Home Blog Page 2972

મ્યાનમારના લશ્કરે બળવાખોરોના ગામ પર હવાઈ હુમલો કર્યો; અનેકનાં મરણ

યાંગૂનઃ મ્યાનમારના લશ્કરી શાસન જુનતાએ એ અહેવાલોને સમર્થન આપ્યું છે કે એણે બળવાખોરોના એક ગામ પર હવાઈ હુમલો કર્યો છે. એમાં કેટલાક બળવાખોરો માર્યા ગયા છે અને મૃતકોમાં કેટલાક નાગરિકો પણ હોઈ શકે છે.

જુનતાએ આ હવાઈ હુમલો સગાઈંગ પ્રાંતના એક ગામ પર કર્યો હતો. દેશના બીજા નંબરના સૌથી મોટા શહેર મંડાલેની નજીક આવેલા સગાઈંગમાં ઘણા લોકો લશ્કરી શાસકોની વિરુદ્ધમાં છે. સમર્થનવિહોણા અહેવાલોમાં જણાવાયું છે કે હવાઈ હુમલામાં 100 જેટલા લોકો માર્યા ગયા છે અને એમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે.

બ્રાહ્મણો અંગે વિવાદાસ્પદ પોસ્ટ બદલ ગાયક લકી અલીએ હિન્દૂઓની માફી માગી

મુંબઈઃ બ્રાહ્મણ શબ્દ અબ્રામ શબ્દમાંથી લેવામાં આવ્યો હતો એવો દાવો કરતી એક ફેસબુક પોસ્ટને કારણે વિવાદ થયા બાદ ગાયક લકી અલીએ હિન્દૂ લોકોની માફી માગી છે અને તે પોસ્ટને પોતાના ફેસબૂક એકાઉન્ટ પરથી હટાવી દીધી છે. મહાન ચરિત્ર અભિનેતા સ્વ. મેહમૂદના પુત્ર લકીએ તેની પોસ્ટમાં લખ્યું હતું કે, બ્રાહ્મણ નામ બ્રહ્મામાંથી આવ્યું અને બ્રહ્મા શબ્દ અબ્રામ, અબ્રાહમ કે ઈબ્રાહિમમાંથી લેવામાં આવ્યો હતો. લકીએ વધુમાં એમ પણ લખ્યું હતું કે બ્રાહ્મણો ઈબ્રાહિમના વંશના છે. તેની આ પોસ્ટને કારણે વ્યાપકપણે આકરી ટીકા કરવામાં આવી હતી.

બાદમાં, લકી અલીએ તેની માફીમાં કહ્યું છે કે, એનો ઈરાદો કોઈને ગુસ્સે કરવાનો નહોતો. એણે વચન આપ્યું છે કે હવે પછી પોતે સોશિયલ મિડિયામાં પોસ્ટ મૂકતી વખતે ખૂબ જ તકેદારી રાખશે.

૧૨ એપ્રિલ, ૨૦૨૩

૧૨ એપ્રિલ, ૨૦૨૩

નોટ આઉટ@ 87 : પ્રો. જયંત જોષી

ચાર પેઢીથી સાહિત્ય-લેખનની જ્યોત અખંડ જલે છે તે કુટુંબના મોભી પ્રો.જયંત(કુમાર) જોષીની વાત સાંભળીયે તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  

