેજરીવાલ પર આરોપ લાગી રહ્યા છે કે તેમણે સત્તાવાર નિવાસસ્થાનના રિનોવેશન પર રૂ. 45 કરોડ ખર્ચ કર્યા છે. ભાજપ દ્વારા ઉઠાવવામાં આવેલા આ તાજા વિવાદિત મુદ્દામાં કોંગ્રેસ પણ સામેલ થઈ છે. દસ્તાવેજો મુજબ કુલ ખર્ચમાં 11.30 કરોડ ઇન્ટિરિયર ડેકોરેશનના, રૂ. 6.02 કરોડ પથ્થર અને માર્બલ ફ્લોરિંગ, રૂ. એક કરોડ ઇન્ટિરિયર કન્સલ્ટન્સી. રૂ. 2.58 કરોડ વીજ સંબંધી ફિટિંગ અને ઉપકરણ, રૂ. 2.85 કરોડ ફાયર ફાઇટિંગ સિસ્ટમ, રૂ. 1.41 કરોડ વાર્ડરોબ અને કિચન ઉકરણો પર રૂ. 1.1 કરોડ ખર્ચ સામેલ છે.
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે કોરોના રોગચાળો જ્યારે પિક પર હતો અને લોકોનાં મોત થઈ રહ્યાં હતાં, ત્યારે કેજરીવાલ બંગલાનું રિનોવેશન કરવામાં વ્યસ્ત હતા. કેજરીવાલે શીશમહલના રિનોવેશનમાં કરોડો રૂપિયા ખર્ચ કર્યા હતા. કેજરીવાલ એક સમયે કહેતા હતા કે એક રૂમના મકાનમાં રહેવું જોઈએ. કેજરીવાના નિવાસસ્થાને મરામત પર રૂ. 45 કરોડ ખર્ચ કરવા પર ભાજપે તેમને મહારાજા કહ્યું હતું. પાત્રાએ કહ્યું હતું કે કેજરીવાલ મહારાજના ન્યૂઝ ના ચલાવવા માટે મિડિયાને પ્રલોભન આપવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસ નેતા અજય માકને કેજરીવાલને યાદ અપાવ્યું હતું કે 2013માં કેજરીવાલે લાલ બત્તીવાળી કાર, વધારાની સુરક્ષા અને સત્તાવાર બંગલાનો ઉપયોગ નહીં કરવાના સોગંધ ખાધા હતા. તેમણે ડાયર પોલિશ વિયતનામ માર્બલ, મોંઘા પડદા, મોંઘા ગાલીચા ખરીદ્યા અને તેમની પાર્ટીનું નામ આમ આદમી પાર્ટી છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 9629 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 29 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,16,736 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,398 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,43,23,045 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 11,967 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 61,013એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.14 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.68 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,79,031 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 4.39 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 5.1 ટકા છે.
દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,50,086 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 5407 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
સિંગાપોરઃ કેફી દ્રવ્યોની દાણચોરી-હેરાફેરીના ગુના માટે અપરાધી જાહેર કરાયેલા ભારતીય-તામિલ નાગરિક તાંગારાજુ સુપૈયાહ (46)ને કોર્ટના આદેશાનુસાર આજે સવારે ફાંસી આપી દેવાઈ છે. આ જાણકારી સુપૈયાહના પરિવારના એક પ્રતિનિધિએ આપી છે. સુપૈયાહ પ્રતિ દયા બતાવવા અને તેને ફાંસી ન આપવાની પરિવારજનો તથા ફાંસીની સજા વિરોધી કાર્યકર્તાઓએ કરેલી અપીલને સિંગાપોર સરકારે માન્ય રાખી નથી. સુપૈયાહ 2013માં મલેશિયામાંથી 1 કિલો (2.2 પાઉન્ડ)થી વધારે વજનનો કેનાબીસ (ગાંજો) દાણચોરીથી સિંગાપોરમાં લાવતા પકડાઈ ગયો હતો.
