Home Blog Page 4537

વડોદરાથી પકડાયેલા આતંકીની પૂછપરછમાં થયા અનેક મોટા ખુલાસાઓ

વડોદરા: ગુજરાત ATSએ વડોદરાના ગોરવા વિસ્તાર પાસેથી આતંકવાદી ઝફર અલી ઉર્ફે ઉમર નામના આતંકવાદીને ઝડપી લીધો છે. તમિલનાડુનો રહેવાસી આ આતંકી ગુજરાતમાં રહી ISIS માટે કામ કરતો હોવાની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે. આ આતંકી ભરૂચ અને વડોદરા શહેરની આસપાસના વિસ્તારોમાં રહીને નેટવર્ક ઉભુ કરવાની ફિરાકમાં હતો. ઝફર ગોરવામાં એક કાચા મકાનમાં છેલ્લા થોડાક દિવસથી રહેતો હતો. આતંકવાદીની વધારે પૂછપરછ માટે અમદાવાદમાં ગુજરાત એટીએસ ખાતે લાવવામાં આવ્યો છે.

આ આતંકી 26 ડિસેમ્બરથી ઝફર વડોદરામાં રહી રહ્યો હતો. આ આતંકીનો ઈરાદો વડોદરામાં સિમિના નવા અવતાર PFI નું માળખું તૈયાર કરવાનો હતો. આતંકી ઝફર પાસેથી એ.ટી.એસએ ઓટોમેટિક પિસ્તલ કબજે કરી છે. આ આતંકી ગોરવામાં અબ્દુલ રહીમના નામથી રહેતો હતો. આતંકીને જંબુસરથી વડોદરા આવવા લોજિસ્ટિક સપોર્ટ મળ્યો. લોજિસ્ટિક સપોર્ટ માટે મદદ કરનારની પણ પોલીસે અટકાયત કરી છે:

સૂત્રોના મતે તમિલનાડુના તમિલનાડુનું ફંડામેન્ટલિસ્ટ ગ્રૂપના 6 આતંકીઓએ દેશના અલગ અલગ ભાગમાં હિજરત કરી હતી. જેમાંથી ઝફર ઉર્ફે ઉમર વડોદરાના ગોરવા પાસેથી ઝડપાયો છે. જ્યારે ત્રણ આતંકવાદી દિલ્હીથી ઝડપાયા છે.

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ આવતા અઠવાડિયે ભારત આવશે

નવી દિલ્હી – અમેરિકાની કંપની એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ આવતા અઠવાડિયે ભારતની મુલાકાતે આવવાના છે અને નવી દિલ્હીમાં એ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા અન્ય ટોચના અધિકારીઓ તથા ભારતના ઉદ્યોગક્ષેત્રના આગેવાનોને પણ મળે એવી ધારણા છે.

બેઝોસ 15-16 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં નિર્ધારિત એક કાર્યક્રમ ‘SMBhav’માં હાજરી આપવા ભારત આવી રહ્યા છે. એ કાર્યક્રમ ભારતમાં નાના તથા મધ્યમ સ્તરના ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કરવાને લગતો છે.

ભારતના પ્રવાસ અને વડા પ્રધાન મોદી સાથે મુલાકાત અંગે બેઝોસે પોતે હજી સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.

એમેઝોન કંપની ભારતમાં તેના વ્યાપારમાં નોંધપાત્ર વૃદ્ધિ કરવા ધારે છે. જોકે એમેઝોન અને વોલ્માર્ટની માલિકીની ફ્લિપકાર્ટ સહિત ઈ-કોમર્સ કંપનીઓ સામે ભારતમાં નાના અને મધ્યમ સ્તરના વેપારીઓમાં રોષ પ્રગટે છે, એનાથી પણ એમેઝોન વાકેફ છે. આવી ઈ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને વધારે પડતા ઊંચા ડિસ્કાઉન્ટ ઓફર કરીને અયોગ્ય ધંધાકીય પ્રથા ચલાવે છે એવો ભારતના વેપારીઓનો આરોપ છે.

ભારત સરકારે વિદેશી મૂડીરોકાણની સાથે ઈ-કોમર્સ માર્કેટપ્લેસીસ માટેના નિયમોને ગયા વર્ષે વધારે કડક બનાવ્યા હતા.

આ નિયમો અંતર્ગત ઈ-કોમર્સ કંપનીઓ પર અમુક નિયંત્રણો લાદ્યા છે. એને પગલે એમેઝોનને તેનાં જોઈન્ટ વેન્ચર્સમાં પુનર્ઘડતર કરવાની ફરજ પડી છે.

