૨૮ માર્ચ, ૨૦૨૩
૨૮ માર્ચ, ૨૦૨૩
રાશિ ભવિષ્ય 28/03/2023
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો દિવસે થોડી સાવચેતી રાખવી અગત્યની છે અને તમારા ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, હિતાવહ છે, યુવાવર્ગ માટે તેમની લાગણી કોઈ સમજાતું નથી તેવી મનમાં ફરીયાદ રહે, વેપારના કામકાજમાં જોખમ ટાળવું, વડીલવર્ગ આજે કોઈને વણમાગી સલાહ ના આપવી.
આજનો દિવસ તમારો સારો છે અને ઉત્સાહ પણ જોવા મળે, તમારા નવીનકામનું આયોજન થાય, તેમજ જુનામતભેદ ભૂલવાની તક મળે, લગ્નમાટેની વાતચીતમાંકે મિલનમુલાકાત દરમિયાન તમારી પ્રતિભા સારી દેખાઈ આવે અને તમને તેની ખુશીનો અનુભવ પણ થાય, વેપારના કામમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ અને મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક નાણાકીય ખર્ચ થઈ છે તેમજ પ્રવાસનું આયોજન પણ થઇ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારાપરિણામની આશા જોવા મળે , યુવાવર્ગને પોતાના મનનીવાત ક્યાંક કહેવામાં તક ઝડપવામાં થોડી તકલીફ પડી શકે તેવું બની શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તેમજ કોઇપણ પ્રકારના વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું જરૂરી છે, યુવાવર્ગને પોતાના મનમાં રહેલી લાગણી કોઈ દુભાવી રહ્યું હોય તેવું મનમાં ફરિયાદ રહ્યા કરે, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, વાણીસયમ રાખવો ઇચ્છનીય કહી શકાય.
આજનો દિવસ સામાન્ય છે અને તેમાં પણ કામમાં વ્યસ્ત વધુ રહેવાય, થોડી મનમાં ક્યાંક અશાંતિ રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, યુવાવર્ગમાં ધીરજનો અભાવ જોવા મળી શકે છે તેમજ પ્રિયજન સાથે વાદવિવાદના થાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી થોડી કંટાળાજનક અને ખર્ચાળ બની શકે છે.
આજનો દિવસ સારો છે અને તેમાં ખાસ કરીને જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે, યુવાવર્ગને મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થઇ શકે અને તેમાં તેમને સારી ખુશીનો અનુભવ થાય, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, ક્યાંક નવીનઓળખાણથી તમને આનંદની લાગણી અનુભવો.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે, પાડવા-વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે , હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવું, વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે મતભેદકે મનદુઃખના થાય તેની કાળજી રાખવી જરૂરી છે.
આજનો દિવસ યાદગાર બની શકે છે તેમાં પણ તમારી જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી બેવડાઈ જાય, કામની કદર થાય, યુવાવર્ગને પસંદ પડે તેવી વાત સંભાળવા મળે શકે છે, વેપારીવર્ગને કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય તેવા સંજોગો ઉભા થાય.
આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, યુવાવર્ગ આજે કોઈની ખોટીદોરવાણીથી દોરવાયના જવાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહ ન આપવી.
આજનો દિવસ સારો છે અને તમને પણ ઉત્સાહ સારો રહે, કયાંક મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનું કામ થઇ શકે જેમાં તમે ખુબ આનદની લાગણી અનુભવો, લગ્નમાટે ક્યાય વાતચીત કરવી પણ યોગ્ય બની શકે છે ,સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, વેપારમાં લાભની તક છે.
આજનો દિવસ સામાન્ય છે તમે કામમાં વધુ વ્યસ્ત રહો, કોઈ જુનાકામમાં જલ્દીથી ઉકેલન આવે તેને લીધે તમે કામ ટાળવાની નીતિ અપનાવો, યુવાવર્ગ માટે પોતાના વર્તનમાં શાંતિ જાળવવી જેથી તમારાથી કોઈની લાગણીના દુભાય, વેપારમાં પોતાના અનુભવ મુજબ નાનું અને ગણતરીપૂર્વકનું કામ સારું રહે.
