નવી દિલ્હીઃ નકલી દવાઓ બનાવવા બદલ દેશની 18 ફાર્માસ્યુટિકલ કંપનીઓના લાઈસન્સ કેન્દ્ર સરકાર સંચાલિત નિયામક એજન્સી ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીજીસીએ) દ્વારા રદ કરવામાં આવ્યા છે. 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંની 76 ફાર્મા કંપનીઓની ચકાસણી કર્યા બાદ ડીજીસીએ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જે 18 ફાર્મા કંપનીના લાઈસન્સ રદ કરવામાં આવ્યા છે તેમાં મોટા ભાગની હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોની છે. બે મધ્ય પ્રદેશની છે જ્યારે એક મહારાષ્ટ્ર અને એક હરિયાણાની છે. ગામ્બિયા અને ઉઝબેકિસ્તાનમાં અનેક બાળકોનાં નિપજેલા મરણ સાથે બે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની – મેઈડન અને મેરિઅન ફાર્માસ્યુટિકલ્સનું નામ જોડાયા બાદ ભારત સરકારે ઉક્ત પગલું ભર્યું છે, કારણ કે તે બાળકોએ આ બે કંપનીઓએ બનાવેલું કફ સીરપ પીધું હતું.
લખનઉઃ ઉત્તર પ્રદેશના માફિયા ડોન અતીક અહેમદના પુત્ર અસદ અને શૂટર ગુલામનું ઝાંસીમાં એન્કાઉન્ટરમાં મોત થયા પછી રાજ્યના મુખ્ય વિરોધ પક્ષો સમાજવાદી પાર્ટી (SP) અને બહુજન સમાજ પાર્ટી (BSP)એ સવાલો ઊભા કર્યા હતા. બંને પાર્ટીઓએ એન્કાઉન્ટરની નિંદા કરી હતી અને ઉત્તર પ્રદેશમાં હાલમાં થયેલા બધાં એન્કાઉન્ટરોની તપાસની માગ કરવામાં આવી છે, જ્યારે UP સરકારે કહ્યું હતું કે કાનૂનથી ઉપર કોઈ નથી.
SPના પ્રમુખ અખિલેશ યાદવે સત્તારૂઢ ભાજપ પર ખેપ એન્કાઉન્ટર કરવા માટે અને વાસ્તવિક મુદ્દાઓથી ધ્યાન બીજે દોરવાના પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યા હતા. તેમણે એ પણ આરોપ લગાવ્યો હતો કે ભાજપને દેશની કોર્ટો પર વિશ્વાસ નથી. ગુરુવારના હાલના એન્કાઉન્ટરની ઊંડી તપાસ થવી જોઈએ અને દોષીઓને સજા થવી જોઈએ. સરકારને એ નક્કી કરવાનો અધિકાર નથી કે શું સાચું અને શું ખોટું છે. તેમણે ભાજપ પર સદભાવ અને ભાઈચારાની વિરુદ્ધ હોવાનો આરોપ લગાવ્યો હતો.
તેમણે વિધાનસભામાં મુખ્ય પ્રધાનની ટિપ્પણી- મિટ્ટીમાં મિલા દેંગે પર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે મધ્ય પ્રદેશના ખરગોનમાં દાવો કર્યો હતો કે રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (NHRC)એ UP સરકારને સૌથી વધુ નોટિસ આપી છે. દેશમાં પોલીસ કસ્ટડીમાં સૌથી વધુ મોત ઉત્તર પ્રદેશમાં થાય છે.
બીજી બાજુ, માયાવતીએ પણ હાલમાં થયેલા એન્કાઉન્ટરોની ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરી હતી. તેમણે વિકાસ દુબેના એન્કાઉન્ટરનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે અતીક અહેમદના પુત્ર અને એક અન્યની પોલીસ અથડામણમાં હત્યા પછી અનેક પ્રકારે ચર્ચા થઈ રહી છે. લોકોને લાગી રહ્યું છે કે વિકાસ દુબે કાંડ ફરીથી થવાની તેમની આશંકા સાચી થઈ છે. એટલા માટે તપાસ જરૂરી છે, જેથી આ ઘટનાની સાચી વિગતો અને સચ્ચાઈ જનતાની સામે આવી શકે.
