Home Blog Page 2992

મુંબઈ એરપોર્ટના બંને રનવે બીજી મેએ કામચલાઉ બંધ રખાશે

મુંબઈઃ અહીંના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના સત્તાવાળાઓએ જાહેરાત કરી છે કે આવતી બીજી મેએ એરપોર્ટના બંને રનવે છ કલાક માટે કામચલાઉ બંધ રાખવામાં આવશે. ચોમાસા પૂર્વે સારસંભાળનું કામ હાથ ધરવાનું હોવાથી બંને રનવે પર વિમાન સેવા બંધ રખાશે.

જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે એરપોર્ટના બંને રનવે બીજી મેના મંગળવારે સવારે 11 વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. તે સમયગાળા દરમિયાન ચોમાસા પૂર્વે જાળવણીની તાકીદની યોજના અંતર્ગત કામકાજ હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી તમામ એરલાઈન્સ અને એવિએશન સત્તાવાળાઓ સાથે સહયોગમાં હાથ ધરવામાં આવશે. મુંબઈ એરપોર્ટના સત્તાવાળાઓએ આની જાણ છ મહિના પહેલાં જ સંબંધિત લોકોને કરી દીધી હતી. તમામ વિમાનસેવાઓ બીજી મેએ સાંજે પાંચ વાગ્યા બાદ રાબેતા મુજબ ફરી શરૂ કરવામાં આવશે.

ડોનાલ્ડ ટ્રમ્પને જામીન મળ્યા, ફ્લોરિડા પાછા જતા રહ્યા

ન્યૂયોર્કઃ પોર્ન ફિલ્મોની અભિનેત્રીને ગેરકાયદેસર રીતે પૈસા આપવાના પ્રકરણમાં ધરપકડ કરાયા બાદ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જામીન અરજીને અહીંના મેનહટન શહેરની કોર્ટે મંજૂર ગઈ કાલે રાખી હતી. સુનાવણી બાદ ટ્રમ્પ ફ્લોરિડા પાછા જતા રહ્યા હતા.

આ કેસ એડલ્ટ ફિલ્મોની અભિનેત્રી સ્ટોર્મી ડેનિયલ્સ સાથે બાંધેલા સેક્સ સંબંધોની વાતો ગુપ્ત રાખવા માટે ટ્રમ્પે 2016માં પ્રમુખપદની ચૂંટણી દરમિયાન સ્ટોર્મીને ચૂકવેલા પૈસાને લગતો છે. ખટલા દરમિયાન કોર્ટે ટ્રમ્પ સામેના આરોપ માન્ય રાખ્યા હતા. ટ્રમ્પની સામે 34 ગંભીર ક્રિમિનલ આરોપ મૂકવામાં આવ્યા છે. કોર્ટે ટ્રમ્પને 1.22 લાખ ડોલરનો દંડ પણ ફટકાર્યો છે. આ પૈસા સ્ટોર્મી ડેનિયલ્સને ચૂકવવાનો કોર્ટે એમને આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન ત્રણ ઉદાહરણ આપવામાં આવ્યા હતા. એક, ટ્રમ્પે એમના ટ્રમ્પ ટાવરના સિક્યુરિટી ગાર્ડને મોઢું બંધ રાખવા માટે 30,000 ડોલર આપ્યા હતા. એક મહિલાને 150 હજાર ડોલર આપ્યા હતા અને પોર્ન સ્ટારને એક લાખ 30 હજાર ડોલર આપ્યા હતા.

વાહ ભાઈ વાહ! 0૫ એપ્રિલ, ૨૦૨૩

વાહ ભાઈ વાહ! 0૫ એપ્રિલ, ૨૦૨૩

પાંચ એપ્રિલ ‘રાષ્ટ્રીય દરિયાઈ દિવસ’: બેટ દ્વારકા, શિયાળબેટને થાઈલેન્ડના ટાપુઓની જેમ હાઈ-ફાઈ બનાવાશે

ગુજરાતના તમામ બંદરો પાસે પોતાની આગવી વિશેષતાઃ સુરત – લોથલ બંદરનું છે ઐતિહાસિક મહત્વઃ દરિયાઈ જીવ સૃષ્ટિ જાણવા અને માણવા પિરોટન, પિશોત્રા, નરારા ટાપુમાં ઉમટે લાખો પર્યટકો

