નવી દિલ્હીઃ દિલ્હીની એર ક્વોલિટી ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 440 સુધી પહોંચી ગયો, જે છેલ્લાં બે વર્ષમાં આ મહીનાનો સૌથી ઊંચો આંક છે. રાજધાનીમાં છેલ્લે 29 ડિસેમ્બર 2025એ હવા આટલી ખરાબ હતી, ત્યારે AQI 401 નોંધાયો હતો.
નિષ્ણાતોના જણાવ્યાનુસાર એર ક્વોલિટી ખરાબ થવાનું મુખ્ય કારણ શાંત પવન, ગાઢ ધુમ્મસ અને સ્થાનિક પ્રદૂષણ છે. એ સાથે જ ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ અને બુલંદશહેર જેવા પડોશી જિલ્લાઓમાંથી આવતું વધુ પ્રદૂષણ પણ જવાબદાર છે.
AQIમાં થોડો સુધારો થવાની શક્યતા
સોમવારે AQIમાં થોડો સુધારો થઈને તે ‘ખૂબ ખરાબ’ કેટેગરીમાં આવે એવી શક્યતા છે અને મંગળવારે પણ આ જ રેન્જમાં રહેવાની શક્યતા છે. જોકે લાંબા ગાળે સુધારાના માટે સિસ્ટમેટિક રીતે ઉત્સર્જનમાં ઘટાડો લાવવો જરૂરી છે. AQIના વર્ગીકરણ મુજબ, 0થી 50 ‘સારું’, 51થી 100 ‘સંતોષજનક’, 101થી 200 ‘મધ્યમ’, 201થી 300 ‘ખરાબ’, 301થી 400 ‘ખૂબ ખરાબ’ અને 401થી 500 ‘ગંભીર’ ગણાય છે.
સ્ટેજ-IV GRAP લાગુ
કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)એ શનિવારે દિલ્હી અને નેશનલ કેપિટલ રીજન (NCR)માં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) હેઠળ સ્ટેજ-IVનાં પગલાં ફરીથી લાગુ કર્યા છે. CAQMના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે હવાની ગુણવત્તાના હાલના ટ્રેન્ડ અને સંબંધિત પરિબળોને ધ્યાનમાં રાખીને તેમ જ વિસ્તારમાં હવા વધુ ખરાબ ન થાય તે માટે, GRAP પર CAQMની સબ-કમિટીએ સર્વસંમતિથી હાલના GRAPના સ્ટેજ-IV — ‘ખૂબ ખરાબ+’ હવા ગુણવત્તા (દિલ્હી AQI > 450) હેઠળ દર્શાવાયેલા તમામ પગલાં તરત જ NCRમાં અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. આ એક પ્રોએક્ટિવ પગલું છે. આ પગલાં GRAPના સ્ટેજ I, II અને III હેઠળ પહેલેથી જ લાગુ પગલાં ઉપરાંત છે.
ફ્લાઇટ્સમાં વિક્ષેપ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રવિવારે શહેરમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું, જેને કારણે વહેલી સવારે સફદરજંગમાં વિઝિબિલિટી શૂન્ય અને પાલમમાં માત્ર 100 મીટર સુધી ઘટી ગઈ હતી. જેથી 500થી વધુ ફ્લાઇટ્સ વિલંબિત થઈ હતી, નવા પશ્ચિમી વિક્ષોભના કારણે બહુ હળવો વરસાદ પણ પડી શકે છે.
તહેરાનઃ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને રવિવારે અમેરિકાને ચેતવણી આપી હતી કે દેશના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખોમિની પર કોઈ પણ પ્રકારનો હુમલો યુદ્ધની ઘોષણા સમાન ગણાશે. તેમણે કહ્યું હતું કે ઈરાન પર થનારા દરેક હુમલાનો તે સંપૂર્ણ શક્તિથી જવાબ આપશે.
તેમણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે જો ઈરાનના લોકોને તેમના જીવનમાં મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, તો તેનું મુખ્ય કારણ અમેરિકા અને તેના સહયોગીઓ દ્વારા લાદવામાં આવેલી લાંબા સમયથી ચાલતી શત્રુતા અને અમાનવીય પ્રતિબંધો છે. અમારા દેશના સર્વોચ્ચ નેતા સામે થતી કોઈ પણ આક્રમકતા ઈરાની રાષ્ટ્ર સામે સંપૂર્ણ યુદ્ધ સમાન છે.
