Home Blog Page 4533

રાશિ ભવિષ્ય 07/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસે થોડી સાવચેતી રાખવી અગત્યની છે અને તમારા ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવુ હિતાવહ છે, યુવાવર્ગ માટે તેમની લાગણી કોઈ સમજાતુ નથી તેવી મનમા ફરીયાદ રહે, વેપારના કામકાજમા જોખમ ટાળવુ, વડીલવર્ગ આજે કોઈને વણમાગી સલાહ ના આપે તે વધુ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તમારો સારો છે અને ઉત્સાહ પણ જોવા મળે, તમારા નવીનકામનુ આયોજન થાય, તેમજ જુનામતભેદ ભૂલવાની તક મળે, લગ્નમાટેની વાતચીતમાકે મિલનમુલાકાત દરમિયાન તમારી પ્રતિભા સારી દેખાઈ આવે અને તમને તેની ખુશીનો અનુભવ પણ થાય, વેપારના કામમા લાભ થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ અને મિત્રો સાથે સારીરીતે સમય પસાર થાય, ક્યાંક નાણાકીય ખર્ચ થઈ છે તેમજ પ્રવાસનુ આયોજન પણ થઇ શકે, માર્કેટિંગક્ષેત્રમા સારાપરિણામની આશા જોવા મળે, યુવાવર્ગને પોતાના મનનીવાત ક્યાંક કહેવામા તક ઝડપવામા થોડી તકલીફ પડી શકે તેવુ બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તેમજ કોઇપણ પ્રકારના વિવાદથી દુર રહેવુ, વાહન ધીમે ચલાવવુ જરૂરી છે, યુવાવર્ગને પોતાના મનમા રહેલી લાગણી કોઈ દુભાવી રહ્યુ હોય તેવુ મનમા ફરિયાદ રહ્યા કરે, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવું, વાણીસયમ રાખવો ઇચ્છનીય કહી શકાય,


આજનો દિવસ સામાન્ય છે અને તેમા પણ કામમા વ્યસ્ત વધુ રહેવાય, થોડી મનમા ક્યાંક અશાંતિ રહે, વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે, યુવાવર્ગમા ધીરજનો અભાવ જોવા મળી શકે છે તેમજ પ્રિયજન સાથે વાદવિવાદ ના થાય તેનુ ધ્યાન રાખવુ, મુસાફરી થોડી કંટાળાજનક અને ખર્ચાળ બની શકે છે.


આજનો દિવસ સારો છે અને તેમા ખાસ કરીને જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થઇ શકે અને તેમા તેમને સારીખુશીનો અનુભવ થાય, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, ક્યાંક નવીનઓળખાણથી તમને આનંદની લાગણી અનુભવો.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે, પાડવા-વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવુ, વેપારના કામકાજમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે મતભેદકે મનદુઃખ ના થાય તેની કાળજી રાખવી જરૂરી છે.


આજનો દિવસ યાદગાર બની શકે છે તેમા પણ તમારી જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી બેવડાઈ જાય, કામની કદર થાય, યુવાવર્ગને પસંદ પડે તેવી વાત સાંભળવા મળી શકે છે, વેપારીવર્ગને કામકાજમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય તેવા સંજોગો ઉભા થાય.


આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવુ, યુવાવર્ગ આજે કોઈની ખોટીદોરવાણીથી દોરવાઇ ના જવાય તેનુ ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, વડીલવર્ગે આજે કોઈને વણમાગી સલાહ ન આપવી,


આજનો દિવસ સારો છે અને તમને પણ ઉત્સાહ સારો રહે, કયાંક મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનુ કામ થઇ શકે જેમા તમે ખુબ આનદની લાગણી અનુભવો, લગ્નમાટે ક્યાય વાતચીત કરવી પણ યોગ્ય બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવો યોગ્ય છે, વેપારમા લાભની તક છે


આજનો દિવસ સામાન્ય છે તમે કામમા વધુ વ્યસ્ત રહો, કોઈ જુનાકામમા જલ્દીથી ઉકેલ ન આવે તેને લીધે તમે કામ ટાળવાની નીતિ અપનાવો, યુવાવર્ગ માટે પોતાના વર્તનમા શાંતિ જાળવવી જેથી તમારાથી કોઈની લાગણી ના દુભાય, વેપારમા પોતાના અનુભવ મુજબ નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ સારુ રહે.


આજનો દિવસ સામાન્ય છે તમે તમારા સહકર્મચારી સાથે કામની બાબતમા થોડા દ્વિધામા રહો તમારે થોડો  કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, યુવાવર્ગ માટે આજે મજાકવૃત્તિથી દુર રહેવુ જેથી બિનજરૂરી ગેરસમજ ટાળી શકાય  માર્કેટિંગમા સમયનો વ્યય વધુ થાય, વેપારના કામકાજમા ધીરજ રાખવી.

જેએનયૂમાં વિદ્યાર્થીઓ પરના હુમલાનો મુંબઈમાં વિરોધ થયો; તાપસી, શબાના જોડાઈ

મુંબઈ – નવી દિલ્હીમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ગઈ કાલે બુકાનીધારી લોકોના એક ટોળાએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર કરેલા હિચકાલા હુમલાના વિરોધમાં આજે મુંબઈમાં વિરોધ-દેખાવો કરવામાં આવ્યા હતા.

ગેટવે ઓફ ઈન્ડિયા સ્મારક ખાતે આયોજિત દેખાવોમાં અભિનેત્રીઓ તાપસી પન્નૂ, શબાના આઝમી, અપર્ણા સેન, નિર્માતા અનુરાગ કશ્યપ જેવી બોલીવૂડ હસ્તીઓ સામેલ થઈ હતી અને હુમલાને વખોડી કાઢ્યો હતો.

