નવી દિલ્હીઃ ગુજરાતના ગોધરામાં 2002માં સાબરમતી એક્સપ્રેસમાં આગ લગાવનારા આઠ દોષીઓને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. જેથી ઉંમરકેદની સજા ભોગવી રહેલા લોકોને કોર્ટમાંથી રાહત મળી છે. આ બધા દોષી 17થી 20 વર્ષની સજા ભોગવી ચૂક્યા છે. જોકે સુપ્રીમ કોર્ટે ચાર દોષીઓને હાલમાં જામીન આપવાથી ઇનકાર કરી દીધો હતો. નીચલી કોર્ટે ફાંસીની સજા આપી હતી, પણ ત્યાર બાદ હાઇકોર્ટે ઉંમરકેદમાં ફેરવી કાઢી હતી.
સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ પી. એસ. નરસિંહાની બેન્ચે ગોધરા મામલામાં દોષીઓના જામીન મામલે નિર્ણય કર્યો હતો. જામીન મેળવનારા આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે જામીનની શરતો પૂરી કરીને બાકીના લોકોને જામીન પર છોડવામાં આવે. દોષીઓના વકીલ સંજય હેગડેએ ઇદને ધ્યાનમાં રાખીને જામીન પર છોડવા માટે અપીલ કરી હતી.
ઘટના શું હતી?
સુપ્રીમ કોર્ટે 2002ના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લગાડીને 59 લોકોને જીવતા સળગાવી માર્યાના મામલે આજીવન કેદની સજા ભોગવી રહેલા અબ્દુલ રહેમાન ધંતિયા, અબ્દુલ સત્તાર ઇબ્રાહિમ ગદ્દી સહિત 27 દોષી તરફથી દાખલ થયેલી જામીન અરજી પર સુનાવણી કરી હતી.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે આ માત્ર પથ્થરમારો મામલો નથી. દોષીઓએ સાબરમતી એક્સપ્રેસની એક બોગીને બંધ કરી દીધી હતી. જેનાથી ટ્રેનમાં સવાર 59 યાત્રીઓનાં મોત થયાં હતાં અને સેંકડો લોકો ઘાયલ થયા હતા.















શ્રેષ્ઠ સંસ્કૃતિ ગણી શકાય. એક સમય હતો જયારે વિદેશથી યાત્રીઓ ભારતને સમજવા આવતા. ભારતીય શિક્ષણની ખ્યાતી એટલે દુર સુધી પહોંચી કે વિદેશી વિદ્યાર્થીઓ આપણી વિદ્યાપીઠો માં અભ્યાસ અર્થે આવતા. આકર્ષણ એટલું વધ્યું કે કેટલાક લોકોને ભારતને પોતાનું કરી લેવાની ઈચ્છા થઇ અને આક્રમણો પણ થયા. ક્યારેક ભૂમિ તો ક્યારે અન્ય કશુક પામવા માટે અલગ અલગ પ્રજાએ ભારત ને પામવા પ્રયત્ન કર્યા અને એમથી કેટલાક સફળ પણ રહ્યા. જયારે જયારે કોઈ રાજવી અન્ય રાજ્ય પર રાજ્ય કરે ત્યારે પ્રજા એના પ્રભાવમાં આવે તે સ્વાભાવિક છે. પણ કોઈ સત્તા છોડી દે પછી પણ એનો પ્રભાવ વધ્યા કરે એ અચંબો પમાડી શકે. આપણે પશ્ચિમના રંગે એવા રંગાયા કે ભૌતિક્તાવાદ આપણા આધ્યાત્મવાદ પર સવાર થઇ ગયો. હવે આપણે આપણી જ સંસ્કૃતિ પર સંશોધન કરવું પડે એવી સ્થિતિ આવી ગઈ છે. આવા સમયે આપણા શાસ્ત્રોની સમજણ આપણને સાચો માર્ગ સુજાડી શકે છે. એમાંથી સુખી થવાના નિયમો આપતું શાસ્ત્ર એટલે વાસ્તુ શાસ્ત્ર.


