અમદાવાદઃ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય છે, જેથી આગામી 24 કલાક ખૂબ જ નિર્ણાયક છે કારણ કે આ સમયગાળામાં લો-પ્રેશર સંપૂર્ણ વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. બીજી તરફ દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ ડબલ સિસ્ટમને કારણે ઉત્તર-પૂર્વ ચોમાસું વધુ સક્રિય બનશે અને દક્ષિણનાં રાજ્યોમાં મુશળધાર વરસાદ વરસાવશે.
હવામાન વિભાગના રિપોર્ટ મુજબ હાલમાં આ સિસ્ટમ જમીની સીમાથી લગભગ 1000 કિમી દૂર છે અને ધીમે-ધીમે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી તરફ આગળ વધી રહી છે. 26 નવેમ્બર બાદ તે સ્પષ્ટ થશે કે વાવાઝોડું તામિલનાડુ-આંધ્રના તટ તરફ જશે કે પછી ઉત્તર તરફ વળીને ઓડિશા અને બાંગ્લાદેશ તરફ ફંટાશે. સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ના ખેડવાની ચેતવણી આપી છે.
નવેમ્બરના અંતિમ સપ્તાહથી લઈને ડિસેમ્બરના અંત સુધી ગુજરાતના હવામાનમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા અને પશ્ચિમી વિક્ષેપોની અસરને કારણે રાજ્યમાં ઠંડીની વધઘટ સાથે માવઠાના યોગ સર્જાઈ રહ્યા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવેમ્બરના અંતિમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં એક ચક્રવાત સર્જાવાની શક્યતા છે. જોકે, રાહતની વાત એ છે કે આ ચક્રવાતની ગુજરાત પર ઓછી અસર થવાની શક્યતા છે. 
આ ચક્રવાતની મુખ્ય અસર દક્ષિણ-પૂર્વ ભારતના વિસ્તારોમાં જોવા મળી શકે છે. જો દક્ષિણ-પૂર્વ ભારતમાં તેની અસર થાય, તો તેની આડઅસરરૂપે ગુજરાતના હવામાનમાં પણ ફેરફાર આવી શકે છે, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં હવામાન પલટો આવી શકે છે.
હાલમાં રાજ્યમાં ઠંડીમાં વધઘટ જોવા મળી રહી છે. પરંતુ જેમ-જેમ સૂર્ય દક્ષિણાવર્તી જશે તેમ-તેમ ઠંડી વધશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હળવા પશ્ચિમી વિક્ષેપો આવવાનું શરૂ થશે, જેને કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. ડિસેમ્બરના મધ્ય સુધીમાં પશ્ચિમી વિક્ષેપની અસર હેઠળ રાજ્યમાં ઠંડીમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે.















“વિકસિત ભારત 2047 માટે પુસ્તકાલયોનું પરિવર્તન: ઉચ્ચ શિક્ષણ, જાહેર અને સમુદાય પુસ્તકાલયોમાં ડિજિટલ નવીનતા સેવાઓને આગળ ધપાવવી” થીમ પર SVSU-ICTL 2025 આંતરરાષ્ટ્રીય પરિષદમાં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પરિષદનું આયોજન સ્વામી વિવેકાનંદ સુભાર્તી યુનિવર્સિટી, મેરઠ ખાતે કરવામાં આવ્યું હતું અને સોસાયટી ફોર ઇન્ફર્મેશન રિસર્ચ એન્ડ સ્ટડીઝ, નવી દિલ્હીના સહયોગથી આયોજિત કરવામાં આવ્યું હતું.
21-22 નવેમ્બરના રોજ આયોજિત બે દિવસીય કાર્યક્રમમાં ઉચ્ચ શિક્ષણ, જાહેર અને સમુદાય પુસ્તકાલયોમાં ડિજિટલ નવીનતા વધારવા માટેની વ્યૂહરચનાઓનું અન્વેષણ કરવા માટે પુસ્તકાલયના નેતાઓ, ટેક્નોલોજિસ્ટ્સ, નીતિ નિષ્ણાતો અને વિદ્વાનોને એકઠા કરવામાં આવ્યા હતા. જ્ઞાન-સંચાલિત ‘વિકસિત ભારત’ માટે AI-સક્ષમ ઍક્સેસ, ભવિષ્ય માટે તૈયાર પુસ્તકાલય ઇકોસિસ્ટમ્સ અને ડિજિટલ સેવા વિતરણ મોડેલો પર કેન્દ્રિત ચર્ચાઓ.