કરિશ્મા શાહ જે દ્રષ્ટિની અક્ષમતા ધરાવે છે, એ ‘ગાઈડ ડોગ્સ’ માટે કામ કરે છે અને પોતાના ગાઈડ ડોગ હરમિસની મદદથી દરરોજ લંડનની અટપટી અન્ડરગ્રાઉન્ડ ટ્યુબ સિસ્ટમ મારફતે મુસાફરી કરે છે.
આ લેખ દ્વારા કરિશ્મા આપણને તેની જિંદગીની એક ઝાંખી કરાવે છે. એ આપણને જણાવે છે કે હરમિસે તેને કઈ રીતે મદદ કરી સ્વતંત્રપણે મુસાફરી કરવાની ક્ષમતા આપી છે; તે ઉપરાંત સહેલાઈથી આવરી શકાય તેવી ટ્રાન્સપોર્ટ નેટવર્કની આવશ્યક્તા વિશે, અને દ્ષ્ટિની ન્યૂનતાવાળાં લોકો, જેમની સાથે ગાઈડ ડોગ છે, તેમને સહમુસાફરો કે અન્ય લોકો કઈ રીતે મદદરૂપ થઈ શકે તે માટેનાં અમુક સૂચનો આપ્યાં છે.
મનેજીવનરૂપીભેટમળીછે
‘પ્રભુએ આપણને જીવનરૂપી ભેટ આપી છે; પણ સરસ રીતે જીવન ગાળવાની ભેટ તો આપણે જાતે જ આપણને આપવી પડશે.’ વોલ્ટરની આ શીખામણ મારા માટે આદર્શરૂપ બની છે. મારો જન્મ કેન્યામાં થયો હતો અને મારી દ્રષ્ટિની અક્ષમતાને લીધે મારા જીવનમાં સામાન્ય રીતે કરી શકાય તેવી અમુક બાબતોથી હું વંચિત રહી હતી. હરવાફરવા માટે મારે સંપૂર્ણપણે સગાંસંબંધીઓની મદદ લેવી પડતી. એટલે મારી જાતે મુસાફરી કરવી કે મને ગમતાં કાર્યો કરવાં એનો વિચાર સુધ્ધાં કરવો વ્યર્થ હતું. પણ આ જ વાતે મને જીવન જીવવા માટેનો ઉત્સાહ આપ્યો, કે જેથી હું જીવનને સાર્થક બનાવવા માટે કંઈક નવું નવું કરી મારી રોજિંદી જિંદગીમાં જોમ પૂરી શકું.
પણ ક્યારેક જીવન કોઈ નવો જ વળાંક લે છે. જો તમને કશીક વાતમાં દ્રઢપણે વિશ્વાસ હોય તો એ કોઈ ને કોઈ રીતે બનશે જ. મારા માટે આ અવસર આવ્યો જ્યારે મારે કેન્યા છોડી યુ.કે. આવવાનું થયું કેમકે ત્યાં મુસાફરી કરવાની સુગમતા કેન્યા કરતાં ઘણી વધારે વિકસિત હતી. દ્રષ્ટિની ન્યૂનતા ધરાવતાં લોકો પણ લંડનમાં સરળતાથી હરીફરી શકે છે અને દરરોજની નિયમિત પ્રવૃતિઓ કરવા માટે પ્રેરાય છે એ વાતમાં મને અહીં આવ્યા પછી શ્રધ્ધા બેઠી.
મારાગાઈડડોગહરમિસનીસાથેમારીજવાબદારીવધી.
સરળતાથી સ્વતંત્રપણે હરીફરી શકવા માટે ફક્ત સહેલાઈથી વાપરી શકાય તેવું ટ્રાન્સપોર્ટ નેટવર્ક જ હોવું જરૂરી નથી, એની સાથે અસમર્થતા ધરાવતાં લોકો પ્રત્યે જનસમૂહનું વલણ પણ સહાનુભૂત હોવું જરૂરી છે. જે મને લંડનમાં જોવા મળ્યું, અને એ જ કારણે હું યોગ્ય સમયે, મારા માટે ઉપયોગી સુવિધાની માગણી કરી શકી. માર્ચ ૨૦૨૨માં મને મારો પહેલો ગાઈડ ડોગ હરમિસ મળ્યો.
