અભિનેતા ધર્મેન્દ્રનું 90મા જન્મદિવસના થોડા દિવસો પહેલા 24 નવેમ્બર, 2025 ના રોજ અવસાન થયું. હવે, દેઓલ પરિવાર હી-મેનની પુણ્યતિથિને ખાસ રીતે ઉજવવાની તૈયારી કરી રહ્યું છે.
આ વર્ષે દેઓલ પરિવાર ધર્મેન્દ્રના 90મા જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ સમય અને ભાગ્યની યોજના કંઈક અલગ જ હતી. દુઃખની વાત છે કે, આ હી-મેનનું તેમના જન્મદિવસના થોડા દિવસો પહેલા જ અવસાન થયું. દિવંગત અભિનેતા ધર્મેન્દ્રની જન્મજયંતિ 8 ડિસેમ્બરે આવે છે. દેઓલ પરિવાર તેને યાદગાર રીતે ઉજવવાની તૈયારી કરી રહ્યો છે.
આ કાર્યક્રમ ખંડાલાના એક ફાર્મહાઉસમાં યોજાશે. અભિનેતા ધર્મેન્દ્રનો 90મો જન્મદિવસ ખંડાલાના તેમના ફાર્મહાઉસમાં ઉજવવામાં આવશે. સની દેઓલ અને બોબી દેઓલ તેમના પિતાના 90મા જન્મદિવસની ઉજવણી ભવ્ય રીતે કરવાનું આયોજન કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ આ ઉજવણીમાં ધર્મેન્દ્રના ચાહકોને પણ સામેલ કરશે. હિન્દુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ મુજબ, સની દેઓલ અને બોબી દેઓલે આ ખાસ દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવાનું નક્કી કર્યું છે.
ચાહકો પણ આ ઉજવણીનો ભાગ બનશે.
અહેવાલો અનુસાર સની દેઓલ અને બોબી દેઓલ, પરિવારના સભ્યો સાથે ધર્મેન્દ્રના વારસાને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના 90મા જન્મદિવસની ઉજવણી કરવાનું આયોજન કરી રહ્યા છે. આ કાર્યક્રમ અભિનેતાના ખંડાલા સ્થિત ફાર્મહાઉસમાં યોજાશે. દિવસને ખાસ બનાવવા માટે ચાહકો પણ તેમાં સામેલ થશે. આ દિવસે ફાર્મહાઉસ ચાહકો માટે તેના દરવાજા ખોલશે.
આ કાર્યક્રમની તૈયારીઓ શરૂ
અભિનેતા ધર્મેન્દ્રના અવસાન પછી ચાહકો તેમને છેલ્લી વાર જોઈ શક્યા નહીં. પરિવારે ઉતાવળમાં ગુપ્ત રીતે તેમના અંતિમ સંસ્કાર કર્યા. અહેવાલો અનુસાર દેઓલ પરિવારે વિચાર્યું કે ઘણા ચાહકો ધર્મેન્દ્રને છેલ્લી વાર મળવા અથવા જોવાની તક ઇચ્છતા હતા. તેથી, દિગ્ગજ અભિનેતાની 90મી જન્મજયંતિ પર તેમણે ફાર્મહાઉસના દરવાજા એવા ચાહકો માટે ખોલવાનો નિર્ણય લીધો છે જેઓ આવવા, શ્રદ્ધાંજલિ આપવા અને પરિવારને મળવા માંગે છે. આ સરળ કાર્યક્રમની તૈયારીઓ પહેલાથી જ શરૂ થઈ ગઈ છે. નોંધનીય છે કે ગત વર્ષે ધર્મેન્દ્રનો 89મો જન્મદિવસ પણ પરિવાર દ્વારા ખાસ રીતે ઉજવવામાં આવ્યો હતો, જ્યાં ઘણા ચાહકોએ પણ મુલાકાત લીધી હતી
નવી દિલ્હીઃ દલાએ વાડીને પૂછ્યું હતું કે વાડી રે વાડી રીંગણાં લઉં બે,ચાર, ત્યારે વાડીએ (સ્વયં) કહ્યું, લોને દસ બાર… અરુણાચલ પ્રદેશના મુખ્ય મંત્રી પેમા ખાંડુના નજીકનાં સગાંઓને વર્ષ 2012થી 2023 વચ્ચે તવાંગ જિલ્લામાં 146 સરકારી કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યા હતા. આ કોન્ટ્રેક્ટોની કુલ કિંમત 383.74 કરોડ રૂપિયા હતી. પેમા ખાંડુના જેમને આ કોન્ટ્રેક્ટ મળ્યા હતા, તેમાં તેમની પત્ની સેરિંગ દોલમા, તેમના ભાઈ તાશી ખાંડુ અને ભાભી નિમા ડ્રેમાની કંપનીઓનો સમાવેશ થાય છે. આ માહિતી સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલા એફિડેવિટમાં સામે આવી છે.
