નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 11,683 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 28 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,48,69,684 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,258 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,42,72,256 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 10,780 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 66,170એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.15 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.67 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 2,29,739 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.48 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 4.39 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 5.1 ટકા છે.
દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,31,979 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 3647 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
વોશિંગ્ટનઃ અમેરિકામાં વસતા ભારતીયોની 44 સંસ્થાઓની ગઈ કાલે અહીં એક સભા મળી હતી અને એમાં તેમણે અનેક ભારતીય સંસ્થાઓ, મંદિરો તેમજ ભારતીય દૂતાવાસો પર તાજેતરમાં કરવામાં આવેલા હુમલા, ગુંડાગીરી, તોડફોડની ઘટનાઓને વખોડી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે અમેરિકાના સેન ફ્રાન્સિસ્કો, બ્રિટનના લંડન અને ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરમાં આવેલી ભારતીય દૂતાવાસ પર તાજેતરમાં હુમલા કરવામાં આવ્યા હતા. ઉક્ત સભામાં હાજર ભારતીય સમુદાયનાં લોકોએ કહ્યું હતું કે આ હુમલાઓને કારણે સમુદાયમાં આઘાત અને ભયની લાગણી ફરી વળી છે.
આ ભારતીય-અમેરિકન લોકો ‘ઈન્ડિયન ડાયાસ્પરા અગેન્સ્ટ હેટ’ (દ્વેષ વિરોધી ભારતીય વસાહતી સમુદાય) બેનર હેઠળ એકત્ર થયાં હતાં. અનેક અગ્રગણ્ય ભારતીય-અમેરિકન નાગરિકો તથા અનેક ધાર્મિક, સાંસ્કૃતિક સંસ્થાઓનાં પ્રતિનિધિઓ આ સભામાં હાજર રહ્યાં હતાં. તેમણે હિંસક હુમલાઓને વખોડી કાઢતા એક પત્ર પર સહી કરી હતી. આ પત્ર દ્વારા એમણે કેન્દ્રીય, રાજ્યોના તેમજ સ્થાનિક પોલીસ સત્તાધિશોને વિનંતી કરી છે કે ભારતીય-અમેરિકન સમુદાયનાં લોકોની સુરક્ષા જળવાય એ માટે તેઓ પગલાં લે અને હુમલાઓ માટે જવાબદાર ઉપદ્રવી લોકો સામે ત્વરિત પગલાં લે.
શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના પૂંચ જિલ્લામાં ગઈ કાલે એક આતંકવાદી હુમલામાં ભારતીય સેનાના પાંચ જવાનનું મરણ નિપજ્યા બાદ સુરક્ષા દળોએ હુમલાખોર આતંકવાદીઓની સઘન શોધખોળ આદરી છે. તે આતંકવાદીઓ જિલ્લાના બટા-દોરિયા વિસ્તારના ગાઢ જંગલમાં છુપાયા હોવાની શંકા છે. સુરક્ષા જવાનોએ તે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને સ્નિફર શ્વાનોની પણ મદદ લીધી છે. પૂંચ અને રાજૌરી જિલ્લાઓના સરહદીય વિસ્તારો અને નિયંત્રણ રેખા નજીકના વિસ્તારોમાં હાઈ-એલર્ટ ઘોષિત કરી દેવામાં આવ્યું છે.
શહીદ જવાનોનાં નામ જાહેર કરાયા
દરમિયાન, ભારતીય સેનાએ ગઈ કાલના ટેરર હુમલામાં શહીદ થયેલા પાંચ જવાનોનાં નામ જાહેર કર્યા છેઃ હવિલદાર મનદીપ સિંહ, લાન્સ નાયક દેબાશિષ બસ્વાલ, લાન્સ નાયક કુલવંત સિંહ, સિપાઈ હરકિશનસિંહ અને સિપાઈ સેવકસિંહ. આ જવાન ભારતીય સેનાના રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટ સાથે જોડાયેલા હતા અને એમને કશ્મીરના વિસ્તારમાં ત્રાસવાદી-વિરોધી કામગીરીઓ બજાવવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા.
Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસતા વધુ રહે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે, કોઈ જાહેરપ્રસંગમાં જવાના યોગ છે તેમાં જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમાં ના આવી જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી.
આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.
આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવું બની શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા, જીવનસાથી સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી માનસિક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ અનુભવના આધારેજ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે , જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમભર્યા કામન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવું બની શકે છે.
આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુંચ હોય તને ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, કામમાં ઉત્સાહ સારો રહે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, આરોગ્યબાબતે થોડું સાચવવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું વધુ સારું.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવું બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી સારું ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે.
રાજયોગમાં પરમાત્મા પોતે આવીને પોતાનો પરિચય આપે છે. માટે જ ગીતામાં કહ્યું છે કે જ્યારે હું આવીને મારો પરિચય આપું છું ત્યારે મને મારા વડે જાણી શકાય છે. દરેક ધર્મશાસ્ત્ર જેવા કે શ્રીમત ભગવત ગીતા, બાઇબલ, કુરાન વિગેરેમાં પણ લખ્યું છે કે જ્યારે ધર્મની અતિ ગ્લાની થશે અને લોકો ખોટું કાર્ય કરતા અચકાશે નહીં, માનવતા જેવી કોઈ ચીજ નહીં હોય તેવા સમયે પરમાત્મા આવશે. હવે આપણે પોતાને પૂછીએ કે શું અત્યારે તે સમય નથી ચાલી રહ્યો?
જ્યારે ધર્મની અતિ ગ્લાનિ થાય છે તે સમયે પરમાત્મા આ સૃષ્ટિ પર આવીને સતધર્મની ફરીથી સ્થાપના કરે છે. વર્તમાન સમયે પરમાત્મા સૃષ્ટિ પર અવતરિત થઈને પોતાનો સાચો પરિચય આપે છે. પરમાત્મા પણ એક આત્મા છે પરંતુ તેઓ શરીર ધારણ નથી કરતા. તેમનું નામ આત્મા ઉપર છે જે બદલાતું નથી. પરમાત્મા હંમેશા પાવન રહે છે. તેઓ પરમધામના નિવાસી છે. સર્વ ગુણોના સાગર છે. પરમધામ એટલે આત્માઓ તથા પરમાત્માને રહેવાનું સ્થાન. આજે આપણે જ્યારે દુઃખી હોઈએ છીએ ત્યારે ભગવાને પોકારી એ છીએ. આ સમયે આપણી નજર ઉપર જાય છે કારણકે આત્માના પિતા પરમાત્મા ઉપર પરમધામના નિવાસી છે.
પરમાત્મા અવતરિત થઈને આપણને સૌથી પહેલા બતાવે છે કે તમે એક ચૈતન્ય શક્તિ આત્મા છો. તેઓ આત્માના ગુણો તથા સ્વરૂપ અંગે પણ સમજાવે છે. મનુષ્ય આત્મા ચૈતન્ય શક્તિ છે. જે આંખોથી જોઈ શકાતી નથી. આત્માના સાત ગુણો છે – પ્રેમ – સુખ – શાંતિ – આનંદ – પવિત્રતા – જ્ઞાન અને શક્તિ. પરમાત્મા ઉપર પરમધામના રહેવાસી છે તે જાણ્યા પછી આપણા માટે એ સ્પષ્ટ થઇ જાય છે કે પરમાત્માને કઈ જગ્યાએ યાદ કરવા. પરમાત્માનું નામ શિવ છે. જેમને પ્યારથી અમે શિવબાબા કહીએ છીએ. શિવનો અર્થ છે બિંદુ. શિવ અર્થાત શાંતિ. તેઓ મનુષ્ય આત્માઓના પિતા છે. માટે અમે તેમને પ્યારથી બાબા કહીએ છીએ. આમ શિવબાબા પોતાનો પરિચય આપે છે કે તેઓ શાંતિના સાગર છે, પવિત્રતાના સાગર છે, પ્રેમના સાગર છે.
