Home Blog Page 4552

કોરોનાની રસી લીધા પછી આરોગ્યપ્રધાન અનિલ વિજ કોરોના સંક્રમિત

અંબાલાઃ હરિયાણાના ગૃહ અને આરોગ્યપ્રધાન અનિલ વિજ કોરોના વાઇરસ પોઝિટિવ થયા છે. તેમણે હાલમાં જ કોરોના વેક્સિનનો ડોઝ 14 દિવસ પહેલાં જ લીધો હતો. તેમને ફરીથી વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસ પછી આપવાનો હતો. તેમણે ટ્વીટ કરીને પોતે પોઝિટિવ થવાની માહિતી આપી હતી. તેમને અંબાલા છાવણીની નાગરિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  

આરોગ્યપ્રધાને ટ્વીટમાં કહ્યું હતું કે હું કોરોના પોઝિટિવ થઈ ગયો છું. છેલ્લા કેટલાક દિવસથી મારા સંપર્કમાં જે લોકો આવ્યા છે, તેઓ પણ કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવે અને પૂરી સાવધાની રાખે. તેમણે કોરોના વેક્સિનના ટ્રાયલ દરમ્યાન વેક્સિનનો ડોઝ લીધો હતો. જોકે ડોક્ટરોનું કહેવું હતું કે અનિલ વિજ કોરોના પોઝિટવ થવાથી વેક્સિનથી કોઈ લેવા-દેવા નથી. વેક્સિન લીધા પછી વ્યક્તિમાં 42 દિવસ પછી એન્ટિ બોડી બને છે. આવામાં કોરોના વાઇરસથી વિજ પોઝિટિવ થવાથી વેક્સિન સાથે કોઈ કનેક્શન નથી.

હરિયાણામાં અનિલ વિજ પહેલાં રાજ્યના મુખ્ય પ્રધાન મનેહરલાલ, હરિયાણા વિધાનસભાના સ્પીકર જ્ઞાનચંદ ગુપ્તા સહિત અનેક પ્રધાનો અને વિધાનસભ્યોને કોરોના સંક્રમણ થઈ ચૂક્યું છે.

અનિલ વિજ 20 નવેમ્બરે કોરોનાની રસી લાગ્યા પછી અચાનક તેમના શરીરમાં થાક અનુભવતા હતા. ડોક્ટરોએ તેમની તપાસ કર્યા પછી રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને છાવણીની નાગરિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.

 

 

 

કોરોનાના કેસોની સંખ્યા 96 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 96 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 36,652 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 512 લોકોનાં મોત થયાં છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 96,08,211 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,39,700 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 90,58,822 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,09,689એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 94.19 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.45 ટકા થયો છે.

વેક્સિનેશન માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ

ગુજરાતમાં કોવિડ-19ના વેક્સિનેશન માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે. રાજ્યના તમામ 33 જિલ્લા અને 248 તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ફ ફોર્સની રચના કરવામાં આવી છે. એટલું જ નહીં, આ ટાસ્ક ફોર્સે જરૂરી આયોજન પણ કરી લીધું છે. ગુજરાતમાં વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાએ છ વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ 41 સ્ટોર અને અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચવા 2189 કોલ્ડ ચેઇન પોઇન્ટ આજની પરિસ્થિતિએ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. તમામ સ્ટોર ખાતેના સાધનોનું ટેક્નિકલ ઓડિટ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

સરકારની કસોટીઃ ખેડૂતો સાથે આજે ચર્ચાનો પાંચમો-દોર

નવી દિલ્હીઃ ખેડૂતોનું આંદોલન આજે 10મા દિવસમાં પ્રવેશ કરી ચૂક્યું છે. મોદી સરકારની અગ્નિ પરીક્ષાનો દિવસ છે. ખેડૂતોની માગ સામે જેમ-જેમ મોદી સરકાર નરમ પડી રહી છે, તેમ-તેમ ખેડૂતો તેમની માગમાં વધારો કરી રહ્યા છે. MSPને કૃષિ કાયદામાં સામેલ કરવાની માગને લઈને શરૂ થયેલું આંદોલન હવે ત્રણે કાયદાઓ રદ કરવાની માગ સુધી પહોંચી ગયું છે. ખેડૂતોની આડમાં દેશના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

