સુવિચાર – ૨૪ એપ્રિલ, ૨૦૨૩
સુવિચાર – ૨૪ એપ્રિલ, ૨૦૨૩
૨૪ એપ્રિલ, ૨૦૨૩
૨૪ એપ્રિલ, ૨૦૨૩
રાશિ ભવિષ્ય 24/04/2023
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજના દિવસમાં તમને ઉત્સાહ જોવા મળી શકે છે, અંગતમિત્રો સાથેની વાર્તાલાપમાં સારોસમય પસાર થાય તેમાં જુનાસ્મરણ તાજા થાય અને તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત થઈ શકે છે.
આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ થાય તેવા યોગ છે, કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે આરોગ્યબાબતે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના ભોગ પણ બની શકો છે.
આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા પણ થાય, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.
આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.
આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય જેમાં સારો પ્રતિભાવ જોવા મળી શકે છે, ક્યાય દાનદક્ષિણા આપવાના યોગ પણ બની રહ્યા છે.
આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાકમશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે મિત્રોના કોઈ કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને તેમાં તમારું મન સારું પ્રસન્ન રહે તેવું બની શકે છે.
આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. મિત્રોકે ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું, પ્રભુભક્તિમાં સમય વધુ પસાર કરવાની ઈચ્છા થાય અને ધાર્મિકસ્થળની મુલાકાત કરવાથી મનને શાંતિ પણ મળે.
આજે મિત્રો સાથે સારો સમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. લાગણીભર્યા જુનાસંબંધ અચાનક યાદ આવી શકે છે. કોઈ કાર્ય બાબતની ક્યાય મિલનમુલાકાત થવાથી તમને સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.
આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને યથાશક્તિ દાન આપવું ઇચ્છનીય છે, પ્રભુમાં ચિત્ત રાખવું યોગ્ય કહી શકાય.
આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય, આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈ વાત સંભાળવા મળે કે જાણવા મળી શકે છે, નાનાઅંતરની મુસાફરી પણ થઈ શકે છે.
આજે એકલા હાથે ઘણા કામ કરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય, ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.
રાશિ ભવિષ્ય 24/04/2023 થી 30/04/2023
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
સપ્તાહ દરમિયાન કાયદાકીયપ્રશ્નથી માનસિકથાકની લાગણી જગાવે તેના કારણે ક્યાંક ખોટીવાર્તાલાપ કે વાદવિવાદની ઘટના બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી જરૂરી છે. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયાનિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે. કોઈને વણમાગી સલાહસુચન ના આપવા, ખટપટી લોકોથી દુર રહેવામાજ શાણપણ છે, સ્પર્ધાત્મકપરિક્ષામા આત્મવિશ્વાસ સારો જોવા મળી શકે છે, નવાઆયોજનના વિચારો અને દ્વિધા વધુ જોવા મળી શકે છે.
આકસ્મિકખર્ચા વધે તેવા બનાવ બની શકે છે, પરિવાર સાથે મુસાફરી થઈ શકે છે ,અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીની તમે મજાકકરવાની વૃતિવાળા બનો. જૂનીઓળખાણકે જૂનીયાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે, વેપારના કામકાજમા ઉત્સાહને સફળતા જોવા મળે તેવી વાત બને, જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવા માટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ નવીરીત શીખવી હોયતો આ સમયનો સદઉપયોગ કરવો સારો છે, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક આગળ વધી શકે છે.
મહેનત કરતા ઓછુફળ મળવાની ફરિયાદ મનમા વધુ રહે, ક્યારેય વાણીવિલાસ ના થાય તેનુ દયાન રાખવુ ઇચ્છનીય છે. ધરમાંકે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે, વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે, નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ સારુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.
સાહસિકવૃત્તિ જોવા મળે, આવક-જાવક સરખી રહે, મિલનમુલાકાતકે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમારી હાજરીનુ વર્ચસ્વ પણ દેખાય, વેપારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાનીવૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.
