નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ટ્રેડ ડીલ અંગે હવે મોટી આશા જાગી છે. મુખ્ય આર્થિક સલાહકાર (CEA – Chief Economic Advisor) ડો. વી. અનંત નાગેશ્વરને જણાવ્યું છે કે અમેરિકા સાથેની ટ્રેડ ડીલ સંબંધિત મોટા ભાગના મુદ્દાઓ ઉકેલી દેવામાં આવ્યા છે અને ચર્ચા હવે અંતિમ તબક્કામાં છે. આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે વૈશ્વિક બિઝનેસ માહોલ અનિશ્ચિત છે અને બંને દેશો એક સ્થિર અને સંતુલિત કરારની શોધમાં છે. સરકારને વિશ્વાસ છે કે ડીલ થાય તો રોકાણ, નિકાસ અને ટેક સેક્ટરને મોટો ફાયદો થશે.
તેમણે જણાવ્યું હતું કે ઈન્ડિયા–યુએસ ટ્રેડના મોટા ભાગના મુદ્દાઓ ઉકેલાઈ ચૂક્યા છે અને જો માર્ચ સુધી ડીલ ન થાય તો તે આશ્ચર્યજનક ગણાશે. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે જો માર્ચ સુધી ઈન્ડિયા–યુએસ ટ્રેડ ડીલ ન થાય તો મને આશ્ચર્ય થશે. આ નિવેદન સ્પષ્ટ સંકેત આપે છે કે આગામી મહિનાઓમાં બંને દેશો વચ્ચે એક મોટા ટ્રેડ એગ્રીમેન્ટની જાહેરાત થઈ શકે છે, જે નિકાસકારો, આયાતકારો અને રોકાણકારો માટે ગેમચેન્જર સાબિત થઈ શકે છે.
CEAના જણાવ્યા મુજબ બંને દેશો વચ્ચે કેટલાક ટેક્નિકલ મુદ્દાઓ હતા જેમાં મતભેદ હતા, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક રાઉન્ડની ચર્ચા બાદ મોટા ભાગના મુદ્દાઓ પર સહમતી બની ચૂકી છે.
સરકારનું માનવું છે કે આ ડીલ માત્ર બિઝનેસને જ નહીં વધારશે પરંતુ ભારત માટે રોકાણ, ટેક્નોલોજી, ડિફેન્સ, ડિજિટલ ટ્રેડ અને સર્વિસ સેક્ટરમાં નવા દરવાજા ખોલશે. અધિકારીઓનું માનવું છે કે અમેરિકન કંપનીઓની ભારતમાં રસ સતત વધતો જાય છે અને આ ડીલ તે વિશ્વાસને વધુ મજબૂત કરશે.
એ જ રીતે ભારતીય નિકાસકારો—ખાસ કરીને ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ, IT-સર્વિસિસ અને ફાર્મા સેક્ટર—પણ આ કરારમાંથી મોટો લાભ જોઈ રહ્યા છે.
ચોરાસી લાખ યોનિમાંથી પસાર થતા જીવને માનવજન્મ મળે છે તે અનોખો અવસર છે. માનવીમાં જ્ઞાન-ભક્તિનો સંગમ થાય તો તે મોક્ષનો અધિકારી બની શકે. જે વ્યક્તિ જીવનનો સાચો અર્થ નથી સમજતી તે અનેક વિટંબણામાં અટવાય છે.
જો માણસ સમષ્ટિને પ્રેમ ન કરી શકે અને સ્વાર્થ-મોહમાં રચ્યોપચ્યો રહે તો તેનો દેહ મસાણ-સ્મશાનભૂમિ સમાન જાણવો. જેમ મસાણ દેહને અગ્નિથી ભસ્મ કરે છે તેમ સ્વમાં પરોવાયેલ મનુષ્ય જીવનને નિરર્થક બનાવી દે છે.
અન્ય સાખીઓની જેમ કબીરજી દેશના કારીગરોના રોજબરોજના કામમાં પણ ગૂઢ સંદેશ નિહાળે છે. ક્યારેક વણકર તો ક્યારેક કુંભાર, સોની, સુથાર જેમ આ સાખીમાં લુહારની કોઢની ઉપમા આપે છે.
લોઢું પીગળાવવા માટે આગને હવા આપતી ધમણ આપણા ફેફસાં જેમ ચાલે છે. ફેફસાં પ્રાણવાયુ ગ્રહણ કરે છે. ધમણ જીવંત નથી તેથી તે હવા ફૂંકે છે પણ પોતે પ્રાણહીન છે. મનુષ્યે જીવંત રહી ભવ સુધારવાનો છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)
માનસિક રીતે ઉત્સાહ સારો જોવા મળે, જૂનીઓળખાણ તાજી થાય, પ્રિયજન સાથેની વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, આરામ કરવાની વૃતિ જાગે, માર્કેટિંગક્ષેત્ર સાથે જોડાયેલ વર્ગને નવીનકામ થઈ શકે છે, શેરબજાર અને કોમોડીટી બજારમાં કામ કરનાર વર્ગને અણધર્યા લાભ થઈ શકે છે. સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને નવીનજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. યુનિફોર્મવાળી નોકરી કરનાર માટે કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થઇ શકે, વડીલવર્ગ સામાજિકકામ કરવા વધુ ઉત્સાહી બને. લગ્નબાબતની મિલન-મુલાકાત દરમિયાન તમારો પ્રતિભાવ સામેની વ્યક્તિ પર સારો પડી શકે છે.
સગા-સ્નેહી, જુનાપરિચિત ને મળવાના યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, જુના મતભેદ ભૂલવાની અને સબંધમાં નવીનતા લાવવા માટે યોગ્ય તક પણ મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર સાથે જોડાયેલ વર્ગ માટે સમયનો વ્યય વધુ થઇ શકે છે કામ ધાર્યા કરતા વધુ વિલંબિત બની શકે છે, શેરબજાર અને કોમોડીટી બજારમાં કામ કરનારવર્ગ માટે કામકાજમાં આતુરતા બાદ ફળ મળે. હોટેલ, મોજ શોખ, કલા જગત સાથે કામ કરનાર માટે સારી તક મળી શકે વડીલવર્ગ ને વાર્તાલાપમાં સુખદ અનુભવ થઇ શકે છે, પ્રિયજન સાથે થોડા અળખામણા ના થવાય તેની તકેદારી રાખવી સારી.
મુસાફરીના યોગ છે અને મુસાફર દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિ ઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, માર્કેટિંગક્ષેત્રમાં ધીરજનાફળ મીઠા મળી શકે, શેર બજાર અને કોમોડીટી બજારમાં કામકરનાર વર્ગ માટે ગણતરી અને અનુભવથી નિર્ણય લેવામાંજ ડાહપણ છે, દલાલી, કમીશન, કાગળ, બેંક જેવા ક્ષેત્રમાં કામકરનાર માટે ક્યાંક ફાયદાની વાત સાભાળવા મળી શકે, વડીલવર્ગ પોતાનું સ્વમાન સાચવીનેજ વર્તવું સલાહ ભર્યું છે, લગ્નબાબત ક્યાય વાતચીત કરવાની હોય તો તેમાં થોડો વ્યવહારુ અભિગમ રાખી આગળ વધવું સારું કહી શકાય.
કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે. જનસંપર્ક/માર્કેટિંગ જેવા ક્ષેત્રમાં યોગ્ય ગણતરીથી ધાર્યું કામ થાય તેવું બની શકે છે, ઇમ્પોર્ટ એક્ષ્પોર્ટ જેવા ક્ષેત્રમાં કામ કરનારને સારી તક મળે, શેર અને કોમોડીટી બજારમાં કામકરનાર માટે નસીબ સાથ આપે, વડીલવર્ગને ભૂતકાળના કામની વાતો યાદ આવે તેવું બની શકે, પ્રિયજન સાથે યાદગાર બનાવોની યાદ રોમાંચિત કરીદે, પસંદગીની ખરીદી થઈ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપ કે મિલન-મુલાકાત લાભદાઈ બની શકે છે, વિદેશ જવા બાબતના કામકાજમાં પણ યોગ્ય પ્રતિસાદ મળે.
મિત્રો સાથે સમય વધુ ફાળવાય, મુસાફરીના યોગ છે, આકસ્મિતખર્ચ કે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈ જગ્યાએથી મનગમતી વાત સંભાળવા મળે તેવું બની શકે છે. સરકારી/રાજકીયક્ષેત્રમાં જોડાયેલ વર્ગ માટે ઉત્સાહ સારો જોવા મળે, માર્કેટિંગક્ષેત્ર/મેડીકલક્ષેત્રમાં જુનાસંપર્કવાળા કામકરવાથી કામની પ્રસંશા થાય તેવું પણ બની શકે છે. શેર અને કોમોડીટીબજારમાં કામ કરનારવર્ગને કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય તેવું બની શકે છે વડીલવર્ગ કોઈને સલાહ/ઠપકો આપવામા ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું. લગ્ન બાબતની વાર્તાલાપમાં શાંતિ અને શાણપણ રાખવું વધુ યોગ્ય કહી શકાય.
નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે ધીરજ રાખવી, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, પાવર/ગેસ /કમીશન/સલાહકાર જેવા કામકાજ કરનારે થોડી ધીરજ અને ચોકસાઈ રાખવી જરૂરી છે, શેર/કોમોડીટી બજારમાં કામકરનારે જોખમથી દુર રહેવું ઇછાનીય છે, માર્કેટિંગ સાથે જોડાયેલ લોકોએ ઉશ્કેરાટમાં ના આવી જવાય તેનું ધ્યાન રાખવું, વડીલવર્ગ સ્વાથ્યઅંગે તકેદારી રાખવી અને ખટપટથી દુર રહેવાની સલાહ છે, પ્રિયજન સાથે અર્થહીન દલીલબાજી અને ખોટી વાર્તાલાપના કરવી જેથી કોઈ મનદુઃખ થવાની ઘટનાના બને અને શાંતિ જળવાય.
આત્મવિશ્વાસ સારો જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમને આરામ કરવાની કે આળસવૃતિ જોવા મળે, પસંદગીની વ્યક્તિ સાથે મિલન-મુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે હીરા/ઝવેરાત/કાપડ/દવા બજાર સાથે જોડાયેલા લોકો માટે કામની નવીનતક દેખાય તેવું બની શકે છે, શેર/કોમોડીટી બજાર સાથે કામકરનાર માટે ઓછા નફા સાથે વધુ કામ કરવાની અનુકુળતા કહી શકાય. કોઈના સામાજિકપ્રસંગમાં જવાથી તમારો ઉત્સાહ વધે, વડીલવર્ગ માટે જૂનીઓળખાણ તાજી થાય તેવા સારા અવસર આવે અને જુના દિવસોની યાદથી ભાવવિભોર બની જવાય તેવું પણ બની શકે છે .
મસ્તી-મજાક કરવાની વૃતિ વધુ જોવા મળે પણ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું. વડીલ કે પરિચિત સાથે ફરવા જવાના યોગ પણ બને છે, જુનાસ્મરણો તમને અતિલાગણીશીલ પણ બનાવી દે તેવા સંજોગો બની શકે છે. બાંધકામ/સરકારી/રાજકીય ક્ષેત્રમાં કામકરનાર માટે વધુ મહેનત થાય. તેવા સંજોગ બને, શેર/કોમોડીટી બજારમાં કામકરનારને થાકની અસર જોવા મળે અને આરામકરવાની વૃતિ જાગે, માર્કેટિંગમાં થોડી વધુ મહેનત અને ઓછી સફળતાના સંજોગ બને છે વડીલવર્ગ માટે મોટું મન રાખી સમય પસાર કરીલેવા માજ શાણપણ રહેલું છે, ખોટાખર્ચા થવાથી મન અશાંત બની શકે છે.
મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણ તાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, ક્યાય મતભેદના થાય તેનું પણ ધ્યાન રાખવું, માર્કેટિંગમાં વ્યર્થની દોડધામ થઈ શકે છે, નોકરીકરનારવર્ગ માટે કામમા રચ્યા-પચ્યા રહેવું સલાહ ભર્યું છે, શેર/કોમોડીટી બજારમાં કોઈપણ ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, રાજકીયપક્ષ સાથે કામ કરનાર માટે તકેદારી જરૂરી છે, વડીલવર્ગને યુવાવર્ગ સાથેની વાર્તાલાપમાં વધુ ન બોલવાની સલાહ છે. લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક ખોટી દિશામા ના જાય તેનું ધ્યાન રાખવું, ધીરજ અને શાંતિ રાખવી સલાહભરી છે.
