Home Blog Page 4503

રહાણેએ વડાપાવ સાથે તસવીર શેર કરી તો સચિને આપ્યો આ જવાબ

નવી દિલ્હી: ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેએ વડાપાવ સાથે પોતાની એક તસવીર શેર કરી છે. સાથે તેમણે તેમના ચાહકોને સવાલ પૂછયો છે કે, તમને કયા પ્રકારનું વડાપાવ પસંદ છે. રહાણેએ એ તસવીર ટ્વિટ કરતા લખ્યું કે, તમને તમારું વડાપાવ કયા પ્રકારનું પસંદ છે?

ચા સાથે વડાપાવ, ચટણી સાથે વડાપાવ કે માત્ર એકલું વડાપાવ. રહાણેના આ ટ્વિટ પર તેમના અનેક પ્રશંસકોએ પ્રતિક્રિયા આપી પણ રહાણેના સવાલનો મહાન ક્રિકેટર સચિન તેડુંલકરે પણ જવાબ આપ્યો છે. સચિને પણ જણાવ્યું કે તેમને કયા પ્રકારનું વડાપાવ પસંદ છે.

સચિને રહાણેના ટ્વિટનો જવાબ આપતા લખ્યું કે, ‘મને વડાપાવ લાલ ચટણીની સાથે પસંદ છે, જેમાં થોડી લીલી ચટણી અને થોડી ખાટી ચટણી ભેળવેલી હોય આ કોમ્બિનેશન મને લાજવાબ લાગે છે. જેનો જવાબ આપતા રહાણેએ લખ્યું કે, ગ્રેટ કોમ્બિનેશન.

ઉલ્લેખનીય છે કે, 46 વર્ષીય સચિનને વડાપાવ ખૂબ જ પસંદ છે. સચિને અગાઉ મારઠી ચેનલને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મને મારા પુત્ર અર્જૂન સાથે શિવાજી પાર્ક જીમખાનામાં વડાપાવ ખાવું ખૂબ જ પસંદ છે.

મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આવ્યો જીવ, નવેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 1.8 ટકાની વૃદ્ધિ

નવી દિલ્હી: બજેટ પહેલા આર્થિક મોરચે સરકાર માટે રાહતના સમાચાર છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વૃદ્ધિને પગલે નવેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 1.8 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. સતત ત્રણ મહિનામાં ઘટાડા પછી ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિ આવી છે. શુક્રવારે જાહેર કરાયેલા સરકારી આંકડામાં આ જાણકારી આપવામાં આવી છે.

2019ના કેલેન્ડર વર્ષનો બીજો હાફ દેશના અર્થતંત્રને હંફાવી રહ્યો હતો પરંતુ, નવેમ્બર અને ડિસેમ્બર માસના આંકડા દેશની આર્થિક પ્રવૃતિઓ ફરી સુધારાના પાટે ચઢી રહી હોવાના સંકેત આપી રહી છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં જીએસટી કલેકશન 1 લાખ કરોડને પાર નીકળ્યું છે.

નવેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદન આંક એટલે કે ઇન્ડેક્સ ઓફ ઇન્સ્ટ્રીયલ પ્રોડક્શન (IIP) વધીને 1.8 ટકા નોંધાયો છે જે છેલ્લા ચાર મહિનાનો સૌથી ઊંચો ઉત્પાદન વૃદ્ધિદર છે. સતત બે મહિના નકારાત્મક રહ્યા બાદ આઇઆઇપી ગ્રોથમાં રિકવરી જોવા મળી છે. એક વર્ષ પહેલા નવેમ્બર 2018માં આઈઆઈપીમાં 0.2 ટકાની વૃદ્ધિ થઈ હતી.  જ્યારે ઓક્ટોબરમાં IIP ગ્રોથ 3.9 ટકા નકારાત્મક રહ્યો હતો.

NSO દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, નવેમ્બર 2019માં માઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન અનુક્રમે 1.7 ટકા અને 2.7 ટકા વધ્યું છે. જો કે ઇલેક્ટ્રીસિટી જનરેશન 5 ટકા ઘટ્યું છે.  આ સાથે ચાલુ નાણાંકીય વર્ષ 2019-20ના એપ્રિલથી નવેમ્બર સુધીના પ્રથમ આઠ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિદર 0.6 ટકા નોંધાયો છે જ્યારે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં IIP ગ્રોથ 5 ટકા નીચો રહ્યો હતો.

દેશના મહત્વપૂર્ણ 23માંથી 13 ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન વૃદ્ધિદર નવેમ્બર 2019માં નકારાત્મક રહ્યો છે. વપરાશ આધારિત છ માંથી 4 સેક્ટરનું ઉત્પાદન ઘટ્યું છે. જેમાં ઇન્ટરમીડિયેટ ગુડ્સ સેક્ટરનું ઉત્પાદન ઝડપથી 17.1 ટકા વધ્યું છે અને જે ગ્રામીણ માંગનો નિર્દેશાંક મનાય છે તેવા કન્ઝ્યુમર નોન-ડ્યુરેબલ્સનું ઉત્પાદન બે ટકા વધ્યું છે. જોકે બીજી બાજુ મૂડીરોકાણનો માપદંડ મનાતા કેપિટલ ગુડ્સનું ઉત્પાદન 8.6 ટકા ઘટ્યું. આ સાથે કેપિટલ ગુડ્સનું પ્રોડક્શન એપ્રિલથી નવેમ્બર દરમિયાન 11.6 ટકા ઘટ્યું છે. શહેરી માંગનો નિર્દેશાંક એટલે કે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનું પ્રોડક્શન નવેમ્બરમાં 1.5 ટકા ઘટ્યું છે ઉપરાંત પ્રાયમરી ગુડ્સનું પણ ઉત્પાદન 0.3 ટકા ઘટ્યું છે.

 

રાશિ ભવિષ્ય 11/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમા ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવુ લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમા આવી શકો છો. વેપારમા નાનુ કામ કરવુ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકારમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા આયોજનવાળુ કામ કરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકેમોટો પ્રવાસ થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોય તે પૂરી થાય તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામ કરવુ યોગ્ય છે, પ્રિયજનસાથે સારો સમય પસાર થઈ શકે.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદર ના થતી હોય તેવુ વધુ લાગે, મન પરાણે મોટુ રાખવું પડતુ હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટાશબ્દપ્રયોગ ના થાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. વેપારમા કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામા આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમા તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા જૂનીઓળખાણ મુજબ કામકાજ કરવામા આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમા અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષભાષા ન બોલવી, ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોયકે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શકાય તેવા સંજોગો બની શકે છે. વેપારમા નાનુ કામ યોગ્ય છે,


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમા થોડું ચિડીયાપણુ જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવુ, આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમા ન ઉતરવુ, માર્કેટિંગમા મહેનત વધુ પડે, વેપારના કામકાજમા જોખમ ન કરવુ.


આજનો દિવસ સામાન્ય છે, કામમા સમય વ્યસ્તાને લીધે થોડી માનસિકઅશાંતિ રહે, યુવાવર્ગ માટે ક્યાય વાર્તાલાપમા ઉત્તેજનાને લીધે ગેરસમજ ના થાય તેનુ ખાસ ધ્યાન રાખવુ, આકસ્મિકનાણાકીયખર્ચ થાય અને તેની વ્યથા તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાઈ પણ આવે, વેપારમા નાનુ કામ કરવુ જ યોગ્ય છે


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળેકે કોઈ ગમતી વાત સાંભળવા મળી જાય, કોઈ સામાજિકકે ધામિકકામકાજમા તમે તમારુ યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમા જરૂરી માર્ગદર્શન માટે કે ભલામણ માટે જવાનુ હોયતો તેમા પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, કામકાજમા થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમા સુમેળ થોડો ઓછો જોવા મળી શકે છે, કામકાજમા થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ સલાહ્ભર્યું છે.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે, જાહેરપ્રસંગોમા તમારો પ્રભાવ અલગજ તારી આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે,


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાયકે તમારી વાત જાણવાની જીજ્ઞાસા અન્યને વધી શકે છે પરંતુ તેમા તમને કોઈ મોટીતકલીફ ન થઇ શકે. માર્કેટિંગક્ષેત્રમા થોડી નિરાસા જોવા મળી શકે છે, વેપારમા જોખમ ન કરવુ, પ્રિયજન સાથે કોઈ મનદુખ ના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે, વડીલવર્ગને ભૂતકાળમા કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમા યોગદાન આપેલ હોય તેની કદરકે સંભારણા થાય તેવુ બની શકે છે, નોકરીકે વ્યવસાયમા ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન પણ મળી શકે છે, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે.

દીપિકાએ સિદ્ધિવિનાયક મંદિરમાં જઈ દર્શન કર્યાં…

બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણે 10 જાન્યુઆરી, શુક્રવારે મુંબઈમાં પ્રભાદેવી ખાતે આવેલા પ્રસિદ્ધ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે જઈને દર્શન કર્યા હતા. દીપિકા એની નવી રિલીઝ થયેલી ફિલ્મ ‘છપાક’ની સફળતા મળે એવી પ્રાર્થના કરવા માટે મંદિરમાં ગઈ હતી.

પૂંછ સેક્ટરમાં પાકિસ્તાને મોર્ટાર છોડ્યા, બે જવાન શહીદ

શ્રીનગર – કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં બોર્ડર પાસે આવેલા વિસ્તારોમાં પાકિસ્તાને મોર્ટાર છોડ્યા હતા. આ મોર્ટાર હુમલાના કારણે સેનાના બે જવાન શહીદ થયા છે જ્યારે બીજા 2 જણ ઘાયલ થયા છે. પાકિસ્તાની સૈનિકોએ ભારતની સરહદમાં મોર્ટાર છોડ્યા હતા. આ હુમલામાં બે જવાન શહીદ થયા તો ત્રણ જવાનને ઈજા પહોંચી છે. રિપોર્ટ્ પ્રમાણે, જ્યારે પાકિસ્તાને આર્મી પોર્ટર પર ફાયરિંગ કર્યું તે સમયે તેઓ વિસ્તારમાં કામ કરી રહ્યાં હતા. ત્યારે પાકિસ્તાન તરફથી ફાયર કરવામાં આવેલા મોર્ટાર અને ગોળીઓની ઝપટમાં આવી ગયા હતા.

ઘટનાની જાણકારી આપતા સેનાએ કહ્યું, ‘જમ્મૂ-કાશ્મીર લાઇન ઓફ કંટ્રોલની પાસે પાકિસ્તાની ભારે ગોળીબારી કરી છે. આ ગોળીબારીમાં બે જવાન શહીદ થયા તો ત્રણને ઈજા પહોંચી છે. આ ઘટના પુંછ જિલ્લાના ગુલપુર સેક્ટરની છે. હુમલામાં શહીદ થનાર બંન્ને જવાન સેનામાં મજૂર તરીકે કામ કરતા હતા.’

JNU હિંસાનો મામલોઃ 9 શકમંદોમાં આઈશી ઘોષનો સમાવેશ

નવી દિલ્હીઃ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં થયેલી હિંસા મામલે દિલ્હી પોલીસે 9 જણનાં ફોટોગ્રાફ્સ જાહેર કર્યા છે. આમાં વિદ્યાર્થી સંઘની અધ્યક્ષા આઈશી ઘોષનું નામ પણ છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે જે લોકોની ઓળખ થઈ છે તેમાં ચુનચુન કુમાર, પંકજ મિશ્રા, યોગેન્દ્ર ભારદ્વાજ, પ્રિયા રંજન, વિકાસ પટેલ, ડોલન, આઈશી ઘોષના નામનો સમાવેશ થાય છે. પોતાના પર લાગેલા આરોપ વિશે સ્પષ્ટતા કરતાં જેએનયૂએસયૂ અધ્યક્ષા આઇશી ઘોષે કહ્યું કે, દિલ્હી પોલીસ પોતાની તપાસ કરી શકે છે. મારી પાસે તે દેખાડવા માટે પણ પૂરાવા છે કે મારા પર કઈ રીતે હુમલો થયો હતો.

આઇશીએ પત્રકાર પરિષદમાં કહ્યું, ‘મને આ દેશના કાયદો-વ્યવસ્થા પર સંપૂર્ણ વિશ્વાસ છે કે તપાસ નિષ્પક્ષ થશે. મને ન્યાય મળશે. પરંતુ દિલ્હી પોલીસ પક્ષપાત કેમ કરી રહી છે? મારી ફરિયાદ એફઆઈઆરના રૂપમાં દાખલ કરવામાં આવી નથી. મેં કોઈ મારપીટ કરી નથી.’

ડાબેરી વિચારસરણીનાં સમર્થક આ છાત્રાએ કહ્યું, ‘અમે કંઇ ખોટું કર્યું નથી. અમે દિલ્હી પોલીસથી ડરતા નથી. અમે કાયદાકીય રીતે લડશું અને અમારા આંદોલનને શાંતિ અને લોકશાહીની રીતે આગળ લઈ જશું.’

માનવ સંશાધન વિકાસ મંત્રાલયના સચિવ અમિત ખરે સાથે મુલાકાત બાદ જેએનયૂએસયૂ અધ્યક્ષાએ કહ્યું, ‘અમને આશ્વાસન મળ્યું છે કે આ મામલામાં માનવ સંચાલન મંત્રાલય સકારાત્મક હસ્તક્ષેપ કરશે અને ઝડપથી આ મુદ્દા પર એક પરિપત્ર જારી કરશે.

આઈશીએ એમ પણ કહ્યું, ‘અમે એમએચઆરડી પાસે માગ કરી છે કે જેએનયૂના કુલપતિને તાત્કાલિક પદ પરથી હટાવવા જોઈએ, કારણ કે તે વિશ્વ વિદ્યાલયને ચલાવી શકતા નથી. અમારે એક નવા કુલપતિની જરૂર છે. જે ફરી મદદ કરી શકે અને કેમ્પસમાં સામાન્ય સ્થિતિ લાવવામાં મદદ કરી શકે.

લોન કૌભાંડઃ ચંદા કોચરની સંપત્તિને ED એજન્સીએ ટાંચ મારી

મુંબઈ – કરોડો રૂપિયાની રકમને સંડોવતા લોન કૌભાંડના કેસની તપાસના સંબંધમાં કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે આજે અહીં ICICI બેન્કનાં ભૂતપૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર ચંદા કોચરની રેસિડેન્શિયલ પ્રોપર્ટી અને શેરને કામચલાઉ રીતે ટાંચ મારી છે.

પૈસાના બદલામાં લોનના કૌભાંડમાં હાલ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન અને ઈડી એજન્સીઓ તપાસ કરી રહી છે.

ચંદા કોચરની આશરે રૂ. 78 કરોડની કિંમતની સંપત્તિને ટાંચ મારવામાં આવી છે.

એએનઆઈના અહેવાલ મુજબ, ચંદા કોચર તથા એમનાં પરિવારની અનેક પ્રોપર્ટીને ટાંચ મારવામાં આવી છે. આમાં એમના મુંબઈના એક ફ્લેટ તથા એમનાં પતિ દીપક કોચરની કંપનીની પ્રોપર્ટીઓનો સમાવેશ થાય છે.

ઈડી એજન્સી ભૂતકાળમાં અનેક વાર કોચર દંપતીની પૂછપરછ કરી ચૂકી છે.

આ કેસ ICICI બેન્ક દ્વારા 2009-2011ના વર્ષો વચ્ચે વિડિયોકોન ગ્રુપને રૂ. 1,875 કરોડની લોનને મંજૂર કરવામાં કથિતપણે કરવામાં આચરવામાં આવેલી ગેરરીતિ અને ભ્રષ્ટ પદ્ધતિઓને લગતો છે.

ઈડીનો આરોપ છે કે ICICI બેન્કનું નેતૃત્ત્વ કરતી વખતે ચંદા કોચરે એમનાં પતિ દ્વારા સંચાલિત કંપની ન્યૂપાવર રીન્યૂએબલ્સ લિમિટેડને ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયા આપ્યા હતા.

બીજેપી MLAનો બફાટ: કહ્યું-પાકિસ્તાને ભારતના નાખુશ મુસ્લિમોને બોલાવી લેવા જોઈએ

લખનૌ: ઉત્તર પ્રદેશની ખતૌલી વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય વિક્રમ સેનીએ નાગરિકતા કાયદાનું સમર્થન કરતા ઢંગધડા વગરનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાને પણ આ પ્રકારનો કાયદો બનાવીને ભારતમાંથી પ્રતાડિત મુસલમાનોને તેમના દેશમાં બોલાવી લેવા જોઈએ. પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, પાકિસ્તાને પણ સીએએ જેવા કાયદો બનાવવો જોઈએ, જે મુસ્લિમો અહીં (ભારતમાં) પીડિત છે તેમને પાકિસ્તાનની નાગરિકતા આપવી જોઈએ. પ્રતાડિત નાગરિકોની અદલાબદલી કરી લો. જે ત્યાં પીડિત છે તે હિન્દુસ્તાનમાં આવી જાય અને અહીંના પીડિતો પાકિસ્તાન જતા રહે.

વિક્રમ સેનાના આ વિવાદિત નિવેદનનો વિડિયો પણ સામે આવ્યો છે. સમાચાર એજન્સી એનએનઆઈ દ્વારા શેર કરવામાં આવેલો આ વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેના પર લોકોની જોરદાર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. એક યૂઝરે તેમના નિવેદન અંગે લખ્યું કે, જે માનસિક પીડિત છે તે કયા જાય?

અગાઉ પર વિક્રમ સેની આ પ્રકારના વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે. આ પહેલા જમ્મુ-કશ્મીરમાંથી આર્ટિકલ 370ને દૂર કરવા મામલે તેમણે કહ્યું હતું કે, આ નિર્ણયથી પાર્ટી કાર્યકર્તા એકદમ ઉત્સાહિત છે કારણ કે, હવે કાર્યકર્તાઓ ત્યાંની સુંદર-સુંદર છોકરીઓ સાથે લગ્ન કરી શકશે. આ ઉપરાંત સેની જવાહરલાલ નેહરુ અને ગાંધી પરિવાર ઉપર પણ અશોભનીય ટિપ્પણી કરી ચૂક્યા છે. ગયા વર્ષે નસરુદ્દીન શાહના અસુરક્ષાના નિવેદન પર સેનીએ કહ્યું હતું કે, જેને લોકો ભારતમાં અસુરક્ષા અનુભવી રહ્યા હોય તેમને બોમ્બથી ઉડાવી દેવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે, નાગરિકતા કાયદાને લઈને દેશભરમાં મોટાપાયે હિંસા થઈ ચૂકી છે અને વિરોધનો વંટોળ હજુ પણ શાંત પડયો નથી. શુક્રવારે સીએએ અને એનઆરસીના વિરોધમાં હૈદરાબાદમાં અસદુદ્દીન ઓવેસીએ તિરંગા યાત્રા કાઢી હતી. રેલી ઈદગાહ મીર આલમથી શાસ્ત્રીપુરમ ગ્રાઉન્ડ સુધી કાઢવામાં આવી. ઓવેસીને વેપારીઓનું પણ સમર્થન મળ્યું અને વેપારીઓએ પોતાની દુકાનો સ્વ્યંભૂ બંધ રાખવાની જાહેરાત કરી હતી.

મુંબઈઃ અવિસ્મરણીય બની રહ્યો બોરીવલીની ‘GH હાઈસ્કૂલ’નો વિદ્યાર્થી મેળાવડો

મુંબઈ – બોરીવલી (પૂર્વ)ની ખૂબ જાણીતી એવી શેઠ ગોપાલજી હેમરાજ હાઈસ્કૂલ (GH હાઈસ્કૂલ) દ્વારા તેના ભૂતપૂર્વ તેમજ વર્તમાન વિદ્યાર્થીઓ માટે હાલમાં જ એક વિશાળ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું – ‘મેળાવડો મોજ મસ્તીનો.’

આ ‘ગ્રાન્ડ GH ગ્લોબલ રીયુનિયન’ કાર્યક્રમમાં શાળાનાં દેશ-વિદેશમાંથી 7000 જેટલા વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી તેથી કાર્યક્રમ અભૂતપૂર્વ બની રહ્યો હતો.

વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં હાજરી આપવા માટે જે પ્રતિસાદ આપ્યો હતો એનાથી શાળાનાં સંચાલકો આનંદિત અને આશ્ચર્યચકિત થયા છે.

કોઈ મોટા ધાર્મિક ઉત્સવ વખતે જેવું વાતાવરણ હોય છે એવાં દ્રશ્યો પાંચમી જાન્યુઆરીએ બોરીવલી પૂર્વમાં જોવા મળ્યા હતા. શાળાના પ્રાંગણથી એક કિલોમીટર દૂરથી જ વિદ્યાર્થીઓ ઢોલ વગાડતાં અને નાચતાં-કૂદતાં શાળાએ પહોંચતાં જોવા મળ્યા હતા.

શેઠ ગોપાલજી હેમરાજ શાળા 80 વર્ષ જૂની છે, જેની સ્થાપના ભારતની આઝાદી પૂર્વે, 1934માં કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં જૂનાં વિદ્યાર્થીઓ ઉપરાંત ઘણા ભૂતપૂર્વ શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. જૂનાં મિત્રો એકબીજાંને મળ્યા તેથી એમની જૂની યાદ તાજી થઈ, ઘણાંની આંખો ભીની પણ થઈ. કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તો વિદેશથી આવ્યા હતા. વિદ્યાર્થીવયે પોતાને શિસ્ત શિખવવાની સાથે જ્ઞાન પૂરું પાડનાર શિક્ષકોને મળીને વિદ્યાર્થીઓ ગર્વની લાગણી મહેસૂસ કરતા હતા અને પોતાના શેષ જીવનમાં પણ એમના આશીર્વાદ મેળવતા જોવા મળ્યા હતા. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંના આજે કોઈક ડોક્ટર છે તો કોઈક એન્જિનીયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, શિક્ષક, બિઝનેસમેન જેવા જુદા જુદા વ્યવસાયમાં સ્થાયી થયેલા છે. આ સૌ એક મંચ પર ભેગા થયા હતા.

કાર્યક્રમમાં શાળાનાં વર્તમાન ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉંમરલાયક શિક્ષકોને કોઈ પ્રકારની તકલીફ ન પડે એ માટે વ્હીલચેર, વોકર, ઓક્સિજનનાં બાટલા અને એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.