દેશવિરોધી આંદોલન અને આંતકવાદી સંગઠન પણ ખેડૂત આંદોલનની આડમાં સરકારની સામે સક્રિય થઈ ગયા છે. એટલા માટે મોદી સરકારની સામે આજનો દિવસ મહત્ત્વનો છે. ખેડૂતોના એક જૂથે વડા પ્રધાન મોદીના પૂતળાં બાળવાની અને આજની મંત્રણામાં કોઈ સમાધાન નહીં નીકળે તો આઠ ડિસેમ્બરે ભારત બંધ કરવાની ધમકી ઉચ્ચારી છે.

દિલ્હીના ગાજીપુર બોર્ડર પર સ્થિત ખેડૂતોનું નેતૃત્વ કરી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકેટે કહ્યું હતું કે તેમને અપેક્ષા છે કે આજે સમસ્યાનો નિવેડો આવી જશે અને આંદોલનનો સુખદ અંત આવશે. સિંધુ બોર્ડર પર પંજાબથી આવેલા ખેડૂત નેતાઓનું  કહેવું છે કે તેઓ તો સરકારનાં દ્વાર પર આવ્યા છે. હવે સરકારની જવાબદારી છે કે તેમની માગોને સ્વીકારે અને આંદોલનને ખતમ કરે. જાસૂસી એજન્સીઓથી મળેલા ઇનપુટ પછી દિલ્હીની બધી બોર્ડર્સ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે.

આ પહેલાં ગુરુવારે કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂત સંગઠનોના 40 ખેડૂત નેતાઓના જૂથને આશ્વાસન આપ્યું છે કે સરકાર તેમની ચિંતાઓ દૂર કરવાના બધા સંભવિત પ્રયાસ કરશે. આના ભાગરૂપે મંડીઓને મજબૂત બનાવવા, પ્રસ્તાવિત બજારો અને વિવાદ સમાધાન માટે ખેડૂતોને ઊંચી કોર્ટોમાં જવાની સ્વતંત્રતા આપવા જેવા મુદ્દાઓ પર વિચાર કરવા તૈયાર છે. તેમણે એ પણ કહ્યું હતું મિનિમમ સપોર્ટ પ્રાઇસ (MSP) પરની ખરીદ વ્યવસ્થા જારી રહેશે.

 

 

 

 

 

 

વાહ ભાઈ વાહ! ૫ ડિસેમ્બર, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૫ ડિસેમ્બર, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 05/12/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવામાટેની તક મળી શકે છે ,યાત્રા દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડીધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પરોવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામથી દુર રહેવુ.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.


આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપોતે વું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સાંભળવી ના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

સરપંચ યુવાને ગામને આપી નવી દિશા

જો ગ્રામ્ય કક્ષાએ સબળ નેતૃત્વ હોય તો વિકાસનાં ફળ છેવાડાના માનવી સુધી પહોંચે છે. આ બાબતનું ઉત્તમ ઉદાહરણ ઝાલોદ તાલુકાનું કારઠ ગામ છે. ઝાલોદ તાલુકાના કારઠ ગામનું નેતૃત્વ કરતા હર્ષદભાઈ નાયકે સરકારની યોજનાઓનો ઝડપથી અમલ કરાવી ગામના લોકોની સુવિધામાં વધારો કર્યો છે. બેંકની નોકરી છોડી સરપંચ બનેલા યુવાને કારઠ ગામના વિકાસને નવી દિશા આપી છે.

સ્વચ્છ ભારત ચળવળનું પ્રતિબિંબ

ઝાલોદ તાલુકામાં લીમડી નજીક આવેલા કારઠ ગામમાં પ્રવેશીએ એટલે તરત તમને ગામમાં થયેલાં વિકાસ કામો ઊડીને આંખે વળગે છે. એટલું જ નહીં, મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતી નિમિત્તે સરકાર દ્વારા ચલાવવામાં આવતી સ્વચ્છ ભારત ચળવળનું પ્રતિબિંબ આ ગામમાં ઝિલાય છે. ગામમાં સવારના સમયે ઘરેઘરેથી કચરાનું એકત્રીકરણ થતું જોવા મળે છે. કારઠ ગામના ૭૫ ટકા વિસ્તારને આરસીસી રસ્તાથી આવરી લેવામાં આવ્યા છે. ગામમાં રસ્તા સિમેન્ટના બનવાને કારણે ગ્રામજનોને સહુલિયત ઊભી થઈ છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન પણ ગામમા ગંદકી જોવા મળતી નથી.

પાણી વિતરણનું સંચાલન

ગામમાં પહેલાં પાણી વિતરણમાં સમસ્યાઓ હતી. ગામનાં કેટલાંક ઘરોને અપૂરતા ફોર્સથી પાણી મળતું હતું. તે સમસ્યાને ધ્યાને લઇ પાણી વિતરણની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો. ડિસ્ટ્રિબ્યુશન વાલ્વનું કેન્દ્રીકરણ કરવામાં આવ્યું. હવે માત્ર એક જ જગ્યાએથી પાણી વિતરણનું સંચાલન કરવામાં આવે છે. જેતે વિસ્તારનો વાલ્વ ખોલો એટલે પીવા માટે શુદ્ધ પાણી ઘર સુધી પહોંચી જાય છે.

ગામના વિકાસને નવી દિશા

પંચાયતોના વિકેન્દ્રીકરણ બાદ નવેક માસ પૂર્વે સરપંચ બનેલા હર્ષદભાઈ નાયકે નેતૃત્વ સંભાળતાની સાથે ગામના વિકાસને નવી દિશા આપી છે. તેમની વાત પણ રસપ્રદ છે. હર્ષદભાઈ પહેલાં બેંકમાં નોકરી કરતા હતા. સાથે, ટેન્ટનો કારોબાર કરતા હતા, પણ સરપંચ તરીકે ગામનો વિકાસ કરવાની તેમની પ્રબળ નેમને કારણે સહકારી બેંકની નોકરી છોડી દીધી.

સરપંચ બનતાંની સાથે જ હર્ષદભાઈએ ગામના યુવાનોને ધ્યાનમાં રાખીને ગામના રમતગમતના મેદાનનો વિકાસ કરવાનું નક્કી કર્યું. ગામના પાદરમાં સરસ મજાનું મેદાન બનાવ્યું છે. આ મેદાનમાં રજાના દિવસોમાં રમતગમતનો મેળવડો જામે છે. ક્રિકેટની મેચો જામે છે. એ સિવાયની અન્ય રમતો માટે પણ યુવાનો ઉત્સાહ દાખવે છે. આની પાછળ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા અભિયાન પરિબળ સમાન છે.

આટલું જ નહીં, ગામની શાળાને હર્ષદભાઇએ પોતાના ખર્ચે રંગરોગાન કરાવી ઇમારતને સુંદરતા બક્ષી છે. શાળામાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. ગામના બાળકોને ઉત્તમ વાતાવરણમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે એ માટે તેઓ સતત સક્રિય છે. આંગણવાડીના બાળકો માટે પણ નવું બિલ્ડિંગ બનાવવા માટે ગ્રામ પંચાયતનું આયોજન છે.

રમતગમતના મેદાન પાસે જ આવેલા સ્મશાનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. તેની પાસે એક ચેકડેમ બનાવવામાં આવ્યો છે. સ્મશાનને અડીને સ્નાનઘાટ બનાવવામાં આવ્યો છે. હાલમાં ત્યાં ઉપવન બનાવવાની કામગીરી શરૂ છે. ફળફળાદિ સહિતના રોપા વાવવામાં આવ્યા છે. માત્ર વાવીને જવાબદારી પૂર્ણ ન કરી દેતાં ત્યાં ફેન્સિંગ કરવામાં આવ્યું છે. રોપાને પાણી માટે ઇરિગેશનની સુવિધા આપવામાં આવી છે.

ગ્રામ પંચાયતના સભ્યો ઉપરાંત ગામના યુવાનો પણ હર્ષદભાઈની સાથે ખભેખભા મિલાવી કામ કરે છે. કોઈને સરકારી સહાય માટે કે સુખદુઃખના પ્રસંગે હર્ષદભાઈ તેમની સાથે ઊભા રહે છે.

 પ્રાથમિક શાળાને મોડેલ બનાવવાનું લક્ષ્ય

હર્ષદભાઇ કહે છે કે સરકારે ગામડાઓના વિકાસ માટે અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મૂકી છે. તેના કારણે ગામડાઓનો વિકાસ થઈ રહ્યો છે.

 

નલ સે જળ યોજના અંતર્ગત પૂર્ણ કરવાનું લક્ષ્ય

આગામી સમયમાં કરવાનાં મહત્વપૂર્ણ કામો, ગામની મૂળભૂત જરૂરિયાતો પૈકી બાકી રહેલા આખા ગામની ભૂગર્ભ ગટર, પીવાના પાણીની પાઇપ લાઇન મુખ્ય પ્રધાનની નલ સે જળ યોજના અંતર્ગત પૂર્ણ કરવાનું લક્ષ્ય, બાકી રહેલા રસ્તાઓ, બાકી રહેલા સ્ટ્રીટ લાઈટોને આવરી લેવામાં આવ્યા છે. તેઓ ઉમેરે છે કે ચાલુ વર્ષે કરવાનાં કામોનું લક્ષ્ય જોઈએ તો સુંદરતામાં વધારો કરવા માટે ગામનો સાંસ્કૃતિક અતિ સુંદર પ્રવેશ દ્વાર, મંદિર, સીસીટીવી કેમેરાઓ, પંચાયતના તમામ પ્રકારની હિસાબ કિતાબ કોમ્પ્યુટરાઇઝ કરી લાઈટ બિલ ફોન બિલ વિગેરે જેવી સુવિધાઓ, પીવાના પાણીનો સ્ત્રોત વધારવા માટે કૂવો અને મૂળભૂત જરૂરિયાત પૈકીના ગટર, રસ્તા, વિગેરે પેન્ડિંગ કામોને આગળ વધારવાના કામનું આયોજન છે.

(દર્શન ત્રિવેદી)

(તસવીરોઃ જુજર ઝાબુઆવાલા)

 

 

૫ ડિસેમ્બર ૨૦૨૦

૫ ડિસેમ્બર ૨૦૨૦

માર્ગારેટ મેગીઃ નાદિરા

આપણે જેમને નાદિરા તરીકે ઓળખીએ છીએ તે અભિનેત્રી ફ્લોરેન્સ એઝેકીલ ઉર્ફ નાદિરાનો આજે ૮૮મો જન્મ દિન છે. ૫ ડીસેમ્બર, ૧૯૩૨ના રોજ ઈરાકના બગદાદમાં એમનો જન્મ થયો હતો. પચાસ અને સાંઇઠના દાયકાના લોકપ્રિય અભિનેત્રી નાદિરાની યાદગાર ભૂમિકાઓ ‘આન’, ‘શ્રી ૪૨૦’, ‘પાકીઝા’ અને ‘જુલી’ જેવી ફિલ્મોમાં આવી હતી. ‘જુલી’ માટે તેમને ફિલ્મફેરનો શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.

નાદિરાનો જન્મ બગદાદી જ્યુઇશ પરિવારમાં થયો હતો. તેમના બે ભાઇ અમેરિકા અને ઇઝરાયેલમાં રહે છે. મેહબૂબખાનના પત્ની સરદાર અખ્તર નાદિરાને ‘આન’ દ્વારા ફિલ્મોમાં લાવ્યા હતાં. આ ફિલ્મમાં નાદિરા રાજપૂત રાજકુમારી રૂપે દેખાયા અને એમણે બોલ્ડ દ્રશ્યો પણ આપ્યા. એ જ રીતે ‘શ્રી ૪૨૦’માં રાજ કપૂરે તેમને ધનવાનોના પ્રતિનિધિરૂપે રજૂ કર્યાં. ત્યાર બાદ ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’, ‘હસતે જખ્મ’, ‘અમર અકબર એન્થની’ અને ‘પાકીઝા’માં નાદિરા ઝળકયાં. ‘સિપાહ સાલાર’માં એ શમ્મી કપૂરના નાયિકા બન્યા.

નાદિરાના ભાગે હંમેશા મુખ્ય નાયિકા સામેની વેમ્પની ભૂમિકા આવતી હતી. એંશીના દાયકા પછી એ સહાયક પાત્રો ભજવતા. ‘જુલી’માં માતા મેગીના અભિનય માટે તેમને એવોર્ડ મળ્યો. પોતાના દેખાવના કારણે એમને એંગ્લો-ઈન્ડીયન પાત્રો મળતા. ૨૦૦૦ના વર્ષમાં એ છેલ્લે ફિલ્મ ‘જોશ’માં દેખાયા હતા.

નાદિરા ભારતના પહેલા એવા અભિનેત્રી હતા, જેની પાસે રોલ્સ-રોયસ કાર હતી. તેમના ઘણાં સ્નેહીઓ ઇઝરાયેલ જતા રહેતા પાછળથી એ મુંબઈમાં એકલા પડી ગયેલા. જિંદગીના છેલ્લાં ત્રણ વર્ષ તો એ લગભગ એકાંતવાસમાં જ હતા.

લાંબી માંદગી બાદ નાદીરાને મુંબઈના તાડદેવની ભાટિયા હોસ્પિટલમાં દાખલ કરાયાં હતા, જ્યાં ૯ ફેબ્રુઆરી, ૨૦૦૬ના રોજ એમનું ૭૩ વર્ષની ઉંમરે નિધન થયું હતુ.

(નરેશ કાપડીઆ-સુરત)  

પંચાંગ 05/12/2020

(મયંક રાવલ)

‘ઉલ્ટા ચશ્મા’ સિરિયલના લેખકની આત્મહત્યા

મુંબઈઃ લોકપ્રિય હિન્દી કોમેડી ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના લેખક અભિષેક મકવાણાએ અહીં કાંદિવલી સ્થિત એમના ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તે 37 વર્ષના હતા. એ ગુજરાતીમાં સુસાઈડ નોટ લખી ગયા છે, જેમાં એમણે આ અંતિમ પગલા માટે એમની આર્થિક ભીંસને કારણરૂપ ગણાવી છે. એમણે બીજી કોઈ વિગત આપી નથી. મકવાણાના મોતના આશરે એક સપ્તાહ પછી તેમના પરિવારે આરોપ લગાવ્યો છે કે અભિષેક સાઇબર છેતરપિંડી અને બ્લેકમેઇલનો ભોગ બન્યા હતા. પરિવારનું એમ પણ કહેવું છે કે મકવાણાના મૃત્યુ પછી છેતરપિંડી કરનારાઓ પરિવારના સભ્યો અને મિત્રોને સતત ફોન કરીને માગણી કરી રહ્યા છે કે મકવાણાએ એક લોનમાં તેમને ગેરેન્ટર બનાવ્યા હતા.

અહેવાલ અનુસાર 27 નવેમ્બરે ચારકોપ પોલીસ સ્ટેશને મકવાણા કાંદિવલીના એક બિલ્ડિંગમાં એમના ફ્લેટમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા બાદ આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો હતો. અભિષેકના ભાઈ જેનિસે કહ્યું હતું કે અભિષેકના મોત બાદ તેમના મોબાઇલ પર લોન ચુકવણી માટેના ફોન સતત આવતા હતા. મારા ભાઈએ લોન માટે અરજી કરી નહોતી તે છતાં એ લોકો એને નાની રકમ મોકલતા રહ્યા હતા. એમનો વ્યાજનો દર 30 ટકા જેટલો ઊંચો હતો. જેનિસનું વધુમાં કહેવું છે કે અભિષેકના ઈમેલ્સ અને ફોન પરના ટેક્સ્ટ મેસેજિસ પરથી માલૂમ પડ્યું છે કે એને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો હતો.


જેનિસે કહ્યું હતું કે ‘મારા ભાઈના મોત બાદ મેં તેના મેલ ચેક કર્યા હતા. મને અલગ-અલગ નંબર પરથી લોન ચૂકવી દેવા અંગેના ફોન આવ્યા હતા. એક નંબર બાંગ્લાદેશ, એક મ્યાનમાર અને બીજા ભારતનાં વિવિધ રાજ્યોમાં રજિસ્ટર્ડ હતા.’