અન્ય અભિનેત્રી સ્વરા ભાસ્કર, અભિનેતા મોહમ્મદ ઝીશાન અય્યૂબ, નિર્માતા હંસલ મહેતાએ પણ હુમલાને વખોડી કાઢ્યો છે અને આ કેસમાં હસ્તક્ષેપ કરવાની દિલ્હી પોલીસને વિનંતી કરી છે.

જેએનયૂમાંના હુમલામાં 18 જેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો ઘાયલ થયા હતા અને એમને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં વિદ્યાર્થી સંઘના અધ્યક્ષા આઈશી ઘોષનો પણ સમાવેશ થાય છે.

(ડાબેથી જમણે) સ્વરા ભાસ્કર, સોનમ કપૂર-આહુજા, તાપસી પન્નૂ, રિચા ચઢ્ઢા

સ્વરાનાં માતા ઈરા ભાસ્કર જેએનયૂમાં પ્રોફેસર તરીકે સેવા બજાવે છે. સ્વરાએ ટ્વિટર પર લોકોને અપીલ કરી છે કે હિંસા પર કાબૂ મેળવવા માટે સરકાર તથા દિલ્હીની પોલીસ પર દબાણ લાવવા માટે કેમ્પસ પર જવું જોઈએ.

અભિનેત્રીઓ સોનમ કપૂર-આહુજા, રેણુકા શહાણે, રિચા ચઢ્ઢા, દિગ્દર્શકો અનુરાગ બસુ, વિશાલ ભારદ્વાજ, અનુભવ સિન્હાએ ટ્વીટ કરીને હુમલાને વખોડી કાઢ્યો હતો.

દિગ્દર્શક અનુરાગ કશ્યપે જેએનયૂમાં હિંસા અને તોડફોડ કરાયાના અનેક કથિત વિડિયોને રીટ્વીટ કર્યા છે.

મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસઃ ભાડું રૂ. 2,384 અને રૂ. 1,289

મુંબઈ – ભારતીય રેલવેએ બીજી તેજસ એક્સપ્રેસ ટ્રેનને મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડાવવાનું નક્કી કર્યું છે. આ ટ્રેન આવતી 17 જાન્યુઆરીથી વ્યાપારી ધોરણે સફર શરૂ કરશે.

આ ટ્રેનસેવાનું સંચાલન ભારતીય રેલવેની પેટાકંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા કરવામાં આવે છે.

તેજસ શ્રેણીમાં મુંબઈ-અમદાવાદ તેજસ ટ્રેન બીજી છે, જે સપ્તાહમાં 6 દિવસ દોડશે.

પહેલી તેજસ એક્સપ્રેસ લખનઉ અને નવી દિલ્હી વચ્ચે શરૂ કરવામાં આવી છે.

IRCTCએ આ ટ્રેન માટે ‘ડાયનેમિક ભાડા’ યોજના ઘડી કાઢી છે. મતલબ કે ખાલી સમયગાળા, ધસારાના સમયગાળા અને તહેવારોની મોસમ માટે જુદા જુદા ભાડા રાખવામાં આવશે.

IRCTC એ એ પણ નક્કી કર્યું છે કે આ ટ્રેન જો મોડી પડશે તો એ પ્રવાસીઓને પૈસા ચૂકવશે. મતલબ કે જો ટ્રેન એક કલાક મોડી પડશે તો પ્રવાસીઓને રૂ. 100નું વળતર આપવામાં આવશે. બે કલાક મોડી પડશે તો રૂ. 250ની રકમની ચૂકવણી કરવામાં આવશે.

તેજસ એક્સપ્રેસ માટે તત્કાલ ટિકિટની સુવિધા નહીં હોય.

ટ્રેન મોડી પડે તો પૈસાનું રીફંડ લેવા માટે પ્રવાસીઓએ ઓનલાઈન પરની લિન્કમાં વીમા કંપની સાથેનું એક ક્લેમ ફોર્મ ભરવાનું રહેશે. પ્રવાસીઓ એ ઉપરાંત ટોલ ફ્રી નંબર ઉપર પણ ક્લેમ નોંધાવી શકશે. એ માટે પ્રવાસીએ તેની સફરની વિગતો, પીએનઆર નંબર, બેન્ક એકાઉન્ટ વિગતો તથા ટ્રેન કેટલા કલાક મોડી પડી એ વિગત આપવાની રહેશે. વીમા કંપની વળતરની રકમ સીધા પ્રવાસીના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેશે.

મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ માટે બુકિંગ શરૂ થઈ ગયું છે.

82902 નંબરની આ ટ્રેન સવારે 6.40 વાગ્યે અમદાવાદથી ઉપડી બપોરે 1.10 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. વળતી સફરમાં, 82901 નંબરની ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી બપોરે 3.40 વાગ્યે ઉપડી રાતે 9.55 વાગ્યે અમદાવાદ પહોંચશે.

રસ્તામાં આ ટ્રેન નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, બોરીવલી સ્ટેશનોએ ઊભી રહેશે.

ટ્રેન ગુરુવાર સિવાય સપ્તાહના બાકીના બધા દિવસોએ દોડાવવામાં આવશે.

અમદાવાદથી મુંબઈ આવનારી ટ્રેનમાં એક્ઝિક્યૂટિવ ચેર કારનું ભાડું રૂ. 2,384 છે. એનું બેઝ ફેર છે રૂ. 1,875, જ્યારે જીએસટી 94 રૂપિયા, કેટરિંગ ચાર્જ 415 રૂપિયા સામેલ છે. એસી ચેર કારનું ભાડું રૂ. 1,289 હશે, જેમાં બેઝ ફેર 870 છે જ્યારે જીએસટી 44 રૂપિયા અને કેટરિંગ ચાર્જ 375 રૂપિયા છે.

