Chitralekha Gujarati – April 24, 2023
પરમાત્મા કોણ છે?
મેડીટેશન કરવા માટે પોતાની ઓળખાણ પછી આપણને એ ઓળખાણ હોવી જોઈએ કે પરમાત્મા કોણ છે? આજે પરમાત્મા વિશે અનેક વિચારો છે. ઘણીવાર એવું પણ લાગે છે કે પરમાત્મા છે કે નહીં! જેના અસ્તિત્વ અંગે જ શંકા હોય તો પછી તેમની સાથે સંબંધ જોડીને શક્તિઓ પ્રાપ્ત કરવી ઘણી મુશ્કેલ બની જાય છે. આપણે પોતાને શરીર સમજ્યા ત્યારે આપણે એ સમજ્યા કે મારા શરીરના પિતા પણ શારીરીક જ હશે. આપણે પરમાત્માને કોઈ ને કોઇ શરીરના રૂપમાં શોધવા પ્રયત્ન શરૂ કરી દીધો. પરંતુ જ્યારે આપણને એ સમજમાં આવ્યું કે હું એક ચૈતન્ય શક્તિ રૂપ આત્મા છું. તો મારા પિતા પરમાત્મા પણ ચૈતન્ય શક્તિ રૂપ હશે. માટે જ આપણે કહીએ છીએ કે હું આત્મા પરમ પિતા પરમાત્માની સંતાન છું. તે સર્વશક્તિવાન છે. હું શાંત સ્વરૂપ આત્મા છું.

મારા પિતા પરમાત્મા શાંતિના સાગર છે. એવું નહીં કે હું નાની આત્મા છું, તે મોટી આત્મા છે. એવી પણ માન્યતા છે કે આત્મા પરમાત્મામાં સમાઈ જાય છે. આપણે પરમાત્મા અંગે ઘણી બધી વાતો સાંભળી છે, પરંતુ કદાચ તેના ઉપર ક્યારેય વિચાર નથી કર્યો. આપણે સાંભળી લીધું અને તેનો સ્વીકાર કરી લીધો. જે પણ આપણે સાંભળ્યું તેના પાછળ એક રહસ્ય હતું. પરંતુ આપણે ક્યારેય તેને સમજ્યા જ નથી. જેમકે હું પરમાત્મામાં સમાઈ જાઉં. વાસ્તવમાં હું તેમને એટલા યાદ કરું, તેમના પ્યારમાં એટલી લીન થઈ જાઉં કે તેમની યાદમાં સમાઈ જાઉં. પરંતુ લોકો પોતાને શરીર સમજવાના કારણે એવું સમજે છે કે શરીરના રૂપમાં તેમનામાં સમાઈ જાઉં. જેવા તમે આત્મિક સ્વરૂપમાં સ્થિત થઈને ઇશ્વરીય મહાવાક્ય સાંભળશો તમને અનુભવ થશે કે સમાઈ જવું અર્થાત પ્યારમાં સમાઈ જવું, પરમાત્માની યાદમાં સમાઈ જવું.

આત્મા તથા પરમાત્મા એક અવિનાશી ઊર્જા છે. આ ઉર્જાને ન તો ઉતપન્ન કરી શકાય છે કે ન નષ્ટ કરી શકાય છે. જ્યારે હું કોઈમાં પણ સમાઈ જાઉં છું તો મારું અસ્તિત્વ જ સમાપ્ત થઈ જાય છે. જે આત્માની બાબતમાં શક્ય નથી. અત્યાર સુધી આપણે જે પણ વાંચ્યું છે કે સાંભળ્યું છે તેનો અર્થ આપણે આત્મ અભિમાની સ્થિતિમાં સ્થિત થઈને સમજવો પડશે. જેવી રીતે આપણે કોઈને ખૂબ પ્યાર થી યાદ કરીએ છીએ તો કહેવાય છે કે આ તો એનામાં જ ખોવાયેલ છે. વાસ્તવમાં હું તેની અંદર શમાઈ થોડી જાઉં છું!