*******

સૌરાષ્ટ્રમાં આવેલા બેટ દ્વારકા અને શિયાળબેટ ટાપુઓને થાઈલેન્ડના ટાપુની જેમ હાઈ-ફાઈ બનાવાશે: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આઈલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની બેઠકમાં નિર્ણય લેવાયો

*******

મેરીટાઈમ બોર્ડ દ્વારા ગુજરાતના બંદરોમાં થઈ રહ્યો છે વિકાસઃ વર્ષ ૨૦૨૩ના બજેટમાં નવલખી બંદરની ક્ષમતા વધારવા રૂ.૧૯૨ કરોડની ફાળવણી


પૃથ્વીના ૭૧ ટકા ભાગ પર મહાસાગરો છે. મહાસાગરો પૃથ્વીના વાતાવરણની સ્વચ્છતાની જાળવણી કરવાનું કામ કરે છે. જેમાં ભારત એ કુદરતી સંસાધનોથી ભરપૂર છે. આપણા દેશમાં પર્વતો, બારમાસી નદીઓ, બરફાચ્છાદિત પ્રદેશો, રણપ્રદેશો, ખીણો વગેરે આવેલા છે. આ ઉપરાંત આપણા દેશની સંસ્કૃતિ પણ હજારો વર્ષો જૂની છે. આપણા ગુજરાતની વાત કરીએ તો, સમગ્ર દેશમાં સૌથી વધુ એટલે કે ૧૬૬૪ કિ.મી.દરિયા કિનારો ઘરાવતું વિશેષ રાજ્ય એ ગુજરાત રાજય છે.

આટલા વિશાળ દરિયાકિનારાના લીધે જ ગુજરાતમાં દરિયાઈ ક્ષેત્રમાં વિકાસ માટે બંદરો અને વહાણવટા ક્ષેત્રનું પુનરુત્થાન માટે “ગુજરાત મેરી ટાઈમ બોર્ડ”ની સ્થાપના થઈ છે. જે અનેક નાના મોટા બંદરોનું વ્યવસ્થાપન સંભાળે છે. ગુજરાતના કંડલા, મુન્દ્રા, જાફરાબાદ, વેરાવળ એ મહત્વના વ્યાપારિક બંદરો છે તેમજ ગુજરાત પાસે નવ શિપયાર્ડ છે. ભાવનગર જિલ્લાના અલંગ ખાતે મોટા પ્રમાણમાં શીપ બ્રેકિંગ કરાય છે. છેલ્લી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં પણ અનેક વિદેશી કંપનીઓ સાથે બંદરના વિકાસ માટે એમ.ઓ.યુ. થયા હતા. આ ઉપરાંત તાજેતરમાં ગુજરાત સરકારે બહાર પડેલા વર્ષ ૨૦૨૩ના બજેટમાં મોરબી પાસેના નવલખી બંદરની ક્ષમતા વધારવા રૂ.૧૯૨ કરોડની ફાળવણી કરી છે. બંદરો અને વાહનવ્યવહાર વિભાગ માટે રૂ. ૩૫૧૪ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી જેનાથી પ્રવાસીઓની સગવડ વધશે અને પ્રદૂષણ- ટ્રાફિક જામ ઘટશે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા, સોમનાથ, પોરબંદર, માધવપુર, જોડિયા, સિકકા, જામનગર, નવલખી સહિતના અનેક વિસ્તારોમાં દરિયો આવેલો છે. જેના કારણે અનેક લોકોને મત્સ્ય આધારિત રોજગારી મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા મત્સ્ય ઉદ્યોગ ફૂલેફાલે તે માટે અનેક યોજનાઓ-પ્રકલ્પો અમલમાં છે. માછીમારી પ્રવૃતિ હવે ઉદ્યોગ બન્યો છે. આપણી ઝીંગા, પ્રોન, લોબ્સ્ટર સહિતની માછલીઓની નિકાસ મોટી સંખ્યામાં વિદેશોમાં થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દૂરંદેશીભર્યા નેતૃત્ત્વમાં મત્સ્ય ઉદ્યોગનો વિકાસ થયો છે. આ ઉપરાંત કોસ્ટલ એરિયાના વિકાસના ભાગરૂપે કોસ્ટલ રોડના નવનિર્માણની દિશામાં કામ થઈ રહ્યું છે. જે પૂર્ણ થતાં ગુજરાતના દરિયાઈ માર્ગના ક્ષેત્રે એક નવલું નજરાણું લોકોને પ્રાપ્ત થશે. આ કોસ્ટલ રોડના નિર્માણનો મુખ્ય હેતુ દરિયાના એક કિનારેથી બીજા કિનારા વચ્ચે સંપર્ક તૈયાર કરવાનો છે. જેના લીધે  સમય અને પૈસાની બચત થશે.

આ ઉપરાંત મત્સ્ય ઉદ્યોગ, બંદર ઉદ્યોગ ઉપરાંત અનેક સ્ટ્રીટ વેન્ડર્સ દરિયાઈ ચીજ વસ્તુઓ જેવી કે શંખ, છીપલા, મોતીઓના ઘરેણા બનાવી તથા વેચીને  રોજગારી મેળવે છે. માધવપુર, દ્વારકા, કોવાયા, જામનગર સહિત અનેક સ્થળોએ દરિયાઈ પ્રાણીના સંવર્ધન ઉછેર કેન્દ્ર ચાલી રહ્યા છે. જે પૈકી માધવપુરનું દરિયાઇ કાચબા ઉછેર કેન્દ્ર પ્રખ્યાત છે.

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના દરિયાકિનારે પ્રવાસીઓને આકર્ષવા ગાર્ડન, વોશ એરિયા, સીટીંગ અરેંજમેન્ટ, એમ્યુઝમેન્ટ પાર્ક, ઊંટસવારી  વગેરે જેવી મનોરંજક સવલતોનું નિર્મણ કરાયું છે. સરકારના સઘન પ્રયાસોથી પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાની બાજુમાં આવેલા શિવરાજપુર બીચને આંતરરાષ્ટ્રીય સ્તરે ‘બ્લુ ફ્લેગ’નો દરજ્જો મળ્યો છે. હાલમાં શિવરાજપુર બીચ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દ્વારકાથી બેટ દ્વારકા જવા અત્યાર સુધી બોટમાં બેસીને જવાતું હતું પરંતુ હવે આ માર્ગે ‘સિગ્નેચર બ્રિજ’ બની રહ્યો છે. જેનાથી દ્વારકાધીશના દર્શનાર્થીઓને વધુ એક સુવિધા પ્રાપ્ત થશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આઈલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની બેઠક યોજાઇ હતી જેમાં સૌરાષ્ટ્રમાં આવેલા બેટ દ્વારકા અને શિયાળબેટ ટાપુઓને થાઈલેન્ડના ટાપુની જેમ હાઈ-ફાઈ બનાવી તેનો વિકાસ કરવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જામનગર પાસેના લોકપ્રિય પર્યટન સ્થળ પીરોટન અને નરારા ટાપુઓનો દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં સમાવેશ થાય છે. હજારો પર્યટકો પફર ફીશ, સ્ટાર ફીશ, લોબસ્ટર,પરવાળા, ક્રેબ, ઝીંગા, કુકુંબર, ઓક્ટોપસ, પાપલેટ, ચુરમાઈ, શાર્ક, ઘોલ સહિતની અલભ્ય દરિયાઈ સૃષ્ટિને નિહાળી શકે તે માટે આ સ્થળોએ સરકારે ગાઈડની વિશેષ સુવિધા ઉભી કરી છે.

દરિયાઈ વિસ્તારમાં નાળીયેરી ખૂબ મોટા પ્રમાણમાં થતી હોવાથી નાળીયેરી આધારિત ઉદ્યોગો થકી પણ અનેક પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થઇ રહ્યું છે. ગુજરાતના નાળીયેરની અન્ય રાજ્યોમાં પણ નિકાસ થાય છે. તેમજ નાળીયેરના છોતરામાંથી વિવિધ બનાવટોનો અલગ ઉદ્યોગ વિકસ્યો છે.

સૌરાષ્ટ્રમાં એકપણ બારમાસી નદી નથી એટલે જ સૌરાષ્ટ્ર એ કાયમી અછતગ્રસ્ત વિસ્તાર છે. જેથી આ વિસ્તારમાં સરકારની ‘સૌની’ યોજના થકી પાણી પહોંચાડવામાં આવે છે તેમ છતાંય ભારત સરકાર અને ગુજરાત સરકારે ખારા પાણીને મીઠું પાણી બનાવવા માટે દરિયાઇ વિસ્તારોમાં ડિસેલીનેશન પ્લાન્ટ બનાવવાનું શરૂ કર્યુ છે. જેના થકી પીવાના પાણીની અછતની સમસ્યા દૂર થવાની સંભાવના છે. આમ, દરિયાઈ જીવસૃષ્ટિના સંવર્ધન માટે સરકાર દ્વારા સુયોજિત કામગીરી થઈ રહી છે. આ ઉપરાંત પાણી આધારિત વીજ ઉત્પાદન પણ થઇ રહ્યું છે. આ ઉપરાંત કોસ્ટલ હાઇવેના કામો પણ ચાલી રહયા છે. જેનાથી એક દરિયાઇ વિસ્તારથી બીજા દરિયાઇ વિસ્તારમાં ઓછા અંતરે પહોંચી શકાશે.

(આલેખન – પારૂલ આડેસરા, રિધ્ધિ ત્રિવેદી)

0૫ એપ્રિલ, ૨૦૨૩

0૫ એપ્રિલ, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 04/04/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા,વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે , અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુના અટકેલાકામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસજો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં  જોખમન કરવું


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે,  વેપારમાં નાનું કામકાજ કરવુંજ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજીના કરવી.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, તમાંરી લાગણી કદર સારી રીતે થાય જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે સામાજિક,ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

નોટ આઉટ@ 92: રમણીકભાઈ વેલાણી

ભાવનગર પાસે આવેલ વરતેજ જેવા નાના ગામથી વડોદરા થઈ અમેરિકા (ટેક્સાસ, હ્યુસ્ટન)ની રસપ્રદ જીવન-સફર ખેડનાર રમણીકભાઈ વેલાણીની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  

જન્મ વરતેજમાં, શિક્ષણ ભાવનગરમાં.પિતા રેલવેમાં કોન્ટ્રાક્ટર. આઠ ભાઈઓનું બહોળું કુટુંબ. ભાઈઓમાં અપ્રતિમ પ્રેમ. રોજ રાત્રે આઠે ભાઈઓ ભેગા ન થાય ત્યાં સુધી જમે નહીં! ભાઈઓએ રાત્રે જમવાનું એક જ મોટી થાળીમાં!

રમણીકભાઈએ જીવનમાં જાતજાતના ધંધા કર્યા! વરતેજમાં પથ્થરની ખાણ લીધી, પાલીતાણામાં કેનાલનું કામ કર્યું. શેત્રુંજય ડેમ પાસે 40 વીઘા જમીન લઈ શેરડી વાવી અને ગોળ બનાવી વેચ્યો. સ્ટુડિયોમાં પણ કામ કર્યું. ફોટોગ્રાફી તેમનું મનગમતું કામ! ભાવનગરના હાઈનેસના તેઓ પર્સનલ ફોટોગ્રાફર હતા.પ્રિન્સના તથા કુંવરના લગ્નમાં તેમણે ફોટોગ્રાફી કરી હતી. 1964ની સાલમાં તેઓ વડોદરા આવ્યા. જીએસએફસી, રિફાઇનરી વગેરેમાં ઇલેક્ટ્રીકનું કામ કર્યું અને 90ની સાલમાં લંડન થઈ અમેરિકા આવ્યા.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

તેઓ સવારે છ વાગ્યે ઊઠે અને જાતે ચા બનાવી પીએ. સામાન્ય કસરત કરે. ગરમ નાસ્તો કરે, કઠોળ, થેપલા વગેરે. બે કલાક આઇપેડમાં ભારતના તથા ગુજરાતના સમાચાર જાણે, ગુજરાત સમાચાર, સંદેશ વગેરે છાપાઓ જુએ, હવામાનના સમાચાર જાણે. જરૂર હોય ત્યારે  બાળકોને લેવા-મૂકવાનું કામ પણ કરે. જૈન દેરાસરોમાં સેવા આપે છે. દેરાસરમાં સારું ગ્રુપ થઈ ગયું છે. હ્યુસ્ટનમાં જૈન લોકોની વસ્તી વધી રહી છે. ભારતથી નવા-નવા ભણવા આવેલા યુવાનોને એકલું લાગે તો દેરાસરમાં, બહાર બેસી તેમની સાથે વાતો કરે, તેમને યોગ્ય સલાહ આપે, તેમને મદદ કરે, સ્ટોરમાં લઈ જઈ ગ્રોસરીની ખરીદીમાં મદદ કરે.

શોખના વિષયો : 

બાળપણમાં દરબારના દીકરાઓ સાથે ભાઈબંધી હતી એટલે શોખ બધા જ શાહી રહ્યા છે! સ્વિમિંગનો ઘણો શોખ. ગમે તે પાણીમાં કૂદી પડે! મોટરસાયકલ ચલાવવી પણ બહુ ગમે, અને ઘોડેસવારીનો પણ ઘણો શોખ. ફોટોગ્રાફી તો શોખ અને પ્રોફેશન બંને!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે, ભગવાનની મહેરબાની. હજુ પણ અમેરિકામાં સારી રીતે ગાડી ડ્રાઈવ કરી શકે છે. ચશ્મા નથી, કાનનું મશીન નથી, ટાંટીયા ચાલે છે! થોડું બીપી રહે છે, પણ બીજો કોઈ પ્રોબ્લેમ નથી.

યાદગાર પ્રસંગ: 

ભાવનગરના હાઈનેસ અને વિજયાબા સાથે બહુ સારા સંબંધો. ખેતીવાડીનો કોમન શોખ એટલે તેઓ સાથે ઘણું ફરતાં. ૭૫ વર્ષ પહેલાનો એક પ્રસંગ યાદ કરે છે. વરતેજની બાજુના ગામમાં યુવાનોએ શરત લગાડી કે અમુક કૂવામાંથી જો કોઈ નીચેની રેતી લઈ આવે તો પાંચ રૂપિયા ઇનામ મળે! રમણીકભાઈએ તો બીડું ઝડપી લીધું! કૂવામાં કૂદી પડ્યા! છેક નીચે સુધી પહોંચી ગયા અને રેતી પણ લઈ લીધી! પણ પછી ઉપર આવતા તકલીફ પડી. અંદર દોરડા એવી રીતે બાંધી દીધેલા કે સહેલાઈથી ઉપર અવાય નહીં. જેમ તેમ કરીને કુદરતે બચાવી લીધા અને છેક ઉપર સુધી આવી ગયા. ત્યાં તો ગામમાં ખબર પહોંચી ગઈ હતી એટલે રમણીકભાઈના બાપુજી ગભરાઈને દોડતા દોડતા કૂવે આવી લાગ્યા. છેક ઉપર આવેલા રમણીકભાઈએ બાપુજીને જોયા અને પાછી કૂવામાં ડૂબકી મારી દીધી!!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

નવી ટેકનોલોજી માટે એકદમ પોઝીટીવ છે. લેટેસ્ટ ટેલીફોન અને આઇપેડ વાપરે છે. બે કલાક છાપા અને સમાચારમાં જાય છે, પછી લોકગીતો, ડાયરા, સાઈરામનો પ્રોગ્રામ વગેરે જુએ છે. ટેકનોલોજીના ઉપયોગથી સિનિયરોને સારો સમય પસાર થાય છે, બાકી તો ટેકનોલોજી બેધારી તલવાર છે. શું જુઓ છો એ અગત્યનું છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

અમેરિકા કરતાં ભારતમાં, વડીલો અને મા-બાપ પ્રત્યે માન ઓછું થયું છે. અમે નાના હતા ત્યારે બહાર જતા પહેલાં વડીલોને પગે લાગતા. હવે યુવાનોને અને કિશોરોને તેમ કરતા  શરમ લાગે છે, અને તે લગભગ બંધ થઈ ગયું છે. મોબાઈલ સાથે યુવાનો પોતાનામાં જ મસ્ત રહે છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

દેરાસરને કારણે યુવાનોના સતત સંપર્કમાં છે.  તેમને પાંચ બાળકો, દસ ગ્રાન્ડ-ચિલ્ડ્રન અને સાત ગ્રેટ-ગ્રાન્ડ-ચિલ્ડ્રન છે. બધાં પ્રસંગે ભેગાં થાય છે. હવે સંયુક્ત-કુટુંબ હોય તો બરાબર છે, બાકી એકલા હોય તો યુવાનો પર કોઈ કંટ્રોલ રહે નહીં. કોઈને સલાહ ગમતી નથી. તેમને સુધારવાના પ્રયત્નો કરવા નહીં! 

સંદેશો : 

જંક-ફૂડ ખાશો નહીં. મેંદો-મેગી-પાસ્તા વગેરે બંધ કરો. હોટલનું અને બહારનું ખાવાનું ઓછું કરો.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મંગળવારે (4 એપ્રિલ) ધરપકડ કરવામાં આવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ ક્રિમિનલ કેસની સુનાવણી માટે મેનહટન કોર્ટ પહોંચ્યા હતા. એડલ્ટ સ્ટાર કેસમાં ન્યૂયોર્ક ગ્રાન્ડ જ્યુરીએ પૂર્વ રાષ્ટ્રપતિ વિરુદ્ધ ફોજદારી કેસને મંજૂરી આપી હતી. ડોનાલ્ડ ટ્રમ્પની 2016 ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા મોં બંધ રાખવા માટે પુખ્ત ફિલ્મ અભિનેત્રીને ચૂકવણી કરવાના આરોપ સાથે સંબંધિત ફોજદારી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેને કોર્ટમાં હાજર કરવા લઈ જવામાં આવ્યા છે.

ટ્રમ્પના આગમન પહેલા ત્યાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. ટ્રમ્પ આઠ કારના કાફલામાં કોર્ટ પહોંચ્યા હતા. ફોજદારી ટ્રાયલનો સામનો કરનાર તેઓ પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ છે. રિપબ્લિકન પાર્ટી સાથે જોડાયેલા ટ્રમ્પે સોમવારે ફ્લોરિડા છોડતા પહેલા ‘ટ્રુથ સોશિયલ’ પ્લેટફોર્મ પર લખ્યું કે તેમને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે. ટ્રમ્પે સ્ટોર્મી ડેનિયલ્સને પૈસા આપવાના સંબંધમાં કોઈપણ પ્રકારની ગેરરીતિનો ઈન્કાર કર્યો છે. જ્યારે ટ્રમ્પ રાષ્ટ્રપતિ હતા ત્યારે મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી.


ડોનાલ્ડ ટ્રમ્પે આ આરોપોને નકારી કાઢ્યા 
આ કેસ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીના દિવસો પહેલા ઓક્ટોબર 2016ના અંતમાં તેના તત્કાલિન અંગત વકીલ માઈકલ કોહેન વતી ડેનિયલ્સને કરવામાં આવેલી US$130,000ની ચુકવણી સાથે સંબંધિત છે. આ પૈસા કથિત રીતે ડેનિયલ્સને એટલા માટે આપવામાં આવ્યા હતા કે તે એક દાયકા પહેલા ટ્રમ્પ સાથેના તેના કથિત સંબંધો વિશે કોઈ ખુલાસો ન કરે. ટ્રમ્પ આ આરોપને નકારી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કોર્ટમાં તેમની હાજરીના થોડા કલાકો પહેલા તેમના સમર્થકોને એક ઈમેલ મોકલ્યો હતો. જેમાં તેણે દાવો કર્યો હતો કે તેની ધરપકડ પહેલાનો આ છેલ્લો ઈમેલ હતો. જેમાં તેમણે કહ્યું કે અમેરિકા ‘માર્ક્સવાદી થર્ડ વર્લ્ડ’નો દેશ બની રહ્યો છે. ટ્રમ્પે લખ્યું કે આજે અમે અમેરિકામાં ન્યાય ગુમાવવાનો શોક મનાવી રહ્યા છીએ. આજનો દિવસ એવો છે જ્યારે સત્તાધારી રાજકીય પક્ષ તેના મુખ્ય હરીફની ધરપકડ કરે છે પછી ભલે તેણે કોઈ ગુનો ન કર્યો હોય.
તેણે પોતાના ઈ-મેલમાં કહ્યું કે હું તમારા સમર્થન માટે તમારો આભાર માનું છું. અમને મળેલા તમામ દાન, સમર્થન અને પ્રાર્થનાઓથી હું અભિભૂત છું. મારા માટે નહીં – પણ આપણા દેશ માટે શું થઈ રહ્યું છે તે જોઈને દુઃખ થાય છે.

ઠાકરે Vs ફડણવીસ: ઉદ્ધવ ઠાકરેએ કહ્યું બકવાસ ગૃહમંત્રી, દેવેન્દ્ર ફડણવીસે પુષ્પા શૈલીમાં આપ્યો જવાબ

પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ થાણેમાં તેમની પાર્ટીની મહિલાઓ પર હુમલાને લઈને શિંદે જૂથ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આનંદ દિઘેના પોલીસ સ્ટેશનને ગુંડાઓના પોલીસ સ્ટેશનમાં ફેરવવાના પ્રયાસો ચાલુ છે. ઠાકરેએ એકનાથ શિંદેને ગુંડા મંત્રી કહેવા જોઈએ, મુખ્યમંત્રી નહીં. તેમણે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ ઠાકરેને નકામા ગૃહમંત્રી કહ્યા. નાગપુરમાં ગૌરવ યાત્રા કાર્યક્રમને સંબોધિત કરતી વખતે દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને જવાબ આપતા કહ્યું કે હું કારતુસ છું. ઝુકીશ નહીં.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મહિલા ગુંડાઓની એક ટોળકી બનાવવામાં આવી છે. હું આવા શબ્દોનો ઉપયોગ નથી કરતો પરંતુ જો મહિલાઓ ગુંડાગીરી કરવા લાગે તો દેશ, મહારાષ્ટ્ર અને થાણેનું શું થશે. જો આપણે હવે ઈચ્છીએ તો તેમની ગુંડાગીરીને જડમૂળથી ઉખાડીને ફેંકી શકીએ છીએ. જો આપણે ઈચ્છીએ તો આ ગુંડાઓ અને નકલી શિવસૈનિકો કે જેઓ બાળાસાહેબ ઠાકરેના ફોટા સાથે નાચતા હોય, તેમને હાથમાં ભગવો અને બાળાસાહેબનો ફોટો લેવાનો કોઈ અધિકાર નથી.

પ્રેસ કોન્ફરન્સમાં ઠાકરેએ કહ્યું કે જે લોકો મહિલાઓનો ઉપયોગ કરે છે તેમને નપુંસક કહેવા જોઈએ. સૌથી કમનસીબી એ છે કે તમને મળ્યા પહેલા હું કમિશનરની ઓફિસમાં ગયો ત્યારે ત્યાં કોઈ કમિશનર નહોતા. રોશની શિંદે (ઉદ્ધવ જૂથની કાર્યકર)એ પોતાની ફરિયાદમાં ગુંડાગીરી કરનાર મહિલાઓના નામ પણ લખ્યા છે. ગર્ભવતી રોશનીની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન તેણે ના પાડતાં તેને પેટ પર લાત મારી હતી. આવા લોકો થાણે અને મહારાષ્ટ્રમાં રહેવા માટે યોગ્ય નથી.

ઉદ્ધવ ઠાકરેએ શું દાવો કર્યો?

ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો કે જ્યારે તેઓ રોશનીને મળ્યા ત્યારે તેમણે કહ્યું કે તેમણે કોઈ પ્રકારની ટિપ્પણી કરી નથી. આ પછી રોશનીને માફી માંગતો વીડિયો બનાવવા માટે કહેવામાં આવ્યું, તેણે તે પણ કર્યું, પરંતુ તે પછી ઘણી મહિલાઓને બોલાવીને માર મારવામાં આવ્યો. ઠાકરેએ વધુમાં કહ્યું કે આ રાજ્ય ગુંડાગીરીનું છે. હવે મને લાગે છે કે શિંદેને મુખ્યમંત્રી કે ગુંડા મંત્રી કહેવા જોઈએ.

શું છે મામલો?

તમને જણાવી દઈએ કે રોશની પર ફેસબુક પર શિંદે સરકાર વિશે અપમાનજનક પોસ્ટ કરવાનો આરોપ છે. આ પછી શિંદે જૂથની મહિલા કાર્યકરો ગુસ્સે થઈ ગઈ અને રોશનીની મારપીટ કરી.

પંચાંગ 05/04/2023