મુંબઈથી અમદાવાદ જનારી ટ્રેનમાં એક્ઝિક્યૂટિવ ભાડું રૂ. 2,374 છે, જેમાં બેઝ ફેર રૂ. 1,875 છે જ્યારે જીએસટીના 94 રૂપિયા અને કેટરિંગ ચાર્જ 405 રૂપિયા સામેલ છે. એસી ચેર કારનું ભાડું રૂ. 1,289 છે જેમાં બેઝ ફેર રૂ. 870 છે  જ્યારે જીએસટી 44 રૂપિયા અને કેટરિંગ ચાર્જ 375 રૂપિયા છે.

આ ટ્રેનનું બેઝ ફેર શતાબ્દી એક્સપ્રેસ જેટલું જ હશે, પરંતુ તેજસનું ભાડું વધારવાનો અધિકાર IRCTCને રહેશે, કારણ કે આ રેલવેની ખાનગી ટ્રેન છે.

તેજસ એક્સપ્રેસ પ્રતિ કલાક 160 કિલોમીટરની ઝડપે દોડશે.

આ ટ્રેનમાં દરેક સીટના પાછળના ભાગમાં એક એલસીડી લગાડવામાં આવ્યું છે.

ટ્રેનમાં વાઈ-ફાઈ સુવિધા મળશે તેમજ કેટરિંગનું મેનૂ નામાંકિત શેફ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હશે.

પ્રવાસીઓને મફતમાં રૂ. 25 લાખના રેલ યાત્રા વીમાનું કવચ મળશે.

દરેક ડબ્બામાં બ્રેલ ડિસ્પ્લે, ડિજિટલ ડેસ્ટિનેશન બોર્ડ અને ઈલેક્ટ્રોનિક રિઝર્વેશન ચાર્ટ પણ હશે.

પાકિસ્તાનના લોકો ય હવે કહે છે કે સેના આતંકીઓની મદદ લેવાનું બંધ કરે

વોશિગ્ટન: અમેરિકામાં રહેતા પાકિસ્તાની નાગરિકોના એક સમૂહે પાકિસ્તાની સેના અને આતંકવાદી સંગઠનોના કનેક્શનની પુરજોશમાં ટીકા કરી છે. આ લોકોએ કહ્યું કે, પાકિસ્તાની સેના દ્વારા આતંકવાદી સંગઠનો પાસેથી કોઈ પણ પ્રકારની મદદ લેવી કે કરવી નિંદનીય છે. આ સાથે આ લોકોએ માંગ કરી છે કે, પાકિસ્તાની સેનાને આ આતંકી સંગઠનોના ઘરેલૂ અને વિદેશી મોરચા પર ઉપયોગને સમાપ્ત કરી દેવો જોઈએ. આ સમૂહે પાકિસ્તામાં થઈ રહેલા લોકતાંત્રિક સ્વતંત્રતાના હનન પર પણ ચિંતા વ્યક્ત કરી છે. નારાજ સભ્યોએ અહીં આતંકવાદ અને માનવાધિકાર વિરુદ્ધ દક્ષિણ એશિયન કોન્ફરન્સ (SAATH) ની ચોથી આવૃત્તિમાં હાજરી આપી હતી અને ઉપરોક્ત વાતો તેમના સંબોધન કહી હતી.

એટલું જ નહીં આ સમૂહે પાકિસ્તાના બલૂચિસ્તાન પ્રાંતમાં સેન્ય ઉત્પીડનને તત્કાલ સમાપ્ત કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે, સુરક્ષા એજન્સિઓએ ગૂમ થયેલ હજારો વ્યક્તિઓના લેખાજોખાં રાખવા જોઈએ. પાકિસ્તાન સરકારે આના માટે એક આયોગની પણ રચના કરવી જોઈએ. સમૂહે બંધારણીય શાસન અને કાયદાના શાસન માટે પાકિસ્તાનના નાગરિકો અને રાજકીય પક્ષોને હાકલ કરી છે. સાથ પરિષદમાં ભાગ લેનારા યુ.એસ. સ્થિત કોલમિસ્ટ મોહમ્મદ ટકી, ભૂતપૂર્વ સેનેટર અફરાસીબ ખટ્ટક, ભૂતપૂર્વ રાજદૂત કામરાન શફી, ડેઇલી ટાઇમ્સના ભૂતપૂર્વ સંપાદક રેહમાન, પત્રકારો તાહા સિદ્દીકી, ગુલ બુખારી અને મરાવી સિરમેડ હતા. અગાઉ SAATH પરિષદ 2016 અને 2017 માં લંડનમાં અને 2018માં વોશિંગ્ટન ડીસીમાં યોજાઇ હતી.