સપ્તાહ દમિયાન સફળતા વધુ જોવા મળે, વિચારોની માયાજાળમા ફસાયેલા રહો, વેપારના કામકાજમા ધીરજનો અભાવ વર્તાય પણ તેની અસર કામકાજમા ખાસ ન પડે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફથી પણ પરેશાની રહે તેમા ઉકેલ પણ આપ મેળે મળી જાય, તમારી લાગણી અન્ય લોકો સારી રીતે સમજી શકે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે અને ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો, ક્યાંક આળસવૃતીકે આરામ કરવાની ભાવના વધુ જાગે, હિતશત્રુ કે ખટપટી વ્યક્તિથી તમારો કુદરતી રીતે સારો બચાવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારકે વિવાહિતવર્ગ માટે સારા સંજોગો ઉભા થઈ શકે છે.
સપ્તાહ દરમિયાન પરિવાર સાથે મનદુઃખ ના થાય તેની દકેદારી રાખવી, છાતી, ફેફસાના દર્દ હોય તેવા લોકોએ દવાબાબત ચોકસાઈ રાખવી, ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિકકાર્ય માં કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતુ હોય તેમના માટે કોઈ સારીવાત જાણવા મળે, પસંદગીની ચીજવસ્તુની ખરીદી કરવામા ગણતરી કરતા વધુ ખર્ચ થઈ શકે છે.
ઘરમા કોઈને સ્વાસ્થબાબત નાનીમોટી તકલીફ ના થાય તેનુ ધ્યાન રાખવુ, લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થઈ શકે છે, જૂનીવાત ક્યાય અટકેલી હોય તેમા પણ પ્રયત્ન કરવામા આવેતો નસીબ જોગસંજોગ પણ સાથ આપી શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા મળી શકે છે, મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે આનંદઉત્સાહ અનુભવી શકો છે, તમારામા સહકાર આપવાની ભાવના વધુ જાગે તેવુ પણ બની શકે છે, ભાઈ-બહેનો, મિત્રો તરફથી સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.
કામકાજમા ગણતરી કરતા વધુ મહેનત થયા બાદ ફળ મળે, કામકાજમા ધીરજ અને સમજણનો વ્યવહારુ અભિગમ રાખવો જરૂરી છે, જાહેરજીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે, ઘરમાકે નજીકના સગાસ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે, વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકાર કે માર્ગદર્શન સારુ મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ પણ વધી શકે છે.
કોઇપણ પ્રકારની મિલનમુલાકાત સફળ થઈ શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબતથી તકેદારી રાખવી, ખટપટ કરનારવર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી કોઈની ખોટીવાતમા દોરવાઈ ના જવાય, વેપારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે, સલાહ, ઠપકો કે કઈપણપ્રકારનુ માર્ગદર્શન કોઈને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમા તેને કોઈ ગેરસમજ ના થઇ જાય, વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટશબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહપૂર્વક વર્તવાથી ઘણીશાંતિ અને સરળતા તમારા વ્યવહારમા રહી શકે છે.
રોકાણ માટે કે નવાકોઇપણ આયોજન માટે સમય સાથ આપી શકે છે, યાત્રાકે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિકભાવના વધુ જાગે અને લોકકલ્યાણના વિચારો આવે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુમહેનત કરવાથી સારા ફળની પ્રાપ્તિ થઇ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત બની શકે છે, લગ્નમાટેની વાતચીત ગોઠવવી અને તેમા મિલનમુલાકાત કરવી ફાયદાકારક બની શકે છે, વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આ સપ્તાહ દરમિયાન તેમા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે છે.
તમારા સંબંધને મજબુત રાખવા પ્રયત્ન કરવા પડે, કામકાજમા વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો, કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે તેમજ કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે, ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, વેપારમા કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થઈ શકે છે માટે તકેદારી રાખવી, મુસાફરી, થોડી કંટાળાજનક, સમય અને નાણાનોવ્યય થાય તેવો રહી શકે શકે છે.