Chitralekha Marathi – January 20, 2020

  E-Magazine – Desktop Version PDF Version
This post is only available to members.

અમેરિકા-ઈરાનઃ ટ્રમ્પને યુદ્ધ કરતાંય ચૂંટણીમાં વધારે રસ છે

મેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ થશે કે કેમ તેવી વાતો વચ્ચે ભારતીય સમય પ્રમાણે 8 જાન્યુઆરી રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરી ‘ઑલ ઇઝ વેલ’ની વાતો કરી. તેમણે લાંબું નિવેદન આપ્યું, તેનો સાર એટલો હતો કે હાલમાં અમેરિકાને ઈરાન સામે યુદ્ધ કરવામાં રસ નથી. ઈરાને એવા દાવો કર્યો હતો કે મિસાઇલ હુમલો કરીને અમેરિકી દળોના 80 સૈનિકોને તેમણે ખતમ કર્યો છે. આ દાવા સામે પોતાના દેશના લોકોને ટ્રમ્પ જણાવવા માગતા હતા કે એક પણ સૈનિકનો જીવ ગયો નથી. તેમણે કહ્યું કે ઇરાક ખાતેના જે થાણા પર ઈરાનની મિસાઇલો પડી ત્યાં સામાન્ય નુકસાન થયું છે.

ગયા અઠવાડિયે અમેરિકાએ ડ્રોન હુમલો કરીને ઈરાની સેનાના ટોચના કમાન્ડર કાસેમ સોલેમાનીને  (ભારતમાં કાસિમ સુલેમાની ઉચ્ચાર પ્રચલિત બન્યો છે) ઠાર કર્યા પછી ઈરાને બદલો લેવાની વાત કરી હતી. સુલેમાની માત્ર સેનાના કમાન્ડર નહોતા, પણ એક રાજકારણી જેવા હતા અને ઈરાનની વિદેશ નીતિ તેમના હાથમાં હતી. સુલેમાનીના મોતથી ઈરાનની પ્રજામાં ભારે રોષ છે અને તેના કારણે ઈરાની સત્તાધીશોએ કાર્યવાહી કરવી જરૂરી બની છે. આ સંજોગોમાં ફરી અખાતમાં યુદ્ધ થશે કે કેમ તેની ચિંતા ઊભી થઈ હતી.


આવી ચિંતા વચ્ચે ઈરાને જાહેરાત કરી તેણે ઇરાકમાં આવેલા અમેરિકી દળોના બે થાણા પર હુમલો કર્યો છે. અલ અસદ અને ઇરબિલ હવાઇ અડ્ડા પર મિસાઇલ્સનો મારો ચલાવ્યો હતો. 80 અમેરિકી સૈનિકોને ઠાર માર્યાનો દાવો કરાયો હતો, પણ ટ્રમ્પે સોશ્યલ મીડિયામાં મેસેજ મૂક્યો હતો કે ઑલ ઇઝ વેલ. પત્રકાર પરિષદમાં તેમણે સ્પષ્ટતા કરી કે કોઈ અમેરિકી જવાન માર્યો ગયો નથી. તેમણે ઈરાન સામે કોઈ મોટી કાર્યવાહીની વાતો ના કરી, બલકે દેશના મતદારોને સંબોધતા હોય તેવી રીતે વાતો કરી. તેમણે કહ્યું કે ઈરાને જે મિસાઇલો નાખી તે ભૂતકાળના અમેરિકી પ્રમુખોએ આપેલી આર્થિક સહાયના કારણે જ બની હતી. મારા નેતૃત્ત્વમાં અમેરિકા સેના બહુ મજબૂત બની છે અને અમેરિકા ફરી ગ્રેટ બન્યું છે તેવી ચૂંટણી જેવી વાતો પણ કરી.

તેથી વિશ્લેષકોએ તારણ એ કાઢ્યું છે કે ટ્રમ્પને હાલમાં ઈરાન સામે યુદ્ધમાં રસ નથી. તેમને પોતાની 2020માં આવી રહેલી ચૂંટણીમાં રસ છે. તેમણે ઇમ્પિચમેન્ટનો સામનો કરવાનો છે અને તે પછી બીજી વાર પ્રમુખ બનવા માટે ચૂંટણી જીતવાની છે. ટ્રમ્પની ભરપુર મજાક અમેરિકામાં થઈ રહી છે, પણ તેમની લોકપ્રિયતામાં બહુ ફરક પડ્યો નથી. તે ઇમિગ્રન્ટ્સ વિરોધી, માત્ર શ્વેત લોકોના હિતની, તોડફોડ અને આમ કરી નાખવાની અને તેમ કરી નાખવાની વાતો કરે છે તે અમેરિકાના રૂઢિચૂસ્ત લોકોને ગમે છે.

