નવી દિલ્હીઃ કોરોના વાઈરસ રોગચાળાથી આખી દુનિયા પરેશાન છે અને અસરકારક રસી શોધાઈ જાય એની સૌ રાહ જોઈ રહ્યા છે, પરંતુ અજમાયશોને પગલે, ખાસ કરીને હરિયાણાના પ્રધાન અનિલ વિજ કોરોના ટ્રાયલ રસી પોતાના શરીરમાં મૂકાવ્યા બાદ પણ ફરી કોરોના પોઝિટીવ થયા એને કારણે આ રસી સંબંધિત અમુક સવાલો પણ ઊભા થયા છે ત્યારે વિજ્ઞાનીઓ, નિષ્ણાતોનું કહેવું છે કે કોઈ પણ રસી કોઈ પણ વ્યક્તિને બીમારીથી 100 ટકા રક્ષણ આપવાની ખાતરી આપી શકતી નથી.
નિષ્ણાતોએ સમજાવ્યું છે કે એન્ટીજન એક વાર શરીરમાં પ્રવેશ કરે તે પછી તે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિની પ્રણાલીની તાકાત પર નિર્ભર કરે છે, જે રસી ચોક્કસ બીમારી સામે એન્ટીબોડીનું નિર્માણ કરી શકે.
દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના મેડિસીન વિભાગના નિષ્ણાત ડો. એસ.પી. બિયોત્રાનું કહેવું છે કે જનતાને એવી ધારણા છે કે વ્યક્તિને એક વાર રસી મૂકાય તે પછી એ કોઈ પણ બીમારીના ચેપ સામે પ્રતિરક્ષિત થઈ જાય છે, પરંતુ આ એક એવું એન્ટીજન છે જે એક નિર્ધારિત સમયની અંદર એક વ્યક્તિના શરીરમાં એન્ટીબોડીનું ઉત્પાદન કરે છે. ધારો કે કોઈ વ્યક્તિને રસી લીધા પછી પણ બીમારીનો ચેપ લાગે તો એમાં રસીની નિષ્ફળતા તરીકે માની ન લેવાય. ઘણી રસીને બે-ડોઝની જરૂર રહેતી હોય છે. પહેલો ડોઝ લીધા પછી 14-15 દિવસે બીજો, બુસ્ટર ડોઝ લેવો પડે છે. પહેલો ડોઝ અડધા ખોરાક જેવો હોય છે જે એન્ટીબોડીના ઉત્પાદનને પ્રોત્સાહિત કરવાનું શરૂ કરે છે અને બીજો ડોઝ શરીરમાં એન્ટીબોડીઝનું ઉચ્ચ સ્તર જાળવી રાખે છે.
હિન્દી ફિલ્મોના જાણીતા દિગ્દર્શક, અભિનેતા અને નિર્માતા શેખર કપૂરનો જન્મ ૬ ડિસેમ્બર, ૧૯૪૫ના રોજ લાહોરમાં થયો હતો. તેમની માતા શીલ કાન્તા દેવ આનંદના બહેન થાય.
એંશીના દાયકામાં ટીવી શ્રેણી ‘ખાનદાન’ની ભૂમિકાથી એ જાણીતા બન્યા. તેમના નિર્દેશનમાં બનેલી ‘માસૂમ’ને શ્રેષ્ઠ ફિલ્મની કેટેગરીમાં ફિલ્મફેરનો ક્રિટીક્સ એવોર્ડ મળ્યો હતો. ૧૯૯૪માં એમણે નામચીન ડાકુરાણી ફૂલનદેવીના જીવન પરથી ‘બેન્ડિટક્વિન’ ફિલ્મ બનાવી, જેને શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.
શેખર કપૂરની ક્વિન એલીઝાબેથની બાયોપીક ‘એલીઝાબેથ’ (૧૯૯૮) અને ‘ધ ગોલ્ડન એજ’ (૨૦૦૭) ને શ્રેષ્ઠ ફિલ્મના બાફના એવોર્ડઝ અને બે ઓસ્કાર એવોર્ડ્ઝ પણ મળ્યા છે.
શેખર ૨૨ વર્ષે ઇંગ્લેન્ડમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા અને પછી ઇંગ્લેન્ડમાં જ થોડા વર્ષ સુધી મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું. પૂર્વ વડાપ્રધાન આઈ.કે. ગુજરાલના ભત્રીજી મેધા ગુજરાલ સાથે એમના લગ્ન થયાં અને પછી બન્ને છૂટા ય પડ્યા. એ પછી શેખરે ભારતીય અભિનેત્રી, લેખિકા, પેઈન્ટર અને ગાયિકા સુચિત્રા કૃષ્ણમુર્થી સાથે ૧૯૯૭માં લગ્ન કર્યા. જો કે એમની સાથે પણ છૂટાછેડા થયા. તેમને કાવેરી કપૂર નામની દીકરી છે.