Husain Haqqani, Pakistan’s former Ambassador to the United States

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં આ પ્રકારના આરોપ આંતરાષ્ટ્રીય સ્તર લગાવવામાં આવી ચૂક્યા છે. ગયા વર્ષે એક અમેરિકન રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે લશ્કર એ તૌયબા અને જૈશ એ મોહમ્મદ સહિત એ તમામ આતંકી સંગઠનો વિરુદ્ધ જરૂરી કાર્યવાહી ન કરી. આ સંગઠનો પાકિસ્તાનની ધરતી પરથી સંચાલિત થઈ રહ્યા છે. પાકિસ્તાનમાં આ આતંકીઓની ટ્રેનિંગ ચાલી રહી છે. પાકિસ્તાની હુકુમત આ આતંકી સંગઠનોનું પોષણ કરી રહી છે. એ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાનમાં સક્રિય આ આતંકી સંગઠનો સતત સેના અને નાગરિકોને ટાર્ગેટ કરી રહ્યા છે. ભારતને સતત આ સંગઠનોથી ખતરો રહેલો છે. અમેરિકાએ ભારતની ચિંતાને યોગ્ય ગણાવી હતી. રિપોર્ટમાં અંતે એમ પણ કહેવામાં આવ્યું હતું કે, આ આતંકી સંગઠનોને આર્થિક મદદ પાકિસ્તાને ચાલુ રાખી છે.

JNU હિંસાકાંડમાં ચર્ચાનો વિષય બની છે આ છોકરી

નવી દિલ્હી: જેએનયુમાં રવિવારે થયેલી હિંસાના વિડિયો અને તસવીરો વાયરલ થઈ રહી છે. હુમલાખોરોની આ તસવીરોમાં સૌથી વધુ વાયરલ થઈ રહેલી એક તસવીર કે જેમાં એક ચેક્સ શર્ટ પહેલી છોકરી બે છોકરા સાથે જોવા મળી રહી છે. આ છોકરીની સાથે ઉભેલા છોકરાઓના હાથમાં લાકડી અને લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે. અહીં પોલીસની સાથે લોકોના મનમાં પણ એક જ સવાલ છે કે, આખરે એ ચેક્સ શર્ટ વાળી છોકરી છે કોણ? જેનો જવાબ સોશિયલ મીડિયા પર શોધવામાં આવી રહ્યો છે.

હકીકતમાં હિંસા પછી લેફ્ટ સમર્થિત વિદ્યાર્થી સંગઠન અને ભાજપનું સમર્થન ધરાવતી સ્ટુડન્ટ વિંગ એબીવીપી એક બીજને આ ઘટના માટે જવાબદાર ગણાવી રહ્યા છે. શું તે ચેક્સવાળો શર્ટ પહેરેલી છોકરી આ બેમાંથી જ કોઈ એક વિદ્યાર્થી સંગઠનની સભ્ય છે? જોકે, કોઈપણ પક્ષના દાવાની હજુ સુધી પુષ્ટી નથી થઈ શકી. પોલીસે એફઆઈઆર નોંધીને તપાસ શરુ કરી દીધી છે અને તેમનું કહેવું છે કે, વિડિયો ફૂટેજને આધારે હુમલાખોરોની શોધખોળ ચાલી રહી છે.

જો પોલીસ હિંસાના ફોટો અને વિડિયો મારફતે હુમલાખોરો સુધી પહોંચવા સફળ રહી તો એ છોકરી પણ જલ્દી જ પકડાઈ શકે છે. આ છોકરીએ આ ચેક્સવાળા શર્ટની સાથે ઘેરા વાદળી રંગનું જીન્સ અને સફેદ સ્પોર્ટ્સ સુઝ પહેર્યાં છે. ચહેરા પર ગ્રીન કપડુ લપેટ્યું છે. જો કે, આ છોકરીની આંખો અને માથું સ્પષ્ટ દેખાય છે. આ સ્થિતિમાં પોલીસ માટે આ યુવતી સુધી પહોંચવું મુશ્કેલ નહીં બને.

તો આ તરફ આઈસાની દિલ્હી પ્રેસિડેન્ટ કંવલપ્રીત કૌરે ટ્વીટ કરીને ફોટોમાં આ યુવતીને ઓળખતી હોવાનો દાવો કર્યો છે. કંવલપ્રીતે એક નામ પણ તેમની પોસ્ટમાં લખ્યું છે. તેમણે જે યુવતીનું નામ લખ્યું છે, એવુ કહેવામાં આવી રહ્યું છે કે, તેણીએ તેમનું એકાઉન્ટ પણ ડિએક્ટિવેટ કરી દીધું છે. જોકે, કંવલપ્રીતના દાવાની પુષ્ટી થઈ શકી નથી. મહત્નું છે કે, ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ આયુક્ત અમૂલ્ય પટનાયક સાથે વાતચીત કરીને હિંસા પર તાત્કાલિક રિપોર્ટ માંગ્યો છે. તો માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સચિવે જેએનયુના રજિસ્ટ્રાર પ્રોક્ટર અને રેક્ટરને તેમના કાર્યાલય ખાતે બોલાવીને સમગ્ર ઘટનાક્રમ અંગે રિપોર્ટ માગ્યો છે.

પશ્ચિમ એશિયાની તંગદિલીએ ભારતીય શેરબજારમાં પાડયો કડાકોઃ ક્રૂડના ભાવ આસમાને

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં સર્જાયેલા સંકટના કારણે આજે હાહાકાર મચી ગયો. BSE Sensex અને NIFTY જોરદાર પછડાયા. સપ્તાહના પ્રથમ સત્રમાં જ સેન્સેક્સ 787.98 અંક જ્યારે નિફ્ટી 233.60 અંક સુધી નીચે આવી ગયા. શેર બજારમાં આવેલા આ ભારે ઘટાડાના કારણે રોકાણકારોના એક જ દિવસમાં 3.36 લાખ રુપિયા ડૂબી ગયા. અમેરિકી ડ્રોન હુમલામાં ઈરાનના ટોચના કમાન્ડર કાસીમ સુલેમી માર્યા ગયા બાદ બંન્ને દેશો વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. ઈરાને આનો બદલો લેવાની વાત કહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આવી સ્થિતિમાં ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવાની ચેતવણી આપી છે.