પરિવાર, સહ-કર્મચારી સાથે સુમેળ થોડો ઓછો જોવા મળે માટે વાર્તાલાપ અને વર્તણુકમા યોગ્યગણતરી રાખવી સલાહભરી છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમા કામ કરવાથી લાભ થઈ શકે છે. મુસાફરીનુ આયોજન થઈ શકે છે, પેટ,અપચાની તકલીફ બાબતે તકેદારી રાખવી, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિકકે ધાર્મિકકામકાજમા જોડાવાની વૃતિ વધુ જાગે, કોઈપ્રવૃત્તિમા અન્યનો સાથસહકાર મળી શકે છે, નાણાની લેવડદેવડ તેમજ પ્રેમસંબંધમા ધીરજ અને જાગૃતતા રાખવી ઇચ્છનીય છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 227 કેસ નોંધાયા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 227 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે એક પણ કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી. સૌથી વધુ કેસ આજે અમદાવાદમાં 95 નોંધાયા છે. જ્યારે સુરતમાં 25, વડોદરામાં 25, સાબરકાંઠામાં 16 અને મહેસાણામાં 11 કેસ નોંધાયા છે. તો બીજી તરફ રાજ્યમાં રિકવરી રેટ 99 ટકા પર પહોંચી ગયો છે. હાલમાં રાજ્યમાં 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 1875 દર્દીઓની હાલત સ્થિર છે. આમ ગુજરાતમાં કોરોનાના કેસમાં છેલ્લા બે દિવસથી આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે.

દેશમાં ફરી એકવાર કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાનો ખતરો ફરીથી ઉભો થતો દેખાઇ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ 10,000થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 10 હજાર 112 કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, આ નવા કેસ બાદ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને હવે 67 હજાર 806 થઈ ગઈ છે. તો સાથે સાથે છેલ્લા 24 કલાકમાં 9 હજાર 833 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.
IPL 2023 : ચેન્નાઈએ કોલકાતાને 49 રનથી હરાવ્યું
IPL 2023ની 33મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 49 રનથી હરાવ્યું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા હતા. અજિંક્ય રહાણેએ 29 બોલમાં 71 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સિવાય શિવમ દુબેએ 21 બોલમાં 50 રન અને ડેવોન કોનવેએ 40 બોલમાં 56 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 186 રન બનાવી શકી હતી. જેસન રોયે 26 બોલમાં સૌથી વધુ 61 રન બનાવ્યા હતા. આ સાથે જ રિંકુ સિંહે 33 બોલમાં 53 રનની અણનમ ઇનિંગ રમી હતી.
A convincing 4️⃣9️⃣-run win for @ChennaiIPL in Kolkata 🙌🏻
They move to the 🔝 of the Points Table 😎
Scorecard ▶️ https://t.co/j56FWB88GA #TATAIPL | #KKRvCSK pic.twitter.com/u7LJLGwKyC
— IndianPremierLeague (@IPL) April 23, 2023
આ જીત સાથે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. સાત મેચમાં પાંચ જીત અને બે હાર સાથે તેના 10 પોઈન્ટ છે. આ સાથે જ કોલકાતાની ટીમના સાત મેચમાં બે જીત અને પાંચ હાર સાથે ચાર પોઈન્ટ છે. ટીમ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે.
ગુજરાતમાં TET-2ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ
ગુજરાતભરમાં ટીચર એલિજિબિલિટી ટેસ્ટની પરીક્ષા યોજાઈ હતી. 2 લાખ 76 હજાર ઉમેદવારો પરીક્ષા આપી છે. આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ છે. જેમાં ગુજરાતી માધ્યમના 2 લાખ, 65 હજાર, 791 ઉમેદવારો, અંગ્રેજી માધ્યમના 6 હજાર 113 ઉમેદવારો અને હિન્દી માધ્યમમાં 4 હજાર, 162 ઉમેદવારો પરીક્ષા આપી. હતી.મહત્વનું છે કે, ધોરણ 6થી 8માં શિક્ષક બનવા માટે ફરજિયાત TET 2ની પરીક્ષા 6 વર્ષ બાદ લેવામાં આવી છે. પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે ખાસ SOP બનાવાઈ હતી જેમાં ગેરરીતિ અટકાવવા PATA એપ્લિકેશનનો પણ ઉપયોગ કરાયો હતો. ઉલ્લેખનિય છે કે અમદાવાદ જિલ્લામાં 70 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપી છે તેમજ રાજ્યના કુલ 900 પરીક્ષા કેન્દ્ર પરથી પરીક્ષા લેવાઈ છે. જે પરીક્ષાને લઈ પરીક્ષાર્થી જણાવ્યું કે, પેપર સહેલું હતું તેમજ કોઈ પણ પ્રશ્ન એવો ન હતો જે મુજવણમાં મુકી શકે.