બીજી બાજુ અમેરિકા સેના વિશ્વમાં ઠેર ઠેર જઈને દખલ કરે છે અને તેની પાછળ અબજો ડૉલર વેડફાઇ છે તેનો સ્થાનિક ધોરણે થોડો વિરોધ પણ છે. અમેરિકામાં ગરબી વધી રહી છે – ચાર કરોડો અમેરિકીઓ ગરીબી રેખાની નીચે હોવાનો અંદાજ છે. તે સંજોગોમાં દુનિયાના રાજકારણમાં બિનજરૂરી દખલ દેવાના બદલે દેશના અર્થતંત્રને ફરી દોડતું કરવાની માગણી થઈ રહી છે. સાચી વાત એ છે કે વૈશ્વિક મંદી વચ્ચે પણ અમેરિકાનું અર્થતંત્ર ઓછા નુકસાન સાથે અને રાબેતા મુજબ ચાલી રહ્યું છે. બેકારીનું પ્રમાણ વધ્યું નથી, તેથી ટ્રમ્પ દાવો કરી શકે છે કે તેમના શાસનમાં અર્થતંત્ર સૌથી સારું છે, જે અર્ધસત્ય છે. અમેરિકા વધારે ગતિથી પ્રગતિ કરી શકે છે, પણ ટ્રમ્પ જેવા નેતાઓ આપવડાઇમાં દેશને જુદી દિશામાં લઈ જઈ રહ્યા છે તેની ચિંતા અમેરિકાના ઘણા લોકોને છે.

આ બધા વચ્ચે તેમણે કાસિમ સુલેમાનીને ઠાર કરવા માટે મંજૂરી આપી હતી. બગદાદમાં એરપોર્ટ નજીક તેમના કાફલા પર ડ્રોનથી હુમલો થયો હતો. આઈએસના વડા બગદાદીને સિરિયામાં તે છુપાયો હતો ત્યાં હુમલો કરીને ઠાર કરાયો તે પછી ટ્રમ્પ માટે આ મોટી સફળતા હતી. જોકે સુલેમાની અને બગદાદી કે બિન લાદેન વચ્ચે ફરક છે. બગદાદી અને લાદેન આતંકવાદી હતા, જ્યારે સુલેમાની ઈરાનના કૂદ્સ ફોર્સ તરીકે જાણીતા અર્ધલશ્કરી દળના સત્તાવાર કમાન્ડર હતા અને મહત્ત્વના નેતા પણ હતા. ઈરાનની શિયા પ્રભુત્વની મહત્ત્વાકાંક્ષા છે, તેમાં સુલેમાનીની ભૂમિકા અગત્યની હતી. તેમની આગેવાનીમાં કૂદ્સના કમાન્ડો ઈરાનની બહાર, ઇરાક સહિત સમગ્ર મધ્ય પૂર્વમાં ફેલાયેલા છે. સિરિયામાં કબજો જમાવ્યા પછી સુન્ની કટ્ટરપંથી આતંકવાદી આઈએસ આસપાસના દેશોને કબજે કરવા લાગ્યું હતું, ત્યારે તેની સામે લડવામાં ઈરાને પણ ભૂમિકા ભજવી છે. ઇરાકના બગદાદ પર આઈએસનો કબજો થવાનો હતો, પણ ઈરાનના સૈનિકોએ તેમનો સામનો કર્યો હતો. તુર્કીમાં અને ઈરાનની સરહદની નજીક આઈએસના આતંકવાદીઓ પહોંચી ગયા ત્યારે પણ સુલેમાનીએ પોતાના દળો દ્વારા તેને પાછા ભગાડ્યા હતા.

આ બધા કારણોસર સુલેમાનીને ઠાર કરવાના ટ્રમ્પના નિર્ણયને વિશ્વમાંથી વ્યાપક ટેકો મળ્યો નથી. નાટોના સાથે દેશો પણ બહુ રાજી નથી. યુરોપમાંથી પણ એટલો ટેકો મળ્યો નથી. ગલ્ફમાં અશાંતિ થાય તેની અસર યુરોપના અર્થતંત્ર પર થાય છે. જર્મની અને ફ્રાન્સે ખુલ્લો વિરોધ કર્યો છે. આ ઘટના પછીય જર્મની અને ફ્રાન્સે પોતાના દળો ગલ્ફમાંથી ઓછા કરવાની વાતને વળગી રહ્યા છે. ભારતના પોતાના મોટા હિતો ગલ્ફમાં છે. ભારતના 80 લાખ લોકો સંયુક્ત આબર અમિરાત સહિત અખાતના જુદા જુદા દેશોમાં કામ કરે છે. વર્ષ 40 કરોડ ડૉલરની કમાણી કરીને તેઓ ભારત મોકલે છે. ભારતની ક્રૂડની અને કુદરતી ગેસની આયાત ગલ્ફમાંથી થાય છે. તેના કારણે ભારત પણ આ બાબતમાં ટ્રમ્પને ટેકો આપી શકે નહિ. ગમે તેવી દોસ્તી છતાં નરેન્દ્ર મોદી ટ્રમ્પને ટેકો આપી શકે તેવી સ્થિતિમાં નથી.

