Home Blog Page 3827

મા જુએ આવતો, વહુ જુએ લાવતો…

 

મા જુએ આવતો, વહુ જુએ લાવતો…

 

આ એક સાહજિક સરખામણી છે. દીકરો ભલે થોડો ગાંડો હોય કે ગરીબ હોય પણ માનો પ્રેમ એને એ રીતે ક્યારેય મૂલવતો નથી. માને તો દીકરો સોનાની ખાણ છે. દીકરો ઘરે આવતો દેખાય એટલે મા ખુશ થઈ જાય છે.

સામે પત્નીને ઘર ચલાવવાનું છે. ધણી કમાય નહીં તો ઘર સુપેરે ચાલે નહીં. એને બાળકો મોટા કરવા, ઘરમાં નાની મોટી ચીજ લાવવી, અન્નપુર્ણા બનીને બધાને જમાડવા, એને ઘણી જવાબદારીઓ છે. આ જવાબદારીઓ ધણી કમાઇને ન લાવે તો મુશ્કેલ પરિસ્થિતી ઊભી કરે છે. મા અને પત્નીની નજરોમાં આ કારણથી સ્વાભાવિક ફેર હોય અને એ રહેવાનો.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

 

શ્રીપદ નાઇકની હાલત સ્થિર, દુર્ઘટનામાં પત્ની-મદદનીશનું મોત

બેંગલુરુઃ કેન્દ્રીય આયુષપ્રધાન શ્રીપદ યેસો નાઇકની હાલત સ્થિર છે. તેઓ યેલાપુરથી ગોકરન જઈ રહ્યા હતા, ત્યારે તેમની કાર રસ્તાના કિનારે ખાડામાં પડી હતી. આ અકસ્માતમાં તેમનાં પત્ની વિજયા નાઇક અને ખાનગી મદદનીશનાં મોત થયાં છે. આ દુર્ઘટના કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના અંકોલાની પાસે બની હતી. જોકે કેન્દ્રીય પ્રધાન અને તેમનાં પત્નીને તત્કાળ હેલિકોપ્ટર એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ગોવા શિફ્ટ કરવામાં આવ્યાં હતાં, પરંતુ તેમનાં પત્નીનું મોત થયું હતું, એમ જિલ્લા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ શિવપ્રકાશ દેવરાજુએ જણાવ્યું હતું. આ અકસ્માતના સમાચાર મળતાં વડા પ્રધાન મોદીએ ગોવાના મુખ્ય પ્રધાનને ફોન કરીને કેન્દ્રીય પ્રધાનની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

શ્રીપદ નાઇક આયુર્વેદ, યોગ અને કુદરતી ચિકિત્સા, યુનાની, સિદ્ધ, હોમિયોપથીની સાથે સંરક્ષણ રાજ્યપ્રધાન પણ છે.  કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, કર્ણાટકના મુખ્ય પ્રધાન યેદીયુરપ્પા, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સહિત અનેક પ્રધાનોએ ટ્વીટ કરીને કાર દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં તેમનાં પત્નીના મોત પર શોક પ્રગટ કર્યો હતો.

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ સંરક્ષણ રાજ્યપ્રધાન શ્રીપદ નાઇકના આરોગ્ય સંબંધી અને તેમની સારવ ર સંબંધી માહિતી લેવા માટે મંગળવારે ગોવા જશે. તેમણે ટ્વીટ કર્યું હતું કે નાઇકના સ્વાસ્થ્ય સંબંધી અને તેંમની સારવાર સંબંધે માહિતી લેવા માટે તેઓ આજે ગોવા જઈશ. સંકટ અને દુઃખની ઘડીમાં ઇશ્વર તેમના પરિવારને શક્તિ આપે.