તેમની આ ટિપ્પણી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ આવી છે. શનિવારે ‘પોલિટિકો’ને આપેલા એક ઈન્ટરવ્યુમાં ડોનાલ્ડ ટ્રમ્પે ખોમિનીના લગભગ 40 વર્ષના શાસનને સમાપ્ત કરવાની અપીલ કરી હતી. એટલું જ નહીં, તેમણે ઈરાની સર્વોચ્ચ નેતાને “બીમાર માણસ” ગણાવ્યા અને પોતાના જ લોકોની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે દેશને યોગ્ય રીતે ચલાવવા માટે નેતૃત્વે યોગ્ય ધ્યાન આપવું જોઈએ, જેમ હું અમેરિકામાં કરું છું, સત્તા પર કાબૂ રાખવા માટે હજારો લોકોની હત્યા કરવાની જરૂર નથી. તેમણે આગળ ઉમેર્યું, નેતૃત્વ સન્માન વિશે હોય છે, ભય અને મૃત્યુ વિશે નહીં.
ઈરાનમાં વિરોધ પ્રદર્શન કેમ?
હવે જો ઈરાનમાં ચાલી રહેલી અશાંતિની વાત કરીએ તો તે 28 ડિસેમ્બરે શરૂ થઈ હતી. દેશમાં વધતી મોંઘવારી અને આર્થિક મુશ્કેલીઓના કારણે લોકોનો ગુસ્સો તેહરાનથી દેશનાં શહેરોમાં ફેલાયો. વિરોધ પ્રદર્શન વધતા ઈરાની અધિકારીઓએ 8 જાન્યુઆરીએ ઈન્ટરનેટ અને ફોન સેવાઓને લગભગ સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી. આ પગલાને કારણે ઈરાનનો મોટા ભાગનો હિસ્સો બાહ્ય દુનિયા સાથે સંપર્કથી કપાઈ ગયો.
اگر سختی و تنگنایی در زندگی مردم عزیز #ایران وجود دارد، یکی از عوامل اصلی آن دشمنی دیرینه و تحریمهای غیرانسانی دولت امریکا و همپیمانان اوست.
تعرض به رهبری معظم کشورمان بهمنزله جنگ تمام عیار با ملت ایران است.
ઈરાનમાં ઈન્ટરનેટ લગભગ સંપૂર્ણ રીતે બંધ હોવાના કારણે મૃત્યુઆંક હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યો નથી. અમેરિકા સ્થિત ઈરાની માનવાધિકાર સંગઠન HRANA અનુસાર ઓછામાં ઓછા 3090 લોકોનાં મોત થયાં છે. કેટલાંક કાર્યકર જૂથોનું માનવું છે કે આ સંખ્યા ઘણી વધુ હોઈ શકે છે. બીજી તરફ, 24,000થી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે.
સદ્ગુરુ: જેને તમે ચેતના તરીકે બોલાવો છો તે કોઈ કૃત્ય, વિચાર કે ગુણવત્તા પણ નથી – તે સર્જનનો મૂળ આધાર છે. જો સ્વાતંત્ર્ય તમારો ઉચ્ચતમ ધ્યેય છે, તો તમારે ત્યાગ તરફ જવું પડશે.
સભાનતાનો હંમેશા તમારા જીવનમાં એક વલણ હોય છે. તમારી પાસે તેનો માર્ગ છે કે નહીં તે પ્રશ્ન છે. આ માર્ગને અવગણવા માટેનું કારણ એ છે કે જો તમે તેમાં પ્રવેશ કરો છો, તો તમે અદૃશ્ય થઈ જશે – તમારૂ અસ્તિત્વ નહીં રહે. તમને ગૌરવ કે શરમ, દુઃખ અને આનંદ મળશે નહીં, પરંતુ તમે જે કરવા માંગો છો તે બધું કરી શકશો. જુઓ, હું જે કરવા માંગું છું તે બધું કરી રહ્યો છું, પણ ખરેખર કંઈ છે જ નહીં. તમારી પાસે જીવનમાં કોઈ સિદ્ધિઓ નહીં હોય, અને તમે તમારી સાથેની તુલનામાં વધુ સારૂ કે ખરાબ નહીં રહે. તમે ન તો ઉપર અથવા નીચે જશો, પણ તમે જે પણ ઇચ્છો તે કરી શકશો. તમે જે રીતે ઇચ્છો તે રીતે જીવનનો અનુભવ કરી શકો છો.