ગત રવિવારે યોજાઈ હતી ટેટ-1ની પરીક્ષા
છેલ્લા રવિવારે રાજ્યભરમાં ટેટ-1ની પરીક્ષા લેવાઇ હતી. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અને કોઇ ગરબડી વિના આ પરીક્ષાપૂર્ણ થતાં પરીક્ષાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો. આ પરીક્ષા માટે કુલ 86 હજાર જેટલા ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જે પૈકી 73, 279 ઉમેદવારો હાજર રહ્યા. જ્યારે 12762 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.
દેશમાં હવે પાણી પર પણ દોડશે મેટ્રો
જમીનથી પાણીની અંદર મેટ્રો દોડ્યા બાદ હવે ટૂંક સમયમાં દેશમાં મેટ્રો પાણી પર દોડવા જઈ રહી છે. દેશની પ્રથમ વોટર મેટ્રો કેરળના કોચીમાં શરૂ થવાની છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 25 એપ્રિલ (મંગળવારે) તિરુવનંતપુરમથી તેનું ઉદ્ઘાટન કરશે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને તેને રાજ્યનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાવ્યો છે. છેવટે, વોટર મેટ્રો શું છે અને તેના પર કેવી રીતે મુસાફરી કરી શકાય? ચાલો તેના વિશે બધું જાણીએ.
PM Modi to dedicate nation’s first Water Metro during Kerala visit
Read @ANI Story | https://t.co/BLrV2u11Xn#PMModi #Kerala #WaterMetro #PMKeralaVisit pic.twitter.com/EykYKbabJL
— ANI Digital (@ani_digital) April 23, 2023
કોચી વોટર મેટ્રોનું નિર્માણ પોર્ટ સિટીમાં રૂ. 1,136.83 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ કોચીની આસપાસ સ્થિત 10 ટાપુઓને જોડવામાં આવશે. આ માટે બેટરીથી ચાલતી હાઇબ્રિડ બોટનો ઉપયોગ કરવામાં આવશે. જ્યાં આ બોટોમાં અદ્યતન ટેકનોલોજી હશે. સાથે જ તે ઈકો ફ્રેન્ડલી પણ હશે. કેરળ વોટર મેટ્રો સંપૂર્ણપણે વાતાનુકૂલિત, ઇકો-ફ્રેન્ડલી છે અને દિવ્યાંગો માટે સુવિધાઓનું પણ ધ્યાન રાખે છે.
Kerala | On 25th April, PM Modi will dedicate to the nation India’s first Water Metro. Water Metro is a unique urban mass transit system with the same experience and ease of travel as that of the conventional metro system. It is very useful in cities like Kochi. pic.twitter.com/QxxlF04Nww
— ANI (@ANI) April 23, 2023
આ રૂટ પર શરૂ થશે
વોટર મેટ્રો પ્રોજેક્ટમાં 78 ઇલેક્ટ્રિક બોટ અને 38 ટર્મિનલ હશે. આ પ્રોજેક્ટ કેરળ સરકાર અને KFW દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. KfW એ ફંડિંગ એજન્સી છે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં તેને હાઈકોર્ટ-વાઈપિન ટર્મિનલ અને વિટ્ટીલા-કક્કનાડ ટર્મિનલ વચ્ચે શરૂ કરવામાં આવશે. માહિતી અનુસાર, વાઈપિનથી હાઈકોર્ટ વચ્ચેનું અંતર 20 મિનિટમાં જ્યારે વિટ્ટિલાથી કક્કનાડ સુધીનું અંતર 25 મિનિટમાં પહોંચી શકાય છે. શરૂઆતમાં વોટર મેટ્રો સવારે 7 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલશે. તે પીક અવર્સ દરમિયાન દર 15 મિનિટે ઉપલબ્ધ રહેશે.