જન્મ મુંબઈમાં, મામાને ઘેર. ભણતર-અભ્યાસ જુનાગઢમાં. પિતાજી અંગ્રેજીના પ્રોફસર હતા, માતા ગવર્મેન્ટ ગર્લ્સ હાઇસ્કુલમાં પ્રિન્સિપાલ હતાં. માતા વિદ્યાર્થીઓને ભણાવવામાં એકદમ ચોક્કસ. તેઓ કાયમ કહેતાં: ‘અમારે તો એકલવ્યનો અંગૂઠો પાછો આપવાનો છે!’ ઘરમાં મરાઠી-ગુજરાતી બંને ભાષા બોલાય. જયંતભાઈએ જૂનાગઢમાં દિલાવરખાન ગર્લ્સ હાઇસ્કુલમાં અભ્યાસ કર્યો. ગર્લ્સ હાઇસ્કુલ હતી પણ થોડાક વિદ્યાર્થીઓ પણ તે શાળામાં ભણતા. એક ભાઈ અને મામાની દીકરી બહેન જોડે રહે. મેટ્રિક પાસ કર્યા પછી તેઓ ટેક્સટાઇલ કેમિકલ્સનું ભણ્યા અને સારંગપુર મીલ્સમાં થોડો સમય નોકરી કરી. તેમને લાગ્યું કે ટેક્સટાઇલનું જગત તેમના માટે નથી, એટલે તેમણે એચ. કે. આર્ટસ કોલેજમાંથી બીએ (ફર્સ્ટ ક્લાસ) કર્યું. તરત લેક્ચર તરીકેની નોકરી મળી ગઈ. 1963થી ટીચિંગ કેરિયર શરૂ કરી તે છેક 1996માં સી. યુ. શાહ કોલેજમાંથી તેઓ રીટાયર થયા. જયંતભાઈને  બે દીકરા (સૌમ્ય જોષી અને અભિજાત જોષી) અને એક પૌત્ર, એક પૌત્રી છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

નિવૃત્તિના શરૂઆતના સમયમાં રબારીવાસનાં બાળકોને રમતો રમાડી અંગ્રેજી ભણાવતા. પત્ની બીજા વિષયો શીખવતાં. જયંતભાઈ જ્યારે કોલેજમાં ભણાવતા ત્યારે 45 મિનિટના પિરિયડમાં 30 મિનિટ અભ્યાસક્રમને લગતું ભણાવે અને 15 મિનિટ વિદ્યાર્થીઓના વિકાસ માટેનું ભણાવે! અંગ્રેજીમાં જિંદગી અને જિંદગીમાં અંગ્રેજી શીખવે! 2006માં તેમને સ્ટ્રોક આવ્યો અને તેમની આંખો ગઈ, એટલે જીવન બદલાઈ ગયું! વાંચનનો ઘણો શોખ છે એટલે ઓડિયો-બુક સાંભળે છે. વિદ્યાર્થીઓ આવીને પુસ્તકો વાંચે તે સાંભળવાનું બહુ ગમે. પત્ની પણ ઘણું વાંચીને સંભળાવે. એલેક્ઝાની મદદથી સંગીત સાંભળે, ઓલ ઇન્ડિયા રેડિયો પર જુદા જુદા પ્રોગ્રામ સાંભળે. ઘરમાં થોડું ચાલે. જિંદગીની દરેક વસ્તુમાંથી આનંદ મેળવે!

શોખના વિષયો : 

ક્લાસિકલ મ્યુઝિકનો અને સ્પોર્ટ્સનો ઘણો શોખ. ટેબલ-ટેનિસ અને બેડમિન્ટન સારું રમતા. એકવાર બરોડામાં ટેકનોલોજી અને પેલેસ-ટીમ વચ્ચે ટેબલ-ટેનિસની  મેચ થઈ. ક્રિકેટર વિજય હજારે સામેની ટીમમાં. જયંતભાઈ સારું રમે પણ વિજય હજારેએ તેમને હરાવ્યા. વિજય હજારેએ સરસ સલાહ આપી: ‘સામે કોણ છે તે જોવાનું નહીં! બોલ જ જોવાનો. તો જ રમતમાં જીતો!’ બાબા આમ્ટેના ‘આનંદવન’ કેન્દ્રમાં તેમણે ભણાવ્યું. ત્યાં થયેલો લતા-દિલીપનો સમારંભ હજુ તેમને યાદ છે!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

આંખોની તકલીફ સિવાય બીજી કોઈ તકલીફ નથી. બીપી-ડાયાબિટીસ જેવા કોઈ રોગ નથી, કમરનો કે બીજો કોઈ દુખાવો નથી.

યાદગાર પ્રસંગ: 

અભિજાતે લખેલ ‘લગે રહો મુન્નાભાઈ’નું સ્ક્રિનિંગ હતું. દીકરો પિતાને પિક્ચર જોવા લઈ ગયો. ઇન્ટરવલમાં સચિન તેંડુલકરને પિતાને મળવા લઈ આવ્યો. દીકરો પૂછે: ‘તમને કોણ મળવા આવ્યું છે?’ અંધારામાં સ્પષ્ટ દેખાય નહીં. પણ થોડો ખ્યાલ આવી ગયો એટલે જયંતભાઈએ કહ્યું: OH! MY GOD! દીકરાએ હસીને કહ્યું : હા, આ ક્રિકેટની દુનિયાના ગોડ છે! પછી તો આખું પિક્ચર સચિન સાથે બેસીને જોયું, ખૂબ ખૂબ વાતો કરી. તેમનાં પત્ની અંજલિને પણ મળ્યા.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

તેઓ એકદમ સાદો બોલતો ફોન વાપરે છે, પણ એલેક્ઝાની મદદથી ઘણું બધું કામ કરે છે. “એલેક્ઝા મારો પડતો બોલ ઝીલે છે!” એમ હસતા હસતા કહે છે. હજુ પણ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં જાય છે. ત્યાં તેમણે ઇંગ્લિશ શીખવવાના પ્રોગ્રામ કર્યા હતા એટલે હજુ ત્યાં મિત્રો છે તેમને મળવા જાય.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

કેટલો બધો ફેર છે! ઘણી રીતે પોઝિટિવ છે! સ્ત્રીઓને સ્વતંત્રતા મળી છે, નવી ટેકનોલોજી અને મોબાઈલથી ઘણી સગવડો વધી છે. મેડિકલ સવલતો વધી છે, માણસની ઉંમર વધી છે. હજુ ઘણા ફેરફારો આવશે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

આજની પેઢી સાથે, દીકરાઓ અને તેમનાં બાળકો સાથે સરસ સંપર્ક છે. પૌત્રી કવિતા લખી તેમને મોકલે છે. વિદ્યાર્થીઓ વાંચવા-ભણવા આવે છે. ફાધર્સ-ડે, ટીચર્સ-ડે વગેરે દિવસોએ તો ઘર ભરાઈ જાય! પણ તોય ક્યારેક એકલું લાગે! આજના યુવાનો સ્વ-કેન્દ્રી છે. આજુબાજુની સંસ્કૃતિની અવેરનેસ ઓછી છે. યુવાનો પાસે આગળ વધવાની ઘણી તકો છે જેનો તેમણે પૂરો લાભ લેવો જોઈએ.

સંદેશો : 

વધારે વસ્તુઓ મેળવવા કરતાં જે વસ્તુ પ્રાપ્ત છે તેમાંથી વધારેને વધારે મેળવો! કિંમત અને મૂલ્ય વચ્ચેનો ભેદ જાણો! હવાની કિંમત કંઈ નથી પણ તેનું મૂલ્ય એટલે આપણી જિંદગી તે સમજો!

રાશિ ભવિષ્ય 12/04/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂનીઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.


નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.


લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે.


મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર  આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈજગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે.


આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે.


મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી.


મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે.


થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને  કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય.


તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે.

પંચાંગ 12/04/2023

IPL 2023 : મુંબઈ ઈન્ડિયન્સે જીતનું ખાતું ખોલ્યું, દિલ્હીને 6 વિકેટે હરાવ્યું

પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2023માં જીતનું ખાતું ખોલ્યું છે. મુંબઈએ IPLની 16મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC v MI) ને 6 વિકેટથી હરાવીને વર્તમાન સિઝનમાં તેમની પ્રથમ જીત નોંધાવી હતી. રોહિત શર્માની કપ્તાનીમાં મુંબઈની 3 મેચમાં આ પ્રથમ જીત છે, જ્યારે દિલ્હી કેપિટલ્સને સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. ડેવિડ વોર્નરની કપ્તાનીવાળી દિલ્હીની ટીમ જોરદાર જીત માટે તલપાપડ છે. છેલ્લા બોલે જીત મેળવનાર મુંબઈની ટીમે 6 વિકેટે મેચ જીતી લીધી હતી.