આ તમામ ઘટનાક્રમ વચ્ચે સોમવારના રોજ બ્રેંટ ક્રૂડનો ભાવ 70 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગયો. આ સીવાય અન્ય કારણોથી પણ શેર બજારમાં જોરદાર ઘટાડો નોંધાયો છે. શેર બજારમાં ઘટાડાના કારણે લોકોએ સેફ હેવન માનવામાં આવતા સોનામાં રોકાણ કર્યું. ત્યારે આના કારણે ગોલ્ડની કીંમત અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તર પર પહોંચી ગઈ છે. વિષ્લેષણો અનુસાર ક્રૂડ ઓઈલની કીંમતોમાં આવેલી તેજીથી ભારતીય બજાર વધારે રિએક્ટ કરી રહ્યું છે.

સોનુ 720 રુપિયાની તેજી સાથે પોતાના અત્યાર સુધીના સૌથી ઉચ્ચતમ સ્તર 41,730 રુપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે. બ્રેંટ ક્રુડ ઓઈલનું ફ્યૂચર સોમવારના રોજ આશરે 2 ટકા વધીને 69.81 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગઈ છે. દિવસના વ્યાપારમાં ભારતીય મુદ્રા 24 પૈસા તૂટીને 72.04 રુપિયા પ્રતિ ડોલરના સ્તર પર પહોંચી ગઈ છે. શાંઘાઈ, હોંગકોંગ, ટોક્યો અને સિઓલમાં પણ શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો. યૂરોપીય બજારમાં પણ શરુઆતી સત્રમાં લાલ નિશાના પર રહ્યા.

ચીનની ‘ફ્લાયઝૂ હોટેલ’, જ્યાં સ્ટાફ તરીકે રોબોટ્સ સેવા બજાવે છે…

ચીનના હોંગ્ઝૂ શહેરમાં આવેલા અલી પાર્કમાં કીન ચેંગ લી શોપિંગ સેન્ટર છે. એમાં જ્યારથી નવી હોટેલ શરૂ કરવામાં આવી છે ત્યારથી લોકોનું આ સ્થળ માટેનું આકર્ષણ વધી ગયું છે.

ઈ-કોમર્સ અને મિડિયા ક્ષેત્રના મહારથી અલીબાબા ગ્રુપે આ પાર્કમાં અત્યંત હાઈ-ટેક હોટેલ શરૂ કરી છે જેનું નામ છે ‘ફ્લાયઝૂ’. આને ફ્યૂચર ફીચરવાળી હોટેલ કહેવામાં આવે છે, કારણ કે આ હોટેલમાં કોઈ રિસેપ્શનિસ્ટ હોતી નથી કે મહેમાનોને આવકારવા માટે કોઈ હોટેલ કર્મચારી હોતા નથી.

ફ્લાયઝૂ હોટેલ ચીનના મુખ્ય શહેરોમાંના એક, શાંઘાઈથી 170 કિ.મી. દૂર આવેલા હાંગ્ઝૂ શહેરમાં આવેલી છે. અલીબાબા ગ્રુપના મુખ્યાલયથી આ હોટેલ ચાલતા જઈ શકાય એટલા જ અંતરે છે.

ચાવીવિહોણી, રોકડવિહોણી હોવા છતાં આ હોટેલ એકદમ સરસ રીતે ચાલે છે? કઈ રીતે?

રોબોટ્સ વડે.

આ હોટેલમાં મહેમાનોને રોબોટ્સ આવકારે છે, ચેક-ઈન કરવામાં એમને મદદ કરે છે અને એમને તેમના રૂમ સુધી લઈ જાય છે. એ ઉપરાંત બીજી ઘણી બધી સેવાઓ પૂરી પાડે છે, મદદ કરે છે.

આ બ્રાન્ડ-ન્યૂ હોટેલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સિસ્ટમ પર સંચાલિત છે. હોટેલ ઉદ્યોગમાં કર્મચારીઓના ઊંચા પગાર પરવડતા નથી, વળી મહેમાનો માટેની સેવાઓ અને સુવિધાઓમાં એકરાગતા રહેવી જોઈએ, તો એ બધાયનો જવાબ આ ફ્લાયઝૂ હોટેલ છે. એ વધારે સ્માર્ટ છે, વધારે સ્વયંસંચાલિત છે અને ભવિષ્યના ડિજિટલ પ્રવાસીઓ માટે એક પ્રેરણાસમાન છે.

હોટેલના કર્મચારીનો ચહેરો લિફ્ટ પાસે સ્કેન થઈ રહ્યો છે

આ હોટેલમાં કામકાજો માટે અને મહેમાનોની સહાયતા માટે એક-મીટર ઊંચા કદવાળા રોબોટ્સ છે, જેમને જીની નામ આપવામાં આવ્યું છે. આ રોબોટ્સ મહેમાનોને જ્યાં જવું હોય ત્યાં લઈ જાય છે, એમના ઓર્ડર્સ લે છે, માગેલી ચીજવસ્તુઓ એમને પહોંચાડે છે, લોન્ડ્રી માટેનાં કપડાં પણ ઉઠાવે છે. આ બધું કામ તેઓ વોઈસ કમાન્ડ મારફત કે સ્પર્શ મારફત કે સાદા ઈશારાઓ દ્વારા કરે છે.

ગ્રાહકોએ રૂમની ચાવી અને કાર્ડની ચિંતા કરવાની રહેતી નથી. સોફ્ટવેર બેસાડેલું હોય છે તે મુજબ ચહેરાની ઓળખ પરથી જ રૂમનો દરવાજો આપોઆપ ખૂલી જાય છે. કોઈ સ્વિચ કે નોબ્સ (બટન) હોતાં નથી. રૂમની અંદર પણ બધા સાધનો અવાજ અનુસાર એક્ટિવેટ કે ડીએક્ટેવેટ કરી શકાય છે.

