Home Blog Page 428

સુવિચાર – ૨૭ નવેમ્બર ૨૦૨૫

૨૭ નવેમ્બર ૨૦૨૫

હોંગકોંગના રહેણાંક ટાવરમાં ભીષણ આગ, 36 લોકોના મોત

હોંગકોંગથી હમણાં જ મોટા સમાચાર સામે આવ્યા છે. રહેણાંક ટાવરમાં ભીષણ આગ લાગી. ઓછામાં ઓછા 36 લોકો માર્યા ગયા છે, ઘણા ઘાયલ થયા છે. ઘણા લોકો ગુમ થયા હોવાની આશંકા છે. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.

હોંગકોંગના તાઈપો વિસ્તારમાં વાંગ ફુક કોર્ટ નામના હાઉસિંગ કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી. આગને કારણે ગભરાટ ફેલાયો હતો. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં ધુમાડાના ગોટેગોટા અને જ્વાળાઓ દૂર દૂર સુધી ફેલાયેલી જોવા મળે છે. આગ બાદ, 700 ફાયર ફાઇટરોને તૈનાત કરવામાં આવ્યા હતા.

હોંગકોંગ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાઈ પો જિલ્લો ચીનના નાણાકીય કેન્દ્રના ઉત્તર ભાગમાં સ્થિત છે. ટાવરમાં ઘણા લોકો ફસાયા હોવાના અહેવાલ છે. ફાયર બ્રિગેડના અનેક વાહનો ઘટનાસ્થળે હાજર હતા. ફાયર સર્વિસ વિભાગે નજીકના રહેવાસીઓને ઘરની અંદર રહેવા, દરવાજા અને બારીઓ બંધ રાખવા અને શાંત રહેવાની સલાહ આપી છે.

17 વર્ષ પહેલાં હોંગકોંગમાં આવી જ આગ લાગી હતી

90% લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ઘટના બાદ ઘણા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ ભીષણ આગને લેવલ 5 આગ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. હોંગકોંગમાં લેવલ 5 શ્રેણીની છેલ્લી મોટી આગ લગભગ 17 વર્ષ પહેલાં લાગી હતી, જ્યારે ચાર લોકોના મોત થયા હતા. ઘાયલો અને અસરગ્રસ્તો માટે હેલ્પલાઇન સ્થાપિત કરવામાં આવી છે.

પંચાંગ 27/11/2025

આનંદો ! અમદાવાદ કરશે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની

ભારતને 2030 કોમનવેલ્થ ગેમ્સનું યજમાનપદ મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં મળેલી કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલીએ ભારતીય શહેર અમદાવાદને ઔપચારિક રીતે મંજૂરી આપી છે. આ ભારતની વૈશ્વિક મલ્ટી-સ્પોર્ટ હબ બનવાની મહત્વાકાંક્ષી યોજનામાં એક મોટું પગલું છે.

ભારતે છેલ્લે 2010 માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું. આ વખતે, આ ઇવેન્ટ અમદાવાદમાં યોજાશે, જ્યાં છેલ્લા દાયકામાં રમતગમતનું માળખાગત વિકાસ ઝડપથી થયો છે. 2030 કોમનવેલ્થ ગેમ્સની બિડમાં ભારતે અબુજા, નાઇજીરીયા સાથે સ્પર્ધા કરી હતી, પરંતુ કોમનવેલ્થ સ્પોર્ટ્સે 2034 આવૃત્તિ માટે આફ્રિકન દેશને ધ્યાનમાં લેવાનું નક્કી કર્યું.

દિલ્હીમાં 2010 માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સનો ખર્ચ આશરે 70,000 કરોડ હતો, જે 1,600 કરોડના પ્રારંભિક અંદાજ કરતાં અનેક ગણો હતો. સુસંગતતા જાળવી રાખવી અને કોમનવેલ્થ ગેમ્સ માટે યજમાન શોધવી છેલ્લા કેટલાક વર્ષોમાં પડકારજનક રહી છે. 72 દેશોના ખેલાડીઓ, જેમાં મોટાભાગે ભૂતપૂર્વ બ્રિટિશ વસાહતોનો સમાવેશ થાય છે, આ ઇવેન્ટમાં ભાગ લે છે.

તાજેતરના મહિનાઓમાં, અમદાવાદે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ, એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ અને AFC અંડર-17 એશિયન કપ ક્વોલિફાયર જેવી ઇવેન્ટ્સનું આયોજન કર્યું છે. ભવિષ્યમાં, એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ, એશિયન પેરા-તીરંદાજી કપ અને 2029 વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ પણ અહીં યોજાશે. સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવમાં એક વિશાળ સંકુલ વિકસાવવામાં આવી રહ્યું છે, જેમાં વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ, એક એક્વેટિક્સ સેન્ટર, ફૂટબોલ સ્ટેડિયમ અને ઇન્ડોર એરેનાનો સમાવેશ થશે. આ સંકુલની અંદર 3,000 એથ્લેટ્સ માટે એક રમતવીરોનું ગામ પણ બનાવવામાં આવશે.

2026 કોમનવેલ્થ ગેમ્સમાંથી ઘણી ભારતીય રમતો દૂર કરવામાં આવી

2026 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સનું બજેટ મર્યાદિત કરવામાં આવ્યું છે, અને ફક્ત 10 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કુસ્તી, શૂટિંગ, બેડમિન્ટન અને હોકી દૂર કરવામાં આવી છે, આ નિર્ણયનો ભારતે સખત વિરોધ કર્યો હતો. જો કે, IOA સ્પષ્ટતા કરી છે કે ભારત 2030 ગેમ્સમાં તેની બધી મેડલ વિજેતા રમતોનો સમાવેશ કરશે. IOAના સંયુક્ત સચિવ કલ્યાણ ચૌબેએ જણાવ્યું હતું કે કબડ્ડી અને ખો-ખો જેવી પરંપરાગત રમતો, શૂટિંગ, કુસ્તી અને તીરંદાજી જેવી રમતોનો સમાવેશ કરવાની યોજના છે.

કલમકારીને આધુનિક જીવનશૈલી સાથે જોડતા રિદ્ધિબેન ચાવડા

ગાંધીનગર: હસ્તકલા ક્ષેત્રે કારીગરોને પ્રોત્સાહન આપીને રાજ્યએ સ્વદેશી અભિયાનને નવી દિશા આપી છે. આ પ્રયાસમાં ગુજરાત સરકારની સંસ્થા “ગરવી ગુર્જરી” મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ગરવી ગુર્જરીના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી ગુજરાતના કારીગરો માટે નવા આયામો ખુલ્યા છે, જેમાં ગાંધીનગરના કલમકારી કલાકાર રિદ્ધિ ચાવડાની સફર ઉલ્લેખનીય છે.

કલમકારીને નવી ઓળખ આપી

વર્ષ 2019માં જ્યારે રિદ્ધિબહેને પહેલી વખત પેઇન્ટ બ્રશ ઉપાડ્યું ત્યારે તેમણે વિચાર્યું પણ નહતું કે તેમની પરંપરાગત કળાને નવી ઓળખ મળશે અને તે અન્ય લોકો માટે રોજગારીની તકો પણ લઈને આવશે. રિદ્ધિબહેન સુંદર કલમકારી (કાપડ પર ચિત્રકામ કરવાની કળા) કરીને ભારતીય લોક પરંપરાથી પ્રેરિત સુંદર ચિત્રો બનાવે છે. શરૂઆતના વર્ષોમાં તેમણે ઉત્કૃષ્ટ કારીગરી કરીને હેન્ડ-પેઇન્ટેડ કલમકારી સાડી, દુપટ્ટા અને કુશન બનાવ્યા હતા, જે પૌરાણિક કથાઓ, પ્રકૃતિ અને વિવિધ ભાવને પ્રતિબિંબિત કરતા હતા. રિદ્ધિબહેને જણાવ્યું કે, “કલમકારી એ સુંદર કામ છે, પણ તે સમય માગી લે તેવી કળા છે અને ખર્ચાળ પણ છે. હું કલમકારીને લોકો માટે સુલભ બનાવવા માગતી હતી અને આ દરમ્યાન મારો પરિચય ગરવી ગુર્જરી સાથે થયો અને ત્યાંથી મારી કળાની નવી સફર શરૂ થઈ.”

“ગરવી ગુર્જરી”નો સાથ મળ્યો

રિદ્ધિબહેને જ્યારે કસ્ટમાઇઝ્ડ ઓર્ડર લેવાનું શરૂ કર્યું એ દરમ્યાન તેમનો પરિચય ગરવી ગુર્જરી સાથે થયો, જે પરંપરાગત કારીગરોને પ્રોત્સાહન આપવા માટે જાણીતું મંચ છે. રિદ્ધિબહેને ગરવી ગુર્જરીના સહયોગ અને માર્ગદર્શન થકી પરંપરાગત કલમકારી કળાને રોજિંદા ઉપયોગી પ્રોડક્ટ્સમાં રૂપાંતરિત કરીને સ્વદેશી કળાને ઘરે-ઘરે પહોંચાડવાનો પ્રયાસ કર્યો. તેમણે પરંપરાગત કાપડ સુધી મર્યાદિત ન રહેતાં આધુનિક હોમ ડેકોર અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ પર પણ રંગો ઉતાર્યા. તેમણે ગરવી ગુર્જરીના સહકારથી તૈયાર કરેલી કેન્ડલ, ટ્રે, કોસ્ટર જેવી હોમ એક્સેસરીઝ અને અન્ય સુશોભનની વસ્તુઓ લોકપ્રિય બની છે.20થી વધુ મહિલાઓને રોજગારી આપી

ગરવી ગુર્જરી મારફતે મુખ્યમંત્રીના કાર્યાલય (CMO) માટે દિવાળી ગિફ્ટ તૈયાર કરવાનો ઓર્ડર મળ્યો. ત્યાર બાદ રિદ્ધિ ચાવડાએ પોતાના વર્કશોપમાં 20થી વધુ મહિલાઓને રોજગારીની તક પૂરી પાડીને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે જણાવ્યું કે, “ગુજરાત સરકારની ગરવી ગુર્જરી સંસ્થાના સહયોગથી અમને વધુને વધુ ગ્રાહકો સુધી પહોંચવાની તક મળી છે. અમારું ધ્યેય આ હસ્તકળાના માધ્યમથી મહિલાઓને સશક્ત બનાવવાનો અને સર્જનાત્મકતાને વિસ્તૃત કરવાનો છે.”

હાર બાદ ભવિષ્યના સવાલ પર ગૌતમ ગંભીરનો સ્પષ્ટ જવાબ

ગંભીરે પોતાના ભવિષ્ય વિશેના પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપ્યો, પરંતુ સાથે જ તેમણે બધાને યાદ અપાવ્યું કે લોકોએ તેમના કાર્યકાળ દરમિયાન ટીમે મેળવેલી સફળતાઓને ભૂલવી ન જોઈએ.

દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં હાર બાદ મુખ્ય કોચ ગૌતમ ગંભીર ટીકાનો ભોગ બની રહ્યા છે. ગુવાહાટી ટેસ્ટ દરમિયાન જ્યારે ભારતીય બેટિંગ ક્રમ પ્રથમ ઇનિંગમાં લથડ્યો હતો, ત્યારે ગંભીરને હટાવવાની માંગણીઓ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું હતું. હવે, ટીમ બે મેચની ટેસ્ટ શ્રેણી 0-2 થી હારી ગઈ છે, ત્યારે ગંભીર ફરી એકવાર ટીકાનો ભોગ બની રહ્યા છે. જોકે, કોચે હવે પોતાનું મૌન તોડ્યું છે અને કહ્યું છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તેમના ભવિષ્યનો નિર્ણય લેશે.

13 મહિનામાં બીજી વાર ઘરઆંગણે શ્રેણી ગુમાવવી
ભારતને ઘરઆંગણે ફરી એક શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. દક્ષિણ આફ્રિકાએ ગુવાહાટી ટેસ્ટ 408 રનથી જીતીને બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતનો વ્હાઇટવોશ કર્યો હતો. દક્ષિણ આફ્રિકાએ કોલકાતા ટેસ્ટ 30 રનથી જીતી હતી. દક્ષિણ આફ્રિકાએ 549 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન્સે બીજી ઇનિંગમાં ભારતને 140 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું અને 408 રનથી જીત મેળવી હતી. 13 મહિનામાં આ બીજી વખત છે જ્યારે કોઈ ટીમે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં ભારતને ક્લીન સ્વીપ કર્યું છે. અગાઉ, ઓક્ટોબર-નવેમ્બર 2024માં, ન્યુઝીલેન્ડે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતને 3-0થી હરાવ્યું હતું.

ભવિષ્ય વિશે સ્પષ્ટ જવાબ
ગંભીરે પોતાના ભવિષ્ય વિશેના પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપ્યો, પરંતુ તેમણે બધાને યાદ અપાવ્યું કે લોકોએ તેમના કાર્યકાળ દરમિયાન ટીમે મેળવેલી સફળતાને ભૂલવી ન જોઈએ. ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “મારા ભવિષ્ય વિશે BCCI નિર્ણય લેશે. મેં પહેલા કહ્યું છે કે ભારતીય ક્રિકેટ મહત્વપૂર્ણ છે, હું નહીં. પરંતુ હું તે વ્યક્તિ છું જેણે ઇંગ્લેન્ડ અને ચેમ્પિયન્સ ટ્રોફીના કોચ તરીકે તમને પરિણામો અપાવ્યા.” ગંભીરના કોચિંગ હેઠળ, ભારતે આ વર્ષની શરૂઆતમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી અને ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની શ્રેણી 2-2થી ડ્રો કરી.

ગંભીરે કહ્યું,”દોષ દરેક વ્યક્તિનો છે, મારાથી શરૂઆત થાય છે. આપણે વધુ સારું રમવું જોઈતું હતું. 95/1 થી 122/7નો સ્કોર અસ્વીકાર્ય છે. તમે કોઈ એક ખેલાડી અથવા કોઈ એક શોટને દોષી ઠેરવી શકતા નથી. દોષ દરેકનો છે. હું ક્યારેય કોઈને દોષી ઠેરવતો નથી, અને હું તેવું થવા દઈશ પણ નહીં.”

ગંભીરના કોચિંગ હેઠળ ભારતે 10 ટેસ્ટ હારી
ગંભીરના કોચિંગ હેઠળ ભારતે 18 માંથી 10 ટેસ્ટ મેચ હારી છે, જેમાં ગયા વર્ષે ન્યુઝીલેન્ડ સામે ક્લીન સ્વીપનો પણ સમાવેશ થાય છે. દક્ષિણ આફ્રિકા સામે ગુવાહાટી ટેસ્ટમાં ભારતનો રનથી સૌથી મોટો પરાજય થયો હતો. ટીમમાં વારંવાર ફેરફાર કરવા બદલ ગંભીરને સતત ટીકાનો સામનો કરવો પડ્યો છે, ખાસ કરીને રેડ-બોલ ફોર્મેટમાં વધુ ઓલરાઉન્ડરો રમવા પર ધ્યાન કેન્દ્રિત કરવા બદલ. ગંભીરે કહ્યું, “ટેસ્ટ ક્રિકેટ રમવા માટે તમારે અત્યંત ભવ્ય અને પ્રતિભાશાળી ક્રિકેટરોની જરૂર નથી. અમને મર્યાદિત કુશળતા અને મજબૂત વ્યક્તિત્વ ધરાવતા ખેલાડીઓની જરૂર છે. તેઓ સારા ટેસ્ટ ક્રિકેટર બનાવે છે.”

એરપોર્ટ પર નવા પેરેલલ ટેક્સીવેથી કાર્યક્ષમતામાં થશે વધારો

અમદાવાદઃ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (AIAL) સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે (SVPIA) બે કોડ C પેરેલલ ટેક્સીવે – રોમિયો (R) અને રોમિયો 1 (R1)નું કમિશનિંગ કરી મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ટેક્સીવે R અને ટેક્સીવે R1 એરપોર્ટની કાર્યક્ષમતા અને સલામતી અને રનવેની ક્ષમતામાં વધારો કરશે. SVPIA વર્લ્ડક્લાસ એરપોર્ટ બનાવવા અગ્રેસર છે, તેવામાં આ પેરેલલ ટેક્સીવે એરફીલ્ડ પર એર ટ્રાફિકની ભીડ ઘટાડશે. 

વૈશ્વિક ઉડ્ડયન બેન્ચમાર્કસને અનુરૂપ ટેક્સીવેની સુવિધાનો ઉમેરો ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA) અને ઇન્ટરનેશનલ સિવિલ એવિયેશન ઓર્ગેનાઇઝેશન (ICAO)નાં ધોરણોનું પાલન કરીને બનાવવામાં આવ્યો છે. તે મુસાફરો અને એરલાઇન્સની વધતી જરૂરિયાતો પૂર્ણ કરવા ભવિષ્ય માટે તૈયાર એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના SVPIAના વિઝનને મજબૂત બનાવે છે.

  • પેરેલલ ટેક્સીવે R: ૧,૧૨૬ મીટરની લંબાઈ ધરાવતો ટેક્સીવે તમામ કોડ C વિમાનોને સમાવી શકે છે. તે હાલના કોડ E ને પેરેલલ ટેક્સીવે P સાથે જોડે છે. હાલમાં વિમાનોને રનવે ૨૩ પર પ્રસ્થાન માટે લગભગ ૨-૩ મિનિટ રનવે પર પાછળ ફરવું પડે છે. રનવે ૦૫ પર આવતાં વિમાનોને પણ એટલો જ સમય લાગે છે. ટેક્સીવે R અને ટેક્સીવે R૧ ખાતરી કરશે કે કોડ C વિમાન ઝડપથી રનવેમાં પ્રવેશ અને નિકાસ કરી શકે, જેનાથી રનવેની ઓક્યુપન્સી સમયમાં ઘટાડો, ઝડપી ઓપરેશન અને સલામતીમાં વધારો થાય. અમદાવાદમાં કાર્યરત ટ્રાફિકનો ૯૫ ટકા હિસ્સો ધરાવતા કોડ C વિમાનો A320, B737 અને બિઝનેસ જેટ પેરેલલ ટેક્સીવેનો ઉપયોગ કરશે.
  • ટેક્સીવે R1: આ ટેક્સીવે Rને રનવે સાથે જોડે છે અને રનવે 05/23 સુધી સીધો પ્રવેશ પીક ઓપરેશનમાં ઓપ્ટિમાઇઝ ફ્લો પૂરો પાડે છે.
  • રનવે ક્ષમતા વધારો: હાલમાં રનવે ક્ષમતા પ્રતિ કલાક 20 એર ટ્રાફિક મુવમેન્ટ (ATM) છે. ટેક્સીવે R અને R1ના ઉમેરાથી રનવે ક્ષમતા પ્રતિ કલાક 28 ATM સુધી વધશે.

બંને ટેક્સીવેમાં આધુનિક લાઇટિંગ સિસ્ટમ્સ અને અપગ્રેડેડ સલામતી ચિહ્નો સામેલ છે. તે એન્જિનિયરિંગ અને સેફ્ટી ઓડિટમાંથી પસાર થયા છે. નવા ટેક્સીવેના કમિશનિંગથી સલામતી અને પર્યાવરણમાં નીચે મુજબના ફાયદાઓ થશે:

  • રનવે પર બેકટ્રેક દૂર થશે, આગમન અને પ્રસ્થાનના ATMમાં સુસંગતતા અને સલામતીમાં વધારો થશે.
  • વિમાનના ઓનટાઈમ પર્ફોર્મન્સ (OTP) માં સુધારો અને મુસાફરોના અનુભવમાં વધુ શ્રેષ્ઠ બનાવવો.
  • વિમાનનો ટેક્સીવે માટે રાહ જોવાનો સમય, હવામાં હોલ્ડિંગ ટાઈમ અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને એરલાઇન્સની બચત થશે.
  • વિમાન પાર્કિંગ સ્ટેન્ડની ફાળવણી ઓપ્ટિમાઇઝ થવાથી ઝડપી ટર્નઅરાઉન્ડની સુવિધા મળશે, જેનાથી એરલાઇન્સને વધુ સ્લોટ અને હવાઈ મુસાફરોને બહોળી પસંદગી મળશે.

SVPIA પરથી એપ્રિલથી ઓક્ટોબર, 2025ના સમયગાળા દરમિયાન 7.8 મિલિયનથી વધુ લોકોએ મુસાફરી કરી હતી, જે વાર્ષિક ધોરણે 7 ટકાનો વધારો દર્શાવે છે. અમદાવાદ એરપોર્ટ એક મુખ્ય પ્રાદેશિક ઉડ્ડયન કેન્દ્ર તરીકે તેની ભૂમિકાને મજબૂત બનાવવાનું જારી રાખશે.

રેર અર્થ મેગ્નેટના ઉત્પાદન સહિત બે પ્રોજેક્ટની કેબિનેટની મંજૂરી

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના મંત્રીમંડળે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પાયે પરિવર્તન લાવવા માટે એકસાથે ચાર મોટા નિર્ણયો લીધા છે. મોદી સરકારે કુલ 19,919 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, તેમાં મહારાષ્ટ્ર અને ગુજરાતના લોકો માટે ખાસ ભેટો સામેલ છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવએ આ નિર્ણયો વિશે માહિતી આપી હતી. સરકારે પુણે મેટ્રો અને રેર અર્થ મેગ્નેટ્સ સાથે રેલવેના બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને પણ મંજૂરી આપી છે. તેમાં મુંબઈ નજીક બદલાપુર–કર્જત લાઇન અને ગુજરાતની દ્વારકા લાઇનનો સમાવેશ થાય છે. આ નિર્ણયો દર્શાવે છે કે સરકાર કનેક્ટિવિટી વધારવા માટે કેટલી ગંભીર છે. આ પ્રોજેક્ટ્સથી લાખો મુસાફરોને સીધો લાભ મળશે અને મુસાફરીનો સમય પણ નોંધપાત્ર રીતે ઓછો થશે.

પુણે મેટ્રો વિસ્તરણને મળ્યો સૌથી મોટું બજેટ

કેબિનેટે સૌથી વધુ બજેટ પુણે મેટ્રોને આપ્યું છે. પુણે મેટ્રો ફેઝ-1ના વિસ્તરણ માટે 9858 કરોડ રૂપિયાનું અનુદાન મંજૂર કરવામાં આવ્યું છે. આ અંતર્ગત શહેરમાં 32 કિલોમીટર નવી લાઇન બિછાવવામાં આવશે.

રેર અર્થ પરમાનેંટ મેગ્નેટ (REPM) સ્કીમ

ભવિષ્યની ટેકનોલોજીને જોતાં સરકારે રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ (REPM) સ્કીમને મંજૂરી આપી છે. આ માટે 7280 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યો છે. તેના માધ્યમથી દેશમાં જ હાઇટેક મેગ્નેટ બનાવવાનું લક્ષ્ય છે. આ મેગ્નેટ્સ ઇલેક્ટ્રિક વાહનો અને મોબાઇલ ફોનમાં ઉપયોગમાં આવે છે. હાલમાં આપણે તેના માટે અન્ય દેશો પર નિર્ભર છીએ. આ નિર્ણયથી ભારત આત્મનિર્ભર બનશે.

દેવભૂમિ દ્વારકા માટે રેલવે લાઇન

ગુજરાતમાં સરકારે ઓખાથી કનાલસ રેલવે લાઇનને ડબલ કરવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ પર 1457 કરોડ રૂપિયા ખર્ચાશે. લાઇનની લંબાઈ 159 કિલોમીટર છે. લાઇન ડબલ થતાં દ્વારકા જતી ટ્રેનોની સંખ્યા વધારવી સરળ બનશે અને માલગાડીઓ પણ ઝડપી ગતિએ દોડી શકશે.

પાકિસ્તાનની જેલમાં કેદ પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની હત્યા ?

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અંગે એક ગંભીર દાવો સામે આવ્યો છે. એક અહેવાલ મુજબ, પંજાબની અદિયાલા જેલમાં કેદ ઇમરાન ખાનની હત્યા કરવામાં આવી છે. નોંધનીય છે કે ઇમરાન ખાનની ત્રણ બહેનોને છેલ્લા 21 દિવસથી અદિયાલા જેલમાં તેમને મળવા દેવામાં આવ્યા નથી. તેમની બહેનોએ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ઇન્સ્પેક્ટર જનરલને ફરિયાદ કરી છે. આ પછી, ઇમરાન ખાનના હજારો સમર્થકો જેલની બહાર એકઠા થયા હતા. દરમિયાન, તેમની બહેનો પણ અદિયાલા જેલની બહાર વિરોધ પ્રદર્શન કરી રહી છે.

આજે, 26 નવેમ્બર, 2025, પીટીઆઈ કાર્યકરો સમગ્ર પાકિસ્તાનમાં “કાળો દિવસ” મનાવી રહ્યા છે. આ દિવસને 26 નવેમ્બર, 2024 ના રોજ થયેલા હિંસક વિરોધ પ્રદર્શનની પ્રથમ વર્ષગાંઠ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ દિવસે, ઇમરાન ખાનની મુક્તિ અને રાજકીય ન્યાયની માંગણી કરતા વિશાળ વિરોધ પ્રદર્શનો પણ યોજવામાં આવ્યા હતા. પીટીઆઈએ દેશભરમાં જિલ્લા સ્તરીય પ્રદર્શનો, રેલીઓ અને સભાઓનું આયોજન કર્યું છે. પીટીઆઈના કાર્યકરો કથિત સરકારી અન્યાય, રાજકીય દમન અને માનવાધિકાર ઉલ્લંઘન સામે અવાજ ઉઠાવી રહ્યા છે.

ઈમરાન ખાન 2023 થી અદિયાલા જેલમાં કેદ છે

એ નોંધવું જોઈએ કે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન ઓગસ્ટ 2023 થી રાવલપિંડીની અદિયાલા જેલમાં કેદ છે. અલ-કાદિર ટ્રસ્ટ સંબંધિત કથિત ભ્રષ્ટાચારના કેસમાં રાષ્ટ્રીય જવાબદારી બ્યુરો દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં તેમના પર તેમની પત્ની બુશરા બીવી સાથે સાંઠગાંઠ કરવાનો આરોપ છે. ઈમરાન ખાન પર ટ્રસ્ટના નામે રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ મલિક રિયાઝ હુસૈન પાસેથી 60 એકર જમીન દાન તરીકે સ્વીકારવાનો આરોપ છે, જેના પરિણામે રાજ્યને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.