નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 5335 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 13 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,47,39,054 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,30,929 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,41,82,538 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2508 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 25,587એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.06 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.75 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,60,742 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.21 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2.09 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 2.03 ટકા છે.
દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,18,366 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 1993 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
અંગ્રેજી ભાષાના અદભુત જોડણીકોશ (ડિક્શનરી)ના રચયિતા, ઈન્ગ્લાન્ડના મહાન લેખક સેમ્યુઅલ જોન્સન એમના મનનીય સુવિચારો માટે પણ જાણીતા હતા. એ લખી ગયા કે “મૅન ઈઝ બૉર્ન ક્રાઈંગ, લિવ્સ કમ્પ્લેનિંગ ઍન્ડ ડાઈઝ ડિસઅપોઈન્ટેડ” અર્થાત્ માણસ રડતો રડતો જન્મે છે, જીવે ત્યાં સુધી સતત ફરિયાદો કરતો રહે છે અને સરિયામ નિરાશા સાથે એ આ દુનિયામાંથી વિદાય લે છે, મૃત્યુ પામવાની ક્ષણ સુધી એને સંતોષ નથી હોતો. મૃત્યુ સામે દેખાતું હોવા છતાં માણસ કંઈકેટલીય આશા, ફરિયાદ, લક્ષ્ય લઈને બેઠેલો હોય છે. અંતે આ બધું પોતાની સાથે લઈને મરે છે.
આની પાછળનું કારણ શું? માણસને જીવનમાં હરહંમેશ ફરિયાદ, અસંતોષ રહે છે આનું કારણ એ જ કે તે જીવનને સારી રીતે સમજી નથી શક્યો. જીવનને સમજી ન શકનારા માનવીની અંદર એક પ્રકારનાં અસંતોષ અને અસુખ રહે છે.
ધારો કે તમે ખૂબ કમાઈ લીધું છે, જીવનમાં જેને સુખ-સગવડ કહે છે એ બધાં મેળવી લીધાં, બૅન્કમાં કરોડો જમા છે, પણ આટલું બધું હોવા છતાં જો તમારી જાત શુદ્ધ નથી, તમારો આત્મા શુદ્ધ નથી, તમારા પારિવારિક સંબંધો સારા નથી, તમારી અંદર પ્રામાણિકતા નથી, તમારી ગમતી પ્રવૃત્તિને નાનામોટાં દાન કરતા નથી, ઈશ્વરમાં શ્રદ્ધા-ભક્તિ નથી… જો આ બધા મુદ્દા ચૂકી ગયા તો સમજી લેજો કે કરોડો કમાયા હોવા છતાં ખરા અર્થમાં તમે જીવન હારી ચૂક્યા છો.
(નેપોલિયન બોનાપાર્ટે)
1789ની ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન ચાવી રૂપ ભૂમિકા ભજવીને ફ્રાન્સના પહેલા સમ્રાટ થનાર તથા માનવઈતિહાસના સૌથી બાહોશ મિલિટરી જનરલ તરીકે સ્થાન પામનારા નેપોલિયન બોનાપાર્ટે પોતાના અંત સમયે પોતાનું જીવનચરિત્ર લખ્યું, જેમાં એમણે નોંધ્યું કે હું ધારું તો આ ધરતી અને આકાશ વચ્ચેની તમામ ચીજવસ્તુ, તમામ સુખ-સગવડો અબી હાલ ખરીદી શકું. દુનિયાઆખીને મારા પગમાં નમાવી શકું. આટલો શક્તિમાન હોવા છતાં મેં મારા આખા આયખામાં છ દિવસ પણ સુખના જોયા નથી.
નવાઈ લાગેને હા, કેમ કે આપણે જેને સુખ માનીએ છીએ એવી સત્તાસંપત્તિ તો નેપોલિયન પાસે હતી જ, છતાં એ કયા ખાલીપાની વાત કરી રહ્યા છે? કયા સુખની વાત કરી રહ્યા છે? આ ખરેખર આપણે વિચારવાનું છે. આપણે જેની કલ્પના કરીએ કે જેના વિચારો કરીએ એના કરતાં પણ વધારે નેપોલિયન પાસે હતું, તેમ છતાં એ સુખી નહોતા. તો શું આપણું ધન આપણને સાચો આનંદ અને સાચું સુખ આપી શકશે?