ફ્લાયઝૂ હોટેલમાં કુલ 290 રૂમ્સ છે. આ હોટેલે ગ્રાહકોને એકદમ નવો અને અનોખો અનુભવ કરાવવામાં આગેવાની લીધી છે.

એકદમ ઓછી ડિઝાઈન છતાં હોટેલમાં આધુનિકીકરણ જોવા મળે છે, લેટેસ્ટ ટેક્નોલોજીઝ છે અને મૂળ પરસ્પર માનવ વ્યવહાર અત્યંત ઘટાડી દેવામાં આવ્યો છે.

ફ્લાયઝૂ હોટેલના સીઈઓ વાંગ ક્યૂન કહે છે, આ ફ્યૂચરિસ્ટિક ફીચર્સ અપનાવવા પાછળનો અમારો હેતુ કુશળતા, ગ્રાહકો માટે રિસ્પોન્સ ટાઈમ વધારવાનો અને ખર્ચાળ કર્મચારીગણમાં ઘટાડો કરવાનો છે. અમે રિસેપ્શન અને ગેટકીપર (કોન્સીર્જ) ડેસ્ક માનવરહિત રહેશે, ત્યાં રોબોટ કામગીરી બજાવશે, પરંતુ રસોડા અને સફાઈ કામકામજો માટે માનવ કર્મચારીઓ જ રાખવામાં આવ્યા છે.

આ અત્યાધુનિક સુવિધાસંપન્ન હોટેલમાં સાત થીમ્ડ રૂમ છે, જે ખાસ વિદેશીઓ માટે જ અને વિશિષ્ટ રોકાણના અનુભવ માટે અલાયદા રાખવામાં આવ્યા છે. દાખલા તરીકે, બ્રિટિશ રૂમને યુનિયન જેકથી સુશોભિત કરાયો છે.

હોટેલ ઉદ્યોગમાં રોબોટનો ઉપયોગ કર્યો હોય એવી બીજી કેટલીક હોટેલ્સ છે, પરંતુ આખી તથા સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા સંચાલિત હોય એવી અલીબાબા ગ્રુપની ફ્લાયઝૂ હોટેલ પહેલી જ છે.

બીજિંગમાં ‘ઈન્ટરકોન્ટિનેન્ટલ’ હોટેલે બાઈદુ સાથે ભાગીદારી કરી છે જે વોઈસ-કન્ટ્રોલ્ડ આસિસ્ટન્સનો ઉપયોગ કરે છે તો ટોકિયોમાં ‘હેન ના’ હોટેલ પણ રોબોટ તથા અન્ય AI-ફીચર્સનો ઉપયોગ કરે છે.

ફ્લાયઝૂ હોટેલમાં બુકિંગ સેવા 2018ના ડિસેંબરથી જ શરૂ કરવામાં આવી છે.

ચીન એવો દેશ છે જ્યાં ડેટા-શેરિંગ ટેક્નોલોજી સામે લોકોને બહુ વાંધો નથી. ઊલટાનું, લોકો આવી ટેક્નોલોજીના ઉપયોગમાં ઉત્સાહ બતાવે છે.

મહેમાનો જ્યારે હોટેલમાં પ્રવેશ કરે છે ત્યારે એમના ચહેરાનું સ્કેનિંગ કરવામાં આવે છે. સાથોસાથ એમના પાસપોર્ટ તથા અન્ય ઓળખપત્રોનું પણ સ્કેનિંગ કરવામાં આવે છે અને તે દ્વારા ચેકઈન કરે છે. ચીની નાગરિક ઓળખપત્ર ધરાવનારાઓ તો ચેકઈન કરતી વખતે એમના સ્માર્ટફોનનો ઉપયોગ કરીને એમનો ચહેરો સ્કેન કરાવવાનો રહે છે.

લિફ્ટ (એલિવેટર) પણ મહેમાનોનાં ચહેરાને સ્કેન કરે છે અને ચકાસણી કરે છે કે એમને કયા માળ પર જવાનું છે. ત્યારબાદ બીજા ફેસ સ્કેન સાથે મહેમાનની રૂમનો દરવાજો ખૂલે છે.

રૂમની અંદર પણ ટેમ્પરેચર વધ-ઘટ કરવું હોય કે બારીના પડદા પાડવા હોય કે ઉઘાડવા હોય, રૂમની લાઈટિંગને એડજસ્ટ કરવી હોય અથવા રૂમ સર્વિસને ઓર્ડર આપવો હોય તો બધા જ કામ માટે અલીબાબાની વોઈસ કમાન્ડ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.

હોટેલની રેસ્ટોરન્ટમાં પણ, ઊંચા કદનાસ રેપ્સ્યૂલ આકારના રોબોટ મહેમાનોને એમણે ફ્લાયઝૂ એપ્લિકેશન મારફત ઓર્ડર કરેલી ખાદ્યસામગ્રીઓ ડિલીવર કરે છે.

બીયર બાર ખાતે, વિશાળ રોબોટિક આર્મ જુદા જુદા ટાઈપના 20થી વધારે કોકટેલ મિક્સ કરી શકે છે.

ચેકઆઉટ કરતી વખતે મહેમાનોએ ફ્લાયઝૂ એપ પરનું એક બટન દબાવવાનું હોય છે જ્યારબાદ રૂમ લોક થઈ જાય છે અને એમને અલીબાબાના ઓનલાઈન વોલેટ મારફત પેમેન્ટની વિગતો આપોઆપ મળી જાય છે. પેમેન્ટ થઈ જાય તે પછી મહેમાનોનાં ફેસિયલ સ્કેન ડેટા અલીબાબાની સિસ્ટમ્સમાંથી તત્કાળ ડીલીટ થઈ જાય છે.

‘ફ્લાયઝૂ’નો અર્થ શું થાય?

આ નામને ચીનના એક શ્લેષપ્રયોગમાંથી લેવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે – ‘અહીં તો રહેવું જ જોઈએ.’

હોટેલની લોબીઓમાં તમે ચાલતા જાવ ત્યારે ક્યાંય કોઈ કર્મચારી ન દેખાય. બધું કામ ટેક્નોલોજી પ્રમાણે, ચહેરાની ઓળખ પ્રમાણે અને રોબોટની સહાયતા વડે થતું હોય છે.

અલીબાબા ફ્યૂચર હોટેલ મેનેજમેન્ટના સીઈઓ એન્ડી વાંગનું કહેવું છે કે અમારી હોટેલમાં ગ્રાહકોને સેવા પૂરી પાડવામાં કુશળતા અને સાતત્ય જળવાય છે, કારણ કે માનવીઓનાં મૂડથી રોબોટ ક્યારેય વિચલીત થતાં નથી. ક્યારેક એવું બનતું હોય છે કે ગ્રાહકનો મૂડ સારો ન હોય અથવા કર્મચારીનો મૂડ ઠીક ન હોય, પરંતુ AI સિસ્ટમ અને રોબોટ હંમેશાં મૂડમાં જ હોય છે.

ટ્રેસી લી નામનાં એક મહેમાને કહ્યું કે આ સિસ્ટમ બહુ જ ઝડપી અને સુરક્ષિત છે. હું મારી સુરક્ષાને સૌથી વધારે પ્રાધાન્ય આપું છું. માત્ર મારાં ચહેરાની ઓળખથી જ મારી રૂમનો દરવાજો ખૂલી શકે છે એનાથી મને બેહદ ખુશી અને રાહત છે.

(જુઓઃ તો ચાલો જઈએ ફ્લાયઝૂ હોટેલની અંદર)

 

પાકિસ્તાનથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના મોટા રેકેટનો પર્દાફાશ

કચ્છઃ ગુજરાતના કચ્છમાં જખૌ જળ સીમાથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. કોસ્ટગાર્ડ, એસઓજી અને ગુજરાત એટીએસના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાની બોટમાં લાવવામાં આવી રહેલા કરોડોના ડ્રગ્સને જપ્ત કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓએ 5 પાકિસ્તાનીઓની ધરપકડ કરી છે. બોટમાં કુલ 175 કરોડ રુપિયાના 35 જેટલા ડ્રગ્સના પેકેટ રાખવામાં આવ્યા હતા જેને જપ્ત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે કચ્છના સંવેદનશીલ દરિયાઇ વિસ્તારમાં આ અગાઉ પણ 1000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. મધદરિયે ઝડપી લેવામાં ડ્રગ્ના જથ્થાને ડ્રગ માફીયાઓએ બોટમાંથી દરીયામાં ફેંકી દીધુ હતું. તેનું સર્ચ ઓપરેશન મહિનાઓ સુધી ચાલ્યું હતું અને ધીમે-ધીમે કચ્છના દરીયાકાંઠેથી પલળી ગયેલ કરોડો રૂપિયાનું ડ્રગ તપાસનીશ એજન્સીઓના હાથમાં આવ્યું હતું.

કચ્છના સંવેદનશીલ દરીયાઇ વિસ્તારમાં વારંવાર પ્રતિબંધીત ડ્રગ તેમજ બિનવારસી પાકિસ્તાની બોટો મળી આવી છે. આ અગાઉ પણ કોસ્ટગાર્ડના દિલધડક ઓપરેશનમાં 1000 કરોડનું ડ્રગ ઝડપાયું હતું. આ ડ્રગના જથ્થાની તપાસ હજુ પણ ચાલુ છે અને તપાસનો રેલો સંવેદનશીલ મનતા નલીયા-હાજીપીર સુધી પહોંચ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છ પોલીસ, ગુજરાત અઝજ અને ભારતીય કોસ્ટગાર્ડે ગત મધરાત્રે ભારતીય જળસીમામાં એક વિશેષ ઓપરેશન હાથ ધરી ડ્રગ્સના જથ્થા સાથે બોટમાં સવાર 5 પાકિસ્તાની ઘુસણખોરોની ધરપકડ કરી છે. કચ્છની જળસીમામાંથી અગાઉ પણ અનેક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયેલો છે. કેટલાંક પાકિસ્તાનીઓ બોટમાં ડ્રગ્સ લઈને ભારતમાં ડિલિવરી કરવાની તાકમાં હોવાની બાતમી મળી હતી.

પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપ, એટીએસના 3 ડીવાયએસપી અને કોસ્ટગાર્ડે ગત રાત્રે સમુદ્રમાં આ બોટને ઝડપી પાડવા ઓપરેશન હાથ ધર્યું હતું. જિલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયાએ જણાવ્યું કે, આજે સવારે મધદરીયેથી આ બોટને ઝડપી પાડવામાં સફળતા મળી છે. બોટમાંથી પોલીસે ડ્રગ્સના 35 પેકેટ કબ્જે કર્યાં છે. આ ડ્રગ્સ કયા પ્રકારનું છે તે જાણવા નિષ્ણાતોની મદદ લેવાઈ રહી છે. તોલંબિયાના જણાવ્યા મુજબ ઝડપાયેલા ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટના રેટ મુજબ કરોડો રૂપિયામાં પહોંચે તેવો અંદાજ છે. પાકિસ્તાનીઓ ડ્રગ્સના પેકેટ દરીયામાં ફેંકી ના દે કે બોટને સળગાવી પોતે પણ સમુદ્રમાં કૂદી ના પડે તેનો ખાસ ખ્યાલ રાખી પોલીસે ભારે ગુપ્તતા સાથે આ ઓપરેશન હાથ ધર્યું હતું. જે સફળ રહ્યું છે.હાલ પોલીસ ટીમ દરીયામાં છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. ઝડપાયેલાં પાકિસ્તાનીઓની પૂછપરછમાં મોટા ઘટસ્ફોટ થવાનો અંદાજ છે.

નાગરિકતા બિલઃ વિરોધનો રેલો પહોંચ્યો છેક પેરિસ સુધી…

પેરિસ: દેશમાં લાગુ કરાયેલા નાગરિકતા બિલ અને એનઆરસીનો વિરોધ હવે દેશ પુરતો જ મર્યાદીત નથી રહ્યો આ વિરોધનો વંટોળ સાત સમંદર પાર કરીને પરદેશમાં પણ પહોંચ્યો છે. પચાસ લોકોનું એક ટોળું શાંતિપ્રિય રીતે બેનર્સ સાથે પેરિસના એફીલ ટાવર અને ઈન્ડિયન એમ્બેસી પેરિસ ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન કરી રહ્યું હતું.

આ વિરોધ પેરિસમાં કોઈ માગણીને લઈને નહીં પરંતુ ભારતમાં લાગુ કરાયેલા સીએએ અને એનઆરસીનો હતો. વિદેશમાં રહેતા ભારતીયોએ દેશમાં પોલીસ દ્વારા કરાયેલી બર્બરતાની કડક શબ્દોમાં નિંદા કરી હતી. આ લોકોએ હાથમાં બેનર્સ સાથે વિરોધ કર્યો હતો જેમાં લખ્યું હતું કે, ભારત તેની અખંડીતતા અને એક્તા માટે જાણીતું છે… તેના ભાગલા ન કરો…. મહત્વનું છે કે, છેલ્લા એક અઠવાડિયામાં આ ત્રીજી વખત પેરિસમાં સીએએ-એનઆરસી મુદ્દે વિરોધ જોવા મળી રહ્યો છે.

આ લોકોએ પ્રેમનું પ્રતીક મનાતા એફીલ ટાવર નીચે ઉભા રહીને ભારતીય બંધારણની પ્રસ્તાવનાનું ગૌરવપૂર્ણ વાંચન અને અન્ય ગીતો ગાયા હતા. તો ભારતીય દૂતાવાસ સામે ઉભા રહીને ભારતનું રાષ્ટ્રગાન પણ ગાયુ હતું. આ લોકોએ અહીં સીએએની સમજ આપવા માટે અન્ય મુસાફરોને પણ પત્રિકાઓ વહેંચી હતી. આ વિરોધ પ્રદર્શન દ્વારા આયોજકોનું આંતરાષ્ટ્રીય ક્ષેત્રે વિસ્તરણ કરવાનું લક્ષ્ય છે. વિશ્વના ધર્મનિરપેક્ષ પ્રકૃતિને સુરક્ષિત રાખવા માટે ભારતીયોની એક્તા જ સૌથી મોટી લોકશાહી છે તેવું તેમનું માનવું છે.

આ પ્રદર્શનકારીઓ દ્વારા ભારત સહિતના આંતરાષ્ટ્રીય સાથીઓને પણ વિનંતી કરાઈ હતી ખાસ કરીને ફ્રાન્સમાં રહેતા લોકોને. તેમનું કહેવું છે કે, ભારતમાં ભારતીય બંધારણના અધિકારોને ટેકો આપો અને તેના ઉલ્લંઘનનો વિરોધ. ધર્મને ધ્યાનમાં લીધા વગર નાગરિકતા હકોને સુરક્ષિત કરો. બીજી તરફ વિરોધકર્તાઓને ધમકીનો પણ સામનો કરવો પડયો હતો. ભારજ તરફી સૂત્રોચ્ચાર કરી રહેલા લોકોને ધમકી પણ આપવામાં આવી હતી. જોકે, પ્રદર્શનકારીઓએ તેનો જવાબ ગીત ગાઈને આપ્યો હતો. તેમણે હમ હોંગે કામ્યાબ…એ ગીતથી શાંતિપૂર્ણ સ્વભાવ જાળી રાખ્યો હતો.

પેરિસના સંશોધન વિદ્ધાન ડેમિયન કે જે નવી દિલ્હીના છે તેમણે કહ્યું કે, સીએએ મૂળભૂત રીતે ભેદભાવકારક અને નાગરિકતાને ધર્મને આધારે વર્ગીકરણ કરાઈ હોય તેનું આઝાદ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત થયું છે. વિરોધીઓ એવું પણ માને છે કે, આ સુધારણા ભારતના બંધારણના આર્ટિકલ 14નું ઉલ્લંઘન કરે છે. જેમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે, કાયદો તમામ લોકોનું રક્ષણ કરે છે.

હાલ પેરિસમાં રહેતા અને મૂળ ગુજરાતના વતની સાહિલ કહે છે કે, એક એવો પણ વર્ગ છે જે કહે છે કે સીએએમાં કંઈ ખોટું નથી, પણ એનઆરસી સાથે મળીને સમગ્રપણે ભારતભરમાં જોતાં એ ભારતની બિનસાંપ્રદાયિક અને વિવધતામાં એકતાની છબીને નુકસાન પહોંચાડી શકે છે.