સિંગાપોરની સરકાર માદક દ્રવ્યોની સખત વિરુદ્ધમાં છે અને ગુનેગારોને કડકમાં કડક સજા કરવા પ્રતિબદ્ધ છે. તેણે ગયા વર્ષે 11 ગુનેગારોને ફાંસી આપી હતી. કેફી દ્રવ્યો વિરુદ્ધ દુનિયામાં સૌથી કડક કાયદા સિંગાપોરમાં છે. આ માટે તેની દલીલ એવી છે કે સમાજને કેફી દ્રવ્યોના વ્યસનના દૂષણ સામે રક્ષણ આપવા માટે અપરાધીઓને મોતની સજા આપવી જરૂરી છે.
નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનની આગામી હિન્દી ફિલ્મ ‘જવાન’ની અમુક વિડિયો ક્લિપ્સ લીક થઈ ગઈ છે અને તે સોશિયલ મિડિયા પર ફરવા માંડી છે. આ વિશે ફરિયાદ કરાયા બાદ દિલ્હી હાઈકોર્ટે યૂટ્યૂબ, ગૂગલ, ટ્વિટર અને રેડિટ જેવા સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સને આદેશ આપ્યો છે કે તેઓ આ ક્લિપ્સને તાત્કાલિક રીતે દૂર કરે અને એનું સર્ક્યૂલેશન પણ રોકી દે.
આ કેસ શાહરૂખ અને એની પત્ની ગૌરી ખાનની માલિકીની પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે કર્યો છે. કોર્ટે અનેક ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને પણ આદેશ આપ્યો છે કે વેબસાઈટ્સ પર આ ક્લિપ્સના એક્સેસ પર પ્રતિબંધ મૂકી દો. ખાન દંપતીનો આરોપ છે કે ‘જવાન’ ફિલ્મના નિર્માણના ફૂટેજની બે વિડિયો ક્લિપ્સ લીક થઈ છે અને તે સોશિયલ મિડિયા પર મૂકવામાં આવી છે. આ ક્લિપ્સ લોકોને જોવા તથા ડાઉનલોડ કરવા ઉપલબ્ધ કરાઈ છે. એક ક્લિપમાં શાહરૂખને એક ફાઈટ સીક્વેન્સમાં દર્શાવવામાં આવ્યો છે જ્યારે બીજી એક ડાન્સ સીક્વેન્સ છે. ખાન દંપતીનો બીજો આરોપ એ છે કે ફિલ્મનું એક સ્ટુડિયોમાં બંધબારણે શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ પ્રતિવાદીઓએ સેટ પરની ચોક્કસ તસવીરોને લીક કરી દીધી છે. આ કોપીરાઈટના ભંગ સમાન છે.
દક્ષિણી ફિલ્મોના દિગ્દર્શક અરૂણકુમાર ઉર્ફે એટલી દ્વારા દિગ્દર્શિત સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ ‘જવાન’ તૈયાર થઈ ગઈ છે. તેનું ટીઝર અને ટ્રેલર રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં શાહરૂખ ડબલ રોલમાં જોવા મળશે. તેની સાથે દક્ષિણી ફિલ્મોનાં બે કલાકાર – વિજય સેતુપતિ અને નયનતારા પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ફિલ્મ આ વર્ષની 2 જૂને થિયેટરોમાં રિલીઝ કરાય એવી ધારણા છે.
