Home Blog Page 3009

ચિત્રલેખા’નો ૭૨ વાર્ષિક ડિજિટલ અંક

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.
This post is only available to members.

કોરાનાના 3016 નવા કેસો, 14નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 2148 નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા 24 કલાકની તુલનાએ  40 ટકા સૌથી વધુ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 14 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.65 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,47,12,692 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,30,862 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,41,68,321 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1346 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 13,509એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.03 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.78 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,10,522 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.13 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2.7 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 1.71 ટકા છે.

દેશમાં 220.65 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,65,92,481 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 15,784 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

H-1B વિઝાધારકોનાં જીવનસાથીઓ અમેરિકામાં નોકરી કરી શકેઃ જજનો ફેંસલો

વોશિંગ્ટનઃ અમેરિકામાં એક ન્યાયાધીશે ચુકાદો આપ્યો છે કે એચ-1બી વિઝાધારકોનાં જીવનસાથીઓ અમેરિકામાં નોકરી-કામકાજ કરી શકે છે. તેમના આ નિર્ણયને લીધે અમેરિકાના ટેક્નોલોજી ક્ષેત્રમાં વિદેશી કામદારોને મોટી રાહત થશે, જેઓ અમેરિકામાં ગુજરાન ચલાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ગુજરાતીઓ સહિત ભારતીયો ખાસ્સી એવી મોટી સંખ્યામાં રહે છે.

આ કેસ ‘સેવ જોબ્સ યૂએસએ’ નામની સંસ્થાએ કર્યો હતો. તેણે કોર્ટમાં એવી માગણી કરી હતી કે એચ-1બી વિઝાધારકોની અમુક કેટેગરીઓનાં જીવનસાથીઓને અમેરિકામાં નોકરી કરવાની સત્તા આપતા ભૂતકાળની ઓબામા સરકારના નિયમને તે રદબાતલ કરે. પરંતુ, ડિસ્ટ્રીક્ટ જજ તાન્યા ચટકને આ પીટિશનને ફગાવી દીધી છે.

એચ-1બી વિઝા એક પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝા છે, જે અંતર્ગત સૈદ્ધાંતિક અથવા ટેક્નિકલ વિશેષજ્ઞતાની આવશ્યક્તા હોય એવા પદ પર વિદેશી કર્મચારીઓને નિયુક્ત કરવાની અમેરિકાની કંપનીઓને છૂટ આપવામાં આવી છે. ટેક્નોલોજી ક્ષેત્રની કંપનીઓને દર વર્ષે ભારત અને ચીન જેવા દેશોમાંથી હજારો કર્મચારીઓને નોકરીએ રાખવા માટે આ કાયદાકીય રાહતનો સહારો લેવો પડતો હોય છે.

મોદી સ્ટેડિયમ યોજશે 2023 ODI વર્લ્ડકપ ફાઈનલ

અમદાવાદઃ ‘ક્રિકબઝ’ ક્રિકેટ પોર્ટલના અહેવાલ અનુસાર, આ વર્ષે ભારતમાં યોજાનાર વન-ડે ક્રિકેટ ઈન્ટરનેશનલ વર્લ્ડ કપ સ્પર્ધાની ફાઈનલ મેચનું આયોજન અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરવામાં આવશે, જે દર્શકોની ક્ષમતાની દ્રષ્ટિએ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. અહીં એક લાખ દર્શકો બેસીને મેચ જોવાનો આનંદ માણી શકે છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ-2023 આ વર્ષની પાંચમી ઓક્ટોબરથી શરૂ થશે અને 19 નવેમ્બરે ફાઈનલ મેચ રમાશે. સ્પર્ધામાં 10 ટીમ રમશે. કુલ 48 મેચો યોજાશે.

આ જ સ્ટેડિયમમાં ગયા વર્ષની આઈપીએલની ફાઈનલ મેચ રમાઈ હતી અને હાલમાં જ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ પણ આ જ મેદાન પર રમાડવામાં આવી હતી.

સુવિચાર – ૩૦ માર્ચ, ૨૦૨૩

સુવિચાર – ૩૦ માર્ચ, ૨૦૨૩

૩૦ માર્ચ, ૨૦૨૩

૩૦ માર્ચ, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 30/03/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળે, મિત્રોથકી કોઈ લાભની વાત આપલે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારના કામકાજમાં નાનું અને અનુભવ મુજબનુજ કામ કરવુજ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલીઅધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે   નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે,  તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુનાઅટકેલા  કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનુંકામ કરવુંજ યોગ્ય છે,કામકાજમાં વ્યસ્તતા જોવા મળે.


આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમન કરવું


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમાં નાનું અને ગણતરીપૂર્વકનું કામકાજ કરવું યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમાં સહકાર થોડો ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમાં લાભ થઈ શકે છે


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વેપારના કામકાજમાં જોખમન કરવું અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે,  બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમાં બિનજરૂરી જોખમથી દુર રહેવું, વાતવાતમાં ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું સારું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ કે નવીનતક દેખાઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમાં દલીલબાજીના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમાં ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.

પંચાંગ 30/03/2023

કોઈ મારો વાળ પણ વાંકો ન કરી શકે, અમૃતપાલે ફેસબુક પર વીડિયો કર્યો શેર

પોલીસ કાર્યવાહીના 11 દિવસ બાદ અમૃતપાલ સિંહનો પહેલો વીડિયો મેસેજ સામે આવ્યો છે. તેણે ફેસબુક પર એક વીડિયો મેસેજ જાહેર કર્યો છે. જેમાં અમૃતપાલે કહ્યું કે હું 18 માર્ચ પછી પહેલીવાર રૂબરૂ આવી રહ્યો છું. સરકાર ધરપકડ કરવા માંગતી હોત તો ઘરેથી ધરપકડ કરી શકી હોત, પરંતુ સાચા બાદશાહે તેને મુશ્કેલીથી બહાર કાઢ્યો છે. મારી ધરપકડ ઉપરવાળાના હાથમાં છે.

અમૃતપાલે કહ્યું કે તે બિલકુલ ઠીક છે. સરકારે લાચાર લોકોને જેલમાં ધકેલી દીધા છે. વહીવટીતંત્રે અમારા સાથીઓને આસામ મોકલ્યા છે. લોકો પર NSA લાદવામાં આવી છે. પોલીસે દબાણ કર્યું. આ જુલમ છે. આની સામે અવાજ ઉઠાવવો એ આપણો રાષ્ટ્રીય અધિકાર છે. અમૃતપાલે કહ્યું કે લાંબા સમયથી અમારો સમુદાય નાના મુદ્દાઓ પર લડી રહ્યો છે.

અમૃતપાલે શ્રી અકાલ તખ્ત સાહિબના જથેદારને બૈસાખી પર સરબત ખાલસા બોલાવવા કહ્યું. અમૃતપાલે કહ્યું કે દેશ-વિદેશની શીખ સંગતે સરબત ખાલસામાં સક્રિયપણે ભાગ લેવો જોઈએ અને ત્યાં સમુદાયના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. અમૃતપાલે વીડિયોમાં ઉશ્કેરણીજનક વાતો પણ કરી હતી.

અમૃતપાલનો વીડિયો નવો છે

અમૃતપાલનો વીડિયો સંદેશ તાજો છે. વીડિયોમાં તેણે શાલ ઓઢાડી છે. આ એ જ શાલ છે જે પાપલપ્રીત સિંહના હાથમાં જોવા મળી હતી. ખાસ વાત એ છે કે અમૃતપાલના સંદેશમાં શ્રી અકાલ તખ્ત સાહિબના જથેદાર ગિયાની હરપ્રીત સિંહના 24 કલાકના અલ્ટીમેટમનો પણ ઉલ્લેખ છે. વાસ્તવમાં, સોમવારે જથેદાર ગિયાની હરપ્રીત સિંહે પંજાબ સરકારને 24 કલાકની અંદર તમામ શીખ યુવાનોને મુક્ત કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. પંજાબના સીએમ ભગવંત માને તેની આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે જથેદારને રાજકારણથી દૂર રહેવાની સલાહ પણ આપી હતી.

સરબત ખાલસા શું છે

સરબત ખાલસામાં ભારત અને વિદેશના તમામ શીખ સંગઠનો ભાગ લે છે. તમામ હોદ્દેદારોને આમંત્રણ છે. આ બેઠકમાં ધર્મને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે અને નિર્ણય લેવામાં આવે છે. સરબત ખાલસાનો હેતુ સમગ્ર શીખ સમાજને એક જગ્યાએ એકસાથે લાવવાનો છે. અમૃતપાલે બૈસાખી પર તમામ ધાર્મિક સંગઠનોને આ જ વાત કહી છે.