સુરતઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ મામલામાં રાજ્યની સેશન્સ કોર્ટમાંથી રાહત નથી મળી. કોર્ટે રાહુલ ગાંધીને મળેલી બે વર્ષની સજાની વિરુદ્ધ અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે સજા પર પ્રતિબંધ મૂકવાથી ઇનકાર કર્યો હતો. સેશન કોર્ટના જજ આર. પી. મોગરાએ ગુરુવારે અરજી પર ચુકાદો આપતાં માત્ર એક શબ્દ કહ્યો હતો કે ડિસમિસ એટલે ખારિજ. નીચલી કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિ મામલે બે વર્ષની સજા સંભળાવી હતી. રાહુલ ગાંધીના વકીલ હવે આવતી કાલે હાઇકોર્ટમાં અપીલ કરશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કોર્ટે જે સજા ફટકારી છે, તેને મોકૂફ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી. બચાવ પક્ષના વકીલે કહ્યું હતું કે હવે અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું. દિલ્હીની લીગલ ટીમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા બાદ કામે લાગી હતી.
સુરત કોર્ટે 23મી માર્ચે રાહુલને બે વર્ષની કેદની સજા ફટકારી હતી. જોકે તેમને 27 મિનિટ બાદ જામીન મળી ગયા હતા. 2019માં તેમણે કર્ણાટકની વિધાનસભામાં મોદી સરનેમ અંગે નિવેદન આપ્યું હતું. આ પછી ગુજરાત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
આ કેસમાં ચુકાદો આપ્યા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ 24 માર્ચે રદ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદના ઘટનાક્રમમાં 27 માર્ચે લોકસભા હાઉસિંગ કમિટીએ રાહુલને બંગલો ખાલી કરવા નોટિસ મોકલી હતી. સમિતિએ તેમને 22 એપ્રિલ સુધીમાં 12 તુગલક રોડનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવા જણાવ્યું હતું.
આ સપ્તાહનો લેખ આપ વાંચી રહ્યા હશો તેના બે દિવસ બાદ એટલે 22 એપ્રિલ, 2023ના મંગળ દિવસે ‘ચિત્રલેખા’ સાપ્તાહિક તેની સ્થાપનાનાં 73 વર્ષ પૂર્ણ કરી 74મા વર્ષમાં પ્રવેશ કરશે. આ નિમિત્તે સદા અગ્રસર સાપ્તાહિકના સંચાલકોને, ટીમ ‘ચિત્રલેખા’ને ખૂબ ખૂબ શુભેચ્છા અને એ ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રગતિ કરતું રહે એ જ પ્રાર્થના.
પ્રાર્થના. નાનો, પણ શક્તિશાળી, અસરકારક શબ્દ. આજથી આશરે 53 વર્ષ પહેલાં અમેરિકાએ સમાનવ યાન ઍપોલો-૧૩ અંતરીક્ષમાં છોડ્યું. કમનસીબે, એ પૃથ્વીથી ૩ લાખ કિમી. દૂર ચંદ્રની કક્ષામાં હતું ત્યારે કેટલીક યાંત્રિક ખામીના લીધે જીવલેણ કટોકટી સર્જાઈ. અવકાશયાત્રીઓ ઑક્સિજનની ઊણપ અને ઈલેક્ટ્રિસિટીના અભાવે લાચાર બન્યા, માથે જીવનું જોખમ ઊભું થયું. જે વિજ્ઞાનીઓ હ્યુસ્ટન સ્પેસ સેન્ટરથી અવકાશયાત્રીઓ સાથે સંપર્કમાં હતા, તેમણે અથાક્ પ્રયત્ન કર્યા, પરંતુ બધાં અદ્યતન સંસાધન એક પછી એક હાથ ઊંચાં કરી રહ્યાં હતાં. વિજ્ઞાનીઓએ તત્કાલીન અમેરિકન પ્રેસિડેન્ટ રિચર્ડ નિક્સનને પરિસ્થિતિથી વાકેફ કર્યા. રાષ્ટ્રપ્રમુખે થોડો વિચાર કર્યો ને પછી એમણે રાષ્ટ્રજોગ સંદેશ બહાર પાડ્યોઃ
‘ચંદ્રની કક્ષામાં પહોંચેલા આપણા ત્રણ અવકાશયાત્રીઓને બચાવવાનો હવે એક જ રસ્તો છે. હું દેશના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે મૃત્યુમુખમાં ફસાયેલા આ અવકાશયાત્રીઓ માટે ઘૂંટણિયે પડી ભગવાનને પ્રાર્થના કરો.’ સંદેશો પ્રસારિત થયો અને વાત પ્રસરતી ગઈ ત્યારે માત્ર અમેરિકનોએ જ નહીં, વિશ્વ સમસ્ત એમની સાથે પ્રાર્થનામાં જોડાયું.
આ મિશનના અલાર્મ સિસ્ટમ એન્જિનિયર જેરી વુડ્રિલે પાછળથી એક લેખ લખેલો, જેનું શીર્ષક હતું- ‘વૉટ રિયલી હૅપન્ડ ટુ ઍપોલો-13? આ લેખમાં એમણે સ્વીકાર કર્યો કે મિશનનો બચાવ કેવળ પ્રાર્થનાથી જ થયો.’
પ્રાર્થનાને શબ્દોનાં, ભાષાનાં કે સરહદનાં બંધન નથી હોતાં. શુદ્ધ સમજણ અને હૃદયની શુદ્ધ ભાવનાથી પ્રાર્થના કરવામાં આવે ત્યારે તેનું ફળ મળતું જ હોય છે. તેથી જ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે ‘પ્રાર્થનામાં શબ્દોનું નહીં. પણ શુદ્ધ હૃદયનું અને આપણી શ્રદ્ધાનું મહત્ત્વ હોય છે.’ આ સૂત્ર એમના જીવનમાં ચરિતાર્થ થયેલું જણાય છે. જ્યારે જ્યારે સમાજ કે રાષ્ટ્ર પર કુદરતી કે માનવસર્જિત વિઘ્ન આવ્યાં ત્યારે તેમણે સૌપ્રથમ પ્રાર્થનાનો આશરો લીધો. ૧૯૯૯માં ઈઝરાયલપ્રવાસ દરમિયાન એમણે જેરુસલેમમાં યહૂદીઓના શ્રદ્ધાસ્થાન વેઈલિંગ વૉલની મુલાકાત લીધી. એમ કહેવાય છે કે આ વૉલ અથવા દીવાલ એ સ્થાન છે, જ્યાં ભગવાન હંમેશાં હાજર હોય છે અને બધાની પ્રાર્થના સાંભળે છે. પ્રમુખસ્વામીએ બીજાએ કરેલી શુભ પ્રાર્થનાઓ ફળે તે માટે ત્યાં પ્રાર્થના કરી હતી.
ક્યારેક એવુંય બને કે પ્રાર્થના કરવા છતાં ધારેલાં પરિણામ ન આવે. ત્યારે થાય કે ભગવાન મારી પ્રાર્થના નથી સાંભળતા, પરંતુ એક વાત સમજવાની કે પરમકૃપાળુ પરમાત્મા આપણી પ્રાર્થના સાંભળે છે ત્યારે તેઓ આપણી શ્રદ્ધા અને વિશ્વાસને વધારે છે. જ્યારે તેઓ પ્રાર્થના સાંભળવામાં વાર લગાડે છે ત્યારે આપણી ધીરજને વધારે મજબૂત બનાવે છે. તો અમુક લોકો એવું ધારે છે કે જેને પોતાના પુરુષાર્થ પર ભરોસો નથી એવા લોકો જ પ્રાર્થના કરે છે. પરંતુ પ્રાર્થના કરવી તે અંધશ્રદ્ધા કે નબળાઈ નથી, પરંતુ ભગવાન પ્રત્યે આપણી શ્રદ્ધા અને વિશ્વાસની પ્રતીતિ છે.
ફ્રાન્સમાં એક વાર ભીષણ યુદ્ધમાં એક પગ ખોઈ બેઠેલા સૈનિકને ધર્મસ્થાનમાં પ્રાર્થના કરતો જોઈ ત્યાં ઉપસ્થિત કોઈએ ટીકા કરી: ‘શું આ સોલ્જર એવું માનતો હશે કે પ્રાર્થના કરશે એટલે ભગવાન તેને નવો પગ આપશે?’
સૈનિક આ સાંભળી ગયો. તેણે પેલા ટીકાકારને વિનમ્રતાથી કહ્યું, ‘મને ખબર છે કે ઈશ્વર મને નવો પગ નહીં આપે, પરંતુ એક પગથી જીવન જીવવાનું બળ એ ચોક્કસ આપશે.’
