Home Blog Page 3038

મનીષ સિસોદિયાની કસ્ટડી 14 દિવસ વધી

નવી દિલ્હીઃ દિલ્હીની આબકારી નીતિ મામલામાં ધરપકડ કરવામાં આવેલા આપના નેતા મનીષ સિસોદિયાને એક વધુ આંચકો લાગ્યો છે. દિલ્હીની રાઉસ એવેન્યુ કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે વધારી દીધી છે. હાલ તેઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં છે અને એ કસ્ટડી 22 માર્ચે પૂરી થવાની છે. હવે 14 દિવસ કસ્ટડી વધારવામાં આવતાં સિસોદિયાને લાંબા સમય સુધી જેલમાં રહેવું પડશે.બીજી બાજુ, આ મામલે BRS નેતા કવિતાથી પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.  દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. તે 22 માર્ચ સુધી EDના રિમાન્ડ પર રહેશે. હવે રાઉસ એવન્યુ કોર્ટે CBIવાળા માટે 14 દિવસની ન્યાયિક કસ્ટડી વધારી દીધી છે. તેમને તિહાર જેલમાં રાખવામાં આવ્યા છે. જેલમાં ગયા પછી તેમણે પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું છે.

સિસોદિયાની સાથે-સાથે સત્યેન્દ્ર જૈને પણ મંત્રી પદેથી રાજીનામું ધરી દીધું હતું. સિસોદિયા અને જૈનને સ્થાને સૌરભ ભારદ્વાજ અને આતિશીને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. સિસોદિયા મામલે સોમવારે દિલ્હી વિધાનસભામાં જોરદાર હંગામો થયો હતો. આપ પાર્ટી અને ભાજપે એકમેક પર આરોપ લગાવ્યા હતા.

દિલ્હીની આબકારી નીતિ મામલામાં સિસોદિયા પર આરોપ છે કે તેમણે પદના દુરુપયોગ કરીને કેટલાક લોકોને હિસાબથી જાણીબૂજીને નીતિમાં બદલાવ કર્યો હતો. આ મામલામાં અન્ય બીજા લોકોથી પૂછપરછ કરવામાં આવી છે અને તેમની પણ ધરપકડ કરવામાં આવી છે.

 

 

નીરજ ચોપરા ભાલાફેંકની તાલીમ લેવા તૂર્કી જશે

નવી દિલ્હીઃ ઓલિમ્પિક ગેમ્સમાં ભાલાફેંક રમતમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા તૂર્કી જશે અને ત્યાંના ગ્લોરિયા સ્પોર્ટ્સ અરીનામાં આ રમતની વધારે તાલીમ લેશે. આ તાલીમ કાર્યક્રમ 61 દિવસ ચાલશે.

25 વર્ષીય નીરજની તાલીમનો ખર્ચ ટાર્ગેટ ઓલિમ્પિક્સ પોડિયમ સ્કીમ (TOPS) ઉઠાવશે. નીરજે ગયા વર્ષે પણ ગ્લોરિયા સ્પોર્ટ્સ અરીનામાં તાલીમ લીધી હતી. હવે તે આવતી 1 એપ્રિલે તૂર્કી જશે અને 31 મે સુધી ત્યાં રહેશે. TOPS એ કેન્દ્ર સરકારે શરૂ કરેલી એક વિશેષ યોજના છે જે અંતર્ગત દેશના ટોચના એથ્લીટ્સને ઉત્તમ દરજ્જાની તાલીમ આપવાની જોગવાઈ છે.

તૂર્કીમાં 61 દિવસ સુધી તાલીમ મેળવવા દેવાની નીરજની વિનંતીનો કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રાલય અને મિશન ઓલિમ્પિક સેલ (MOC) દ્વારા ગઈ 16 માર્ચે સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ પ્રવાસ અને તાલીમ કાર્યક્રમ માટે નીરજ ઉપરાંત એના કોચ ક્લોસ બેર્ટોનિટ્સ અને ફિઝિયોથેરાપિસ્ટના વિમાનપ્રવાસ, તૂર્કીમાં રહેવા-જમવા, મેડિકલ ઈન્સ્યુરન્સ અને સ્થાનિક ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ TOPS ભોગવશે.

નીરજે ગયા વર્ષની 7 ઓગસ્ટે ટોક્યો ઓલિમ્પિક્સમાં જેવેલીન થ્રોના ફાઈનલ રાઉન્ડમાં 87.85 મીટર દૂર સુધી ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. એથ્લેટિક્સમાં ભારતે આ પહેલી જ વાર ઓલિમ્પિક્સ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ, ગયા વર્ષે જ એણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 89.94 મીટર દૂરના અંતર સુધી ભાલો ફેંક્યો હતો. હવે એનું લક્ષ્ય 90 મીટર દૂર સુધી ભાલો ફેંકી બતાવવાનું છે.

જો આ ભૂલો કરી તો ક્રેડિટ કાર્ડ રદ પણ થઈ શકે

નવી દિલ્હીઃ દેશમાં ક્રેડિટ કાર્ડ હજી એવી પ્રોડક્ટ છે, જેને વેચવા માટે બેન્કોએ ઘણી મહેનત કરવી પડે છે, પણ એક વાર ક્રેડિટ કાર્ડ બની જાય પછી તમારે નિયમોની જાણ રાખવી જરૂરી છે. જો તમે નિયત સમયે ક્રેડિટ કાર્ડનું બિલનું પેમેન્ટ  નથી કરતા, તરત બેન્ક દંડ લગાવી દે છે. વારંવાર નિયમોના ઉલ્લંઘન પર બેન્ક તમારું ક્રેડિટ કાર્ડ કેન્સલ પણ કરી શકે છે. જો તમે સતત નિયત સમયે પછી ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરો છો તો તમારા ક્રેડિટ સ્કોર પર ખરાબ અસર પડે છે.

જો તમે એક નિશ્ચિત સમય સુધી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ નથી કરતા તો પણ બેન્ક તમારું ક્રેડિટ કાર્ડ કેન્સલ કરી શકે છે. સામાન્ય રીતે એક વર્ષ સુધી ઉપયોગ નહીં થવા પર બેન્ક ક્રેડિટ કાર્ડ રદ કરી દે છે. એટલે જરૂર ના હોવા છતાં તમે બિલ ચૂકવવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકો છે.

ક્રેડિટ કાર્ડનો વધુપડતો ઉપયોગ એટલે વ્યક્તિ પાસે ઓછી રોકડ. સામાન્ય રીતે વ્યક્તિની અવેલેબલ લિમિટના 30 ટકાથી વધુ ખર્ચ કરવા પર બેન્ક સતર્ક થઈ જાય છે. આવી સ્થિતિમાં બેન્ક તમારું ક્રેડિટ કાર્ડ કેન્સલ કરવાનો નિર્ણય લઈ શકે છે.

જો તમે ક્રેડિટ કાર્ડ બનાવ્યું છે તો એનો ઉપયોગ કરવામાં તમારે સાવચેતી રાખવી પડશે. એ એક નાણાકીય પ્રોડક્ટ છે. એની સાથે કેટલીય સુવિધાઓ અને જોખમ જોડાયેલાં હોય છે. એટલે ક્રેડિટ કાર્ડ હોવું જરૂરી નથી, પણ એનો ઉપયોગ સહીસલામત રીતે કરવો વધુ જરૂરી છે.

 

 

 

 

અમૃતા ફડણવીસનું બ્લેકમેલિંગ: બુકી અનિલ જયસિંઘાનીની ગુજરાતમાંથી ધરપકડ

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસને બ્લેકમેલ કરવા અને લાંચ આપવાનો કથિતપણે પ્રયાસ કરવા બદલ મહિલા અનિક્ષા જયસિંઘાની ગઈ કાલે ધરપકડ કરવામાં આવી હતી. આજે એનાં પિતા અનિલ જયસિંઘાનીને પોલીસે ગુજરાતમાંથી પકડ્યો છે. અનિલ શકમંદ બુકી છે. એની સામે પોલીસના ચોપડે 14-15 કેસ નોંધાયા છે.

અનિક્ષા અનિલ જયસિંઘાની વ્યવસાયે ફેશન ડિઝાઈનર છે. એક ક્રિમિનલ કેસમાં હસ્તક્ષેપ કરવા માટે એણે અમૃતા ફડણવીસને એક કરોડ રૂપિયાની લાંચ આપવાની કોશિશ કરી હોવાનો અને અમૃતાને ધમકી આપવાનો પણ એની પર આરોપ છે.

અનિલ જયસિંઘાની મુંબઈની પડોશના થાણે જિલ્લાના ઉલ્હાસનગરનો રહેવાસી છે. 2010માં એ નાના બુકી તરીકે જાણીતો હતો. સટ્ટાખોરી કરવાના ગુનાસર પોલીસે એની ધરપકડ પણ કરી હતી. એ મુંબઈના બ્લૂ બોય તરીકે જાણીતા એક પોલીસ અધિકારીનો નિકટનો સહયોગી હતો. તે અધિકારી કમિશનર બનતાં પોલીસ કમિશનર કાર્યાલયમાં અનિલની અવરજવર વધી ગઈ હતી. એટલું જ નહીં, 1995માં કોંગ્રેસ પાર્ટી વતી એ ઉલ્હાસનગર પાલિકા ચૂંટણી લડ્યો હતો. પરંતુ, બાદમાં 1997ની ચૂંટણીમાં એ હારી ગયો હતો. છેલ્લા 15 વર્ષથી અનિલ ફરાર રહીને ભૂગર્ભ પ્રવૃત્તિઓ દ્વારા વિવિધ ગુનાઓ કરતો રહ્યો છે.

કહેવાય છે કે અનિક્ષા જયસિંઘાનીએ અમૃતાને કહ્યું હતું કે તમે જાહેર કાર્યક્રમોમાં મારાં ડિઝાઈન કરેલાં વસ્ત્રો અને જ્વેલરી પહેરજો. એનાથી મારી બ્રાન્ડનું પ્રમોશન થશે. અમૃતા ફડણવીસ એ માટે તૈયાર થયાં હતાં. અમૃતાનો આરોપ છે કે અમુક સમય બાદ અનિક્ષાએ એનાં પિતા અનિલના એક ઓળખીતા સાથે મળીને મને ધમકી આપી હતી અને મારી વિરુદ્ધ એક ષડયંત્ર રચ્યું હતું. ફસામણી અને લાંચ આપવાના પ્રયત્નના કેસમાં અમૃતાએ ફરિયાદ કર્યાં બાદ અનિક્ષાની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં પોલીસને માલૂમ પડ્યું હતું કે અનિક્ષા કુખ્યાત બુકી અનિલની પુત્રી છે અને અનિલે જ આ પ્રકરણમાં એને મદદ કરી હતી. તેથી પોલીસ અનિલને પણ શોધતી હતી, પરંતુ એ ફરાર હતો. આખરે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની એક ટૂકડીએ બાતમી મળ્યા બાદ ગુજરાતમાં જઈને ગઈ મોડી રાતે એને પકડ્યો હતો અને એને મુંબઈ લાવી છે.

સલમાન ખાનને ઈમેઇલ પર ગોલ્ડી બરાડથી ધમકી મળી

મુંબઈઃ ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ હાલમાં જેલમાંથી ઇન્ટરવ્યુ આપતાં સલમાન ખાનને મારવાની ધમકી આપી હતી. તેણે કહ્યું હતું કે તે ચાર-પાંચ વર્ષોથી સલમાન ખાનને મારવા ઇચ્છે છે. હાલમાં સલમાન ખાનને ફરી ધમકી ભર્યો ઈમેઇલ આવ્યો છે, જેને પોલીસે ફરિયાદ નોંધી છે અને મુંબઈમાં તેના ઘરની બહાર સુરક્ષા વધારવામાં આવી છે. સલમાન ખાનને હવે કેનેડિયન ગેંગસ્ટર ગોલ્ડી બરાડના સાથી તરફથી ધમકીભર્યો મેઇલ મળ્યો છે. શનિવારે એ ઈમેઇલ સલમાન ખાનને મળ્યો છે, જેમાં લખ્યું છે કે ગોલ્ડી બરાડ તેની સાથે વાત કરવા ઇચ્છે છે. પોલીસે સલમાન ખાનના મેનેજરની ફરિયાદ પર ગોલ્ડી બરાર અને લોરેન્સની સામે મામલો નોંધી લીધો છે.

સલમાનના મેનેજર પ્રશાંત ગુંજલકરને 18 માર્ચે મોહિત ગર્ગની IDથી ધમકી ભર્યો મેઇલ મોકલવામાં આવ્યો હતો. એ ઈમેઇલમાં લખ્યું છે કે ગોલ્ડી બરારને તારા બોસ એટલે કે સલમાન ખાન સાથે વાત કરવી છે. ઇન્ટરવ્યુ જોઈ લીધો હશે તેણે કદાચ, નહીં જોયો હોય તો કહી દઈશું જોઈ લેજે. મેટર બંધ કરવી હોય તો વાત કરાવી દેજો. ફેસ ટુ ફેસ કરાવવા હોય તો બતાવી દેજો. હજી સમય રહેતા જણાવી દીધું, આવતી વખતે આંચકો લાગશે.

એક્ટરે ધમકી મળ્યા પછી સલમાનની ટીમે તરત ઈમેઇલને લઈને ફરિયાદ કરી હતી. એક્ટર મેનેજરે ફરિયાદ પર ગોલ્ડી બરાર અને લોરેન્સ બિશ્નોઈની સામે IPCની કલમ 120 (B),34 અને 506 (2) હેઠળ નોંધ્યો હતો અને ઘરની બહાર સુરક્ષા પણ વધારવામાં આવી છે. પોલીસ આ ઈમેઇલની તપાસ કરી રહી છે.

 

 

 

 

 

એક્ટર દીપક તિજોરીથી રૂ. 2.6 કરોડની છેતરપિંડી થઈ

મુંબઈઃ બોલીવૂડ એક્ટર અને ડિરેક્ટર દીપક તિજોરીએ રૂ. 2.6 કરોડની છેતરપિંડીનો કેસ નોંધાવ્યો છે. એક્ટરે મુંબઈ પોલીસને પરિયાદ કરતાં સહ-નિર્માતા મોહન નડાર પર આરોપ લગાવ્યો હતો કે ફિલ્મના લોકેશનને નામે તેમની સાથે છેતરપિંડી કરી છે. મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં 15 માર્ચે સહ-નિર્માતા મોહન નડારની સામે કેસ નોંધ્યો છે, જે એક થ્રિલર ફિલ્મને પ્રોડ્યુસ કરવા માટે તેમની સાથે સામેલ થયા હતા. પોલીસે એક્ટરના નિવેદનને આધારે મોહન ગોપાલ નડારની સામે IPCની કલમ 420 અને 406 હેઠળ કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.

એક્ટરે પોલીસને જણાવ્યું હતું કે નડારે લંડનમાં શૂટ લોકેશન માટે ઉપયોગ કરવાને બહાને તેમના નાણાં લીધાં હતાં, જે તેમણે હજી સુધી પરત નથી આપ્યાં. અંબોલી પોલીસના વરિષ્ઠ બંસોડે પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ એક્ટરે આરોપ લગાવ્યો હતો કે વર્ષ 2019માં ટિપ્સી નામની ફિલ્મ માટે તેમણએ અને નડારે એક કોન્ટ્રેક્ટ પર હસ્તાક્ષર કર્યો હતો.

નડારે એ દરમ્યાન એક્ટર પાસેથી નાણાં લીધાં હતાં, જેને પરત માગતાં તેમણે એક્ટરને એક પછી એક ચેક તો આપ્યા હતા, પણ એ એ ચેક બાઉન્સ થઈ ગયા છે. એક્ટરના જણાવ્યા મુજબ તેમના આપેલાં નાણાં અત્યાર સુધી પરત નથી આપ્યા. હવે પોલીસ એક્ટરના નિવેદનની તપાસ કરી રહી છે.

 

 

 

કોરાનાના 917 નવા કેસો, ત્રણનાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 917 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ત્રણ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.65 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,46,96,338 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,30,806 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,41,59,182 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 479 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 6350એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.80 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 44,225 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.01 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.08 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.9 ટકા છે.

