નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 3095 નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા 24 કલાકની તુલનાએ 40 ટકા સૌથી વધુ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે પાંચ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.65 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,47,15,786 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,30,867 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,41,69,711 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1390 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 15,208એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.03 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.78 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,18,694 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.13 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2.7 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 1.71 ટકા છે.
દેશમાં 220.65 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,65,92,481 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 15,784 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
અમદાવાદઃ દર વર્ષે ક્રિકેટપ્રેમીઓમાં રોમાંચ ફેલાવતી સ્પર્ધા આઈપીએલની નવી – 16મી આવૃત્તિનો આજથી આરંભ થશે. પ્રારંભિક મેચ આજે સાંજે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જેમાં ગયા વર્ષની ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. મેચ પૂર્વે, સાંજે 6 વાગ્યે ભવ્ય અને આકર્ષક ઉદઘાટન સમારોહ યોજવાનું નક્કી કર્યું છે.
દુનિયાના આ સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનાર આ સમારોહમાં મનોરંજન ક્ષેત્રની હસ્તીઓ પરફોર્મ કરશે, જેમ કે, દક્ષિણી ફિલ્મ અભિનેત્રીઓ રશ્મિકા મંદાના અને તમન્ના ભાટિયા. બોલીવુડ કલાકારો ટાઈગર શ્રોફ, કેટરીના કૈફ એમનાં ડાન્સ મૂવ્સ વડે દર્શકોનું મનોરંજન કરશે. તે ઉપરાંત ગાયક અરિજીત સિંહ પણ સ્ટેજ પર ગીત રજૂ કરશે. તે ઉપરાંત લેસર શો દર્શકો માટે નવું આકર્ષણ હશે.
ઈન્દોરઃ મધ્ય પ્રદેશના આ શહેરના બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં ગઈ કાલે જમીન ધસી પડવાને કારણે વાવમાં પડી જવાથી માર્યા ગયેલા શ્રદ્ધાળુઓની સંખ્યા વધીને 35 થઈ છે. ઈન્દોરના કલેક્ટર ડો. ઈલ્યારાજાના જણાવ્યા મુજબ, એક જણ હજી લાપતા છે. 14 જણને બચાવી લેવામાં આવ્યા છે. એમાંના બે ઈજાગ્રસ્તને સારવાર બાદ ઘેર જવાની રજા આપવામાં આવી છે. લાપતા વ્યક્તિઓની શોધ માટેની કામગીરી હજી ચાલુ છે.
બચાવ અને શોધખોળની કામગીરીમાં લશ્કરની મદદ લેવામાં આવી છે. 75 આર્મી જવાનોની ટૂકડી આ કામગીરીઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનો સાથે જોડાઈ છે.
Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસતા વધુ રહે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે, કોઈ જાહેરપ્રસંગમાં જવાના યોગ છે તેમાં જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમાં ના આવી જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી.
આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.
આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવું બની શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા, જીવનસાથી સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી માનસિક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ અનુભવના આધારેજ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે , જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમભર્યા કામન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવું બની શકે છે.
આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુંચ હોય તને ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, કામમાં ઉત્સાહ સારો રહે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, આરોગ્યબાબતે થોડું સાચવવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું વધુ સારું.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવું બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી સારું ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે
ભાગેડુ અમૃતપાલ સિંહે પંજાબ પોલીસને ખુલ્લો પડકાર આપ્યો છે. ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહે ગુરુવારે કહ્યું કે તે લોકોની વચ્ચે આવશે. હું ધરપકડથી ડરતો નથી, હું વિદેશ ભાગી જવાનો નથી, મેં મારા વાળ કપાવ્યા નથી. શ્રી અકાલ તખ્તના જથેદારો વાહીર (ધાર્મિક જાગૃતિ પ્રવાસ) કાઢે છે અને આ વાહીર અકાલ તખ્ત સાહિબ એટલે કે અમૃતસરથી શરૂ થાય છે અને બૈસાખીના દિવસે તખ્ત દમદમા સાહિબ તલવંડી સાબો ખાતે સમાપ્ત થાય છે.
અમૃતપાલ સિંહે વધુમાં કહ્યું કે, બૈસાખી પર ત્યાં સરબત ખાલસા બોલાવવો જોઈએ. હું ધરપકડ થવાથી ડરતો નથી, પરંતુ વિદ્રોહના માર્ગે આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ પહેલા ગુરુવારે બપોરે અમૃતપાલની કથિત ઓડિયો ક્લિપ પણ સામે આવી હતી. તેમાં, તેમણે એવી અટકળોને નકારી કાઢી હતી કે તેઓ તેમના શરણાગતિ માટે વાટાઘાટ કરી રહ્યા હતા અને ફરીથી અકાલ તખ્તને “સરબત ખાલસા” બોલાવવા કહ્યું હતું.
આ પહેલા પણ વિડિયો જાહેર કરવામાં આવ્યો હતો
આના એક દિવસ પહેલા ખાલિસ્તાન સમર્થક અમૃતપાલનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો. આમાં તેમણે શીખોની સર્વોચ્ચ સંસ્થા જથેદારને સમુદાય સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક કોન્ફરન્સ બોલાવવા જણાવ્યું હતું. વિડિયો ક્લિપમાં પણ તેણે એવી દલીલ કરવાનો પ્રયાસ કર્યો હતો કે આ મુદ્દો માત્ર તેની ધરપકડનો નથી, પરંતુ શીખ સમુદાયની મોટી ચિંતાઓ પણ છે.
અમૃતપાલને પકડવા માટે શોધ ચાલુ છે
અમૃતપાલ સિંહને પકડવા માટે પોલીસ સતત પ્રયાસ કરી રહી છે. આ પહેલા પંજાબ પોલીસે હોશિયારપુર ગામ અને આસપાસના કેટલાક વિસ્તારોમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસે ઘરે-ઘરે સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી. પંજાબ પોલીસે 18 માર્ચે વારિસ પંજાબ દે સંગઠનના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારથી અમૃતપાલ સિંહ ફરાર છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે નવા સંસદ ભવનની ઓચિંતી મુલાકાત લીધી હતી અને બાંધકામના કામોની સમીક્ષા કરી હતી.
પીએમ મોદીએ તેમના આશ્ચર્યજનક નિરીક્ષણ દરમિયાન કામદારો સાથે વાતચીત કરી અને બાંધકામના કામોમાં તેમના યોગદાનની પ્રશંસા કરી.
વડાપ્રધાન મોદીએ નવા સંસદ ભવનની અંદર એક કલાકથી વધુ સમય પસાર કર્યો હતો.
ડિસેમ્બર 2020 માં, વડા પ્રધાન મોદીએ આધુનિક સુવિધાઓ સાથે નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો. પીએમ મોદી સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર હતા.
નવી ઇમારત ગયા વર્ષે નવેમ્બર સુધીમાં પૂર્ણ થવાની ધારણા હતી. હવે ટૂંક સમયમાં તેનું ઉદ્ઘાટન થવાની શક્યતા છે.
નવા સંસદ ભવનમાં સંવિધાન હોલ, સંસદસભ્યો માટે લાઉન્જ, લાયબ્રેરી, અનેક કમિટી રૂમ, ડાઇનિંગ એરિયા અને પૂરતી પાર્કિંગ જગ્યા પણ હશે.
પીએમ મોદીએ નવા સંસદ ભવનનાં બંને ગૃહોમાં અપાતી આધુનિક સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું.
ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડને 2020 માં પ્રોજેક્ટ માટે રૂ. 971 કરોડમાં કોન્ટ્રાક્ટ મળ્યો હતો. તે આ બિલ્ડિંગ બનાવી રહી છે. એવું માનવામાં આવે છે કે પ્રોજેક્ટની કિંમત વધી છે.