શેખર કપૂરે પોતાની અભિનય યાત્રા ‘જાન હાજીર હૈ’ (૧૯૭૫)થી શરૂ કરી હતી. ‘તૂટે ખિલૌને’માં પણ એમણે કામ કર્યું. ‘ઉડાન’માં કવિતા ચૌધરી સાથે, ‘ઉપન્યાસ’માં નિશા સિંઘ સાથે અને ‘માસૂમ’માં નીના ગુપ્તા સાથે એમ ટેલિવિઝન સિરિયલમાં પણ કામ કર્યું. એમની મનોરંજક વિજ્ઞાનકથા ‘મિ. ઇન્ડિયા’ પરદા પર બ્લોકબસ્ટર સાબિત થઇ હતી.
નિર્દેશક રૂપે શરૂ કરેલી ફિલ્મ છોડી દેવા માટે શેખર જાણીતા છે. ૧૯૮૯માં ‘જોશીલે’નું નિર્દેશન તેમણે અડધે રસ્તે છોડી દીધું હતું. એ જ રીતે બોબી દેઓલની પહેલી ફિલ્મ ‘ચેમ્પિયન’નું નિર્દેશન શરૂ તો કર્યું, જેને રાજકુમાર સંતોષીએ ‘બરસાત’ નામે પૂરી કરવી પડી. ૧૯૯૨માં આમિર ખાન સાથે વિજ્ઞાન કથા ‘ટાઈમ મશીન’ શરૂ કરી, જે નાણાના અભાવે અટકી પડી. તો સની દેઓલ, જેકી શ્રોફ અને મનીષાની ‘દુશ્મની’નું નિર્દેશન શરૂ કરીને છોડી દીધું એ પછી નિર્માતા બન્ટી સુરમાએ વચ્ચે પડી એ પૂરી કરાવી.
શેખરે 2013 માં ટીવી શો ‘પ્રધાનમંત્રી’ પણ હોસ્ટ કર્યો હતો.
આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ, ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામકરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.
આજે સગા-સ્નેહી, જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે, ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.
આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગ અંગે ચર્ચા-વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.
આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો યોગ્ય છે.
આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા કે લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવા જેમાં પ્રયત્ન સફળ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.
આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાય કે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાના અંતરની મુસાફરી થઈ શકે, આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, પ્રિયજન તરફથી સારી વાત જાણવા મળે.
આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીના દર્દ હોય તેવા લોકો માટે આજે તકેદારી રાખવી, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ખાસ ધ્યાન રાખવું.
આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવા પણ યોગ છે. લગ્નબાબતની વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.
આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું. કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ, પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્ર, ના કામ કરનારને સારું રહે, જુના કોઈકામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, કોઈની ખોટીદોરવાણીથી ઉશ્કેરાઈના જવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.
આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારી વાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. લગ્નમાટેની મિલનમુલાકાત આજે આશાસ્પદ બને તેવા યોગ પણ છે.
નવી દિલ્હીઃ કૃષિ કાયદાઓને લઈને છેલ્લા 10 દિવસથી ધરણાં પર બેસેલા ખેડૂતોની સાથે કેન્દ્ર સરકારની શનિવારે પાંચમા દોરની વાતચીતમાં કોઈ સમાધાન નથી નીકળ્યું. આજની બેઠકમાં સરકારે ખેડૂતો પાસે વધુ સમય માગ્યો છે. હવે નવ ડિસેમ્બરે સરકાર અને ખેડૂત સંગઠનોની વચ્ચે ફરી એક વાતચીત 11 કલાકે થશે.
આ બેઠક પછી ખેડૂત નેતાઓએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે તેઓ અમને નવ ડિસેમ્બરે એક પ્રસ્તાવ મોકલશે. અમે આપસમાં આ મુદ્દે ચર્ચા કરીશું. જે પછી એ દિવસે તેમની સાથે બેઠક કરવામાં આવશે. ખેડૂત નેતા બુટા સિંહે કહ્યું હતું કે અમે કાયદો રદ કરાવીને જ જંપીશું. એનાથી ઓછું અમને કંઈ ખપતું નથી.
દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આજે 40 ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓની સાથે કેન્દ્રના કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમર, રેલવે, વેપાર અને ખાદ્યપ્રધાન પીયૂષ ગોયલ તથા વેપાર રાજ્યપ્રધાન સોમ પ્રકાશે વાતચીત કરી હતી.
ઓલ ઇન્ડિયા કિસાન સભાના બાલકરણ સિંહ બરારે કહ્યું હતું કે સરકારે સંશોધનનો જે પ્રસ્તાવ મૂક્યો હતો, એને અમે નહીં માનીએ. અમે ત્રણે કાયદા પરત કરાવીશું અને અમારી આઠ માગ છે, એને પૂરી કરાવીશું અને પછી આંદોલન પાછું લઈશું. આ ત્રણે કાયદા ખેતીને મૂડીવાદીઓને સોંપવાની તૈયારી છે.
સામે પક્ષે સરકારે પત્રકારો સાથે વાતચીતમાં કૃષિપ્રધાને કહ્યું હતું કે MSP છે અને રહેશે. તેમણે કહ્યું હતું કે મોદી સરકાર હંમેશાં ખેડૂતોની સાથે છે. તેમણે કહ્યું હતું કે તેમણે ખેડૂતો પાસે નક્કર સૂચનો માગ્યાં છે. તેમણે ખેડૂતોને આંદોલનમાં ભાગ લઈ રહેલા વૃદ્ધો અને બાળકોને ઠંડીની સીઝનમાં ઘેર મોકલવા માટે અને દિલ્હીવાસીઓની પરેશાનીઓ ઓછી કરવા કહ્યું હતું.
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે થોડાં સપ્તાહોમાં કોરોના વેક્સિન આવી જશે. એ પછી તેમણે એ પણ કહ્યું હતું કે પ્રાથમિકતાને આધારે વેક્સિન આપવામાં આવશે. ત્યાર બાદ આજે રાજ્ય સરકારના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ કોરોનાની વેક્સિનને લઈને તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે ગુજરાત સરકાર કોરોના વોરિયર્સને પ્રથમ વેક્સિન આપશે.
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વેક્સિનેશનની માહિતી આપતાં કહ્યું હતું કે પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓ, બીજા તબક્કામાં પોલીસ અને હોમ ગાર્ડ્સ તથા ત્યાર બાદના તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટિઝનને વેક્સિન આપશે તેમ જણાવ્યું હતું. ત્યાર બાદના તબક્કાઓમાં 50 વર્ષથી નીચેની વયના કેન્સર, હૃદયરોગ જેવી બીમારીથી પીડિત છે તેમને પાછળના તબક્કામાં સમાવેશ કરવામાં આવશે.
2189 PHC, CHC રેફ્રિજરેટરની કરવામાં આવી વ્યવસ્થા
તેમણે જણાવ્યું હતું કે રાજ્યના 33 જિલ્લામાં ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. કોરોનાની રસી સાચવવા માટે 2189 PHC, CHC રેફ્રિજરેટરની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં છ ઝોનમાં મોટા કોલ્ડ સ્ટોરેજ છે અને 85,000 વેક્સિન કેરિયર ઉપલબ્ધ છે.
નાગરિકોનો મેસેજ કરીને જાણ કરાશે
કોરોના વેક્સિનના વિતરણને લઈને તેમણે જણાવ્યું હતું કે કોઇ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ ન થાય અને જરૂરિયાત ધરાવતા તમામ નાગરિકોને વેક્સિન મળી રહે તે માટે સરકાર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં SMSના આધારે નાગરિકોને જાણ કરવામાં આવશે કે નાગરિકે કયા સમયે અને કયા સ્થળે જવાનું છે, એ અંગેની જાણ કરવામાં આવશે.
લંડનઃ દેશમાં ખેડૂતોનો વિરોધ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાના સંબંધમાં એ વિરોધ થઈ રહ્યો છે. જોકે કેનેડાએ પણ ભારતના આ આંતરિક મામલામાં હસ્તક્ષેપ કર્યો છે. હવે બ્રિટનમાં પણ ખેડૂતોના પક્ષમાં અવાજ ઊઠી રહ્યો છે. ભારતમાં જારી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં બ્રિટનના 36 સંસદસભ્યો સામે આવ્યા છે.
અહીંની લેબર પાર્ટીના સંસદસભ્ય તનમનજિત સિંહ ધેસીના નેતૃત્વમાં 36 બ્રિટિશ સંસદસભ્યોએ કોમનવેલ્થ સચિવ ડોમિનિક રાબને પત્ર લખ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે તેઓ પોતાના ભારતીય સમકક્ષ એસ જયશંકરની પાસેથી ભારતમાં નવા કૃષિ કાયદાઓની સામે ખેડૂતોના આંદોલનનું અપડેટ લે. ભારતમાં પ્રદર્શનથી અહીંના પંજાબીઓમાં પણ આક્રોશ છે અને તેઓ પ્રભાવિત થઈ રહ્યા છે. ભારત સરકાર દ્વારા અહીંના બ્રિટિશ પંજાબીઓની સાથે પણ વાતચીત કરવી જોઈએ.
