Home Blog Page 383

રાહુલ ગાંધીએ મત ચોરી રેલીમાં સરકાર પર પ્રહારો કર્યા

દિલ્હીના રામલીલા મેદાનમાં મત ચોરી પર કોંગ્રેસની રેલીમાં, રાહુલ ગાંધીએ RSS અને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે સત્ય અને શક્તિ વચ્ચે યુદ્ધ છે. ગાંધીજીએ કહ્યું હતું કે સત્ય સૌથી મહત્વપૂર્ણ છે. જોકે, RSS માને છે કે સત્ય નહીં, શક્તિ જ મહત્વપૂર્ણ છે. રાહુલે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં મોહન ભાગવત દ્વારા આપેલા નિવેદનનો ઉલ્લેખ કર્યો.

કોંગ્રેસ સાંસદે કહ્યું કે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં, મોહન ભાગવતે કહ્યું હતું કે, “દુનિયા સત્યને નહીં, શક્તિને જુએ છે. જેની પાસે શક્તિ છે તેનું સન્માન થાય છે.” રાહુલે કહ્યું કે આ મોહન ભાગવતની વિચારધારા અને RSSની વિચારધારા છે. વિશ્વનો દરેક ધર્મ માને છે કે સત્ય સૌથી મહત્વપૂર્ણ છે. પરંતુ ભાગવત કહે છે કે સત્ય જરૂરી નથી; શક્તિ સૌથી મહત્વપૂર્ણ છે.

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે આપણા ધર્મમાં કહેવાય છે કે, “સત્યમ શિવમ સુંદરમ”, જેનો અર્થ સત્ય સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દેશ સત્યનો છે. આ દેશના લોકો સત્યને સમજે છે અને તેના માટે લડે છે. પરંતુ સંઘ માટે, સત્તા મહત્વપૂર્ણ છે, સત્ય નહીં. પરંતુ હું તમને ખાતરી આપું છું કે અમે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને આરએસએસની સરકારને સત્ય સાથે સત્તા પરથી દૂર કરીશું.

ચૂંટણી પંચ ભાજપ માટે કામ કરી રહ્યું છે

રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી પંચ ભાજપ માટે કામ કરી રહ્યું છે. ચૂંટણી પંચે મારા પ્રશ્નનો જવાબ આપ્યો નથી. તે અસત્ય સાથે છે. પીએમ મોદીએ ચૂંટણી કમિશનર માટે કાયદો બદલ્યો. તેમની પાસે સત્તા છે, તેઓ મત ચોરી કરે છે, અને તેઓ ચૂંટણી દરમિયાન 10,000 રૂપિયા આપે છે. રાહુલે કહ્યું કે વડા પ્રધાન મોદીએ જ્ઞાનેશ કુમાર, ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશી માટે કાયદો બદલી નાખ્યો.

તેઓ એક નવો કાયદો લાવ્યા અને કહ્યું કે ચૂંટણી કમિશનર ગમે તે કરે, તેમની સામે કાર્યવાહી થઈ શકતી નથી. અમે આ કાયદો બદલીશું અને તમારી સામે કાર્યવાહી કરીશું કારણ કે અમે સત્ય માટે લડી રહ્યા છીએ અને તમે અસત્ય સાથે ઉભા છો. તેમણે કહ્યું કે ગૃહમાં અમિત શાહના હાથ ધ્રુજતા હતા. તેઓ ત્યાં સુધી જ બહાદુર છે જ્યાં સુધી તેઓ સત્તા પર રહેશે. જે દિવસે તેઓ સત્તા ગુમાવશે, તેમની બહાદુરી પણ અદૃશ્ય થઈ જશે.

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ હાલમાં બિહાર સરકારમાં મંત્રી છે. તેમની નિમણૂક તાત્કાલિક અમલમાં આવશે. નીતિન નવીન કાયસ્થ સમુદાયના છે. રાષ્ટ્રીય અધ્યક્ષ બનતા પહેલા જેપી નડ્ડા કાર્યકારી અધ્યક્ષ તરીકે પણ નિયુક્ત થયા હતા. નીતિન નવીન 45 વર્ષના છે અને તેમને નોંધપાત્ર સરકારી અને સંગઠનાત્મક અનુભવ છે.

નીતિન નવીન ભાજપના નેતા નવીન કિશોર પ્રસાદ સિંહાના પુત્ર છે. તેઓ હાલમાં બિહાર સરકારમાં માર્ગ બાંધકામ મંત્રી છે. તેઓ પટનાના બાંકીપુરથી પાંચ વખત ધારાસભ્ય છે. તેમના પિતા નવીન કિશોર પ્રસાદ સિંહાના મૃત્યુ પછી તેઓ 2006 માં પહેલી વાર ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ તેઓ બાંકીપુરથી સતત ચૂંટણી જીત્યા છે. તેઓ 2010, 2015, 2020 અને 2025 માં બાંકીપુરથી સતત જીત્યા હતા.

નીતિન નવીન બિહાર સરકારમાં ત્રણ વખત મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે છત્તીસગઢ ભાજપના પ્રભારી તરીકે પણ સેવા આપી છે. આ ઉપરાંત, તેઓ ભાજપ યુવા મોરચા (BJYM) ના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

મનના દુઃખને દૂર કરીને સુખ જન્માવે એવી કોઈ ભૌતિક વસ્તુ નથી

અમારા બિલ્ડિંગમાં કામવાળાઓ અને અન્ય કર્મચારી વર્ગ માટે એક અને સોસાયટીના સભ્યો માટે બીજી એમ બે લિફ્ટ છે. સભ્યોની લિફ્ટમાં કામવાળાઓ અવરજવર કરી શકે નહીં. ક્યારેક મને વિચાર આવે છે કે વ્યાવહારિક દૃષ્ટિએ આને વીજળીનો બગાડ કહેવાય. ઘરમાં કામ કરવાવાળાઓ કે બીજા કર્મચારીઓ શું કામ સોસાયટીના સભ્યોની લિફ્ટ વાપરી શકે નહીં?

આના પરથી મને જૂના જમાનાની એક હકીકત ધ્યાનમાં આવી. એક સમયે ભારતનાં ગામોમાં અમુક સમાજ માટે અલગ કૂવો રખાતો. ભિન્ન ભિન્ન સમાજ માટે અલગ અલગ વસ્તુઓ રાખવાની પ્રથા વિશ્વના અનેક દેશોમાં વિવિધ સ્વરૂપે હતી.

આવી રીતે સામાજિક ભેદભાવ કરવામાં આવે ત્યારે શિક્ષિત વર્ગ ભેદ રાખનારાઓને નિરક્ષર કહેતો હોય છે. અલગ કૂવા અને અલગ લિફ્ટ રાખવાનો શું અર્થ? ભારે સામાન લાવવા-લઈ જવા માટે અલાયદી લિફ્ટ હોય એ સમજી શકાય છે, પણ કામવાળાઓ માટેનો આ તફાવત સમજની બહારની વાત છે.

નવાઈની વાત છે કે આપણા સમાજમાં પડેલી ઘણી બધી રૂઢિઓ કે પ્રથાઓ કે વ્યવહારો આજે પણ આવા જ ભેદભાવ દર્શાવે છે. દા.ત. આપણે બધા મોટા મોટા સ્ટોરમાં જઈએ ત્યારે ઉંચા ભાવ આપતાં અચકાતા નથી, પણ કોઈ નાના ફેરિયા કે શાકભાજીવાળા પાસેથી વસ્તુ લેવાની વાત આવે ત્યારે આપણે ભાવતાલ કરવા લાગીએ છીએ. બીજી બાજુ, એવા સામાજિક દૃષ્ટિએ નબળા વર્ગના લોકોને મદદ કરવા માટે આપણે જ સંસ્થાઓ બનાવીએ છીએ અને એમાં ડોનેશનો આપીએ છીએ. વખત આવ્યે એમના માટે કપડાં-વાસણ જેવી વસ્તુઓ પણ દાનમાં આપીએ છીએ.