હરમિસ અને હું સાઝેદારીમાં કામ કરીએ છીએ. હું નક્કી કરું છું કે મારે ક્યાં જવું છે, કઈ બસ કે ટ્રેઈન લેવાની છે અને કયે રસ્તે ચાલવાનું છે. ત્યાર પછી હરમિસ મને રસ્તામાં, બસ કે ટ્રેઈનમાં, સ્ટેશનો પર, દુકાનો વગેરે, અને હા, લોકો તરફથી અડચણરૂપ થતાં આવરણો વચ્ચે પણ, સરળતાથી હરવાફરવામાં મદદ કરે છે. આ આવરણો હરમિસ પોતાની નજરથી જોઈ ને તેમાંથી યથાર્થ માર્ગે મને દોરી ને લઈ જાય છે. હરમિસ હું કોઈ સાથે અથડાવું નહીં એની સાવચેતી રાખે છે. આમાં હલનચલન કરતાં આવરણો અને વાહનવહેવાર, તેમ જ સ્ટેશનના પ્લેટફોર્મ પર ક્યાં ઊભી શકાય એનો પણ સમાવેશ થાય છે.
મારા વહાલા હરમિસની સાથેસાથે મારી જવાબદારી પણ વધે છે. આ જવાબદારી ફક્ત મારી જ નથી પણ મારી સાથે મુસાફરી કરતાં અન્ય પેસેન્જરોની પણ છે, એ જો માનશે કે મારી મુસાફરી મારા માટે જરૂરી છે , જેમાં તેમની સહાયતાથી હું મારે મુકામે સહેલાઈથી પહોંચી શકું. લોકોની સહાનુભૂતિ કે મદદ વિના હું મારા મુકામે પહોંચી નથી શકતી. આ લેખ દ્વારા દરરોજની મુસાફરીમાં મને મળતી સહાયતાને લીધે આ નિયમિત બનતી પ્રક્રિયા મારા જીવનનો એક સુખદ અનુભવ બની ગઈ છે જે વિશે હું તમને જણાવું છું.
હરમિસને એસ્કેલેટર પર ચડવા- ઉતરવાની તાલીમ અપાઈ છે, પણ એક કૂતરા માટે એ બહુ મુશ્કેલી ભર્યું કામ છે. તે વખતે બીજાં મુસાફરો જે રીતે મને અને હરમિસને એસ્કેલેટર પર ચડવા- ઉતરવામાં જોઈતી જગ્યા અને સમય આપે છે એ બહુ પ્રસંશનીય છે. એટલે કે મને ધક્કો મારી કોઈ આગળ નથી થતું કે તેમનો સમય બગાડવા માટે મને કંઈ અજૂગતું કહેતું. (એમ તો હું પણ ધારું તો તેમને મારો અણગમો શબ્દો દ્વારા ચોપડાવી શકું છું!!)
એક ખૂબ મહત્વની વાત એ છે કે જ્યારે લોકો મને જાતે ઊઠી જઈ ને આવી ‘પ્રાયોરિટી સીટ’ આપે છે તે મારા માટે બહુ મોટી સુવિધા છે. એક તો હું જોઈ શકતી નથી કે કઈ સીટ ખાલી છે ને કઈ નહીં, વળી હરમિસને પણ જગ્યા જોઈએ જ ને! એટલે જ્યારે તમે ગાઈડ ડોગ સાથે કોઈ વ્યક્તિને જૂઓ, ત્યારે છેવાડે મૂકેલી ‘પ્રાયોરિટી સીટ’ તેમને બેસવા માટે આપો, અને તેમના કૂતરાને પણ પૂરતી જગ્યા મળે તેનો ખ્યાલ રાખો.