1970ના દાયકામાં એલ્વિસ પ્રેસ્લી પોતાની કળાના આધારે માત્ર ૩૦ વર્ષની વયે અપાર સંપત્તિ, વૈભવમાં આળોટતો હતો. તે વખતે એટલે કે આજથી પાંચ દાયકા પહેલાંના સમયમાં પ્રાઈવેટ પ્લેનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જનાર એલ્વિસ એકમાત્ર વ્યક્તિ. યુવાવયે આવી બાદશાહી જાહોજલાલી એલ્વિસ પ્રેસ્લીએ ભોગવી હતી. તેના વિશે એવું કહેવાતું કે જિસસ ક્રાઈસ્ટ બાદ તે એવી વ્યક્તિ હતી, જેને આટલી પ્રસિદ્ધિ મળી હતી.
(એલ્વિસ પ્રેસ્લી)
આવી લખલૂટ જાહોજલાલી અને સતત પ્રશંસકોથી, લોકોથી ઘેરાયેલા હોવા છતાં પણ એલ્વિસ પ્રેસ્લીને એકલતા અનુભવતો. માત્ર ૩૩ વર્ષની ઉંમરે ૪૦ ઊંઘની ગોળી લઈને એણે આત્મહત્યા કરી હતી. લાખ્ખો યુએસ ડૉલર બૅન્કમાં પડ્યા હોય છતાં માણસ આપઘાત કરે? ત્યારે એ વિચારવાનું કે આપણે તો એના માટે જ દોડીએ છીએ, રાતદિવસ તેની પાછળ જ પાગલ થઈને તેને જ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ.
આવા તો એક નહીં કેટલાય લોકોના પ્રસંગ આપણને સાંભળવા મળશે. ટૂંકમાં આપણે ખરેખર એ સમજવાનું છે કે ભૌતિકવાદમાંથી બહાર આવીને ખરી શાંતિ અને ખરાં સુખને મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ, જીવનને પ્રેમ કરતાં શીખવું જોઈએ. જો આપણે આટલું સમજી જઈશું તો મોટા ભાગના પ્રોબ્લેમના સોલ્યૂશન ઑટોમેટિક આવી જશે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
વિન્ડસરઃ કેનેડાના ઓન્ટેરિયો પ્રાંતના વિન્ડસરમાં આવેલા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) મંદિરને અમુક અસામાજિક તત્ત્વોએ અપવિત્ર કર્યું છે. એમણે દીવાલ પર ભારત-વિરોધી ભીંતચિત્ર-લખાણ વડે મંદિરને અપવિત્ર કર્યું છે. 2021ના જુલાઈ મહિનાથી કેનેડામાં ભારતીય હિન્દૂ મંદિરો સાથે અપરાધી વ્યવહારની ઘટનાઓ બનતી રહી છે.
(તસવીર સૌજન્યઃ https://www.baps.org/)
નવા બનાવમાં વિન્ડસરના BAPS મંદિરની દીવાલ પર ભારત તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં અને અલગતાવાદી ખાલિસ્તાન ચળવળના ટેકામાં સૂત્રો લખવામાં આવ્યા છે. BAPS સંસ્થાએ આ બનાવ અંગે આઘાત અને નિરાશાની લાગણી વ્યક્ત કરી છે. પોલીસને આ મામલે તત્કાળ પગલું ભરવા જણાવવામાં આવ્યું છે.
2021ના જુલાઈથી કેનેડામાં હિન્દૂ મંદિરને અપવિત્ર કરવાનો આ પાંચમો બનાવ બન્યો છે. આ પહેલાં મિસિસોગામાં રામ મંદિર અને બ્રેમ્પ્ટનમાં ગૌરી શંકર મંદિરને આ જ રીતે અપવિત્ર કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત રિચમોન્ડ હિલ વિસ્તારમાં વિષ્ણુ મંદિર ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને ખરાબ કરવામાં આવી હતી. ત્યારબાદ ગયા સપ્ટેમ્બરમાં ટોરોન્ટોમાં BAPS સંસ્થાના જ સ્વામીનારાયણ મંદિરમાં ભાંગફોડ કરવામાં આવી હતી.
મુંબઈઃ મુકેશ અંબાણીના નેતૃત્ત્વ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) કંપનીએ પાંચ અબજ ડોલરનું બેક-ટુ-બેક વિદેશી કરન્સી ધિરાણ મેળવ્યું છે.
ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, RILની રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડ કંપનીએ ગયા મંગળવારે બે અબજ ડોલરની લોન મેળવી છે. એ જ શરતો હેઠળ આ જ કંપનીએ તાજેતરમાં 3 અબજ ડોલરની સિન્ડિકેટેડ લોન મેળવી હતી. કાચા તેલ ઉત્પાદનથી લઈને ટેલિકોમ બિઝનેસમાં સક્રિય RIL ગ્રુપે ગયા અઠવાડિયે 55 બેન્ક પાસેથી 3 અબજ ડોલરની લોન મેળવી હતી અને હવે 18 બેન્કો પાસેથી બીજા બે અબજ ડોલરની લોન મેળવી છે. ઉદ્યોગના જાણકારોના જણાવ્યા મુજબ, RIL ગ્રુપ આ ફંડનો ઉપયોગ કંપનીના મૂડીખર્ચ માટે તેમજ જિયોના દેશવ્યાપી 5G વિસ્તરણ માટે કરશે.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.
આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.
આજનો દિવસ સારો છે, થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.
આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને ઉકેલી શકાય તેવા સંજોગો બને છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.
કમોસમી માવઠા અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે 198 તાલુકામાં 47 મીમી સુધીનો વરસાદ થયો છે. જેના કારણે 15 જિલ્લામાં પાક નુકસાન થયુ છે. આ અંગે સર્વેની 565 ટીમોએ કામ કર્યુ છે.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેતી અને બાગાયતી પાકમાં થયેલા નુકશાન અંગે ચર્ચા કરવામાં આવી હતા. જેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગત માર્ચ માસ દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે 15 જિલ્લાનાં 64 તાલુકાના 2785 ગામોમાં પાક નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આ અહેવાલોને આધારે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વેની કામગીરી હાથ ધરી છે.
565 સર્વે ટીમોએ સર્વેની કામગીરી હાથ ધરી
ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,જૂનાગઢ, અમરેલી, કચ્છ, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, તાપી, રાજકોટ, બનાસકાંઠા, સુરત, બોટાદ, જામનગર, ભાવનગર, અરવલ્લી અને ભરુચ જિલ્લામાં મળી કુલ 565 સર્વે ટીમોએ સર્વેની કામગીરી હાથ ધરી છે. તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આંબાના પાકમાં નુકશાનીની રજૂઆતોને ધ્યાને લીધી છે. જે અંતર્ગત અસરગ્રસ્ત વિસ્તારમાં પાક નુકશાન સર્વેની કામગીરી હાલ પ્રગતિમાં છે.
33 ટકા કે તેનાથી વધુ નુકશાન થયું હોય તેને સહાય
વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે રાજ્યના 64 તાલુકાના 27 ગામોથી વધુમાં 1.99 હજાર હેક્ટર અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે.આ સર્વેની વિગતો અનુસાર 42,210 હેક્ટર જેટલો વિસ્તાર 33 ટકા કે તેથી વધુ નુકશાનગ્રસ્ત છે. અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના નિયામો પ્રમાણે રાજ્યમાં 33 ટકાથી વધુ નુકસાનગ્રસ્ત હોય તેવા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવવાની વિચારણા કરવામા આવી રહી છે. મંત્રીએ જણાવ્યું હતુ કે 15 જિલ્લાના 2700થી વધુ ગામોમાં સર્વે પૂર્ણ કરવામાં આવ્યું છે. આ 15 જિલ્લામાં 42,610 હેક્ટરમાં નુક્સાન થયુ હોવાનો અહેવાલ મળી રહ્યો છે. જેમાં 33 % કે તેથી વધુ નુક્સાનીનો વિસ્તાર નક્કી કરાયો છે. અને હજુ પણ કમોસમી વરસાદની આગાહી છે ત્યારે પહેલા તબક્કાના અંદાજીત નુકશાન થયું હોવાનું સામે આવ્યુ છે. જેથી સરકાર સહાયના ધોરણોમાં વિચાર કરી રહી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.
કૃષિમંત્રીએ ગૃહમાં આપી હતી વિગતો
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ કૃષિમંત્રીએ ખેડૂતોને સહાય અંગે વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી હતી અને તેમણે 2017 થી લઈ અત્યાર સુધી વારંવાર ખેડૂતોને સહાય ચુકવવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તેમણે આંકડા રજૂ કરતાં કહ્યું હતુ કે છેલ્લા 5 વર્ષમાં સરકારે ખેડૂતોને 10 હજાર કરોડ કરતા પણ વધારેની સહાય કરી છે.
વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે થોડા દજિવસ પહેલા ભાવનગર યુનિવર્સિટીનું પેપર ફૂટ્યું હોવાને લઈને ઘટસ્ફોટ કર્યો છે. હેવે યુવરાજ સિંહે ડમી ઉમેદવારો દ્વારા પરીક્ષા આપવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. યુવરાજ સિંહે પુરાવા સાથે નકલી ઉમેદવારોના નામનુ લિસ્ટ જાહેર કર્યું છે.