આપણે સંકલ્પ તથા અનુભૂતિ સાથે પોતાને સમર્પિત કરવાના છે ન કે પોતાનું અસ્તિત્વ જ સમાપ્ત કરી દેવાનું છે. પરમાત્મા વિશે આજ દિવસ સુધી જે કાંઈ પણ સાંભળ્યું છે કે વાંચ્યું છે એની પાછળની વાસ્તવિકતા આપણે સમજવાની છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
રાશિ ભવિષ્ય 14/04/2023
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે.
આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા,વાગવા,કફ,છાતી,પ્રેસરજેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.
આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.
આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય.
આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય.
આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.
તમારા ઘરમાં ઉત્તરથી દક્ષિણનો અક્ષ નકારાત્મક છે?
સંબંધોમાં પડેલી તિરાડોને રીપેર કરવાના બહાને કેટલાક લોકો એ તૂટતા સંબંધોનો પણ ફાયદો લઇ લેતા હોય છે.
સંપત્તિ થી સુખ મળે કે ન મળે પણ એ જ સંપતિ અન્યનું સુખ ઓછું કરવામાં તો કામ લાગે જ છે. આવી દ્રઢ માન્યતામાં પણ કેટલાક લોકો જીવતા હોય છે. ધન અને સત્તા એ બંને જ જીવનને સાચી દિશા આપે છે એવું વારંવાર સાબિત થયું છે. અને તેથી જ કર્મ પ્રત્યે લોકોનો વિશ્વાસ ઓછો થઇ રહ્યો છે. પૂર્વજન્મની માન્યતામાં મોટાભાગના લોકોને રસ નથી. ટૂંકમાં ભારતીય શ્રદ્ધા અને વિશ્વાસ હવે પાશ્ચાત્ય સંસ્કૃતિથી રંગાઈ રહ્યા છે. અને આ દેશની નિર્ભયતા અને બાહોશપણું વિસરાઈ રહ્યું છે. અન્યની હાજરીમાં સારા દેખાવાની ઘેલછામાં વ્યક્તિ દમનને સહન કર્યા કરે છે. શું આવા વ્યક્તિત્વ ભારત ભાગ્ય વિધાતા બની શકશે? કદાચ નહિ. સત્ય અને નિર્ભયતા માટે સકારત્મક ઉર્જા જરૂરી છે. જે મળે છે વાસ્તુ નિયમો થકી.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: મેં જીવનમાં સફળ થવા ખુબ જ મહેનત કરી છે. સફળતાના શિખરો પર જઈને બેઠા પછી મારા જ કેટલાક અંગત લોકોએ મને નીચે પાડવા પ્રયત્ન કર્યો છે. મારા સારાપણાનો એમણે ભરપુર ફાયદો ઉઠાવ્યો છે. મને બરબાદ કરવા માટે એમણે જેટલા પ્રયત્ન કર્યા છે એટલા જો એમણે ઈશ્વરને પામાવા કર્યા હોત તો કદાચ સાક્ષાત ઈશ્વર પણ પ્રગટ થઇ ગયા હોત. મારી જીણામાં જીણી વિગત મેળવવા એ લોકો પૈસા ખર્ચે છે. મારા ડ્રાયવર થી માંડીને કામવાળા સુદ્ધાને એ એક્સ્ટ્રા પૈસા આપીને મારી માહિતી લઇ ને પછી મારા કામમાં અડચણો ઉભી કરે છે. મારા વિશે અફવાઓ ફેલાવે છે. જેનાથી લોકો મને કામ ન આપે. શું કરું સમજાતું નથી. હવે એમની પાસે એટલા પૈસા છે કે એ લોકો ધારે એને ખરીદી શકે.