કોઇપણ કારણસર માનસિક અશાંતિ રહે કારણકે મનમાં કોઈક વાતનો અજંપો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું માટે શક્ય એટલું ઓછુ બોલવું સારું, વાહનવ્યવહાર કુરિયર/ રોજની અપડાઉનની નોકરી કરનારવર્ગ માટે શાંતિ અને સંયમ જરૂરી છે, માર્કેટિંગમાં કામ કરનાર માટે સાથી કર્મચારીકે જુનાસંપર્કમાં કામકાજ દરમિયાન મન મોટું રાખી કામ કરવાની સલાહ છે, શેર કોમોડીટી બજારમાં કોઈની દોરવણીથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, લગ્નબાબતની વાર્તાલાપમાં તમારા વાણીવર્તનથી ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સલાહભર્યું કહી શકાય.
અચાનક જુનાપરિચિત સાથે મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, યુવા વર્ગને પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે કે જાણવા મળે તેવું બની શકે છે. માર્કેટિંગમાં ધ!ર્યા કરતા ઓછું ફળ મળે તેવી લાગણી અનુભવાય, રોજબરોજનું કામકરનારકે ખાનગીપેઢીમાં કામકરનાર માટે કામ ટાળવાની વૃત્તિ વધુ જાગે, સાંધા/કમર/અપચા/ગેસની તકલીફના થાય તેનું ધ્યાન રાખવું, શેર/ કોમોડીટી બજારમાં નાનું કામકાજ ઇચ્છનીય છે. વડીલવર્ગ માટે થાકલાગવાની અસર વધુ થાય. લગ્ન માટેની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં સામેના પક્ષના જવાબ બાબતની ધીરજ રાખવી સારી.
તમને કોઈનો સાથસહકાર મળે જેને કારણે તમે થોડા ઉત્સાહી બનો, જુનાઅટકેલા કામ બાબત કઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે. યુવાવર્ગ માટે લગ્નની વાત ક્યાંક થઇ શકે, નોકરી/વ્યવસાયમાં નવું જાણવાની તક મળે, શેર/કોમોડીટી બજારમાં અનુભવ મુજબ કામ કરવું યોગ્ય છે. માર્કેટિંગમાં જુના સંપર્કની યાદીમાં કામ કરવાથી લાભ થઈ શકે, રાજકીયપક્ષ સાથે કામકરનાર માટે કોઈ અગત્યની વાત જાણવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ શીખવાની વૃત્તિ લાભ આપે, વડીલવર્ગ શાંતિથી સમય પસાર કરવો, પ્રિયજનને ખુશ રાખવાથી તમને પણ વધુ ખુશી મળે તેવું બની શકે છે.
વિપ્રો કંપનીના સ્થાપક અઝીમ પ્રેમજીની 2025માં સંપત્તિ 11.8 બિલિયન ડોલરથી 35.9 બિલિયન ડોલર વચ્ચે આંકવામાં આવી. અકલ્પનીય આંકડા, પણ કહે છેને કે જીવનમાં મેળવેલી સાચી સિદ્ધિ સંપત્તિથી મપાતી નથી. અઢળક સંપત્તિ ધરાવતા હોવા છતાં અઝીમભાઈ ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરે છે, કંપનીની જ કેન્ટીનમાં જમે છે, કંપનીના કામે બીજાં શહેરમાં જાય ત્યારે ફાઈવ સ્ટાર હોટેલોમાં નહીં, પણ કંપનીના ગેસ્ટ હાઉસમાં રહે છે.
2019માં એ વિપ્રોના ચેરમેનપદેથી નિવૃત્ત થયા, પરંતુ આજે પણ એ ફાઉન્ડર ચેરમેન અને નોન-એક્ઝિક્યુટિવ બોર્ડ મેમ્બર તરીકે કંપનીના દિશા-સૂચક બની રહ્યા છે. 2013માં ‘ધ ગિવિંગ પ્લેજ’ પર હસ્તાક્ષર કરનારા પ્રેમજી પ્રથમ ભારતીય બન્યા. પોતાની ઓછામાં ઓછી અડધી સંપત્તિ સમાજને અર્પણ કરી દેવાનો સંકલ્પ. ધ ગિવિંગ પ્લેજ હેઠળ તેમનું પહેલું દાન જ 2.2 બિલિયન ડોલરથી વધારે હતું.
ખરેખર ભગવાને મનુષ્યને આપેલી એક અદભુત ને અનોખી ભેટ છે સંવેદના. માણસને અનુભવાતી બીજી અનેક લાગણીઓનું એ જન્મસ્થાન છે. માનવીનો પરિચય પણ તેની સંવેદનાઓને આધારે જ થતો હોય છે.
સંત અથવા સંતત્વનો પરિયચ પણ આ જ રીતે આપી શકાય. અન્યનાં હિતનું સાતત્ય એ હકીકત જ સંતત્વનો પરિચય છે, પરોપકાર એ સંત-હૃદયનો સહજ ધબકાર છે, અને તેમાંય કોઈ પણ અપેક્ષા વિનાનો પરોપકાર તે સંતત્વ’ની શ્રેષ્ઠ ઊંચાઈની ઓળખ આપે છે.
ભારતીય સંતપરંપરામાં આ સિદ્ધાંતો મૂર્તિમાન જોવા મળે છે. ગુરુ નાનક જ્યારે કિશોરવયના હતા, ત્યારે એક વાર તેમણે કેટલાક સાધુ-મહાત્માઓને ભૂખ્યા જોયા. અને એમનું હૃદય ભાવાર્દ થઈ ગયું. તેમણે સંત-મહાત્માઓના વરિષ્ઠ સાધુને કહ્યું, ‘મારી પાસે પૈસા છે તે તમને આપું છું. તમે ભોજનની વ્યવસ્થા કરી લેજો.’
એ વરિષ્ઠ સંતે પૂછ્યું કે, ‘બેટા! આ પૈસા ક્યાંથી લાવ્યો?’
નાનકે કહ્યું, ‘પિતાજીએ મોટા શહેરમાં જઈ વેપાર કરવા માટે આપ્યા છે.’
ત્યારે તે સાધુએ કહ્યું, ‘તો પછી વેપાર માટે જ વાપરને, અમને કેમ આપે છે ?’
ગુરુ નાનક સહસા બોલી ઊઠ્યા કે, ‘હું પિતાની આજ્ઞા મુજબ જ કરી રહ્યો છું. આપ જેવા સાધુઓને જમાડવા એના કરતાં વધુ સારો વેપાર ક્યો?’
આપણી મહાન સંતપરંપરાએ તો આપણને કેવળ મનુષ્યોની જ નહીં, પરંતુ મૂક-અબોલ પશુ- પંખીની પણ ચિંતા કરવાનું શીખવ્યું છે. સૌનું હિત કરવાની આ ઊંડી સંવેદના એ વસુધૈવ કુટુમ્બકમ્- સમસ્ત પૃથ્વી એક પરિવારની આપણી સનાતન ભારતીય સંસ્કૃતિનો પર્યાય છે.
૧૯૮૭માં ગુજરાત કારમા દુષ્કાળની ભીસમાં આવી ગયેલું, મેઘરાજાની રીસ અને ઠેર-ઠેર પાણી માટે ચીસ. સમગ્ર ગુજરાતનું તે સમયનું આ રેખાચિત્ર હતું. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે આ અરસામાં ગુજરાતનું પશુધન બચાવવા કૅટલ કેમ્પો શરૂ કરાવેલા. સાથે સાથે અન્ય પાંજરાપોળો તથા ગૌશાળામાં પણ બનતી સહાય કરવી શરૂ કરી હતી. ‘પશુ કલ્યાણ કેન્દ્ર’ના નામથી આયોજનબદ્ધ રીતે શરૂ કરવામાં આવેલા આ કેટલ કૅમ્પોના સેવાકાર્યને સરકારશ્રીએ પણ ખૂબ નોંધનીય અને ઉલ્લેખનીય બતાવેલું, સાથે સાથે આ રાહતકાર્યમાં પ્રમુખસ્વામી મહારાજે કોઈ પણ નાત-જાત કે ધર્મની ભેદરેખા રાખી નહોતી, જેની નોંધ આજે પણ એ ખેડૂતોના માનસપટ ઉપર શિલાલેખ સમાન કોતરાયેલી છે.