આપણે લોકોના મનને સંપૂર્ણપણે ખોટી રીતે વિકસાવી રહ્યા છીએ. તો પછી આપણે કેવી રીતે તેમને શાંતિપૂર્ણ અને આનંદી બનવાની અપેક્ષા રાખી શકીએ? તે કામ કરશે નહીં. જ્યાં સુધી તમે યોગ્ય વસ્તુઓ કરશો નહીં, ત્યાં સુધી તમારી સાથે યોગ્ય વસ્તુઓ થશે નહીં. જો તમારું શરીર સરળતાથી અહીં બેસી નહિ શકે, તો દેખીતી રીતે, એની સાથે કંઇક ઠીક નથી, પછી ભલે તમે તબીબી રૂપે સામાન્ય પ્રમાણિત હોવ.
હું આશ્ચર્યચકિત થયો જયારે મને ખબર પડી કે અમેરિકામાં તબીબી પાઠયપુસ્તકો મુજબ અઠવાડિયામાં બે વાર શૌચાલય જવાનું સામાન્ય માનવામાં આવે છે. યોગ સંસ્કૃતિ મુજબ, યોગીઓને દિવસમાં બે વખત શૌચાલયમાં જવું જોઈએ, કારણ કે મળમૂત્ર સિસ્ટમમાં રહેવું જોઈએ નહીં. જે બહાર જવું જોઈએ તે શક્ય હોય એટલી વહેલી તકે બહાર જવું જોઈએ. જ્યારે તમે સવારે ઊઠો ત્યારે પ્રથમ વસ્તુ તે થવી જોઈએ. અઠવાડિયામાં બે વાર એટલે સરેરાશ, તમે મળમૂત્ર તમારા શરીરમાં ત્રણ દિવસ માટે રાખો છો, અને તમે તમારા મનને ઠીક રાખવાની અપેક્ષા રાખો છો? તે ઠીક રહેશે નહીં કારણ કે તમારું મોટું આંતરડું અને તમારું મગજ સીધા જોડાયેલ છે.
સપ્તાહ દરમિયાન કાયદાકીયપ્રશ્નથી માનસિકથાકની લાગણી જગાવે તેના કારણે ક્યાંક ખોટી વાર્તાલાપ કે વાદવિવાદની ઘટના બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી જરૂરી છે. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયાનિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે. કોઈને વણમાગી સલાહસુચન ના આપવા, ખટપટી લોકોથી દુર રહેવામાજ શાણપણ છે, સ્પર્ધાત્મકપરિક્ષામા આત્મવિશ્વાસ સારો જોવા મળી શકે છે, નવાઆયોજનના વિચારો અને દ્વિધા વધુ જોવા મળી શકે છે.
આકસ્મિકખર્ચા વધે તેવા બનાવ બની શકે છે, પરિવાર સાથે મુસાફરી થઈ શકે છે ,અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીની તમે મજાકકરવાની વૃતિવાળા બનો. જૂનીઓળખાણકે જૂનીયાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે, વેપારના કામકાજમા ઉત્સાહને સફળતા જોવા મળે તેવી વાત બને, જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવા માટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ નવીરીત શીખવી હોયતો આ સમયનો સદઉપયોગ કરવો સારો છે, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક આગળ વધી શકે છે.
મહેનત કરતા ઓછુફળ મળવાની ફરિયાદ મનમા વધુ રહે, ક્યારેય વાણીવિલાસ ના થાય તેનુ દયાન રાખવુ ઇચ્છનીય છે. ધરમાંકે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે, વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે, નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ સારુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.
સાહસિકવૃત્તિ જોવા મળે, આવક-જાવક સરખી રહે, મિલનમુલાકાતકે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમારી હાજરીનુ વર્ચસ્વ પણ દેખાય, વેપારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાનીવૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.
સપ્તાહ દમિયાન સફળતા વધુ જોવા મળે, વિચારોની માયાજાળમા ફસાયેલા રહો, વેપારના કામકાજમા ધીરજનો અભાવ વર્તાય પણ તેની અસર કામકાજમા ખાસ ન પડે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફથી પણ પરેશાની રહે તેમા ઉકેલ પણ આપ મેળે મળી જાય, તમારી લાગણી અન્ય લોકો સારી રીતે સમજી શકે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે અને ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો, ક્યાંક આળસવૃતીકે આરામ કરવાની ભાવના વધુ જાગે, હિતશત્રુ કે ખટપટી વ્યક્તિથી તમારો કુદરતી રીતે સારો બચાવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારકે વિવાહિતવર્ગ માટે સારા સંજોગો ઉભા થઈ શકે છે.