આજનો દિવસ સામાન્ય છે તમે તમારા સહકર્મચારી સાથે કામની બાબતમાં થોડા દ્વિધામાં રહો તમારે થોડો કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, યુવાવર્ગ માટે આજે મજાકવૃત્તિથી દુર રહેવું જેથી બિનજરૂરી ગેરસમજ ટાળી શકાય માર્કેટિંગમાં સમયનો વ્યય વધુ થાય વેપારના કામકાજમાં ધીરજ રાખવી.
અમૃતપાલસિંહ નેપાળમાં છૂપાયો હોવાની શંકા
કાઠમંડુઃ ભારત સરકારે નેપાળ સરકારને વિનંતી કરી છે કે ભારતમાં ભાગેડૂ જાહેર કરાયેલો શીખ કટ્ટરવાદી અને ખાલિસ્તાનવાદી અમૃતપાલસિંહ નેપાળમાં છૂપાયો હોવાની શંકા છે. એને કોઈ ત્રીજા દેશમાં ભાગવા દેતા નહીં અને જો એ ભારતીય પાસપોર્ટ કે કોઈ અન્ય નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને ભાગવાનો પ્રયાસ કરે તો એની ધરપકડ કરી લેજો.
કાઠમંડુ પોસ્ટ અખબારના અહેવાલ અનુસાર, કાઠમંડુ સ્થિત ભારતીય એલચી કચેરી દ્વારા નેપાળના કોન્સ્યૂલર સર્વિસીસ વિભાગને આ વિશેનો વિનંતી પત્ર મોકલવામાં આવ્યો છે. જોકે કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ તરફથી આ પત્ર વિશે તાત્કાલિક કોઈ સમર્થન મળ્યું નથી.
આઇસી15 ઇન્ડેક્સમાં 137 પોઇન્ટની વૃદ્ધિ
મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં વોલેટિલિટી જોવા મળી છે અને બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી 15 બપોરે ચાર વાગ્યા સુધીના 24 કલાકમાં 137 પોઇન્ટ વધ્યો છે. એના ઘટકોમાંથી એક્સઆરપી, બિટકોઇન, બિનાન્સ અને ટ્રોન બે ટકા સુધી વધ્યા હતા. પોલીગોન, કાર્ડાનો, લાઇટકોઇન અને ડોઝકોઇન બે ટકા સુધી ઘટ્યા હતા.
દરમિયાન, એક અહેવાલ મુજબ ભારતમાં આ વર્ષના અંત સુધીમાં 15 કરોડ કરતાં વધુ ક્રીપ્ટો યુઝર્સ હશે એવો અંદાજ છે. આંકડાની દૃષ્ટિએ ભારત અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, જાપાન અને રશિયાને પાછળ મૂકી દેશે. અન્ય એક અહેવાલ જણાવે છે કે વિશ્વના સૌથી મોટા સાત લોકશાહી દેશોના સમૂહ – જી7ની આગામી બેઠકમાં ક્રીપ્ટોકરન્સી ઉદ્યોગને લગતાં કડક નિયમો અને ધારાધોરણો ઘડવા માટે સહકાર સાધવામાં આવશે. બ્લૂમબર્ગે જણાવ્યું છે કે મોટી ચીની બેન્કો હોંગકોંગમાં ક્રીપ્ટોકરન્સી કંપનીઓને બેન્કિંગ સર્વિસીસ ઓફર કરવા ઉત્સુક છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.37 ટકા (137 પોઇન્ટ) વધીને 37,493 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 37,356 ખૂલીને 37,979ની ઉપલી અને 37,198 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
ભારતીય દૂતાવાસમાં તોડફોડ કરનારાઓના પર થશે કાર્યવાહી
ખાલિસ્તાન તરફી અમૃતપાલ સિંહ વિરુદ્ધ પોલીસ કાર્યવાહીના વિરોધમાં તેમના સમર્થકોએ વોશિંગ્ટન, યુએસએ અને અન્ય ઘણા દેશોમાં વિરોધ પ્રદર્શન કર્યું. હવે સુપ્રીમ કોર્ટના વકીલ વિનીત જિંદાલે દિલ્હી પોલીસને ફરિયાદ કરી અને તેમની સામે કેસ નોંધવાની અપીલ કરી. તેમણે ખાલિસ્તાન સમર્થકો સામે કાયદા મુજબ કાર્યવાહી કરવાની અને તેમના પાસપોર્ટ રદ કરવાની માંગ કરી હતી.

પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેઓ અમેરિકામાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુ અને વોશિંગ્ટન એમ્બેસીના સ્ટાફને ધમકી આપી રહ્યા છે. ખાલિસ્તાન સમર્થકોએ અહીં ભારતીય દૂતાવાસમાં તોડફોડ કરી અને એક ભારતીય પત્રકાર પર દુર્વ્યવહાર કર્યો અને હુમલો કર્યો. તેઓ લોકોને ભડકાવી રહ્યા છે અને ભારતીય દૂતાવાસની બહાર ભારત સરકાર વિરુદ્ધ એક થવાનું કહી રહ્યા છે.
ભારતીય રાજદૂતે ધમકી આપી
અમૃતપાલ સિંહ વિરુદ્ધ પોલીસ કાર્યવાહીના વિરોધમાં ખાલિસ્તાન સમર્થકોએ બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે અમૃતપાલ સામેની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. 25 માર્ચે કેટલાક ખાલિસ્તાન સમર્થકોએ અમેરિકામાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુ વિરુદ્ધ વાંધાજનક નિવેદનો આપ્યા હતા અને તેમને ધમકી આપી હતી. આ દરમિયાન તેણે ભારત અને ભારત સરકાર વિરુદ્ધ નિવેદનો પણ આપ્યા હતા. એટલું જ નહીં, અમૃતપાલ સિંહ વિરુદ્ધ પોલીસ કાર્યવાહીના વિરોધમાં ખાલિસ્તાન સમર્થકોએ બ્રિટનમાં ભારતીય દૂતાવાસ પર પણ હુમલો કર્યો અને ત્રિરંગાનું અપમાન કર્યું.
ખાલિસ્તાનીઓએ ભારતીય દૂતાવાસમાં તોડફોડ કરી હતી
સોશિયલ મીડિયા પર એક વીડિયો ફરતો થઈ રહ્યો છે, જેમાં તે મુસ્લિમ અને શીખ સમુદાયના લોકોને ભારત સરકાર વિરુદ્ધ એક થવાની અપીલ કરી રહ્યો છે. વીડિયોમાં જોવા મળ્યું હતું કે મોટી સંખ્યામાં ખાલિસ્તાન સમર્થકોએ વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસની બહાર લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો અને દૂતાવાસમાં પણ તોડફોડ કરી હતી. આ વિરોધ કરનારાઓમાં મોટાભાગના ભારતીય નાગરિકો છે અને તેમની પાસે ભારતીય પાસપોર્ટ છે. સુપ્રીમ કોર્ટના વકીલે કહ્યું કે તેણે આઈપીસીની કલમ 153, 153A, 504, 505, 506, 120 હેઠળ ગુનો કર્યો છે.
3 એપ્રિલથી RBI કરશે MPC મીટિંગ, રેપો રેટ વધશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એપ્રિલની શરૂઆતમાં જ નાણાકીય સમીક્ષા નીતિ બેઠક યોજવા જઈ રહી છે. રિટેલ ફુગાવો છ ટકાના સંતોષકારક સ્તરથી ઉપર રહેવા અને યુએસ ફેડરલ રિઝર્વ સહિત અનેક કેન્દ્રીય બેંકોના આક્રમક વલણ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) પણ આગામી નાણાકીય સમીક્ષામાં રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરી શકે છે.

3જી એપ્રિલે બેઠક શરૂ થશે
નાણાકીય નીતિ નક્કી કરવા માટેની સર્વોચ્ચ સંસ્થા મોનેટરી પોલિસી કમિટી (MPC)ની દ્વિમાસિક સમીક્ષા બેઠક 3 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. આ ત્રણ દિવસીય બેઠક 6 એપ્રિલે પોલિસી રેટ અંગે નિર્ણય સાથે સમાપ્ત થશે.
ઘણા પાસાઓ ધ્યાનમાં લેવામાં આવશે
MPCની બેઠકમાં નાણાકીય નીતિ સંબંધિત તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પાસાઓની વ્યાપક સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. આ દરમિયાન રિટેલ ફુગાવાની સ્થિતિ અને ફેડરલ રિઝર્વ, યુરોપિયન સેન્ટ્રલ બેંક અને બેંક ઓફ ઈંગ્લેન્ડ જેવી મોટી સેન્ટ્રલ બેંકોના તાજેતરના પગલાઓનું પણ વિશ્લેષણ કરવામાં આવશે.

રેપો રેટ 4 ટકાથી વધીને 6.50 ટકા થયો છે
ફુગાવાને અંકુશમાં લેવા માટે, RBIએ મે 2022 થી નીતિગત વ્યાજ દરમાં સતત વધારો કરવાનું વલણ અપનાવ્યું છે. આ દરમિયાન રેપો રેટ ચાર ટકાથી વધીને 6.50 ટકા થઈ ગયો છે. ફેબ્રુઆરીમાં મળેલી MPCની છેલ્લી બેઠકમાં રેપો રેટમાં પણ 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.
સીપીઆઈ કેટલી હતી?
કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત ફુગાવો જાન્યુઆરીમાં 6.52 ટકા અને ફેબ્રુઆરીમાં 6.44 ટકા હતો. રિટેલ ફુગાવાનું આ સ્તર આરબીઆઈ માટે નિર્ધારિત છ ટકાના આરામદાયક સ્તર કરતાં વધારે છે.
જાણો શું છે નિષ્ણાતનો અભિપ્રાય?
બેન્ક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસે જણાવ્યું છે કે છેલ્લા બે મહિનાથી ફુગાવો છ ટકાથી ઉપર રહ્યો છે અને લિક્વિડિટી હવે લગભગ તટસ્થ છે, એવી અપેક્ષા છે કે આરબીઆઈ ફરી એકવાર રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરી શકે છે. આ સાથે, આરબીઆઈ તેના વલણને તટસ્થ જાહેર કરીને એ પણ સંકેત આપી શકે છે કે દર વધારાનો તબક્કો પૂરો થઈ ગયો છે.
ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના મુખ્ય અર્થશાસ્ત્રી ડીકે પંતનો પણ મત છે કે MPCની બેઠકમાં રેપો રેટમાં 0.25 ટકાનો વધારો થઈ શકે છે. આ સાથે તેણે તેના અંતિમ દરમાં વધારાની શક્યતા પણ વ્યક્ત કરી હતી. જો કે, PwC ઇન્ડિયાના ભાગીદાર રાનેન બેનર્જી માને છે કે ભારતમાં ફુગાવા પાછળનું મુખ્ય કારણ પુરવઠાના પરિબળોને કારણે MPC આ વખતે વ્યાજ દરમાં વધારો કરવાની પ્રક્રિયાને રોકવાનો નિર્ણય પણ લઈ શકે છે.
પ્રથમ બેઠક નાણાકીય વર્ષ 2023-24 માટે યોજાશે
નાણાકીય વર્ષ 2023-24ની આ પ્રથમ નાણાકીય સમીક્ષા બેઠક હશે. આરબીઆઈ સમગ્ર નાણાકીય વર્ષમાં કુલ છ એમપીસી બેઠકોનું આયોજન કરશે.
સલમાન ખાને કરીનાને ‘બજરંગી ભાઈજાન 2’માંથી હાંકી કાઢી ?
મુંબઈઃ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પોતાની ફિલ્મોમાં ક્યારે ફેરફાર કરશે તે કોઈને ખબર નથી. જો કે તેની સાથે કામ કરનારા લોકોને એ વાતની પૂરેપૂરી જાણકારી છે કે જો સલમાનને ફિલ્મમાં કંઈક પસંદ ન આવે તો તે તેને બદલી નાખે છે. આ દરમિયાન સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ને લઈને નવી માહિતી સામે આવી છે. એવું માનવામાં આવે છે કે સલમાન ખાને ‘બજરંગી ભાઈજાન 2’માંથી કરીના કપૂર ખાનને બહારનો રસ્તો બતાવ્યો છે.

તે અમે નહીં પરંતુ સોશિયલ મીડિયા પર આવા સમાચાર ફેલાઈ ગયા છે. સલમાન અને કરીના કપૂરની જોડીને હંમેશા ચાહકો તરફથી અપાર પ્રેમ મળ્યો છે. આ જોડીની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી પણ ખૂબ જ પસંદ કરવામાં આવી છે. પરંતુ હવે એવું માનવામાં આવે છે કે આ જોડી ‘બજરંગી ભાઈજાન 2’માં સાથે જોવા નહીં મળે. મળતી માહિતી અનુસાર આ ફિલ્મમાં કરીનાની જગ્યાએ અન્ય અભિનેત્રીએ લીધી છે.
રિપોર્ટ્સનું માનીએ તો ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના ગીતોમાં સલમાન ખાન અને પૂજા હેગડેની કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી રહી છે. જેના કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ‘બજરંગી ભાઈજાન 2’માં માત્ર પૂજા હેગડે જ જોવા મળશે. એક વેબસાઈટ અનુસાર સલમાને ‘બજરંગી ભાઈજાન’માં કરીના કપૂરની જગ્યાએ પૂજા હેગડેને લીધી છે. આ સમાચાર સામે આવ્યા બાદ કરીનાના ફેન્સ સલમામથી થોડા નારાજ છે. બીજી તરફ પૂજાના ફેન્સ ખૂબ જ ખુશ છે.



સબા આઝાદે સાડીમાં શેર કર્યા ફોટો, રિતિક થયો પ્રેમમાં પાગલ
હૃતિક રોશનની છેલ્લી ફિલ્મ વિક્રમ ભલે ફ્લોપ રહી હોય પરંતુ તેની તેના સ્ટારડમ પર કોઈ અસર થઈ નથી. 48 વર્ષની ઉંમરે શ્રેષ્ઠ બોડી બનાવીને રીતિકે ગમે તેમ કરીને તેના ચાહકોનું દિલ જીતી લીધું છે. હાલમાં તે દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ ફાઈટરના શૂટિંગમાં વ્યસ્ત છે.
પરંતુ હૃતિક ઘણીવાર અન્ય કારણોસર સમાચારમાં રહે છે. તે સબા આઝાદ છે જે સુઝાનથી છૂટાછેડા પછી તેના જીવનમાં આવી હતૂ. સબા હૃતિક કરતા 17 વર્ષ નાની છે પરંતુ તેનાથી તેમના સંબંધો પર કોઈ અસર થઈ નથી.
આ બંને ઘણીવાર સાથે જોવા મળે છે. ક્યારેક આ બંને કોઈ ઈવેન્ટમાં સાથે જોવા મળે છે તો ક્યારેક આ બંને વિદેશમાં રજાઓ મનાવતા જોવા મળે છે. આ બંને એકબીજા પર ઘણો પ્રેમ વરસાવે છે. આ વખતે પણ એવું જ થયું છે.
સબાએ તેના કેટલાક ફોટો શેર કર્યા છે. રિતિકે આ ફોટોઝ પર ઘણું ધ્યાન આપ્યું છે. ખરેખર આ ફોટો પણ સુંદર છે, સબા સાડીમાં જોવા મળી રહી છે. તેણે સિલ્વર ટોનની ચમકદાર સાડી પહેરી છે.
તેના આ ફોટો પર ઘણા સેલેબ્સે કોમેન્ટ કરી છે. જેમાં સબાના બોયફ્રેન્ડ રિતિકનો પણ સમાવેશ થાય છે. સબાએ આ ફોટાને કેપ્શન આપ્યું છે કે મરમેઇડ 🧜♀️ but make it disco!!.
આ ફોટો જોઈને રીતિકે પોતાનો પ્રેમ દર્શાવતા લખ્યું છે, હું તને જોઈ રહ્યો છું. રિતિક સાથે ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ પણ કોમેન્ટ કરી છે. તેણે હાર્ટ અને ફાયરનું ઈમોજી બનાવ્યું છે.
મનીષ મલ્હોત્રાએ સબાની આ સાડી ડિઝાઇન કરી છે. આ ફોટો જોઈને માત્ર રિતિક અને મનીષ જ પ્રભાવિત નથી થયા, પરંતુ રિતિકની એક્સ વાઈફ સુઝેન પણ તેને જોઈને ખુશ છે. તેણે આ ફોટો લાઈક કર્યો છે.
તમને જણાવી દઈએ કે, સુઝેન અને રિતિકના 2014માં છૂટાછેડા થયા હતા. જ્યારે રિતિક અને સબાએ કરણ જોહરના 50માં જન્મદિવસની પાર્ટીમાં તેમના સંબંધોનો ખુલાસો કર્યો હતો.