જવાબ: ઈશ્વરે ક્યારેક રાક્ષસોને પણ વરદાન આપેલા છે એવું આપણે વાંચેલું છે. પણ નકારાત્મક શક્તિનો અંતે તો પરાજય જ થયો છે. કોઈને રંજાડીને કોઈ સુખી ન જ થાય. એ બધું સુખ ક્ષણિક છે. વળી જે માણસ સુખી છે એને કોઈનું સુખ નડતું જ નથી. જે માણસ અન્યને દુખી કરવા પ્રયત્ન કરે છે એ પોતે તો દુખી જ હોય છે. અન્યના સુખમાં સુખી થતા ત્યારે જ ન આવડે જયારે વ્યક્તિને સુખ વિશે જાણકારી જ નથી. રહી વાત કર્મની. એ પોતાનું કામ કરે જ છે. તમે સાચા હો તો ડરવાની જરૂર નથી. પૈસાથી માણસો ખરીદી શકાતા હશે પણ સુખ નહિ જ. એમને તમારામાં રસ છે એ જ બતાવે છે કે તમારામાં એમનાથી કઈક વિશેષ છે. બસ, એ વિશેષતામાં મજા કરો. એક દિવસ એ પોતાનાથી જ થાકી જશે. સમય પરિવર્તનશીલ છે. એ એનું કામ કરશે જ. સવારે વહેલા ઉઠીને સૂર્યને જળ ચડાવો. શિવ પૂજા કરો. ચોક્કસ સારું લાગશે.
સવાલ: મારા ઘરમાં વડીલોનો ખુબ ત્રાસ છે. એ લોકો કોઈ વાતે સમજવા જ તૈયાર નથી કે મારે પણ મારું કામ હોય. એ લોકો બસ એમના કામને જ મહત્વ આપે છે. એમનું કામ ન કરીએ તો ગુસ્સે થાય અને જો કરીએ તો મારું કામ ન થાય એટલે બધાને કહેતા ફરે છે કે આનું કોઈ કામ ઠેકાણા વાળું જ ન હોય. કેટલા લોકોનું કામ બાકી રાખે છે? શું કરું, કોઈ સુચન આપો ને.

જવાબ: તમારા ઘરમાં ઉત્તરથી દક્ષિણનો અક્ષ નકારાત્મક છે એટલે આવું થાય. બુધવારે સમળાના ઝાડ પર દૂધ ચડાવો. ગણેશજીને ગોળ ધરાવીને પ્રસાદ લો. વડીલોને ના પાડતા શીખો.
આજનું સુચન: ઉત્તર કરતા દક્ષિણમાં પ્લોટનું માર્જીન વધારે ન રાખવું જોઈએ. એવું કરવાથી ઘરના પુરુષ વ્યક્તિને તકલીફ પડી શકે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)
આજે તમિલ લોકોનું નવું વર્ષ પુથાન્ડુ, રાજકોટમાં વસતા 2 હજારથી વધુ તમિલિયન પરિવાર સાથે કરશે ઉજવણી
સૌરાષ્ટ્ર અને તમિલ લોકોનો નાતો હજારો વર્ષ જૂનો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “એક ભારત શ્રેષ્ઠ ભારત” ની વિભાવનાને સાર્થક કરતો સૌરાષ્ટ્ર તમિલ સંગમમ કાર્યક્રમનો પ્રારંભ આગામી તા. 17 થી થવા જઈ રહ્યા છે. જેમા મૂળ સૌરાષ્ટ્ર વાસીઓ જે તામિલનાડુમાં હજારો વર્ષો પહેલા સ્થળાંતરિત થયેલા છે તેઓ પુનઃ સૌરાષ્ટ્ર સાથે જોડાવા જઈ રહ્યા છે.