સપ્તાહ દરમિયાન પરિવાર સાથે મનદુઃખ ના થાય તેની દકેદારી રાખવી, છાતી, ફેફસાના દર્દ હોય તેવા લોકોએ દવાબાબત ચોકસાઈ રાખવી, ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિકકાર્ય માં કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ નવીન સમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતુ હોય તેમના માટે કોઈ સારીવાત જાણવા મળે, પસંદગીની ચીજવસ્તુની ખરીદી કરવામા ગણતરી કરતા વધુ ખર્ચ થઈ શકે છે.
ઘરમા કોઈને સ્વાસ્થબાબત નાનીમોટી તકલીફ ના થાય તેનુ ધ્યાન રાખવુ, લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થઈ શકે છે, જૂનીવાત ક્યાય અટકેલી હોય તેમા પણ પ્રયત્ન કરવામા આવેતો નસીબ જોગસંજોગ પણ સાથ આપી શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા મળી શકે છે, મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે આનંદઉત્સાહ અનુભવી શકો છે, તમારામા સહકાર આપવાની ભાવના વધુ જાગે તેવુ પણ બની શકે છે, ભાઈ-બહેનો, મિત્રો તરફથી સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.
કામકાજમા ગણતરી કરતા વધુ મહેનત થયા બાદ ફળ મળે, કામકાજમા ધીરજ અને સમજણનો વ્યવહારુ અભિગમ રાખવો જરૂરી છે, જાહેર જીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે, ઘરમાકે નજીકના સગાસ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે, વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકાર કે માર્ગદર્શન સારુ મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ પણ વધી શકે છે.
કોઇપણ પ્રકારની મિલનમુલાકાત સફળ થઈ શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબતથી તકેદારી રાખવી, ખટપટ કરનારવર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી કોઈની ખોટીવાતમા દોરવાઈ ના જવાય, વેપારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે, સલાહ, ઠપકો કે કઈપણપ્રકારનુ માર્ગદર્શન કોઈને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમા તેને કોઈ ગેરસમજ ના થઇ જાય, વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટશબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહપૂર્વક વર્તવાથી ઘણીશાંતિ અને સરળતા તમારા વ્યવહારમા રહી શકે છે.
રોકાણ માટે કે નવાકોઇપણ આયોજન માટે સમય સાથ આપી શકે છે, યાત્રાકે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિકભાવના વધુ જાગે અને લોકકલ્યાણના વિચારો આવે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુમહેનત કરવાથી સારા ફળની પ્રાપ્તિ થઇ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત બની શકે છે, લગ્નમાટેની વાતચીત ગોઠવવી અને તેમા મિલનમુલાકાત કરવી ફાયદાકારક બની શકે છે, વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આ સપ્તાહ દરમિયાન તેમા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે છે.
તમારા સંબંધને મજબુત રાખવા પ્રયત્ન કરવા પડે, કામકાજમા વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો, કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે તેમજ કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે, ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, વેપારમા કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થઈ શકે છે માટે તકેદારી રાખવી, મુસાફરી, થોડી કંટાળાજનક, સમય અને નાણાનોવ્યય થાય તેવો રહી શકે શકે છે.
પરિવાર, સહ-કર્મચારી સાથે સુમેળ થોડો ઓછો જોવા મળે માટે વાર્તાલાપ અને વર્તણુકમા યોગ્ય ગણતરી રાખવી સલાહભરી છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમા કામ કરવાથી લાભ થઈ શકે છે. મુસાફરીનુ આયોજન થઈ શકે છે, પેટ,અપચાની તકલીફ બાબતે તકેદારી રાખવી, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિકકે ધાર્મિક કામકાજમા જોડાવાની વૃતિ વધુ જાગે, કોઈ પ્રવૃત્તિમા અન્યનો સાથસહકાર મળી શકે છે, નાણાની લેવડદેવડ તેમજ પ્રેમ સંબંધમા ધીરજ અને જાગૃતતા રાખવી ઇચ્છનીય છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાઝા માટે સ્થાપિત આંતરરાષ્ટ્રીય સંગઠન “બોર્ડ ઓફ પીસ” માં જોડાવા આમંત્રણ આપ્યું છે. બોર્ડનો હેતુ ગાઝામાં શાંતિ, પુનર્નિર્માણ અને નવી શાસન વ્યવસ્થાને આગળ વધારવાનો છે. ટ્રમ્પની 20-મુદ્દાની શાંતિ યોજનાના બીજા તબક્કાના ભાગ રૂપે 15 જાન્યુઆરીએ બોર્ડની જાહેરાત કરવામાં આવી હતી.
બોર્ડના પ્રાથમિક કાર્યો ગાઝાને શસ્ત્ર મુક્ત કરવા, માનવતાવાદી સહાય પહોંચાડવા, નાશ પામેલા માળખાનું પુનર્નિર્માણ કરવા અને તકનીકી પેલેસ્ટિનિયન વહીવટ સ્થાપિત કરવા છે. આ વહીવટની દેખરેખ ભૂતપૂર્વ પેલેસ્ટિનિયન અધિકારી અલી શાથના નેતૃત્વ હેઠળ NCAG (ગાઝાના વહીવટ માટે રાષ્ટ્રીય સમિતિ) દ્વારા કરવામાં આવશે.
ટ્રમ્પે તેને અત્યાર સુધીનું સૌથી મહાન અને સૌથી પ્રતિષ્ઠિત બોર્ડ ગણાવ્યું. બોર્ડની સ્થાપક કાર્યકારી સમિતિમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો, ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ટોની બ્લેર, ટ્રમ્પના જમાઈ અને સલાહકાર જેરેડ કુશનર, ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ, વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગા, અબજોપતિ ઉદ્યોગપતિ માર્ક રોવાન અને સલાહકાર રોબર્ટ ગેબ્રિયલનો સમાવેશ થાય છે.
૧૬ જાન્યુઆરીએ યુએસ દૂતાવાસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રમ્પે ગાઝા વહીવટ માટે રાષ્ટ્રીય સમિતિ (એનસીએજી) ની રચનાની જાહેરાત કરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આગામી અઠવાડિયામાં એક્ઝિક્યુટિવ બોર્ડ અને ગાઝા એક્ઝિક્યુટિવ બોર્ડના વધારાના સભ્યોની જાહેરાત કરવામાં આવશે.
યુએન મધ્ય પૂર્વના ભૂતપૂર્વ રાજદૂત નિકોલે મ્લાડેનોવ બોર્ડના અધ્યક્ષ રહેશે, જેમને ગાઝા માટે ઉચ્ચ પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એક અલગ ગાઝા એક્ઝિક્યુટિવ બોર્ડની પણ રચના કરવામાં આવી છે, જેમાં તુર્કીના વિદેશ પ્રધાન હકન ફિદાન, યુએઈના પ્રધાન રીમ અલ-હાશિમી, કતારી રાજદ્વારી અલી અલ-થવદી અને અન્ય પ્રાદેશિક પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. આ યુએસ નેતૃત્વ સાથે આરબ દેશોના જોડાણને દર્શાવે છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણી રમાઈ. શ્રેણીની અંતિમ મેચ 18 જાન્યુઆરીએ ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ન્યુઝીલેન્ડ માટે ડેરિલ મિશેલ અને ગ્લેન ફિલિપ્સે શાનદાર સદી ફટકારી હતી. સાથે મળીને, તેમણે ભારતીય બોલરોને સંપૂર્ણ રીતે કચડી નાખ્યા હતા. ન્યુઝીલેન્ડે ભારત સામેની આ મેચમાં જંગી સ્કોર નોંધાવ્યો હતો. લક્ષ્યનો પીછો કરતા, ભારતની શરૂઆત ખરાબ રહી. રોહિત શર્મા અને શુભમન ગિલે પણ ખરાબ પ્રદર્શન કર્યું. ન્યુઝીલેન્ડે 41 રનથી મેચ જીતીને ઇતિહાસ રચ્યો. આ ભારતીય ભૂમિ પર ન્યુઝીલેન્ડ માટે પ્રથમ ODI શ્રેણી જીત હતી. અગાઉ, ન્યુઝીલેન્ડે ક્યારેય ભારતીય ભૂમિ પર ODI શ્રેણી જીતી ન હતી.
New Zealand register a 41-run victory in the decider and win the series 2-1
ઝારખંડના લાતેહાર જિલ્લામાં રવિવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો જ્યારે છત્તીસગઢથી આવી રહેલી એક રિઝર્વ બસ મહુઆદાનર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓરસા ખીણમાં કાબુ ગુમાવીને પલટી ગઈ. મુસાફરો બલરામપુરના મહારાજગંજ ગામથી સગાઈ સમારોહમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે અને 25 થી વધુ ઘાયલ થયા છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર છે.