આપણાં શાસ્ત્રોમાં સમાયેલી આ વિરલ અને વિશિષ્ટ સંવેદનાઓ આપણા મહાન સંતોના જીવનમાં અક્ષરશઃ ચરિતાર્ય છે. તેઓની જીવનશૈલી છે. એમનાં પગલે લોકહિતની ભાવના-સંવેદનાને આપણા જીવનમાં સાકાર કરીએ.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
મેક્સિકો: ફરી એકવાર વિશ્વભરમાં ટેરિફ યુદ્ધ શરૂ થઈ રહ્યું હોય તેવું લાગે છે. અમેરિકાએ અગાઉ ટેરિફ વધારીને ઘણા દેશોને ફટકો આપ્યો છે, હવે મેક્સિકોનો વારો છે. મેક્સિકોએ એક મોટું પગલું ભર્યું છે, જેમાં ચીન સહિત અનેક એશિયન દેશોમાંથી આવતા માલ પર ૫૦% સુધીનો ઉચ્ચ ટેરિફ લાદવામાં આવ્યો છે, જે અમેરિકાની જેમ જ છે. સેનેટે આ દરખાસ્તને મંજૂરી આપી છે, અને આ નવા ટેરિફ આવતા વર્ષે, ૨૦૨૬થી અમલમાં આવશે. આ એક મોટો ફટકો હશે, ખાસ કરીને એવા દેશો માટે કે જેમનો મેક્સિકો સાથે વેપાર કરાર નથી. ૨૦૨૬માં લાગુ થનારા ઉચ્ચ ટેરિફ
મેક્સિકો દ્વારા આ વધેલા ટેરિફ આવતા વર્ષે, ૨૦૨૬થી અમલમાં આવશે. આ નિર્ણયથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં ચીન, ભારત, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. આવતા વર્ષથી, મેક્સિકો આ દેશોમાંથી આયાત થતા ઓટો પાર્ટ્સ, કાપડ, સ્ટીલ અને અન્ય માલ પર 50% સુધીનો ટેરિફ લાદશે. સેનેટના ઠરાવ અનુસાર, અન્ય ઘણી વસ્તુઓ પર ટેરિફ પણ વધારીને 35% કરવામાં આવ્યો છે. મેક્સિકન સેનેટે આ ટેરિફ વધારાને 76% મત આપ્યો, જ્યારે 5% મત વિરુદ્ધ. તેને 35 મતોથી દૂર રહીને પસાર કરવામાં આવ્યું.
મેક્સિકોએ આ પગલું કેમ ભર્યું?
યુનાઇટેડ સ્ટેટ્સના ઉદાહરણને અનુસરીને, મેક્સિકોએ પણ તેના સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ટેરિફ વધારવાનું આ પગલું ભર્યું છે. જોકે, આની કેટલી અસર થશે તે સમય જ કહેશે. જો કે, વ્યાપારી જૂથોએ આ ટેરિફ વધારાનો સખત વિરોધ કર્યો છે.
અહેવાલ મુજબ, વિશ્લેષકો અને ખાનગી ક્ષેત્રે દલીલ કરી છે કે મેક્સિકો ટેરિફ વધારાનો નિર્ણય યુનાઇટેડ સ્ટેટ્સને ખુશ કરવા અને આવતા વર્ષે $3.76 બિલિયનની વધારાની આવક ઉત્પન્ન કરવાનો હતો કારણ કે મેક્સિકો તેની રાજકોષીય ખાધને પહોંચી વળવાનો પ્રયાસ કરી રહ્યું છે.