મનુષ્ય આત્માઓ તથા પરમાત્મામાં મુખ્ય અંતર એ છે કે મનુષ્ય આત્માઓ શરીર ધારણ કરે છે, જન્મ મરણના ચક્કર માં આવે છે. જેથી મનુષ્ય આત્માની બેટરી ડિસ્ચાર્જ થતી જાય છે. પરમાત્મા જન્મ-મરણ રહિત છે આથી તેમની સતો પ્રધાનતા કાયમ રહે છે. માટે પરમાત્મા જ એક એવી શક્તિ છે જે કળિયુગના અંત સમયે તમામ મનુષ્ય આત્માઓને રાવણની જેલથી છોડાવે છે અને પાવન બનાવીને પોતાની સાથે પરમધામ ઘેર લઈ જાય છે. જે ચક્રમાં નથી આવતા તેમને આખા ચક્ર (ખેલ)નો પૂરો ખ્યાલ હોય છે. પરમાત્મા આપણને આ સૃષ્ટિચક્રનું પણ જ્ઞાન સમજાવે છે. આ ચક્ર કેવી રીતે ફરે છે તથા તેમાં મુખ્ય એક્ટર્સનો પાર્ટ શું છે? તે પણ સમજાવે છે. આજ સુધી પરમાત્માના પાર્ટ અંગે પણ અનેક મતમતાંતર છે. જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે કહીએ છીએ કે – ‘ભગવાન મારી મુશ્કેલી દૂર કરો’.
સ્પેસએક્સ સ્ટારશિપ પરીક્ષણ દરમિયાન ગુરુવારે (20 એપ્રિલ) વિશ્વનું સૌથી મોટું રોકેટ વિસ્ફોટ થયું. ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. સ્પેસ એક્સે કહ્યું છે કે આપણે આવા પરીક્ષણોમાંથી શીખીએ છીએ. આ જ સફળતા લાવે છે. અગાઉ આ પરીક્ષા ટેકનિકલ કારણોસર મુલતવી રાખવામાં આવી હતી.
The tallest and most powerful rocket ever built launching. The liftoff of SpaceX Starship pic.twitter.com/meav59yVmn
મસ્કે ટ્વીટ કરીને સ્પેસએક્સ ટીમને અભિનંદન આપ્યા અને કહ્યું કે આનાથી અમે થોડા મહિનાઓ પછી યોજાનારી ટેસ્ટ વિશે ઘણું શીખ્યા છીએ. કંપનીના જણાવ્યા અનુસાર, તે ટેક ઓફ કર્યાની થોડી જ મિનિટોમાં વિસ્ફોટ થયો હતો. સ્પેસએક્સે જણાવ્યું હતું કે ટીમ આગામી પરીક્ષણ સંબંધિત ડેટા એકત્રિત અને સમીક્ષા કરી રહી છે. કંપનીએ ટેસ્ટ પહેલા એક વીડિયો પણ જાહેર કર્યો હતો, જેમાં સ્ટારશિપ ટેસ્ટ દેખાય છે.
સ્ટારશિપનું લોન્ચિંગ અગાઉ 17 એપ્રિલના રોજ થવાનું હતું, પરંતુ સ્ટેજમાં ઇંધણના દબાણની સમસ્યાને કારણે તે મોકૂફ રાખવામાં આવ્યું હતું. ઈલોન મસ્કે પોતે ટ્વીટ કરીને આ વિશે જણાવ્યું હતું. કૃપા કરીને જણાવો કે વિશ્વના સૌથી મોટા રોકેટ સ્પેસએક્સની લંબાઈ 120 મીટર (લગભગ 394 ફૂટ) છે. તેનો વ્યાસ 29.5 ફૂટ છે. કંપનીનો દાવો છે કે આ રોકેટ એટલું મોટું છે કે તેમાં 100 લોકો બેસીને મુસાફરી કરી શકે છે. આમાં લોકોને એક ગ્રહ પરથી બીજા ગ્રહ પર પણ લઈ જઈ શકાય છે.