બીજું અમેરિકાએ ક્રૂડ અને ગેસનું ઉત્પાદન વધારી દીધું છે અને તેને હવે ગલ્ફના ઑઇલની ગરજ નથી. ટ્રમ્પે પત્રકાર પરિષદમાં તેનો ઉલ્લેખ પણ કર્યો હતો. અમેરિકાએ ઉર્જાની જરૂરિયાતની બાબતમાં સ્વાવલંબન હાંસલ કરી લીધું છે. આપણને ગલ્ફના ઑઇલની જરૂર નથી એમ તેમણે કહ્યું. તેમનો કહેવાનો ભાવ ચૂંટણી પ્રચારમાં હોય તેવો, મેં જ બધું કર્યું છે તેવું કહેવાનો પણ હતો, પણ વાત ખોટીય નથી. યુરોપના દેશો એટલે જ અમેરિકાથી નારાજ થયા છે. અમેરિકાએ પોતાના હિતો સાધી લીધા અને હવે યુરોપના દેશોનો ગલ્ફમાંથી ઑઈલ આયાતમાં મુશ્કેલી થાય તેવું પગલું લીધું છે.

ભારતનું ક્રૂડ આયાતનું બિલ ઓલરેડી આ અઠવાડિયે વધી ગયું છે. તંગદિલી વધશે અને ક્રૂડનો ભાવ ઊંચો જશે તો ભારતને ફટકો પડશે. બીજું ઈરાન સાથે ભારતના સંબંધો સારા છે. ભારત ત્યાં ચાબહર પોર્ટ પણ ડેવલપ કરી રહ્યું છે. તેથી ખુલ્લેઆમ યુદ્ધ થાય ત્યારે ભારત માટે વિમાસણ થાય તેવું છે. ભારત અમેરિકાના પ્રયાસોને ગમે તેવા સારા સંબંધો છતાં ટેકો આપી શકે તેમ નથી. જોકે હવે લાગે છે કે વાત ઠંડી પડી ગઈ છે. ટ્રમ્પને પણ લાગ્યું છે કે વિશ્વમાં તેને ટેકો મળ્યો નથી. સુલેમાનીને ઠાર કરવાના નિર્ણયનો સાથી દેશોએ વિરોધ જ કર્યો છે. બગદાદી અને બિન લાદેનન ઠાર કરવા જોઈએ, કેમ કે તે આતંકવાદી હતા, પણ કોઈ દેશના રાજકીય નેતાને ઠાર કરવામાં આવે અને તેને ચલાવી લેવામાં આવે તો ખોટો ચાલ પડે. તેના કારણે પણ ટ્રમ્પે પીછહેઠ કરી હોય તેવું લાગે છે.

બીજું કે તેમનો હેતુ સરી ગયો છે. 2020 ચૂંટણીમાં છાતી ફુલાવીને પ્રચાર કરવા માટેનો તેમનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. ટ્રમ્પ અને અમેરિકા પાસે મજબૂત દલીલો પણ છે. ઈરાનને વારંવાર ચેતવણી આપવામાં આવી હતી. ઈરાને અગાઉ અખાતમાંથી પસાર થતા વહાણો પર હુમલો કર્યો હતો. અમેરિકાનું ડ્રોન પણ તોડી પાડ્યું હતું. ઇરાકમાં અમેરિકાના અડ્ડા છે તેના પર વારંવાર હુમલા પણ કર્યા હતા. હુમલા કરનારામાં કૂદ્સના કમાન્ડો હતા, તેથી સુલેમાની અમેરિકી નાગરિકોના હત્યારા છે તેવું અમેરિકાએ કહ્યું હતું. આવા એક હુમલામાં જોકે એક સિવિલિયન અમેરિકન કોન્ટ્રેક્ટર માર્યો ગયો હતો. તેનું બહાનું કરીને, બીજાની ધરતી પર, ઇરાકની ધરતી પર ડ્રોનથી સુલેમાની પર હુમલો કર્યો તે વધારે પડતું હતું તેમ ઘણા દેશોએ માન્યું છે. અમેરિકા ઈરાની સેનાના અડ્ડા પર વળતા હુમલા કરી શક્યું હોત.