દેશમાં 220.65 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,65,96,044 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 1246 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

ચાલો મનમોહક ચકલી પક્ષીને બચાવીએ: ‘વિશ્વ ચકલી દિવસ’

આંગણામાં ચકલીઓનો કલબલાટ સૌને ગમે, પરંતુ માનવજાતની બેદરકારી, ઉદાસીન વલણ અને બેફામ શહેરીકરણને કારણે આ નાનકડા પ્યારા પક્ષી, પ્રકૃતિની આ સુંદરતમ રચનાનું અસ્તિત્વ આજે જોખમમાં આવી ગયું છે. ચકલી પક્ષી પૃથ્વી પરથી વિલુપ્ત થઈ રહ્યું છે. આ પક્ષીઓની જાતિને બચાવવા માટે દર વર્ષે 20 માર્ચે દુનિયાભરમાં ‘વિશ્વ ચકલી દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો હેતુ દુનિયાભરમાં લોકોને એમનાં ઘરઆંગણામાં, બાલ્કનીમાં કે અગાસી પર ચકલીઓ તથા અન્ય પક્ષીઓ માટે પીવાનાં પાણીની વ્યવસ્થા કરીને તેમજ ચણ નાખતા રહીને એમનું રક્ષણ કરવા અને પક્ષીઓ માળા બાંધીને રહી શકે એ માટે વધુ ને વધુ ઝાડ ઉગાડી સુરક્ષિત, આદર્શ વાતાવરણ બનાવવાનો સંકલ્પ કરવા પ્રોત્સાહિત કરવાનો છે.

લંડનમાં તિરંગાનું અપમાન; દિલ્હીમાં બ્રિટિશ રાજદૂતને બોલાવી ભારતે વિરોધ નોંધાવ્યો

નવી દિલ્હીઃ બ્રિટનના પાટનગર લંડનમાં ગઈ કાલે મોડી સાંજે ખાલિસ્તાનવાદી તત્ત્વોના એક જૂથે ભારતીય હાઈ કમિશનની ટોચ પર ફરકી રહેલા ભારતીય રાષ્ટ્રધ્વજને નીચે ઉતારી દીધો હતો અને અલગતાવાદી ખાલિસ્તાની ધ્વજ ફરકાવ્યો હતો તેમજ ખાલિસ્તાન-તરફી નારા લગાવ્યા હતા. બ્રિટિશ મેટ્રોપોલિટન પોલીસના મુખ્યાલય સ્કોટલેન્ડ યાર્ડે કહ્યું કે તે ઘટનાથી એ વાકેફ છે, પરંતુ એ વિશે તેણે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.

ભારતે તે બનાવ અંગે બ્રિટિશ સરકાર સમક્ષ જોરદાર વિરોધ નોંધાવ્યો છે અને લંડનસ્થિત ભારતીય દૂતાવાસની સુરક્ષા અંગે સવાલ ઉઠાવ્યો છે. નવી દિલ્હીમાં, વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં તેણે કહ્યું છે કે બ્રિટનમાં ભારતીય દૂતાવાસની ઈમારત તથા ત્યાં કામ કરતા લોકોની સલામતી પ્રતિ બ્રિટિશ સરકારનું ઉદાસીન વલણ ભારતને અસ્વીકાર્ય છે. ભારતસ્થિત બ્રિટિશ ડેપ્યૂટી હાઈ કમિશનર ક્રિસ્ટિના સ્કોટને પણ વિદેશ મંત્રાલયના કાર્યાલયમાં બોલાવવામાં આવ્યાં હતાં અને ભારત સરકારનો વિરોધ એમની સમક્ષ નોંધાવ્યો હતો. હાઈ કમિશનર એલેક્સ એલિસ દિલ્હી બહાર ગયાં હોવાથી ડેપ્યૂટી હાઈ કમિશનરને બોલાવવામાં આવ્યાં હતાં.

સુવિચાર – ૨૦ માર્ચ, ૨૦૨૩

સુવિચાર – ૨૦ માર્ચ, ૨૦૨૩