પેમા ખાંડુનાં સગાંઓને મળેલા કુલ કોન્ટ્રેક્ટોમાંથી 16.83 કરોડ રૂપિયાના 59 કોન્ટ્રેક્ટ વર્ક ઓર્ડરને આધારે આપવામાં આવ્યા હતા, એટલે કે આ માટે જાહેર ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં નહોતાં.
કયા કામ માટે આપવામાં આવ્યા કોન્ટ્રેક્ટ્સ?
આ કોન્ટ્રેક્ટસ રસ્તાઓ, પૂલો, નાળાઓ, સિંચાઈ ચેનલો, વીજ લાઇનો, રિટેઇનિંગ વોલ, સમુદાય ભવન, સાંસ્કૃતિક કેન્દ્રો, રહેણાક ક્વાર્ટરો, કચેરી અને વ્યાવસાયિક મકાનો, પ્રવાસન સુવિધાઓ, યુદ્ધ સ્મારક વગેરેના નિર્માણ અથવા જાળવણી સંબંધિત હતા.
કોંગ્રેસ સરકારમાં ઉત્તર-પૂર્વની અવગણના થઈ હતી
સુપ્રીમ કોર્ટે આ વર્ષે માર્ચમાં અરુણાચલ સરકારને સંપૂર્ણ માહિતી આપવા સૂચના આપી હતી. અરુણાચલ સરકારે શપથપત્રમાં આપેલી માહિતીની સમીક્ષા કરી હતી. એ પહેલાં ગયા વર્ષે દાખલ કરવામાં આવેલી જનહિત અરજીમાં સેવ મોન રિજિયન ફેડરેશન અને વોલન્ટરી અરુણાચલ સેનાએ આરોપ લગાવ્યો હતો કે સરકારી કામના ઓર્ડર મુખ્ય મંત્રીના પરિવાર સાથે જોડાયેલી કંપનીને અપાયા હતા.
અરુણાચલ પ્રદેશની આ બંને સંસ્થાઓએ કોર્ટને કોન્ટ્રેક્ટની ફાળવણીની CBI અથવા SIT દ્વારા તપાસ કરાવવા આદેશ આપવા વિનંતી કરી હતી. કોર્ટનો આદેશ 2 ડિસેમ્બરએ સુપ્રીમ કોર્ટે અરજદારના વકીલ પ્રશાંત ભૂષણની આ દલીલને ધ્યાનમાં લીધી હતી કે રાજ્ય સરકારે આપવામાં આવેલી માહિતી અધૂરી અને જૂની છે. કોર્ટે અરુણાચલને 2015થી 2025 વચ્ચેના તમામ જિલ્લાઓની સંપૂર્ણ યાદી આઠ અઠવાડિયામાં આપવા સૂચના આપી હતી.