માનવીની ઉત્કટ શ્રદ્ધાનો દીપ પ્રજ્વલીત રાખવા માટે પ્રાર્થના એક ઉત્તમ ઈંધણ છે, પ્રાર્થના એ પરમાત્મા સાથેના પ્રેમની જીવંત અભિવ્યક્તિ છે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 12,580 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 40 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,48,57,992 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,230 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,42,61,476 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 10,827 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 65,286એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.15 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.67 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 2,30,419 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.48 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 4.39 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 5.1 ટકા છે.
દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,28,332 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 574 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
મુંબઈઃ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પ્રોડક્શન કંપનીઓ સાથે જોડાયેલી વ્યક્તિઓના નિવાસ અને ઓફિસો પર આવકવેરા વિભાગે ઝડતીની કાર્યવાહી હાથ ધરી છે.
આ લોકોએ પ્રોડક્શન કંપનીઓ માટે કરચોરી અને ગેરરીતિઓ અપનાવી હોવાની શંકા જતાં આવકવેરા વિભાગે એમને ત્યાં દરોડા પાડ્યા છે. જુદી જુદી કંપનીઓના ઓછામાં ઓછા બે જણ સામે આવકવેરા વિભાગે તપાસ આદરી છે. આવકવેરા વિભાગે આ મામલે વધારે વિગત કે દસ્તાવેજો આપવાની ના પાડી છે.
ન્યૂયોર્કઃ ફેશન જગતના સૌથી લોકપ્રિય અને પ્રતિષ્ઠિત ગણાતા વાર્ષિક કાર્યક્રમ ‘મેટ ગાલા’ની આ વર્ષની આવૃત્તિ 1 મેએ ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ્સના કોસ્ચ્યુમ ઈન્સ્ટિટ્યૂટ ખાતે યોજવામાં આવનાર છે. ભારત 2017ની સાલથી આ ફેશન શોમાં ભાગ લેતું થયું છે જ્યારે પ્રિયંકા ચોપરા, દીપિકા પદુકોણ અને ઈશા અંબાણીએ પદાર્પણ કર્યું હતું.
આ વખતના ફેશન શોમાં હાજરી આપવા માટેની ટિકિટની કિંમત અધધધ રીતે વધારી દેવામાં આવી છે. એક ટિકિટનો ભાવ 50,000 ડોલર (આશરે 41 લાખ 13 હજાર રૂપિયા) કરી દેવામાં આવ્યો છે, જે ગયા વર્ષે 30,000 ડોલર હતો. ટિકિટના ભાવમાં સીધો 20 હજાર ડોલરનો ધરખમ વધારો કરવાના આયોજકોના નિર્ણયની વ્યાપક રીતે ટીકા કરવામાં આવી રહી છે. ગયા વર્ષના મેટ ગાલામાં આયોજકોને એક કરોડ 74 લાખ ડોલરની કમાણી થઈ હોવાનું કહેવાય છે.
મેટ ગાલા ફેશન શોની શરૂઆત 1948માં કરવામાં આવી હતી. ન્યૂયોર્કમાં મ્યુઝિયમ ઓફ આર્ટ ખાતે શરૂ કરાયેલી કોસ્ચ્યુમ ઈન્સ્ટિટ્યૂટના સંચાલન માટે ભંડોળ એકત્ર કરવાના ઉદ્દેશ્યથી પ્રથમ ‘મેટ ગાલા’નું આયોજન કરાયું હતું અને ત્યારબાદ એ વાર્ષિક કાર્યક્રમ બની ગયો છે. પ્રથમ કાર્યક્રમ વખતે ટિકિટનો ભાવ 50 ડોલર હતો, જેમાં ડિનર પણ સામેલ હતું.
આ કાર્યક્રમમાં દુનિયાના ટોચના અને અગ્રગણ્ય ફેશન ડિઝાઈનરો એમની લેટેસ્ટ ડિઝાઈનનાં વસ્ત્રોનું પ્રદર્શન કરતા હોય છે. આ કાર્યક્રમમાં અનેક ટોચની સેલિબ્રિટી વ્યક્તિઓ અને મોડેલ્સ હાજરી આપતી હોય છે.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે છે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય.
આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલીઅધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું કહી શકાય.
આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુનાઅટકેલા કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનુંકામ કરવુંજ યોગ્ય છે,કામકાજમાં વ્યસ્તતા જોવા મળે.
આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમન કરવું.
આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમાં નાનું અને ગણતરીપૂર્વકનું કામકાજ કરવું યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમાં સહકાર થોડો ઓછો જોવા મળે.
આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમાં લાભ થઈ શકે છે.
આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વેપારના કામકાજમાં જોખમન કરવું અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.
આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે.
આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમાં બિનજરૂરી જોખમથી દુર રહેવું, વાતવાતમાં ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું સારું, શાંતિથી દિવસ પસાર કરવો.
આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ કે નવીનતક દેખાઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમાં દલીલબાજીના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમાં ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.
ઉત્તર આફ્રિકન દેશ સુદાનની સ્થિતિએ ભારત સરકાર માટે નવો માથાનો દુખાવો સર્જ્યો છે. સુદાનમાં ભડકેલા ગૃહયુદ્ધ વચ્ચે પરિસ્થિતિ સતત વણસી રહી છે. તે જ સમયે, આ લડાઈમાં ત્રણ હજારથી વધુ ભારતીયોની સુરક્ષા સંકટ વધુ ઘેરું બન્યું છે. સુદાનની રાજધાની ખાર્તુમમાં ભારતીય દૂતાવાસ પણ ભારે લડાઈના વિસ્તારમાં અટવાઈ ગયું છે. આવી સ્થિતિમાં દૂતાવાસના અધિકારીઓ અને કર્મચારીઓએ ઘરેથી કામ કરવું પડશે. લડાઈને કારણે જ્યાં વીજળી અને સંદેશાવ્યવહારના બહુ ઓછા સાધનો બચ્યા છે. તે જ સમયે, ભારતીયો માટે કોઈપણ એર-લિફ્ટ ઓપરેશન કરવું પણ ખૂબ મુશ્કેલ છે.
ખાર્તુમમાં ભારતીય દૂતાવાસ પર હુમલો
દરમિયાન, બુધવારે (19 એપ્રિલ) સાંજે, સુદાનમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને હલચલ મચાવી દીધી હતી. આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ખાર્તુમમાં ભારતીય દૂતાવાસ પર પણ હુમલો કરવામાં આવ્યો છે. આ સાથે અપીલ કરવામાં આવી હતી કે સુદાન સરકારના જવાબદાર લોકોએ દૂતાવાસ અને તેના રાજદ્વારી કર્મચારીઓને સુરક્ષા પ્રદાન કરવી જોઈએ. જોકે, થોડા સમય બાદ આ પોસ્ટ હટાવી દેવામાં આવી હતી. ઉપરાંત, વિદેશ મંત્રાલય તરફથી આ અંગે કોઈ પુષ્ટિ મળી નથી.
સૂત્રોનું માનીએ તો ભીષણ લડાઈના વિસ્તારમાં ઘેરાયેલા હોવાને કારણે એરપોર્ટની નજીક આવેલી ભારતીય દૂતાવાસની ઈમારતને પણ નુકસાન થયું હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી, પરંતુ તે કોઈના માટે શક્ય નથી. તે ચકાસવા માટે અત્યારે ત્યાં જવું છે. આ સાથે એમ્બેસી બિલ્ડિંગના સિક્યોરિટી ગાર્ડ પણ ભાગી ગયા છે. સુદાનમાં ઘટનાક્રમ પર નજર રાખતા સૂત્રોના જણાવ્યા અનુસાર સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ સાથે વિવિધ સરકારો સાથે પણ સંકલન અને સંપર્ક જાળવવામાં આવ્યો છે. જો કે, કોઈપણ એર-લિફ્ટ ઓપરેશન પણ ત્યારે જ શક્ય છે જો ત્યાં કોઈ સલામત એરપોર્ટ અથવા રસ્તો મળી શકે. એ પણ ખાતરી કરો કે તેમની કામગીરી સુરક્ષિત હાથમાં છે. ચિંતાની વાત એ છે કે હાલમાં આવું કોઈ પાસું દેખાતું નથી. આ સાથે સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલી લડાઈમાં સિવિલ અને મિલિટરી એરપોર્ટને પણ ઘણું નુકસાન થયું છે.
સુદાનમાં ભારતીય મૂળના લગભગ 4 હજાર વિદેશીઓ
સુદાનમાં NRI અને ભારતીયોનો આંકડો 4,000 આસપાસ છે. તેમની મોટાભાગની વસ્તી ખાર્તુમમાં છે. ઉપરાંત, ઓમદુર્મન અને પોર્ટ સુદાન જેવા શહેરોમાં ભારતીય લોકો મોટી સંખ્યામાં છે. આવી સ્થિતિમાં જો ઈવેક્યુએશન ઑપરેશન માટે કોઈ રસ્તો અને સમય મળે તો લોકોને એકઠા કરીને સલામત સ્થળે લઈ જવાનો મોટો પડકાર હશે. ધ્યાનમાં રાખો કે સુદાનમાં ગોળીબારમાં એક ભારતીયનું મોત થઈ ચૂક્યું છે.
આવી સ્થિતિમાં, દૂતાવાસના અધિકારીઓ વિવિધ વોટ્સએપ ગ્રુપ દ્વારા ભારતીય સમુદાયના સંપર્કમાં છે. બધાને સલાહ આપવામાં આવી છે કે કોઈ પણ કારણ વગર એમ્બેસી તરફ આવવાનો પ્રયાસ ન કરો અને ઘરમાં જ સુરક્ષિત રહો, પરંતુ એટલી તૈયારી રાખો કે જો તમારે ઓછામાં ઓછા સમયમાં સુરક્ષિત જગ્યાએ જવું હોય તો તમે નીકળી શકો.
દરમિયાન, લડાઈના કારણે વીજ પુરવઠો અને મોબાઈલ કનેક્ટિવિટીમાં વિક્ષેપ પણ પરિસ્થિતિને વધુ મુશ્કેલ બનાવે છે. દરમિયાન, સુદાનમાં ફસાયેલા કેટલાક ભારતીય નાગરિકોએ એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ તેમના ઘરોમાં કેદ છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે અન્ય કોઈ જગ્યાએ જવું મુશ્કેલ છે. બીજી તરફ, ઘરો પર હુમલાની ઘટનાઓ ચિંતામાં વધારો કરે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મિશન સુદાન માટે આગામી ચોવીસ કલાક મહત્વના છે. આવી સ્થિતિમાં, સરકારની વિવિધ એજન્સીઓએ વિવિધ સંજોગોમાં સુદાનમાંથી ભારતીયો અને દૂતાવાસના કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવાની યોજના પર કામ કરવાનું શરૂ કર્યું છે. આ કારણ છે કે જેવી પરિસ્થિતિની બારી ખુલે છે અને સરકારમાં ટોચના સ્તરેથી ગ્રીન સિગ્નલ મળે છે કે તરત જ તેને આગળ વધારી શકાય છે.
જયપુરના સવાઈમાન સિંહ સ્ટેડિયમમાં રમાયેલી IPL 2023ની 26મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ રાજસ્થાન રોયલ્સને 10 રનથી હરાવ્યું. આ શ્વાસ લેતી મેચમાં લખનૌને તેના બોલરોએ જીત અપાવી હતી. આ સિઝનમાં લખનૌની આ ચોથી જીત છે. લખનૌએ પ્રથમ રમત બાદ રાજસ્થાનને 155 રનનો ટાર્ગેટ આપ્યો હતો. એક સમયે એવું લાગી રહ્યું હતું કે રાજસ્થાન રોયલ્સ ટીમ આ મેચ સરળતાથી જીતી જશે. રાજસ્થાને એકપણ વિકેટ ગુમાવ્યા વિના 87 રન બનાવ્યા હતા, પરંતુ પછી નિયમિત અંતરે વિકેટ ગુમાવી અને મેચમાં પાછળ પડતું રહ્યું. રાજસ્થાનની ટીમને જીતવા માટે છેલ્લી ઓવરમાં 19 રનની જરૂર હતી, પરંતુ તે માત્ર 8 રન જ બનાવી શકી હતી.
A brilliant final over from @Avesh_6 🔥🔥@LucknowIPL win by 10 runs to add two more points to their tally.
155 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમના બે સૌથી મહત્વપૂર્ણ બેટ્સમેન જોસ બટલર અને યશસ્વી જયસ્વાલ રાજસ્થાન રોયલ્સ માટે ઇનિંગની શરૂઆત કરવા મેદાનમાં આવ્યા હતા. બંનેએ આ સિઝનમાં ફરી એકવાર ટીમને શાનદાર શરૂઆત અપાવી અને પ્રથમ 6 ઓવરમાં સ્કોરને 47 રન સુધી પહોંચાડ્યો. આ પછી, બંનેએ સાથે મળીને રન બનાવવાની પ્રક્રિયા શરૂ કરી અને 10 ઓવરના અંતે, તેઓએ કોઈપણ નુકસાન વિના સ્કોર 73 રન સુધી પહોંચાડવાનું કામ કર્યું.
For his final over heroics and bowling figures of 3/25, @Avesh_6 is our Top Performer from the second innings.
