મુંબઈઃ બોલિવુડના હીમેન ધર્મેન્દ્રનું 89 વર્ષની ઉંમરે નિધન થયું છે. એ સાથે જ હિંદી સિનેમાના એક યુગનો અંત પણ થયો છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમને થોડા દિવસ પહેલાં હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. શ્વાસ લેવામાં તકલીફ પડતાં વેન્ટિલેટર પર લઈ જવાયા હતા. એ સમય દરમિયાન આખો દેઓલ પરિવાર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં હાજર હતો અને અનેક ફિલ્મસ્ટાર્સ પણ તેમના હાલચાલ જાણવા આવ્યા હતા. સલમાન ખાનથી લઇને શાહરૂખ ખાને તેમની મુલાકાત લીધી હતી, પરંતુ એ પછી તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જોકે ઘરે પણ તેમણે સતત ડોક્ટર્સની દેખરેખ હેઠળ હતા. તેમના અંતિમ સંસ્કાર વખતે અનેક ફિલ્મી હસ્તીઓ અને જાણીતી હસ્તીઓ પહોંચી હતી.
લાંબા સમયથી ડોક્ટરની દેખરેખ હેઠળ ધર્મેન્દ્ર
છેલ્લા કેટલાક દિવસોથી ધર્મેન્દ્ર સતત ડોક્ટરની દેખરેખ હેઠળ હતાસ પરંતુ અનેક પ્રયાસો છતાં તેમને બચાવી નથી શકાયા. તેમણે 24 નવેમ્બરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 89 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા હતા. તેમનાં નિધનથી દરેકને આંચકો લાગ્યો છે. તેમના નિધને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને હચમચાવી મૂક્યું છે.
વેન્ટિલેટર પર હતા ધર્મેન્દ્ર
તેમની તબિયત પહેલી નવેમ્બરથી ખરાબ હતી, જેને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ શાહરુખ ખાન, સલમાન ખાનથી લઈને આમિર ખાન સુધી હિંદી ફિલ્મ ઉદ્યોગની ઘણા મોટા ફિલ્મસ્ટાર્સ તેમના ખબરઅંતર પૂછવા હોસ્પિટલમાં આવ્યા હતા.
વડા પ્રધાને નરેન્દ્ર મોદીએ પણ ધર્મેન્દ્રના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
The passing of Dharmendra Ji marks the end of an era in Indian cinema. He was an iconic film personality, a phenomenal actor who brought charm and depth to every role he played. The manner in which he played diverse roles struck a chord with countless people. Dharmendra Ji was…
ધર્મેન્દ્રએ 1960માં તેમની અભિનય કારકિર્દી શરૂ કરી હતી. તેમની પ્રથમ ફિલ્મ “દિલ પણ તેરા હમ ભી તેરે઼” હતી, જેના પછી 1961માં આવેલી ફિલ્મ “બોય ફ્રેન્ડ”માં સપોર્ટિંગ ભૂમિકા નિભાવી. તેઓ 65 વર્ષ સુધી સક્રિય રહેતા હિન્દી સિનેમાને અનેક હિટ, સુપરહિટ અને બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. તેમના કારકિર્દીમાં તેમણે शोले (1975), चुपके‑चुपके (1975), सीता और गीता (1972), धरमवीर (1977), फूल और पत्थर (1966), जुगनू (1973) અને यादों की बारात (1973) જેવી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું, જે આજ પણ દર્શકોમાં લોકપ્રિય છે.
નવી દિલ્હી: કર્ણાટક કોંગ્રેસના અંદર બળવાના સૂર સાંભળવામાં આવી રહ્યા છે. ઉપ મુખ્ય મંત્રી ડી.કે. શિવકુમાર નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તેમને મનાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શિવકુમારના સમર્થકો તેમને CM તરીકે જોવા માગે છે, જ્યારે સિદ્ધારમૈયા પદ છોડવા તૈયાર નથી. આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે શુક્રવારે બેંગલુરુ આવ્યા હતા, પરંતુ હજી સુધી ડી.કે. શિવકુમારે તેમની સાથે મુલાકાત કરી નથી. આમ કર્ણાટક કોંગ્રેસમાં કશ્મકશ ઘણા લાંબા સમયથી ચાલી રહી છે.
શિવકુમારના ઘેર નાગા સાધુઓ પહોંચ્યાકર્ણાટક કોંગ્રેસમાં ચાલી રહેલી રાજકીય ઊથલપાથલ વચ્ચે ડીકે શિવકુમારના ઘરે કેટલાક નાગા સાધુઓ પહોંચ્યા છે. એ દરમિયાન એક નાગા સાધુએ જણાવ્યું કે તેઓ કાશીથી આવ્યા છે અને તેમણે ડી.કે. શિવકુમારને મુખ્ય મંત્રી બનવાના આશીર્વાદ પણ આપ્યો છે.
ખડગેનું નિવેદન સામે આવ્યું
કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે મારે કહેવાનું કંઈ નથી. હાલ જે થઈ રહ્યું છે, જે મુદ્દો છે, તેના પર હમણાં કોઈ નિવેદન આપવું નથી. જે પણ નિર્ણય થશે તે હાઇકમાન્ડ લેવાનું છે. તેથી હું તમને વિનંતી કરું છું કે વ્યર્થ ચિંતા ન કરો, કેમ કે આથી મને પણ દુઃખ થાય છે.
ઊર્જા મંત્રી કે.જે. જ્યોર્જની ભૂમિકા ચર્ચામાં
આ રાજકીય સંગ્રામની વચ્ચે ઊર્જા મંત્રી કે. જે. જ્યોર્જની ભૂમિકા વિશેષ ચર્ચામાં છે. રવિવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે.જે. જ્યોર્જે સૌપ્રથમ CM સિદ્ધારમૈયા સાથે તેમના ઘરે જઈને મુલાકાત કરી. ત્યાર બાદ તેમણે બપોરે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી અને સાંજે ડી.કે. શિવકુમાર જ્યોર્જના નિવાસસ્થાને મળી આવ્યા, જ્યાં આ બેઠક લગભગ એક કલાક ચાલી હતી.
આ બેઠકમાં જ્યોર્જે પક્ષ તરફથી ડી.કે. શિવકુમારને ધીરજ રાખવા અને માર્ચમાં રજૂ થનારા બજેટ સુધી શાંત રહેવા જણાવ્યું છે. તેના જવાબમાં ડી.કે. શિવકુમારે તેમની પાસેથી મક્કમ આશ્વાસન માગ્યું છે.
નવી દિલ્હીઃ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે અત્યાર સુધીના સૌથી મોટા ડ્રગ્સ જપ્ત કરવાની કાર્યવાહીમાંથી એકમાં, દક્ષિણ દિલ્હીના છતરપુર વિસ્તાર સ્થિત એક ઘરમાંથી 329 કિલોગ્રામ મેથામ્ફેટામાઇન જપ્ત કર્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે રૂ. 262 કરોડ અંદાજવામાં આવી રહી છે. ડ્રગ્સની આ વિશાળ જપ્તી મામલે બે તસ્કરોની ધરપકડ કરવામાં આવી છે.
ગુપ્ત માહિતીને આધારે ઓપરેશન
આ કાર્યવાહીનું નામ ઓપરેશન ક્રિસ્ટલ ફોર્ટ્રેસ રાખવામાં આવ્યું હતું. તેનો હેતુ સરહદોની બહારથી સંચાલિત એક સુવ્યવસ્થિત ડ્રગ્સ સિન્ડિકેટને તોડવાનો હતો. અધિકારીઓનું માનવું છે કે આ નેટવર્ક એક વિદેશી કિંગપિન સાથે જોડાયેલું છે, જે ગયા વર્ષે દિલ્હીમાં 83 કિલો કોકેન જપ્ત કરવામાં આવેલા કેસમાં પણ સામેલ હતું.
ગૃહ મંત્રી અમિત શાહે આ કાર્યવાહીનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર “અભૂતપૂર્વ ગતિથી ડ્રગ કાર્ટેલને તોડી રહ્યું છે. તેમણે આ સંયુક્ત ઓપરેશનને નશામુક્ત ભારત માટે PM મોદીનું વિઝન પ્રાપ્ત કરવા બહુપક્ષી એજન્સીઓના અદ્ભુત સંકલનનું ઉદાહરણ ગણાવ્યું હતું.
ધરપકડ કરવામાં આવેલા સંદિગ્ધોમાં એક શેન વારિસ (25)- ઉત્તર પ્રદેશના અમરોહાનો રહેવાસી છે. તેની 20 નવેમ્બરે નોઇડાના સેક્ટર પાંચ વિસ્તારથી ધરપકડ કરવામાં આવી હતી. તે સેલ્સ મેનેજર તરીકે કાર્યરત હતો અને કહેવાય છે કે તે એક હેન્ડલરના આદેશો અનુસાર કામ કરતો હતો, જેમાં ફ્રોડ સિમ કાર્ડ અને એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન એપ્લિકેશનોનો ઉપયોગ કરવો સામેલ હતો. વારિસની પૂછપરછ બાદ NCB ટીમે નાગાલેન્ડ પોલીસની મદદથી એ જ દિવસે છતરપુર એન્કલેવ ફેઝ-2માં તેની મહિલા સાથીદારી એસ્થર કિનિમીના ઘરે દરોડો પાડ્યો. અધિકારીઓએ ત્યાંથી મેથામ્ફેટામાઇનનો વિશાળ જથ્થો જપ્ત કર્યો અને કિનિમીની પણ ધરપકડ કરી હતી.
પ્રાથમિક માહિતી દર્શાવે છે કે બન્ને એક મોટી આંતરરાષ્ટ્રીય કાર્ટેલનો ભાગ હતા, જેનું સંચાલન વિદેશી ઓપરેટરો દ્વારા કરવામાં આવી રહ્યું હતું. અધિકારીઓ હવે કિંગપિનને પકડવા અને તેને ભારતમાં પ્રત્યર્પિત કરવા આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે સંકલન કરી રહ્યા છે.
દિલ્હી ડ્રગ્સ તસ્કરીનું મુખ્ય કેન્દ્ર
તપાસકર્તાઓ અનુસાર દિલ્હી ઘરેલુ વિતરણ અને આંતરરાષ્ટ્રીય બજારમાં સિન્થેટિક ડ્રગ્સની અવરજવર માટે એક મુખ્ય હબ તરીકે ઊભર્યું છે.
મુંબઈઃ મુંબઈમાં સાયબર નાણાકીય છેતરપિંડી ઝડપથી વધી રહી છે. 2020 પછી અત્યાર સુધીમાં લગભગ 20,000 કેસ સામે આવ્યા છે અને કુલ નુકસાન રૂ. 2000 કરોડને પાર થયું છે, જ્યારે વસૂલાત બહુ ઓછી થઈ છે. પીડિતોમાં બિઝનેસ વુમનથી લઈને નિવૃત્ત લોકો સુધી સામેલ છે. ઠગો હવે એટલા ચાલાક થઇ ગયા છે કે તેઓ કાર્ડ ક્લોન કરી લે છે, ડેટા ચોરી લે છે અને લોકોને સરળતાથી ફસાવી લે છે.
સૌથી મોટી સમસ્યા એ છે કે બેન્કો મોટા ભાગના કેસોમાં પૈસા પાછા આપવાનો ઇનકાર કરે છે, જ્યારે RBIના નિયમો અનુસાર ઘણી પરિસ્થિતિમાં ગ્રાહકની શૂન્ય જવાબદારી (Zero Liability) હોય છે. એટલે કે જો ગ્રાહકની કોઈ ભૂલ નહીં હોય, તો પૈસા પાછા મળી શકે.એકસપર્ટ્સ કહે છે કે સંપૂર્ણ નાણાકીય પ્રણાલી પોતાની જ ખામી માટે જવાબદાર છે. ગ્રાહકોની સુરક્ષા કરવાને બદલે બેન્કો ઘણી વાર ભાર ગ્રાહકો પર મૂકતી જાય છે, જેને કારણે એવા નાગરિકો છેતરપિંડી પછી પણ લાંબા સમય સુધી કાનૂની નોટિસ, વસૂલાત કોલ અને બ્યુરોક્રેસીની ઉદાસીનતા સામે ઝઝૂમતા રહે છે.
માત્ર 4132 FIR ક્રેડિટ/ડેબિટ કાર્ડ ફ્રોડ, ATM ફ્રોડ, SIM સ્વેપ, ક્લોનિંગ, એક્ટિવેશન અને OTP શેરિંગ જેવા કેસો સાથે જોડાયેલા હતા — જેમાં પીડિતોને રૂ. 161.5 કરોડનું નુકસાન થયું હતું, જ્યારે પોલીસ માત્ર રૂ. 4.8 કરોડ જ પાછા મેળવી શકી છે.
લોકો ફ્રોડ અને કાનૂની નોટિસનો કરી રહ્યા છે સામનો
આ મામલા ફ્રોડના અનેક જુદી-જુદી રીતો સાથે જોડાયેલા હતા. ઉદાહરણ તરીકે સાકીનાકાની વ્યવસાયી રોમલજિત કૌર મક્કડને તેમના ક્રેડિટ કાર્ડ ક્લોન પછી રૂ. 2.5 લાખનું નુકસાન થયું. 3 એપ્રિલે જ્યારે તે મુંબઈમાં ઓફિસ મિટિંગમાં હતી અને તેમનું કાર્ડ તેમની પાસે હતું, ત્યારે લખનૌથી એક મર્ચન્ટ મશીન પરથી છેતરપિંડીના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. મક્કડે આક્ષેપ કર્યો હતો કે શક્ય છે કે એ દિવસે પહેલાની ખરીદી દરમિયાન CCTV કેમેરામાં તેમનો PIN કેપ્ચર થઈ ગયો હોય.
નવી દિલ્હીઃ પંજાબ અને હરિયાણામાં પરાળી સળગાવવાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાં દિલ્હી-NCRમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ, હાપુડ અને નોઇડા દેશનાં સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં સૌથી ઉપર રહ્યાં છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ ઉત્તર પ્રદેશનાં આ શહેરોમાં સરેરાશ દૈનિક હવા ગુણવત્તા સૂચકાંક (AQI) અનુક્રમે 437, 420 અને 418 રહ્યો, જે ‘ગંભીર’ શ્રેણીમાં આવે છે.
દિલ્હીનો AQI રવિવારે 391 નોંધાયો, જે ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં છે, જ્યારે એક દિવસ પહેલાં તે 370 હતો. એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ (AQEWS) મુજબ આવનારા દિવસોમાં શહેરની હવા ગુણવત્તા ‘ખૂબ જ ખરાબ’ જળવાઈ રહેવાની આશંકા છે.
ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાન વિજ્ઞાન સંસ્થા (IITM)ના DSSના તાજા આંકડા દર્શાવે છે કે ખેતરોમાં પરાળી સળગાવવાની ઘટનાઓમાં ઘટાડો થયો છે. શનિવાર સુધી પરિવહન ક્ષેત્રમાંથી ઉત્સર્જન અંદાજે 14 ટકાના ઉચ્ચ સ્તરે રહ્યું, જ્યારે રાજધાનીમાં PM 2.5ના સ્તરમાં ખેતરની આગનો ફાળો આ સીઝનમાં સૌથી ઓછો 2.6 ટકા રહ્યો હતો, જે 17 નવેમ્બરે 16 ટકા હતો.
પરાળી સળગાવવાની ઘટનાઓમાં ઘટાડો
ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા (IARI)ના આંકડા મુજબ રવિવારે પરાળી સળગાવવાના કેસોમાં ભારે ઘટાડો નોંધાયો હતો, હરિયાણામાં માત્ર એક અને પંજાબમાં ત્રણ કેસ સામે આવ્યા. તેના વિપરીત ઉત્તર પ્રદેશમાં 522, મધ્ય પ્રદેશમાં 607 અને રાજસ્થાનમાં 21 ઘટનાઓ સામે આવી.
15 સપ્ટેમ્બરથી 23 નવેમ્બર વચ્ચે છ રાજ્યોમાં કુલ 27,720 પરાળી સળગાવવાના કેસ નોંધાયા. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં અનુક્રમે 5088, 617, 5622, 5, 2804 અને 13,584 ઘટનાઓ નોંધવામાં આવી છે.
ઈન્ડિયા ગેટ પર પ્રદૂષણ વિરુદ્ધના પ્રદર્શન
દિલ્હી-NCRમાં વધતા હવા પ્રદૂષણના વિરોધમાં ઈન્ડિયા ગેટ પર પ્રદર્શન કરી રહેલા કેટલીક વ્યક્તિઓએ રવિવારે સ્થળ ખાલી કરાવવા દરમ્યાન પોલીસ કર્મચારીઓ પર કથિત રીતે કાળા મરીનો સ્પ્રે (પેપર સ્પ્રે) છાંટ્યું. આ ઘટનામાં 3–4 પોલીસ કર્મચારીઓને ઇજા પહોંચી અને RML હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે 15થી વધુ લોકો સામે FIR દાખલ કરી તેમની ધરપકડ કરી છે.
કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત પ્રમાણે ફળ મળે.
તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુજ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.
વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.
જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.
યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.
તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.
સપ્તાહ દરમિયાન કાયદાકીયપ્રશ્નથી માનસિકથાકની લાગણી જગાવે તેના કારણે ક્યાંક ખોટીવાર્તાલાપ કે વાદવિવાદની ઘટના બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી જરૂરી છે. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયાનિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે. કોઈને વણમાગી સલાહસુચન ના આપવા, ખટપટી લોકોથી દુર રહેવામાજ શાણપણ છે, સ્પર્ધાત્મકપરિક્ષામા આત્મવિશ્વાસ સારો જોવા મળી શકે છે, નવાઆયોજનના વિચારો અને દ્વિધા વધુ જોવા મળી શકે છે.
આકસ્મિકખર્ચા વધે તેવા બનાવ બની શકે છે, પરિવાર સાથે મુસાફરી થઈ શકે છે ,અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીની તમે મજાકકરવાની વૃતિવાળા બનો. જૂનીઓળખાણકે જૂનીયાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે, વેપારના કામકાજમા ઉત્સાહને સફળતા જોવા મળે તેવી વાત બને, જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવા માટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ નવીરીત શીખવી હોયતો આ સમયનો સદઉપયોગ કરવો સારો છે, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક આગળ વધી શકે છે.
મહેનત કરતા ઓછુફળ મળવાની ફરિયાદ મનમા વધુ રહે, ક્યારેય વાણીવિલાસ ના થાય તેનુ દયાન રાખવુ ઇચ્છનીય છે. ધરમાંકે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે, વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે, નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ સારુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.
સાહસિકવૃત્તિ જોવા મળે, આવક-જાવક સરખી રહે, મિલનમુલાકાતકે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમારી હાજરીનુ વર્ચસ્વ પણ દેખાય, વેપારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાનીવૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.
સપ્તાહ દમિયાન સફળતા વધુ જોવા મળે, વિચારોની માયાજાળમા ફસાયેલા રહો, વેપારના કામકાજમા ધીરજનો અભાવ વર્તાય પણ તેની અસર કામકાજમા ખાસ ન પડે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફથી પણ પરેશાની રહે તેમા ઉકેલ પણ આપ મેળે મળી જાય, તમારી લાગણી અન્ય લોકો સારી રીતે સમજી શકે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે અને ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો, ક્યાંક આળસવૃતીકે આરામ કરવાની ભાવના વધુ જાગે, હિતશત્રુ કે ખટપટી વ્યક્તિથી તમારો કુદરતી રીતે સારો બચાવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારકે વિવાહિતવર્ગ માટે સારા સંજોગો ઉભા થઈ શકે છે.
સપ્તાહ દરમિયાન પરિવાર સાથે મનદુઃખ ના થાય તેની દકેદારી રાખવી, છાતી, ફેફસાના દર્દ હોય તેવા લોકોએ દવાબાબત ચોકસાઈ રાખવી, ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિકકાર્ય માં કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતુ હોય તેમના માટે કોઈ સારીવાત જાણવા મળે, પસંદગીની ચીજવસ્તુની ખરીદી કરવામા ગણતરી કરતા વધુ ખર્ચ થઈ શકે છે.
સિંધ પ્રદેશ આજે ભારતનો ભાગ નથી. પરંતુ શક્ય છે કે સરહદો બદલાઈ શકે અને આ પ્રદેશ ફરીથી ભારતનો ભાગ બની શકે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી. એ નોંધવું જોઈએ કે સિંધુ નદીની નજીક સ્થિત સિંધ પ્રાંત 1947 માં ભાગલા પછી પાકિસ્તાનમાં ગયો. આ સમય દરમિયાન, ત્યાં રહેતા સિંધી લોકો ભારતમાં સ્થાયી થયા.
સંરક્ષણ પ્રધાને કહ્યું કે સિંધી હિન્દુઓ, ખાસ કરીને લાલકૃષ્ણ અડવાણીની પેઢીના લોકોએ, આજ સુધી સિંધના ભારતથી અલગ થવાને સ્વીકાર્યું નથી. તેમણે કહ્યું કે અડવાણીએ તેમના પુસ્તકમાં પણ આનો ઉલ્લેખ કર્યો છે. રાજનાથ સિંહે કહ્યું કે માત્ર સિંધમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં હિન્દુઓ સિંધુ નદીને પવિત્ર માને છે. સિંધના ઘણા મુસ્લિમો પણ માને છે કે સિંધુ નદીનું પાણી મક્કાના ઝમઝમના પાણી કરતાં ઓછું પવિત્ર નથી. તેમણે કહ્યું કે આ બાબતો અડવાણીના પુસ્તકમાં છે.
રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે સિંધ આજે ભલે ભારતનો ભાગ ન હોય, પરંતુ સાંસ્કૃતિક રીતે તે હંમેશા ભારતનો ભાગ રહેશે. જ્યાં સુધી જમીનનો સવાલ છે, સીમાઓ બદલાઈ શકે છે. કોણ જાણે, સિંધ કાલે ભારતમાં ફરી જોડાઈ શકે છે. સંરક્ષણ પ્રધાને ઉમેર્યું કે સિંધ નદીને પવિત્ર માનતા સિંધના લોકો હંમેશા આપણા પોતાના રહેશે. તેઓ ગમે ત્યાં રહે, તેઓ હંમેશા આપણા જ રહેશે.