કોચી મેટ્રો અને વોટર મેટ્રો માટે સમાન કાર્ડ
ખાસ વાત એ છે કે કોચી મેટ્રો અને વોટર મેટ્રો બંને એક જ કાર્ડ દ્વારા મુસાફરી કરી શકે છે. આ માટે મુસાફરોએ કોચી-1 કાર્ડનો ઉપયોગ કરવાનો રહેશે. ઉપરાંત, તેઓ ડિજિટલ રીતે પણ ટિકિટ બુક કરી શકે છે. વોટર મેટ્રોમાં વન ટાઈમ ટ્રાવેલની ટિકિટની સાથે સાપ્તાહિક, માસિક અને ત્રણ મહિનાના પાસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ડિસ્કાઉન્ટ પાસ પણ
વોટર મેટ્રોમાં ડિસ્કાઉન્ટ પાસની સુવિધા પણ આપવામાં આવી છે. સાપ્તાહિક પાસ 180 રૂપિયા છે. આ 12 વખત મુસાફરી કરી શકે છે. 50 ટ્રિપ્સ સાથેના 30-દિવસના પાસની કિંમત 600 રૂપિયા છે, જ્યારે 150 ટ્રિપ્સ સાથે 90-દિવસના પાસની કિંમત 1,500 રૂપિયા છે.
અમૃતપાલ સિંહની ધરપકડ પર કેજરીવાલે આપી પ્રતિક્રિયા
ખાલિસ્તાની સમર્થક અને વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહની પોલીસે પંજાબમાં ધરપકડ કરી છે. આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ અંગે પ્રતિક્રિયા આપી છે. કેજરીવાલે કહ્યું કે તેઓ પંજાબમાં શાંતિ અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને આ માટે કડક નિર્ણય લેવા પણ તૈયાર છે. તેમણે કહ્યું કે પંજાબ સરકારે ખાલિસ્તાની અમૃતપાલ સિંહની ધરપકડ કરીને કાયદો અને વ્યવસ્થા તોડવાનો પ્રયાસ કરનારાઓને કડક સંદેશ આપ્યો છે.
Amritpal Singh kept in Dibrugarh jail’s isolation cell; to be interrogated by RAW, IB
Read @ANI Story | https://t.co/62RKXZDqjg#AmritpalSingh #DibrugarhJail #PunjabPolice pic.twitter.com/tppusrylkl
— ANI Digital (@ani_digital) April 23, 2023
દિલ્હીના સીએમ કેજરીવાલે વધુમાં કહ્યું કે અમૃતપાલના નજીકના મિત્રો સામે છેલ્લા એક મહિનાથી સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમૃતપાલના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ પછી તેની સામે કોઈ વિકલ્પ ન રહ્યો અને તેની ધરપકડ કરવી પડી. તેમણે કહ્યું કે પંજાબના સીએમ ભગવંત માનએ ખૂબ જ પરિપક્વતા અને હિંમત સાથે આ મિશનને પૂર્ણ કર્યું છે. પંજાબ પોલીસે આખા મિશનમાં કોઈ પણ જાતના રક્તપાત અને ગોળીબાર વિના આ સફળતા મેળવી છે. તેમણે સમગ્ર મિશન દરમિયાન શાંતિ જાળવવા અને પંજાબ સરકારને સમર્થન આપવા બદલ પંજાબના લોકોનો આભાર માન્યો છે.
અમૃતપાલ સિંહની ધરપકડ પર સંજય સિંહે શું કહ્યું?
તે જ સમયે, AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું, “અમૃતપાલ સિંહની ધરપકડથી સાબિત થઈ ગયું છે કે આમ આદમી પાર્ટીની સરકાર કાયદો અને વ્યવસ્થા સાથે કોઈ બાંધછોડ નહીં કરે. પંજાબના લોકોની સુરક્ષા અમારા માટે સર્વોપરી છે. પંજાબ તે છે. ભારતના લોકોને શાંતિ, શાંતિ અને સુખ પ્રદાન કરવાની અમારી પ્રાથમિકતા છે. આજે સાબિત થઈ ગયું છે કે સીએમ ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર જરૂર પડ્યે કડક પગલાં લઈ શકે છે. છેલ્લા એક મહિનાથી સતત કાર્યવાહી કરવામાં આવી રહી હતી. અમૃતપાલના નજીકના સાથીદારો સામે કાર્યવાહી કરવામાં આવી. અમૃતપાલના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા. આ પછી અમૃતપાલ પાસે કોઈ વિકલ્પ બચ્યો ન હતો અને તેને આત્મસમર્પણ કરવાની ફરજ પડી હતી અને પંજાબ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.”