 

 

,

 

 

 

કોરોનાના 12,584 નવા કેસ, 167નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.04 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 12,584 નવા કેસ સામે આવ્યા છે. 18 જૂન પછી એક દિવસમાં આવેલા સૌથી ઓછા કેસ છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 167 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,04,79,179 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,51,327 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 101,11,294  લોકો માત આપી ચૂક્યા છે.   પાછલા 24 કલાકમાં 18,385 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,16,558એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.49 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.44 ટકા થયો છે.

કોરોના રસીનો ગુજરાતમાં પ્રવેશ

કોરોનાના કાળ બાદ ગુજરાતમાં કોરાનાની રસીનું આગમન થઈ ગયું છે. રાજ્યમાં એર ઇન્ડિયાની કાર્ગો ફ્લાઇટમાં રસીનો પ્રથમ જથ્થો આવી ગયો છે. આ રસીને ગ્રીન કોરિડોર બનાવી ગાંધીનગર લઈ જવામાં આવશે. એ સમયે એરપોર્ટથી માંડીને ગાંધીનગર સુધી સમગ્ર રૂટ પર રાઉન્ડ ધ કલોક સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પુણેથી નવ કલાકની આસપાસ રસીનો જથ્થો અમદાવાદ આવવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં નીકળી ગયો હતો.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

કેન્દ્ર સરકારે કોરોના-રસીના 6-કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પુણેસ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને હૈદરાબાદસ્થિત ભારત બાયોટેક કંપનીઓએ બનાવેલી કોરોના વાઈરસ-વિરોધી રસીઓના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. સરકારે હવે સીરમની ‘કોવિશીલ્ડ’ રસી અને ભારત બાયોટેકની ‘કોવેક્સિન’ રસીના કુલ 6 કરોડ ડોઝના ઓર્ડર આપ્યા છે. પુણેમાં સીરમની લેબોરેટરીમાંથી આજે વહેલી સવારે ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાના સહયોગમાં નિર્મિત કોવિશીલ્ડ રસી ધરાવતું પહેલું કન્સાઈનમેન્ટ દિલ્હી માટે રવાના કરવામાં આવ્યું હતું. ત્રણ ટ્રકમાં રાખેલા આ કન્સાઈનમેન્ટને સુરક્ષાના કડક બંદોબસ્ત હેઠળ પુણે એરપોર્ટ ખાતે અને ત્યાંથી ફ્લાઈટ દ્વારા દિલ્હી પહોંચાડવામાં આવશે.

કેન્દ્ર સરકારે આવતી 16 જાન્યુઆરીથી દેશવ્યાપી રસીકરણ ઝુંબેશ શરૂ કરવાનું નક્કી કર્યું છે. પહેલા તબક્કામાં ત્રણ કરોડ સ્વાસ્થ્યકર્મીઓ અને મોખરે રહેતા કોરોના-યોદ્ધાઓને આ રસી આપવામાં આવશે. પ્રત્યેક જણને કોરોના રસીના બે ડોઝ આપવામાં આવશે. સરકારે સીરમ પાસેથી પ્રતિ ડોઝ રૂ. 210 (જીએસટી સહિત)ના ખર્ચે, કુલ રૂ. 231 કરોડમાં, 1 કરોડ 10 લાખ ‘કોવિશીલ્ડ’ના ડોઝની ખરીદીનો ઓર્ડર આપ્યો છે. ભારત બાયોટેક પાસેથી સરકાર ‘કોવેક્સિન’ રસીના 55 લાખ ડોઝ ખરીદવાની છે. એ માટે કુલ રૂ. 162 કરોડનો ખર્ચ થશે. હાલના દરે રસીકરણનો કુલ ખર્ચ રૂ. 1,300 કરોડ થશે.

કેન્દ્રિય બજેટ-2021માં વન-ટાઈમ કોરોના રાહત વેરો લદાશે?

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર આવતી 1 ફેબ્રુઆરીએ વર્ષ 2021-22 માટેનું કેન્દ્રીય બજેટ સંસદમાં રજૂ કરવાની છે. એમાં બે ટકા સુધીનો વન-ટાઈમ કોવિડ-19 રિલીફ સેસ લાદવામાં આવે એવી ધારણા છે. કોરોના વાઈરસ રોગચાળાને કારણે દેશના અર્થતંત્રને માઠી અસર પહોંચી છે અને તેને પુનર્ઘઠિત કરવા માટે મહેસૂલી આવકની જરૂર છે. રોગચાળાને કાબૂમાં રાખવા માટે આ વર્ષમાં ખર્ચો અભૂતપૂર્વ રીતે વધી ગયો છે તેથી મહેસૂલી આવક ઊભી કરવાનું સરકાર પર દબાણ આવ્યું છે.

એમ કહેવાય છે કે બે ટકા સુધીનો વન-ટાઈમ કોવિડ-19 રિલીફ સેસ લાદવા વિશે નાણાં મંત્રાલયમાં સક્રિય રીતે વિચારણા ચાલી રહી છે  અને મોટે ભાગે તે મંજૂર રાખવામાં આવશે એવું મનાય છે. આ કોવિડ સેસ રૂ. 10 લાખ કે તેથી વધુની કરપાત્ર આવક પર લાદવામાં આવે એવી ધારણા છે. આ કોવિડ-સેસ હાલના આરોગ્ય તથા શિક્ષણ માટે લાદવામાં આવેલા બે ટકાના સેસની ઉપરાંતનો હશે. એનાથી રૂ. 12,000 કરોડની આવક ઊભી થઈ શકવાનો સરકારને અંદાજ છે. આ સેસનો આઈડિયા ઈન્ડિયન રેવેન્યૂ સર્વિસ ઓર્ગેનાઈઝેશને ગયા વર્ષના અંતભાગમાં તેના એક નીતિવિષયક દસ્તાવેજમાં સૂચવ્યો હતો.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

જીતેન્દ્રના નસીબ બળવાન?

જેમણે દોઢસોથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે એવા જીતેન્દ્રએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ મેળવવા પ્રયત્ન કર્યો ત્યારે અભિનયની એમને કોઇ સમજ ન હતી, આમ છતાં હીરો તરીકેની એમની પહેલી જ ફિલ્મ સુપરહીટ રહી હતી. એટલે ખુદ જીતેન્દ્ર આજે અભિનયને અલવિદા કહયાને પચીસ વર્ષ થઇ ગયા હોવા છતાં માને છે કે તેમનું નસીબ બળવાન હતું. નસીબમાં લખાયેલું હતું એટલે તે અભિનયમાં આવ્યા હતા. નસીબથી ઉપર કંઇ જ નથી. તમે ગમે તે કરો પણ જે નસીબમાં હોય એ જ થાય છે. એનો અનુભવ એમને થયો હતો.

યુવાનીમાં અભ્યાસમાં નબળા હતા અને આર્થિક સ્થિતિ સારી ન હતી કે કોઇ કામધંધો ચાલુ કરી શકે ત્યારે ફિલ્મોમાં કામ કરવાનો વિચાર આવ્યો. રવિ કપૂર ઉર્ફે જીતેન્દ્રના પિતાનો ધંધો આર્ટીફિશિયલ જ્વેલરીનો હતો. તે ફિલ્મ નિર્માતાઓને પણ જ્વેલરી આપતા હતા. એમાં એક નિર્દેશક વી. શાંતારામ હતા. જીતેન્દ્ર જ્યારે જ્વેલરી આપવા ગયા ત્યારે વી. શાંતારામ તેમની મરાઠીથી પ્રભાવિત થઇ ગયા. તેમણે જીતેન્દ્રની વિનંતીને માન આપી પોતાની ફિલ્મમાં જુનિયર કલાકાર તરીકે કામ આપ્યું અને કહ્યું કે તું પ્રયત્ન કર. જીતેન્દ્ર તેમની ફિલ્મમાં ભીડના દ્રશ્યોમાં ઉભા રહેવાનું કામ કરતા હતા. એ પછી ૧૯૬૨ માં એક ફિલ્મમાં જીતેન્દ્રને એક સંવાદ બોલવાની તક આપી. એમાં જીતેન્દ્રએ ભાગીને આવવાનું અને બોલવાનું હતું કે ‘સરદાર, સરદાર.. દુશ્મન ગોલિયાં બરસાતે હુએ આ રહે હૈ…’ એ દ્રશ્ય માટે જ્યારે શુટિગ શરૂ થયું ત્યારે જીતેન્દ્ર ‘સરદાર, સરદાર..’ થી આગળ બોલી જ ના શક્યા. તતફફ.. કરવા લાગ્યા. અસલમાં કેમેરાથી તે ગભરાઇ ગયા હતા.

જીતેન્દ્રને એ વાતનો ખ્યાલ આવી ગયો કે કેમેરા પાછળ બોલવાનું કેટલું સરળ હોય છે. પૂરા વીસ રીટેક થઇ ગયા. જીતેન્દ્ર હતાશ થઇ ગયા. કેમ કે ભણવામાં બરાબર ન હતા કે આર્થિક રીતે સધ્ધર ન હતા અને હવે અભિનયમાં કારકિર્દી બનાવવા જઇ રહ્યા છે ત્યારે એ કામ ય આવડતું નથી. જીતેન્દ્રનું નસીબ એટલું સારું કે તેના ભૂલવાળા એ સંવાદને વી. શાંતારામે ઓકે કરી દીધો. જીતેન્દ્ર આજે પણ નવાઇ વ્યક્ત કરતાં કહે છે કે ત્યારે વી. શાંતારામે મારામાં એવું તે શું જોયું કે મને ફિલ્મ ‘ગીત ગાયા પત્થરોને’ ના સ્ક્રીન ટેસ્ટ માટે બોલાવ્યો!

એ સમયે જીતેન્દ્રએ તેમના સ્કૂલ સમયના મિત્ર રાજેશ ખન્નાને ગુરુ બનાવ્યા. એમને ખબર હતી કે રાજેશ નાટકોમાં બહુ કામ કરે છે. કોલેજની કેન્ટીનમાં બેસીને રાજેશ ખન્ના પાસેથી સ્ક્રીન ટેસ્ટની તાલીમ લીધી, પણ એ કામ ના લાગી. કેમ કે વી. શાંતારામે ઉર્દૂ શબ્દો બોલવા આપ્યા. એ બરાબર બોલી શકાયા નહીં. પણ વી. શાંતારામની પુત્રી અને ‘ગીત ગાયા પત્થરોને’ ની હીરોઇન રાજશ્રીએ તેને હીરો બનાવવા ભલામણ કરી દીધી. શૂટિંગના પહેલા દિવસે પણ જીતેન્દ્રએ બોલવામાં ગરબડ કરી ત્યારે વી. શાંતારામે એમ કહીને ત્રણ દિવસ માટે શૂટિંગ રોકી દીધું કે ‘મેં આ કેવા બોબડા હીરોને લઇ લીધો છે.’ પછી જીતેન્દ્રએ મહેનત કરીને પોતાનું કામ શરૂ કર્યું અને ફિલ્મ પૂરી થઇ. ફિલ્મ ‘ગીત ગાયા પત્થરો ને’ રજૂ થતાંની સાથે જ હીટ પણ થઇ ગઇ. નસીબનો ખેલ કેવો કહેવાય કે જેમને અભિનયમાં આગળ વધવું હતું અને લાયકાત ધરાવતા હતા એ જીતેન્દ્રના પહેલા ગુરૂ રાજેશ ખન્નાને જીતેન્દ્રની પ્રથમ ફિલ્મના બે વર્ષ પછી ‘આખરી ખત’ માં પહેલી તક મળી હતી.

(રાકેશ ઠક્કર-વાપી)

૧૨ જાન્યુઆરી ૨૦૨૧

૧૨ જાન્યુઆરી ૨૦૨૧

કોરોના રસીકરણનો ખર્ચ કેન્દ્ર-સરકાર ઉઠાવશેઃ મોદીની જાહેરાત

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય પ્રધાનો તથા અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કોરોના વાઈરસની રસી નાગરિકોને આપવાના મુદ્દે ચર્ચા કરી હતી. એમણે જાહેરાત કરી હતી કે રસીકરણના પહેલા તબક્કામાં આરોગ્યકર્મીઓ, પેરા-મેડિકલ કર્મચારીઓ જેવા સેવામાં મોખરે રહેતા કર્મચારીઓને કોરોના રસી આપવામાં આવશે અને તેમનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે. જેમને રસી આપવામાં આવશે તેમને ડિજિટલ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. બીજા તબક્કામાં 50 વર્ષથી ઉપરના લોકોને તેમજ 50 વર્ષથી નીચેની વયના કો-મોર્બિડ દર્દીઓ (ડાયાબિટીસ, બ્લડપ્રેશર વગેરે)ની બીમારી ધરાવનારાઓને રસી આપવામાં આવશે. આવનારા અમુક મહિનાઓમાં 30 કરોડ લોકોને રસી આપવાનો કેન્દ્રનો લક્ષ્યાંક છે. સરકાર આ માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પાસેથી ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા નિર્મિત ‘કોવિશીલ્ડ’ રસીના 1 કરોડ 10 લાખ ડોઝ ખરીદવાની છે. આ માટે ડોઝ દીઠ રૂ. 200નો ખર્ચ સરકાર ઉઠાવશે. સરકારે ભારત બાયોટેક કંપની સાથે એની ‘કોવેક્સિન’ રસીના ડોઝ ખરીદવા માટે પણ કરાર કર્યો છે.

કોવિડ-19 રસીની કિંમતના મુદ્દાનો ઉલ્લેખ કરીને વડા પ્રધાને કહ્યું હતું કે રાજ્ય સરકારો જો પોતાની રીતે રસીની ખરીદી કરશે તો કંપનીઓને કિંમતના મામલે થોડીક તકલીફ ઊભી થશે. તેથી કોઈ એક જ એજન્સી, જેમ કે કેન્દ્ર સરકાર, આ જવાબદારી ઉઠાવે એ દેશ માટે વધારે સારું કહેવાશે. પહેલા ત્રણ કરોડ સ્વાસ્થ્યકર્મીઓ તથા મોખરાના સેવાકર્મીઓને કોરોના રસી અપાઈ જાય તે પછી ભાવિ પગલાં નક્કી કરવા માટે હું મુખ્ય પ્રધાનો સાથે ફરી બેઠક કરીશ.

નિક સાથે ઘણા-બાળકો પેદા કરવા છેઃ પ્રિયંકા

લોસ એન્જેલીસઃ બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ અમેરિકન પોપ ગાયક અને અભિનેતા નિક જોનસ સાથે તેણે કરેલા લગ્ન વિશે એક મુલાકાતમાં ઘણી બધી વાતો ખુલ્લા મનથી કરી છે. તેણે કહ્યું છે કે પોતે નિક સાથે ઘણા બાળકોને પેદા કરવા ઈચ્છે છે. ઘણા એટલે કેટલા બાળકો? એમ પૂછ્યું તો પ્રિયંકાએ કહ્યું કે, જેટલા હું કરી શકું એટલા. એક ક્રિકેટ ટીમ બને એટલા.

પ્રિયંકા અને નિક વચ્ચે ઉંમરમાં 10 વર્ષનો ફરક છે. પ્રિયંકા 38 વર્ષની છે તો નિક 28 વર્ષનો. પ્રિયંકા અને નિક જોનસે સગાઈ કર્યાના પાંચ મહિના બાદ, 2018ના ડિસેમ્બરમાં ભારતીય અને ખ્રિસ્તી, એમ બંને વિધિથી લગ્ન કર્યા હતા.