દિલ્હી કેપિટલ્સે આપેલા 173 રનના લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 4 વિકેટના નુકસાને જીત મેળવી લીધી હતી. મુંબઈ તરફથી કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 65 રન બનાવ્યા હતા. તેણે 45 બોલમાં 6 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. ઈશાન કિશન 31 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે તિલક વર્માએ 29 બોલમાં 41 રનનું યોગદાન આપ્યું હતું. સૂર્યકુમાર યાદવ પહેલા જ બોલ પર આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. ટિમ ડેવિડે અણનમ 13 અને કેમેરોન ગ્રીને અણનમ 17 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી મુકેશ કુમારે 2 વિકેટ લીધી હતી.

દિલ્હી કેપિટલ્સે 19.4 ઓવરમાં 172 રન બનાવ્યા

અગાઉ, અક્ષર પટેલ અને કેપ્ટન ડેવિડ વોર્નરે વિપરીત શૈલીમાં ફટકારેલી અડધી સદી છતાં દિલ્હી કેપિટલ્સની ટીમ 172 રનમાં સમેટાઈ ગઈ હતી. અક્ષરે 25 બોલમાં પાંચ છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી 54 રન બનાવવા ઉપરાંત ડેવિડ વોર્નર (47 બોલમાં છ ચોગ્ગા સાથે 51 રન) સાથે છઠ્ઠી વિકેટ માટે 67 રનની ભાગીદારી નોંધાવી હતી, પરંતુ તેમ છતાં ટીમ પેવેલિયન પરત ફરી હતી. 19.4 ઓવર. ગઈ. આ બે સિવાય દિલ્હીનો કોઈ બેટ્સમેન 30 રનના આંકડાને પણ સ્પર્શી શક્યો નહોતો.

મુંબઈ તરફથી પીયૂષ ચાવલા અને બેહરેનડોર્ફે 3-3 વિકેટ ઝડપી

મુંબઈ માટે, અનુભવી લેગ-સ્પિનર ​​પીયૂષ ચાવલાએ શાનદાર બોલિંગ કરી, તેણે 22 રનમાં ત્રણ વિકેટ લીધી, જ્યારે જેસન બેહરનડોર્ફે તેની સાથે સારી રમત રમીને 23 રનમાં ત્રણ વિકેટ લીધી. રિલે મેરેડિથે પણ બે વિકેટ લીધી હતી. મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પૃથ્વી શો (15) ફરી એકવાર નિષ્ફળ ગયો. તેણે જેસન બેહરનડોર્ફની બોલ પર ચોગ્ગા સાથે ખાતું ખોલાવ્યું અને પછી ઋત્વિક શોકિન (43/1)ને ચોગ્ગા સાથે આવકાર્યો પરંતુ ઓફ-સ્પિનરને સ્વીપ કરવાના પ્રયાસમાં તે બેકવર્ડ સ્ક્વેર લેગ પર કેમેરોન ગ્રીન દ્વારા કેચ આઉટ થયો.

પાવરપ્લેમાં દિલ્હીએ 51 રન બનાવ્યા

કેપ્ટન ડેવિડ વોર્નરે ગ્રીનને જ્યારે મનીષ પાંડેએ રિલે મેરેડિથ અને રિતિક પર બે-બે ચોગ્ગા ફટકાર્યા હતા. દિલ્હીએ પાવર પ્લેમાં એક વિકેટે 51 રન બનાવ્યા હતા. પાંડેએ નસીબની મદદથી કેટલીક બાઉન્ડ્રી ભેગી કરી હતી જ્યારે વોર્નરે ફરી એકવાર પ્રતિષ્ઠા છતાં ધીમી બેટિંગ કરી હતી. ત્યારબાદ પાંડે (18 બોલમાં 26 રન) પીયૂષ ચાવલા પર મોટો શોટ રમવાના પ્રયાસમાં લોંગ ઓફ બાઉન્ડ્રી પર બેહરનડોર્ફના હાથે કેચ આઉટ થયો હતો.

બ્રિજ અકસ્માતના પાંચ મહિના બાદ ગુજરાત સરકારની કાર્યવાહી, મોરબી નગરપાલિકા વિસર્જન કર્યું

ગુજરાતના મોરબી શહેરમાં પુલ તૂટી પડવાના કારણે 135 લોકોના મોત થયાના થોડા મહિનાઓ બાદ રાજ્ય સરકારે મંગળવારે મોટી કાર્યવાહી કરી હતી. સરકારે શહેરની મોરબી નગરપાલિકાનું વિસર્જન કર્યું છે. નગરપાલિકા પર ભાજપનું નિયંત્રણ હતું, જે રાજ્યમાં સત્તાધારી પક્ષ પણ છે.

Morbi hanging bridge accident

મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ જી.ટી. પંડ્યાએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “રાજ્ય સરકારે મોરબી નગરપાલિકાનું વિસર્જન કર્યું છે.” મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ 30 ઓક્ટોબર, 2022ના રોજ તૂટી પડ્યો હતો, જેમાં 135 લોકોના મોત થયા હતા. નગરપાલિકા સાથે થયેલા કરાર હેઠળ ઓરેવા ગ્રૂપ દ્વારા આ પુલની જાળવણી અને સંચાલન કરવામાં આવી રહ્યું હતું.

જાન્યુઆરીમાં, રાજ્યના શહેરી વિકાસ વિભાગે નગરપાલિકાને ‘કારણ બતાવો નોટિસ’ જારી કરીને પૂછ્યું હતું કે તેની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહેવા બદલ તેને શા માટે વિસર્જન ન કરવું જોઈએ. સરકારના જણાવ્યા મુજબ, ઓરેવા જૂથે 2018 અને 2020 ની વચ્ચે નગરપાલિકાને ઘણા પત્રો લખ્યા હતા, જેમાં ચેતવણી આપવામાં આવી હતી કે પુલની હાલત જર્જરિત છે અને જો પુલ લોકો માટે ખુલ્લો રહેશે તો ગંભીર અકસ્માતો થઈ શકે છે.

Morbi hanging bridge accident.

‘કારણ બતાવો નોટિસ’માં દાવો કરવામાં આવ્યો છે કે નાગરિક સંસ્થાએ કંપનીની આ ચેતવણીઓ પર ધ્યાન આપ્યું નથી. તેમાં ઉમેર્યું હતું કે 2017માં કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ પાલિકાએ કંપની પાસેથી બ્રિજ લેવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના તારણોને ટાંકીને નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ઓરેવા ગ્રૂપે પુલના સમારકામ, જાળવણી અને કામગીરીમાં ઘણી ભૂલો કરી છે.

નગરપાલિકાએ નિર્દોષતાની દલીલ કરીને નોટિસનો જવાબ આપતા કહ્યું કે તેણે ઓરેવા જૂથને બ્રિજ સોંપવાની ક્યારેય મંજૂરી આપી નથી. તેના 52 કાઉન્સિલરોમાંથી 41એ અલગ જવાબ રજૂ કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે તેમાંના મોટા ભાગનાને ઓરેવા ગ્રૂપને જે કરાર હેઠળ બ્રિજ સોંપવામાં આવ્યો હતો તેની જાણ ન હતી. મોરબી નગરપાલિકાના ચૂંટાયેલા તમામ 52 કાઉન્સિલરો સત્તાધારી ભાજપના હતા.

કર્ણાટક ચૂંટણી માટે બીજેપીની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી

રાજધાની દિલ્હીમાં બે દિવસના મંથન બાદ ભાજપે કર્ણાટક ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આજે અમે આગામી કર્ણાટક ચૂંટણી 2023 માટે 189 ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છીએ. આ યાદીમાં ભારતીય જનતા પાર્ટીએ 52 નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આ પહેલા ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિની બેઠકના પહેલા દિવસે પીએમ મોદીએ કહ્યું હતું કે આ વખતે યુવા ચહેરાઓને તક આપીને કલંકિત નેતાઓથી દૂર રહેવું જોઈએ.