કર્મ-કાંડી બ્રાહ્મણ કુટુંબમાં જન્મથી શરૂઆત કરી Life Insurance Corporation (LIC)માં ડિવિઝન મેનેજર સુધીની રસભરી સફર કરનાર હસમુખભાઈ(હરસુખભાઈ)ની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
શિવ-ભક્ત હસમુખભાઈ જોષીનો જન્મ જુનાગઢ, માંગરોળના બ્રાહ્મણ પરિવારમાં. મોસાળ અમરેલીમાં. કુટુંબમાં બે બહેન, એક ભાઈ. બાળપણમાં આર્થિક તકલીફ ઘણી ભોગવી. પિતાને કર્મકાંડી કામમાં નિષ્ફળતા મળતા સિહોર પાસે ગૌતમેશ્વર આશ્રમમાં આશ્રય લીધો. 1950માં દોરી અને લોટો લઈને અમદાવાદ આવ્યા. અમદાવાદ આવીને જીવન સુધર્યું! ફી માફી થતા અમરેલીથી શરુ કરેલ અભ્યાસ ચાલુ રાખ્યો. મેટ્રિકમાં ફર્સ્ટ-ક્લાસ મળ્યો. હેવમોરમાં 80 રૂપિયાના પગારથી પહેલી નોકરી શરૂ કરી! માતાની માંદગીમાં સાથે ન રહી શક્યા અને મરતી માતાને મળી શક્યા નહીં એ અફસોસ જીવન-ભર રહી ગયો. નાના નારણજી મોતીરામ ભટ્ટ તેમના આદર્શ! 20 વર્ષે LICમાં આસિસ્ટન્ટ તરીકે જોડાયા અને 40 વર્ષની નોકરી બાદ ડિવિઝન-મેનેજર તરીકે રીટાયર થયા! જીવનની સફળતામાં પત્નીનો અને LICનો સહકાર મુખ્ય!
નિવૃત્તિની પ્રવૃત્તિ :
રિટાયર થયા પછી પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીઓમાંથી લેક્ચર માટે ઘણાં ઇન્વિટેશન આવતાં અને ઘણું કામ કર્યું, પણ પછી જાત્રાઓ અને પ્રવાસમાં સમય વધુ જતા ઇન્સ્યોરન્સનું કામ ઓછું કર્યું. રોજ 7:00 વાગે ઊઠીને ચા-પાણી કરે. બે-ત્રણ કલાક સૂર્ય-નમસ્કાર, ધ્યાન, ઓમકાર, ગાયત્રી-મંત્ર, જપ, દ્વાદશ જ્યોતિર્લિંગનું સ્મરણ વગેરે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં જાય. 10 વાગે ફરી ચા જોઈએ, સાથે છાપા લઈને બેસે. બહારનું કામ હોય તો પતાવે. જમીને આરામ કરે. રોજ ગણપતિ અથર્વ-શિષ્યના પાઠ કરે. એક દિવસનો એક પાઠ તો થવો જ જોઈએ. મૃત્યુંજયના પાઠ પણ ચાલુ હોય. સાંજે પોણો કલાક સ્વિમિંગ કરે. ઘેર આવીને ટીવી જોઈ, જમી અને 11 વાગે સૂઈ જાય.
શોખના વિષયો :
માહિતી-પૂર્ણ વાંચન અને ધાર્મિક વાંચન બહુ ગમે. આપણા મહાભારત અને રામાયણ જેવા ગ્રંથોનું વાંચન નિયમિત કરે. મિત્રો અને કુટુંબીઓને મળવાનું ગમે. ભારતમાં ઘણું ફર્યા છે, બહુ પ્રવાસ કર્યા છે. દક્ષિણ-ભારત, ચારધામ, કૈલાશ અને માનસરોવર એમ ઘણું ફર્યા છે.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
નિયમિતતા, નિર્વ્યસન જીવન, અનુકૂળ અને નિખાલસ સ્વભાવ વગેરેને લીધે તબિયત ઘણી સારી છે. રોજ એક મુઠ્ઠી બદામ, ચાર ખજૂર અને ઋતુ પ્રમાણે ફળો લે છે. બંને આંખનાં મોતિયાનાં ઓપરેશન થયાં છે. હર્નિયાનું ઓપરેશન કરાવ્યું છે. ક્યારેય વાહન ચલાવ્યું નથી. સવારે બે કલાક યોગ, ભ્રામરી, અનુલોમ-વિલોમ કરે અને સાંજે પોણો કલાક સ્વિમિંગ કરે.