તમિલ સંગમ પૂર્વે તમિલિયન લોકો માટે ઉજવણીઓ વિશિષ્ઠ પ્રસંગ આજે છે. 14 એપ્રિલે તમિલ નવું વર્ષ પુથાન્ડુ અથવા પુથુવરુષમ દિવસ હોઈ તમિલ સમુદાયના લોકો માટે પુથાન્ડુનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસ તમિલ કેલેન્ડરનો પ્રથમ દિવસ છે. તે દર વર્ષે ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ 14 એપ્રિલે ઉજવવામાં આવે છે. તમિલ નવું વર્ષ તમિલ મહિના ‘ચિથિરાઈ’ના પ્રથમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આ પ્રસંગે રાજકોટ રેલવે ડિવિઝનમાં સહાયક વાણિજ્ય પ્રબંધક તરીકે સેવા આપતા તિરુનેલવેલીના શ્રી વી. ચંદ્રશેખર જણાવે છે કે, અહીં રાજકોટમાં બે હજાર જેટલા તમિલ પરિવારો વસવાટ કરે છે. જેઓ હર્ષોલ્લાસ સાથે પુથાન્ડુ તહેવારની ઉજવણી કરવા જઈ રહ્યા છે. આ દિવસે ઘરને રંગોળી તેમજ સુશોભન કરવામાં આવે છે. નવા કપડાં પહેરવા, મંદિરમાં જઈ ઈશ્વરના દર્શન તેમજ પૂજા-પાઠ કરવામાં આવે છે. ઘરમાં અવનવી વાનગીઓ બનાવવામાં આવે છે અને એક બીજાને શુભેચ્છા પાઠવી નવ વર્ષની ઉજવણી કરતા હોય છે.

સૌરાષ્ટ્રના લોકો ખુબ માયાળુ અને મિલનસાર હોવાનું તેઓ રાજકોટ અને તેમના વતન ખાતે સૌરાષ્ટ્ર તમિલ લોકો અંગે પ્રતિભાવ આપતા જણાવે છે. સૌરાષ્ટ્રના લોકો ખુબ સહેલાઈથી ભળી જાઈ છે. તમિલનાડુમાં વસવાટ કરતા મૂળ સૌરાષ્ટ્રના લોકો વર્ષોથી વસવાટ કરતા હોઈ ખુબ સરસ તમિલ બોલે છે. તેઓ માત્ર તેમના દેખાવ પરથી અલગ તરી આવે છે. સૌરાષ્ટ્ર તમિલ લોકો કુશળ કલાકાર તેમજ સારા બિઝનેસમેન હોવાનું તેઓ આનંદ સાથે જણાવે છે.

આ પ્રસંગે તમિલનાડુમાં પ્રસિદ્ધ ફિલ્મ ગાયક શ્રી ટી.એમ. સૌંદરરાજનને યાદ કરી જણાવ્યું હતું કે, તેઓ મૂળ સૌરાષ્ટ્રીયન હોવાં છતાં તેમના મધુર આવાજ થકી તમિલ ગીતો દ્વારા તેઓએ ખુબજ લોકચાહના મેળવી હતી. મૂળ સૌરાષ્ટ્રીયન બ્રાહ્મણ શ્રી ટી.એમ. સૌંદરરાજન ગીતકાર, સંગીતકાર તેમજ પ્લેબેક સિંગર હતાં. તેઓ ભક્તિ ગીતોનું લેખન અને સંગીત પણ આપતા હતાં. તેઓએ તમિલ ફિલ્મોમાં અનેક ગીતોમાં તેમનો કર્ણપ્રિય કંઠ આપ્યો હતો. તેમનુ વર્ષ ૨૦૧૩માં અવસાન થયેલું.

તમિલનાડુના સેલમ જિલ્લાના શ્રી બાલાસુબ્રમણય્મ રાજકોટ રેલવે ડિવિઝનમાં બુકીંગ સુપરવાઈઝર છે. તેઓ ૧૨ વર્ષથી વધુથી સમયથી સૌરાષ્ટ્રમાં નોકરી કરે છે. તેઓ જણાવે છે કે, ગુજરાત અમારું સેકન્ડ હોમ ટાઉન છે. અહીં કામ કરવાની ખુબ મજા આવે છે. અહીંના લોકો, સંસ્કૃતિ, ખાણીપીણીથી તેઓ અત્યંત પ્રભાવિત છે. જયારે પણ તેમના વતન જાય ત્યારે સૌરાષ્ટ્રની ભવ્યતા વિષે ચોક્કસ તેઓના મિત્રો અને પરિવારજનોને માહિતગાર કરે છે.
આવતા સપ્તાહમાં જયારે તમિલનાડુથી સૌરાષ્ટ્ર તમિલ લોકો ટ્રેન દ્વારા સોમનાથ, દ્વારકા, રાજકોટ સહિતના સ્થળે મુલાકાતે આવવાના હોઈ શ્રી વી.ચંદ્રશેખર તેઓને આવકારવા ખુબ ઉત્સાહિત છે. આગામી સમયમાં આ સંબંધ વધુને વધુ મજબૂત બને તેમ તેઓ ઈચ્છે છે.
PM મોદીએ ઋષિ સુનક સાથે ફોન પર વાત કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે યુકેના વડા પ્રધાન ઋષિ સુનક સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન ઋષિ સુનકે ભારતની અધ્યક્ષતામાં ચાલી રહેલા G20 કોન્ફરન્સ માટે બ્રિટનના સંપૂર્ણ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.પીએમ મોદી અને સુનક વચ્ચેની વાતચીતમાં આર્થિક ભાગેડુઓના પ્રત્યાર્પણ અને લંડનમાં ભારતીય હાઈ કમિશન પર હુમલા સહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ સામે આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ બ્રિટિશ પીએમ ઋષિ સુનક સાથે ફોન પર વાતચીતમાં આર્થિક ગુનેગારોની પરત ફરવાની પ્રગતિની માંગ કરી હતી. આ સાથે પીએમ મોદીએ સુનક સાથે બ્રિટનમાં ભારતીય રાજદ્વારી સુવિધાઓની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. પીએમએ બ્રિટનમાં ભારત વિરોધી તત્વો સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી છે.
Pleased to speak with UK PM @RishiSunak. Extended Baisakhi greetings to him, and new year greetings to the vibrant Indian community in the UK. We reviewed progress on a number of issues to further strengthen India-UK Comprehensive Strategic Partnership, including FTA.
— Narendra Modi (@narendramodi) April 13, 2023
યુકે સુરક્ષાની ખાતરી આપે છે
વડાપ્રધાન સુનાકે કહ્યું કે યુકે ભારતીય હાઈ કમિશન પરના હુમલાને સંપૂર્ણપણે અસ્વીકાર્ય માને છે અને ભારતીય મિશન અને તેના કર્મચારીઓની સુરક્ષાની ખાતરી આપે છે. પીએમ મોદીએ તેમના બ્રિટિશ સમકક્ષને પણ બૈસાખીની પૂર્વ સંધ્યાએ શુભેચ્છા પાઠવી હતી.
ભારતીય હાઈ કમિશન પરિસરમાં તોડફોડ કરવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ લંડનમાં ખાલિસ્તાન સમર્થકોએ ભારતીય હાઈ કમિશન પરિસરમાં તોડફોડ કરી હતી. આ પછી ભારતે સખત વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે આ અસ્વીકાર્ય છે. ભારતે બ્રિટિશ સરકાર પર હાઈ કમિશનની સુરક્ષાને લઈને પણ આરોપ લગાવ્યા હતા.
મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો કરી
બંને નેતાઓએ સંખ્યાબંધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર થયેલી પ્રગતિની સમીક્ષા કરી, ખાસ કરીને વેપાર અને આર્થિક ક્ષેત્રના સહયોગથી સંબંધિત. ભારત-યુકે રોડમેપ 2030 માં સમાવિષ્ટ સંખ્યાબંધ દ્વિપક્ષીય પ્રોજેક્ટ્સની સમીક્ષા સાથે બંને દેશો વચ્ચે પરસ્પર લાભદાયી મુક્ત વેપાર કરારને વહેલા અંતિમ સ્વરૂપ આપવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.