કામમાંહોયતેવાગાઈડડોગનેબોલાવશોકેપંપાળશોનહીં
હવે મને સમજાયું છે કે ગાઈડ ડોગનું ધ્યાન બીજે ન દોરવું જોઈએ એ નિયમ કેટલો સચોટ છે. પણ મને મદદની જરૂરત છે એવું પૂછે તે મને ગમે. આવો સહકાર મારા માટે આવકારદાયક છે, અને હું તે પ્રેમથી સ્વીકારું પણ છું. ક્યારેક વળી કોઈ વ્યક્તિ મને પૂછે કે ‘હું તમારા ડોગને ‘hi’ કહું?’ અને જો તે વખતે મારા અને હરમિસ માટે સંજોગો અનુકૂળ હોય તો હું ‘હા’ પણ પાડું છું. તે છતાં મારી એ ભલામણછે કે માલિકને પૂછ્યા વિના એમના કૂતરાને બોલાવવો કે પંપાળવો નહીં, કારણ કે ક્યારે ક એ માલિકને દિશાસૂચન કરતો હોય તો તે મુંઝાઈ જઈ શકે છે.
હું જ્વલેજ ખરાબ મૂડમાં હોઉં છું, અને ત્યારે મને કોઈની સાથે વાત કરવી ગમતી નથી. જો તમને એવું લાગે તો કૃપા કરી મારી સાથે વાત ન કરશો, હું કદાચ કંઈ અજૂગતું બોલી નાખું! ગાઈડ ડોગ જોઈને લોકોને ક્યારેક તેને પંપાળવાનું મન થાય એ દેખીતું છે, પણ હું એવું સૂચન કરું છું કે મારા જેવી વ્યક્તિ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન ન કરવો અને અમારા ગાઈડ ડોગને એનું કામ કરવા દેવું. આમાં અપવાદરૂપ બે વાત છે- એક તો તમે તેમને તમારી સીટ પર તેમને બેસવા માટે કહેતાં હો, કે પછી કોઈ મુશ્કેલ પ્રસંગે તેમને મદદરૂપ થતાં હો.
બીજાંલોકોતમારીઆસપાસછેતેનીસભાનતાકેળવો
હરમિસ બહુ ઝડપથી ચાલે છે, અને હું કોઈ સાથે અથડાઉં નહીં એ માટેનો નિર્ણય તેને ખૂબ ઝડપથી લેવો પડે છે. એટલે જો તમે અમને આવતાં જુઓ તો અમારા રસ્તા પરથી ખસી જજો, નહીંતર અમે તમારી સાથે ભટકાશું!
મારાઅંગતવિચારો
રોજિંદા જીવનની ગતિ માટે ઘરની બહાર પગ મૂકી મોકળાશથી હરવાફરવાની સ્વતંત્રતા હોવી અનિવાર્ય છે. હું પણ મને ગમતું જીવન જીવી રહી છું અને દ્રષ્ટિહીન વિભાગ માટે કામ કરી મારા જેવાં લોકોને મદદરૂપ થઈ રહી છું. અલબત, આધુનિક ટેકનોલોજી, સહેલાઈથી વાપરી શકાય તેવું ટ્રાન્સપોર્ટ નેટવર્ક, અને અન્ય લોકોની યોગ્ય વર્તણૂંક વિના આ બધું મારા માટે શક્ય ન બન્યું હોત.
હું દ્રષ્ટિહીન જનસમુદાયને મદદરૂપ થઈ સમાજના હિતનું કાર્ય એટલે જ કરી શકું છું કે મને સમાજ તરફથી ખૂબ સમભાવ મળ્યો છે જેને લીધે મારું આત્મબળ અને કાર્યશીલતા સમૃધ્ધ બન્યાં છે. હું આશા રાખું છું કે તમે ભલે દ્રષ્ટિહીન ન હો, પણ તમારો કરુણાભાવ અમારાં જેવાં લોકો પ્રત્યે વહેવા દેજો. સ્ટીવ મારબોલીએ કહ્યું છે તેમ, ‘કરુણાભાવ દ્વારા જ રૂઝવી શકાય તેવા ઘાવને એક ભલું વર્તન અસર કરી જાય છે.’
(કરિશ્મા શાહ)
Policy and Campaign Manager (London and SE)at Guide Dogs for the Blind
(લેખકની સંમતિથી અને Transport for London ના સૌજન્યથી; ગુજરાતી અનુવાદ: ભદ્રા વડગામા, લંડન)
વોશિંગ્ટનઃ G20 ગ્રુપના સભ્ય દેશોએ ભારતના અનેક પ્રસ્તાવોને ટેકો આપ્યો છે અને આ પ્રસ્તાવોને લઈને સક્રિય વાટાઘાટ થઈ રહી છે, એમ નાણાપ્રધાન નિર્મલા સીતારામને G20 દેશો પોતાની સમક્ષની સાથે સિલસિલાબંધ મુલાકાત બાદ કહ્યું હતું. ભારતને ગયા વર્ષે ડિસેમ્બરમાં G20ની અધ્યક્ષતા મળી હતી અને સપ્ટેમ્બરના પ્રારંભમાં એણે નવી દિલ્હીમાં નેતાઓના શિખર સંમેલનની યજમાની કરવાની યોજના છે. G20 વિશ્વનાં 20 મુખ્ય વિકસિત અને વિકાસશીલ અર્થતંત્રોનો એક મહત્ત્વનો મંચ છે.
સીતારામને ગઈ કાલે વોશિંગ્ટનમાં IMF અને વિશ્વ બેન્કની વાર્ષિક બેઠકોથી અન્ય G20 દેશોના સમકક્ષોની સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમને એ જાણીને બહુ ખુશી થઈ હતી કે ભારતના મોટા ભાગના પ્રસ્તાવોને સારું સમર્થન મળ્યું છે અને એને લઈને સક્રિય વાટાઘાટ થઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે G20ના નાણાપ્રધાનો અને કેન્દ્રીય બેન્કના ગવર્નરોની બીજી બેઠકમાં ચર્ચા ત્રણ સેશનમાં થઈ હતી. એમાં સભ્ય દેશો દ્વારા મહત્ત્વનાં સૂચનો પ્રાપ્ત થયા છે.
આ બેઠકોમાં 13 આમંત્રિત દેશો, કેટલાંય વૈશ્વિક અને પ્રાદેશિક સંગઠનોના આશરે 350 પ્રતિનિધિઓ સામેલ થયા છે. તેમણે કહ્યું હતું કે G20 બેઠકોમાંથી છ નિષ્કર્ષ નીકળ્યા છે, એમાં ગ્લોબલ સોવેરિન ડેટ રાઉન્ડટેબલની યજમાની સાથે દેવાનું પુનર્ગઠન અને દેવાંની નિષ્ફળતાઓ પર સફળ ચર્ચા પણ સામેલ છે. બહુપક્ષી વિકાસ બેન્કોમાં સુધારાનો મુદ્દો મહત્ત્વનો છે, જે એક ભારતીય પહેલ છે. એને બહુ સારી પ્રતિક્રિયા મળી છે. આ સિવાય જળવાયુ સંબંધી મામલામાં સતત નાણાકીય પોષણ અને નાણાકીય સમાવેશી માટે વૈશ્વિક ભાગીદારી પણ છ નિષ્કર્ષોમાં સામેલ છે, જેમાં ડિજિટલ માળખાને બહુ વધુ ટેકો મળ્યો છે, એમ તેમણે કહ્યું હતું.
આ વખતનો પીસ લખવા હું જેવું મારું લૅપટૉપ ઉઘાડું છું કે કર્ણાટક-ગુજરાતની બાધાબાધી, સામસામી દલીલો વિશેનાં નોટિફિકેશન સ્ક્રીન પર અફળાય છે. કન્નાડીગાઓએ બાંયો ચડાવીને કહી દીધું છે કે “ગુજરાતથી આવતું ‘અમૂલ’ દૂધ અમને ન ખપે.” સાથે તમિળ વિરુદ્ધ હિંદીની કચકચ પણ ચાલતી રહે છે. આ જોઈને મારું મર્કટ જેવું મન હૂપાહૂપ કરતું આજથી પચાસ વર્ષ પહેલાંના આવા એક વિવાદ પાસે પહોંચી જાય છે.
વસ્તુ એવી કે હિંદી સિનેમાના ધ ગ્રેટેસ્ટ શોમૅન રાજ કપૂર એમની અતિ મહત્વાકાંક્ષી ફિલ્મ ‘મેરા નામ જોકર’ સર્જી રહ્યા હોય છે. ફિલ્મમાં એવું આવે છે કે હિલ સ્ટેશન પરની બોર્ડિંગ સ્કૂલનો સ્ટુડન્ટ, 16 વર્ષનો રાજુ (રિશી કપૂર) વૅકેશન બાદ પાછા ફરી રહેલા પોતાના સહપાઠીઓ અને એની ફેવરીટ ટીચર મૅરી (સીમી ગરેવાલ)ને સત્કારવા ઊટી સ્ટેશને જાય છે.