ઘટના બનતા જ ગ્રામજનોએ વહીવટીતંત્રને જાણ કરી અને રાહત કામગીરી શરૂ કરી. મહુઆદાનર એસડીએમ વિપિન કુમાર દુબેએ તાત્કાલિક આરોગ્ય વિભાગ અને અન્ય ટીમો ઘટનાસ્થળે મોકલી. મહુઆદાનડ, ગારુ અને નેતરહાટની આરોગ્ય ટીમો એમ્બ્યુલન્સ સાથે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા. કેટલાક ગંભીર રીતે ઘાયલોને અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
સ્થાનિક રહેવાસીઓએ પણ માનવતા દાખવી અને ઘાયલ મુસાફરોને ખાનગી વાહનોમાં હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાયલોની સારવાર ચાલી રહી છે, અને મૃત્યુઆંક અને ઘાયલોની સ્થિતિ અંગે સત્તાવાર માહિતી તબીબી તપાસ પછી જાહેર કરવામાં આવશે.
ખોમિની પર હુમલો ઈરાન સામે યુદ્ધ માનવામાં આવશેઃ રાષ્ટ્રપતિ પેજેશ્કિયાન
તહેરાનઃ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને રવિવારે અમેરિકાને ચેતવણી આપી હતી કે દેશના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખોમિની પર કોઈ પણ પ્રકારનો હુમલો યુદ્ધની ઘોષણા સમાન ગણાશે. તેમણે કહ્યું હતું કે ઈરાન પર થનારા દરેક હુમલાનો તે સંપૂર્ણ શક્તિથી જવાબ આપશે.
તેમણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે જો ઈરાનના લોકોને તેમના જીવનમાં મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, તો તેનું મુખ્ય કારણ અમેરિકા અને તેના સહયોગીઓ દ્વારા લાદવામાં આવેલી લાંબા સમયથી ચાલતી શત્રુતા અને અમાનવીય પ્રતિબંધો છે. અમારા દેશના સર્વોચ્ચ નેતા સામે થતી કોઈ પણ આક્રમકતા ઈરાની રાષ્ટ્ર સામે સંપૂર્ણ યુદ્ધ સમાન છે.
તેમની આ ટિપ્પણી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ આવી છે. શનિવારે ‘પોલિટિકો’ને આપેલા એક ઈન્ટરવ્યુમાં ડોનાલ્ડ ટ્રમ્પે ખોમિનીના લગભગ 40 વર્ષના શાસનને સમાપ્ત કરવાની અપીલ કરી હતી. એટલું જ નહીં, તેમણે ઈરાની સર્વોચ્ચ નેતાને “બીમાર માણસ” ગણાવ્યા અને પોતાના જ લોકોની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે દેશને યોગ્ય રીતે ચલાવવા માટે નેતૃત્વે યોગ્ય ધ્યાન આપવું જોઈએ, જેમ હું અમેરિકામાં કરું છું, સત્તા પર કાબૂ રાખવા માટે હજારો લોકોની હત્યા કરવાની જરૂર નથી. તેમણે આગળ ઉમેર્યું, નેતૃત્વ સન્માન વિશે હોય છે, ભય અને મૃત્યુ વિશે નહીં.
ઈરાનમાં વિરોધ પ્રદર્શન કેમ?
હવે જો ઈરાનમાં ચાલી રહેલી અશાંતિની વાત કરીએ તો તે 28 ડિસેમ્બરે શરૂ થઈ હતી. દેશમાં વધતી મોંઘવારી અને આર્થિક મુશ્કેલીઓના કારણે લોકોનો ગુસ્સો તેહરાનથી દેશનાં શહેરોમાં ફેલાયો. વિરોધ પ્રદર્શન વધતા ઈરાની અધિકારીઓએ 8 જાન્યુઆરીએ ઈન્ટરનેટ અને ફોન સેવાઓને લગભગ સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી. આ પગલાને કારણે ઈરાનનો મોટા ભાગનો હિસ્સો બાહ્ય દુનિયા સાથે સંપર્કથી કપાઈ ગયો.
ઈરાનમાં ઈન્ટરનેટ લગભગ સંપૂર્ણ રીતે બંધ હોવાના કારણે મૃત્યુઆંક હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યો નથી. અમેરિકા સ્થિત ઈરાની માનવાધિકાર સંગઠન HRANA અનુસાર ઓછામાં ઓછા 3090 લોકોનાં મોત થયાં છે. કેટલાંક કાર્યકર જૂથોનું માનવું છે કે આ સંખ્યા ઘણી વધુ હોઈ શકે છે. બીજી તરફ, 24,000થી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે.