Home Blog Page 336

૦૫ જાન્યુઆરી ૨૦૨૬

આસામમાં 5.1 તીવ્રતાનો જોરદાર ભૂકંપ

ઉત્તર પૂર્વ ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના તીવ્ર ઝટકાઓ અનુભવાયા હતા. ખાસ કરીને આસામમાં ધરતી હચમચી ઉઠી હતી, જેના કારણે લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો. વહેલી સવારનો સમય હોવાથી ઘણા લોકો ઊંઘમાં હતા, પરંતુ અચાનક આવેલા ઝટકાઓએ તેમને ઘરોમાંથી બહાર નીકળવા મજબૂર કરી દીધા. ભૂકંપના આંચકાઓ એટલા સ્પષ્ટ હતા કે અસામ સાથેસાથે મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં પણ લોકો એ તેનો અનુભવ કર્યો.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (NCS) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 નોંધાઈ છે. વહેલી સવારના આ ઝટકાઓએ સમગ્ર ઉત્તર પૂર્વ ભારતમાં ચિંતાનો માહોલ ઊભો કરી દીધો હતો અને થોડા સમય માટે દૈનિક જીવન થંભી ગયું હતું. ભૂકંપનું કેન્દ્ર આસામના મોરીગાંવજિલ્લામાં નોંધાયું હતું. ભૂમિની અંદર લગભગ 50 કિલોમીટર ઊંડાઈએ તેનું કેન્દ્ર હોવાને કારણે ઝટકાઓ વ્યાપક વિસ્તારમાં અનુભવાયા હતા.

આસામના અનેક જિલ્લાઓમાં લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. ઘણી જગ્યાએ ફેન, લાઈટ્સ અને ફર્નિચર હલતા જોવા મળ્યા. મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં પણ લોકોમાં ભય જોવા મળ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં લોકોએ ખુલ્લી જગ્યાઓમાં શરણ લીધી હતી. સ્થાનિક સ્તરે પોલીસ અને પ્રશાસનને એલર્ટ પર રાખવામાં આવ્યા છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના બન્યા વગર સ્થિતિ સંભાળી શકાય.

રાહતની વાત એ છે કે આ ભૂકંપથી અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા સંપત્તિ નુકસાનની માહિતી સામે આવી નથી. સ્થાનિક પ્રશાસન અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. સંવેદનશીલ વિસ્તારોમાંથી માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે અને લોકોকে અફવાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે ઉત્તર પૂર્વ ભારત ભૂકંપ માટે સંવેદનશીલ ઝોનમાં આવે છે અને આવી તીવ્રતાના ભૂકંપ સમયાંતરે આવતાં રહે છે. તેમ છતાં, લોકોને સાવચેત રહેવાની અને ભવિષ્યમાં આવનારા આફ્ટરશોક્સ અંગે જાગૃત રહેવાની જરૂર છે. પ્રશાસન દ્વારા લોકોને સલામતી સંબંધિત માર્ગદર્શિકાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે જેથી કોઈ પણ સંભવિત જોખમથી બચી શકાય.

કન્ટિજન્સી પ્લાનિંગ: અનિશ્ચિત ભવિષ્ય માટે વ્યૂહાત્મક પૂર્વદૃષ્ટિ

કન્ટિજન્સી પ્લાનિંગ એટલે અનિશ્ચિત ભવિષ્ય માટે પૂર્વ તૈયારી. મહાભારતના ભીમપર્વમાં પાંડવો દ્વારા રચાયેલ અનેક વ્યૂહો આજના મેનેજમેન્ટ માટે અદભુત રૂપક પૂરું પાડે છે. જ્યાં કૌરવો એક જ શક્તિશાળી યોજના પર આધાર રાખે છે, ત્યાં પાંડવો યુદ્ધના વિવિધ સંભાવિત વળાંકો માટે વિકલ્પો તૈયાર રાખે છે, જે બતાવે છે કે સંચાલનમાં માત્ર આત્મવિશ્વાસ નહીં પરંતુ પૂર્વદૃષ્ટિ પણ જરૂરી છે.

આજના યુગમાં બજાર, ટેકનોલોજી, રાજકીય પરિસ્થિતિ અને કુદરતી આફતો જેવી અનિશ્ચિતતાઓ એટલી ઝડપી બદલાય છે કે પ્લાન A ઘણી વખત અચાનક નિષ્ફળ સાબિત થઈ જાય છે, અને ત્યારે પ્લાન B અથવા C જ સંસ્થાને બચાવતી ઢાલ બનીને ઉભી રહે છે.

આનું જીવંત ઉદાહરણ એપલ કંપની છે, જેણે ચીન પર અતિનિર્ભર સપ્લાય ચેઇનથી ઊભા થનારા જોખમો અંદાજી અગાઉથી જ ભારત અને વિયેતનામ જેવા દેશોમાં વૈકલ્પિક ઉત્પાદન કેન્દ્રો વિકસાવ્યા. જેના કારણે વૈશ્વિક વિઘટન વચ્ચે પણ કંપનીનું ઉત્પાદન ચાલુ રહ્યું. તે જ રીતે નેટફ્લિક્સે શરૂઆતમાં DVD દ્વારા બિઝનેસ ચલાવતી વખતે જ ડિજિટલ સ્ટ્રીમિંગનો ભવિષ્યમાં વિકલ્પ તૈયાર કર્યો હતો, અને જ્યારે બજાર સંપૂર્ણપણે ઓનલાઈન તરફ વળ્યું ત્યારે તેની પાસે પહેલેથી જ પ્લાન B તૈયાર હતો, જેના કારણે તે વિશ્વની સૌથી સફળ મનોરંજન કંપનીઓમાં સ્થાન મેળવી શકી.

જાપાનની ટોયોટોએ 2011ના ભૂકંપ બાદ સપ્લાય ચેઇન સંપૂર્ણપણે ખોરવાઈ જતી જોઈ, ત્યારબાદ દરેક નાનામાં નાના પાર્ટ માટે પણ બહુસ્તરીય સપ્લાયરોનું નેટવર્ક તૈયાર કર્યું, જેથી કોઈ એક સ્ત્રોત બંધ થાય તો ઉત્પાદન અટકે નહીં—આ શુદ્ધ કન્ટિજન્સી પ્લાનિંગનો ઉત્તમ દાખલો છે. આરોગ્ય ક્ષેત્રમાં ફાઇઝરે કોવિડ-19 મહામારી દરમિયાન એકસાથે અનેક વૈજ્ઞાનિક માર્ગો પર રસી સંશોધન શરૂ કર્યું, જેથી એક માર્ગ નિષ્ફળ જાય તો બીજો તરત કાર્યરત બને, અને અંતે વિશ્વની પહેલી સફળ રસીઓમાં સ્થાન મેળવ્યું. ભારત માટે પણ ISROની મંગળયાન મિશન યોજના બતાવે છે કે ઓછી કિંમત અને ઊંચી અનિશ્ચિતતા વચ્ચે પણ કેવી રીતે બેકઅપ સિસ્ટમ, બહુવિધ ચકાસણીઓ અને વૈકલ્પિક નિયંત્રણ પદ્ધતિઓ દ્વારા મિશન સફળ બનાવાય છે.

આ બધા ઉદાહરણો જણાવી જાય છે કે કન્ટિજન્સી પ્લાનિંગ એ ડરથી જન્મેલું આયોજન નથી, પરંતુ બુદ્ધિ અને જવાબદારીથી ઊભેલું ભવિષ્યદર્શન છે. આજના સંચાલક માટે માત્ર એક લક્ષ્ય માર્ગ નક્કી કરવો પૂરતો નથી. દરેક સંભાવિત જોખમ માટે તૈયાર રહેવું જરૂરી છે, કેમ કે જ્યારે સંજોગો અચાનક બદલાય છે અને યોજના ઘડવાનો સમય મળતો નથી, ત્યારે પહેલેથી તૈયાર કરેલી યોજના જ સંસ્થાને બચાવે છે.

જેમ ભીમપર્વમાં પાંડવોની વ્યૂહાત્મક તૈયારી અંતે તેમની જીતનું આધારસ્તંભ બની, તેમ આજના કોર્પોરેટ યુદ્ધમાં પણ સંસ્થાઓ માટે કન્ટિજન્સી પ્લાનિંગ માત્ર સુરક્ષા ઉપાય નહીં પરંતુ ટકાઉ સફળતાનું મુખ્ય શસ્ત્ર બની ચૂક્યું છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

આ પાંચ દેશમાં વસે છે સૌથી વધુ ભારતીયો…

વિદેશમાં વસતા ભારતીયોના ભારતના વિકાસમાં યોગદાનને સન્માનિત કરવા માટે દર વર્ષે 9 જાન્યુઆરીએ ‘પ્રવાસી ભારતીય દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસની પસંદગી પાછળ એક ઐતિહાસિક કારણ છે. 9 જાન્યુઆરી, 1915ના રોજ મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા, જેમને સૌથી મહાન ‘પ્રવાસી’ માનવામાં આવે છે.

વર્ષ 2003થી અટલ બિહારી વાજપેયી સરકાર દ્વારા આ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદેશમાં વસતા ભારતીયોને પોતાની માતૃભૂમિ અને મૂળિયાં સાથે જોડવાનો તેમજ દેશની પ્રગતિમાં સહભાગી બનાવવાનો છે.

ચાલો જાણીએ વિશ્વના એ પાંચ દેશ વિશે, જેમાં સૌથી વધુ ભારતીયો રહે છે… 

અમેરિકા

અમેરિકામાં હાલમાં અંદાજે 54થી 57 લાખથી વધુ ભારતીયો વસે છે. આ દેશમાં ભારતીયો માત્ર સંખ્યાની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ આર્થિક અને રાજકીય રીતે પણ સૌથી શક્તિશાળી સમુદાય છે. સિલિકોન વેલીની ટેક કંપનીઓ (જેમ કે Google અને Microsoft) ના CEO પદથી લઈને વ્હાઇટ હાઉસના મહત્વના હોદ્દાઓ સુધી ભારતીયો છવાયેલા છે. અમેરિકામાં વસતા ભારતીયોમાં ગુજરાતીઓનો સિંહફાળો છે, જેઓ ત્યાંના મોટેલ ઉદ્યોગ અને બિઝનેસ ક્ષેત્રે ‘પટેલ’ બ્રાન્ડ તરીકે જાણીતા છે.

સંયુક્ત આરબ અમીરાત

યુએઈમાં અંદાજે 38 લાખથી વધુ ભારતીયો વસે છે, જે આ દેશની કુલ વસ્તીના લગભગ 30 ટકા જેટલા થાય છે. દુબઈ અને અબુ ધાબી જેવા શહેરોના વિકાસમાં ભારતીય શ્રમિકોથી લઈને મોટા ઉદ્યોગપતિઓનું લોહી-પરસેવો જોડાયેલો છે. ભારત માટે યુએઈ  આર્થિક રીતે ખૂબ મહત્વનું છે કારણ કે અહીંથી સૌથી વધુ વિદેશી હૂંડિયામણ (રેમિટન્સ) ભારત આવે છે. અબુ ધાબીમાં બનેલું ભવ્ય હિન્દુ મંદિર ભારત અને યુએઈ ના અતૂટ સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક બની ગયું છે.

મલેશિયા

મલેશિયામાં લગભગ 30 લાખથી વધુ ભારતીયો વસવાટ કરે છે. અહીંના મોટાભાગના ભારતીયો દક્ષિણ ભારતથી ખાસ કરીને તમિલનાડુથી ગયેલા છે, જેઓ પેઢીઓથી ત્યાં સ્થાયી થયા છે. મલેશિયાના અર્થતંત્ર, રબરના બગીચા અને શિક્ષણ ક્ષેત્રે ભારતીયોનો મોટો પ્રભાવ છે. ત્યાંની સંસ્કૃતિ અને તહેવારોમાં જેમ કે તાઈપુસમ ભારતની ઝલક સ્પષ્ટ જોવા મળે છે, જે સાબિત કરે છે કે અંતર વધવા છતાં ભારતીયોએ પોતાની પરંપરાઓ જીવંત રાખી છે.

કેનેડા

કેનેડામાં આશરે 29 લાખથી વધુ ભારતીયો રહે છે. છેલ્લા એક દાયકામાં કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ અને યુવા પ્રોફેશનલ્સ માટે મનપસંદ સ્થળ બની ગયું છે. કેનેડાના રાજકારણમાં ભારતીયોની મજબૂત પકડ છે અને ત્યાંની સંસદમાં પણ અનેક ભારતીય મૂળના સાંસદો છે. ખાસ કરીને પંજાબ અને ગુજરાતના લોકોએ ત્યાં ખેતીથી લઈને આધુનિક ટેકનોલોજી સુધીના ક્ષેત્રોમાં પોતાની સફળતાનો ઝંડો લહેરાવ્યો છે.

સાઉદી અરેબિયા

સાઉદી અરેબિયામાં અંદાજે 26 લાખથી વધુ ભારતીયો વસે છે. આ દેશમાં ભારતીયો સૌથી મોટો વિદેશી સમુદાય છે. બાંધકામ, તેલ અને ગેસ ઉદ્યોગ, સ્વાસ્થ્ય સેવા (ડોકટરો અને નર્સ) અને આઈટી ક્ષેત્રમાં ભારતીયોની માંગ સૌથી વધુ છે. ભારતીયો પોતાની શિસ્ત અને પ્રામાણિકતા માટે ત્યાં ખૂબ જાણીતા છે. સાઉદીના બદલાતા જતા સામાજિક માળખામાં પ્રવાસી ભારતીયો એક મહત્વના સેતુ તરીકે કામ કરી રહ્યા છે.

નોંધનીય છે કે સમગ્ર યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકેની વાત કરીએ તો ત્યાં અંદાજે 18થી 19 લાખ ભારતીયો છે, પરંતુ એનો સૌથી મોટો હિસ્સો લંડન શહેરમાં કેન્દ્રિત થયેલો છે.

(સ્ત્રોત:વિદેશ મંત્રાલય-ભારત સરકાર, યુનાઈટેડ નેશન્સ ઈન્ટરનેશનલ માઈગ્રેશન રિપોર્ટ અને યુકે ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ)

હેતલ રાવ

૦૪ જાન્યુઆરી ૨૦૨૬

પંચાંગ 04/01/2025

વેનેઝુએલા પાસે વિશ્વનો સૌથી મોટો “ખજાનો” જેના પર ટ્રમ્પની નજર

જેનો ડર હતો તે આખરે બન્યું. અમેરિકાએ શનિવારે સવારે 2 વાગ્યે વેનેઝુએલાની રાજધાની કારાકાસ પર હુમલો કર્યો. કારાકાસમાં ઓછામાં ઓછા સાત વિસ્ફોટો સાંભળવામાં આવ્યા. આ હુમલામાં સંરક્ષણ પ્રધાનના ઘર અને લશ્કરી થાણાને નિશાન બનાવવામાં આવ્યા હતા. વેનેઝુએલાની સરકારે આ હુમલાની સખત નિંદા કરી, તેને રાજકીય સ્વતંત્રતા ખતમ કરવાનું કાવતરું ગણાવ્યું. વેનેઝુએલામાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે.

વેનેઝુએલાની સરકારે આ હુમલાની નિંદા કરતા કહ્યું કે, બોલિવેરિયન રિપબ્લિક ઓફ વેનેઝુએલા રાજધાની કારાકાસ અને મિરાન્ડા, અરાગુઆ અને લા ગુએરા રાજ્યોમાં નાગરિક અને લશ્કરી લક્ષ્યો પર થયેલા ગંભીર લશ્કરી હુમલાની નિંદા કરે છે. આ હુમલાનો હેતુ વેનેઝુએલાના વ્યૂહાત્મક સંસાધનો, ખાસ કરીને તેના તેલ અને ખનિજો કબજે કરવાનો અને દેશની રાજકીય સ્વતંત્રતાને બળજબરીથી સમાપ્ત કરવાનો છે.

ડ્રગ્સ પર તણાવ

તેમના સંદેશમાં, રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ યોગ્ય સમયે અને યોગ્ય પરિસ્થિતિઓમાં તમામ રાષ્ટ્રીય સંરક્ષણ યોજનાઓના કડક અમલીકરણનો આદેશ આપ્યો. તેમણે તમામ રાજ્યો અને મ્યુનિસિપાલિટીઝમાં વ્યાપક સંરક્ષણ માટે તાત્કાલિક કમાન્ડ અને ગવર્નિંગ બોડીઝ તૈનાત કરવાનો પણ આદેશ આપ્યો.

અગાઉ, યુનાઇટેડ સ્ટેટ્સ અને વેનેઝુએલા વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ડ્રગ હેરફેર જૂથો પર કાર્યવાહી કરવાના બહાને વેનેઝુએલા ત્રણ યુદ્ધ જહાજો મોકલ્યા હતા. વેનેઝુએલા આનાથી ગુસ્સે થયું હતું, અને હવે તણાવ વધી ગયો છે. ગુરુવારે, બે વેનેઝુએલાના F-16 ફાઇટર જેટ યુએસ યુદ્ધ જહાજ પર ઉડાન ભરી હતી.

ટ્રમ્પ વહીવટીતંત્રે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરો પર ડ્રગ કાર્ટેલ સાથે મળીને યુનાઇટેડ સ્ટેટ્સમાં ડ્રગ્સની દાણચોરી કરવાનો આરોપ મૂક્યો હતો. અમેરિકાએ માદુરોની ધરપકડ માટેનું ઇનામ બમણું કરીને $50 મિલિયન કર્યું. અમેરિકા ભારત સહિત વિશ્વભરના દેશોથી ગુસ્સે છે, જે રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છે. ટ્રમ્પનો દાવો છે કે આ દેશો રશિયા પાસેથી તેલ ખરીદીને યુક્રેનમાં યુદ્ધને વેગ આપી રહ્યા છે. ભલે વેનેઝુએલાને રશિયા સાથે કોઈ સંબંધ ન હોય, અહીં મુદ્દો હજુ પણ તેલનો છે.

વેનેઝુએલાની વાસ્તવિક ‘સંપત્તિ’

તેલ એ વેનેઝુએલાની સાચી તાકાત છે. દેશમાં વિશ્વનો સૌથી મોટો તેલ ભંડાર છે. વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂ રિપોર્ટમાં જણાવાયું છે કે વેનેઝુએલા ૩૦૩.૦૮ મિલિયન બેરલ તેલ સાથે યાદીમાં ટોચ પર છે. તેલ નિકાસમાંથી થતી આવક તેના અર્થતંત્રને બળ આપે છે. એક સમયે, દેશની આવકમાં તેલનો હિસ્સો ૯૦ ટકા જેટલો હતો. જોકે, કુદરતી ગેસ, સોનું, બોક્સાઈટ અને કોલસાની ખાણો પણ વેનેઝુએલાની સરકારની આવકમાં ફાળો આપે છે. પરંતુ તેલ આવકનો મુખ્ય સ્ત્રોત છે. ઉત્પન્ન થતી આવકની તુલનામાં આ નજીવા છે.

વેનેઝુએલા વર્ષોથી કોફી, મકાઈ, ચોખા અને શેરડી જેવા પાકમાંથી પણ કમાણી કરી રહ્યું છે, પરંતુ આ પણ દેશના અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપતા નથી કારણ કે દેશ હંમેશા તેલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તેની નિકાસને પ્રાથમિકતા આપે છે. પરિણામે, જ્યારે તેલના ભાવ ઘટ્યા અથવા રાજકીય અસ્થિરતા આવી, ત્યારે અર્થતંત્રને સીધો ફટકો પડ્યો. ૨૦૧૩ પછી, વેનેઝુએલામાં ફુગાવો આસમાને પહોંચ્યો, બેરોજગારી વધી અને ખાદ્ય સંકટ પણ ઉભરી આવ્યું. વેનેઝુએલાએ આમાંથી શીખ્યા અને તેલ પરની નિર્ભરતા ઘટાડવાનું ચાલુ રાખ્યું. સરકારે કૃષિ અને પર્યટન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. ફેરફારો થઈ રહ્યા છે, પરંતુ તેલ દેશની કરોડરજ્જુ રહે છે.

ટ્રમ્પ તેલ પર કેમ નજર રાખી રહ્યા છે?

અમેરિકાએ વારંવાર વેનેઝુએલામાં પોતાનો પ્રભાવ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તે નિષ્ફળ રહ્યું છે. વેનેઝુએલાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હ્યુગો ચાવેઝથી લઈને વર્તમાન રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો સુધી, કોઈએ પણ અમેરિકા તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો નથી કે તેની સરમુખત્યારશાહી નીતિઓ સામે ઝૂક્યું નથી. ટ્રમ્પ માટે પણ આવું જ છે. આ જ કારણ છે કે અમેરિકા ત્યાં પોતાની દખલગીરી વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે, ખાસ કરીને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળમાં.

તેમના કાર્યકાળ દરમિયાન, ટ્રમ્પે વેનેઝુએલા પર અનેક આર્થિક પ્રતિબંધો પણ લાદ્યા હતા. તેલ વેનેઝુએલાની કરોડરજ્જુ છે તે જાણીને, તેમણે રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો પર દબાણ લાવવા માટે તેલ પ્રતિબંધ લાદ્યો હતો. જ્યારે માદુરો તેમના દબાણ સામે ઝૂકવામાં નિષ્ફળ ગયા, ત્યારે ટ્રમ્પે વેનેઝુએલા પર આક્રમણ કરીને સરકાર ઉથલાવી પાડવાની ધમકી પણ આપી હતી. આ છતાં, વેનેઝુએલા અવિશ્વસનીય રહ્યું. હવે, ટ્રમ્પની નજર વેનેઝુએલા પર છે. બંને દેશો દ્વારા લેવામાં આવેલા પગલાં ફક્ત તણાવ વધારી રહ્યા છે.

IPL 2026 : KKR એ મુસ્તફિઝુર રહેમાનને બહાર કર્યો

મુસ્તફિઝુર રહેમાનને KKR એ IPL 2026 ની હરાજીમાં ₹9.2 કરોડમાં ખરીદ્યો હતો. હવે, KKR એ BCCI ના આદેશને અનુસરીને તેને રિલીઝ કર્યો છે. BCCI ના નિર્ણયને અનુસરીને, KKR એ જાહેરાત કરી કે તેમણે મુસ્તફિઝુર રહેમાનને KKR ટીમમાંથી રિલીઝ કર્યો છે. KKR એ એમ પણ જણાવ્યું કે BCCI એ તેમને રિપ્લેસમેન્ટ ખેલાડી પસંદ કરવાની પરવાનગી આપી છે.

KKR એ મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી રિલીઝ કર્યો છે, પરંતુ હવે પ્રશ્ન એ છે કે કયો ખેલાડી તેમનો સ્થાન લઈ શકે છે. IPL હરાજીમાં કેટલાક મોટા નામ વેચાયા ન હતા, અને હવે, રહેમાનને બાકાત રાખવાથી, તેમને તક મળી શકે છે. ચાલો તમને તે પાંચ બોલરોના નામ જણાવીએ જેમની પાસે IPL 2026 માં મુસ્તફિઝુર રહેમાનની જગ્યાએ KKR માં જોડાવાની સંભાવના છે.

 

ન્યૂઝીલેન્ડ સામેની ODI સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. એક આશ્ચર્યજનક નિર્ણયમાં, પસંદગીકારોએ તિલક વર્મા અને રુતુરાજ ગાયકવાડને ટીમમાંથી બહાર કરી દીધા છે. મોટા સમાચાર એ છે કે શ્રેયસ ઐયર ટીમમાં પાછો ફર્યો છે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ પાછો ફર્યો છે. શુભમન ગિલ કેપ્ટન રહેશે, અને નીતિશ રેડ્ડીનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

શ્રેયસ ઐયર અંગે મોટો નિર્ણય

શ્રેયસ ઐયર ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ODI શ્રેણી દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તે બે મહિનાથી રમતથી બહાર છે. જોકે, છેલ્લા 10 દિવસમાં, તેણે BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં તેની ફિટનેસ પાછી મેળવી લીધી છે. ઐયરને ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ જો તે 6 જાન્યુઆરીએ વિજય હજારે ટ્રોફી મેચ માટે સંપૂર્ણપણે ફિટ નહીં થાય, તો તે ટીમની બહાર થઈ શકે છે.