ગોવા પોલીસે સીએમ અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યું, 27 એપ્રિલે હાજર થવું પડશે
ગોવા પોલીસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગુરુવારે હાજર થવા માટે સમન્સ જારી કર્યું હતું. અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ સરકારી સંપત્તિ અને સાર્વજનિક સ્થળો પર ગેરકાયદેસર રીતે ચૂંટણી પોસ્ટર બનાવવા અને ચોંટાડવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. સમન્સ મુજબ તેણે પરનેમ પોલીસ સમક્ષ હાજર થવું પડશે.

પરનેમ પોલીસે તેની નોટિસમાં કહ્યું છે કે આ કેસની તપાસ દરમિયાન એ વાત સામે આવી છે કે અમારી પાસે તમને પૂછપરછ કરવા માટે યોગ્ય કારણ છે. અમારી પાસે તમને (અરવિંજ કેજરીવાલ) પ્રશ્ન કરવા માટે યોગ્ય કારણ છે. તમને કહેવામાં આવે છે કે તમે ભવિષ્યમાં આવું કંઈ કરશો નહીં. આ કેસ સાથે જોડાયેલા લોકોને તમે ડરશો નહીં.
શું છે આરોપ?
હકીકતમાં, એવો આરોપ છે કે વર્ષ 2022માં યોજાયેલી ગોવા વિધાનસભાની ચૂંટણી દરમિયાન જાહેર સંપત્તિ પર ગેરકાયદેસર રીતે પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા હતા. આ અંગે ગોવા પોલીસે કેજરીવાલને ફોજદારી પ્રક્રિયા સંહિતાની કલમ 41 (A) હેઠળ નોટિસ મોકલી છે. જણાવી દઈએ કે આ ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ 2 સીટો જીતી છે.
સ્થાનિક બજારમાં પુરવઠો વધે અને ફુગાવો ઓછો ન થાય ત્યાં સુધી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ ચાલુ રહેશે
મોદી સરકાર ઘઉંની નિકાસ પરનો પ્રતિબંધ પાછો ખેંચશે નહીં. જ્યાં સુધી દેશના સ્થાનિક બજારમાં ઘઉંનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત ન થાય અને તે જ સમયે મોંઘવારી ઓછી ન થાય ત્યાં સુધી સરકાર ઘઉંની નિકાસ પર પ્રતિબંધ ચાલુ રાખશે. ખાદ્ય અને ઉપભોક્તા બાબતો અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે આ નિવેદન આપ્યું છે.

પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ઘઉંની ખરીદી શરૂ થઈ ગઈ છે અને પ્રથમ સપ્તાહમાં ખરીદીના આંકડા ખૂબ જ સંતોષકારક રહ્યા છે. તેમણે કહ્યું કે કમોસમી વરસાદ છતાં ઘઉંની સારી ઉપજની અપેક્ષા છે. તેમણે કહ્યું કે ભારતીય બજારમાં પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને એકવાર ખરીદી પૂર્ણ થઈ જાય, પછી દેશમાં મોંઘવારી પર અંકુશ મેળવવો જરૂરી બનશે. અને તેથી જ ઘઉંની નિકાસ પરનો પ્રતિબંધ ચાલુ રાખવો જરૂરી છે. તમને જણાવી દઈએ કે ભારત દુનિયાનો બીજો સૌથી મોટો ઘઉં ઉત્પાદક દેશ છે. પરંતુ સ્થાનિક બજારમાં ભાવમાં તીવ્ર ઉછાળા પછી, મે 2022 માં, કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો.

કેન્દ્ર સરકારે કમોસમી વરસાદને કારણે ઘઉંની ખરીદી માટે ગુણવત્તાના ધોરણો હળવા કર્યા છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ચંદીગઢમાં ખેડૂતોને ઓછા ભાવે ઘઉં વેચવા ન પડે તેથી સરકારે તેમના હિતોને ધ્યાનમાં રાખીને આ છૂટ આપી છે. કમોસમી વરસાદને કારણે ઊભેલા ઘઉંના પાકને નુકસાન થયું હતું, ત્યારબાદ રોજાસે કેન્દ્ર સરકારને સરકારી ખરીદી દરમિયાન નિયમો હળવા કરવાની માંગ કરી હતી. 10 એપ્રિલ સુધી, સરકારે 2023-24ની માર્કેટિંગ સિઝનમાં 13.20 લાખ ટન ઘઉંની ખરીદી કરી છે. પંજાબમાં 1000 ટન અને હરિયાણામાં 88000 ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે. આ રાજ્યોમાં બજારમાં ઘઉંની વધુ આવક ન હોવાને કારણે, ઓછી ખરીદી થઈ છે પરંતુ આગામી દિવસોમાં તે ઝડપે આવવાની ધારણા છે.
તે જ સમયે, સરકાર સામે સૌથી મોટો પડકાર સ્થાનિક બજારમાં પૂરતા પુરવઠા દ્વારા ઘઉંના ભાવ ઘટાડવાનો છે. છેલ્લા એક વર્ષમાં ઘઉંના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. જેના કારણે લોટમાંથી બનતી ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ ગઈ છે. 2024માં એક વર્ષ પછી સામાન્ય ચૂંટણી યોજાવાની છે. સરકાર પૂરતા પુરવઠા દ્વારા સ્થાનિક બજારમાં ઘઉંના ભાવને નીચે લાવવાનો પ્રયાસ કરી રહી છે, અન્યથા તેનાથી રાજકીય નુકસાન થઈ શકે છે.



IPL 2023: અમ્પાયરના નિર્ણય પર ટિપ્પણી કરવા બદલ રવિચંદ્રન અશ્વિનને મળી સજા
રાજસ્થાન રોયલ્સના સ્ટાર સ્પિનર આર અશ્વિન પર ગયા બુધવારે ચેપોક ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ તેની મેચ ફીના 25 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અમ્પાયરના નિર્ણય પર ટિપ્પણી કરવા બદલ અશ્વિનને દંડનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં ઝાકળને કારણે અશ્વિને બોલ બદલવાના અમ્પાયરોના નિર્ણય પર ટિપ્પણી કરી, જેના કારણે તેને આ સજા મળી.
ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં રાજસ્થાને 3 રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 175/8 રન બનાવ્યા હતા, જેનો પીછો કરવામાં ચેન્નાઈની ટીમ નિષ્ફળ રહી હતી. આ મેચ દ્વારા રાજસ્થાનને IPL-16માં ત્રીજી જીત મળી છે. આ જીત સાથે રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં ટોપ નંબર પર પહોંચી ગયું છે. IPL દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, “રાજસ્થાન રોયલ્સના રવિચંદ્રન અશ્વિનને IPL આચાર સંહિતાનો ભંગ કરવા બદલ તેની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
‘અમ્પાયરને બોલ બદલવા માટે નથી કહ્યું’
મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં અશ્વિને કહ્યું, “બોલ બદલવાના અમ્પાયરના નિયમને કારણે મેચનું પરિણામ સારું કે ખરાબ હોઈ શકે છે. તેથી સંતુલન જાળવવાની જરૂર છે. અમારી ટીમ બોલિંગ કરી રહી હતી, અમે અમ્પાયરને બોલ બદલવા માટે કહ્યું ન હતું, પરંતુ અમ્પાયરે બોલ બદલ્યો હતો. જ્યારે મેં આનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે તે કરી શકે છે.
અશ્વિન ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યો
ચેન્નાઈ સામે રમાયેલી મેચમાં તેના શાનદાર પ્રદર્શનને કારણે અશ્વિનને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ આપવામાં આવ્યો હતો. આ મેચમાં તેણે બોલ અને બેટ બંનેથી ટીમ માટે યોગદાન આપ્યું હતું. પાંચમા નંબર પર બેટિંગ કરતા અશ્વિને 22 બોલમાં 1 ફોર અને 2 સિક્સરની મદદથી 30 રનની ઇનિંગ રમી હતી. આ પછી બોલિંગમાં તેણે 4 ઓવરમાં માત્ર 25 રન આપીને 2 વિકેટ પોતાના નામે કરી હતી.