Home Blog Page 3829

મોદીએ NCC કેડેટ્સને બિરદાવ્યાં…

નવી દિલ્હીના પરેડ ગ્રાઉન્ડ (કરિઅપ્પા ગ્રાઉન્ડ) ખાતે 28 જાન્યુઆરી, ગુરુવારે પ્રાઈમ મિનિસ્ટર્સ એનસીસી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી) કેડેટ્સની શિસ્ત, નિષ્ઠા અને કામગીરીને બિરદાવી હતી. મોદીએ કહ્યું કે કોરોના સંકટ દરમિયાન લાખો એનસીસી કેડેટ્સે દેશભરમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોના વહીવટીતંત્રોને તેમજ સમાજોને મદદ કરીને પ્રશંસનીય કામગીરી બજાવી. દેશમાં પૂર કે અન્ય કોઈ પણ આફત આવે છે ત્યારે એનસીસી કેડેટ્સ લોકોને જે રીતે મદદરૂપ થાય છે તે સરાહનીય છે. મોદીએ કન્યા કેડેટ્સને ખાસ બિરદાવીને કહ્યું કે, દેશને તમારી બહાદુરીની જરૂર છે. એનસીસીમાં કન્યા કેડેટ્સની સંખ્યા વધીને 35 ટકા થઈ છે.

NCC રેલીમાં, વડા પ્રધાન મોદી કેડેટ્સ દ્વારા એમને અપાતા ‘ગાર્ડ ઓફ ઓનર’નું નિરીક્ષણ કરી રહ્યા છે

પૂનમ ધિલોનનાં પુત્ર અનમોલની પહેલી ફિલ્મ

મુંબઈઃ હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી પૂનમ ધિલોન અને નિર્માતા અશોક ઠાકરિયાના પુત્ર અનમોલ ઠાકરિયા-ધિલોનની પહેલી ફિલ્મ આવતી 19 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. એનું શિર્ષક છે – ‘ટ્યૂસડેઝ એન્ડ ફ્રાઈડેઝ’. આ ફિલ્મને જાણીતા નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભણસાલી પ્રસ્તુત કરી રહ્યા છે.

તરણવીરસિંહ દ્વારા દિગ્દર્શિત ‘ટ્યૂસડેઝ એન્ડ ફ્રાઈડેઝ’ની હિરોઈન છે ઝટાલેકા, જેની પણ આ પહેલી જ ફિલ્મ છે. ભણસાલીની ફિલ્મ નિર્માણ કંપની ભણસાલી પ્રોડક્શન્સે તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પેજ પર આ ફિલ્મની પોસ્ટર શેર કર્યું છે. સંજય લીલા ભણસાલી ઉપરાંત અન્ય નિર્માતા ભૂષણકુમારે પણ ‘ટ્યૂસડેઝ એન્ડ ફ્રાઈડેઝ’ ફિલ્મ માટે સહયોગ કર્યો છે. પૂનમ અને અશોક ઠાકરિયાને એક મોટી પુત્રી પણ છે – પલોમા. પૂનમ અને અશોક વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે (1997માં). પૂનમે કાયદેસર રીતે બંને સંતાનનો કબજો મેળવ્યો છે.

ભારતે 150થી વધુ દેશોને દવા પહોંચાડીઃ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી દાવોસની વર્લ્ડ ઇકોનોમિક ફોરમને સંબોધિત કરી હતી. વિશ્વ ભારતની સફળતા અને સામર્થ્ય જોઈ રહ્યું છે. તેમણે કોરોના કાળનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે દરેક ભારતીયએ તેની ફરજનું પાલન કર્યું છે. ભારત એ દેશોમાં સામેલ છે, જે કોરોના સંક્રમણથી વધુ ને વધુ લોકોની જિંદગી બચાવવામાં સફળ રહ્યો છે. ભારતમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ભારતમાં સૌથી મોટી રસીકરણની ડ્રાઇવ શરૂ કરી છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે સંબોધનનો પ્રારંભ સંસ્કૃત શ્લોકથી કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતે તેની વૈશ્વિક જવાબદારી પ્રારંભથી નિભાવી છે. એક લાખથી વધુ નાગરિકોને તેમના દેશ પહોંચડવાની સાથે ભારતે 150થી વધુ દેશોને આવશ્યક દવાઓ મોકલી છે. ભારત કોરોનાની રસી વિશ્વના અનેક દેશોમાં મોકલી રહ્યું છે. ભારતે 76 કરોડથી વધુ લોકોનાં બેન્ક ખાતાંઓમાં 1.8 અબજ રૂપિયા સીધા ટ્રાન્સફર કર્યા છે. ભારત એક મોટું કન્ઝ્યુમર છે અને વિશ્વને એનો લાભ થશે.

12 દિવસોમાં 23 લાખથી વધુ લોકોનું રસીકરણ થયું છે. દેશમાં 130 કરોડથી વધુ લોકો પાસે આધાર છે. ભારતે ડિજિટલ પ્લેટફોર્મ પર બહુ કામ કર્યું છે. ભારતમાં ગ્લોબલ સપ્લાય ચેઇનને મજબૂત કરવાની ક્ષમતા છે. અમે આત્મનિર્ભર ભારત પર ફોકસ કર્યું છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વધુ સારો બનાવવા પ્રયાસ કરી રહ્યા છે.

 

 

 

મુંબઈ મહારાષ્ટ્રનું હતું, છે અને રહેશેઃ અજિત પવાર

મુંબઈઃ ‘મુંબઈ શહેર મહારાષ્ટ્રનું હતું, છે અને રહેશે.’ આવો જડબાતોડ જવાબ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન લક્ષ્મણ સાવદીને આપ્યો છે. સાવદીએ ગઈ કાલે એમ કહ્યું હતું કે મુંબઈને કર્ણાટકમાં જોડી દેવું જોઈએ. અને જ્યાં સુધી તેમ કરવામાં ન આવે ત્યાં સુધી કેન્દ્ર સરકારે મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત કરવું જોઈએ. સાવદીની એ ટિપ્પણીના જવાબમાં અજિત પવારે આજે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સ્થાનિક કાર્યાલયમાં આયોજિત ‘જનતા દરબાર’ વખતે જણાવ્યું હતું. પવારે કહ્યું કે કર્ણાટકના લોકોને ખુશ કરવા માટે સાવદીએ એવું નિવેદન કર્યું છે. એમની દલીલ પાયાવગરની છે. એની પર કોઈએ ધ્યાન આપવું ન જોઈએ.

પવારે કહ્યું કે, કર્ણાટકના બેલગામ સહિત જે ગામડાઓ વિશે વિવાદ ચાલે છે એનો અંત ન આવે ત્યાં સુધી એ ભાગને કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. એ સૂચન સાથે મુંબઈને કોઈ પ્રકારનો સંબંધ નથી. કર્ણાટકના તે ગામડાઓમાં અનેક વર્ષોથી મરાઠી વિધાનસભ્યો, મેયર, નગરસેવકો ચૂંટાઈને આવ્યા હતા. તેને પગલે મતવિસ્તારોની ફેરરચના કરવામાં આવી હતી. મરાઠીભાષી લોકોના ગામડાઓ સાથે કાનડીભાષી ગામડાઓને જોડી દેવામાં આવ્યા અને ત્યાં મરાઠી મતવિસ્તારો ફોડવામાં આવ્યા. આ ભાગ કર્ણાટકનો જ છે એવું બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આમ મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યો વચ્ચેના આ વિવાદમાં કેન્દ્ર સરકાર મધ્યસ્થી કરીને કોઈક ઉકેલ લાવે એવી અમને આશા છે.

શુક્રવારથી બજેટ-સત્રનો આરંભ: બજેટ રજૂ થશે ૧-ફેબ્રુઆરીએ

નવી દિલ્હીઃ મોદી સરકારનું બજેટ પહેલી ફેબ્રુઆરી, 2021એ રજૂ થશે અને સંસદનું બજેટ સત્ર 29 જાન્યુઆરી, 2021એ રજૂ શરૂ થશે. છેલ્લાં કેટલાંક વર્ષોથી બજેટ લોકસભામાં પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામનનું એનડીએ સરકાર હેઠળ ત્રીજું બજેટ રજૂ કરશે. કોરોના રોગચાળાને લીધે આ બજેટ પેપરલેસ હશે. બજેટ સત્ર શુક્રવારથી શરૂ થઈ રહ્યું છે. જોકે કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું. કે કોંગ્રેસ સહિત 16 રાજકીય પક્ષો રાષ્ટ્રપતિના ભાષણનો બોયકોટ કરશે. જેથી બજેટ સત્ર આ વખતે પણ તોફાની બનવાનાં એંધાણ છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગયા સપ્તાહે સંસદસભ્યો  અને સામાન્ય જનતા બજેટ દસ્તાવેજોને જોઈ શકે એ માટે યુનિયન બજેટ મોબાઇલ એપ લોન્ચ કરી છે. આ મોબાઇલ એપ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)એ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ (DEA)ના માર્ગદર્શન હેઠળ તૈયાર કરી છે. આ મોબાઇલ એપ 14 કેન્દ્રીય બજેટના દસ્તાવેજોની સુવિધા હશે. આ ઉપરાંત વાર્ષિક નાણાકીય સ્ટેટમેન્ટ (બજેટ) પણ હશે. આ ઉપરાંત એમાં ડીમાન્ડ ઓફ ગ્રાન્ટ્સ અને ફાઇનાન્સ બિલ વગેરે હશે.   કેન્દ્રીય બજેટ રજૂ કરતાં પહેલાં નાણાપ્રધાન નિર્મલા સીતારામન શુક્રવાર- 29 જાન્યુઆરી, 2021એ આર્થિક સર્વેક્ષણ પણ રજ કરશે, જે દેશના આર્થિક વિકાસનો સારાંશ હશે.કેન્દ્રીય બજેટ 2021નું જીવંત પ્રસારણ લોકસભાની ટીવી પર અને વિવિધ ચેનલો પર પ્રસારણ કરવામાં આવશે.

 

 

 

 

શિખર ધવને કદાચ કોર્ટનો દાદરો ચડવો પડે

લખનઉઃ ભારતીય ક્રિકેટર શિખર ધવન માટે આવનારા દિવસોમાં મુસીબતમાં વધારો થઈ શકે છે. મામલો છે, ધવન દ્વારા તાજેતરમાં વારાણસીની મુલાકાત વખતે ગંગા નદીમાં નૌકાવિહાર કરતી વખતે વિદેશી પક્ષીઓને પોતાના હાથે દાણા ખવડાવીને સ્થાનિક વહીવટીતંત્રના આદેશનું ઉલ્લંઘન કરવાનો અને તેની તસવીરો પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર શેર કરવાનો. વારાણસી જિલ્લાના ભરથરા કલાના રહેવાસી રાજા આનંદજ્યોતિસિંહના એડવોકેટ સિદ્ધાર્થ શ્રીવાસ્તવે જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ (3) દિવાકરકુમારની કોર્ટમાં કેસ નોંધાવ્યો છે. કોર્ટે આ કેસ કાર્યવાહીને યોગ્ય છે કે નહીં તે વિશે સુનાવણી કરવા માટે 6 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે. જો કોર્ટ કેસને વિચારણા માટે પાત્ર ગણશે તો ધવનની મુસીબત વધશે.

ફરિયાદમાં જણાવાયું છે કે આ કેસમાં ધવનનું ચલણ ફાડવાને બદલે નાવિકને દંડ ફટકારવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ નાવિક પર ગંગા નદીમાં તેની બોટ ચલાવવા ઉપર પ્રતિબંધ પણ મૂકી દેવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે ધવને વહીવટીતંત્રના આદેશનું ઉલ્લંઘન કર્યું હતું. તેથી આ કેસમાં ધવનને હાજર થવાનું ફરમાન મોકલવું જોઈએ અને શિક્ષા કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, હાલ બર્ડ ફ્લૂ રોગચાળો ફેલાયો હોવાથી પક્ષીઓ સાથે કોઈ પણ પ્રકારે સંપર્ક કરવા પર વારાણસી જિલ્લા વહીવટીતંત્રે મનાઈ ફરમાવી છે. તે આદેશનું શિખર ધવને ઉલ્લંઘન કર્યું છે.

આરોગ્ય વીમા કંપનીઓ દ્વારા કરકપાત, જીએસટી-ઘટાડાની માગણી

નવી દિલ્હીઃ કોરોના રોગચાળા દરમિયાન હોસ્પિટલ સારવારના બિલની સંખ્યામાં વધારો થયો હોવાને કારણે લોકોને આ મહત્ત્વની સુરક્ષા પહોંચતી કરવામાં મદદરૂપ થવા માટે સરકાર તરફથી કરવેરા મામલે અનુકૂળ વ્યવહાર કરવામાં આવે એવી માગણી હેલ્થ ઈન્શ્યુરન્સ ક્ષેત્રએ કરી છે.

હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસીઓ માટે કરવેરા રાહત સહિત અનેક ભલામણો રજૂ કરીને આરોગ્ય વીમા ઉદ્યોગે સરકારને વિનંતી કરી છે કે તે હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસીઓ માટેના પ્રીમિયમ ઉપર વ્યક્તિઓને 80-D કરકપાતનો લાભ તત્કાળ વધારી આપે. ઉદ્યોગે એમ પણ કહ્યું છે કે હેલ્થ પોલિસીઓને જીવન વીમા કવર સાથે જ ગણીને એના જેવી જ કરરાહત આપવી જોઈએ. જીવન વીમા પોલિસીઓ માટે પાંચ ટકા જીએસટી દર છે જ્યારે હેલ્થ વીમા પર 18 ટકા જીએસટી લાગુ કરાય છે.

કરીના ફેબ્રુઆરીમાં બીજા સંતાનને જન્મ આપશેઃ સૈફ

મુંબઈઃ બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ કરીના કપૂર ખાન ફેબ્રુઆરીમાં ફરી એક વાર પેરેન્ટ્સ બનવાના છે. કેટલાક મહિના પહેલાં તેમણે એ જાહેરાત કરી હતી કે તૈમૂર અલી ખાન ટૂંક સમયમાં મોટો ભાઈ બની જશે. એવા અહેવાલ હતા કે કરીના કપૂર ખાન બીજા બેબીને જન્મ આપશે. સૈફ અલી ખાને એ વાતની ખાતરી કરી હતી કે કરીના બેબીને લઈ ઘણી ઉત્સાહિત છે અને ગર્ભાવસ્થાને લઈને તે ઘણી કેઝ્યુઅલ છે.

એક વાતચીતમાં સૈફ અલી ખાને કહ્યું હતું કે બીજું બેબી ફેબ્રુઆરીમાં આવવાનું છે. બધું બહુ શાંતિથી ચાલી રહ્યું છે. મને નથી લાગતું કે બીજા બેબીને લઈને અમે જરા પણ ગભરાતા નથી. આ એક મોટી જવાબદારી છે, પરંતુ સાચું કહું તો એ સારું થશે. બેબી તૈમુર સાથે ઘરમાં તે દોડશે અને હું ખુશ રહીશ.

કરીના કપૂર ખાને જ્યારે તૈમૂર અલી ખાનને જન્મ આપ્યો હતો, ત્યારે તેના નામને લઈને ઘણો વિવાદ થયો હતો. આ વખતે સૈફ અલી ખાને બેબીનું નામ વિચાર્યું. તે સમયની સાથે આગળ વધવા ઇચ્છે છે. હું અને કરીના તેનું નામ નક્કી કરીશું, એમ સૈફે જણાવ્યું હતું.

 

 

 

 

 

 

 

લાલ કિલ્લા ઘટનાઃ હિંસાખોરો સામે દેશદ્રોહનો કેસ

નવી દિલ્હીઃ ગયા પ્રજાસત્તાક દિને ખેડૂતોએ કાઢેલી ટ્રેક્ટર પરેડ દરમિયાન અહીંના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે થયેલી હિંસા અને ઉત્પાદની ઘટનાઓના સંબંધમાં દિલ્હી પોલીસે દેશદ્રોહનો કેસ નોંધ્યો છે. પોલીસ તે ઘટના વિશે તપાસ કરી રહી છે અને ભારતીય ફોજદારી કાયદા (આઈપીસી)ની કલમ 124-એ (દેશદ્રોહ)નો કેસ નોંધ્યો છે. પોલીસનો દાવો છે કે ઉપદ્રવીઓ-દેખાવકારોને તે દિવસે વારંવાર સમજાવાયું હતું કે તેમણે આ રૂટ પરથી જવાનું નથી, તે છતાં તેઓ માન્યા નહોતા અને લાલ કિલ્લા પરિસરમાં ઘૂસી ગયા હતા. એમના હાથમાં તલવાર, પિસ્તોલ, ડંડા, ફરસી જેવા હથિયારો હતા. પોલીસોને જાનથી મારી નાખવાના ઈરાદા સાથે તેમણે પોલીસ જવાનોને દોડાવી-દોડાવીને માર્યા હતા અને એમની પાસેની રાઈફલ, કારતૂસ જેવી સામગ્રી છીનવી લીધી હતી. તેમણે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કરાયેલા સરકારી આયોજનમાં અવરોધ ઊભો કર્યો હતો અને હિંસા કરી 141 પોલીસ જવાનોને જખ્મી કર્યા હતા.

આ પહેલાં, દિલ્હી પોલીસ લાલ કિલ્લા ખાતે થયેલા હિંસાના બનાવના સંબંધમાં અભિનેતા દીપ સિધુ અને ગેંગસ્ટરમાંથી સમાજસેવક બનેલા લાખા સિધના સામે એફઆઈઆર નોંધી ચૂકી છે.

ટસ્કરની ટક્કર..

ભારતમાં જે હાથી છે તેને એશીયન એલીફન્ટ કહે છે, જ્યારે આફ્રીકાના હાથીને આફ્રીકન એલીફન્ટ કહે છે. ભારત અને આફ્રીકાના હાથીઓમાં ઘણી બાબતોમાં અલગ છે. જેમકે આફ્રીકન હાથી કરતા ભારતના હાથી પ્રમાણમાં કદ કાઠીમાં નાના હોય છે. ભારતના હાથી કરતા આફ્રીકાના હાથીનું માથુ અને કાન અલગ હોય છે.

આફ્રીકન હાથીમાં નર અને માદા બન્ને હાથીઓને હાથીદાંત(ટસ્ક) હોય છે, જ્યારે ભારતના હાથીઓમાં માત્ર નર હાથીઓને જ હાથીદાંત(ટસ્ક) હોય છે. એટલે ભારતમાં નર હાથી ને ટસ્કર પણ કહે છે.  કેટલાંક નર હાથીને ટસ્ક નથી હોતા જેને સ્થાનિકો “મખના“ કહે છે. બે ટસ્કરની ટક્કરનો આ ફોટો ઢિકાલા ઝોનમાં રામગંગા નદીના કિનારા પર 3 વર્ષ પહેલા મળ્યો હતો.

(શ્રીનાથ શાહ)