સામી બાજુ ઈરાન પણ ભલે પ્રજાના રોષને જોઈને બદલો લેવાની વાત કરે, પણ અમેરિકા સામે તે બાથ ભીડી શકે તેમ નથી. આર્થિક પ્રતિબંધોને કારણે ઈરાન મુશ્કેલીમાં છે પણ ખરું. તેથી જ જાણકારો એવું કહે છે કે ઇરાકમાં રહેલા અમેરિકી થાણા પર ઈરાને મિસાઇલોનો મારો કર્યો તે કાળજીપૂર્વક કર્યો હતો. એવી રીતે હુમલો થયો છે કે અમેરિકી સૈનિકો કે ઇરાકના નાગરિકો માર્યા ના જાય. તાજા અહેવાલો પ્રમાણે બુધવારે રાત્રે ફરી ઈરાને બગદાદમાં એક વિસ્તાર પર હુમલો કર્યો હતો. બગદાદના ગ્રીન ઝોન કહેવાતા વિસ્તાર પર બોમ્બમારો થયો છે. ભારે સુરક્ષા બંદોબસ્ત ધરાવતા આ વિસ્તારમાં અમેરિકાની એમ્બેસી સહિત ઘણા દેશોની એમ્બેસીઓ આવેલી છે. બે રોકેટ તે વિસ્તારમાં પડ્યા હતા તેવા અહેવાલો છે. તેમાં કોઈ જાનહાની થઈ છે કે કેમ તે સ્પષ્ટ નથી.


ટૂંકમાં તાત્કાલિક ઈરાન અને અમેરિકા બંનેને યુદ્ધમાં રસ નથી તેમ લાગે છે, પણ નાના મોટા હુમલા થતા રહેશે. ઈરાનમાં લોકોના આક્રોશ વચ્ચે કામગીરી થઈ રહી છે તેવું દેખાડવું જરૂરી છે. તેથી ઇરાક તથા મધ્ય પૂર્વમાં અમેરિકી દળો ગોઠવાયેલા છે તેના પર હુમલા થતા રહેશે. એમ્બેસી કે અમેરિકી સંસ્થાઓની કચેરીઓ પર પણ હુમલા થઈ શકે છે. તેમાં મોટા પાયે જાનહાની થશે ત્યારે ફરી તંગદિલી થઈ શકે છે. જાનહાની ઓછી હશે તો અમેરિકા પણ સામી એવી જ હુમલાની નાની મોટી કાર્યવાહી કરી શકે છે. મોટા પાયે આક્રમણ કરવામાં આવે અને તેમાં અમેરિકાના સૈનિકોની વધારે જાનહાની થાય તે ટ્રમ્પને પણ ચૂંટણીના વર્ષમાં પરવડે તેવું નથી. આ રીતે અમેરિકા અને ઈરાન બંનેની પોતપોતાની મજબૂરીઓ છે તે ભારત માટે રાહતની વાત છે. ભારતને આ ઝઘડામાં નાહકનું નુકસાન થાય તેવું છે, ત્યારે ભારતે પણ પોતાની રીતે તંગદિલી ના વધે તે માટેના પ્રયાસોમાં જોડાવું જોઈએ. સાઉદી અને ઇરાક જેવા અમેરિકાના સાથી દેશો પણ સ્થિતિ બગડવા દેવા માગતા નથી. યુરોપના દેશોનું દબાણ ટ્રમ્પ પર સંયમ રાખવા માટે છે. આ દબાણ કામ કરતું રહે તે ભારતના પણ હિતમાં છે.

રાશિ ભવિષ્ય 10/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમા વ્યસતા વધુ રહે તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામ કરવુ હિતાવહ છે, કોઈ જાહેરપ્રસંગમા જવાના યોગ છે તેમા જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમા ના આવી જવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમા મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારુ સારુ પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનુ આયોજન થઈ શકે છે,મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમા નાનુ કામ કરવુ યોગ્ય કહી શકાય,


આજનો દિવસ તકેદારી અને સાવચેતીસૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમા રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવુ અગત્યનુ છે, ખટપટથી દુર રહેવુ ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચન ના આપવી, વેપારમા કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવુ.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામા આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમા અનુભવથી કોઈ કામ કરોતો તેમા તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવુ બની શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમા નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિકકામકાજ અર્થે પ્રવાસનુ આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમા સારો ઉત્સાહ જોવા મળે, વેપારમા નાનુ કામકાજ કરવુ યોગ્ય છે,


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, ઘરકે ઓફીસમા વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી,કોઈની સાથે વધુ દલીલબાજી ના કરવી, વેપારમા જોખમ ભર્યા કામ ન કરવા, જીવનસાથી સાથે ઉગ્રતા ના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સામાન્ય છે, કામમા સમયવ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે અને તેને કારણે થોડી માનસિકઅશાંતિ જેવુ રહે, વાણીવર્તણુકમા ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગ ના બનવુ પડે તેનુ ધ્યાન રાખવુ, વેપારમા નાનુ કામ અનુભવના આધારેજ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરતુ કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમા પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમા થોડો અસતોષ રહે, વેપારમા જોખમભર્યા કામ ન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવુ બની શકે છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમા સારુ પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમા લાભ થઈ શકે છે, કામમા ઉત્સાહ સારો રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવુ શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવુ, આરોગ્યબાબતે થોડુ સાચવવુ, વેપારમા જોખમ ન કરવુ, માર્કેટિંગક્ષેત્રમા થોડી મહેનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ વધુ સારુ.


આજનો દિવસ સારો છે, તમારામા ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવુ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઓળખાણમા કામકાજ કરવાથી  સારુ ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે, વેપારમા લાભ થઈ શકે છે.

ધારેલી સફળતા કે અંધારી જિંદગી, વાસ્તુમાં બધી સમસ્યાના ઉકેલ છે?

મે વિચાર પણ નહિ કર્યો હોય તેવી સમસ્યાઓથી હું ઘેરાયેલી છુ. એક બાજુ ન ધારેલી સફળતા અને બીજી તરફ અંધારી જિંદગી. મને ખબર નથી કે વાસ્તુમાં આવી કોઈ સમસ્યાનો ઉપાય છે કે નહિ. પણ ખબર નહિ કેમ, મારું મન કહે છે કે તમારી સાથે આ વાત કરીશ તો કૈક તો સોલ્યુસન નીકળશે. મારા માતાપિતાના લગ્ન કોઈ કોમન સગાના લીધે થયા હતા. મને સમજાતું નથી કે કેટલાક લોકોને અન્યને પરણાવવામાં મજા શું આવે છે. બંને એક બીજાથી સાવ અલગ છે. એમને જોડ્યા માત્ર પેલા સગાની વાર્તાઓએ. લગ્નના ત્રણ વરસમાં પણ કોઈકને કોઈક તકલીફો આવી પણ મારો જન્મ થઇ ગયો. શું કામ થયો? જે માણસો એક બીજા માટે બન્યા નથી એમને કોઈ હક નથી આવો. દરરોજના ઝગડા. મારું બાળપણ મારી માની જીદ અને મારા પિતાજીની વેદના વચ્ચે પસાર થઇ ગયું.

સતત ચિંતા રહેતી કે એ લોકો અલગ થઇ જશે તો હું ક્યાં જઈશ? મેં સંગીત શીખવાનું શરુ કર્યું અને સફળતા પણ મળી. લોકોને મારો અવાજ ગમ્યો. પણ એનાથી શું? હું નિશાળમાં મોડી પડતી કારણકે મારો નાસ્તો મોડો બનતો. પિતાજીની સામાજિક જવાબદારીઓ અને ઉપરથી ઘરને પણ સાચવવું પડતું. મમ્મીને ઘરના કામમાં રસ જનહતો. વળી કોઈ પણ માણસ રડે એટલે મમ્મી રડતી અને પોતેજ દુખી છે એવું બતાવતી. હું સાવ નાની હતી તો પણ હું સમજતી કે જયારે પપ્પાને ખબર પડશે તો તોફાન આવશે. પપ્પાને ખબર પડી અને તોફાન ન આવ્યું. એ શાંત થઇ ગયા. કદાચ એમની જિંદગીનો એ સહુથી મોટો આઘાત હતો. એ કુટુંબને ભેગું રાખવા મથતા અને મમ્મી એની જીદ પકડી રાખતી. ધીમે ધીમે હું મોટી થઇ ગઈ. મારા મિત્રોને મારા ઘરે આવવું હતું પણ હું ક્યાં બોલવું? અહી ઘર થોડું જ હતું? આ તો મહાભારતનું મેદાન હતું. એક દિવસ મને ખબર પડીકે મારા ક્લાસમાં ઘણાના માબાપ આવીજ રીતે જીવે છે. તમને અંકલ કહું? તમારાથી ખુબ નાની છુ. મેં તમારી દીકરીનું નિર્ભયા એન્થમ જોયું છે. કદાચ એનાથી થોડી મોટી. તમે મારા ઘરને ઘર બનાવવાનો ઉપાય આપશો?