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાની મોનેટરી પોલિસી કમિટી (MPC)એ દ્વિમાસિક ધિરાણ નીતિની સમીક્ષા કરતાં મહત્ત્વના રેપો રેટ (વ્યાજ દરો)માં 0.25 ટકાનો કાપ મૂક્યો છે. જેને કારણે રેપો રેટ 5.50 ટકાથી ઘટીને 5.25 ટકા પર આવી ગયો છે. આ નિર્ણય એવા સમયમાં આવ્યો છે જ્યારે મોંઘવારી રેકોર્ડ નીચલા સ્તરે છે. બેન્કના આ નિર્ણયથી હોમ લોન, ઓટો લોનની EMI ઘટશે.
રેપો રેટ ઓછો થવાની સીધી અસર સામાન્ય લોકોની ખિસ્સાં પર પણ પડે છે. હોમ લોન, કાર લોન અને બીજી રિટેલ લોનની EMI આવતા સમયમાં ઓછી થશે. જોકે બેન્કો આ રાહત ગ્રાહકો સુધી કેટલી ઝડપથી પહોંચાડે છે તે જોવાનું રહેશે.આ કાપથી બજારમાં પણ સકારાત્મક માહોલ સર્જાવાની આશા છે કારણ કે ઓછા વ્યાજ દરો રોકાણ અને ખર્ચ બંનેને પ્રોત્સાહિત કરે છે. કુલ મળીને RBIનું આ પગલું વૃદ્ધિને આગળ ધપાવવાના અને આર્થિક પ્રવૃત્તિઓને ગતિ આપવા તરફનો મોટો સંકેત માનવામાં આવે છે.
RBIએ પોતાની પોલિસીમાં GDP વૃદ્ધિના અંદાજમાં વધારો કર્યો છે. હવે FY26 માટે RBI 7.3 ટકાની વૃદ્ધિ અંદાજી છે
શહેરી માગ, રોકાણ અને કૃષિ – ત્રણેય મોરચાઓ પર મજબૂત સંકેત
RBI ગવર્નરે પેલિસીમાં સ્પષ્ટ રીતે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા અનેક મોરચાઓ પર સારું પ્રદર્શન કરી રહી છે. દેશમાં શહેરી માગમાં સતત સુધારો થઈ રહ્યો છે, એટલે કે શહેરોમાં ખરીદી, સેવાઓની માગ અને વપરાશ ઝડપથી વધી રહ્યો છે. તેનો સીધો અર્થ એ છે કે અર્થતંત્રમાં ફરીથી ચેતનાનો સંચાર થઈ રહ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે રોકાણ પ્રવૃત્તિઓમાં મજબૂતી આવી રહી છે. કંપનીઓના કેપેક્સ પ્લાન્સ, નવા પ્રોજેક્ટો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ વધી રહ્યો છે. જેને કારણે આગામી સમયમાં રોજગાર, ઉત્પાદન અને આર્થિક પ્રવૃત્તિઓમાં વધુ તેજી આવવાની અપેક્ષા છે. કૃષિ ક્ષેત્ર વિશે પણ તેમણે સકારાત્મક સંકેત આપ્યા હતા. રવી અને ખરીફ – બંને સીઝનમાં વાવેતર સારું થયું છે, જે આગળ જઈને અન્ન ઉત્પાદન અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવશે.
કોઈને આત્મહત્યા કરવાનો શોખ થોડો જ હોય? કોઈ એવા સપના પણ ન જોતું હોય કે ભવિષ્યમાં મારે આત્મહત્યા કરવી છે. તો પછી માણસ આત્મહત્યા કેમ કરે છે? આપણા શાસ્ત્રોમાં પણ આત્મહત્યાને નકારાત્મક ગણેલ છે અને નૈતિક રીતે પણ તે યોગ્ય નથી જ. પણ માણસ જયારે હતાશાની એક હદ પાર કરી જાય ત્યારે તેને પોતાનું જીવન પૂરું કરી નાખવાના વિચારો આવે છે. તો જે વ્યક્તિએ આવા સંજોગો ઉભા કર્યા એ હત્યાનો ગુનેગાર ગણી શકાય. પણ મોટાભાગે આવી બાબતોને અવગણવામાં આવે છે. વળી જે રીતે માણસનો સ્વભાવ સ્વાર્થી અને સ્વકેન્દ્રિત થઇ રહ્યો છે તે રીતે ગુનાખોરી પણ વધતી દેખાય છે. આ સમાજના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.
મિત્રો, આ વિભાગ આપનો જ છે આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: હું એક સંસ્થામાં ડ્યુઅલ ડીગ્રીમાં વિદ્યાર્થી છું. મારા શિક્ષકે ગ્રેજ્યુએશન કોઈ અલગ વિષયમાં કરીને ખબર નહિ ક્યાં માસ્ટર્સ ખાલી અમારા વિષયમાં કરેલું એટલે એમને કશું આવડતું ન હતું. આખા વરસમાં માત્ર બે ક્લાસ થયા. એમણે યુનિવર્સિટી પરીક્ષાનું પેપર અને જવાબ આપી દીધા એટલે જેમતેમ પાસ થઇ જવાયું. બીજા વરસમાં એમણે પહેલા વરસની માફક જ ઇન્ટરનલ પરીક્ષા વિના બારોબાર માર્ક મૂકી દીધા અને કશું જ ન ભણાવ્યું. મારા સિવાય બધાએ છોડી દીધું અને મને પેપર આપ્યું હોવા છતાં કશું યાદ ન રહ્યું એટલે મેં પરીક્ષા ન આપી. મારી ફી ગઈ.
અંતે મેં પણ છોડી દેવાનો વિચાર કર્યો. અચાનક કોલેજમાંથી ફોન આવ્યો કે એક નવા શિક્ષક આવ્યા છે. તમે શરૂઆતમાં મફતમાં ભણો. સારું લાગે તો ફી ભરજો. મને શીખવા મળ્યું એટલે અમે બધાએ ફી ભરી. બીજા જ દિવસે ખબર પડી કે પેલા શિક્ષક તો થોડા સમય માટે જ આવ્યા હતા. હવે સંસ્થામાં કોઈ શિક્ષક છે જ નહિ. પૂછવા જઈએ તો કહે છે કે પેપર આપી દઈશું. અમારો વિષય પ્રેક્ટીકલનો છે. કશું આવડે નહિ તો કામ કોણ આપે? અમારી આર્થિક સ્થિતિ સારી નથી. તપાસ કરતા ખબર પડી કે આખા કેમ્પસની આવી સ્થતિ છે. કોઈને પગાર નથી આપતા. એટલે શિક્ષકો નથી આવતા. હવે મારા ભવિષ્યનું શું. આત્મહત્યાના વિચારો આવે છે.
જવાબ: ડ્યુઅલ ડીગ્રી કરવામાં જોખમ જ છે. બે વિષય સાથે કરવામાં બંને વિષયના અભ્યાસમાં સફળતા મળતી નથી. ક્યારેક વધારે લેવા જવામાં હાથમાં કશું જ આવતું નથી. તમે એક વખત છેતરાયા પછી પણ તમે એ જ ભૂલ કરી એ નવાઈ લાગે છે. બે વરસ ભણ્યા વિના પાસ કરી દેવાની સીસ્ટમ જોયા પછી પણ તમે ફી ભરી એ નવાઈનો વિષય છે. વળી કોઈ પણ ડીગ્રી યોગ્ય જ્ઞાન વિના નક્કામી જ છે. અમેરિકામાં અમુક સંસ્થા ડીગ્રીને પ્રાધાન્ય નથી આપતી. તમારી આવડત જોવાય છે. ગયા અઠવાડિયે જ એક ડ્રામા કલાકારને મળવાનું થયું. એની પાસે ઘણું કામ છે પણ એ વર્કશોપ કરી કરીને શીખ્યો છે. જેને શીખવું જ છે એના માટે કોઈ બંધનો નથી. બાકી દેખાડા માટેની ડીગ્રી જ જોઈતી હોય તો પછી તમે જે કરો છો એ બરાબર છે. ડિપ્રેસ થવાનો અર્થ નથી. આ ઘટનાને દુ:સ્વપ્ન ગણીને નવો રસ્તો શોધો. ફરી આવી લોભામણી વાતોમાં ન આવશો.
સવાલ: અમારી સોસાયટીમાં મેનેજર મને સતત મેસેજ કરતો હતો. એટલે મેં એને અવોઇડ કર્યો. હવે જરૂરી કામ હોય ત્યારે એ મારા ફોન નથી ઉપાડતો. એ રિસાયો છે. આમાં વાસ્તુનો કોઈ પ્રશ્ન હોઈ શકે?
જવાબ: મેનેજરની બેસવાની જગ્યા એને લાગણીપ્રધાન બનાવે છે. એનું કામ છે સોસાયટીના મેમ્બર્સને અનુકુળ થવાનું. એ તમારાથી રિસાય એ બરાબર નથી. બેસીને વાત કરો. એની બેઠક ઈશાનમાં ઉત્તરમુખી છે. યોગ્ય વ્યવસ્થા માટે એણે પૂર્વમુખી બેસવું જરૂરી છે.
એક મધ્યમવર્ગી મરાઠી માણૂસ. માણસ તો શું, કિશોર. નાટકકંપની-ફિલ્મસ્ટુડિયોમાં સ્પૉટ બૉયથી કારકિર્દી શરૂ કરે છે… ને આગળ જતાં ભારતીય સિનેમાને નવી દિશા આપે છે, સિનેમા-ઈતિહાસમાં એક ઝળાંહળાં સોનેરી પ્રકરણ લખે છે.
નામઃ શાંતારામ રાજારામ વન્કુદ્રે. 1901માં કોલ્હાપુર નજીક એક ગામડામાં જન્મ. કિશોરાવસ્થામાં કોલ્હાપુરની પ્રખ્યાત ‘ગંધર્વ નાટક કંપની’માં તથા 1920માં મૂક ચિત્રપટના કાળમાં ‘મહારાષ્ટ્ર ફિલ્મ કંપની’માં પ્રવેશ મેળવી નાનાંમોટાં કામ કર્યાં ને પછી અભિનય કર્યો, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ભારતીય ચલચિત્ર-નિર્માતા, દિગ્દર્શક તથા અભિનેતા બન્યા.
ભારતીય સિનેમાના કેટલાક આધારસ્તંભમાંના એક એવા શાંતારામજીએ ‘દો આંખેં બારહ હાથ,’ ‘ગીત ગાયા પત્થરોંને,’ ‘ઝનક ઝનક પાયલ બાજે,’ ‘દુનિયા ના માને,’ ‘નવરંગ,’ ‘ડો. કોટનીસ કી અમર કહાની,’ ‘પિંજરા’ જેવી અણમોલ ફિલ્મો આપીને સિનેકલાની એક નવી ભાષા રચી. સાત દાયકાની કારકિર્દીમાં એમણે નિર્માણસંસ્થા ‘પ્રભાત ફિલ્મ કંપની’ તથા મુંબઈના પરેલ વિસ્તારમાં આધુનિક સુવિધાથી સજ્જ ફિલ્મસ્ટુડિયો, ‘રાજકમલ કલા મંદિર’ની સ્થાપના કરી. 27 ઑક્ટોબર, 1990ના રોજ મુંબઈમાં એમનું અવસાન થયું.
શાંતારામજીના જીવનમાં આવેલા ઉતારચડાવ, એમની નિષ્ઠા, એમનો કલાપ્રેમ, વગેરે એક મેગા બાયોપિકના રૂપમાં પરિવર્તિત થઈ રહ્યો છે. યસ, એમની પ્રેરણાદાયી ગાથા મોટા પરદા પર રજૂ થવા જઈ રહી છેઃ “વી. શાંતારામઃ ધ રેબેલ ઑફ ઈન્ડિયન સિનેમા.” બાયોપિકના નિર્માતા છેઃ શાંતારામના પૌત્ર રાહુલ કિરણ શાંતારામ, લેખક-દિગ્દર્શક છેઃ અભિજિત શિરીષ દેશપાંડે, જેમણે ‘…આણી ડૉ. કાશિનાથ ઘાણેકર’ (…અને ડૉ. કાશીનાથ ઘાણેકર) જેવી સુપરહિટ ફિલ્મ આપી. ડૉ. કાશીનાથ ઘાણેકર એટલે મરાઠી રંગભૂમિ-સિનેમાના સુપરસ્ટાર. પોતે ડેન્ટલ સર્જન હતા, પણ 1960થી 1980 સુધી એમણે રંગમંચ, રૂપેરી પરદા ગજાવ્યા.
અભિજિત કહે છે: “વી. શાંતારામ એ એક વ્યક્તિનું નામ નથી, એ તો ભારતીય ફિલ્મજગતનો ઈતિહાસ છે. એમના સંઘર્ષ, એમની નિષ્ઠા અને પ્રયોગશીલતાને પરદા પર જીવંત કરવી એ મારા માટે આધ્યાત્મિક અનુભૂતિ છે. દરેક ફ્રેમ થકી એમનું કતૃત્વ પ્રેક્ષક સુધી પહોંચે એવી મારી ઈચ્છા છે.”
-અને ફિલ્મમાં વી. શાંતારામ બનશે સિદ્ધાંત ચતુર્વેદી, જે એની કારકિર્દી માટે ગેમચેન્જર બની શકે એવું કેટલીક ઝલક જોતાં લાગ્યા વિના રહે નહીં. કોઈ ચિત્રકાર કૅન્વાસ પર પીંછીનો પ્રથમ લસરકો કરે એમ સિદ્ધાંતના ‘વી. શાંતારામ…’ના પોસ્ટરની ઝલક રજૂ થતાં જ હૈયું ધબકારા ચૂકી ગયું. એ વિન્ટેજ સૌંદર્ય, પ્રભાવશાળી દ્રશ્યો અને પાત્રનું ઊંડાણ… પોસ્ટર પરથી ખ્યાલ આવે છે કે બાયોપિકનું ફલક કેટલું વિશાળ હશે અને સિદ્ધાંતનું સમર્પણ કેવું અદ્વિતીય હશે.
તો, સિદ્ધાંત કહે છેઃ “પરદા પર શાંતારામજીની કથા માંડવાનો આ ઉત્તમ સમય છે. એ શાંતારામ, જેમણે સિનેકલાની સાધના ખાતર સામા પ્રવાહે તરીને પોતાનું એક સ્થાન કંડાર્યું. આવા દિગ્ગજના જીવન પરથી ઊતરનારી ફિલ્મમાં કામ કરવાના મારા અનુભવનું શબ્દોમાં વર્ણન થઈ શકે એમ નથી.”
શાંતારામજીએ પોતાની નિર્માણસંસ્થા ‘પ્રભાત ફિલ્મ કંપની’ હેઠળ કેટલીક ભક્તિરસવાળી ફિલ્મો બનાવી, પણ અમુક ફિલ્મના વિષયવસ્તુ જરા અજીબ લાગે છે. જેમ કે, બે ઘનિષ્ઠ મિત્રો- એક હિંદુ એક, મુસ્લિમ વચ્ચે ઝઘડાના વિષયવાળી ‘પડોશી’ અને દહેજની કૂપ્રથા પર પ્રહાર કરતી ‘દહેજ’ જેવી ફિલ્મો… ‘દો આંખ બારહ હાથ’ કેદી-સુધારણા અથવા જેલ-સુધારણાના વિષય માટે પ્રસિદ્ધ છે. ક્યારેક રૂપક જેવી તો ક્યારેક ઉપદેશાત્મક… આમ છતાં, આનાથી ભારતીય ફિલ્મઈતિહાસમાં વી. શાંતારામનું મહત્વ જરાય ઓછું થતું નથી. અનેક રીતે એ સાચા પ્રણેતા હતા.
