ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસો સતત વધી રહ્યા છે. સરકારી માહિતી અનુસાર, તાજેતરમાં 11 નવા કેસ નોંધાયા છે, જેના કારણે ટાઇફોઇડના દર્દીઓની કુલ સંખ્યા 144 થઈ ગઈ છે. વધતા જતા કેસોએ આરોગ્ય તંત્રની ચિંતા વધારી દીધી છે. હાલમાં, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 85 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે 59 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે, આરોગ્ય વિભાગની કુલ 85 ટીમો સેક્ટર 24, 26, 28 અને આદિવાસી વિસ્તારોમાં ઘરે ઘરે જઈને સર્વે કરી રહી છે. રહેવાસીઓને ક્લોરિનની ગોળીઓ અને ORS પેકેટનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. પાણી પુરવઠા વિભાગે ક્લોરિનેશન શરૂ કરી દીધું છે અને વિવિધ વિસ્તારોમાંથી પાણીના નમૂના એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
ટાઈફોઈડના કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રીએ ગઈકાલે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. તેમણે કલેક્ટરને પરિસ્થિતિમાં ઝડપી સુધારો થાય તે માટે જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. આ બેઠક બાદ, માર્ગ અને મકાન વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશને પાણીની લાઈનોમાં લીકેજ ઓળખી કાઢ્યા હતા અને તાત્કાલિક સમારકામ શરૂ કર્યું હતું.
નવી દિલ્હીઃ સરકારના તાજા અનુમાન મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)ની વૃદ્ધિ દર 7.5 ટકા રહે એવી શક્યતા છે, જે 2024-25માં 6.5 ટકા નોંધવામાં આવી હતી. સરકારનું માનવું છે કે મજબૂત ઘરેલુ માગ, રોકાણ પ્રવૃત્તિઓમાં સુધારો અને નીતિગત સમર્થનથી આર્થિક પ્રવૃત્તિઓને ગતિ મળશે, જેને કારણે વિકાસ દરમાં આ વધારો શક્ય બનશે.
નેશનલ સ્ટેસ્ટિક્સ ઓફિસ (NSO) દ્વારા જાહેર કરાયેલા GDPના સરકારી અનુમાન અનુસાર વિત્ત વર્ષ 2025-26માં આર્થિક વૃદ્ધિનું નેતૃત્વ સર્વિસ સેક્ટર કરશે. અનુમાન છે કે સેવા ક્ષેત્રનો વૃદ્ધિ દર 7.3 ટકા રહેશે, જ્યારે ફાઇનાન્શિયલ, રિયલ એસ્ટેટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ડિફેન્સ અને અન્ય સેવાઓમાં સૌથી વધુ 9.9 ટકાની વૃદ્ધિ નોંધાય એવી શક્યતા છે.
GDPની ગતિમાં વેગનો અંદાજ
આ ઉપરાંત ટ્રેડ, હોટેલ, ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશન અને બ્રોડકાસ્ટિંગ સંબંધિત પ્રવૃત્તિઓમાં 7.5 ટકાની વૃદ્ધિનો અંદાજ છે. જ્યારે મેન્યુફેક્ચરિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટર પણ વર્તમાન વિત્ત વર્ષ દરમિયાન 7.0 ટકાની ગતિએ આગળ વધવાની શક્યતા છે, જેને ઘરેલુ માગ અને સરકારના મૂડી ખર્ચથી આધાર મળશે.
બીજી તરફ, ક્રેડિટ રેટિંગ એજન્સી ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે વિત્ત વર્ષ 2026-27માં ભારતની આર્થિક વૃદ્ધિ દર 6.9 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે. એજન્સી મુજબ GST અને ઇન્કમ ટેક્સમાં ઘટાડા જેવા સુધારા તથા ટ્રેડ ડીલ્સથી આર્થિક પ્રવૃત્તિઓને બળ મળશે અને વૈશ્વિક અસ્થિરતાની અસરથી અર્થતંત્ર મોટે ભાગે સુરક્ષિત રહેશે.
એજન્સીના મુખ્ય અર્થશાસ્ત્રી દેવેન્દ્ર કુમાર પંતે જણાવ્યું કે આગામી નાણાકીય વર્ષમાં ઊંચી વૃદ્ધિ સાથે નીચી મોંઘવારી (સરેરાશ 3.8 ટકા રિટેલ મોંઘવારી)નું વાતાવરણ રહી શકે છે. તેમણે કહ્યું હતું કે ઓછા શૂલ્કવાળો ભારત-અમેરિકા વેપાર કરાર GDP વૃદ્ધિને વધુ ટેકો આપી શકે છે.. એ સાથે જ વિત્ત વર્ષ 2026-27માં રૂપિયો સરેરાશ 92.26 રૂપિયા પ્રતિ ડોલર રહેવાની શક્યતા બતાવવામાં આવી છે, જ્યારે વર્તમાન નાણાં વર્ષમાં તે 88.64 રૂપિયા પ્રતિ ડોલર છે.
ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો મળશે ફાયદો
ઇન્ડિયા રેટિંગ્સના જણાવ્યાનુસાર ન્યુ ઝીલેન્ડ, બ્રિટન અને ઓમાન સાથે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરારો (FTA) વિદેશી રોકાણને પ્રોત્સાહન આપશે અને ચાલુ ખાતા ખાધને નિયંત્રિત રાખવામાં મદદરૂપ થશે.
મુંબઈ: મહિલા પ્રીમિયર લીગ (WPL) ની ચોથી સીઝન 9 જાન્યુઆરીથી શરૂ થવાની છે. જેના વિશે વાત કરતા ગુજરાત જાયન્ટ્સની ટીમે કહ્યું તેઓ નવા આત્મવિશ્વાસ અને સ્પષ્ટ દ્રષ્ટિકોણ સાથે WPL2026માં રમવાના છે. ગત વર્ષે મજબૂત પ્લેઓફ પ્રદર્શન પછી, અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીની ફ્રેન્ચાઇઝ હવે સ્પર્ધાત્મક સ્તર પર આગળ વધવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.મુંબઈમાં પ્રી-સીઝન મીડિયા ઇન્ટરેક્શનમાં ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને ટીમ લીડરશીપ દ્વારા આગામી સીઝન માટેની રણનીતિ રજૂ કરી. આ કાર્યક્રમમાં કેપ્ટન એશ્લે ગાર્ડનર, કાશ્વી ગૌતમ, મહિલા વર્લ્ડ કપ વિજેતા રેણુકા સિંહ, મુખ્ય કોચ માઈકલ ક્લિંગર, ફિલ્ડિંગ કોચ સારાહ ટેલર અને અદાણી સ્પોર્ટ્સલાઈન ચીફ બિઝનેસ ઓફિસર સંજય આદેશરા હાજર રહ્યા હતા.
ગુજરાત જાયન્ટ્સ 10 જાન્યુઆરીએ યુપી વોરિયર્સ સામે WPL 2026ના અભિયાનની શરૂઆત કરશે. તેઓ 19 જાન્યુઆરીથી શરૂ થતા લીગ સ્ટેજના અંતિમ તબક્કા માટે વડોદરા આવતા પહેલા નવી મુંબઈમાં પ્રથમ ચાર મેચ રમશે. ગત સિઝનમાં વડોદરામાં પોતાનું ઘરઆંગણે ડેબ્યૂ કર્યા પછી, ટીમ ફરી એકવાર તે જ સ્થળે પરત ફરશે અને તેમની નવી જાયન્ટ્સ આર્મી સાથે રમશે.
કેપ્ટન એશ્લે ગાર્ડનરે કહ્યું, “એક કેપ્ટન તરીકે, સંતુલન મહત્વપૂર્ણ છે. ફક્ત કુશળતાની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય અને ભારતીય ખેલાડીઓને એકસાથે લાવવામાં પણ. તે ક્યારેક મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ આસપાસ સારા લોકો હોવાને કારણે ઘણો ફરક પડે છે. હું અહીંની સંસ્કૃતિને સ્વીકારવાનો પ્રયાસ કરું છું કારણ કે તે અનુભવને વધુ આનંદપ્રદ અને સરળ બનાવે છે.”
મુખ્ય કોચ માઈકલ ક્લિંગરે ઉમેર્યું, “ગયા વર્ષથી સૌથી મોટી શીખ એ હતી કે અમે જે મેચો ખરેખર સારી રીતે રમ્યા હતા તે એટલા માટે કારણ કે, એ મેચોમાં અમે નાની વસ્તુઓને યોગ્ય રીતે રમી હતી, પછી ભલે તે ફિલ્ડિંગ હોય, બેટિંગ હોય કે બોલિંગ હોય. અમારી ટીમમાં મેચ-વિનર્સ ખેલાડીઓ છે, અને જ્યારે અમે તે નાની પરંતુ મહત્વપૂર્ણ ક્ષણોમાં સતત વિરોધી ટીમને પાછળ છોડી દીધી, ત્યારે અમે મેચ જીતી ગયા.”
મહિલા વર્લ્ડ કપ વિજેતા રેણુકા સિંહે કહ્યું, “અમારું ધ્યાન સ્પષ્ટ છે: અમે ટ્રોફી જીતવા માંગીએ છીએ. અમારી પાસે ખૂબ જ સારી ટીમ છે, અને વ્યક્તિગત રીતે, મારું લક્ષ્ય મારી જવાબદારીઓમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાનું અને મજબૂત માનસિકતા સાથે રમવાનું છે.”ફિલ્ડિંગ કોચ સારાહ ટેલરે કહ્યું, “ફિલ્ડિંગ આધુનિક રમતનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે અને મારો અભિગમ તેમાં આક્રમક માનસિકતા લાવવાનો છે.”
અદાણી સ્પોર્ટ્સલાઈનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય આદેશરાએ જણાવ્યું હતું કે, “2025માં અમે જે પ્રગતિ કરી છે તે અમને વિશ્વાસ અપાવે છે કે, અમે ફ્રેન્ચાઇઝ તરીકે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છીએ. અમારું ધ્યાન મેદાનની બહાર નમ્ર , આક્રમક અને સ્પર્ધાત્મક રહેવા પર છે. WPL 2026માં આ જૂથ સાથે મળીને શું પ્રાપ્ત કરી શકે છે તે અંગે અમે ઉત્સાહિત છીએ.”
જો તમે નોકરી કરતા હો, તો તમે કદાચ છેલ્લા દાયકામાં તમારા પગાર, ઘર ભાડા અને બજાર ભાવમાં વધારો જોયો હશે. પરંતુ એક વાત જે છેલ્લા 11 વર્ષથી બદલાઈ નથી તે છે કર્મચારી ભવિષ્ય નિધિ (EPFO) માટે નિર્ધારિત પગાર મર્યાદા. હવે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ સ્થગિત ઘડિયાળને પાછી પાટા પર લાવવા માટે કડક સૂચનાઓ જારી કરી છે.
તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે સરકારને સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું હતું કે જ્યારે ફુગાવો અને લઘુત્તમ વેતનમાં આટલો વધારો થયો છે ત્યારે PF મર્યાદા હજુ પણ ₹15,000 પર કેમ અટકી છે. કોર્ટે કેન્દ્ર સરકારને આ મુદ્દા પર ગંભીરતાથી વિચાર કરવા અને આગામી ચાર મહિનામાં નક્કર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો.
વર્ષ 2014 એ છેલ્લું વર્ષ હતું જ્યારે EPFO ની વેતન મર્યાદા (પગાર મર્યાદા) માં ફેરફાર કરવામાં આવ્યો હતો. તેને ₹6,500 થી વધારીને ₹15,000 કરવામાં આવ્યો હતો. આજે આપણે 2025-26 ના વર્ષમાં છીએ, પરંતુ નિયમો એ જ છે. એક જાહેર હિતની અરજીની સુનાવણી કરતી વખતે, કોર્ટે આ વિસંગતતા તરફ ધ્યાન દોર્યું.
દલીલ એવી હતી કે આજે ઘણા રાજ્યો અને ક્ષેત્રોમાં લઘુત્તમ વેતન ₹15,000 ને વટાવી ગયું છે. તે એક વિચિત્ર વિરોધાભાસ છે કે સરકાર દ્વારા નિર્ધારિત “લઘુત્તમ વેતન” મેળવનાર કર્મચારી પણ EPFO ની “ફરજિયાત મર્યાદા” ની બહાર આવે છે. EPFO નો મૂળ હેતુ નિવૃત્તિ, પેન્શન અને વીમા જેવી સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો હતો, પરંતુ આ મર્યાદા હવે સલામતી જાળને બદલે અવરોધ બની ગઈ છે. કોર્ટ માને છે કે છેલ્લા 11 વર્ષમાં કોઈ સુધારો થયો નથી તે ગંભીર ચિંતાનો વિષય છે.
હવે પ્રશ્ન એ છે કે, જો સરકાર કોર્ટના નિર્ણયને સ્વીકારે છે, તો તમારા માટે શું બદલાવ આવશે? એવી ચર્ચા છે કે આ મર્યાદા ₹21,000 અથવા ₹25,000 સુધી વધારી શકાય છે. ચાલો આને સરળ ગણિતથી સમજીએ.
હાલમાં, EPS (પેન્શન યોજના) માં યોગદાન ₹15,000 સુધી મર્યાદિત છે. જો આ મર્યાદા વધારવામાં આવે, તો તમારા પેન્શનનો આધાર મજબૂત બનશે. ઉદાહરણ તરીકે, જો મર્યાદા ₹25,000 પર સેટ કરવામાં આવે, તો પેન્શન ફંડમાં તમારું માસિક યોગદાન ₹1,250 થી વધીને ₹2,083 થઈ શકે છે. આનો અર્થ એ છે કે દર વર્ષે તમારા પેન્શન ખાતામાં આશરે ₹10,000 વધુ જમા થશે. સરકાર આને ‘EPFO 3.0’ ના વિઝન સાથે જોઈ રહી છે, જેનો ઉદ્દેશ્ય વધુ કર્મચારીઓને સામાજિક સુરક્ષા છત્ર હેઠળ લાવવાનો છે. જો કે, આનું બીજું પાસું એ છે કે કંપનીઓ (નોકરીદાતાઓ) પર નાણાકીય બોજ વધશે, કારણ કે તેમને પેન્શન યોગદાન આપવું પડશે.
કેટરિના કૈફ અને વિકી કૌશલ માતાપિતા બનવાનો આનંદ માણી રહ્યા છે. કેટરિના કૈફે તાજેતરમાં એક પુત્રને જન્મ આપ્યો છે. હવે, કેટરિના અને વિકીએ તેમના પુત્રનું નામ જાહેર કર્યું છે. તેઓએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમના પુત્રનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તેમણે એક સુંદર ફોટો પણ શેર કર્યો છે, જેમાં કેટરિના અને વિકી તેમના પુત્રનો હાથ પકડીને જોવા મળે છે.
કેટરિના અને વિકીની પોસ્ટ
કેટરિના અને વિકીએ લખ્યું, “આપણા પ્રકાશનું કિરણ. વિહાન કૌશલ. અમારી પ્રાર્થનાનો જવાબ. જીવન સુંદર છે. અમારી દુનિયા બદલાઈ ગઈ છે. ખૂબ આભારી. વિહાનના નામનો અર્થ સવાર, એક નવી શરૂઆત થાય છે. તે સંસ્કૃત મૂળનું છે. તે સૂર્યોદય અને નવી આશાનું પ્રતીક છે.
ચાહકો અને સેલિબ્રિટીઓ કેટરિના કૈફ અને વિકી કૌશલની પોસ્ટ પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. અભિનેત્રી પરિણીતી ચોપરાએ લખ્યું, “નાનો મિત્ર.” ભૂમિ પેડનેકરે હૃદયનું ઇમોજી પોસ્ટ કર્યું. દિયા મિર્ઝાએ પણ હૃદયનું ઇમોજી શેર કર્યું.
કેટરિના કૈફ અને વિકી કૌશલે 9 ડિસેમ્બર, 2021 ના રોજ રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. આ લગ્ન એક ખાનગી સમારોહ હતો જેમાં ફક્ત નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. તેઓ 2025 માં માતાપિતા બન્યા. કેટરિનાએ 7 નવેમ્બરના રોજ તેમના પુત્ર વિઆનને જન્મ આપ્યો. બંને તેમના જીવનમાં ખૂબ ખુશ છે.
નવી દિલ્હીઃ દિલ્હીના તુર્કમાન ગેટ પર મંગળવાર મોડી રાત્રે ભારે હોબાળો થયો. બુલડોઝર કાર્યવાહી દરમિયાન ગેરકાયદે અતિક્રમણ દૂર કરવામાં આવી રહ્યું હતું. એ દરમિયાન લોકોએ રસ્તા પર ઊતરી પથ્થરમારો કર્યો હતો. અતિક્રમણ હટાવવાની આ કાર્યવાહી ફૈઝ-એ-ઇલાહી મસ્જિદની આસપાસ કરવામાં આવી હતી.
ગેરકાયદે દુકાનો અને અન્ય બાંધકામ દૂર કરવા માટે મોડી રાત્રે 30થી વધુ બુલડોઝર સ્થળ પર પહોંચ્યા. એ જ સમયે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચી આ કાર્યવાહીનો વિરોધ કરવા લાગ્યા. વિરોધ કરનારાઓમાં રામપુરના સમાજવાદી પાર્ટીના સાંસદ મોહિબ્બુલ્લાહ નદવી પણ હતા. લોકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી અને પોલીસે ટિયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો.
મંગળવારે રાત્રે લગભગ 12 વાગ્યે તુર્કમાન ગેટ નજીક પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું. નગર નિગમની કાર્યવાહી માટે 32 બુલડોઝર, 50 ડમ્પર અને 200થી વધુ મજૂરો સ્થળ પર પહોંચ્યાં હતાં.
પ્રશાસનની યોજના મુજબ રાત્રે એક વાગ્યે બુલડોઝર ચલાવવાની હતી, પરંતુ એ દરમિયાન વિસ્તારમાં લોકોની ભીડ એકઠી થવા લાગી હતી.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે લોકોને ત્યાંથી હટાવવાનું શરૂ કર્યું. એ જ દરમિયાન 1:23 વાગ્યે અચાનક પોલીસ પર પથ્થરમાર શરૂ થઈ ગયો. લગભગ દસ મિનિટ સુધી સ્થળ પર અફરાતફરી અને બબાલ જેવી સ્થિતિ રહી હતી.
તણાવ હોવા છતાં પ્રશાસને પાછળ હટવાને બદલે કાર્યવાહી ચાલુ રાખી. રાત્રે લગભગ 1:30 વાગ્યે બુલડોઝર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી, જે સતત લગભગ સાડાપાંચ કલાક સુધી ચાલી.
દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારી નિધિન વલસને કહ્યું હતું કે લગભગ 25–30 લોકોએ પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો, જેમાં પાંચ પોલીસ કર્મચારીઓને નાની ઇજા થઈ છે. સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે અમારે ટિયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો. અહીં એક બેન્ક્વેટ હોલ અને એક ડિસ્પેન્સરી હતી, જેને તોડી પાડવામાં આવી છે. સ્થાનિક લોકોને ઓછી તકલીફ પડે એ માટે આ કાર્યવાહી રાત્રે કરવામાં આવી છે.
હાઇકોર્ટનો શું આદેશ હતો?
ગયા 12 નવેમ્બરે દિલ્હી હાઇકોર્ટે મસ્જિદની આસપાસ બનેલા બાંધકામને ગેરકાયદે જાહેર કરી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ને અતિક્રમણ દૂર કરવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો.
IPL 2026 પહેલા સચિન તેંડુલકરના ઘરે લગ્નની શહેણાઈ વાગશે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરના લગ્નની તારીખ કન્ફર્મ થઈ ગઈ છે. અર્જુન માર્ચમાં તેની મંગેતર સાનિયા ચાંડોક સાથે લગ્ન કરશે. ગયા વર્ષે ઓગસ્ટમાં આ દંપતીએ એક ખાનગી સમારોહમાં સગાઈ કરી હતી. પસંદગીના ક્રિકેટ હસ્તીઓ લગ્નમાં હાજરી આપશે. બંને પરિવારોએ ખાસ મહેમાનોને આમંત્રણ આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઓલરાઉન્ડર અર્જુન ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સીઝન માટે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) નો ભાગ છે. હરાજી પહેલા મુંબઈ ઇન્ડિયન્સ (MI) દ્વારા તેને LSG માં વેચવામાં આવ્યો હતો.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, એક સૂત્રએ જણાવ્યું હતું કે લગ્નની વિધિ 3 માર્ચ, 2026 ના રોજ મુંબઈમાં શરૂ થશે. 26 વર્ષીય અર્જુન અને સાનિયા 5 માર્ચે લગ્ન કરશે. સમારોહમાં નજીકના મિત્રો અને પરિવારજનો હાજરી આપશે. નોંધનીય છે કે તેંડુલકર પરિવારે ઘણા દિવસો સુધી અર્જુનની સગાઈ ગુપ્ત રાખી હતી. સચિને રેડિટ પર AMA (Ask Me Anything) સત્રમાં સગાઈની પુષ્ટિ કરી. જ્યારે એક ચાહકે સચિનને પૂછ્યું કે શું અર્જુન ખરેખર સગાઈ કરી ચૂક્યો છે, ત્યારે દિગ્ગજ બેટ્સમેનએ જવાબ આપ્યો, “હા, તેની સગાઈ થઈ ગઈ છે અને અમે બધા તેના જીવનના નવા પ્રવાસ માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.”
સાનિયા ચાંડોક પ્રખ્યાત ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી છે. તેમનો પરિવાર ગ્રેવિસ ગ્રુપ ચલાવે છે, જે ભારતમાં ફૂડ અને હોસ્પિટાલિટી ક્ષેત્રે એક મુખ્ય ખેલાડી છે. ઘાઈ પરિવાર ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ અને લોકપ્રિય આઈસ્ક્રીમ બ્રાન્ડ બ્રુકલિન ક્રીમરીનો માલિક છે. ગ્રેવિસ ગ્રુપ ભારતમાં બાસ્કિન-રોબિન્સનું પણ સંચાલન કરે છે. સાનિયા લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં બિઝનેસ મેનેજમેન્ટમાં ડિગ્રી ધરાવે છે. તે લાઈમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. સાનિયા મિસ્ટર પૉઝ પેટ સ્પા એન્ડ સ્ટોર LLPમાં ડિરેક્ટર અને ભાગીદાર છે. આ પાલતુ ખોરાક કંપની 2022 માં શરૂ કરવામાં આવી હતી. મુંબઈમાં તેના બે આઉટલેટ છે.
બાળકોનો ઉછેર ફક્ત તેમના શિક્ષણ અને સુવિધાઓ સુધી મર્યાદિત નથી, પરંતુ તેમનામાં માનવ મૂલ્યો અને શ્રદ્ધા વિકસે એ પણ જરૂરી છે. સંતુલિત અને સુખી જીવન માટે ત્રણ પ્રકારની શ્રદ્ધાઓ જરૂરી છે – પોતાનામાં શ્રદ્ધા, બધા લોકો સારા છે એ શ્રદ્ધા અને ઈશ્વરમાં શ્રદ્ધા. જ્યારે માતાપિતા આ પાસાઓ પર ધ્યાન આપે છે, ત્યારે બાળકો આત્મનિર્ભર અને સકારાત્મક બને છે.
બાળકોને નૈતિક અને આધ્યાત્મિક રીતે મજબૂત બનાવવા માટે, તે આવશ્યક છે કે તેઓ તેમના પરિવાર અને સમાજ પ્રત્યે સંવેદનશીલ બને. જેમ માતા-પિતા તેમના વડીલ માતા-પિતાનો આદર કરે છે અને તેમની સેવા કરે છે, તેમ બાળકોને તેમના દાદા-દાદીની સંભાળ રાખવાનું પણ શીખવવું જોઈએ. જ્યારે તેઓ નાનપણથી જ પરિવાર પ્રત્યે સંવેદનશીલ બને છે, ત્યારે પછીથી તેઓ સમાજ પ્રત્યે વધુ જવાબદાર બનશે.
કિશોરાવસ્થા એ બાળકોમાં માનસિક અને શારીરિક પરિવર્તનનો સમય છે. આ સમય દરમિયાન તેઓ ભાવનાત્મક અસંતુલન અનુભવે છે અને માતાપિતા કરતાં તેમના મિત્રો પ્રત્યે વધુ આકર્ષાય છે. આવી સ્થિતિમાં, માતાપિતા માટે તેમના બાળકો અને તેમના મિત્રોને વિશે જાણવું અને તેમની પ્રવૃત્તિઓ તરફ ધ્યાન આપવું જરૂરી બની જાય છે.
આનો અર્થ એ નથી કે તેમના પર હંમેશા નજર રાખવી, પરંતુ તેમના વિચારો અને આદતોને સમજવી જરૂરી છે. જો કોઈ બાળક નશીલા પદાર્થોનું સેવન કરવાનું શરૂ કરે અથવા ખરાબ સંગતમાં પડે, તો માતાપિતાએ સતર્ક રહેવું જોઈએ અને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ.
ઘણી વખત બાળકોના વર્તનને કારણે માતા-પિતા ધીરજ ગુમાવે છે. પરંતુ એ સમજવું જરૂરી છે કે જીવનની અપૂર્ણતાને સ્વીકારીને જ ઉકેલ આવે છે. ક્યારેક ગુસ્સો આવવો સ્વાભાવિક છે, પરંતુ મનને કાબુ બહાર જવા દેવું યોગ્ય નથી. કેટલાક માતા-પિતા માને છે કે બાળકોને ક્યારેય ઠપકો ન આપવો જોઈએ, પરંતુ આ અભિગમ યોગ્ય નથી. જ્યારે બાળકો મોટા થાય છે અને ટીકા કે નિષ્ફળતાનો સામનો કરે છે, તે સમયે તેઓ એ સહન કરી શકતા નથી. તેથી, સમયાંતરે શિસ્તબદ્ધ ઠપકો પણ જરૂરી છે.
બાળકોના ઉછેરમાં સંતુલન જાળવવું જરૂરી છે. શિસ્ત અને પ્રેમ વચ્ચે સંતુલન હોવું જોઈએ. વધુ પડતી કડકતા બાળકને અસંવેદનશીલ બનાવી શકે છે, જ્યારે વધુ પડતી કોમળતા તેમને નબળા બનાવી શકે છે. તેથી સંતુલિત પ્રેમ અને અનુશાસનથી, બાળકો આત્મનિર્ભર અને મજબૂત બને છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે કે વેનેઝુએલાની સરકારે પોતાના તેલ ભંડારમાંથી અમેરિકા માટે 30થી 50 મિલિયન બેરલ તેલ આપવા પર સંમતિ આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ દાવો વેનેઝુએલાની વચગાળાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝના શપથ ગ્રહણના એક દિવસ બાદ કર્યો છે.
ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે મને આ જાહેરાત કરતા આનંદ થાય છે કે વેનેઝુએલામાંની વચગાળાની સત્તા અમેરિકાને 30થી 50 મિલિયન બેરલ ઉચ્ચ ગુણવત્તાનું તેલ સોંપશે.
કમાણી પર ટ્રમ્પનું નિયંત્રણ
તેમણે કહ્યું હતું કે આ તેલ બજાર ભાવ પર વેચવામાં આવશે અને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે આ રકમનું નિયંત્રણ મારા હાથમાં રહેશે, જેથી ખાતરી કરી શકાય કે તેનો ઉપયોગ વેનેઝુએલા અને અમેરિકા બંને દેશોના લોકોના હિત માટે થાય. તેમણે વધુમાં જણાવ્યું હતું મેં ઊર્જા સચિવ ક્રિસ રાઇટને આ યોજના તાત્કાલિક અમલમાં મૂકવા માટે આદેશ આપ્યો છે. તેલને સ્ટોરેજ જહાજો દ્વારા લાવવામાં આવશે અને સીધું અમેરિકાના અનલોડિંગ ડોક પર ઉતારવામાં આવશે.
ખાડી વિસ્તારમાં રિફાઇન થશે તેલ
નામ જાહેર ન કરવાની શરતે વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તેલનું ઉત્પાદન થઈ ચૂક્યું છે અને તેને બેરલોમાં ભરી દેવામાં આવ્યું છે. તેનો મોટો ભાગ હાલમાં જહાજોમાં છે અને હવે તેને રિફાઇન કરવા માટે ખાડી વિસ્તારમાં આવેલી અમેરિકી સુવિધાઓમાં મોકલવામાં આવશે.ગયા મહિને અમેરિકા દરરોજ 20 મિલિયન બેરલથી વધુ તેલનો વપરાશ કરતું હતું.
અમેરિકામાં તેલની કિંમતોમાં ઘટાડાની શક્યતા
આટલી મોટી માત્રામાં તેલ આવતા તેલની કિંમતોમાં થોડી ઘટી શકે છે, પરંતુ તેનાથી અમેરિકામાં પેટ્રોલની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના ઓછી છે.
અમદાવાદ શહેરના મધ્યમાં આવેલા આ વિસ્તારમાં સવારે સોના-ચાંદીના વેપારનો ધમધમાટ હોય અને રાત્રે ખાણી-પીણીની જ્યાફત ઉડે. આ માણેકચોકની વચ્ચે માણેકનાથ બાબાની સમાધિ આવેલી છે. આ એક સ્મારક મંદિર છે જ્યાં બાબા માણેકનાથે સમાધિ લીધી હતી.
માણેકનાથ (અથવા માણેકબાબા) 15મી સદીના સંત હતા. એક વાયકા મુજબ અમદાવાદના કિલ્લાના બાંધકામના કામમાં એમની શક્તિઓ દ્વારા અવરોધ ઉભો કરતા હતા. એમની આગવી શક્તિઓ દ્વારા સુલતાનના કારીગરો દ્વારા બનાવેલો કોટ પાડી દેતા હતા. કારણ કે એમને સુલતાન અહેમદ શાહ દ્વારા આ વિસ્તાર કબજે કરવાનો રોષ હતો.
માણેકનાથ દિવસે ચાદર વણતા અને જ્યારે તેઓ વણાટ ખોલતા હતા ત્યારે કિલ્લો કોટ તૂટી જતા હતા. જ્યારે એમણે પોતાની શક્તિ સાબિત કરી ત્યારે કિલ્લાના શિલ્પી અહેમદ ખટ્ટુએ કિલ્લાની જગ્યા પસંદ કરવા માટે તેમનું માર્ગદર્શન લીધું. એ પછી શહેરનો નકશો બદલી નખાયો.
માણેકનાથ બાબાએ એક ટાપુ જેવી જગ્યા પર સમાધિ લીધી હતી, જે સાબરમતી નદીના પ્રવાહનો ભાગ હતો. આ પ્રવાહ ટંકશાળમાંથી અને ફર્નાન્ડિસ બ્રિજ નીચેથી પસાર થતો હતો. શહેરના મધ્યનો આ વિસ્તાર માણેકચોક નામે ઓળખાય છે. આજે એ શાકભાજી, વાસણ, સોના ચાંદી, કપડાં, ખાણી-પીણી જેવા અનેક વેપાર-ધંધાથી ધમધમે છે.