યાદગાર પ્રસંગ:
એકવાર મિત્રો સાથે રાજપીપળા ફરવા ગયા હતા. નર્મદામાં તરવા પડ્યા. જોરથી વહેણ આવ્યું અને અડધો કિલોમીટર જેટલું તણાયા. મિત્રોને એમ કે તરતા તો આવડે જ છે એટલે હમણાં નીકળી જશે! એ દિવસે ભગવાને જ બચાવ્યો બાકી ડૂબી ગયા હોત!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
નવી ટેકનોલોજી સાથે માણસે એડજસ્ટ થવું જ જોઈએ. તેમણે પણ પોતાની જરૂર જેટલું શીખી લીધું છે પણ શોખથી નહીં!
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
જમાનો આગળ વધતો જ રહે છે. સંજોગો પ્રમાણે શોધખોળો થતી રહે છે. ગાડાના દિવસો ગયા, અને વિમાનના દિવસો આવ્યા! અત્યારે બાળકોને અને યુવાનોને બહુ સ્કોપ મળે છે. તેમના બાર વર્ષના પૌત્રે હેરી પોટરની ઘણીબધી ચોપડીઓ વાંચી નાંખી છે. તેમને તેનો બહુ આનંદ છે પણ તેમને એમ થાય છે કે તેમણે એટલું બધું કેમ વાંચ્યું નહીં હોય?
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
તેમને 3 બાળકો અને 5 પૌત્ર-પૌત્રીઓ છે. યુવાનો સાથે ફાવે છે. યુવાનો સાથે જનરેશન ગેપ અવોઇડ કરવો જોઈએ. અડપટેબિલિટી હોવી જરૂરી છે. તેઓ સ્વિમિંગમાં જાય ત્યારે ઘણા મેડિકલ સ્ટુડન્ટ્સ સ્વિમિંગ માટે આવે છે. હસમુખભાઈની તબિયત જોઈને એ લોકો કહે કે “તમે તો અનિલ કપૂરને પણ પાછો પાડી દીધો!”
આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, કામકાજ અર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું જ કામ કરવુ યોગ્ય છે, ભક્તિ અને દાનકર્મ કરવું સારું કહી શકાય.
આજનો દિવસ સરસ અને મસ્તીમજાક વાળો છે, તમને તમારા કામમાં અન્યનો સાથ સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , પ્રિયજન સાથેના કોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.
આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, તમે કોઈના સહયોગી બનવાની સારી ભૂમિકા ભજવી શકો છો , વેપારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને તમે કોઈને યથાશક્તિ કંઇક દાન કરવાની વૃત્તિ જાગે તેવું પણ બની શકે છે.
આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, શાંતિ અને પ્રભુભકિતમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ ખટપટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામમાં જોખમથી દુર રહેવું, ધાર્મિકસ્થળે દર્શન કરવા જવાના અને ક્યાંક દાનકે ભેટ આપવાના યોગ પણ બની શકે છે.
આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય, મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય તેવું બની શકે છે.
આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈલાભની વાત આપ લે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ પણ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળી શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને સદ્કાર્ય કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.
આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, કોઈ ધાર્મિકસ્થળની મુલાકાતથી તમારું મન ખુશી અનુભવે.
આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈવાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ દિવસભર રહ્યા કરે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવાથી એકાગ્રતા અને મનની સ્થિરતા સારી રહે.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યુંકે મનનું કામ થઇ શકે તેની તમે સારી ખુશી અનુભવી શકો, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો છો, પરોપકાર કરવાની વૃતી જાગે, ધાર્મિકસ્થળમાં દાન,પુણ્ય,ભક્તિ કરવા જવાની ઈચ્છા જાગે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે અને તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામ કરવું સારું કહી શકાય, કોઈના કાર્યમાં મદદ કરવાથી મનને સારી ખુશી મળે.
આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈમાટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં આજે તમને અણધાર્યો સારો પ્રતિસાદ મળી શકે છે.