અમારા એક પરિચિતને ફેરિયાઓ સાથે ભાવતાલ કર્યા વગર ચેન પડે નહીં. એક દિવસ મેં એમને પૂછ્યું હતું, “તમે કોઈ રેસ્ટોરાંમાં જાઓ કે પ્લેનમાં મુસાફરીની ટિકિટ ખરીદવા જાઓ ત્યારે ત્યાં પણ ભાવતાલ કરો છો? તમે હોટેલમાં વેઇટરને એમ કેમ નથી કહેતા કે ઇડલીની પ્લેટમાં બેને બદલે મેનુમાં લખેલા ભાવમાં જ ત્રણ ઇડલી મૂકે?”

આવું વિરોધાભાસી વલણ આપણા દરેકના વર્તનમાં જોવા મળે છે. કદાચ, એને લીધે જ આપણે મનુષ્ય કહેવાઈએ છીએ, રોબોટ નહીં.

હકીકતમાં, આપણે એ સમજવું જોઈએ કે વર્તનના આવા વિરોધાભાસને લીધે આપણા મનમાં પણ વિરોધાભાસ સર્જાય છે અને પરિણામે માનસિક સંઘર્ષ થાય છે. મનમાં સંઘર્ષ હોય ત્યારે આપણે આનંદિત રહી શકતા નથી. સંઘર્ષ અને સુખ કે દુઃખ એ બધું જ આપણા મનમાં જન્મે છે. એવા સમયે બહારની કોઈ વસ્તુ ઉપયોગમાં આવતી નથી. મનના દુઃખને દૂર કરીને સુખ જન્માવે એવી કોઈ ભૌતિક વસ્તુ નથી. કદાચ મનને થોડું સારું લાગે તોપણ એ ક્ષણિક આનંદ હોય છે, સુખ હોતું નથી.

વિચારોનો એક તફાવત અહીં ખાસ યાદ આવે છે. હું સવારે વહેલો ઊઠું ત્યારે મને ઘણું સારું લાગે. મને એ વાતનો આનંદ હોય કે બ્રહ્મમુહૂર્તમાં મારી આંખ ઊઘડી ગઈ. બીજી બાજુ, મારા એક વડીલ મિત્રને એવું લાગે છે કે એમને પૂરતી ઊંઘ મળી નહીં. આમ, એક જ પ્રકારની સ્થિતિમાં મનની પ્રતિક્રિયાઓ અલગ અલગ હોય છે.

યોગિક વેલ્થ આપણને તમામ પ્રકારની સંપત્તિનો આનંદપૂર્વક ઉપભોગ કરવા માટે આવા વિરોધાભાસ દૂર કરવાનું કહે છે. મન વચ્ચે આવે નહીં એવી એકેય સ્થિતિ હોતી નથી. જે દિવસે મન નડે નહીં એ દિવસે મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ એમ સમજવું. જોકે, મનના આ ભેદ અને ભરમને સમજવા એ પણ મહત્ત્વપૂર્ણ અવસ્થા છે. મનને કેળવવા માટે થોડી મહેનત કરવી પડે છે, પરંતુ એ કેળવણી ચોક્કસપણે શક્ય છે.

ચાલો, આપણે તમામ પ્રકારની સંપત્તિનો આનંદ માણવા માટે આપણાં મનને કેળવવાનું શરૂ કરીએ. આપણને યોગિક મન આપે એવી ઈશ્વર સમક્ષ પ્રાર્થના.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

ફિરોઝની ‘દયાવાન’ માં શ્રીદેવીને બદલે માધુરી આવી હતી!

કમલ હસનની મણિરત્નમ નિર્દેશિત તમિલ ફિલ્મ ‘નાયકન’ (1987) સફળ રહ્યા પછી એના નિર્માતાઓમાંના એક જી. વેંકટેશ્વરને ફિરોઝ ખાનને ફિલ્મ બતાવી અને એની હિન્દી રિમેક બનાવવા કહ્યું. ત્યારે ‘યલગાર’ નું આયોજન કરી રહેલા ફિરોઝને આ ફિલ્મ બહુ પસંદ આવી અને એને તરત બનાવવાનો નિર્ણય કરી એના અધિકાર ખરીદી લીધા.

હવે બન્યું એવું કે નિર્દેશક ટીનુ આનંદે ફિલ્મ ‘નાયકન’ માં એક ભૂમિકા ભજવી હતી. ટીનુ આ ફિલ્મને અમિતાભ સાથે હિન્દીમાં બનાવવા માંગતા હતા. જ્યારે ટીનુએ ‘નાયકન’ ના નિર્માતા સાથે વાત કરી ત્યારે ખબર પડી કે ફિલ્મના અધિકાર ફિરોઝ ખાનને આપી દેવામાં આવ્યા છે.

ફિરોઝે ટીનુને હિન્દી રિમેક ફિલ્મ ‘દયાવાન’ (1988) માં એ જ ભૂમિકા આપી જે એમણે ‘નાયકન’ માં કરી હતી. ટીનુએ શરૂઆતમાં કમલને ‘નાયક્ન’ માં અભિનય માટે ના પાડી હતી. તે નિર્દેશક તરીકેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતા હતા. પરંતુ ત્યારે કમલ સાથે ‘પુષ્પક’ માં પણ કામ કરી રહ્યા હતા અને 10 દિવસના શુટિંગ માટે આગ્રહ કર્યો હતો એટલે ના પાડી શક્યા ન હતા.

ફિરોઝ ખાને મુખ્ય ભૂમિકા માટે વિનોદ ખન્નાનો સંપર્ક કર્યો. વિનોદે હા પાડી પરંતુ સ્ક્રીન ટેસ્ટ લઈ યોગ્ય લાગે છે કે નહીં એની ખાતરી કરી લીધી. વિનોદે આ એક રિમેક હોવાથી પાત્ર દક્ષિણના નહીં પણ ઉત્તર ભારતના રાખવાનું સૂચન કર્યું હતું. પણ ફિરોઝ ખાને નક્કી કર્યું હતું કે ‘નાયકન’ જેવી જ બનાવવી છે. એટલે પાત્ર અને માહોલ એ જ રહેવા દીધા. તેથી વિનોદે પોતાના અંદાજને બદલે કમલ હસનની નકલ કરી અને વૃધ્ધ વ્યક્તિ બન્યા એ દર્શકોને ગમ્યું ન હતું. વિનોદની પત્નીની ભૂમિકા માટે પહેલાં શ્રીદેવીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

શ્રીદેવીએ પોતાની ભૂમિકા સમજવામાં અને અંગપ્રદર્શન મર્યાદામાં કરવાની વાત કરવા લાંબો સમય લીધો હતો. પરંતુ શ્રીદેવી પાસે સળંગ તારીખો ઉપલબ્ધ ના થઈ એટલે કેટલીક નવી છોકરીઓનો સ્ક્રીન ટેસ્ટ લીધો. એ દરમ્યાન બોની કપૂરે માધુરી દીક્ષિતના નામનું સૂચન કર્યું. અને એને સાઇન કરી લીધી. માધુરીની ‘દયાવાન’ પછી ‘તેજાબ’ રજૂ થઈ હતી. પરંતુ ફિલ્મમાં વિનોદ ખન્ના સાથેના અંતરંગ અને ચુંબન દ્રશ્યથી બહુ ચર્ચામાં આવી ગઈ હતી. ફિલ્મ ઓછા સમયમાં બનાવવી હતી એટલે મુંબઈમાં જ ‘દયાવાન’ નો સેટ ઊભા કરી દીધો હતો. અને બે મહિનામાં જ બધું શુટિંગ આટોપી લીધું હતું.

ફિલ્મના સંગીતકાર તરીકે ફિરોઝ ખાને પહેલી વખત લક્ષ્મીકાન્ત -પ્યારેલાલને સાઇન કર્યા હતા. સામાન્ય રીતે એમની ફિલ્મોમાં કલ્યાણજી- આણંદજીનું જ  સંગીત રહેતું હતું. એલ.પી. ને રાખવા પાછળ કારણ હતું. બે ગીતો ‘નાયકન’ ના જ લેવાના હતા. અને એની ધૂનમાં ખાસ ફેરફાર કરવાનો ન હતો. ફિલ્મના કેટલાક ગીતો લોકપ્રિય થયા હતા પરંતુ ફિરોઝની અગાઉની ફિલ્મો જેટલા થયા ન હતા. અભિનય સાથે નિર્માણ અને નિર્દેશન કરવા ઉપરાંત ફિરોઝ ખાને ફિલ્મનું વિતરણ પોતે જ કર્યું હતું. પરંતુ મૂળ ફિલ્મ જેવી જ બનાવી હોવાથી અપેક્ષા પ્રમાણે પ્રતિસાદ મળ્યો ન હતો.

 

આદેશ નહીં, સંવાદ : યક્ષપ્રશ્નથી કોર્પોરેટ કલ્ચર સુધી

વિમર્શ અને સંવાદનો સાચો અર્થ આપણને પ્રાચીન કાવ્યગ્રંથ મહાભારતના યક્ષપ્રશ્નના પ્રસંગમાં અત્યંત ઊંડાણથી સમજાય છે. યક્ષ અને યુધિષ્ઠિર વચ્ચે થતો સંવાદ કોઈ સામાન્ય પ્રશ્નોત્તર નથી, પરંતુ નેતૃત્વ, મૂલ્યવિચાર અને સંચાલન સંસ્કૃતિની જીવંત પ્રયોગશાળા છે.

યક્ષ કઠોર પરંતુ ઈમાનદાર પ્રશ્નો પૂછે છે, જે યુધિષ્ઠિરના જ્ઞાન, ધૈર્ય અને દૃષ્ટિને સતત પડકારે છે. સામે યુધિષ્ઠિર અહંકાર વિના, ગુસ્સા વિના અને ઉતાવળ વિના જવાબ આપે છે. આ આપણને શીખવે છે કે સાચું સંચાલન આદેશથી નહીં, પરંતુ સંવાદથી સંભવી શકે છે. જ્યાં પ્રશ્ન પૂછવાની સ્વતંત્રતા હોય છે ત્યાં વિચારની તાજગી અને નિર્ણયની ગુણવત્તા બંને વધે છે.

આજની સંસ્થાઓમાં પણ ‘ટોપ-ડાઉન ઓર્ડર’ની જગ્યા હવે ઓપનનેસ (ખુલ્લાપણું), ફીડબેક અને ચર્ચા આધારિત સંચાલન ચાલી રહ્યું છે, કારણ કે કર્મચારી હવે માત્ર અમલકર્તા નહિ, પરંતુ વિચારનો સહભાગી બન્યો છે.

વાસ્તવિક જીવનમાં તેનું ઉત્તમ ઉદાહરણ દક્ષિણ આફ્રિકાના નેતા નેલ્સન મંડેલામાં જોવા મળે છે. જેમણે સત્તા પ્રાપ્ત કર્યા પછી પ્રતિશોધનો માર્ગ છોડીને વિરોધીઓ સાથે પણ સંવાદનો માર્ગ પસંદ કર્યો, જેના કારણે વૈમનસ્યથી ભરાયેલા દેશમાં સમાધાન અને સ્થિરતાની સંસ્કૃતિ વિકસિત થઈ. આ બતાવે છે કે સંવાદ ધ્રુવીકરણને પણ પરિવર્તનમાં ફેરવી શકે છે.

આધુનિક કોર્પોરેટ ક્ષેત્રમાં સત્ય નદેલાએ માઈકોસોફ્ટમાં ‘know-it-all’ ઉપયોગી સંસ્કૃતિને બદલીને ‘learn-it-all’ સંસ્કૃતિ સ્થાપી, જ્યાં પ્રશ્ન પૂછવું, ભૂલ સ્વીકારવી અને ખુલ્લી ચર્ચા કરવી સંસ્થાની શક્તિ બની. આ પરિવર્તનનો મૂળ મંત્ર હતો openness-ખુલ્લાપણું અને સંવાદ.

ટેક્નોલોજી જગતમાં જ સુંદર પિચાઇની નેતૃત્વશૈલી પણ સંવાદ આધારિત છે, જ્યાં ટીમની વિવિધતાને માન આપવામાં આવે છે અને વિપરીત અભિપ્રાયો પણ ઉત્પાદનની ગુણવત્તા સુધારવા માટે સહાયક બને છે. રમતગમતમાં રાહુલ દ્રવિડની કોચ તરીકેની શૈલી એનું મહત્વપૂર્ણ ઉદાહરણ છે. જ્યાં ખેલાડીઓ સાથે સતત સંવાદ, તેમના પ્રશ્નોનું સ્વાગત અને માનસિક સમજણ દ્વારા ટીમને શાંત અને સશક્ત બનાવવામાં આવે છે.

ઘણી સંસ્થાઓમાં હજુ પણ એવો ભ્રમ જોવા મળે છે કે પ્રશ્ન પૂછવો એટલે અધિકારને પડકારવો. યક્ષપ્રશ્નનો સંદેશ એ છે કે સાચો પ્રશ્ન અશિસ્તનો નહીં, પરંતુ સુધારાનો સંકેત હોય છે. જેને પ્રશ્નોથી ડર લાગતો હોય તે નેતા લાંબા ગાળે પ્રગતિ કરી શકતો નથી. નીતિ કે દિશાને પડકાર આપતો પ્રશ્ન દબાવવાને બદલે જો ચર્ચા થકી તેને સુધારવામાં આવે તો સંસ્થા વધુ પારદર્શક, વિશ્વસનીય અને માનવીય બને છે. તેથી વિમર્શ વિના દિશા અંધ બની જાય છે અને સંવાદ વિના સંચાલન નિર્જીવ.

યક્ષના કઠોર પ્રશ્નો અને યુધિષ્ઠિરના ધીરજભર્યા જવાબોની જેમ જ્યાં પ્રશ્ન અને ઉત્તર વચ્ચે સત્ય, સમજણ અને આત્મવિશ્વાસનો પુલ બને છે, ત્યાં જ સાચી સંચાલન સંસ્કૃતિ જન્મ લે છે અને સંસ્થા માત્ર વ્યવસાયિક નહીં, પરંતુ વૈચારિક રીતે પણ સશક્ત બની ઊભી રહે છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

૧૫ ડિસેમ્બર ૨૦૨૫

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ISI ના રડારમાં

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મધ્યપ્રદેશના પોલીસ મહાનિર્દેશક (DGP) ને પત્ર મોકલ્યો છે. પત્રમાં જણાવાયું છે કે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ISI ની દેખરેખ હેઠળ છે. આ પત્ર બાદ, ધમકીને ધ્યાનમાં રાખીને તેમની સુરક્ષા વધારવામાં આવી છે. એવું બહાર આવ્યું છે કે ISI ચૌહાણ વિશે માહિતી એકઠી કરી રહી હતી. હાલમાં, કૃષિ મંત્રી પાસે Z+ સુરક્ષા છે, પરંતુ આ માહિતી બાદ, તેમની સુરક્ષામાં વધુ વધારો કરવામાં આવ્યો છે. આવા ઇનપુટ મળ્યા પછી, સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ દિલ્હી અને ભોપાલમાં શિવરાજ સિંહ ચૌહાણની સુરક્ષા વધારી દીધી. શુક્રવારે મોડી રાત્રે તેમના ભોપાલ બંગલાની બહાર સુરક્ષામાં વધારો જોવા મળ્યો.

કૃષિ મંત્રી વૃક્ષારોપણ માટે પહોંચ્યા

વધુ પડતી ચેતવણી વચ્ચે, કેન્દ્રીય મંત્રી આજે વૃક્ષારોપણ ઝુંબેશમાં ગયા. સોશિયલ મીડિયા પર ફોટા શેર કરતા તેમણે લખ્યું કે દરરોજ એક વૃક્ષ વાવવાના તેમના સંકલ્પને અનુસરીને, તેમણે ભોપાલના સ્માર્ટ સિટી પાર્કમાં તેમના ભત્રીજાઓ, ભત્રીજીઓ અને ભાઈ-બહેનો સાથે એક વૃક્ષ વાવ્યું. વૃક્ષો વાવવા એ પોતાના જીવનમાં વૃક્ષો વાવવા જેવું છે. ભાવિ પેઢીઓને વધુ સારું વાતાવરણ આપવા માટે, ચાલો આપણે બધા સાથે મળીને વૃક્ષો વાવીએ અને આપણા ગ્રહને હરિયાળો અને સમૃદ્ધ બનાવીએ. વૃક્ષારોપણ અભિયાનમાં જોડાવા માટે, લિંક પર ક્લિક કરો અને તમારું નામ નોંધાવો.

પંચાંગ 14/12/2025

T20 વર્લ્ડ કપ પહેલા ICC એ પાકિસ્તાનને કર્યુ ઈગ્નોર

T20 વર્લ્ડ કપ ફેબ્રુઆરી 2026 માં શરૂ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ ભારત અને શ્રીલંકામાં યોજાવાની છે. એશિયા કપ દરમિયાન પાકિસ્તાન ટીમનું ભારે અપમાન થયું હતું, અને T20 વર્લ્ડ કપ પહેલા પણ આવી જ સ્થિતિ સર્જાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાને પ્રમોશનલ પોસ્ટરોમાંથી બાકાત રાખ્યા છે. આ અપમાનથી નારાજ PCB એ હવે કડક પગલું ભરવાનું નક્કી કર્યું છે.

ICC એ પાકિસ્તાની કેપ્ટનને ઈગ્નોર કર્યો

ICC એ તાજેતરમાં T20 વર્લ્ડ કપ 2026 માટે સત્તાવાર પોસ્ટર બહાર પાડ્યું, જેમાં પાંચ દેશોના કેપ્ટનો છે. ભારતના સૂર્યકુમાર યાદવ, દક્ષિણ આફ્રિકાના એડન માર્કરામ, ઓસ્ટ્રેલિયાના મિશેલ માર્શ, શ્રીલંકાના દાસુન શનાકા અને ઇંગ્લેન્ડના હેરી બ્રુકનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના T20 કેપ્ટન સલમાન અલી આગાને પોસ્ટરનો ભાગ બનાવવામાં આવ્યો ન હતો, અને આ એક મુદ્દો હોઈ શકે છે જે PCB ને નાપસંદ હતો.

PCB એ ICC ને ફરિયાદ કરી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ નારાજ છે કે તેમના કેપ્ટનને પ્રમોશનલ પોસ્ટરમાં સામેલ કરવામાં આવ્યો નથી. PCB ના એક સૂત્રએ જણાવ્યું, થોડા મહિના પહેલા એશિયા કપ દરમિયાન અમને પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે, બ્રોડકાસ્ટરે એક પ્રમોશનલ ઝુંબેશ શરૂ કરી હતી, પરંતુ અમારા કેપ્ટનને તેમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. અમે ફરી એકવાર આવી જ પરિસ્થિતિમાં છીએ, જ્યાં ICC એ ટિકિટ વેચાણ માટેના પ્રમોશનલ પોસ્ટરમાં અમારા કેપ્ટનનો સમાવેશ કર્યો નથી.

શું ICC PCB ની વાત સાંભળશે?

PCB ના એક સૂત્રએ સમજાવ્યું કે જ્યારે એશિયા કપ દરમિયાન આવી જ પરિસ્થિતિ ઊભી થઈ, ત્યારે તેઓએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ સાથે વાત કરી અને તેમનો મુદ્દો ઉકેલાઈ ગયો. હવે, તેઓ ICC પાસેથી પણ આવી જ અપેક્ષા રાખી રહ્યા છે. પાકિસ્તાન ICC T20 રેન્કિંગમાં ટોચના 5 માં નથી, જેના કારણે તેમને પોસ્ટરમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. જો કે, પાકિસ્તાન માને છે કે ક્રિકેટમાં તેમનો વારસો વિશાળ છે અને તે વર્લ્ડ કપના મુખ્ય પાત્રોમાંનો એક છે. ICC ભવિષ્યમાં તેમને પ્રમોશનલ પોસ્ટરોમાં પણ દર્શાવી શકે છે.

 

પવન સિંહને મળેલી ધમકીઓ પર બિશ્નોઈ ગેંગનું નિવેદન, ઓડિયો વાયરલ

ભોજપુરી સિનેમાના સુપરસ્ટાર તરીકે જાણીતા અભિનેતા પવન સિંહ ઘણા સમયથી સમાચારમાં છે. તે ઘણીવાર એક યા બીજા શો માટે હેડલાઇન્સ બનાવે છે. તાજેતરમાં, 7 ડિસેમ્બરે, સલમાન ખાનના શો “બિગ બોસ 19” નો ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો, જેમાં અભિનેતાએ ભાગ લીધો હતો. જોકે, આ પહેલા, તેણે ખુલાસો કર્યો હતો કે તેને ધમકીઓ મળી રહી છે, જેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગેંગે હવે સમગ્ર મામલે સ્પષ્ટતા જારી કરી છે. ગેંગ સાથે સંકળાયેલા હરિ બોક્સરે ગેંગ સામેના આરોપોને રદિયો આપતા ઓડિયો સંદેશ જારી કર્યો છે.

સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા ઓડિયો સંદેશમાં, હરિ બોક્સરે જણાવ્યું હતું કે પવન સિંહને ગેંગ તરફથી કોઈ ફોન કે ધમકી મળી નથી. હરીએ શંકા વ્યક્ત કરી હતી કે પવન સિંહ સુરક્ષા મેળવવા માટે આવું કરી રહ્યો હોઈ શકે છે. ગેંગસ્ટરના મતે, લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ આ સમગ્ર મામલામાં બિનજરૂરી રીતે ઘસવામાં આવી રહ્યું છે.

પવન સિંહના નિવેદનને ખોટા ગણાવીને ફગાવી દેવામાં આવ્યું

ઓડિયો સંદેશમાં, હરિ બોક્સરે ભોજપુરી સ્ટાર પર તેમની ગેંગ વિરુદ્ધ નિવેદનો આપવાનો અને પોલીસ ફરિયાદ નોંધાવવાનો પણ આરોપ લગાવ્યો. હરિએ સ્પષ્ટતા કરી કે ગેંગ દ્વારા કોઈ ધમકીઓ આપવામાં આવી નથી. તેમણે પુનરોચ્ચાર કર્યો કે આ મામલે ગેંગની કોઈ સંડોવણી નથી. અંતે, હરિ બોક્સરે જણાવ્યું કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ જે કંઈ કરે છે, તે ખુલ્લેઆમ કરે છે. ઓડિયોમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે જે કોઈ પણ સલમાન ખાન સાથે કામ કરશે તેને ધમકી આપવામાં આવશે નહીં, પરંતુ તેને AK-47 ની ગોળીઓથી ગોળી મારીને મારી નાખવામાં આવશે.