ગાયકવાડને બહાર કરવામાં આવ્યો

શ્રેયસ ઐયરની વાપસીનો અર્થ એ છે કે ગાયકવાડને બહાર કરવામાં આવ્યો છે. આ ખેલાડીએ દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે નંબર 4 પર બેટિંગ કરીને સદી ફટકારી હતી. ગાયકવાડ થોડો કમનસીબ હતો, તેની સદી પછી તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ટીમમાં ત્રણ ઓલરાઉન્ડર, ચાર ફાસ્ટ બોલર, બે વિકેટકીપર અને છ બેટ્સમેનનો સમાવેશ કર્યો છે.

ભારતની ODI ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રખ્યાત કૃષ્ણ, કુલદીપ યાદવ, ઋષભ પંત, નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ અને યશસ્વી જયસ્વાલ.

IND vs NZ: ODI શ્રેણીનું ટાઈમટેબલ

  • 11 જાન્યુઆરી: પ્રથમ ODI, વડોદરા
  • 14 જાન્યુઆરી: બીજી ODI, રાજકોટ
  • 18 જાન્યુઆરી: ત્રીજી ODI, ઇન્દોર

 

6,6,6,6,6,4… હાર્દિક પંડ્યાએ ધૂમ મચાવી, જુઓ VIDEO

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 2025-26 વિજય હજારે ટ્રોફીમાં પોતાની હાજરી નોંધાવી. શનિવારે વડોદરા તરફથી વિદર્ભ સામે પંડ્યાએ ધમાકેદાર સદી ફટકારી. પંડ્યાએ ફક્ત 68 બોલમાં 8 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકારીને સદી પૂરી કરી. આ પંડ્યાની કારકિર્દીની પહેલી લિસ્ટ એ સદી હતી.

રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં, હાર્દિક પંડ્યાએ 92 બોલમાં કુલ 133 રન બનાવ્યા, જેમાં 11 છગ્ગા અને 8 ચોગ્ગાનો સમાવેશ થાય છે. હાર્દિકનો સ્ટ્રાઇક રેટ 144.56 હતો. એક સમયે હાર્દિકે 62 બોલમાં 68 રન બનાવ્યા હતા, પરંતુ પછી તેણે ગિયર બદલ્યા. 39મી ઓવરમાં હાર્દિકે વિદર્ભના સ્પિન બોલર પાર્થ રેખાડેનો સામનો કર્યો. તેણે તે ઓવરમાં સતત પાંચ છગ્ગા ફટકાર્યા અને પછી છેલ્લા બોલ પર ચોગ્ગા મારીને પોતાની સદી પૂર્ણ કરી.

હાર્દિક પંડ્યા છેલ્લે દક્ષિણ આફ્રિકા સામેની તાજેતરની T20 શ્રેણીમાં રમતા જોવા મળ્યો હતો, ત્યારબાદ તેણે વિરામ લીધો હતો. વાપસી પર તેણે પોતાનું સંપૂર્ણ ફોર્મ દર્શાવ્યું. પંડ્યાએ 44 બોલમાં તેની અડધી સદી અને પછી માત્ર 24 બોલમાં તેની સદી પૂરી કરી.

હાર્દિક પંડ્યા હવે આ મહિને ન્યુઝીલેન્ડ સામેની પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં જોવા મળશે. આ શ્રેણી અને વિજય હજારે ટ્રોફી બંને ફેબ્રુઆરીમાં શરૂ થનારા T20 વર્લ્ડ કપ 2026 માટેની તેની તૈયારીઓના મહત્વપૂર્ણ ભાગો છે. નંબર 7 પર બેટિંગ કરતા, પંડ્યાની સદીએ સ્પષ્ટ કરી દીધું છે કે તે ફરી એકવાર મોટા મંચ પર શાનદાર પ્રદર્શન કરવા માટે તૈયાર છે.