તમારી વાત ખરેજ દુખદ છે. પણ સચ્ચાઈ પણ આ જ છે. માણસ લગ્ન શા માટે કરે છે? હાર જીતની બાજી લગાવવા માટે? આપણી સમાજ વ્યવસ્થા પણ એજ છે. વર પક્ષ ને કન્યા પક્ષ. બંને એક બીજાના વિરુદ્ધ. દીકરી અને વહુનો ભેદ અને દીકરા અને જમાઈનો ભેદ. નબળા આધાર પર ઉભેલા સંબંધો લાંબુ ચાલતા નથી. તમારી વાત સાચી છે કે માત્ર સમાજને દેખાડવા બાળકનો જન્મ ન થવો જોઈએ. જ્યાં સુધી એની માવજત કરવાની સુજ અને ક્ષમતા ન આવે ત્યાં સુધી એ નિર્ણય બાળક માટે નુકશાનકારક બની જાય છે. કોઈએ વાર્તા બનાવીને લગ્ન કરાવ્યા. પણ પછી જયારે ખબર પડી કે એ માહિતી ખોટી હતી તો બંને જેવા હતા એવા સ્વીકારી લેવાની જરૂર હોય છે અથવાતોતુરંત છુટા થઇ જવું જોઈએ. બીજું કે લગ્ન ની શરૂઆતમાં કોઈ પણ પુરુષની કેરિયરની પણ શરૂઆત હોઈ શકે. એ વાત જો પત્ની ન સમજે તો તે પોતાનાંજ જીવનમાં ઝેર ઘોળે છે. આપણે દાદ આપવી પડે કે આવા સંજોગોમાં પણ તમે પોતાનું સ્થાન બનાવી શક્યા છો. જયારે બે છેડા વચ્ચે વાતચીત પૂરી થઇ જાય ત્યારે સમસ્યા વધતી જાય છે. તમે બંને વચ્ચે વાતચીત કરાવવા પ્રયત્ન કરો. ભલે લડતા. એક વાર મનમાંથી બધોજ ગુસ્સો નીકળી જશે પછી એક બીજા માટેની લાગણી જન્મ લઇ શકશે. લગ્નના સત્યાવીસ વરસમાં કોઈક ક્ષણો એવી હશેને કે એકબીજાને પસંદ હોય? એના અંગે વાત કરવા પ્રયત્ન કરો. આલોકો જો છુટા થવાના હોત તો થઇ ગયા હોત. હવે ચિતા કરવાની જરૂર નથી.

વાસ્તુના સંદર્ભમાં વિચારીએ તો તમારા નાનાના ઘરે વાયવ્યનો દોષ છે, તેથી દીકરી સાસરે સુખી ન થાય તેવું બને. તમારા મમ્મી વાયવ્યના બેડરૂમમાં રહેતા. તેથી તેમનો સ્વભાવ ઉતાવળીઓ અને જીદ્દી થઇ ગયો. વળી લગ્ન પણ ઉતાવળિયા નિર્ણય થી જ થયા. તમારા નાના ઘરમાં રસ લેતા ન હતા તેથી અન્યની મદદથી લગ્ન થયા. પેલી વ્યક્તિને જવાબદારી માંથી છુટવું હતું એટલે વાર્તા બનાવીને બંનેને ભેગા કરી દીધા.તમારા પિતા પૂર્વમાં રહેતા હતા તેથી તેમનો સ્વભાવ જ્ઞાન પ્રાપ્ત કરવા વાળો અને સિધાંત વાળો થયો. એ લોકો લગ્ન પછી અગ્નિના બેડરૂમમાં સુવા ગયા. અહી જો યુગલ રહેતું હોય તો લડ્યા કરે પણ એકબીજાને છોડે નહિ. તમે નાનપણથી નૈરુત્યમાં રહ્યા તેથી ઘરના વડીલ તમે બની ગયા. ડાયનીંગ ટેબલ બ્રહ્મમાં છે. તેથી ચર્ચાઓ વધારે થાય યાતો ઘરના બધા સદસ્યો એક સાથે બેસીને જમેં નહિ. ડાયનીંગ ટેબલ પર કાંસાના વાડકામાં ગુલાબની પાંદડી રાખો. સર્વપ્રથમ તો તમે તમારા માબાપ સાથે રૂમ બદલી નાખો. ઘરમાં ગુગલનો ધૂપ કરો અને બંને પાસે શિવલિંગ પર અભિષેક કરાવો. ચોક્કસ ફેર પડશે.