આ અને અન્ય સીન શૂટ કરવા આરકે સાહેબે તામિલનાડુના ગિરિમથક ઊટીનું ઉદગમંડલમ્ રેલવે સ્ટેશન બુક કરેલું. શૂટિંગના દિવસે એ પોતાના કાફલા સાથે હોટેલથી નીકળ્યા તો જરૂરી દશ્ય ઝડપવા માટે પરફેક્ટ સૂર્યપ્રકાશ જોઈ એ ખુશ થઈ ગયા, પણ જેવા સ્ટેશને પહોંચ્યા તો ત્યાંનો નજારો જોઈને એમનું હૈયું બેસી ગયું. આખું સ્ટેશન સાચકલા વિદ્યાર્થીઓથી ઊભરાતું હતું. ના, એ શૂટિંગ જોવાની ભીડ નહોતી, બલકે હિંદી ફિલ્મનું શૂટિંગ તામિલનાડુમાં થાય એનો વિરોધ કરવાની ભીડ હતી. એ લોકો ‘તામિલનાડુ સ્ટુડન્ટ’સ એન્ટી હિંદી ઈમ્પોઝિશન એજિટેશન કાઉન્સિલ’ના સભ્યો હતા. એમની ડિમાન્ડ હતી કે રાજ્યમાં હિંદી શીખવાનું બંધ થવું જોઈએ. તે વખતે તામિલનાડુમાં તમિળ-હિંદી અને અંગ્રેજી શીખવવામાં આવતી. એમની અન્ય ડિમાન્ડ હતીઃ એનસીસીમાં (નેશનલ કૅડેટ કૉર્પ્સમાં) હિંદી ન જોઈએ, હિંદી સિનેમા, હિંદી સોંગ્સ ન જોઈએ, સાઉથ ઈન્ડિયામાં હિંદીનો પ્રચાર કરતી સંસ્થા ‘દક્ષિણ ભારત હિંદી પ્રચાર સભા’ને પણ તાળાં મારો.
આંદોલન એટલું ઉગ્ર હતું કે રાજસાહેબે વીલા મોંએ હોટેલ પાછા ફરવું પડ્યું. એમની સાથે હતા મનોજકુમાર. ફિલ્મમાં એ બન્યા હોય છે મિસ્ટર ડેવિડ, ટીચર મૅરીના બૉયફ્રેન્ડ. આખી ફિલ્મમાં એમના બે-ત્રણ સીન છે.
બીજા દિવસે રાજ કપૂરે ઍક્ટર મનોજકુમારને કહ્યું કે “તમે જરા વહેલા પહોંચીને વિરોધી સ્ટુડન્ટોને સમજાવો.” મનોજકુમારે સ્ટેશને પહોંચી વિદ્યાર્થીઓ સાથે ચર્ચા શરૂ કરી. એમણે જરા કડક અવાજમાં કહ્યું, “તમને ખબર છે, દેશના ભાગલા પડ્યા તે વખતે હું લાહોરથી આવેલો અને અહીં આવ્યા પછી હિંદી શીખ્યો. જો તમે તમિળને રાષ્ટ્રીય ભાષા બનાવવાની માગણી સાથે આંદોલન કરી રહ્યા હોત તો હું તમારી સાથે જોડાયો હોત, પરંતુ તમે તો હિંદીના ભોગે અંગ્રેજીને વધુ મહત્વ આપી રહ્યા છો. તમને અંગ્રેજીનો વાંધો નથી, પણ હિંદી સામે વાંધો છે. આ કેવું? તમે કહેતા હો તો અમે શૂટિંગ કર્યા વગર પાછા જતા રહીશું, પણ તમે સાડીસત્તર વાર ખોટ્ટા છો, છો અને છો.”
