Home Blog Page 413

શ્રીલંકાને સડેલો, એક્સપાયર ખાદ્ય માલસામાન મોકલતાં પાકિસ્તાનની ફજેતી

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની બેશરમીને કારણે હવે વિશ્વમાં તેની ફજેતો થઈ રહ્યો છે. પાકિસ્તાનની સરકારે તુર્કી પછી હવે શ્રીલંકા સાથે પણ એક મોટો દગો કર્યો છે કોલંબોના અધિકારીઓના જણાવ્યા મુજબ પાકિસ્તાનને ફરી એક વાર શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે, કારણ કે શ્રીલંકાને મોકલવામાં આવેલી માનવીય સહાયની ખેપમાં એવી ચીજવસ્તુઓ મળી આવી છે, જે એક્સપાયરી તારીખ પહેલેથી જ પૂર્ણ થઈ ગઈ હતી. તેમાં મેડિકલ સપ્લાય, ખોરાકના પેકેટ્સ અને જરૂરી માલસામાન સામેલ હતો.

પાકિસ્તાનની સોશિયલ મિડિયા પર તેની ભારે ટીકા થઈ રહી છે. પાકિસ્તાને માનવીય સહાયને નામે વાવાઝોડાથી પ્રભાવિત શ્રીલંકાને એક્સપાયરી ફૂડ આઈટમ્સ મોકલી દીધી છે. શ્રીલંકામાં પાકિસ્તાની દૂતાવાસે જારી કરેલી તસવીરોમાંથી આ દગો ખુલ્લો પડી ગયો છે. પાકિસ્તાને રાહત સામગ્રીને નામે પાણી, દૂધ અને બિસ્કિટ મોકલ્યાં છે. માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ X પર આ તસવીરો જોઈને અનેક યુઝર્સે પાકિસ્તાનની આ નીચ હરકત પકડી લીધી. તેઓ તસવીરો શેર કરીને કંગાળ પાકિસ્તાનને બેનકાબ કરી રહ્યા છે. એક તરફ શ્રીલંકાની સરકાર ગુસ્સે છે, તો બીજી તરફ પાકિસ્તાનને રાજકીય શરમજનક સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

સોશિયલ મિડિયા યુઝર્સે તસવીરોને આધારે જણાવ્યું છે કે પાકિસ્તાને મોકલેલી રાહત સામગ્રીની એક્સપાયરી તારીખ ઓક્ટોબર, 2024ની છે. તેમણે પાકિસ્તાની દૂતાવાસને ટ્રોલ કરતાં લખ્યું છે કે આ સામગ્રી 10 પરિવારો માટે પણ પૂરતી નથી અને ઉપરથી તે પણ એક્સપાયરી થઈ ચૂકેલી છે. એક યુઝરે લખ્યું કે આ લોકો નીચ જાતિના છે. હિંદુ બહુમતી ધરાવતા દેશમાં ભૂકંપ વખતે બીફ મોકલવું અને હવે શ્રીલંકાને એક વર્ષ જૂનો ખોરાક મોકલવું – આ જ દર્શાવે છે તેમની નબળી માનસિકતા. 2023માં પણ તુર્કીમાં આવેલા ભૂકંપ દરમ્યાન પાકિસ્તાને એ જ રાહત સામગ્રી પાછી મોકલી હતી, જે તેને કરાચીમાં આવેલા પૂર દરમિયાન મળી હતી.

શ્રીલંકાએ પાકિસ્તાનને આકરી ઝાટકણી કાઢી

એક્સપાયરી અને બગડેલો ખોરાક જોઈને શ્રીલંકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટે અને વિદેશ મંત્રાલયને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ત્યાર બાદ શ્રીલંકા સરકારે પાકિસ્તાનને સત્તાવાર તેમ જ બિનસત્તાવાર રીતે આ સમગ્ર બનાવ અંગે વિરોધ દર્શાવ્યો છે.

સંસદમાં હોબાળાથી જનતાના પૈસાની બરબાદીઃ એક કલાકમાં હંગામાથી 2.25 કરોડ સ્વાહા

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર શરૂ થતા જ હંગામો મચી ગયો છે. સોમવારે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે વિપક્ષના જોરદાર વિરોધ વચ્ચે લોકસભા બે વાર સ્થગિત રહી અને પછી આખા દિવસ માટે સસ્પેન્ડ થઈ ગઈ હતી. મંગળવારે પણ સભાની શરૂઆત થતાની સાથે જ થોડી જ મિનિટોમાં હંગામો થયો અને લોકસભાને ફરી સ્થગિત કરવી પડી. વિપક્ષ SIRને ‘વોટ ચોરી’નો ઉપાય કહી રહ્યું છે, જ્યારે સરકાર ચર્ચાની માગને ટાળી રહી છે. એવા સમયમાં મોન્સૂન સત્રની જેમ શિયાળુ સત્ર પણ બરબાદીની તરફ વધતું દેખાઈ રહ્યું છે. આવો, સમજીએ કે સંસદમાં કેટલો સમય બરબાદ થઈ રહ્યો છે અને જનતાના કેટલા રૂપિયા ડૂબી રહ્યા છે.

મોન્સૂન સેશન: ઓછી ઉત્પાદનક્ષમતા, વધુ હંગામો

મોન્સૂન સત્ર (21 જુલાઈથી 21 ઓગસ્ટ, 2025) પણ હંગામામય રહ્યું હતું, જ્યાં વિપક્ષે SIR, ઓપરેશન સિંદૂર અને સ્પેસ પ્રોગ્રામ પર ચર્ચાની માગ કરી હતી. કુલ 21 દિવસ સુધી સત્ર ચાલુ રહ્યું, પરંતુ ઉત્પાદકતા ઘટી હતી.

  • સેશનમાં લોકસભામાં કુલ 37.1 કલાક અને રાજ્યસભામાં 49.9 કલાક કામ થયું.
  • પ્રશ્નકાળમાં લોકસભામાં 4.7 કલાક અને રાજ્યસભામાં 1.2 કલાક કામ થયું.
  • કાયદાકીય કાર્યમાં લોકસભામાં 2.9 કલાક, રાજ્યસભામાં 13.4 કલાક કામ થયું.
  • અન્ય કાર્યમાં લોકસભામાં 4.7 કલાક અને રાજ્યસભામાં નવ કલાક કામ થયું.
  • બિન કાયદાકીય કાર્યમાં લોકસભામાં 24.6 કલાક અને રાજ્યસભામાં 18.3 કલાક કામ થયું.
  • મોન્સૂન સત્ર દરમિયાન લોકસભાની ઉત્પાદકતા 29 ટકા અને રાજ્યસભાની 34 ટકા રહી.

કેટલા કલાકો બરબાદ થયા?

21 ઓગસ્ટ સુધી કુલ 21 દિવસ સત્ર ચાલ્યું. પ્રતિદિન છ કલાક પ્રમાણે 21 દિવસમાં કુલ 126 કલાક કામ થવું જોઈએ.

કેટલા પૈસા બરબાદ થયા?

2012માં પૂર્વ સંસદીય કાર્યમંત્રી પવન બન્સલના જણાવ્યા મુજબ

લોકસભાને ચલાવવા પ્રતિ મિનિટ 2.5 લાખ રૂપિયા ખર્ચ આવે છે

રાજ્યસભાને પ્રતિ મિનિટ 1.25 લાખ રૂપિયા ખર્ચ આવે છે

એ પ્રમાણે

લોકસભાના દરેક કલાકનો ખર્ચ: 1.5 કરોડ

રાજ્યસભાના દરેક કલાકનો ખર્ચ: 75 લાખ

એ પ્રમાણે અત્યાર સુધી

લોકસભામાં: 133 કરોડ 35 લાખ રૂપિયા બરબાદ

રાજ્યસભામાં: 57 કરોડ રૂપિયા બરબાદ

 

શિયાળુ સત્ર: બે જ દિવસમાં હંગામો ચરમ પર

સોમવાર (1 ડિસેમ્બર)

નાણામંત્રી નિર્મલા સીતારામને ‘મણિપુર GST (બીજું સુધારણ) બિલ, 2025’ રજૂ કર્યું, જે પસાર થયું. રાજ્યસભામાં પણ SIR અંગે વોકઆઉટ થયું. આખો દિવસ સત્ર સ્થગિત રહ્યું.

મંગળવાર (2 ડિસેમ્બર)

સવારે 11 વાગ્યે સભા શરૂ થઈ, પણ વિપક્ષના ‘વોટ ચોરી’ના નારાઓ વચ્ચે થોડા જ મિનિટોમાં લોકસભા સ્થગિત કરવી પડી.

ઇમરાન ખાન પરનું સસ્પેન્સ હવે પૂરૂ, બહેનને મળવાની મંજૂરી મળી

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન ક્યાં ગયા છે? શું તેઓ સુરક્ષિત છે કે સ્વસ્થ છે? 4 નવેમ્બરથી પરિવારના કોઈ સભ્ય કે વકીલે તેમને અદિયાલા જેલમાં મળવા ગયા નથી. આ જ કારણ છે કે મંગળવારે ઇમરાન ખાનની બહેનો અને સમર્થકોએ ઇસ્લામાબાદ હાઇકોર્ટ અને રાવલપિંડીની અદિયાલા જેલની બહાર મોટા પાયે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. સ્થાનિક અહેવાલો અનુસાર, વિરોધ પ્રદર્શનો પછી, ઇમરાન ખાનની એક બહેનને તેમને મળવાની પરવાનગી આપવામાં આવી છે. એ કહેવું સલામત છે કે કદાચ ઇમરાન ખાનના સ્વાસ્થ્યને લગતો સસ્પેન્સ હવે સમાપ્ત થઈ જશે.

પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) ના કાર્યકરો, સાંસદો અને નેતાઓનો મોટો ટોળો ઇસ્લામાબાદ હાઇકોર્ટની બહાર એકઠા થયો હતો અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. PTI ના એક પ્રદર્શનકારીએ કહ્યું, “આ સરકાર હવે સૂઈ શકતી નથી. અમે ઇમરાન ખાનને મુક્ત કરાવીશું. જ્યાં સુધી ઇમરાન ખાનની બહેનોને તેમને મળવાની મંજૂરી નહીં મળે ત્યાં સુધી અમે અહીં રહીશું.

અદિયાલા જેલ બહાર ભારે વિરોધ પ્રદર્શન

કોર્ટના આદેશ છતાં, ઇમરાન ખાનની બહેનો અને વકીલોને તેમને મળવા દેવામાં આવી રહ્યા નથી. આ દરમિયાન, અદિયાલા જેલની બહાર, ઇમરાન ખાનના સમર્થકોએ ભૂતપૂર્વ વડા પ્રધાનની મુક્તિની માંગણી સાથે ભારે વિરોધ પ્રદર્શન કર્યું. ઇમરાન ખાનની ત્રણ બહેનો – અલીમા ખાન, નૂરીન ખાન અને આઝમી ખાન – હવે તેમની સ્થિતિ અંગે શંકા વ્યક્ત કરી રહી છે. ત્રણેય બહેનો પણ અદિયાલા જેલની બહાર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં જોડાઈ હતી. અગાઉ, ઇમરાન ખાનના પુત્રએ રોઇટર્સને જણાવ્યું હતું કે તેમના પિતા સાથે કંઈક અફર થયું છે. આ જ કારણ છે કે સરકાર કોઈને પણ તેમને મળવાની મંજૂરી આપી રહી નથી.

શું ખૈબર પખ્તુનખ્વામાં ઇમરાન ખાનની પાર્ટીની સરકાર બરતરફ કરવામાં આવશે?

એ નોંધવું જોઈએ કે છેલ્લા ઘણા દિવસોમાં ઇમરાન ખાનના કોઈ ફોટા સામે આવ્યા નથી, કે કોઈએ તેમને મળ્યા પછી તેમના સ્વાસ્થ્યની ખાતરી આપી નથી. ભૂતપૂર્વ વડા પ્રધાન સામે ચાલી રહેલા વિરોધ વચ્ચે, અહેવાલો પણ જોર પકડી રહ્યા છે કે ખૈબર પખ્તુનખ્વામાં ઇમરાન ખાનની પાર્ટીની સરકારને બરતરફ કરી શકાય છે અને રાજ્યપાલ શાસન લાદી શકાય છે. ખરેખર, ખૈબર પખ્તુનખ્વાના મુખ્ય પ્રધાન સોહેલ આફ્રિદી ઇમરાનની મુક્તિ માટે જોરદાર સમર્થન આપી રહ્યા છે.

સેવા, સમર્પણ, સખાવત દ્વારા રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપતો પારસી સમુદાય

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પારસી ધર્મગુરુઓનો ગૌરવપૂર્ણ સન્માન સમારંભ યોજાયો. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે પારસી ધર્મગુરુઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ પ્રસંગ જણાવ્યું હતું કે રાષ્ટ્રનિર્માણમાં પારસીઓનું મહામૂલું યોગદાન રહ્યું છે અને સખાવતનું બીજું નામ પારસી છે. ભૂપેન્દ્રભાઈ પટેલે પારસી સમાજની સેવા અને સમર્પણની ભાવનાની સરાહના કરી હતી.આ સન્માન સમારંભનું આયોજન અરીઝ ખંભાતા બનેવોલન્ટ ટ્રસ્ટ (AKBT) દ્વારા કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટી પીરુઝ ખંભાતાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને સાકાર કરે છે. AKBT આરોગ્ય, શિક્ષણ અને સમાજ કલ્યાણના ક્ષેત્રોમાં વંચિત સમુદાયના ઉત્થાન માટે સમર્પિત છે અને HIVગ્રસ્ત લોકોના કલ્યાણ માટે પણ નોંધપાત્ર કાર્ય કરે છે. આ પ્રસંગે ટ્રસ્ટે પારસી સમાજમાં ધાર્મિક શિક્ષણમાં આગળ વધતા યુવાનો માટે નવી શિષ્યવૃત્તિની જાહેરાત પણ કરી હતી. મુખ્યમંત્રીએ આ તકે પારસી સમાજના દિગ્ગજો જેવા કે મેડમ ભિખાઈજી કામા, હોમી ભાભા, તાતા, વાડિયા, ગોદરેજ પરિવારો, ફિલ્ડ માર્શલ સામ માણેકશા વગેરેના રાષ્ટ્ર નિર્માણના યોગદાનને યાદ કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે પારસી સમાજના પૂર્વજોએ ભારતમાં આવીને ભગવદ્ ગીતાનો ‘સ્વધર્મ’નો સંદેશ આત્મસાત્ કર્યો છે અને તેઓ ગુજરાતના સામાજિક જીવનમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે.બે દિવસીય કાર્યક્રમ અંતર્ગત સન્માન સમારંભ ઉપરાંત અન્ય વિવિધ આકર્ષણોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નવી પેઢી તેમની પરંપરા અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃત થાય તે હેતુથી નાટક, મ્યુઝિક અને કોમેડી જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. આ સમારોહમાં દેશભરમાંથી પારસી સમાજના અગ્રણીઓ, વડા દસ્તુરજીઓ અને સામાજિક સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

CJI સૂર્યકાંત રોહિંગ્યા, બાંગ્લાદેશી ઘૂસણખોરોને મુદ્દે  લાલઘૂમ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે ઘૂસણખોરીને મુદ્દે સુનાવણી થઈ હતી. CJI સુર્યકાંતે આ મુદ્દે આકરી ટિપ્પણી કરી હતી. તેમણે ગેરકાયદે ઘૂસણખોરો અને રોહિંગ્યા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ઘૂસણખોરો અહીં ઘૂસી આવશે અને પછી અધિકારો માગશે.

રોહિંગ્યા ઘૂસણખોરોને ડિટેન્શનથી ગાયબ થઈ જવાને મામલે હેબિયસ કોર્પ્સ અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીકર્તાઓનું કહેવું હતું કે કેન્દ્ર સરકારે આ રોહિંગ્યાના ડિટેન્શન અને ડિપોર્ટેશન (દેશનિકાલ) વિશેની માહિતી આપવી જોઈએ, પરંતુ કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ તેનો વિરોધ કર્યો હતો.

CJIની આકરી ટિપ્પણી

CJI સૂર્યકાંતે કહ્યું હતું કે ઉત્તર ભારત તરફ અમારી સરહદ ખૂબ સંવેદનશીલ છે અને દેશની હાલની પરિસ્થિતિ અંગે તમામને ખબર છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો. શું તમે ઇચ્છો છો કે તેમના માટે લાલ કાર્પેટ પાથરી દઈએ? તેઓ સુરંગો મારફતે પ્રવેશ કરે અને પછી ખોરાક, આશ્રય, બાળકોના શિક્ષણ જેવા અધિકારો માગે?

મુખ્ય ન્યાયાધીશે વધુમાં કહ્યું હતું કે શું આપણે કાયદાને એટલો ખેંચી શકીએ? શું આપણાં ગરીબ બાળકો આ સુવિધાઓના હકદાર નથી? આવા કેસોમાં હેબિયસ કોર્પ્સની માગ કરવી ખૂબ કલ્પનાશીલ છે.

કોર્ટનો નિર્ણય

સુપ્રીમ કોર્ટે એ અરજી પર તરત સુનાવણી કરવાનો ઇનકાર કર્યો અને કહ્યું હતું કે 16 ડિસેમ્બરે ફરીથી સુનાવણી માટે આવવું. કોર્ટે નોટિસ જારી કરવાની પણ ના પાડી હતી. સુપ્રીમ કોર્ટે રોહિંગ્યાને શરણાર્થી કહેવાને મુદ્દે પણ સવાલ કર્યો અને પૂછવામાં આવ્યું હતું કે શું ઘૂસણખોરોને શરણાર્થીનો દરજ્જો આપી શકાય? જો કોઈ દેશની સરહદ તોડી અહીં ઘૂસી આવે, તો શું તેને ભારતમાં રહેવાનો અધિકાર આપી શકાય? એવો સવાલ તૈયાર કર્યો હતો.

પાકિસ્તાનમાં ગૃહયુદ્ધનું કાઉન્ટડાઉન શરૂઃ અડિયાલા જેલ પાસે ટેન્શન

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ગૃહયુદ્ધનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઇમરાન ખાનની પાર્ટીના નેતાઓ થોડા સમયમાં અડિયાલા જેલ તરફ વિરોધ પ્રદર્શન માટે માર્ચ કરશે. ઇસ્લામાબાદની હાઇકોર્ટ પાસે વધારાના સુરક્ષા દળોને તહેનાત કરવામાં આવ્યાં છે. હાઇકોર્ટ પાસે સમર્થકો ઇમરાન ખાનતરફી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

ઇમરાનના સમર્થકો અડિયાલા જેલ પહોંચવા લાગ્યા છે, વાહનોમાં ભરાઈને લોકો જેલ તરફ નીકળી ગયા છે. જેલમાં ઇમરાન અને તેમના પરિવાર વચ્ચે મુલાકાતની માગ ચાલી રહી છે.  એ દરમિયાન ઇમરાનની બહેન નોરિન નોરિન નિયાઝી અનુસાર જેલમાં ઇમરાન પર ભારે અત્યાચાર થઈ રહ્યો છે. તેમને કેદમાં રાખીને અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. નોરિને કહ્યું હતું કે જો મુનિર ઇમરાનને તેમના કોઈ પણ એક પરિવારજન સાથે મળવા દે તો મામલો એટલો ન બગડે.

બીજી તરફ, પાકિસ્તાની મિડિયાના જણાવ્યા મુજબ શહબાઝ શરીફ નવાઝ શરીફને મળવા લાહોર પહોંચી ગયા છે. પાકિસ્તાની મિડિયાનો દાવો છે કે નોટિફિકેશન બહાર ન આવે ત્યાં સુધી ઇમરાનને કોઈ સાથે મળવા નહીં દેવામાં આવે. એવું પણ કહેવાય છે કે આસિમ મુનિરના નોટિફિકેશનને લઈને મુલાકાત થઈ શકે છે અને આ નોટિફિકેશન પર મોટો નિર્ણય આવી શકે છે.

પાકિસ્તાનમાં અગત્યની બેઠક

આ બેઠકમાં મુકાબલા માટે મુનિરના ભવિષ્ય પર નિર્ણય થઈ શકે છે. મુનિરના CDF નોટિફિકેશન બહાર પડશે કે નહીં—તે આજે સ્પષ્ટ થઈ જશે. હજુ સુધી મુનિરના નોટિફિકેશન પર સહી થઈ નથી. એટલું જ નહીં, ઇમરાનના નજીકના પત્રકારે દાવો કર્યો છે કે પાકિસ્તાનની સેનામાં હાલમાં ચાર પદ ખાલી છે—CDF, આર્મીના વાઈસ ચીફ, સ્ટ્રેટેજિક કમાન્ડના વડા, અને ISI ચીફનું પદ પણ ખાલી છે. મુનિરના નોટિફિકેશનને લઈને સસ્પેન્સ સતત વધી રહ્યું છે.

પાકિસ્તાનમાં ગૃહયુદ્ધનું કાઉન્ટડાઉન શરૂ

રાવલપિંડીની અડિયાલા જેલમાં બંધ ઇમરાન અંગે છેલ્લા 29 દિવસથી કોઈ માહિતી નથી. બીજી બાજુ, ઇમરાનની પાર્ટીના નેતાઓ મોટો વિરોધ માર્ચ કાઢવા તૈયાર છે. PTIના સાંસદો અને ધારાસભ્યો અડિયાલા જેલ પર ધસી ગયા છે. ઇમરાનના સમર્થનમાં થનારા આ વિરોધને દબાવવા માટે મુનિરે દરેક જગ્યાએ સુરક્ષા દળોને તહેનાત કર્યાં છે. સમર્થકો આજની મુલાકાત માટે અડગ છે, પરંતુ મુનિર અને શહબાઝ કોઈ પણ સ્થિતિમાં ઇમરાનને સમર્થકો સાથે મળવા દેવા તૈયાર નથી.

પાંચ વર્ષમાં બે લાખથી વધુ કંપનીઓ બંધ

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લાં પાંચ વર્ષમાં ખાનગી કંપનીઓના શટડાઉનનો સિલસિલો ઝડપથી વધ્યો છે. સરકારે સોમવારે લોકસભામાં તેના આંકડા રજૂ કર્યા હતા. કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રાએ એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં દેશભરમાં 2,04,268 ખાનગી કંપનીઓ બંધ થઈ ગઈ છે.

તેમણે જણાવ્યું હતું કે આમાંથી ઘણી કંપનીઓને નિયમો મુજબ રેકોર્ડમાંથી દૂર કરવામાં આવી છે. તેમાં મર્જર, કન્વર્ઝન, સ્વૈચ્છિક બંધ અને લાંબા સમયથી નિષ્ક્રિય રહેવાની સ્થિતિ પણ કારણ તરીકે સામેલ છે. તેમણે જણાવ્યું હતું કે 2022-2023 વર્ષ કોર્પોરેટ સફાઈ માટે સૌથી મહત્વનું હતું, જેમાં રેકોર્ડ 83,452 કંપનીઓ શટડાઉન થઈ હતી. તેમનું કહેવું હતું કે આનું મુખ્ય કારણ સરકાર દ્વારા ડોરમેન્ટ કંપનીઓને દૂર કરવા માટે ચલાવવામાં આવેલા સ્ટ્રાઈક-ઓફ અભિયાન છે.

કયા વર્ષે કેટલી કંપનીઓ બંધ થઈ?

2020-21: 15,216 કંપનીઓ

2022-23: 83,452 કંપનીઓ

2023-24: 21,181 કંપનીઓ

2024-25: 20,365 કંપનીઓ

સરકાર દ્વારા સંસદમાં રજૂ કરાયેલા આ આંકડા બે લાખને પાર પહોંચી ગયા છે. સરકારે એ સાથે જ સ્પષ્ટ કર્યું છે કે આ કંપનીઓના બંધ થવા પાછળ માત્ર આર્થિક મંદી અથવા ઉદ્યોગ સંકટ જ જવાબદાર નથી. કેટલાક લોકોએ પોતાનો વ્યવસાય સ્વેચ્છાએ બંધ કર્યો છે. કેટલીક કંપનીઓ મર્જર થવાને કારણે બંધ થઈ છે. જ્યારે કેટલીક કંપનીઓને કંપની અધિનિયમ-2013 મુજબ રેકોર્ડમાંથી દૂર કરવામાં આવી છે.

ખાલિદા ઝિયાની તબિયત ખરાબ, ચીનથી ડોકટરોની ખાસ ટીમ બાંગ્લાદેશ પહોંચી

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાની તબિયત હજુ પણ નાજુક છે. તેમને કોરોનરી કેર યુનિટમાં ખસેડવામાં આવ્યા છે અને વેન્ટિલેશન પર રાખવામાં આવ્યા છે. આ દરમિયાન બગડતી હાલતને ધ્યાનમાં રાખીને પાંચ સભ્યોની ચીની તબીબી ટીમ સારવાર માટે બાંગ્લાદેશ પહોંચી છે. હોસ્પિટલમાં સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

ત્રણ વખત બાંગ્લાદેશના વડા પ્રધાન અને રાષ્ટ્રવાદી પક્ષ (BNP) ના અધ્યક્ષ ખાલિદા ઝિયાની તબિયત હજુ પણ ગંભીર છે. તેમને સારવાર માટે ઢાકાની એવરકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને પાંચ સભ્યોની ચીની નિષ્ણાત ટીમ સોમવારે ઢાકા પહોંચી અને રાત્રે હોસ્પિટલની સારવાર પ્રક્રિયામાં જોડાઈ. ટીમે તેમના સ્વાસ્થ્યની ચર્ચા કરવા માટે હોસ્પિટલના મેડિકલ બોર્ડ સાથે મુલાકાત કરી.

હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ અને બોર્ડના વડા ડૉ. શહાબુદ્દીન તાલુકદારે જણાવ્યું હતું કે ખાલિદા ઝિયાની હાલત સ્થિર નથી અને તેઓ હાલમાં સારવાર માટે વિદેશ જવા માટે અયોગ્ય છે. 80 વર્ષીય ખાલિદા ઝિયાને 23 નવેમ્બરના રોજ હૃદય અને ફેફસાની સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચાર દિવસ પછી તેમની તબિયત સતત બગડતા તેમને કોરોનરી કેર યુનિટમાં ખસેડવામાં આવ્યા હતા. રવિવાર રાતથી તેઓ વેન્ટિલેશન પર છે.

હોસ્પિટલની બહાર સુરક્ષા વધારી
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાની ગંભીર તબિયતને ધ્યાનમાં રાખીને હોસ્પિટલની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. દર્દીઓની અવરજવર અને સુરક્ષાને નિયંત્રિત કરવા માટે પોલીસે હોસ્પિટલના મુખ્ય દરવાજા પર બેરિકેડ લગાવી દીધા છે. ખાલિદા ઝિયાની આસપાસના બધા રૂમ ખાલી કરાવવામાં આવ્યા છે. તેમની સલામતી માટે, બાંગ્લાદેશની વચગાળાની સરકારે તેમને ખૂબ જ મહત્વપૂર્ણ વ્યક્તિ જાહેર કર્યા છે. આ પછી હોસ્પિટલમાં સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સ (SSF) ના કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

BNP નેતાએ રાષ્ટ્રને પ્રાર્થના માટે અપીલ કરી
ખાલિદા ઝિયાના સ્વાસ્થ્ય અંગે BNP ના ઉપપ્રમુખ એડવોકેટ અહેમદ આઝમ ખાને જણાવ્યું હતું કે ખાલિદા ઝિયાની હાલત અત્યંત નાજુક છે. તેમણે કહ્યું કે હવે કંઈ કરવાનું બાકી નથી, પરંતુ તેઓ સમગ્ર રાષ્ટ્ર પાસેથી પ્રાર્થનાની અપીલ કરે છે. દરમિયાન, BNP ના મહાસચિવ મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીરે પણ જણાવ્યું હતું કે તેમની હાલત અત્યંત નાજુક છે અને ડોકટરો તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં તેમની હાલતમાં કોઈ નોંધપાત્ર સુધારો થયો નથી.

રાહુલ ગાંધી, ખડગે સહિત વિરોધ પક્ષોનું SIR મુદ્દે પ્રદર્શન

નવી દિલ્હીઃ સંસદમાં શિયાળુ સત્રનો આજે  બીજો દિવસ છે. દિવસની શરૂઆત વિરોધ પક્ષના હોબાળા સાથે થઈ છે. ઇન્ડિયા બ્લોકના નેતાઓ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના વિરોધમાં સંસદ પરિસરમાં ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા છે. સૌના હાથમાં ‘STOP SIR’નાં બેનર છે અને નારા લગાવી રહ્યા છે. આ પ્રદર્શનમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદસભ્ય પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધીએ પણ ભાગ લીધો છે.

સંસદ પરિસરમાં ગૂંજ્યા નારા

વિપક્ષના નેતાઓએ SIRના વિરોધમાં પોતાના હાથોમાં ‘STOP SIR, STOP VOTE CHORI’ લખેલા બેનર પકડ્યા છે. એસાથે જ તેઓ તાનાશાહી બંધ કરો જેવા નારા લગાવી રહ્યા છે.

સત્તા પક્ષ ચર્ચા થવા દેતો નથી

SIRના વિરોધ અંગે JMMનાં સાંસદ મહુઆ માઝીએ કહ્યું કે હકીકત તો એ છે કે સત્તા પક્ષ ચર્ચા થવા દેતો નથી. તેઓ સત્રના કામકાજના દિવસો બગાડતા રહે છે અને વિપક્ષ પર આરોપ મૂક્તા રહે છે. અમે SIR મુદ્દે સરકારનું ધ્યાન ખેંચવા માટે વિરોધ કરી રહ્યા છીએ.

બીજી તરફ સરકારે કહ્યું છે કે તે ચર્ચાના વિરોધમાં નથી, પરંતુ તેના માટે કોઈ નક્કી સમયમર્યાદા નક્કી કરી શકાતી નથી. રાજ્યસભામાં સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે સરકાર મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને ચૂંટણી સુધારાઓ પર ચર્ચાના વિરોધમાં નથી, પરંતુ તેમને જવાબ આપવા માટે થોડો સમય આપવામાં આવે.

SIR શા માટે થઈ રહ્યું છે?

બિહાર બાદ ચૂંટણી પંચ દેશનાં 12 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)નું કામ કરાવી રહ્યું છે. આ પ્રક્રિયા દ્વારા મતદાર યાદીને અપડેટ કરવામાં આવી રહી છે. નવા મતદારોનાં નામ ઉમેરવામાં આવી રહ્યાં છે અને મૃત્યુ પામેલા લોકોનાં નામ કાઢવામાં આવી રહ્યા છે. એ સાથે જ એ પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે એક જ વ્યક્તિ બે જગ્યાએથી મતદાર ન બને.

VIDEO: અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં દુકાનોમાં લાગી ભીષણ આગ!

અમદાવાદ: વિરાટનગર વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી છે. અહીં આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો. આગ એટલી ઝડપથી પ્રસરી કે કોમ્પ્લેક્સમાં આવેલી અનેક દુકાનોને લપેટમાં લીધી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો.

આગ લાગવાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમો તુરંત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આગને કારણે ધૂમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું.

કોમ્પ્લેક્સ રોડની સાઈડમાં આવેલું હોવાથી, રસ્તા પર પણ આગની અસર જોવા મળી હતી. જેના કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આગ પર કાબૂ મેળવ્યા બાદ તે ક્યા કારણોસર લાગી છે તેની તપાસ કરવામાં આવશે.