રાશિ ભવિષ્ય 06/01/20થી12/1/20

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

યાત્રાકે જાત્રા થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, અધ્યાત્મિકપ્રવચનો સાંભળવાના યોગ વધુ છે, વિદ્યાર્થીવર્ગને ધારીસફળતા માટે વધુ મહેનત કરવી પડે તેથી મગજમાં વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, નાણાકીય આયોજન સારુ થાય, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.


નવી કાર્યપ્રણાલીથી લાભ થાય, માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક, ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોયતો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહ સુચન બાદ આગળ વધવુ. આર્થિકલાભના યોગ રહેલા છે, વાણીવર્તણુક પર સયમ રાખવો જરૂરી છે.


ઘરમાં કે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે પરંતુ કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણવગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય, પ્રેમસંબંધમા થોડોક ઉતારચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય.


આર્થિકસ્થિતિની થોડી ચિંતા થઈ શકે છે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે, તમારા કામની કદર થોડી ઓછી થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમાકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થનીચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ તકલીફ ઉભી ના થવાથી રાહતની લાગણી અનુભવી શકો છો.


સામાજિક પ્રસંગમાં જવાના યોગ છે તેમા થોડો માનસિકઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક અશાંતિ રહ્યા કરે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમા દેખાઈ આવે, આરોગ્યની નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે, ભાગીદારી કે દામ્પત્યજીવનમાં તમારી લાગણી દુભાતી હોય તેવુ તમને માનસિક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુ ભક્તિમા ધ્યાન અને મન પરોવી રાખો તો ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો છે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળુ બની રહશે, પારિવારિક સહયોગ ઓછો જોવા મળી શકે છે.


સપ્તાહ દરમિયાન ક્યાંકને ક્યાંક અશાંતિ અને દ્વિધા રહેવાના કારણે સામાજિક કે ધાર્મિકકાર્યમાં કોઈ પ્રવૃત્તિ કરવાનું મન થાય, વેપારના કામકાજમાં કોઈ સમાચાર તમારા વિચારો અને દ્વિધામા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવુ, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમાં હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમાં ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવામા રુકાવટ થઈ શકે, અતિઉત્સાહના કારણે તમારા કામને ક્યાંક ગતિ પણ મળી શકે છે, જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે. મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછોઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે, લગ્નબાબતની વાતચીત ક્યાય ચાલતી હોય તેમા થોડી ધીરજ અને અનુભવનો ઉપયોગ તમારા માટે ઇચ્છનીય છે.


કામકાજમા ગણતરી કરતા વધુ મહેનત થયા બાદ ફળ મળે, કામકાજમા ધીરજ અને અચાનક યાત્રા થાય તેવુ બનવા જોગ છે, કામકાજમા વધારો થઈ જાય અને તમે થોડા માનસિક રીતે અસ્વસ્થ બનો, ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયું હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી થાય, કોઇપણ પ્રકારનુ આયોજન કરોતો તેમા પણ સફળતા જોવા મળે, આર્થિકસ્થિતિમા પણ સુધારો થઈ શકે છે.


આર્થિકલાભ થાય તેવા યોગ છે, તમારા ધાર્યાકામ પાર પાડવા માટે તમારે વાણી અને વર્તનનો ઉપયોગ સાથ આપી શકે છે, જેમા તમને આનંદ-ઉત્સાહ સારો રહી શકો છે, ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, તમારી પ્રતિભાની કોઈ સારી રીતે કદર અને ભરોસો કરે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય, જમીન,મકાન,વાહન બાબતના કોઇપણ પ્રકારના પ્રશ્ન હોયતો તેમા પણ ઉકેલ મળે, કોઇપણ પ્રકારની ચિંતાનો ઉકેલ મળી શકે છે.


કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, નાણાકીયઆયોજન અંગે નવુઆયોજન થઈ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે,દામ્પત્યજીવનમા સુખદવાત બની શકે છે.


નવાકામની સારી શરૂઆત થાય પણ તેમા કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચારમતભેદ થાય પણ તેમા પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદવ્યક્તિ તરફથી સારુ વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાય ચાલતી હોય તેમા પ્રગતિ થતી જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સારા સમાચાર સાંભળવા મળી શકે છે.


સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે તેમા ખોટીચર્ચા ના થાય તેની કાળજી રાખવી ઇચ્છનીય છે, મિત્રો, સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમને સારીવાત રજુ કરવાની તક મળી શકે છે, વેપારના કામકાજમાં પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવુ જેથી ગેરસમજ ટાળી શકાય, પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમા અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને.