
પિતાના અવસાન બાદ સની દેઓલે શું કહ્યું? અનિલ શર્માએ જણાવી આખી વાત
ધર્મેન્દ્ર અને દેઓલ પરિવારના નજીકના ફિલ્મ નિર્માતા અનિલ શર્માએ તાજેતરમાં ધર્મેન્દ્રના નિધન પછી દેઓલ પરિવારના દુ:ખ અને તેમની કારકિર્દી વિશે વાત કરી હતી.

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર જેમણે દરેકના હૃદય પર રાજ કર્યું, તેમના નિધનથી સમગ્ર ઉદ્યોગ અને દર્શકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ઉંમર સંબંધિત સમસ્યાઓ સામે લડ્યા પછી 24 નવેમ્બરના રોજ તેમના મૃત્યુના સમાચાર આવ્યા ત્યારે, તેમની સાથે દાયકાઓ વિતાવનારા દિગ્દર્શક અનિલ શર્માનું હૃદય દુ:ખી થઈ ગયું. દિગ્દર્શકે તેમની છેલ્લી મુલાકાતની વાત તો શેર કરી સાથે જ ધર્મેન્દ્રની સાદગી, સંવેદનશીલતા અને તેમના સ્ટારડમ પાછળના સારા માનવીને યાદ કરીને ભાવુક પણ થઈ ગયા.
વિક્કી લાલવાણી સાથે વાત કરતા અનિલ શર્માએ કહ્યું કે તેમને સૌથી વધુ આઘાત એ લાગ્યો કે થોડા દિવસ પહેલા જે ધરમજીને હસતા અને પ્રતિભાવ આપતા જોયા હતા તેઓ અચાનક તેમને છોડીને ચાલ્યા ગયા. તેમણે કહ્યું, “જ્યારે તેઓ ઘરે પહોંચ્યા, ત્યારે તેમણે જોયું કે ધર્મેન્દ્ર આંખો ખોલી રહ્યા હતા, હાથ હલાવી રહ્યા હતા, અને ડોક્ટરોના મતે, તેઓ અપેક્ષા કરતાં વધુ સારી પ્રતિક્રિયા આપી રહ્યા હતા.” પરિવારને વિશ્વાસ હતો કે તેઓ 8 ડિસેમ્બરે તેમનો 90મો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવશે, અને તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. પરંતુ ઉંમરનો પ્રભાવ પડે છે, અને બરાબર એ જ થયું. સવારે 9:30 વાગ્યાની આસપાસ તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ, અને સવારે 10 વાગ્યાની આસપાસ, પરિવારને દુ:ખદ સમાચાર મળ્યા. અનિલ શર્મા યાદ કરે છે કે જ્યારે તેમણે સની દેઓલ સાથે વાત કરી, ત્યારે તેમના શબ્દો હતા, “દરેક દીકરો રડે જ ને… પપ્પા ચાલ્યા ગયા.”
અનિલ શર્માએ સ્પષ્ટપણે કહ્યું કે દેઓલ પરિવાર આ સમયે સંપૂર્ણપણે વિખેરાઈ ગયો છે. તેમણે કહ્યું, “દુનિયાની આંખોમાં આંસુ છે, આપણી પણ આંખોમાં આંસુ છે, અને દેઓલ પરિવારની સ્થિતિ સ્વાભાવિક રીતે વધુ પીડાદાયક છે.”
દિગ્દર્શકે એ પણ વાત કરી કે તેઓ મુંબઈમાં શ્રદ્ધાંજલિ સભાને પ્રાર્થના સભા નહીં પણ ઉજવણી માને છે. તેમણે કહ્યું, “ધરમજી માટે રાજ્ય સન્માન ખૂબ નાનું છે. દુનિયાભરમાંથી કોલ આવી રહ્યા છે – ઓસ્ટ્રેલિયા, જાપાન, કેનેડા… લોકો દરેક જગ્યાએ તેમની ઉજવણી કરી રહ્યા છે. તેમને ભવ્ય અંતિમ સંસ્કારની જરૂર નહોતી. આ તેમનું વિશ્વ સન્માન છે.” તેમણે ચાહકોને પણ સમજાવ્યું જેઓ તેમને છેલ્લી વાર જોઈ ન શકવાથી નિરાશ થયા હતા: “તેમના માટે, ધરમજીની યાદો સૌથી મોટી શ્રદ્ધાંજલિ છે.”
