નવી દિલ્હીઃ મહેમૂદ ગજનવીએ ભારત પર કેટલા હુમલા કર્યા? કેટલીવાર ખજાના લૂટ્યા? કેટલાં મંદિરોને તોડ્યાં? NCERTએ આ તમામ મુદ્દાઓ પર આધારિત નવો પાઠ તૈયાર કર્યો છે, જેને હવે ધોરણ સાતના વિદ્યાર્થીઓ ભણશે. તાજેતરમાં રિલીઝ થયેલી NCERT ધોરણ સાતની સોશિયલ સાયન્સની નવી પુસ્તિકામાં ‘ગજનવીના હુમલા’ પરનો વિભાગ વધારે વિસ્તૃત બનાવવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓને મહેમૂદ ગજનવી વિશે વિગતવાર માહિતી મળી શકશે. પહેલી પુસ્તિકામાં તેનો માત્ર એક નાનો પરિચ્છેદ જ હતો.
મહેમૂદ ગજનવીએ ભારત પર કેટલા હુમલા કર્યા?
નવી પુસ્તિકામાં જણાવવામાં આવ્યું છે કે મહેમૂદ ગજનવીએ ભારત પર 17 વાર હુમલો કર્યા હતા. દરેક વખતે તે શહેરોને લૂંટી ખજાનો લઈને પાછો ચાલ્યો જતો હતો. આ પુસ્તિકામાં મથુરા, કન્નૌજ અને સોમનાથ પર કરેલાં હુમલા અને લૂંટફાટ વિશે વિગતવાર લખાયું છે.
ગજનવીએ મંદિરોને બનાવ્યાં નિશાન
ધોરણ સાતની નવી પુસ્તિકા કહે છે કે પોતાની શક્તિ વધારવા અને સંપત્તિ એકઠી કરવા માટે તેણે મંદિરોને નિશાન બનાવ્યાં. ‘ગજનવીના હુમલા’ નામનો આ નવો વિભાગ છ પાનાંનો છે, જેમાં ચિત્રો અને જાણકારીના બોક્સ સામેલ છે. તેમાં મથુરા, કન્નૌજ અને ગુજરાતના સોમનાથ મંદિર પર થયેલાં અભિયાનોની વિગતો આપવામાં આવી છે.

આ પુસ્તિકામાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે આજનું સોમનાથ મંદિર 1950માં ફરીથી બનાવવામાં આવ્યું હતું અને તેની ઉદઘાટન વિધિ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે કરી હતી – સાથે જ વિદ્યાર્થીઓને વિચાર કરાવવામાં આવ્યું છે કે તે માટે જનતાથી દાન શા માટે લેવામાં આવ્યું હશે.
હિંસા અને ધાર્મિક કારણો
આ પુસ્તિકા મહેમૂદના હુમલાઓનાં ક્રૂર પરિણામો બતાવવામાં અચકાતી નથી. તેમાં ‘હજારો સામાન્ય લોકોનો હત્યાકાંડ’ અને બાળકો સહિતના કેદીઓને પકડીને મધ્ય એશિયાનાં ગુલામ બજારોમાં વેચી દેવાના ઉલ્લેખ છે.


નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજ્યમાં આ દળ પોલીસના પૂરક બળ તરીકે ઉત્તમ કામગીરી કરી રહ્યું છે. હોમગાર્ડઝના જવાનો માનદ સેવા આપીને ચૂંટણી બંદોબસ્ત, ટ્રાફિક ફરજો, રાત્રી પેટ્રોલિંગ, વી.આઈ.પી. બંદોબસ્ત, ધાર્મિક/મેળા બંદોબસ્ત સહિતની દૈનિક તમામ ફરજો પોલીસ સાથે ખંતપૂર્વક નિભાવે છે. આ નિર્ણયથી હોમગાર્ડઝ સભ્યોમાં રાષ્ટ્ર-સેવા કરવા માટેનો જુસ્સો વધશે, અને તેઓ વધુ ત્રણ વર્ષ માટે પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવી શકશે.
EDના જણાવ્યાનુસાર કંપનીના MD સ્વરાજ સિંહ યાદવે ખોટી પદ્ધતિઓ અપનાવીને 222 કરોડ રૂપિયાની ગેરરીતિઓ આચરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ EDએ આરોપ લગાવ્યો છે કે યાદવે PMAY હેઠળ ઘર ખરીદદારો પાસેથી વસૂલી થયેલી રકમ યોજનાના હેતુઓથી વિરુદ્ધ શેલ કંપનીઓ મારફતે બહાર મોકલી દીધી. આરોપ મુજબ કંપનીએ એક જ ફ્લેટને વારંવાર વધુ કિંમતમાં વેચીને અને કેશ પ્રીમિયમ તરીકે મોટી રકમ વસૂલ કરીને –ડબલ કિંમત વસૂલ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશભરમાં ’હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સમગ્ર દેશમાં ખાદીનું વેચાણ કરનાર રાજ્ય તરીકે અગ્રેસર બની રહ્યું છે. ખાદી બોર્ડ સાથે સંકળાયેલી સંસ્થાઓ દ્વારા ગ્રામીણ કારીગરોને રોજગારી પૂરી પાડીને તેમજ વિરાસતરૂપી આ કળાને જીવંત રાખીને રાજ્યના આર્થિક-સામાજિક વિકાસમાં ખુબ જ મહત્વનું યોગદાન આપવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ખાદી ઉત્પાદન સાથે સંકળાયેલી માન્ય સંસ્થાઓને અન્ય યોજનાઓ દ્વારા પણ વિવિધ સહાય આપવામાં આવે છે. આમ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશભાઇ પટેલ અને રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરના સબળ નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ખાદીના ઉત્પાદન અને ઉપયોગને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત અને સુદ્રઢ કરવામાં આવી રહ્યો છે.
-ઓર્ડિનેશન વધુ મજબૂત કરવા વિડિઓ કોન્ફરન્સ મારફતે યોજાયેલી આ બેઠકમાં સીઆઈડી ક્રાઈમ ડીજીપી, પોલીસ કમિશનર, તમામ રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડાઓ સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ જોડાયા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ “ઓપરેશન મ્યૂલ હન્ટ” ડ્રાઇવ અંતર્ગત સાયબર ક્રાઈમ પ્રિવેન્શન અને ડિટેક્શનને વધુ વેગ આપવા અને તમામ એકમો વચ્ચેનું સંકલન મજબૂત બનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો.
આ બેઠક દરમિયાન નાયબ મુખ્યમંત્રી દ્વારા એક મહત્વની બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે પોલીસ કાર્યવાહીમાં કોઈ નિર્દોષ નાગરિકને બિનજરૂરી હેરાનગતિ ન થાય. જે ખાતાધારકનું સાઇબર ક્રાઇમમાં કોઈ કનેક્શન ન હોય, માત્ર ખાતામાં પૈસા આવ્યા હોય, તેમનું યોગ્ય વેરિફિકેશન કરવામાં આવે. નિર્દોષ નાગરિકો સાથે બિનજરૂરી હેરાનગતિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા આદેશ આપવામાં આવ્યા છે.