આ મેચમાં લખનૌની ટીમે રાજસ્થાનની ટીમને પહેલો ઝટકો યશસ્વી જયસ્વાલના રૂપમાં ઇનિંગ્સની 12મી ઓવરમાં 87ના સ્કોર પર આપ્યો હતો. જયસ્વાલ 35 બોલમાં 44 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી રાજસ્થાનની ટીમને 93 રનના સ્કોર પર બીજો ફટકો કેપ્ટન સંજુ સેમસનના રૂપમાં લાગ્યો હતો, જે માત્ર 2 રનની ઇનિંગ રમીને રનઆઉટ થયો હતો. 97ના સ્કોર પર રાજસ્થાન રોયલ્સ ટીમને ત્રીજો મોટો ફટકો જોસ બટલરના રૂપમાં લાગ્યો હતો, જે 41 બોલમાં 40 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. અહીંથી મેચમાં સંપૂર્ણ વાપસી કરતા લખનૌની ટીમે રાજસ્થાનની ટીમને 104ના સ્કોર પર શિમરોન હેટમાયરના રૂપમાં ચોથો ઝટકો આપ્યો હતો, જે 2 રન બનાવીને અવેશ ખાનના બોલ પર પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો.
104ના સ્કોર પર તેની 4 મહત્વની વિકેટ ગુમાવનાર રાજસ્થાન રોયલ્સ ટીમના દાવને સંભાળવા માટે દેવદત્ત પડિકલે રિયાન પરાગ સાથે મળીને પ્રયાસ કર્યો હતો. બંને વચ્ચે 5મી વિકેટ માટે 26 બોલમાં 37 રનની ભાગીદારી થઈ હતી. છેલ્લી 2 ઓવરમાં રાજસ્થાનની ટીમને જીતવા માટે 29 રનની જરૂર હતી. આ પછી પડીકલ અને રિયાન પરાગે આ ઓવરમાં 10 રન બનાવ્યા અને મેચને 6 બોલમાં જીતવા માટે 19 રન સુધી લઈ ગયા.
રાજસ્થાનની ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 19 રનની જરૂર હતી, જેમાં લખનૌ તરફથી બોલિંગ કરવા આવેલા અવેશ ખાને પ્રથમ બોલે ચોગ્ગો ફટકાર્યો હતો. આ પછી અવેશ બીજા બોલ પર પાછો ફર્યો અને માત્ર 1 રન આપ્યો. ત્રીજા બોલ પર અવેશ ખાને દેવદત્ત પડીકલની વિકેટ મેળવીને મેચને વધુ રોમાંચક બનાવી દીધી હતી.
હવે રાજસ્થાનની ટીમને અંતિમ 3 બોલમાં જીતવા માટે 14 રનની જરૂર હતી, પરંતુ ઓવરના ચોથા બોલ પર ટીમે ધ્રુવ જુરેલના રૂપમાં પોતાની 6મી વિકેટ ગુમાવીને પોતાની હારને સંપૂર્ણ રીતે કન્ફર્મ કરી લીધી હતી. છેલ્લા 2 બોલમાં રાજસ્થાનની ટીમ માત્ર 3 રન જ બનાવી શકી હતી અને તેને 8 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. લખનૌ માટે આ મેચમાં અવેશ ખાને 3 વિકેટ લીધી હતી જ્યારે માર્કસ સ્ટોઇનિસે 2 વિકેટ લીધી હતી.
જો આ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ ટીમની ઇનિંગની વાત કરીએ તો કેપ્ટન કેએલ રાહુલ અને કાયલ મેયર્સ ની બેટિંગ જોવા મળી. બંનેએ પ્રથમ 6 ઓવરમાં જ ટીમને 37 રન સુધી પહોંચાડી દીધી હતી. આ પછી રાહુલ અને મેયર્સ વચ્ચે પ્રથમ વિકેટ માટે 82 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. આ મેચમાં રાહુલના બેટમાં 32 બોલમાં 39 રનની ઇનિંગ જોવા મળી હતી. કાયલ મેયર્સે આ મેચમાં 42 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 51 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. લખનઉમાં છેલ્લી ઓવરમાં માર્કસ સ્ટોઈનિસના બેટથી 21 રન અને નિકોલસ પૂરનના બેટથી 29 રનની ઈનિંગ્સ જોવા મળી હતી, જેના કારણે ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 154 રન સુધી પહોંચાડવામાં સફળ રહી હતી. રાજસ્થાન માટે અશ્વિને 2 વિકેટ પોતાના નામે કરી હતી.