મનોજકુમારની વાત સાંભળીને વિદ્યાર્થીઓને પોતાની ઉપર શરમ ઊપજી. વાત તો સાચી હતી. એમના નેતાએ મનોજકુમારને કહ્યું, “સાર, આપ પીસફુલ્લી શૂટિંગ કરો. નો પ્રોબ્ળેમ.” આમ મનોજકુમારની મધ્યસ્થીથી એ આખી સિકવન્સ શોમૅન વિનાવિઘ્ને શૂટ કરી શક્યા.
બીજી એક ઈન્ટરેસ્ટિંગ વાતઃ રાજુ નામના જોકરના જીવનનાં ત્રણ પ્રકરણની (ત્રણ તબક્કાની) વાત માંડતી ‘મેરા નામ જોકર’ના પહેલા પ્રકરણની ખ્વાજા એહમદ અબ્બાસે લખેલી પટકથાથી રાજ કપૂર સંતુષ્ટ નહોતા એટલે એ આખું પ્રકરણ મનોજકુમારે નવેસરથી લખેલું, જે જોઈ રાજ સાહેબનું મનોજકુમાર માટે માન ઔર વધી ગયેલું.
કમનસીબે આજે ક્લાસિકની કક્ષામાં મૂકવામાં આવે છે એ ચાર કલાકની ‘મેરા નામ જોકર’ 1970માં રિલીઝ થઈ ત્યારે સરિયામ નિષ્ફળ થયેલી, જ્યારે એ જ અઠવાડિયે રિલીઝ થયેલી ‘જૉની મેરા નામ’ સુપરહિટ. તે વખતે બન્ને ફિલ્મના ટાઈટલમાં ‘મેરા નામ’નો જબરો વિવાદ થયેલો. પણ, વિશેની વાત ફરી ક્યારેક.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 11,129 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 29 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,47,97,269 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,064 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,42,16,583 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 6456 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 49,622એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.11 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.70 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 2,21,725 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.34 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 5.01 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 4.29 ટકા છે.
દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,25,120 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 327 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
ડિમિટ (ટેક્સાસ): અમેરિકાના ટેક્સાસ રાજ્યના ડિમિટ પ્રાંતમાં આવેલા એક ડેરી ફાર્મમાં લાગેલી આગમાં 18,000થી વધારે ગાયનાં મરણ થયાનો આંચકાજનક અહેવાલ છે.
આ દુર્ઘટના ડિમિટ નજીક સાઉથફોર્ક ડેરી ફાર્મમાં બની હોવાનો અહેવાલ છે. વિસ્ફોટ થયા બાદ લાગેલી આગમાં એક મહિલાને ઈજા થઈ હતી. એને લુબોક નગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. એની હાલત ગંભીર હતી.
માપુતોઃ વિદેશ પ્રધાન એસ. જયશંકર હાલ પૂર્વ આફ્રિકાના દેશ મોઝામ્બિકની ત્રણ દિવસની યાત્રા પર ગયા છે. ગઈ કાલે એમણે પાટનગર માપુતોથી મછાવા શહેર સુધી ‘મેડ ઈન ઈન્ડિયા’ ટ્રેનમાં સફર કરી હતી. એમની સાથે મોઝામ્બિકના ટ્રાન્સપોર્ટ પ્રધાન માતેયુસ મગાલા પણ હતા. ભારતના કોઈ વિદેશ પ્રધાન આ પહેલી જ વાર મોઝામ્બિકની મુલાકાતે આવ્યા છે. જયશંકરે માપુતોમાં ભારતીય સમુદાયનાં લોકો સાથે વાતચીત કરી હતી અને શ્રી વિશ્વંભર મહાદેવ મંદિરમાં જઈને દર્શન પણ કર્યા હતા.
(તસવીર સૌજન્યઃ @DrSJaishankar)
મોઝામ્બિકમાં ટ્રેન નેટવર્ક, ઈલેક્ટ્રિક મોબિલિટી અને વોટરવેઝ કનેક્ટિવિટી ક્ષેત્રોમાં વિસ્તરણ માટે ભારત મદદ કરે છે. મોઝામ્બિકની આ યોજનાઓ પાર પાડવા માટે ભારત ભાગીદાર બન્યું છે. તે ભાગીદારી અંતર્ગત જ ભારતે માપુતો અને મચાવા વચ્ચે ટ્રેન બનાવી આપી છે.