1,400 માલ પર ટેરિફ
મેક્સિકન સેનેટ દ્વારા મંજૂર કરાયેલ સુધારેલા બિલમાં મૂળ દરખાસ્ત કરતાં ઓછી ઉત્પાદન શ્રેણીઓનો સમાવેશ થાય છે. આશરે ૧,૪૦૦ આયાતી માલ પર ટેરિફ લાદતા આ બિલને અગાઉના સ્થગિત સંસ્કરણથી નરમ બનાવવામાં આવ્યું છે, જેમાં આમાંના ઘણા માલ પર ટેરિફ દર ૫૦% કરતા ઓછા છે. જોકે, મેક્સિકોએ અગાઉ યુનાઇટેડ સ્ટેટ્સને ખુશ કરવાના પ્રયાસમાં ચીની માલ પર ટેરિફ વધારો કરવાની જાહેરાત કરી હતી, પરંતુ તેની ખાસ અસર થઈ નથી.
ભારત-મેક્સિકો વેપાર પર એક નજર
તાજેતરના વર્ષોમાં ભારત અને મેક્સિકો વચ્ચે વેપાર વધ્યો છે. ૨૦૨૨માં, બંને દેશો વચ્ચે માલનો વેપાર ૧૧.૪ અબજ ડોલર સુધી પહોંચ્યો. જો કે, ૨૦૨૩માં તે થોડો ઘટીને ૧૦.૬ અબજ ડોલર થયો, જે ૨૦૨૪માં ફરી વધ્યો અને ૧૧.૭ અબજ ડોલરના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો. ભારતનો મેક્સિકો સાથે પણ નોંધપાત્ર વેપાર સરપ્લસ છે; ૨૦૨૪માં, ભારતની મેક્સિકોમાં નિકાસ આશરે ૮.૯ અબજ ડોલર હતી, જ્યારે આયાત ૨.૮ અબજ ડોલર હતી.
ઇટાલી: નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન એન્ટોનિયો તાજાની હાલમાં ત્રણ દિવસની ભારત મુલાકાતે છે. તેમણે બુધવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી, જેને તાજાનીએ ખૂબ જ સકારાત્મક અને ઉપયોગી ગણાવી હતી.બેઠક દરમિયાન, તાજાનીએ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની તરફથી PM મોદીને 2026માં ઇટાલીની મુલાકાત લેવાનું આમંત્રણ પણ આપ્યું હતું. તાજાનીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીની ઇટાલીની મુલાકાત અંગે ‘હા’માં જવાબ મળ્યો છે, પરંતુ હજુ સમય નક્કી થયો નથી.
વિદેશ પ્રધાન તાજાનીએ જણાવ્યું હતું કે ભારત-ઇટાલી સંબંધો એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છે અને આગામી વર્ષોમાં બંને દેશો વચ્ચે સહયોગ વધુ ગાઢ બનશે. ભારત અને ઇટાલી ખૂબ જ મહત્વપૂર્ણ ભાગીદારો છે, અને ભવિષ્યમાં બંને દેશો માટે મોટી સંભાવનાઓ રહેલી છે.
ઇટાલીના વડાપ્રધાન મેલોની લેશે ભારતની મુલાકાત?
જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની ક્યારે ભારતની મુલાકાત લેશે? આનો જવાબ આપતા, વિદેશ મંત્રી તાજાનીએ કહ્યું કે તેઓ હજુ સુધી નક્કી નથી કરી શક્યા કે તેઓ 2026માં ભારત ક્યારે આવશે.
ઈટાલીના પ્રતિનિધિમંડળ અને વડાપ્રધાન મોદી વચ્ચે શું ચર્ચા થઈ?
મીટિંગ દરમિયાન, બંને નેતાઓએ ઔદ્યોગિક સહયોગ, સાંસ્કૃતિક સંબંધો, વેપાર, ટેકનોલોજી અને રાજદ્વારી ભાગીદારી પર ચર્ચા કરી. તાજાનીએ ખાસ જણાવ્યું હતું કે ભારત રશિયા અને યુક્રેન વચ્ચે સંવાદને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેમના મતે, ભારતનો વધતો વૈશ્વિક પ્રભાવ આ દિશામાં મદદ કરી શકે છે.
જ્યોર્જિયા મેલોની અને વડાપ્રધાન મોદી ક્યારે મળ્યા?