આ પત્રને બ્રિટિશ શીખ લેબર સંસદસભ્ય તનમનજિત સિંહ ધેસીએ ડ્રાફ્ટ કર્યો છે અને લેબર લીડર જેરમી કોર્બિન સહિત અન્ય ભારતીય મૂળના સંસદસભ્યોએ હસ્તાક્ષર કર્યા છે. ભારતે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શન પર વિદેશી નેતાઓ અને રાજકારણીઓ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને બિનજરૂરી અને અયોગ્ય છે, કેમ કે એ મામલો એક લોકતાંત્રિક દેશનો આંતરિક મામલા સંબંધિત છે.
સંસદસભ્યોના પત્રમાં પ્રધાને આગ્રહ કર્યો છે કે પંજાબમાં બગડતી સ્થિતિ પર ચર્ચા કરવા માટે તેમની સાથે તત્કાલ બેઠક કરે. એમાં કહેવામાં આવ્યું છે કે બ્રિટનમાં શીખો અને પંજાબથી જોડાયેલા લોકો માટે આ ચિંતાનો વિષય છે. કેટલાય બ્રિટિશ શીખો અને પંજાબીઓએ પોતાના સંસદસભ્યોની સાથે આ મામલો ઉઠાવ્યો હતો, કેમ કે તેઓ પંજાબમાં પરિવારના સભ્યો અને પૈતૃક ભૂમિથી સીધા પ્રભાવિત છે.
મુંબઈઃ સ્થાનિક શેરબજારે ચોથી ડિસેમ્બરે ઇતિહાસ રચ્યો હતો. બીએસઈ સેન્સિટિવ ઇન્ડેક્સે સૌપ્રથમ વાર 45,000ની સપાટીની ઉપર બંધ રહ્યો હતો. વિદેશી ફંડોની લેવાલીએ લીધે બીએસઈ સેન્સેક્સ અને એનએસઈનો નિફ્ટી ઇન્ડેક્સ રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યા છે. આની સાથે અમેરિકા અને ભારત સહિત વિશ્વભરનાં શેરબજારોના સૂચકાંકોમાં તેજી હતી. બીએસઈનું માર્કેટ કેપ રૂ. 179 લાખ કરોડ થયું હતું. સેન્સેક્સને 35,000થી 45,000 સુધી પહોંચવામાં ત્રણ વર્ષ લાગ્યાં હતાં.
મુંબઈ શેરબજાર ગઈ કાલે સવારે મજબૂત ખૂલ્યું હતું. ઇન્ટ્રા-ડે દરમ્યાન બેતરફી વધઘટ પછી ટ્રેડિંગ સેશનને અંતે 447 પોઇન્ટ ઊછળી 45,080ના મથાળે બંધ રહ્યો હતો. વિદેશી ફંડોએ ચાલુ નાણાકીય વર્ષમાં ધૂમ ખરીદી કરી હતી. તેમણે અત્યાર સુધીમાં બજારમાંથી રૂ. 62,782 કરોડનું મૂડીરોકાણ કર્યું છે. તેમણે ગઈ કાલે રૂ. 2970 કરોડનું મૂડીરોકાણ કર્યું હતું.અમેરિકામાં રાહત પેકેજની આશાએ યુરોપીય બજારોમાં પણ શુક્રવારે તેજી હતી.
આ વર્ષે કોરોના વાઇરસને લીધે શેરબજારોમાં મોટા ગાબડાં પડ્યાં હતાં. જેથી સેન્સેક્સે માર્ચમાં 25,640ના સ્તરે પહોંચ્યો હતો. એ પછી વિદેશી ફંડોની આક્રમક લેવાલીએથી સ્થાનિક શેરબજારો નવી ઊંચાઈ પહોંચ્યા હતાં. વળી, હવે કોરોના વેક્સિન જલદી આવવાની ધારણાએ સેન્ટિમેન્ટ તેજીતરફી થયું હતું. બજારને બહુ જલદી આર્થિક કામકાજ સામાન્ય થવાની અપેક્ષા છે. આ ઉપરાંત સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કંપનીઓનાં પરિણામો પ્રોત્સાહક રહ્યાં હતાં. વળી, સપ્ટેમ્બર ત્રિમાસિકમાં જીડીપી માત્ર 7.5 ટકા જ ઘટ્યો હતો. એ જ અંદાજથી ઘણો ઓછો હતો. જૂન ત્રિમાસિક ગાળામાં જીડીપી 23.9 ટકા ઘટ્યો હતો.