અભિજિત દેશપાંડેની બાયોપિક શાંતારામજીની સિનેયાત્રાને મૂક ચિત્રપટના જમાના (સાઈલન્ટ એરા)થી રંગીન સિનેમાના સુવર્ણકાળ સુધી સજીવ રૂપે દર્શાવશે. આ ભવ્ય વારસાને મોટા પડદા પર પુનર્જીવિત કરવાની જવાબદારી અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીના સશક્ત અને સમર્પિત ખભા પર છે, જેના પર મારા જેવા દર્શકને શ્રદ્ધા છે.
શાંતારામજીએ સર્જેલી ‘અયોધ્યાચા રાજા’ મરાઠી ભાષાની સૌપ્રથમ ટોકી ફિલ્મ (બોલપટ).
એમણે ડિરેક્ટ કરેલી ‘સૈરંધ્રી’ (1933) ભારતની પ્રથમ કલર ફિલ્મ ગણાય છે. જો કે તેનું પ્રોસેસિંગ જર્મનીમાં થયું હતું, અને એની ગુણવત્તા એટલી સારી નહોતી.
મ્યુઝિક કંપનીઓ જ્યારે ફિલ્મનાં ગીતોની રેકોર્ડ બહાર પાડવા પ્લેબેક સિંગર્સ પાસે અલગથી રેકોર્ડિંગ કરાવતી એ સમયમાં ‘સૈરંધ્રી’ માટે શાંતારામજીએ ફિલ્મસંગીત સીધું ટેપ પર રેકોર્ડ કરાવ્યું હતું.
તેમની ફિલ્મ ‘અમૃતમંથન’ જ્યુબિલી રેકોર્ડ કરનારી પહેલી ભારતીય ફિલ્મ હતી.
શાંતારામજીએ પોતાની મૂળ ફિલ્મની પહેલાં દર્શાવવા ભારતની સૌપ્રથમ કાર્ટૂન ફિલ્મ બનાવી, પરંતુ ડિસ્ટ્રિબ્યુટરોએ એમાં ખાસ રસ ન બતાવતાં એમણે આવી શોર્ટ ફિલ્મ બનાવવાનું બંધ કર્યું.
એમની ફિલ્મ ‘શકુંતલા’ બોક્સ ઑફિસ પર 100 અઠવાડિયા ચાલનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની.
‘શકુંતલા’ કમર્શિયલી અમેરિકામાં રીલિઝ થનાર પ્રથમ ભારતીય ફિલ્મ હતી.
તેમની ફિલ્મ ‘દહેજ’થી પ્રભાવિત થઈને સૌપ્રથમ બિહાર રાજ્યે દહેજવિરોધી ખરડો પસાર કર્યો, ત્યાર બાદ લોક સભાએ પણ આ કાયદો સ્વીકાર્યો.
‘ઝનક ઝનક પાયલ બાઝે’ના પ્રચાર માટે શાંતારામજી પોતે ભારતનાં વિવિધ શહેરોની ટૂર કરેલી.
Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાલમ એરપોર્ટ પર પુતિનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રીએ પહેલા રશિયન રાષ્ટ્રપતિને ગળે લગાવ્યા અને પછી હાથ મિલાવ્યા. આ દરમિયાન, બંને નેતાઓ વચ્ચે આકર્ષક કેમેસ્ટ્રી જોવા મળી. ભારતમાં પહોંચતા પહેલા પુતિને કહ્યું હતું કે, “હું મારા મિત્ર નરેન્દ્ર મોદીને મળવા માટે આતુર છું.