ધર્મેન્દ્રની પ્રિય યાદો શેર કરતા અનિલ શર્માએ કહ્યું કે તેમણે પહેલી વાર “ધ બર્નિંગ ટ્રેન” ના સેટ પર અભિનેતાને જોયો હતો. તે સમયે તેઓ બાળક હતા, પરંતુ ધરમજીનું સ્મિત, સ્નેહ અને તેમના માથા પરનો પ્રેમાળ હાથ તેમના હૃદયમાં કાયમ માટે ઘર કરી ગયો. ફિલ્મ પસંદગી પ્રત્યેનો તેમનો સમજદાર અભિગમ એ હકીકત પરથી અંદાજી શકાય છે કે તેમણે “હુકુમત” જેવી ફિલ્મ માટે માત્ર પાંચ મિનિટમાં હા પાડી દીધી. અનિલ કહે છે, “આજના કલાકારો કલાકો સુધી બેસીને નિર્ણયો લઈ શકતા નથી, જ્યારે ધરમજી ફક્ત દર્શકના દ્રષ્ટિકોણથી જ વસ્તુઓ જોતા હતા.”
‘અપને 2’ ને લગતી અફવાઓ અંગે તેમણે કહ્યું, “એ સાચું નથી કે ફિલ્મ બંધ કરવામાં આવી છે, પરંતુ પરિવાર અને ટીમ હાલમાં કોઈ ચર્ચા કરવાના મૂડમાં નથી.” તેમણે એમ પણ કહ્યું,”‘અપને 2’ ધરમજીને એક સુંદર શ્રદ્ધાંજલિ હોઈ શકે છે.”
ભારતનું પહેલું પ્રાઈવેટ રોકેટ ‘વિક્રમ-I’ લોન્ચ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના જનરલ-ઝેડની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ ભારતના અવકાશ ક્ષેત્રને નવી દિશા આપી રહ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે પણ દેશ પ્રગતિ કરવાની તક આપે છે, ત્યારે યુવા પેઢી સૌથી પહેલા આગળ આવે છે અને દેશને પ્રાથમિકતા આપે છે. પીએમ મોદીએ હૈદરાબાદમાં સ્કાયરૂટ એરોસ્પેસના ઇન્ફિનિટી કેમ્પસના ઉદ્ઘાટન દરમિયાન આ નિવેદન આપ્યું હતું. પીએમ મોદીએ નોંધ્યું કે આજે ભારતમાં 300 થી વધુ સ્પેસ સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે. તેમણે કહ્યું કે જ્યારે સ્ટાર્ટઅપ્સ ખૂબ જ નાની જગ્યાઓથી અને મર્યાદિત સંસાધનો સાથે શરૂ થયા હતા, ત્યારે તેમની પાસે હંમેશા મહાન ઊંચાઈઓ સુધી પહોંચવાનો જુસ્સો હતો.
Speaking at the inauguration of Skyroot’s Infinity Campus. It is a significant leap forward for India’s space sector and its future. @SkyrootA https://t.co/EcLEWEcdIx
— Narendra Modi (@narendramodi) November 27, 2025
જનરલ-ઝેડ કયા ક્ષેત્રોમાં પોતાનું નામ બનાવી રહ્યું છે?
તેમણે કહ્યું કે આ માનસિકતાએ દેશમાં ખાનગી અવકાશ ક્રાંતિને વેગ આપ્યો છે. આજે, યુવા ઇજનેરો, ડિઝાઇનર્સ, કોડર્સ અને વૈજ્ઞાનિકો પ્રોપલ્શન, કમ્પોઝિટ મટિરિયલ્સ, રોકેટ સ્ટેજ અને સેટેલાઇટ પ્લેટફોર્મ જેવી અદ્યતન તકનીકો વિકસાવી રહ્યા છે, જેની અગાઉ ભારતીય સ્ટાર્ટઅપ્સ માટે કલ્પના કરવી પણ મુશ્કેલ હતી.