નવેમ્બર 2022 – બાલી, ઇન્ડોનેશિયા (G20 સમિટ): વડા પ્રધાન બન્યાના થોડા સમય પછી, મેલોનીની મોદી સાથેની પ્રથમ મુલાકાત બાલીમાં થઈ હતી. આનાથી ભારત-ઈટાલી સંબંધોમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ.
2–3 માર્ચ, 2023 – નવી દિલ્હી: મેલોનીની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત દરમિયાન, બંને દેશોએ વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી, જેને દ્વિપક્ષીય સંબંધોમાં એક મુખ્ય પગલું માનવામાં આવે છે.
સપ્ટેમ્બર 2023 – નવી દિલ્હી (G20 સમિટ): આ બેઠક દરમિયાન નેતાઓ વચ્ચેની સરળતા અને તાલમેલને સોશિયલ મીડિયા પર વ્યાપકપણે ધ્યાનમાં લેવામાં આવ્યો.
14 જૂન, 2024 – પુગ્લિયા, ઇટાલી (G7 સમિટ): યજમાન તરીકે, મેલોનીએ મોદીનું સ્વાગત કર્યું અને તેમના ત્રીજા કાર્યકાળ માટે અભિનંદન આપ્યા. બેઠકમાં વૈશ્વિક મુદ્દાઓની વિશાળ શ્રેણીની ચર્ચા કરવામાં આવી.
નવી દિલ્હીઃ ગોવાની એક નાઇટ ક્લબમાં લાગી ગયેલી આગમાં 25 લોકોનાં મોત થયાં હતાં. આ અગ્નિકાંડના આરોપી લૂથરા બ્રધર્સ ભારત છોડીને થાઈલેન્ડ ભાગી ગયા હતા. તેમનો પાસપોર્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો, ત્યાર બાદ થાઈલેન્ડમાં તેમને હિરાસતમાં લેવામાં આવ્યા છે. ભારત સરકારે લૂથરા બ્રધર્સ પર આકરી કાર્યવાહી કરવા તથા તેમનો પાસપોર્ટ રદ કરવાની વાત કરી હતી. ગોવાના CM પ્રમોદ સાવંતે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ અગ્નિકાંડના દરેક પાસાનું સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરવા તથા આરોપ સાબિત થયા બાદ સખત સજા આપવા અંગે જણાવ્યું હતું.
છઠ્ઠી ડિસેમ્બરે બની હતી ઘટના
ગોવાના બિર્ચ બાય રોમિયો લેન નાઇટ ક્લબમાં છઠ્ઠી ડિસેમ્બરની રાત્રે અચાનક લાગેલી આગમાં 25 લોકોનાં મોત થયાં હતાં. આ અગ્નિકાંડમાં અત્યાર સુધી ક્લબના ચાર માલિકોમાંના એકને હિરાસતમાં લેવામાં આવ્યા છે, જે દિલ્હીનો રહેવાસી છે અને તેનું નામ અજય ગુપ્તા છે. દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ ઓફિસમાં ગુપ્તાથી પૂછપરછ કરવામાં આવી અને ત્યાર બાદ તેને સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને ગોવા પોલીસે 36 કલાકની ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સોંપી દીધો છે. પૂછપરછ દરમ્યાન અજયે જણાવ્યું હતું કે હું ફક્ત બિઝનેસ પાર્ટનર છું, મને આ અંગે વધુ કંઈ ખબર નથી.
ભારત છોડીને થાઈલેન્ડ ભાગેલા લૂથરા બ્રધર્સ
ક્લબના બે માલિક તેમ જ સગા ભાઈ, સૌરભ લૂથરા અને ગૌરવ લૂથરા, આગ લાગ્યા બાદ થોડા જ સમયમાં દિલ્હીથી થાઈલેન્ડ ભાગી ગયા હતા. ઇન્ટરપોલે બંનેના વિરોધમાં બ્લૂ કોર્નર નોટિસ જાહેર કરી છે અને ભારત સરકારે બંનેનો પાસપોર્ટ રદ કરી દીધો છે. જણાવવાનું કે ગોવાના આ નાઇટ ક્લબના અન્ય એક માલિક સુરિંદર કુમાર ખોસલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે, જે ભારતીય નહીં પરંતુ બ્રિટિશ નાગરિક છે.