યેદિયુરપ્પાના પુત્રને ટિકિટ મળી 

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાના પુત્ર વિજયેન્દ્ર શિકારીપુરા બેઠક પરથી ચૂંટણી લડશે. શિકારીપુરા યેદિયુરપ્પાની પરંપરાગત બેઠક છે. આ વખતે તેમણે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી.

બોમાઈ તેમની પરંપરાગત બેઠક પરથી ચૂંટણી લડશે

પાર્ટીના મહાસચિવ અરુણ સિંહે કહ્યું કે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ શિગગાંવથી ચૂંટણી લડશે. રાજ્ય મંત્રી બી શ્રીરામુલુ બેલ્લારી ગ્રામીણ બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિ તેમની પરંપરાગત ચિકમગલુર બેઠક પરથી ચૂંટણી લડશે. રાજ્યના આરોગ્ય મંત્રી ડૉ.સુધાકર ચિકબલ્લાપુર બેઠક પરથી ચૂંટણી લડશે. કર્ણાટકના ગૃહપ્રધાન અરાગા જ્ઞાનેન્દ્ર તીર્થહલ્લી બેઠક પરથી ચૂંટણી લડશે. મળતી માહિતી મુજબ, 20 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે.

તેમની સ્પર્ધા ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા સાથે છે

સીએન મલ્લેશ્વરમ બેઠક પરથી રાજ્ય મંત્રી ડૉ.અશ્વથનારાયણ અને મંત્રી આર.કે. અશોક પદ્મનાભનગર અને કનકપુરા એમ બે બેઠક પરથી ચૂંટણી લડશે. કનકપુરાથી કોંગ્રેસના દિગ્ગજ નેતા ડીકે શિવકુમાર ચૂંટણી લડશે. વી સોમન્ના વરુણા સીટ પરથી કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયા સામે ચૂંટણી લડશે. વી સોમન્ના પણ ચામરાજનગર બેઠક પરથી ચૂંટણી લડશે.

ભાજપની યાદીની મહત્વની બાબતો

  • કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ભાજપની 189 ઉમેદવારોની પ્રથમ યાદીમાં 52 નવા ચહેરા છે.
  • યાદીમાં આઠ મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
  • પાર્ટીના જનરલ સેક્રેટરી અરુણ સિંહના જણાવ્યા અનુસાર, ભાજપે 32 OBC, 30 SC, 16 ST ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
  • યાદીમાં પાંચ ઉમેદવારો વકીલ છે અને નવ ડોક્ટર છે. આ સિવાય એક નિવૃત્ત IAS, એક IPS અને ત્રણ અધિકારીઓને ટિકિટ આપવામાં આવી છે.
  • યાદીમાં 31 માસ્ટર્સ અને ત્રણ શૈક્ષણિક ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.

10મી મેના રોજ મતદાન થશે

224 સભ્યોની કર્ણાટક વિધાનસભા માટે 10 મેના રોજ મતદાન થશે અને મતગણતરી 13 મેના રોજ થશે. ભાજપે હજુ સુધી પોતાના ઉમેદવારોની જાહેરાત કરી નથી.

અમિત શાહ અરૂણાચલ પ્રદેશમાં ITBP સૈનિકોને મળ્યા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાલ અરૂણાચલ પ્રદેશ રાજ્યના પ્રવાસે ગયા છે. 10 એપ્રિલ, શનિવારે તેઓ કિબીથુ ખાતે ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (આઈટીબીપી)ના બોર્ડર આઉટપોસ્ટની મુલાકાતે ગયા હતા અને ત્યાં જ રાતવાસો કર્યો હતો. મથક ખાતે અમિત શાહ ITBP જવાનો, જેમને ‘હિમવીર’ કહેવામાં આવે છે, એમની સાથે ‘સૈનિક સભા’માં સામેલ થયા હતા અને એમને સંબોધિત કર્યા હતા અને એમની સાથે રાત્રી ભોજન પણ લીધું હતું. (તસવીર સૌજન્યઃ @HMOIndia @ITBP_official)