યુએસ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. સુરક્ષા દળોએ એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. હુમલાના ફોટામાં તૂટેલી બારીઓ દેખાઈ રહી છે. હુમલા બાદ, યુએસ સિક્રેટ સર્વિસ એજન્ટો પૂર્વ વોલનટ હિલ્સ સ્થિત વાન્સના નિવાસસ્થાને પહોંચ્યા અને એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લીધો. જોકે, અધિકારીઓએ હજુ સુધી પુષ્ટિ કરી નથી કે તેની સામે આરોપો દાખલ કરવામાં આવ્યા છે કે નહીં.
Washington: U.S. President Donald Trump and Vice President JD Vance at the 60th Presidential Inauguration Ceremony at White House in Washington on Tuesday, January 21, 2025. (Photo: IANS)
પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે વાન્સના ઘરની બારીઓ તૂટેલી હતી. તપાસ એજન્સીઓ હુમલાખોરનો હેતુ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે. શું તે જે.ડી. વાન્સ કે તેના પરિવારના કોઈ સભ્યને નિશાન બનાવી રહ્યો હતો?
નવી દિલ્હી: શબરીમાલા સોનું ચોરી મામલે ભૂતપૂર્વ ત્રાવણકોર દેવાસ્વમ બોર્ડ (TDB)ના સભ્ય કે.પી. શંકરદાસની અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આકરી ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે તેમણે ભગવાનને પણ છોડ્યા નથી. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એસ.સી. શર્માની બેન્ચે કેરળ હાઈકોર્ટની સિંગલ બેન્ચ દ્વારા કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ દૂર કરવાની તેમની માગ નકારી કાઢી હતી.
શંકરદાસ જવાબદારીથી બચી શકતા નથી
કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે દેવાસ્વમ બોર્ડની બેઠકના મિનિટ્સ પર હસ્તાક્ષર કર્યા પછી શંકરદાસ જવાબદારીથી બચી શકતા નથી. કોર્ટે હાઈકોર્ટના તે પાંચ પેરાગ્રાફ પણ દૂર કરવાનો ઇનકાર કર્યો હતો, જેમાં સોનું ચોરી મામલે દેવાસ્વમ બોર્ડના સભ્યો કે.પી. શંકરદાસ અને વિજયકુમારની જવાબદારી હોવાનું કહેવામાં આવ્યું હતું.
શંકરદાસે અરજીમાં દલીલ કરી હતી કે હાઈકોર્ટે તેમની વાત સાંભળ્યા વિના તેમના વિરુદ્ધ ટિપ્પણીઓ કરી છે, જેને કારણે નિષ્પક્ષ તપાસ પ્રભાવિત થઈ શકે છે. તેમણે પોતાની ઉંમર અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો ઉલ્લેખ કરીને પણ રાહત માગી હતી.
પ્રાયોજક ઉન્નીકૃષ્ણન પોટ્ટીએ 9 ડિસેમ્બર, 2019એ ત્રાવણકોર દેવાસ્વમ બોર્ડ (TDB)ને એક પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે લખ્યું હતું કે શબરીમાલા મંદિરના ગર્ભગૃહના મુખ્ય દરવાજા અને દ્વારપાલક પર સોનાનું કામ પૂર્ણ થયા બાદ થોડું સોનું બચ્યું છે. તેઓ આ વધારાના સોનાનો ઉપયોગ TDBના સંકલનમાં એક જરૂરતમંદ યુવતીનાં લગ્ન માટે કરવા માગે છે. આ બાબતે તેમણે TDB પાસેથી મૂલ્યવાન અભિપ્રાય માગ્યો હતો.
હકીકતમાં, મંદિરના ગર્ભગૃહની બહાર દ્વારપાલકની પથ્થરની મૂર્તિઓ પર સોનાની પરત ચઢાવેલી તાંબાની શીટ્સ લગાવવામાં આવેલી છે. આ શીટ્સને લઈને સોનું ચોરી અને ગેરવહીવટના આરોપો લગાવવામાં આવ્યા છે. હાઈકોર્ટે આ મામલે સ્વયં સંજ્ઞાન લીધું હતું અને લગભગ 4.54 કિલોગ્રામ સોનાનો કોઈ પત્તો ન લાગતાં ચિંતા વ્યક્ત કરી હતી. જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2019માં જ્યારે મૂર્તિઓની ફરીથી પ્લેટિંગ કરવામાં આવી હતી, ત્યારે જ આ સોનું ગાયબ થયું હતું. અંદાજ મુજબ આ સોનાની કિંમત આશરે 7 કરોડ રૂપિયા છે.
ઈરાનમાં વિરોધ પ્રદર્શનો વધ્યા અને અનેક વિરોધીઓના મોત બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હસ્તક્ષેપ કરવાની ધમકી બાદ, એક રિપોર્ટમાં હવે એક મહત્વપૂર્ણ દાવો કરવામાં આવ્યો છે. ધ ટાઇમ્સના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આર્થિક સંકટ સામે ઈરાનમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો વચ્ચે, ઈરાનના આયાતુલ્લાહ અલી ખામેની દેશ છોડીને ભાગી જવાની યોજના બનાવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, ખામેની પાસે બેકઅપ પ્લાન છે.
રિપોર્ટમાં એક ગુપ્તચર રિપોર્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ખામેની તેમના 20 નજીકના સાથીઓ અને પરિવાર સાથે ઈરાન છોડીને ભાગી જવાની યોજના બનાવી રહ્યા છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે ખામેની, સીરિયાના બશર અલ-અસદની જેમ, રશિયામાં આશ્રય લઈ શકે છે. કારણ એ આપવામાં આવ્યું છે કે ખામેનીને મોસ્કો ભાગી જવું પડશે કારણ કે તેમના માટે બીજી કોઈ જગ્યા નથી.
અગાઉ, ઈરાનની ક્ષતિગ્રસ્ત અર્થવ્યવસ્થાને કારણે ભડકેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન હિંસામાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા હતા. રિપોર્ટ્સ દર્શાવે છે કે ઈરાનના 31 પ્રાંતોમાંથી 25 પ્રાંતોમાં 170 થી વધુ સ્થળોએ વિરોધ પ્રદર્શનો થયા છે. મૃત્યુઆંક વધીને ઓછામાં ઓછો 15 થયો છે, અને 580 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ભારતનો સમુદ્રી ઈતિહાસ હમેંશાથી ખૂબ જ સમૃદ્ધ રહ્યો છે. હજારો વર્ષોથી ભારતના વેપારીઓ દરિયાઈ માર્ગે આફ્રિકા, મિડલ ઈસ્ટ અને છેક યુરોપના વિવિધ પ્રાંતની સફર કરતા હોવાના ઘણા પૂરાવા મળે છે. મહારાષ્ટ્રમાં આવેલ અજંતાની ગુફાઓના વિશ્વવિખ્યાત ભીંતચિત્રોમાં પણ ભારતના આ બહાદુર ખલાસીઓના કિસ્સાઓનું વર્ણન જોવા મળે છે. અહીં ચિત્રોમાં ખલાસીઓ કયા દેશનો પ્રવાસ કરતા તેના વર્ણન ઉપરાંત તેઓ એ સમયે કયા પ્રકારનું વહાણ લઈને દરિયો ખેડતા તેનો પણ ઉલ્લેખ જોવાં મળે છે.ભારતના વડાપ્રધાનના આર્થિક સલાહકાર અને સુપ્રસિદ્ધ લેખક સંજીવ સાન્યાલે પણ પોતાના અજંતાના પ્રવાસ દરમિયાન આપણા સમૃદ્ઘ વારસાને દર્શાવતા આ ચિત્રો જોયા હતા. આ ચિત્રોમાં એ સમયે વપરાતા વહાણનું ખૂબ સરસ વર્ણન હતું, જે જોઈને સંજીવ સાન્યાલ ખૂબ પ્રભાવિત થયા હતા. માટે તેમને આ ચિત્રમાં જોવા મળતું વહાણ બનાવડાવાનો વિચાર આવ્યો અને ૧૭ ડિસેમ્બર ૨૦૨૧માં વડાપ્રધાન તરફથી તેની મંજૂરી પણ મળી ગઈ. મિનિસ્ટ્રી ઓફ કલ્ચર તરફથી આ જહાજ માટે ખાસ બજેટ પણ ફાળવવામાં આવ્યું. જહાજનું નામ નક્કી થયું INSV (ઈન્ડિયન નેવી સેલિંગ વ્હીકલ) કૌડિન્ય. સદીઓથી ભારત અને ઓમાન વચ્ચે દરિયાઈ માર્ગે વેપાર થતો આવે છે. માટે એક વાર આ વહાણ તૈયાર થઈ જાય એટલે તેને ભારત તરફથી મિત્રતાના સંદેશ તરીકે ઓમાન મોકલવું તેવું પણ નક્કી થયું.
છેક પાંચમી સદીમાં વપરાશમાં લેવાતા વહાણને આજના સમયમાં તૈયાર કરવું ભારે જટિલ સાબિત થાય તેમ હતું. કારણ કે આજથી પાંચ સદી પહેલા ન કોઈ ટેકનોલોજી હતી, ન વીજળી, કે ન કોઈ મોડર્ન મશીનરી. છતાં ભારતના ખલાસીઓ મજબૂત જહાજ બનાવી તેનાથી હજારો કિલોમીટરની દરિયાઈ સફર કરતા હતા. માટે પહેલા તો સંજીવ સાન્યાલે પોતાના સ્તરે તપાસ શરૂ કરી. સૌથી પહેલા તો આ પ્રકારનું જહાજ કોણ બનાવી આપે તે પ્રશ્ન ઉભો થયો અને તેના જવાબ હતો ગોવા સ્થિતિ એક ખાનગી કંપની હોડી ઈનોવેશન. આ કંપની મોડર્ન છતાં કુદરત માટે નુકસાનકારક સાબિત ન થાય તેવા જહાજ બનાવવા માટે જાણીતી છે.વહાણ બનાવવાનું કામ તો સોંપાય ગયું, પંરતુ આજના સમયમાં આ પ્રકારનું જહાજ બનાવનારો કારીગર ક્યાંથી શોધવો? થોડી શોધ બાદ કારીગર મળ્યો પણ ખરો. કેરળ સ્થિત બાબુ શંકરન નામના એક કારીગરે આ પ્રકારનું પારંપરિક વાહન બનાવી આપવાની સંમતિ દર્શાવી. છેક ઓમાન સુધી આ પ્રકારના વહાણને પહોંચાડવું સરળ નથી. માટે જહાજની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું કામ સોંપાયું ભારતીય નૌકાદળને. સાથે નૌકાદળના કેટલાક ચુનિંદા કમાન્ડરો અને ખલાસીઓ જ આ જહાજને ઓમાન સુધી લઈ જશે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો. જુલાઈ ૨૦૨૩માં આ હોડીની ફાઈનલ કોન્ટ્રાક્ટ સાઈન કરવામાં આવ્યો અને ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૩થી બાબુ શંકરન અને તેમના સાથીદારોએ હોડી ઈનોવેશનના ગોવા સ્થિત શિપયાર્ડમાં કામ શરૂ કર્યું.
આજથી બે હજાર વર્ષ પૂર્વે જહાજ બનાવવા ખિલીનો ઉપયોગ કરવામાં આવતો ન હતો. માટે જહાજનું માળખું પણ ધાતુના ખીલા, બોલ્ટ અથવા સ્ક્રૂ વગર બનાવવામાં આવ્યું છે. તેના બદલે લાકડાના પાટિયાને નાળિયેરના રેસામાંથી બનેલ દોરડાનો ઉપયોગ કરીને એકાબીજા સાથે જોડી દેવામાં આવ્યા છે. જ્યાર બાદ પાટિયા વચ્ચેની જગ્યામાં કુદરતી રેઝિન, તેલ અને કપાસ ભરી જહાજના માળખાને વોટરપ્રૂફ બનાવી દેવામાં આવ્યું છે. ભારતમાં વર્ષોથી ઉપયોગમાં લેવાતી આ ટાંકાઈ પદ્ધતિ તૂતકને સંપૂર્ણ રીતે લવચીક બનાવે છે, જેથી સમુદ્રના મોજાનો પ્રતિકાર કરવાને બદલે જહાજ તેનો માર શોષી લેવા સક્ષમ બને છે.કૌડિન્ય સંપૂર્ણપણે પવન-સંચાલિત વહાણ છે અને તેમાં કોઈપણ પ્રકારનું એન્જિન લગાડવામાં આવ્યું નથી. તેની ગતિવિધિ ફક્ત હવાના પ્રવાહ, પરંપરાગત ચોરસ સઢ અને હલેસા પર આધાર રાખે છે. આ જહાજમાં આજના સમય જેવા ત્રિકોણ સઢની જગ્યાએ ચોરસ આકારના વિશાળ સઢ ઉપયોગમાં લેવામાં આવ્યા છે. જહાજની દિશા બદલવા માટે પણ ખાસ પ્રકારના લાકડાના પાટિયાની ઉપયોગ કરાયો છે. તેમજ જહાજને રોકવા હડપ્પન શૈલીનું ખાસ પથ્થરનું બનેલું લંગર પણ આ જહાજ પર છે. કૌડિન્યમાં સફર દરમિયાન ખલાસીઓની જરૂરિયાતનો તમામ સામાન પણ પાંચમી સદીમાં જે રીતે સંઘરવામાં આવતો એ રીતે વિશાળ કદના માટલા, પટારા અને લાકડાના ડ્રમમાં ભરવામાં આવ્યો છે. ખલાસીઓને નિત્યક્રમ પતાવવા અહીં જહાજના તૂતક પર લટકતું એક પોર્ટેબલ ટોયલેટ પણ છે.
આ જહાજનો આકાર અને ગોઠવણી સાંસ્કૃતિક અને પુરાતત્વીય પુરાવાઓ, ખાસ કરીને પ્રાચીન કલામાંથી પુનઃનિર્માણ કરવામાં આવી હતી. નૌકાદળના આર્કિટેક્ટ્સ અને ઈતિહાસકારોએ ચોક્કસ બ્લુપ્રિન્ટ્સની ગેરહાજરી હોવા છતાં અજંતાની ગુફાના ભીંતચિત્રો અને અન્ય સ્ત્રોતોમાંથી વિગત મેળવી જહાજની ડિઝાઈન તૈયાર કરી છે. જ્યાર બાદ દરિયાઈ યોગ્યતા સુનિશ્ચિત કરવા માટે આધુનિક હાઈડ્રોડાયનેમિક મૂલ્યાંકન દ્વારા સંપૂર્ણ માળખાની ભૂમિતિને તૈયાર કરવામાં આવી છે.ફેબ્રુઆરી ૨૦૨૫માં આ જહાજ તૈયાર કરી તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. જ્યારબાદ ૧૫મી મેના દિવસે તેને નૌકાદળના કેરળમાં આવેલા કારવાર હાર્બર પર લઈ જવામાં આવ્યું હતું. જ્યાં ૨૧મી મેના રોજ નૌકાદળે આ જહાજને સત્તાવાર રીતે તેમના કાફલામાં સ્થાન આપ્યું હતું. નૌકાદળ માથે આ જહાજની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી હતી. માટે તેમણે વિવિધ સ્તરે આ જહાજની મજબૂતી ચકાસી જોઈ. નૌકાદળના ખલાસીઓએ આઈઆઈટી મદ્રાસની મદદથી દરિયાઈ તોફાન સામે જહાજ ટકશે કે નહીં તેનું પણ પરીક્ષણ કરી જોયું અને દિવસ તેમજ રાતના સમયે આ જહાજ ચલાવવામાં કેવી સમસ્યાઓ આવે છે તેનો પણ અંદાજ લગાડવામાં આવ્યો છે.
વિવિધ પરીક્ષામાં સફળ થયા પછી ૧૩મી ડિસેમ્બરે INSV કૌડિન્યને પોરબંદર લાવવામાં આવ્યું. જ્યાંથી ૨૯ ડિસેમ્બરના દિવસે આ જહાજને વેસ્ટર્ન કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ વાઈસ એડમિરલ કૃષ્ણ સ્વામિનાથનના હાથે ફ્લેગ ઓફ કરી ઓમાન તરફ રવાના કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભારતમાં ઓમાનના એમ્બેસેડર ઇસા સાલેહ અલ શિબાની પણ હાજર રહ્યા હતા. પોરબંદરના કંઠેથી ૧૩ ખલાસીઓ અને ચાર ઓફિસર સાથે રવાના થયેલા આ જહાજના કમાન્ડર ઈન ચીફ તરીકે જહાજના નિર્માણમાં શરૂઆતથી સામેલ કમાન્ડર વાય. હેમંતકુમારને પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે કમાન્ડર વિકાસ શેરોન જહાજના સ્કીપરની ફરજ નિભાવશે. આ સંપૂર્ણ યાત્રા દરમિયાન INSV કૌડિન્યમાં સવાર નૌકાદળના અધિકારીઓ અને ખલાસીઓની જરૂરિયાત તેમજ સુરક્ષાની જવાબદારી ગોવા સ્થિત ઈન્ડિયન નેવી ઓશન સેલિંગ નોડની છે.
૧૪૦૦ કિમોમીટરની સફર કરી આશરે ૨૨ દિવસે INSV કૌડિન્ય ઓમાન પહોંચશે તેવી સંભાવના છે. મજાની વાત તો એકે સંજીવ સાન્યાલ પોતે પણ આ જહાજમાં બેસી ઓમાન જવા રવાના થયા છે. ઓમાન અને ભારત વચ્ચે પાછલા ૭૦ વર્ષથી વેપાર સબંધો છે. આમ તો આઝાદી પૂર્વે પણ ઓમાન સાથે આપણો વેપાર સદીઓ જૂનો છે. સુપ્રસિદ્ધ સિલ્ક રૂટનો પણ ઓમાન મહત્વપૂર્ણ ભાગ રહ્યું છે અને ભારતથી મસાલા, કાપડ, ચંદન, સિલ્ક વગેરે માલસામાન ઓમાનના રસ્તે જ યુરોપ મોકલવામાં આવતો હતો. એટલે જ ઈતિહાસને પુનર્જીવિત કરનારા આ જહાજને ઓમાન મોકલવાનો નિર્ણય લેવાયો છે. ૨૦-૨૫ દિવસના સફરે ઓમાન પહોંચ્યા પછી આ જહાજ ભારત પાછું ફરશે.
કોણ હતા કૌડિન્ય?
કૌડિન્ય પાંચમી સદીમાં થઈ ગયેલ ભારતીય ખલાસી હતા. તેઓ દક્ષિણપૂર્વ એશિયામાં દરિયાઈ યાત્રા કરનાર પ્રથમ ભારતીય પ્રવાસી તરીકે જાણીતા છે. કંબોડિયન અને વિયેતનામની લોકવાયકા અનુસાર, કૌડિન્યની યાત્રાને કારણે જ ફનન સામ્રાજ્યની રચના થઈ હતી અને તેના કારણે જ દક્ષિણપૂર્વ એશિયાઈ સંસ્કૃતિમાં ભારતનો પ્રભાવ જોવા મળે છે. ભારતમાં જોકે કૌડિન્ય વિશે કોઈને સાંભળ્યું હોય તેની શક્યતા ઓછી છે. દક્ષિણપૂર્વ એશિયાના અમુક દેશમાં તો કૌડિન્યના પૂતળા પણ છે. પાંચમી સદી અને તેની આસપાસના સમયગાળા દરમિયાન ઘણા ભારતીય ખલાસીઓ દુનિયાના વિવિધ ભાગનો પ્રવાસ કરતા હતા. આ જ કારણોસર સંભવતઃ ભારતથી છેક ન્યૂ ઝિલેન્ડ સુધી લંબાતા સમુદ્રને હિન્દ મહાસાગર ગણવામાં આવે છે.
વેનેઝુએલાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસને અમેરિકન સૈન્ય દ્વારા એક મોટા લશ્કરી કાર્યવાહીમાં ધરપકડ કરવામાં આવી હતી અને યુએસ લઈ જવામાં આવ્યા હતા. ચીને આ ઘટનાની સખત નિંદા કરી છે અને કડક ચેતવણી આપી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે જણાવ્યું હતું કે કોઈ પણ દેશને વિશ્વનો “પોલીસમેન” અથવા “આંતરરાષ્ટ્રીય ન્યાયાધીશ” બનવાનો અધિકાર નથી. તેમણે કહ્યું કે આ આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે અને વેનેઝુએલાના સાર્વભૌમત્વ પર હુમલો છે. ચીને યુએસને ચેતવણી આપી હતી કે એકપક્ષીય ગુંડાગીરી સહન કરવામાં આવશે નહીં.
સોમવારે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે વૈશ્વિક બાબતોમાં “એકપક્ષીય અને ગુંડાગીરીભર્યા પગલાં” ની ટીકા કરી અને મુખ્ય શક્તિઓને આંતરરાષ્ટ્રીય કાયદા અને યુએન ચાર્ટરના સિદ્ધાંતોનું સન્માન કરવા વિનંતી કરી. રાજ્ય સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર, શી જિનપિંગે બેઇજિંગમાં આઇરિશ વડા પ્રધાન માઇકલ માર્ટિન સાથેની મુલાકાત દરમિયાન આ ટિપ્પણી કરી. શી જિનપિંગે જણાવ્યું હતું કે બધા દેશોએ અન્ય દેશોના લોકો દ્વારા પસંદ કરાયેલા વિકાસ માર્ગોનું સન્માન કરવું જોઈએ અને આંતરરાષ્ટ્રીય કાયદા તેમજ યુએન ચાર્ટરના હેતુઓ અને સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ, જેમાં મુખ્ય દેશો અગ્રણી ભૂમિકા ભજવે છે. વૈશ્વિક વ્યવસ્થા પર વધતા દબાણની ચેતવણી આપતા, ચીનના રાષ્ટ્રપતિએ કહ્યું કે પરિવર્તન અને અરાજકતામાં ડૂબેલી દુનિયામાં, એકપક્ષીય અને આધિપત્યવાદી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને ગંભીર રીતે નબળી પાડી રહી છે.
રવિવારે વિદેશ મંત્રીનો વિરોધ
રવિવારે અગાઉ, બેઇજિંગમાં ચીન-પાકિસ્તાન વિદેશ મંત્રીઓના વ્યૂહાત્મક સંવાદ દરમિયાન, ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ બેઇજિંગનો વિરોધ વ્યક્ત કર્યો હતો. વાંગે જણાવ્યું હતું કે ચીન હંમેશા બળના ઉપયોગ અથવા ધમકીનો, તેમજ એક દેશ દ્વારા બીજા દેશ પર ઇચ્છા લાદવાનો વિરોધ કરે છે. તેમણે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ વધુને વધુ અસ્થિર અને જટિલ બની છે, અને એકપક્ષીય આધિપત્ય વધુને વધુ ગંભીર બની રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વૈશ્વિક વ્યવસ્થા કોઈપણ એક શક્તિ દ્વારા નક્કી કરી શકાતી નથી.
વાંગે જણાવ્યું હતું કે અમે ક્યારેય માનતા નથી કે કોઈપણ દેશ વિશ્વ પોલીસમેનની ભૂમિકા ભજવી શકે છે, અને અમે સહમત નથી કે કોઈપણ દેશ આંતરરાષ્ટ્રીય ન્યાયાધીશ હોવાનો દાવો કરી શકે છે. ચીનના વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ તમામ દેશોની સાર્વભૌમત્વ અને સુરક્ષાનું સંપૂર્ણ રક્ષણ થવું જોઈએ. તેમણે કહ્યું હતું કે ચીન યુએન ચાર્ટરનું પાલન કરવા, મૂળભૂત આંતરરાષ્ટ્રીય ધોરણોને જાળવી રાખવા, રાષ્ટ્રીય સાર્વભૌમત્વનો આદર કરવા અને વૈશ્વિક શાંતિ અને વિકાસનું રક્ષણ કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે કામ કરવાનું ચાલુ રાખશે.
માદુરો અમેરિકાની કસ્ટડીમાં છે
માદુરોને શનિવારે એક મોટા લશ્કરી કાર્યવાહી દરમિયાન અમેરિકન દળો દ્વારા પકડવામાં આવ્યો હતો અને હાલમાં તે તેમની પત્ની સિલિયા ફ્લોરેસ સાથે અમેરિકાની કસ્ટડીમાં છે. ડેલ્સી રોડ્રિગ્ઝે વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. આ દરમિયાન, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક ચેતવણી આપતા કહ્યું કે વેનેઝુએલાએ અમેરિકાને સંપૂર્ણ પ્રવેશ આપવો જોઈએ નહીંતર પરિણામોનો સામનો કરવો પડશે, કદાચ માદુરો કરતાં પણ ખરાબ.
જયપુરઃ રાજસ્થાન સરકાર દ્વારા થોડાં અઠવાડિયાં પહેલા અમલમાં આવેલા નવા ધર્માંતરણવિરોધી કાયદા સામે પ્રદર્શન શરૂ થયાં છે. વિવિધ સંગઠનો સાથે જોડાયેલા લોકોએ તેને ગેરબંધારણીય ગણાવીને સોમવારે રાજધાની જયપુરમાં રસ્તા પર પ્રદર્શન કર્યું હતું.
આ પહેલાં શહીદ સ્મારકમાં જનસભા પણ યોજાઈ હતી. પ્રદર્શન અને સભામાં અનેક સંગઠનોના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સામેલ થયા હતા. પ્રદર્શન દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે આ કાયદાના માધ્યમથી અલ્પસંખ્યકો પર દમન થવાની આશંકા છે. તેથી આ કાયદો તાત્કાલિક પાછો ખેંચવો જોઈએ.
પ્રદર્શનકારીઓએ સુપ્રીમ કોર્ટમાં રદ કરવાની માગ કરી
પ્રદર્શનકારીઓએ સુપ્રીમ કોર્ટને પણ આ કાયદો રદ કરવાની અપીલ કરી છે. આ પ્રદર્શનને વિરોધ પક્ષોએ પણ પોતાનું સમર્થન આપ્યું હતું. રાજસ્થાન મદરેસા બોર્ડના ચેરમેન એમડી ચોપદાર પણ આ પ્રદર્શનમાં સામેલ થયા હતા. લોકો તરફથી આ કાયદા અંગે અનેક આરોપો લગાવવામાં આવ્યા છે. પ્રદર્શનકારીઓએ આ કાયદાને અધિકારોના હનન તરીકે ગણાવ્યો છે. એ સાથે જ આરોપ લગાવ્યો કે પ્રશાસનને આપવામાં આવેલા અતિશય અધિકારો હેઠળ થનારી કાર્યવાહી આ કાયદા અંતર્ગત લોકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
રાજ્યપાલે કાયદાને મંજૂરી આપી
રાજસ્થાનમાં લાંબા સમયથી અટકેલો ધર્માંતરણ બિલ હવે કાયદો બની ગયો છે. વિધાનસભામાં રજૂ થયા બાદ તેને પસાર કરવામાં આવ્યો હતો. બિલને રાજ્યપાલ હરિભાઉ બાગડે દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રાજ્યપાલની મંજૂરી બાદ આ બિલ કાયદાનો સ્વરૂપ લઈ ચૂક્યું છે. એ સાથે જ તેમણે બિલનું ગેઝેટ નોટિફિકેશન પણ જારી કર્યું છે.
રાજસ્થાન સરકારનો આ નવો કાયદો રાજસ્થાન વિધિ વિરુદ્ધ ધર્મ સમપરિવર્તન અધિનિયમ, 2025 તરીકે ઓળખાશે. તેમાં આજીવન કારાવાસ સુધીની સજા અને 50 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. એટલે કે જો કોઈ વ્યક્તિ બળજબરી, લાલચ અથવા છેતરપિંડીથી કોઈનું ધર્મ પરિવર્તન કરાવે છે, તો તેને કડક સજા થઈ શકે છે. એ સાથે જ ધર્મ પરિવર્તન સંબંધિત તમામ ગુનાઓ બિનજામીન પાત્ર રહેશે, એટલે આરોપીને સહેલાઈથી જામીન નહીં મળે.
આંધ્રપ્રદેશના કોનાસીમા જિલ્લામાં ONGC પાઇપલાઇનમાંથી મોટા પાયે ગેસ લીકેજ થયો છે. મલિકીપુરમ મંડલમાં ઇરુસ્મંડા નજીક મોટા પાયે ગેસ લીકેજને કારણે આસપાસના ગામોમાં ધુમાડો છવાઈ ગયો છે. આગ ઝડપથી ફેલાઈ ગઈ. આગ લાગતાની સાથે જ ગ્રામજનોએ ONGC અધિકારીઓને ચેતવણી આપી. મોટા પાયે ગેસ લીકેજથી સ્થાનિક લોકો ગભરાઈ ગયા છે. સાવચેતી રૂપે, અધિકારીઓએ નજીકના ગામોને ખાલી કરાવ્યા છે.
પાઇપલાઇનમાં ગેસ લીકેજને કારણે લાગેલી આગમાં સેંકડો નારિયેળના ઝાડ બળી ગયા હતા. અધિકારીઓ પાસેથી માહિતી મળતાં ONGCના કર્મચારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓનું કહેવું છે કે 10 દિવસ પહેલા એક ખાનગી કંપનીએ ગેસ ભંડાર પર કામ શરૂ કર્યું હતું.
દરમિયાન, મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુને ગેસ લીકેજની માહિતી મળી છે અને તેમણે અધિકારીઓને રાહત કામગીરી ઝડપી બનાવવાનો આદેશ આપ્યો છે. તેમણે નજીકના લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવાની સલાહ આપી છે. દરમિયાન, નજીકના ગામોમાં ગેસ લીકેજને કારણે લોકોને સાવધાની રાખવાની વિનંતી કરવામાં આવી રહી છે.
ONGC પાઇપલાઇનમાંથી મોટા પાયે ગેસ લીકેજ સાથે વિસ્ફોટ થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. અહેવાલો અનુસાર, અકસ્માત સમયે ONGC કૂવામાં ટેકનિકલ સમારકામ ચાલી રહ્યું હતું. સદનસીબે, અત્યાર સુધી કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સમારકામ પહેલાં કુવામાંથી ઉત્પાદન અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન, એક શક્તિશાળી વિસ્ફોટ થયો, ત્યારબાદ ઉચ્ચ દબાણવાળા ગેસ અને ક્રૂડ ઓઇલનો વિસ્ફોટ થયો. થોડીવારમાં, લીકેજ થતા ગેસમાં આગ લાગી, અને કૂવાની આસપાસ ઊંચી જ્વાળાઓ ફાટી નીકળી, જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો.
ગેસ લીકેજ અને આગને કારણે આસપાસના ગામોમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા. સમગ્ર વિસ્તારમાં દૃશ્યતા નોંધપાત્ર રીતે ઓછી થઈ ગઈ હતી, અને હવામાં ગેસની તીવ્ર ગંધ ફેલાઈ ગઈ હતી. સાવચેતી તરીકે, વહીવટીતંત્રે લાઉડસ્પીકર દ્વારા રહેવાસીઓને વિદ્યુત ઉપકરણો બંધ રાખવા, ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવાનું ટાળવા અને કોઈપણ ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી દૂર રહેવા ચેતવણી આપી હતી.
રાજકોટ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યું. જેમાં તેમણે જણાવ્યું કે, રાજ્યના નાના-મોટા ઉદ્યોગકારોની મુશ્કેલીઓ, પ્રશ્નો અને રજૂઆતોને તત્કાલ હલ કરવામાં આવશે. ઉદ્યોગકારો વધુ રોકાણ કરીને ઉદ્યોગ-ધંધાનો વિકાસ કરી શકે તે માટે આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારો સાથે સંકલન બેઠક યોજવામાં આવી હતી. આ સાથે તમામ વિભાગો સાથે ગ્રુપ બેઠક પણ યોજવામાં આવી હતી.
તેમણે કહ્યું હતું કે, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં રાજકોટ એ ગુજરાતનું ગ્રોથ એન્જિન છે. આગામી દિવસોમાં દેશ અને દુનિયામાંથી વધુ રોકાણ આવી શકે તે માટે, રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ મહેસાણામાં પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૧૧મી જાન્યુઆરીએ રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદઘાટન કરવામાં આવશે. આ કોન્ફરન્સ તેમજ ત્યારબાદના દિવસોમાં પણ સૌરાષ્ટ્ર તથા કચ્છમાં મોટાપાયે રોકાણ આવશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, રાજકોટ મેન્યુફેક્ચરિંગ સહિત તમામ સેક્ટરમાં ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. પરંતુ હજુ પણ વધુ ઝડપથી વિકાસ થઈ શકે અને વેપારીઓ, ઉદ્યોગકારો, ઉત્પાદકો વધુ સરળતાથી કામ કરી શકે તે માટે આજે તેઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકારની વિવિધ ઔદ્યોગિક નીતિઓ અંતર્ગત રાજ્યના ૧૦, ૪૩૫ ઉદ્યોગકારોને રૂ. ૯૫૬.૫૧ કરોડની પ્રોત્સાહક સહાયનું આજે રાજકોટથી વિતરણ કરવામાં આવ્યું છે. ટેક્સટાઇલ ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ, પર્યાવરણ ઔદ્યોગિક માળખાકીય સુવિધાની યોજના, લઘુ ઉદ્યોગો અંગેની યોજના વગેરે જેવી યોજનાઓ હેઠળ સૌરાષ્ટ્ર કચ્છના ૧૩૭ ઉદ્યોગકારોને કુલ રૂપિયા ૬૬૧.૭૩ કરોડની રકમના મંજૂરીપત્રોનું વિતરણ અહીંથી કરવામાં આવનાર છે. દેશમાં ગુજરાત એ સૌથી ઝડપથી ઇન્સેન્ટિવ આપતું રાજ્ય છે. આ કામગીરી વધુ ઝડપથી થઈ શકે તે માટે ઉદ્યોગ વિભાગ દ્વારા દિવસ-રાત કાર્ય કરવામાં આવતું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, ઉદ્યોગકારો અને વેપારીઓ વિવિધ ઉત્પાદનો અને વેપાર-ધંધા થકી રાજ્યની અર્થવ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે ત્યારે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ઉદ્યોગકારોના પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ લાવી શકાય તેમજ નીતિ વિષયક પ્રશ્નનો તાત્કાલિક રાજ્યસ્તરેથી નિકાલ લાવી શકાય તે માટે આજે અહીં ઉદ્યોગકારો સાથે બેઠક યોજવામાં આવી હતી, તેને હું આવકારું છું.
ઢાકાઃ BCCIએ તાજેતરમાં IPL ફ્રેન્ચાઇઝી KKRને બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તાફિઝુર રહેમાનને ટીમમાંથી રિલીઝ કરવાની સૂચના આપી હતી. આ પછી તરત જ KKRએ મુસ્તાફિઝુર રહમાનને પોતાની ટીમમાંથી બહાર કરી દીધો હતો. આ નિર્ણયથી નારાજ થઈને બાંગ્લાદેશે હવે મોટું પગલું લીધું છે. બાંગ્લાદેશે વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ટેલિકાસ્ટ પર અનિશ્ચિતકાળ માટે પ્રતિબંધ મૂકી દીધો છે. આ નિર્ણયથી બાંગ્લાદેશમાં રહેલા IPLના દીવાના ક્રિકેટ ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે.
KKRએ ગયા મહિને અબુધાબીમાં યોજાયેલા મિની ઓક્શનમાં મુસ્તાફિઝુરને 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
મંત્રાલયે ટીવી ચેનલોને આપ્યો આદેશ
બાંગ્લાદેશના માહિતી અને પ્રસારણ મંત્રાલયે પાંચ જાન્યુઆરીએ ટેલિવિઝન ચેનલોને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું પ્રસારણ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો હતો. આ સૂચના ટેલિવિઝન ચેનલોને એક સત્તાવાર પત્ર મારફતે આપવામાં આવી હતી. આ પત્રમાં જણાવાયું છે કે BCCI દ્વારા બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટર મુસ્તાફિઝુર રહમાનને આવનારી IPL સીઝન માટે કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમમાંથી બહાર કરવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પત્રમાં એ પણ કહેવામાં આવ્યું છે કે BCCIના આ નિર્ણય પાછળ કોઈ યોગ્ય કારણ જણાવવામાં આવ્યું નથી, જેને કારણે બાંગ્લાદેશના લોકો ખૂબ દુઃખી છે અને ગુસ્સામાં છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મંત્રાલયે તમામ ટેલિવિઝન ચેનલોના અધિકારીઓને આગામી આદેશ સુધી તમામ IPL મેચો અને સંબંધિત કાર્યક્રમોનું પ્રસારણ તાત્કાલિક બંધ રાખવાની સૂચના આપી છે.
બાંગ્લાદેશની ટીમ ભારત નહીં આવે
આ પહેલાં બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપ 2026 માટે ભારત ન જવાનો સત્તાવાર નિર્ણય લીધો છે, જેને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ખરાબ થયા છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ICCને પત્ર લખીને બાંગ્લાદેશના તમામ મેચો ભારતમાંથી શ્રીલંકામાં ખસેડવાની વિનંતી કરી છે. નોંધનીય છે કે T20 વર્લ્ડ કપ 2026ના લીગ સ્ટેજમાં બાંગ્લાદેશને પહેલી ત્રણ મેચ કોલકાતા અને ચોથી લીગ સ્ટેજ મેચ મુંબઈમાં રમવાની છે.
શબરીમાલા સોનું ચોરી મામલે ભૂતપૂર્વ TDB સભ્યને સુપ્રીમ ફટકાર
નવી દિલ્હી: શબરીમાલા સોનું ચોરી મામલે ભૂતપૂર્વ ત્રાવણકોર દેવાસ્વમ બોર્ડ (TDB)ના સભ્ય કે.પી. શંકરદાસની અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આકરી ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે તેમણે ભગવાનને પણ છોડ્યા નથી. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એસ.સી. શર્માની બેન્ચે કેરળ હાઈકોર્ટની સિંગલ બેન્ચ દ્વારા કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ દૂર કરવાની તેમની માગ નકારી કાઢી હતી.
શંકરદાસ જવાબદારીથી બચી શકતા નથી
કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે દેવાસ્વમ બોર્ડની બેઠકના મિનિટ્સ પર હસ્તાક્ષર કર્યા પછી શંકરદાસ જવાબદારીથી બચી શકતા નથી. કોર્ટે હાઈકોર્ટના તે પાંચ પેરાગ્રાફ પણ દૂર કરવાનો ઇનકાર કર્યો હતો, જેમાં સોનું ચોરી મામલે દેવાસ્વમ બોર્ડના સભ્યો કે.પી. શંકરદાસ અને વિજયકુમારની જવાબદારી હોવાનું કહેવામાં આવ્યું હતું.
શંકરદાસે અરજીમાં દલીલ કરી હતી કે હાઈકોર્ટે તેમની વાત સાંભળ્યા વિના તેમના વિરુદ્ધ ટિપ્પણીઓ કરી છે, જેને કારણે નિષ્પક્ષ તપાસ પ્રભાવિત થઈ શકે છે. તેમણે પોતાની ઉંમર અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો ઉલ્લેખ કરીને પણ રાહત માગી હતી.
પ્રાયોજક ઉન્નીકૃષ્ણન પોટ્ટીએ 9 ડિસેમ્બર, 2019એ ત્રાવણકોર દેવાસ્વમ બોર્ડ (TDB)ને એક પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે લખ્યું હતું કે શબરીમાલા મંદિરના ગર્ભગૃહના મુખ્ય દરવાજા અને દ્વારપાલક પર સોનાનું કામ પૂર્ણ થયા બાદ થોડું સોનું બચ્યું છે. તેઓ આ વધારાના સોનાનો ઉપયોગ TDBના સંકલનમાં એક જરૂરતમંદ યુવતીનાં લગ્ન માટે કરવા માગે છે. આ બાબતે તેમણે TDB પાસેથી મૂલ્યવાન અભિપ્રાય માગ્યો હતો.
હકીકતમાં, મંદિરના ગર્ભગૃહની બહાર દ્વારપાલકની પથ્થરની મૂર્તિઓ પર સોનાની પરત ચઢાવેલી તાંબાની શીટ્સ લગાવવામાં આવેલી છે. આ શીટ્સને લઈને સોનું ચોરી અને ગેરવહીવટના આરોપો લગાવવામાં આવ્યા છે. હાઈકોર્ટે આ મામલે સ્વયં સંજ્ઞાન લીધું હતું અને લગભગ 4.54 કિલોગ્રામ સોનાનો કોઈ પત્તો ન લાગતાં ચિંતા વ્યક્ત કરી હતી. જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2019માં જ્યારે મૂર્તિઓની ફરીથી પ્લેટિંગ કરવામાં આવી હતી, ત્યારે જ આ સોનું ગાયબ થયું હતું. અંદાજ મુજબ આ સોનાની કિંમત આશરે 7 કરોડ રૂપિયા છે.