પ્રધાનમંત્રીએ સમજાવ્યું કે અવકાશ ક્ષેત્રનો ઝડપી વિકાસ ભારતમાં ચાલી રહેલી સ્ટાર્ટઅપ ક્રાંતિનો એક ભાગ છે. છેલ્લા 10 વર્ષોમાં, યુવા સંશોધકો, ખાસ કરીને Gen-Z, ફિનટેક, એગ્રીટેક, હેલ્થટેક, ક્લાઇમેટટેક, એજ્યુટેક અને ડિફેન્સટેકમાં નવા ઉકેલો બનાવી રહ્યા છે.
ગામડાઓ અને નગરો સુધી પહોંચતા સ્ટાર્ટઅપ્સ
તેમણે કહ્યું કે ભારતના Gen-Z વિશ્વના યુવાનોને તેમની સર્જનાત્મકતા અને સકારાત્મક વલણથી પ્રેરણા આપી શકે છે. પીએમ મોદીએ નોંધ્યું કે આજે, ભારત 150,000 થી વધુ નોંધાયેલા સ્ટાર્ટઅપ્સ સાથે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ગયું છે. તેમણે ઉમેર્યું કે સ્ટાર્ટઅપ્સ હવે મોટા શહેરો સુધી મર્યાદિત નથી; નાના શહેરો અને ગામડાઓમાંથી પણ નવી કંપનીઓ ઉભરી રહી છે.
પીએમ મોદીએ સ્કાયરૂટના નવા ઇન્ફિનિટી કેમ્પસ અને કંપનીના પ્રથમ ઓર્બિટલ રોકેટ, વિક્રમ-I ને વર્ચ્યુઅલી લોન્ચ પણ કર્યું. આશરે 200,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું આ આધુનિક કેમ્પસ દર મહિને એક ઓર્બિટલ રોકેટ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવશે.
વિક્રમ-I શું છે?
વિક્રમ-I એ સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા બનાવવામાં આવેલું મલ્ટી-સ્ટેજ લોન્ચ વ્હીકલ છે, જેનું નામ ભારતના અવકાશ કાર્યક્રમના પિતા વિક્રમ સારાભાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે. તે કાર્બન ફાઇબરથી બનેલું એક હલકું છતાં મજબૂત રોકેટ છે, જે આશરે 300 કિલોગ્રામ પેલોડને પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં પહોંચાડવામાં સક્ષમ છે.
ધરમપુરમાં રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનો પ્રારંભ
વલસાડ: ધરમપુર નજીક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે આજ(27 નવેમ્બર) થી ’સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે 12મી ચિંતન શિબિરનું આયોજન કરાયું છે, જેમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘ટીમ ગુજરાત’ સાથે અમદાવાદથી વંદે ભારત ટ્રેનમાં બેસીને વલસાડ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાંથી બાય રોડ ધરમપુર પહોંચ્યા છે. આ 12મી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને 241 ઉચ્ચ સનદી અધિકારીઓ જોડાયા છે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા સમયથી આગળનું વિચારીને અને સતત ચિંતન કરીને ગ્લોબલી આગળ રહેવાની સંસ્કૃતિ ચિંતન શિબિર થકી વિકસાવી છે. ગમે તેવી સ્થિતિ હોય દ્રઢ મનોબળ અને અડગ વિશ્વાસથી વિકાસની ગતિ અને સામાન્ય માનવીના ભલા માટેના કામોની દિશામાં આગળ વધવા માટે સામૂહિક ચિંતનનું પ્લેટફોર્મ આવી ચિંતન શિબિર પૂરું પાડે છે.
તેમણે કહ્યું કે, આપણને જે જવાબદારી મળી છે તેને પૂરી નિષ્ઠાથી નિભાવીએ અને લોકોના કામના નિકાલને બદલે ઉકેલ લાવીએ તેવા પોઝિટિવ થીંકીંગથી કાર્યરત રહીએ તો જ ઈશ્વરે આપણને આપેલી જન સેવાની તકને ઉજાળી શકીશું. આ માટે જે કામ કરીએ તેનું મૂલ્યાંકન ચિંતન કરીને તેના પરિણામોનું પણ મંથન સમયાંતરે કરવાની જરૂરિયાત તેમણે સમજાવી હતી.
સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ હારિત શુક્લાએ સ્વાગત પ્રવચન કરી ૧૨મી ચિંતન શિબિરની રૂપરેખા આપી હતી. તેમણે અગાઉ યોજાઈ ગયેલી ચિંતન શિબિરોની યાદોને વાગોળતા જણાવ્યું હતું કે, અગાઉની ચિંતન શિબિરોમાં થયેલી ચર્ચાના આધારે જે ભલામણો થઈ તેના પર નિર્ણય લેવાથી વહીવટમાં ઘણી ગતિ આવી છે.
મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે જણાવ્યું હતું કે, આ શિબિરનો એક આગવો હેતુ વિકસિત ગુજરાતના ધ્યેયને સાકાર કરવા માટે ક્ષમતા નિર્માણ કરવાનો છે. વિકાસની કેડી પર આગળ વધીએ ત્યારે કામનું ભારણ, કામનો પ્રકાર, જાહેર સેવાની જવાબદારી અને જનતાની આશા અપેક્ષાઓ પણ વધે છે. લોકોની સમસ્યાઓ ઉકેલવાનું અને જનહિતના કાર્યો, યોજનાઓને ઉચ્ચ ક્ષમતા સાથે અમલી બનાવવાના છે એમ ઉમેર્યું હતું.
આ 12મી ચિંતન શિબીરમાં વિકસિત ગુજરાતને વધુ દ્રઢતાપૂર્વક સાકાર કરવાં જે પાંચ ફોકસ સબજેક્ટ ચર્ચા અને ગ્રુપ ડિશક્શન માટે પસંદ કરવામાં આવ્યા છે તેની વિગતો આપતાં કહ્યુ કે આ વિષયોમાં ક્ષમતા નિર્માણ અને મૂલ્યાંકન, પોષણ અને આરોગ્ય, ગ્રીન ઉર્જા અને પર્યાવરણ, જાહેર સલામતી, સેવા ક્ષેત્રમાં વૃદ્ધિ વગેરેનો સમાવેશ થાય છે.
દિવ્યાંગોની મજાક ઉડાડવી સમય રૈનાને પર પડ્યું ભારે
નવી દિલ્હીઃ દિવ્યાંગ વ્યક્તિઓની મજાક ઉડાવવાના એક કેસમાં યુટ્યુબર અને સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાની મુશ્કેલીમાં મુકાયા છે. આ મામલે સુપ્રીમ કોર્ટે આકરી સૂચનાઓ આપી છે. સુપ્રીમ કોર્ટે સમય રૈના અને અન્ય ચાર કોમેડિયનને દર મહિને ઓછામાં ઓછા બે ફંડ રેઝિંગ ઈવેન્ટ્સ કરવાના નિર્દેશ આપ્યા છે, જેથી દિવ્યાંગ લોકોના સારવાર માટેના ફંડમાં યોગદાન મળી શકે. તેમાં સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA)થી પીડિત લોકો પણ સામેલ છે.
આ આદેશ CJI સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે આપ્યો હતો. પીઠે ક્યોર SMA ઇન્ડિયા ફાઉન્ડેશનની એક અરજી પર સુનાવણી કરી હતી, જેમાં દિવ્યાંગોની મર્યાદાનો ભંગ કરતાં ઓનલાઇન કન્ટેન્ટ સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી.
રૈના અને અન્ય કોમેડિયન—વિપુલ ગોયલ, બલરાજ પરમજિત સિંહ ઘઈ, સોનાલી ઠક્કર (સોનાલી આદિત્ય દેસાઈ) અને નિશાંત જગદીશ તંવરે—કોર્ટના અગાઉના નિર્દેશોનું પાલન કરતાં પોતાની મરજીથી આવી ઇવેન્ટ્સ કરવાની ઓફર કરી હતી. તેમણે પોતાના આઉટરિચના ભાગરૂપે દિવ્યાંગ લોકોની ‘સક્સેસ સ્ટોરીઝ’ને હાઇલાઇટ કરવાની પણ મંજૂરી માગી હતી.

આ રજૂઆતોનો ઉલ્લેખ કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોમેડિયનોનું કામ છે કે તે પોતાના પ્લેટફોર્મ પર દિવ્યાંગ લોકોને આમંત્રિત કરે અને અવેરનેસ તથા ફંડ રેઝિંગની કોશિશોને પ્રોત્સાહિત કરે. પીઠે કહ્યું હતું કે અમે આ બાબત રિસ્પોન્ડન્ટ નંબર 6થી 10 પર છોડીએ છીએ કે તેઓ પોતાની પ્લેટફોર્મ પર દિવ્યાંગ લોકોને બોલાવે, જેથી SMAથી પીડિત લોકોને સમયસર સારવાર મળી રહે એ માટે ફંડ એકત્ર કરવાનો હેતુ આગળ વધી શકે. કોર્ટે કહ્યું હતું કે અમને ભરોસો છે કે જો રિસ્પોન્ડન્ટ 6થી 10 પોતાની સિદ્ધિઓને ઈમાનદારીથી રજૂ કરશે તો વધુ પ્રચાર માટે દિવ્યાંગ લોકો પણ તેમની પ્લેટફોર્મ પર આવવા ઈચ્છશે. કોર્ટે કહ્યું હતું અમને આશા છે કે કેસની આગલી સુનાવણી પહેલાં આવા કેટલીક યાદગાર ઈવેન્ટ્સ યોજાઈ ચૂકી હશે. મહિને ઓછામાં ઓછા બે આવા કાર્યક્રમો થવા જોઈએ.
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના 40 વર્ષ નિમિત્તે ઊજવાશે વિશ્વસંસ્કૃતિપર્વ મહોત્સવ
અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ છેલ્લાં 40 વર્ષથી ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે તેમજ ગુજરાતની અસ્મિતાના સંવર્ધન માટે સતત કાર્યરત છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં નર્મદા જેમ ગુજરાતની જીવાદોરી છે તે જ રીતે ગુજરાત વિશ્વકોશ રાજ્યની સાંસ્કૃતિક દોરી છે, એવું કહીને સન્માન આપ્યું હતું. એવી આ સંસ્થા પોતાની 40 વર્ષની સફરની ઉજવણી ‘વિશ્વસંસ્કૃતિપર્વ’ મહોત્સવ દ્વારા કરવા જઈ રહી છે.
‘વિશ્વસંસ્કૃતિપર્વ’ મહોત્સવ અંગે જાણકારી આપતાં વિશ્વકોશના વડા અને પદ્મશ્રીથી સન્માનિત સાહિત્યકાર કુમારપાળ દેસાઈએ જણાવ્યું હતું કે 30મી નવેમ્બરથી 6 ડિસેમ્બર દરમિયાન વિશ્વકોશના 40 વર્ષ નિમિત્તે ‘વિશ્વસંસ્કૃતિપર્વ’ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ અને કલાને લગતા વિવિધ કાર્યક્રમો યોજાશે.
મહોત્સવ અંગે વધુ માહિતી આપતાં કુમારપાળ દેસાઈએ જણાવ્યું કે, અશોક વાજપેયી, વિખ્યાત પટકથાલેખક અભિજાત જોશી, સ્વરકાર અમર ભટ્ટ અને હિમાલી વ્યાસ નાયક, સર્વપ્રથમ એવોર્ડ વિજેતા રેડિયો ડોક્યુમેન્ટરી તૈયાર કરનાર મકરંદ વાઇકર, લેખક-દિગ્દર્શક કમલ જોષી વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. આ મહોત્સવ અંતર્ગત ચીનુભાઈ આર. શાહ જીવનશિલ્પી એવોર્ડ સણોસરાની લોકભારતી યુનિવર્સિટીના ચાન્સેલર અરુણ દવેને એનાયત કરાશે.
વિશ્વકોશ અંગે જાણકારી આપતાં કુમારપાળ દેસાઈએ જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા ગુજરાત વિશ્વકોશ ઉપરાંત બાળ વિશ્વકોશ, બૃહદ્ નાટ્યકોશ, તબીબી વિજ્ઞાનનો કોશ, નારી કોશ, ગ્રંથાલય વિજ્ઞાન કોશ પણ તૈયાર કરવામાં આવ્યા છે. 180થી વધારે વિષયો પરનો 24,000થી વધુ લખાણો ધરાવતો વિશ્વકોશ આજે ઓનલાઈન પણ ઉપલબ્ધ છે. જેની આજ સુધીમાં ચાર કરોડ એંસી લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે અને દર મહિને દોઢ લાખથી વધુ વિશ્વભરનાં ગુજરાતી ભાષીઓ તેનો ઉપયોગ કરે છે. સાહિત્યિક- સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સિવાય વિશ્વકોશ દ્વારા કાર્યશાળાઓ પણ યોજવામાં આવે છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતની આ એક માત્ર સંસ્થા છે કે જ્યાંથી ત્રણ વિશિષ્ટ પ્રકારનાં સામયિકો પ્રગટ થાય છે. દર મહિને પ્રકાશિત થતા એના મુખપત્ર ‘વિશ્વવિહાર’ સામયિકમાં વિશ્વની ગતિવિધિ આલેખતા ભિન્ન-ભિન્ન વિષયો પર લેખો પ્રસિદ્ધ થાય છે, તો વિદેશનાં ગુજરાતી સર્જકોને અનુલક્ષીને તૈયાર થતું એવું ત્રૈમાસિક ‘ગુર્જરી ડાયજેસ્ટ’ પ્રગટ થાય છે, તો સ્ત્રીઓ દ્વારા સાહિત્ય, કળા અને જ્ઞાનનું ત્રૈમાસિક ‘વિશ્વા’નું પ્રકાશન કરવામાં આવે છે. વિશ્વકોશની જુદી-જુદી શ્રેણી દ્વારા સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, ટેક્નોલોજી, બાળસાહિત્ય જેવાં વિવિધ વિષયો વિશે નિષ્ણાતોએ લખેલાં પ્રમાણભૂત 115 પુસ્તકોનું આજ સુધીમાં પ્રકાશન થયું છે. વિશ્વકોશ સાહિત્ય, ચિત્ર, સમાજસેવા, સંશોધન, નાટ્યલેખન જેવાં વિવિધ વિષયોમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનારને એવોર્ડ આપે છે અને એની 11 જેટલી વ્યાખ્યાનશ્રેણી દ્વારા વિશ્વકોશમાં અત્યાર સુધીમાં 700થી વધુ વ્યાખ્યાનો યોજાયા છે. ભાષાસજ્જતા શિબિર, યોગશિબિર, હસ્તપ્રતવિદ્યા, રોબોટિક્સ, પ્રૂફવાંચન, બ્રાહ્મીલિપિ, આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી કાર્યશિબિરો પણ યોજવામાં આવ્યાં છે, એવું તેમણે ઉમેર્યું હતું.
પૂર્વ મુખ્ય સચિવ અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટી પી.કે. લહેરીએ પત્રકારો સાથે સંવાદ કરતાં જણાવ્યું હતું કે ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ એવી સંસ્થા છે, જે ગુજરાતી ભાષાનું ગૌરવ વધારવાનું કામ કરે છે. આ સંસ્થા ભાષા ઉપરાંત જ્ઞાનનો ઉજાસ ફેલાવવાનું પણ ઉમદા કામ કરી રહી છે, એવું તેમણે ઉમેર્યું હતું. તેમણે વિશ્વકોશ માટે ધીરુભાઈ ઠાકરના યોગદાનને યાદ કર્યું હતું તથા માતૃભાષા ગુજરાતી અંગે સરકાર અને સાહિત્યિક સંસ્થાઓના પ્રયાસોની વાત કરવાની સાથે-સાથે વિશ્વના કોઈ પણ ખૂણે વસતા ગુજરાતી સુધી ગુજરાતી ભાષામાં જ્ઞાનની સરવાણી વહેવડાવવા બદલ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વિસનગરના કર્મયોગી સાંકળચંદ પટેલની ભાવના, ધીરુભાઈ ઠાકરની પ્રેરણા અને પુરુષાર્થ તથા કુમારપાળ દેસાઈ, પી.કે. લહેરી, દાઉદભાઈ ઘાંચી, નીતિન શુક્લ, પ્રકાશ ભગવતી, પ્રીતિ શાહ જેવાં ટ્રસ્ટીઓની મહેનતને પરિણામે આજે વિશ્વકોશ ગુજરાતની અગ્રણી સાંસ્કૃતિક સંસ્થા થઈ છે.
2025 માં દુનિયાનો અંત આવશે, નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી
દુનિયાનો અંત આવી રહ્યો છે… આવી ભયાનક અફવાઓ સમયાંતરે વાયરલ થાય છે. નવી ભવિષ્યવાણી બહાર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ગરમ થાય છે. આજકાલ, એક પ્રખ્યાત પાકિસ્તાની રહસ્યવાદી, રિયાઝ અહેમદ ગૌહર શાહીની એક જૂની ભવિષ્યવાણી ફરી હેડલાઇન્સમાં આવી છે, અને તેમના અનુયાયીઓ તેમને પાકિસ્તાનના નાસ્ત્રેદમસ કહે છે. શાહીએ દાવો કર્યો હતો કે એક વિશાળ અને વિનાશક ધૂમકેતુ પૃથ્વી સાથે અથડાશે, જેનાથી સમગ્ર માનવ સભ્યતા અને તમામ જીવંત પ્રાણીઓનો નાશ થશે. તેમણે કહ્યું હતું કે આ ધૂમકેતુ સંપૂર્ણ વિનાશ લાવશે અને પૃથ્વીનો છેલ્લો દિવસ હશે. એક ક્ષણમાં બધું જ સમાપ્ત થઈ જશે.
બ્રિટનના અગ્રણી અખબાર, ડેઇલી મેઇલે શાહીને ટાંકીને કહ્યું કે આ ઘટના દૈવી સજા તરીકે આવશે. 2000 માં પ્રકાશિત થયેલા તેમના પુસ્તક ધ રિલિજિયન ઓફ ગોડ (ડિવાઇન લવ): ધ અનટોલ્ડ મિસ્ટ્રીઝ એન્ડ ગોડ્સ સિક્રેટ્સ માં, શાહી સ્પષ્ટપણે જણાવે છે કે પૃથ્વી પર સંપૂર્ણ વિનાશ લાવવા માટે એક ધૂમકેતુ મોકલવામાં આવ્યો છે. તે આગામી 20-25 વર્ષમાં આવશે, જે વિશ્વના અંતને ચિહ્નિત કરશે. આ સમયમર્યાદા બરાબર 2020 અને 2025 ની વચ્ચે આવે છે. તેમના અનુયાયીઓ દાવો કરે છે કે આ અસર વિનાશક ભૂકંપ, સમુદ્રમાં ઊંચા મોજા, મુખ્ય શહેરો ડૂબી જશે અને હાલના વિશ્વ વ્યવસ્થાના સંપૂર્ણ પતનને ઉત્તેજિત કરશે.
પાકિસ્તાનના રાવલપિંડીના રહેવાસી રિયાઝ અહેમદ ગૌહર શાહી ૨૦૦૧ માં લંડનમાં અચાનક ગાયબ થઈ ગયા. તેમના અનુયાયીઓ માને છે કે તેઓ મૃત્યુ પામ્યા નથી, પરંતુ દુનિયાથી છુપાઈ ગયા છે, તે વિનાશની ક્ષણની રાહ જોઈ રહ્યા છે જેની તેમણે દાયકાઓ પહેલા આગાહી કરી હતી. તેમના સમર્થકો તેમને “પાકિસ્તાનનો નોસ્ટ્રાડેમસ” કહે છે, અને કેટલાક તેમને “મહદી” અથવા “દૈવી અવતાર” પણ કહે છે.
નાસા અને અન્ય અવકાશ એજન્સીઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે 2026 પહેલાં પૃથ્વી સાથે કોઈ મોટા ધૂમકેતુ કે લઘુગ્રહની ટક્કરનો કોઈ ખતરો નથી. તાજેતરમાં જ એસ્ટરોઇડ એપોફિસ સહિત અનેક પદાર્થોને “સંભવિત ખતરા”ની યાદીમાંથી સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા છે. વૈજ્ઞાનિકો માને છે કે ઘણા દાયકાઓથી આટલા મોટા પાયે અસર કરતો કોઈ ધૂમકેતુ કે લઘુગ્રહ પૃથ્વીની નજીક આવી રહ્યો નથી. તેથી, જ્યારે આ આગાહી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, ત્યારે તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી.
મહારાષ્ટ્રમાં ફરી મતભેદ, ભાજપ અને શિંદે સેના આમને-સામને
મહારાષ્ટ્રના શાસક મહાયુતિ ગઠબંધનના બે ઘટક પક્ષો, ભાજપ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના વચ્ચેનો ઝઘડો હજુ પણ ચાલુ છે. એક નવા વિવાદમાં, ભાજપના ક્વોટાના મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ શિવસેનાના ધારાસભ્ય નીલેશ રાણે દ્વારા ભાજપના કાર્યકરના ઘરે સ્ટિંગ ઓપરેશન કરવા સામે વાંધો ઉઠાવ્યો છે અને પાર્ટી કાર્યકરના ઘરમાં તેમના પ્રવેશ પર સવાલ ઉઠાવ્યા છે. જોકે, બાવનકુલેએ ગુરુવારે જણાવ્યું હતું કે સિંધુદુર્ગમાં ભાજપના કાર્યકરના ઘરેથી મતદાર વિતરણ માટે કથિત રીતે રોકડ રકમ જપ્ત કરવામાં કોઈ ગેરરીતિ જોવા મળે તો તેઓ કડક કાનૂની કાર્યવાહીને સમર્થન આપે છે.

ભાજપના વરિષ્ઠ નેતાએ શિવસેનાના ધારાસભ્ય નીલેશ રાણે કાર્યકરના ઘરમાં, તેમના બેડરૂમ સહિત, કેવી રીતે પ્રવેશ્યા અને તેમણે સ્ટિંગ ઓપરેશન કેવી રીતે કર્યું તે અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. દરમિયાન, મંત્રી અને ભાજપ નેતા નિતેશ રાણેએ પણ તેમના મોટા ભાઈ નીલેશ રાણેના આરોપોને ફગાવી દીધા હતા, અને કહ્યું હતું કે પાર્ટીના કાર્યકરો ઘણીવાર કાયદેસર વ્યવસાયિક આવક ધરાવે છે અને કોઈના ઘરે રોકડની હાજરીનો અન્યથા અર્થઘટન ન કરવો જોઈએ.
નાગરિક ચૂંટણીઓ પહેલા પૈસા વિતરણ વિવાદ
શિવસેનાના નેતા નીલેશ રાણેએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે 2 ડિસેમ્બરે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના માલવણમાં ભાજપના એક કાર્યકરના ઘરે મતદારોને વહેંચવા માટે રોકડ ભરેલી બેગ મળી આવી હતી. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી સાથે જોડાયેલા નિલેશ રાણેએ “સ્ટિંગ ઓપરેશન” કરવાનો દાવો કર્યો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે રાજ્ય ભાજપ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણ બે દિવસ પહેલા માલવણની મુલાકાતે આવ્યા હતા.
ભાજપ દ્વારા આ આરોપોને નકારી કાઢવામાં આવ્યા બાદ રાજ્ય સરકારમાં બે સાથી પક્ષો વચ્ચે તણાવ વધુ વધી ગયો છે. શિવસેના ધારાસભ્યના પિતા નારાયણ રાણે અને ભાઈ નીતેશ રાણે ભાજપમાં છે. ગુરુવારે પત્રકારો સાથે વાત કરતા બાવનકુળેએ કહ્યું, એ પણ પૂછવું જોઈએ કે શું કોઈના ઘરમાં ઘૂસીને, તેમના બેડરૂમમાં જવું અને પછી દાવો કરવો કે તે સ્ટિંગ ઓપરેશનનો ભાગ છે તે યોગ્ય છે કે નહીં.
ભાજપના નેતાએ કહ્યું કે તેઓ સમજી શકતા નથી કે નિલેશ રાણે આ રીતે કેમ વર્ત્યા અને ભારપૂર્વક જણાવ્યું કે કોઈના બેડરૂમમાં જવું “થોડું અયોગ્ય” છે. રાણેના આરોપનો ઉલ્લેખ કરતા કે ભાજપના કાર્યકરના ઘરે મતદાતા વિતરણ માટે પૈસા ભરેલી બેગ મળી આવી હતી, બાવનકુળેએ કહ્યું કે આ મામલાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. “આ પૈસા ભાજપના કાર્યકરના ઘરેથી મળી આવ્યા હતા, અને પ્રાથમિકતા એ છે કે તે કોઈ વ્યવસાયિક પ્રવૃત્તિ, મિલકતના વ્યવહારો અથવા અન્ય કોઈ બાબત સાથે જોડાયેલા છે કે નહીં.







