મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળાએ મોટો પડકાર ઊભો કર્યો હોવા છતાં ‘ટીમ ક્ષિતિજ’ પોતાને એશિયાના સૌથી મોટા વર્ચ્યુઅલ ફેસ્ટિવલ તરીકે સાબિત કરવામાં સફળ થઈ. ‘ક્ષિતિજ’ એ ‘શ્રી વિલે પારલે કેળવણી મંડળ’ સંચાલિત મીઠીબાઈ કોલેજનો વાર્ષિક આંતરરાષ્ટ્રીય આંતર-કોલેજ સાંસ્કૃતિક મહોત્સવ છે, જે 2007ની સાલથી યોજાય છે. 800થી વધુ વિદ્યાર્થીઓની કાર્યકારી સમિતિ દ્વારા આ કાર્યક્રમ દર વર્ષે યોજાય છે. ગઈ પાંચ ડિસેમ્બરે ‘મીઠીબાઈ ક્ષિતિજ’ દ્વારા ‘ક્ષિતિજ ’20 – સપનોં કા સફર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્ષે ‘મીઠીબાઈ ક્ષિતિજ’ને દુનિયાભરમાંથી 4000થી વધારે રજિસ્ટ્રેશન મળ્યા હતા. કાર્યક્રમોમાં 36 આંતરરાષ્ટ્રીય યૂનિવર્સિટીઓ, 250થી વધુ કોલેજોએ ભાગ લીધો હતો.
‘ક્ષિતિજ ’20’ની કોર કમિટીના 30થી વધારે વિદ્યાર્થીઓએ સરકારે ઘડેલા કોવિડ-19 નિયમોના પાલન અનુસાર મુંબઈની જેડબલ્યુ મેરિયટમાંથી ફેસ્ટિવલનું વર્ચ્યુઅલી સંચાલન કર્યું હતું. જેમાં લાઈવ સેશન્સ, ટોક શો, માહિતીપ્રદ વર્કશોપ્સનો સમાવેશ થાય છે. બધા કાર્યક્રમોનું મીઠીબાઈ ક્ષિતિજના સોશિયલ મિડિયા હેન્ડલ્સ પર લાઈવ સ્ટ્રીમિંગ કરાયું હતું.
બે બોલીવૂડ હસ્તી – દિવ્યા ખોસલા કુમાર અને ધ્વની ભાનુશાલીએ એમનાં બે ગીતનું ‘ક્ષિતિજ 20’માં પ્રમોશન કર્યું હતું. દિવ્યા ખોસલા કુમારે ‘બેશરમ બેવફા’ ગીત જ્યારે ધ્વની ભાનુશાલીએ ‘નયન’ ગીતને પ્રમોટ કર્યું હતું. ‘ક્ષિતિજ 20’નું ટાઈટલ સ્પોન્સર છે ‘મોજ’.
મીઠીબાઈ કોલેજના આઈ/સી આચાર્ય ડો. કૃતિકા દેસાઈએ કહ્યું, “ટીમ ક્ષિતિજે વિશ્વને સાબિત કરી દીધું છે કે આવા અભૂતપૂર્વ સમયમાં, તેઓ offline પ્રમોશન કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે.
અમદાવાદઃ નવા કૃષિ કાયદાની વિરુદ્ધમાં આઠ ડિસેમ્બર, મંગળવારે ઓલ ઇન્ડિયા ખેડૂત સંઘર્ષ સંકલન સમિતિએ ‘ભારત બંધ’નું એલાન કર્યું છે. એના ટેકામાં કોંગ્રેસ સહિતના 20 જેટલા રાજકીય પક્ષો અને 10 ટ્રેડ યુનિયનો પણ જોડાયાં છે. જોકે આવતી કાલના ‘ભારત બંધ’ને ભાજપશાસિત ગુજરાત રાજ્યનું સમર્થન નથી. રાજ્યમાં આવતીકાલે તમામ પેટ્રોલ પમ્પ ખુલ્લા રાખવાનો પેટ્રોલ પમ્પ ઓનર્સ એસોસિએશને નિર્ણય લીધો છે.
દેશવ્યાપી બંધના એલાનને ગુજરાતમાં ઠંડો પ્રતિસાદ મળે એવું લાગે છે. એશિયાનું સૌથી મોટું ઊંઝા APMC માર્કેટ ‘ભારત બંધ’માં નહીં જોડાય. આવતી કાલે ઊંઝા APMCમાં હરાજી ચાલુ રહેશે.
નવી દિલ્હીઃ 2011ની વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધાના પ્લેયર ઓફ ધ ફાઈનલ અને પ્લેયર ઓફ ધ સિરીઝ યુવરાજસિંહના પિતા અને ભૂતપૂર્વ ક્રિકેટર યોગરાજ સિંહે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે તે ખેડૂતોની માગણીઓ સાંભળે. કેન્દ્ર સરકારે લાગુ કરેલા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોને પોતાનો સાથ અને ટેકો પ્રદર્શિત કરવા યોગરાજ સિંહે એમ પણ કહ્યું છે કે જે રમતવીરો એમના પ્રતિષ્ઠિત પુરસ્કારો સરકારને પરત કરી દે છે એમને મારું સમર્થન છે. ઉલ્લેખનીય છે કે સરકાર જો કૃષિ કાયદા પાછા નહીં ખેંચે તો ઓલિમ્પિક મેડલ વિજેતા બોક્સર વિજેન્દર સિંહે પોતાનો રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ, કુસ્તીબાજ કરતારસિંહ, બોક્સિંગ કોચ ગુરબક્ષસિંહ સંધુએ એમનો દ્રોણાચાર્ય એવોર્ડ પરત કરી દેવાની સરકારને ધમકી આપી છે.
યોગરાજસિંહનું કહેવું છે કે ખેડૂતો સાચી ચીજ માગી રહ્યા છે તેથી સરકારે એમને સાંભળવા જ જોઈએ. આ સંદર્ભમાં સરકાર ઉકેલો લાવે તેનો સમય પાકી ગયો છે.
યોગરાજસિંહે વધુમાં કહ્યું કે, જે રમતવીરો એમના એવોર્ડ પરત કરી દે એનો અર્થ એવો થતો નથી કે તેઓ એવોર્ડનું અપમાન કરી રહ્યા છે, વાસ્તવમાં તેઓ વિરોધ પ્રદર્શિત કરી રહેલા ખેડૂતો પ્રતિ એકતાનો ભાવ પ્રગટ કરી રહ્યા છે. આ એવોર્ડ ખેલાડીઓએ ઘણા વર્ષોની સખત મહેનતને પગલે મેળવ્યો હોય છે. તેને પરત કરી દેવો કંઈ એટલો આસાન નથી હોતો. ખેડૂતો પ્રતિ એકતા પ્રદર્શિત કરવા તેઓ એમનો એવોર્ડ પરત કરી દે તો એમને મારું સમર્થન છે. હું પણ ખેડૂતોની સાથે જ છું. એમની માગણીઓ સાચી છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 96 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 32,981 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 391 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 96,77,203 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,40,573 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 91,39,901 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,96,729એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 94.19 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.45 ટકા થયો છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી સાયરા બાનો પતિ દિલીપ કુમારનું બહુ ધ્યાન રાખે છે. દરેક મુસીબતમાં તે તેમની પડખે ઊભી રહે છે. સાયરા બાનોએ દિલીપકુમારનું હેલ્થ અપડેટ આપ્યું છે. તેમણે કહ્યું છે કે દિલીપકુમાર હાલ નબળા પડ્યા છે અને તેમની ઇમ્યુનિટી પણ ઓછી થઈ છે. તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો, અમે પ્રતિદિન ભગવાનનો આભાર માનીએ છીએ, એમ તેમણે કહ્યું હતું. દિલીપકુમારની આ સપ્તાહમાં 11 ડિસેમ્બરે વર્ષગાંઠ છે.
તેઓ કેટલીય વાર હોલ સુધી જાય છે અને પછી પાછા રૂમમાં જતા રહે છે. હું દબાણમાં નહીં, પણ પ્રેમથી દિલીપસાહબનું ધ્યાન રાખું છું. મને પ્રશંસા નથી જોઈતી. તેમની સાથે રહેવું એ મારા માટે બહુ સારી વાત છે. હું તેમને બહુ પ્રેમ કરું છું. તેઓ મારા પ્રાણ છે.
11 ઓક્ટોબરે બંનેના લગ્નની વર્ષગાંઠ હતી, પણ આ વખતે બંનેએ એ ખાસ દિવસે વર્ષગાઠ નહોતી ઊજવી, કેમ કે આ વર્ષે દિલીપકુમારના બે ભાઈઓનાં નિધન થયાં હતાં. સાયરાએ સોશિયલ મિડિયા પર લખ્યું હતું કે 11 ઓક્ટોબર હંમેશાં મારા જીવનનો સૌથી ખૂબસૂરત દિવસ રહ્યો છે. આ દિવસે દિલીપકુમાર સાહેબે મારી સાથે લગ્ન કરીને મારું સ્વપ્ન પૂરું કર્યું હતું. બધા જાણે છે અમે બે ભાઈ- એહસાનભાઈ અને અસલમભાઈને ગુમાવી દીધા છે. કોવિડ-19થી અનેક લોકોનાં મોત થયાં છે. અમે મિત્રો, પરિવારના સભ્યોને વિનંતી કરીએ છીએ કે હાલના માહોલમાં સૌ એકબીજા માટે પ્રાર્થના કરે. ભગવાન બધાને સુરક્ષિત રાખે, એમ તેમણે કહ્યું હતું.
લંડનઃ અહીં ભારતીય દૂતાવાસની બહાર ગઈ કાલે રવિવારે મોટા પાયે દેખાવો કરવામાં આવ્યા હતા અને એમાં ઘણા ખાલિસ્તાની ઝંડા પણ ફરકાવવામાં આવ્યા હતા. ભારતીય દૂતાવાસના અધિકારીઓએ એ વિશે બ્રિટનના વિદેશ અને ગૃહ મંત્રાલયોને ફરિયાદ કરી હતી અને તેને પગલે લંડન મેટ્રોપોલિટન પોલીસે ટોળાને વિખેરી નાખ્યા હતા અને 13 જણની ધરપકડ પણ કરી છે.
ટોળામાં એક જાણીતો ખાલિસ્તાની તત્ત્વ પરમજીત સિંહ પમ્મા પણ હતો, જે શીખ્સ ફોર જસ્ટિસ ગ્રુપનો છે. ભારતે આ ગ્રુપને ગયા વર્ષે ગેરકાયદેસર જાહેર કર્યું હતું. દેખાવકારોના ટોળામાં તે ઉપરાંત કુલદીપ સિંહ ચાહેરુ (ફેડરેશન ઓપ શીખ ઓર્ગેનાઈઝેશન) પણ જોવા મળ્યો હતો. આ ગ્રુપ બબ્બર ખાલસા સાથે સંકળાયેલું છે.
લંડનની ભારતીય દૂતાવાસના અધિકારી વિશ્વેસ નેગીએ કહ્યું કે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના બહાને રવિવારે લંડનમાં ભારત-વિરોધી અલગતાવાદીઓએ દેખાવો કરવાની તક ઝડપી લીધી હતી. દેખાવો શરૂ કરાયા એ પહેલા જ લંડન મેટ્રોપોલિટન પોલીસે દેખાવકારોને ચેતવણી આપી હતી કે કોવિડ-19ને લગતા નિયમોનું ઉલ્લંઘન થવું ન જોઈએ. માત્ર 30 જણે જ એકઠા થવું. તે છતાં એનાથી ઘણી વધારે સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. પોલીસે કોવિડ-19 નિયમોના ઉલ્લંઘન બદલ 13 જણની ધરપકડ કરી છે. ચાર જણ પાસેથી દંડની રકમ લઈને છોડી મૂકાયા હતા જ્યારે બાકીના 9 જણને કસ્ટડીમાં પૂરી દેવામાં આવ્યા છે.
વ્યવસાયમા શુભ અને પ્રગતિના સમાચાર મળે, કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.
અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.
આ સપ્તાહ દરમિયાન તમારા મનને કોઈવાતની શાંતિનો અનુભવ થાય, તમારા કામકાજમા ઉત્સાહ વધુ જોવા મળે તેમજ કામની બાબતમા થોડી ઉતાવળ કરવાનીવૃતી રહે, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી થાય પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે, તમારા કામકાજમા અન્યનો સાથસહકાર જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉત્સાહી બનો, વેપારના કામકાજમા થોડી રઘવાટ અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમા યોગ્ય પ્રયત્ન કરવાથી વાત આગળ ચાલે તેવા સંજોગો પણ બની શકે.
વિદ્યાર્થીવર્ગને થોડી તકેદારી રાખવી, આર્થિકક્ષેત્રમા થોડો ઉતર-ચઢાવ આવી શકે છે, સંતાનબાબત,ઘર, કુટુંબમા ભાઈ-બહેનની કોઈ ચિંતા થાય તેવુ બની શકે છે, કામકાજમાં કોઈનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈ ખટપટ ના થાય તેનુ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, બજારના કામકાજ ધીરજ રાખવી સારી કહી શકાય, તમારી વાણી-વર્તણુકના કારણે ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવુ, મુસાફરી થોડી કંટાળાજનક બને અને તેનો માનસિકથાક વધુ વર્તાય, પ્રિયજન સાથે મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખવુ.
સામાન્ય પરિસ્થિતિ જોવા મળે, ધીરજ રાખવી જરૂરી છે કેમકે ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યાખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટી સમસ્યા થાય તેવુ જણાતુ નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી પણ થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો, કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવુ સારુ, બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
આશા-નિરાશા જેવા પરિબળો વચ્ચે સપ્તાહ પસાર થાય, ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપકે મિલન-મુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકો છો પણ તેમ થોડું સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ કામકાજતો રાબેતા મુજબનુ થાય, અચાનક કોઈ પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી ખુશીમા વધારો થઈ જાય, તમારામા થોડી ક્યાંક કામ ટાળવાની નીતિ જોવા મળી શકે છે.
કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત પ્રમાણે ફળ મળે.
તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુજ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.
વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.
જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.
યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.
તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.
આજના દિવસે સાવચેતી અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, કામકાજઅર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરીનુંજ કામ કરવુ યોગ્ય છે.
આજનો દિવસ મસ્તીમજાકમાં પસાર થઈ શકે છે, તમને તમારા કામમાં અન્યનો સાથ-સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , જુનાકોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.
આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, કોઈની સાથે અગત્યની વાર્તાલાપ કરવાની હોયતો તેમાં પણ તમને કોઈનો સારોસહયોગ મળી શકે છે, તમારા મનમાં રહેલી કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે, બજારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે.
આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનુંકામ કરવું યોગ્ય છે, પ્રિયજન સાથે ખરીદીકે મુસાફરી થોડીખર્ચાળ બને.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટ પટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મક વિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું. કોઈની ઉશ્કેરીજનક વાતથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય , મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય.
આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈ લાભની વાત આપલે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, પોતાની પસંદગીની કોઈ ખરીદી કરવી હોયતો પણ ફળીભૂત થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મોજશોખમાં સમય પસાર થાય.
આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, અગત્યની કોઈ વાર્તાલાપ ક્યાંક ફળીભૂત થાય તેવા સંજોગો ઉભા થાય અને તેમાં તમારો ઉત્સાહ વધે.
આજનો દિવસે સાવચેતી રાખવી, કોઈ વાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, પ્રેશર, ડાયાબીટીસના દર્દીએ આજના દિવસે કાળજી રાખવી, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ મનમાં રહ્યા કરે.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યું કે મનનું કામ થઇ શકે તેથી તમે સારી ખુશી અનુભવી શકો, અગત્યની વાત ક્યાંક કરવાની હોયતો તેમાં પણ સારું કામ થાય અને કોઈની મદદ સલાહ પણ મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં અનુભવ મુજબ નાનુંકામ સારું કહી શકાય, કોઈ અણધાર્યા કામ આવી જવાથી સમયનો વ્યય થાય.
આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરીના યોગ છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો તેમજ કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં સારો પ્રતિસાદમળી શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.