આજથી તમારી ચા સ્વાદ બનશે કડવી, અમુલ ડેરીએ માર્કેટમાં વેચાતા દૂધના પાઉચના ભાવમાં વધારો ઝીંક્યો છે. આ નવા ભાવ વધારાના પરિણામે દુધની થેલી અને અલગ અલગ બ્રાન્ડના ભાવમાં ફરક આવ્યો છે. શાકભાજી, ખાદ્ય તેલ બાદ હવે અમૂલ બ્રાન્ડના દૂધની વિવિધ વેરાઈટીઓમાં પ્રતિલિટરે 2 રુપીયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલે 6 મહિનામાં આ બીજી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. અમૂલ બ્રાન્ડના ગોલ્ડ, તાજા, શક્તિ, ટી સ્પેશિયલ, કાઉ મિલ્ક, ચા મઝા, સ્લીમ એન્ડ ટ્રીમ, એ ટુ ગાયનું મિલ્ક, બફેલો મિલ્ક સહિતની દરેક બ્રાન્ડમાં પ્રતિલિટરે 2 રુપિયાનો વધરો કરાયો છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, ભરુચ, સૌરાષ્ટ્ર. કચ્છ, ઉત્તર ગુજરાત, ખેડા-આણંદ, નર્મદા સહિતના સમગ્ર રાજ્યમાં 1લી એપ્રિલેથી ભાવ વધારો લાગુ થશે. બ્રાન્ડ જૂનો ભાવ (રૂ. / 500 મિલી) નવો ભાવ (રૂ. / 500 મિલી)
એક તરફ પેટ્રોલ, ગેસ, શાકભાજી, ખાદ્યતેલના ભાવો આસમાને છે. ત્યારે દૂધના ભાવોમાં વધારાને લઈને ગૃહિણીઓનુ બજેટ ખોરવાયુ છે. ભાવ વધારા અંગે ફેડરશને કહ્યું હતું કે દૂધ ઉત્પાદન ખર્ચમાં વધારો, પશુઆહારના રો-મટીરિયલ મોંધુ થતા તેમજ ઇંધણના ભાવવધારાને કારણે પરિવહન મોધું બનતા આ ભાવ વધારો કરાયો છે
અમદાવાદઃ ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા 1 એપ્રિલ, 2023એ ‘58મા રાઇઝિંગ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. ગોલ્ડન કટાર ડિવિઝનના અમદાવાદ કેન્ટોનમેન્ટમાં આવેલા યુદ્ધ સ્મારક પાર્કમાં યોજાયેલા એક ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં કમાન્ડિંગ જનરલ ઓફિસરે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પુષ્પાંજલિ આપી હતી. આ દિવસ આપણા વીર અને નિવૃત્ત સૈનિકોને વંદન કરવા માટે પણ સમર્પિત કરવામાં આવ્યો હતો, જેમણે તેમની નિષ્ઠા અને બલિદાનથી આ ડિવિઝનનું જતન કર્યું છે.
ગોલ્ડન કટાર ડિવિઝનનો ઇતિહાસ વીરતાની ગાથા છે. અજોડ સાહસથી ભરપૂર શૌર્યપૂર્ણ કાર્યો તેમાં સામેલ છે. ભારતીય સેનાએ 1965માં 340 ચોરસ કિમી અને 1971માં 7443 ચોરસ કિમી પર કબજો કર્યો ત્યારે દેશને આ યુદ્ધોમાં મળેલી સફળતાથી પણ આ બાબત સ્પષ્ટ થઈ હતી.
ગોલ્ડન કટાર ડિવિઝન હંમેશાં ગુજરાત રાજ્યમાં તેમના સાથી દેશવાસીઓને મદદ અને સહકાર પહોંચાડવા માટે પ્રયત્નશીલ રહે છે. તાજેતરનાં કેટલાંક ઉદાહરણો પર નજર કરીએ તો તૌક્તે ચક્રાવાત, કોવિડ-19 અને મોરબીનો પૂલ તૂટી પડવાની દુર્ઘટનામાં તેમણે કરેલાં રાહત કાર્યો છે. આ ફોર્મેશને “ગ્રામ સેવા, દેશસેવા” હેઠળ ગામડાંનું મજબૂતીકરણ કરવા અને સુરક્ષા દળો દ્વારા સરહદી ગામોને દત્તક લેવા માટેની વિવિધ પહેલોને પણ સમર્થન આપ્યું છે. ગુજરાતમાં આવેલી શિક્ષણ સંસ્થાઓ અને ઉદ્યોગો સાથે મળીને અત્યાધુનિક ટેકનોલોજીના વિકાસને ઉત્પ્રેરિત કરવાના ઉદ્દેશ સાથે આ ડિવિઝને “પરિવર્તન વર્ષ 2023″ની થીમ સાથે પોતાને ફરીથી દેશસેવામાં સમર્પિત કર્યું છે.
આણંદઃ અમૂલે રાજ્યના કેટલાક ભાગોમાં તાજા દૂધ મોંઘું કર્યું છે. આજથી વધેલી કિંમતો લાગુ થઈ ગઈ છે. અમૂલે એક લિટરે રૂ. બે વધારવામાં આવી છે, જે MRPના આશરે 3-4 ટકા છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ. (GCMMF)એ એની માહિતી આપી હતી. ફેડરેશનના જણાવ્યા મુજબ રાજ્યના અમદાવાદ અને સૌરાષ્ટ્ર-કચ્છના બજારોમાં કિંમતો વધારી છે, જે આજથી લાગુ પડશે.
અમૂલ દૂધના ભાવમાં છ મહિનામાં બીજી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. અમૂલની તાજા, શક્તિ, ટી સ્પેશ્યલ, કાઉ મિલ્ક, ચા મઝા, સ્લીમ એન્ડ સ્ટ્રીમ, એ2 ગાયનું મિલ્ક, બફેલો મિલ્ક સહિતની બ્રાંડમાં સીધા બે રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે.
હવે નવા ભાવવધારા સાથે અમૂલ ગોલ્ડ હવે પ્રતિ લિટર રૂ. 64, અમૂલ શક્તિ રૂ. 58 પ્રતિ લિટર અને અમૂલ તાઝા રૂ. 52 પ્રતિ લિટરના ભાવે વેચાશે. આ સાથે બફેલો દૂધના ભાવમાં પ્રતિ લીટરે રૂ.4નો વધારો કરવામાં આવ્યો છે. જે હવે રૂ. 34 પ્રતિ 500 મિ.લીના કિંમતને વેચાશે. અમૂલ ટી સ્પેશિયલ પણ હવે રૂ.29ના બદલે રૂ.30 (500 મિલી)માં વેચાશે. અમૂલ ડીટીએમ (સ્લીમ અને ટ્રીમ) દૂધ પણ રૂ.22થી વધીને રૂ.23 (500 મિલી) થઈ ગયું છે.
બીજી તરફ ગઈ કાલે અમૂલ ડેરી દ્વારા દૂધ ખરીદીમાં પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ.20નો ભાવવધારો ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એટલે હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ.800થી વધીને રૂ.820 ચૂકવવામાં આવશે. આ સાથે દૂધ ભરતા સભાસદોને અકસ્માત વીમો પણ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
મુંબઈઃ BSE SME પર વધુ બે કંપનીઓ લિસ્ટ થતાં લિસ્ટેડ કંપનીઓની સંખ્યા 430 થઈ છે. કમાન્ડ પોલિમર્સ લિમિટેડ પશ્ચિમ બંગાળના પરગણામાં રજિસ્ટર્ડ છે. કંપનીએ રૂ.10ની મૂળ કિંમતના 25.32 લાખ ઈક્વિટી શેર, શેરદીઠ રૂ.28ની કિંમતે ઓફર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઇશ્યુ 21 માર્ચે સંપન્ન થયો હતો. કંપની પોલિમર્સ આધારિત પ્રોડક્ટ્સનું ઉત્પાદન અને વેચાણ કરે છે, જેમાં પોલિથિન એલએફ ટ્યૂબ્સ, તાડપત્રી શીટ્સ, પોલિયેસ્ટર ફેબ્રિક્સ અને અન્ય પોલિમર્સનો સમાવેશ થાય છે.
દેવ વેન્ચર્સ લિમિટેડ ગુજરાતના ભાવનગરમાં રજિસ્ટર્ડ કંપની છે, જે માત્ર નેચરલ ડાયમંડ્સનું પ્રોસેસિંગ કરે છે. કંપનીએ ઓછા વેસ્ટેજ સાથે પોલિશ્ડ હીરાનું વધુ ઉત્પાદન આપવામાં એક્સપર્ટ છે. કંપનીએ રૂ.10ની મૂળ કિંમતના 22 લાખ ઈક્વિટી શેર્સ રૂ. 51ની કિંમતે ઓફર કર્યા હતા. કંપનીનો ઈશ્યુ 21 માર્ચ, 2023એ સંપન્ન થયો હતો.
મુંબઈઃ BSE સ્ટાર MF પ્લેટફોર્મ પર માર્ચમાં 2.67 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા છે, જે એક રેકોર્ડ છે. નાણાકીય વર્ષ 2023ને અંતે આ પ્લેટફોર્મ પર આગલા વર્ષની તુલનાએ 43 ટકાના વધારા સાથે રૂ. 4.35 લાખ કરોડના ટ્રાન્ઝેક્શન્સ થયા છે. વર્ષમાં 26.45 કરોડ ટ્રાન્ઝેકશન્સ થયા છે.
ત્રિમાસિક ધોરણે નાણાકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળાના અંતે ટ્રાન્ઝેક્શન્સ રૂ. 5.65 કરોડથી 37 ટકા વધીને રૂ. 7.73 કરોડ થયા છે, જ્યારે માર્ચમાં ગયા વર્ષના માર્ચની તુલનાએ ટ્રાન્ઝેક્શન્સનું મૂલ્ય 36 ટકા વધીને રૂ. 2.67 કરોડ થયું છે. માર્ચને અંતે સ્ટાર MFની SIPની સક્રિય બુક સાઇઝ 1.96 કરોડ રહી છે.
આણંદઃ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રુરલ મેનેજમેન્ટ-આણંદ (IRMA)એ તેની પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (રૂરલ મેનેજમેન્ટ) – PGDM (RM) પ્રોગ્રામની 42મી આઉટગોઇંગ બેચ માટેની કેમ્પસ પ્લેસમેન્ટ પ્રક્રિયા હાલમાં જ પૂરી કરી લીધી છે. IRMA એ જાહેર કરીને ખૂબ જ ગર્વ અનુભવે છે કે, તેની વર્ષ 2021-2023ની બેચને 100% પ્લેસમેન્ટ મળ્યું છે.
પ્લેસમેન્ટની પ્રક્રિયા દરમિયાન વાર્ષિક 26.5 લાખનું સર્વોચ્ચ પેકેજ આપવામાં આવ્યું હતું. આ બેચમાં રિક્રૂટરો દ્વારા આપવામાં આવેલું એકંદર સરેરાશ પેકેજ વાર્ષિક રૂ. 15.5 લાખનું હતું, જે વર્ષ 2022ની બેચથી ઘણું વધારે છે. તો મધ્યક CTC વાર્ષિક રૂ. 15 લાખ જળવાઈ રહ્યો છે, જેમાં સૌથી ઓછું CTC વાર્ષિક રૂ. 08.5 લાખ હતું. આથી વિશેષ વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત સંગઠનો તરફથી 36 પ્રી-પ્લેસમેન્ટ ઓફરો પ્રાપ્ત થઈ હતી.
પ્લેસમેન્ટની પ્રક્રિયા ખૂબ જ ફળદાયી સાબિત થઈ હોવાથી IRMAના ડિરેક્ટર ડો. ઉમાકાંત દાસે અત્યંત આનંદ અને ગર્વની લાગણી રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2021-2023ની PGDM (RM) બેચે વૈશ્વિક મહામારીની વચ્ચે તેનું શૈક્ષણિક કાર્ય શરૂ કર્યું હતું અને તે એક સ્થિતિસ્થાપક ગ્રુપ સાબિત થયું છે, હું વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ કાર્યદેખાવ બદલ અભિનંદન પાઠવું છું અને તેમના ભાવિ પ્રયાસો માટે શુભાશિષ આપું છું.
બેંકિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિઝ અને ઇન્શ્યોરન્સ (BFSI) ઇન્ડસ્ટ્રી વર્ષ 2021-2023ની બેચની મુખ્ય રિક્રૂટર જળવાઈ રહી છે, કારણ કે કુલ વિદ્યાર્થીઓમાંથી 42 ટકા વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં પ્લેસમેન્ટ પ્રાપ્ત થયું છે.
આ વર્ષની પ્લેસમેન્ટ પ્રક્રિયામાં સામેલ થયેલા મુખ્ય રિક્રૂટરોમાં ફ્લિપકાર્ટ, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF), એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB), સર્વ ગ્રામ ફિનકેર પ્રાઇવેટ લિમિટેડ, એક્સિસ બેંક, રિલાયન્સ રીટેઇલ, વેદાંતા સીએસઆર, યુબી, મોર રીટેઇલ, આઇડીએફસી ફર્સ્ટ બેંક, મહિન્દ્રા હોમ ફાઇનાન્સ, મધર ડેરી, ગ્રાન્ટ થોર્નટન ભારત એલએલપી, આઇટીસી લિમિટેડ, અર્નેસ્ટ એન્ડ યંગ, પીડબ્લ્યુસી, ડાબર, ડીસીએમ શ્રીરામ, ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક, પિક્સુએટ, બેંકર્સ ડઝન, ધી ડિજિટલ ફિફ્થ, ડ્રૂલ્સ પેટ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ, ફારમાર્ટ, ખૈબર એગ્રો, અમૂલ, મેકડોનાલ્ડ્સ, આરબીઆઇ ઇનોવેશન હબ અને રેડસીર સ્ટ્રેટેજી કન્સલ્ટિંગનો સમાવેશ થાય છે.
ચંડીગઢઃ 35 વર્ષ જૂના રોડ રેઝ કેસમાં એક વર્ષની જેલની સજા ભોગવી રહેલા નવજોત સિંહ સિદ્ધુ જેલમાંથી બહાર આવી ગયા છે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ રહેલા સિદ્ધુ પાર્ટીના સૂત્રધાર રહ્યા છે. તેઓ કોંગ્રેસ માટે હંમેશા એક કોયડો રહ્યા છે, કેમ કે ક્યારેક તેમના તેવર નરમ રહ્યા છે, પણ ક્યારે ગરમ થઈ જાય એ કોઈ કહી ના શકે. આવામાં તેઓ પંજાબના રાજકારણમાં લોકસભા ચૂંટણી 2024ની ઠીક પહેલાં સક્રિય થઈ રહ્યા છે. જોકે સિદ્ધુનું રાજકારણ કોંગ્રેસ માટે મુસીબતથી જરાય ઓછું નથી.
કોંગ્રેસ માટે 2022માં થયેલી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ માટે એક સબક સમાન હતી. એવું કહેવામાં આવે છે કે કોંગ્રેસની પડતી પાછળ સિદ્ધ પણ જવાબદાર છે. તેણે પાર્ટીને એવી અસમંજસમાં નાખી કે લોકો સમજી નહીં શક્યા કે ચરણજિત સિંહ ચન્ની અને તેમની વચ્ચે તાલમેલ છે કે નહીં. સિદ્ધ ચૂંટણી તો હંમેશાં જીતતા રહ્યા, પણ ક્યારેય રાજકીય નેતા ના બની શક્યા. તેમનો ગુસ્સો હંમેશાં તેમની આડે આવતો રહ્યો.
વળી, કોંગ્રેસની અસ્થિરતાનું સૌથી મોટું કારણ સિદ્ધુને જ માને છે, કેમ કે તેમને કારણે જ કેપ્ટન અમરિન્દર સિંહ પાસે સોનિયા ગાંધીએ તેમનું રાજીનામું માગી લીધું હતું.ચન્ની જ્યારે મુખ્ય પ્રધાન બન્યા, ત્યારે પણ સિદ્ધુએ તેમની સાથે પંગો લીધો હતો. તેઓ કોંગ્રેસના અધ્યક્ષ હતા, પણ ક્યારેક તેઓ રાજીનામું ધરી દેવાનું કહેતા હતા અને ક્યારેક રાજકીય નાટક કરતા હતા. તેમના સહયોગી તેમના નારાજ થતા હતા.
પંજાબમાં સિદ્ધુની ભૂમિકા
પંજાબના રાજકારણમાં તેમનું કદ તો મોટું છે, પણ તેઓ જનતાનો વિશ્વાસપાત્ર ચહેરો નહીં બની શક્યા. તેઓ ગાંધી પરિવારની પણ નજીકની વ્યક્તિ હતા, તેમ છતાં તેઓ કાંગ્રેસ તેમના પર વિશ્વાસ નહોતો દર્શાવી શકતા. તેઓ પાર્ટી મેનેજમેન્ટ ફેલ રહ્યા છે. આવામાં સિદ્ધુની વાપસીની રાહ પંજાબમાં એટલી સરળ નહીં હોય.
“જે મનુષ્યો સૂર્ય સમાન નિયમપૂર્વક પ્રવૃત્ત રહીને શરીરને નિરોગી અને આત્માને વિદ્વાન બનાવીને, પૂર્ણ બ્રહ્મચર્ય પાળીને, સ્વયં વરણ કરેલી પ્રિય સ્ત્રીનો સ્વીકાર-વિવાહ કરીને, તેમાં સંતાન ઉત્પન્ન કરીને તથા સુશિક્ષિત કરીને વિદુષી બનાવે છે તેઓ ધનના પતિ બને છે.” યજુર્વેદના 25મા સ્કંધની 46મી સંહિતામાં આ બોધ આપવામાં આવ્યો છે.
આ સંહિતામાં કુબેરપતિ બનવા માટેના વ્યક્તિના ગુણોની વાત કરવામાં આવી છે. કુબેરપતિનો અર્થ ફક્ત નાણાકીય સંપત્તિ ધરાવતી વ્યક્તિ નહીં, પણ સર્વાંગી સંપત્તિના માલિક હોવાનો છે. આપણા શાસ્ત્રો પ્રમાણે સંપત્તિના અનેક પ્રકાર છેઃ શારીરિક સંપત્તિ, સામાજિક સંપત્તિ, ભાવનાત્મક સંપત્તિ, નાણાકીય સંપત્તિ, વગેરે. આમ, સર્વાંગી સંપત્તિ પ્રાપ્ત કરનાર વ્યક્તિ પ્રસન્ન રહી શકે છે.
આપણી સૌથી મોટી સંપત્તિ આપણું આરોગ્ય છે. આથી જ કહેવાયું છે, “પહેલું સુખ તે જાતે નર્યા.” આપણે રોજિંદા જીવનમાં અનેક શ્રીમંત લોકો જોઈએ છીએ, જેમને દવાઓ લીધા વગર જરાય ચાલતું નથી. તેઓ ગોળીઓના સહારે જ જીવતા હોય છે.
અપાર ધન હોય, પરંતુ માણસ માઇગ્રેન કે એસિડિટીથી પિડાતો હોય તો એ શ્રીમંતાઈનો શું અર્થ? આપણું માથું દુખતું હોય કે છાતીમાં બળતરા થતી હોય ત્યારે ધનને કારણે કોઈ રાહત થાય છે અથવા આપણને ધનવાન હોવાની સ્થિતિનો આનંદ પ્રાપ્ત થાય છે? તો પછી અખૂટ પૈસો હોવાનો શું અર્થ?
આપણી બીજી એક કહેવત કહે છે, “મન ચંગા તો કથરોટ મેં ગંગા.” ઉક્ત સંહિતા મુજબ મન અને શરીર બન્ને તંદુરસ્ત-સ્વસ્થ હોય એ ઘણું જરૂરી છે. સંપત્તિ માણવા માટે એ સ્થિતિ આવશ્યક છે.
સમાજ પણ આપણી સંપત્તિ જ કહેવાય. બાળપણમાં મારા માસા અનેક વાર મજાકમાં કહેતા, “પૈસો મારો પરમેશ્વર બૈરી મારી ગુરુ; છોકરાં મારાં શાલિગ્રામ, પૂજા કોની કરું?” આ ઉક્તિ ભલે હળવાશમાં કહેવાઈ હોય, વાસ્તવમાં, જીવનસાથી, સંતાનો, પરિવારજનો અને મિત્રો આપણી સંપત્તિ હોય છે.
કોઈને છૂટાછેડા લીધા બાદ ભરણપોષણ પેટે ભલે મોટી રકમ મળી હોય, તેનો અર્થ એવો નથી થતો કે એ વ્યક્તિ એ ધનથી ખુશ રહી શકશે. પ્રોપર્ટીની બાબતે ઘરમાં ઝઘડા થતા હોય, વારસાની પ્રોપર્ટી માટે કૉર્ટમાં કેસ ચાલતા હોય અને પરિવારની અંદર રોજ કંકાશ ચાલતો હોય તો ગમે તેટલી સંપત્તિ પણ આપણને ખુશ રાખી નહીં શકે.
આપણા સામાજિક વર્તુળના લોકો પણ નિઃ સ્વાર્થ હોવા જોઈએ. આપણી પાસે પ્રસિદ્ધિ કે ધન ન હોય તોપણ તેઓ સાથ નિભાવે એવા હોવા જોઈએ. ઘણી ખ્યાતનામ હસ્તીઓ મરતી વખતે સાવ એકલવાસમાં કે તરછોડાયેલી હાલતમાં રહેતી હોય એવા અનેક કિસ્સા આપણે જોયા-વાંચ્યા-સાંભળ્યા છે. જ્યાં સુધી તેમની પાસે ધન હોય ત્યાં સુધી લોકો સાથ નિભાવે અને સંપત્તિ ખલાસ થવા લાગે ત્યારે બધા સાથ છોડી જાય.
મોટી હસ્તીઓ તો સમજ્યા, ઘણા સામાન્ય માણસોને પણ મેં એમ કહેતાં સાંભળ્યા છે, “મને બહાર બધા લોકો માનથી બોલાવે છે, પરંતુ ઘરમાં કોઈ માન આપતું નથી.” આવા લોકો એ વાત સમજતા નથી કે ઘરના લોકોને તમારી બધી આદતો, તમારા મિજાજ, તમારાં તરકટ, વગેરે બધી અંદરની વાતોની જાણ હોય છે અને એ બધું જાણતા હોવા છતાં સ્વજનો તમારી સાથે રહેતા હોય છે. આથી જ કહેવાનું કે જે પરિવારજનો અને મિત્રો નિઃ સ્વાર્થપણે તમારી સાથે રહે એ જ તમારી ખરી સામાજિક સંપત્તિ.
એક જાણીતા લેખકે જ્યારે મને કહ્યું કે તેમના ખાસ મિત્રે તેમનું એકેય પુસ્તક વાંચ્યું નથી ત્યારે મને ઘણું આશ્ચર્ય થયું. મેં તેમને પૂછ્યું કે આ બાબતે તેમને કેવું લાગે છે. તેમણે મને કહ્યું, “એ મારું લખાણ વાંચતો નથી એ વાત મને કઠે છે, પરંતુ મને એ પણ ખબર છે કે હું જાણીતો માણસ ન હોઉં તોપણ એ મારો સાથ છોડે એવો નથી. તેની દોસ્તી મારી કિર્તી કે કૌશલ્ય, વગેરે પર નિર્ભર નથી.”
છેલ્લે એટલું જ કહેવાનું કે મનુષ્યની શારીરિક સંપત્તિ, સામાજિક સંપત્તિ, ભાવનાત્મક સંપત્તિ અને નાણાકીય સંપત્તિનો પરસ્પર સુમેળ હોવો જોઈએ. જો એ ન હોય તો કોઈ સંપત્તિનો આનંદ લઈ શકાતો નથી. આ સુમેળને જ યોગિક સંપત્તિ કહેવાય છે અને આપણે એવી જ સંપત્તિની ચાહના રાખવી જોઈએ.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
લતા મંગેશકર સંગીતકાર માસ્ટર વિનાયકને ત્યાં નોકરી કરતા હતા અને એમનું અવસાન થયું ત્યારે એમને કામ અપાવવા કેમેરામેન પાપા બુલબુલેએ કહ્યું કે એક સંગીતકાર હરિશચંદ્ર બાલી તારું ગીત સાંભળવા માગે છે. તેઓ લતાને પોતાની મોટરસાયકલ પર બેસાડીને ‘સેન્ટ્રલ સ્ટુડિયો’ લઇ ગયા. બાલીએ લતાનો સ્વર સાંભળ્યો અને ગીતો ગવડાવવાનું વચન આપ્યું. લતા જ્યારે એમના ગીતોનું રેકોર્ડિંગ કરતા હતા ત્યારે કલાકારોને કામ અપાવતા એક પઠાણે અવાજ સાંભળ્યો. એણે સંગીતકાર ગુલામહૈદરને જઇને કહ્યું કે એક નવી છોકરી આવી છે એને બોલાવીને ગવડાવી જુઓ.
લતાને એ સંદેશો મળ્યો એટલે માસીની છોકરીને સાથે લઇને ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં એમને મળવા ગયા. એમના કોઇ ગીતનું રેકોર્ડિંગ ચાલતું હતું એટલે બંને રાહ જોતા બેસી રહ્યા. કલાકો પછી ગુલામહૈદર બહાર આવ્યા અને મોડું થવા બદલ માફી માગી. પછી સ્ટુડિયોમાં લઇ જઇ એમણે લતાનો અવાજ સાંભળ્યો. લતાએ એમની જ ફિલ્મ ‘હૂમાયું’ નું એક ગીત ‘મેં તો ઓઢું ગુલાબી ચુનરિયા’ સંભળાવ્યું એનાથી ખુશ થયા. બીજું સંભળાવવા કહ્યું ત્યારે લતાએ નૂરજહાંનું ગીત ગાયું. એમણે પૂછ્યું કે કોની પાસે શીખી રહી છે? લતાએ અમાનત ખાનનું નામ આપ્યું. એ એમના મિત્ર હતા એટલે વધારે ખુશ થયા અને ગીત ગવડાવવાનો વાયદો કર્યો. ગુલામ હૈદર ત્યારે દિલીપકુમાર અને કામિની કૌશલ સાથે ફિલ્મ શહિદ’ (૧૯૪૮) માં સંગીત આપી રહ્યા હતા. તેમણે ગીતનું રિહર્સલ કરાવતા પહેલાં લતાના અવાજનું રેકોર્ડિંગ કર્યું અને નિર્માતા એસ. મુખર્જીને સંભળાવ્યું.
લતાએ ફિલ્મનું ‘બદનામ ના હો જાયે’ ગીત ગાયું હતું. (જે પછી સુરિન્દર કૌરે ગાયું હતું) પરંતુ એસ. મુખર્જીએ કહ્યું કે આ અવાજ ચાલશે નહીં. બહુ પાતળો અવાજ છે અને અમારી હીરોઇનને યોગ્ય રહેશે નહીં. એ સાંભળીને ગુલામહૈદરને ગુસ્સો આવ્યો અને લતાને પોતાની સાથે આવવા કહ્યું. તેઓ ચાલતાં નજીકના રેલ્વે સ્ટેશન પર ગયા. એમના હાથમાં સિગરેટની ડબ્બી હતી. એના પર તાલ આપતાં પોતાની સાથે ‘દિલ મેરા તોડા…’ ગીત લતાને પણ ગાવા કહ્યું. એમને લતાનું ગાવાનું ગમી ગયું. બે દિવસ સ્ટુડિયોમાં રિહર્સલ કરાવીને લતા સાથે ગીતનું રેકોર્ડિંગ કર્યું. ત્યારે તેઓ ફિલ્મ ‘મજબૂર’ (૧૯૪૮) માં પણ સંગીત આપી રહ્યા હતા. એમાં હીરોઇન મુનવ્વર સુલતાના પર એ ગીત ફિલ્માવવાનું હતું. લતા મંગેશકરે જાવેદ અખ્તર સાથેની વાતચીતમાં આ વાત કહી હતી. લતાને ત્યારે ખ્યાલ આવ્યો કે મુન્નવરનો અવાજ જાડો છે.
મુન્નવર કરતાં કામિની કૌશલને પોતાનો અવાજ વધુ મળતો આવે એવો હતો. છતાં ગુલામ હૈદરે લતા પાસે ફિલ્મના ઘણા ગીતો ગવડાવ્યા. એમાં મુકેશ સાથેનું પહેલું ગીત ‘અબ ડરને કી કોઇ બાત નહીં’ પણ હતું. એ ગીતોનું જ્યારે રેકોર્ડિંગ થઇ રહ્યું હતું ત્યારે અનિલ વિશ્વાસ, ખેમચંદ પ્રકાશ વગેરે સંગીતકારોએ લતાનો અવાજ સાંભળ્યો અને પસંદ આવતાં એમને બોલાવવા લાગ્યા. આમ લતાજીની ગાયિકા તરીકેની કારકિર્દી શરૂ થઇ ગઇ. ઘણા સગીતકારોએ લતાના ગાયનનું ઘડતર કર્યું હતું. ગુલામ હૈદરે જ લતાને શીખવ્યું હતું કે પડદા પર હીરોઇન જે સ્થિતિમાં ગાય છે એવા ભાવ અવાજમાં આવવા જોઇએ. એમણે કહ્યું હતું કે હીરોઇનની ખુશી કે દુ:ખને ધ્યાનમાં રાખીને ગાઇશ ત્યારે વધારે સારું ગાઇ શકીશ. એ જ રીતે અનિલ વિશ્વાસે ગીત ગાતાં ક્યાં શ્વાસ લેવા જોઇએ અને છોડવા જોઇએ જેથી કોઇને ખ્યાલ ના આવે એ શીખવ્યું હતું.