વર્તમાનમાં સ્પર્ધાત્મક પરીક્ષા / બોર્ડ પરીક્ષા હોય કે અન્ય કોઈપણ પરીક્ષા ગેરરીતિ ની અલગ અલગ રીત સામે આવે છે. આ વખતે મોડસ નવી ઓપરેન્ડી છે
“ડમી ઉમેદવાર”
પરીક્ષા આપનાર બીજા / નોકરી કરનાર બીજા
આ પ્રકારે(ડમી ઉમેદવારો બેસાડી) નેક્સસ ચલાવવામાં આવી રહ્યું છે. pic.twitter.com/7HdpsKcwMm
ડમી ઉમેદવારો ઉભા કરીને સરકારી મોકરી મેળવવાનું કાવતરુ
વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે શિક્ષણ જગત સાથે જ સંકળાયેલા એજન્ટો ડમી વિદ્યાર્થીઓને મદદ કરવામાં સંડોવાયેલા હોવાનો મોટો ઘટસ્ફોટ કર્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા યુવરાજ સિંહે કહ્યું કે ગુજરાતમાં એક નવી મોડસ ઓપરેન્ડી સાથે સિસ્ટમમાં રહીને ગેરકાયદે રીતે ભરતીઓને લઈને છૂટો દોર મળી રહ્યો છે, નવી મોડસ ઓપરેન્ડી પ્રમાણે ડમી ઉમેદવારો ઉભા રાખવામાં આવે છે. હાલમાં જ મારી ભાવનગરની મુલાકાત દરમિયાન નવી મોડસ ઓપરેન્ડીઓ સામે આવી છે. ભાવનગર જિલ્લાના તળાજા, શિહોર પંથકમાં કેટલાક ગામોમાંથી અમુક ચોક્કસ સમાજના મહેનતુ વિદ્યાર્થીઓને ડમી તરીકે પરીક્ષામાં બેસાડવાની યોજના બનાવવામા આવી રહી છે. અને આની સાથે મુક ચોક્કસ સમાજો જોડાયેલા છે. ત્યારે તંત્ર આ બાબતે પર ધ્યાન આપે તેવી મારી અપીલ છે.
માહીતી એકઠી કરીને વેરિફાઈ પણ કરી
યુવરાજ સિંહે જણાવ્યું હતુ કે ભાવનગરના તળાજા પંથક અને શિહોર પંથકના ગામડાઓ જેવા કે પિપરલા, દિહોર, સથરા, ટીમાણા, દેવગણા, અગિયાળીમાં છેલ્લા 15 દિવસોમા અમે એક એક ગામડામાં જઈને તમામ માહિતી એકઠી કરી છે અને તેને ક્રોસ વેરિફાઈ પણ કરી છે.
ડમી ઉમેદવારોના નામની યાદી
યુવરાજ સિંહે ગેરરીતિ આચરી બોર્ડ પરીક્ષાથી લઇ સ્પર્ધાત્મક પરીક્ષા સુધીના ઉમેદવારોના નામ તેઓએ આપ્યા છે.
ભાવેશ રમેશ જેઠવા જેની જગ્યાએ પરીક્ષા આપવા મિલન ગોગાભાઈ પશુધન નિરિક્ષક વર્ગ ત્રણની જગ્યા પર પાસ થયા છે.
કવિત નીતિન રાવ જેની જગ્યાએ મિલન ગોગાએ જ પરીક્ષા આપી હતી. (2021-22ની લેબોરેટરી ટેક્નીશીયનની ભરતી)
જયદિપ વાલજી રમણાની જગ્યાએ કલ્પેશ પંડ્યાએ પરીક્ષા આપી હતી . (વર્ગ 3ની 2021-22ની ભરતી )
યુવરાજ સિંહે સરકારને કરી અપીલ
આ પ્રકારની ગેરરીતિ આચરનારા અનેક લોકો અલગ અલગ વિભાગ જેવા કે MPHW, વિદ્યાસહાયક, તલાટી, બિન સચિવાલય, ફોરેસ્ટ, વગેરેમાં નોકરી કરે છે. આમ સરકારી નોકરીની ભરતીમાં ખોટી રીતે વિદ્યાર્થીઓમે ઘૂસાડીને નોકરી અપાવવા માટેના કેટલાક મુદ્દાઓ જણાવીને સરકારને આ અંગે ક્રોસ વેરીફાઈ કરવા યુવરાજ સિંહે જણાવ્યું છે.