અવ્વલ દરજ્જાના ગાયક ઉદિત નારાયણ

હિન્દી ફિલ્મોના બેનમૂન ગણી શકાય એવા નેપાળી ગાયક ઉદિત નારાયણ આજે 65 વર્ષના થયા. એમણે મુખ્યત્વે નેપાળી અને હિન્દી ફિલ્મોમાં ગાયું છે. શ્રેષ્ઠ ગાયક રૂપે ત્રણ નેશનલ એવોર્ડ્ઝ અને પાંચ ફિલ્મફેર એવોર્ડઝ એમને મળ્યાં છે. ગાયનક્ષેત્રે આ પ્રદાન માટે એમને ૨૦૧૬માં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા છે.
સિત્તેરના દાયકામાં રેડીઓ નેપાળના સ્ટાફ આર્ટીસ્ટ તરીકે તેમણે શરૂઆત કરી. આઠેક વર્ષ પછી ઉદિતને ભારતીય શાસ્ત્રીય સંગીત શીખવાની સ્કોલરશીપ મળી એટલે એ ભારતીય વિદ્યાભવન, મુંબઈમાં આવ્યા. આનંદ મિલિન્દના સંગીતમાં અલકા યાજ્ઞિક સાથે ફિલ્મ ‘કયામત સે કયામત તક’ના તમામ ગીતો ગાયા અને એ માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો. બીબીસી દ્વારા ‘ટોપ ૪૦ બોલીવૂડ સાઉન્ડ ટ્રેક ઓફ ઓલટાઈમ’ની યાદીમાં એમના ગાયેલા ૨૧ ગીત હતાં. એક અંદાજ પ્રમાણે, ઉદિતે ૩૬ ભાષામાં ૩૦ હજારથી વધુ ગીતો ગાયા છે.
હાલ ઉદિત નારાયણ મુંબઈમાં રહે છે. તેમણે દીપા ગાહતરાજ અને રંજના ઝા સાથે લગ્ન કર્યા છે. શરૂઆતમાં એમણે રંજના સાથે લગ્ન થયા હોવાનો ઇનકાર કર્યો હતો, પણ લગ્નના ફોટા અને સાક્ષીઓની જુબાની સ્વીકારીને બિહાર મહિલા કમિશને ઉદિત સાથે લગ્ન થયા હોવાનો રંજનાનો દાવો સ્વીકાર્યો હતો. આ પહેલાં ઉદીતે નેપાળી ગાયિકા દીપા સાથે ૧૯૮૪માં લગ્ન કર્યા હતાં.
ઉદિતે ૧૯૯૦ અને ૨૦૦૦ના દાયકામાં અનેક મોટા સ્ટાર્સને અવાજ આપ્યો હતો. તેમાં અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના અને દેવઆનંદનો સમાવેશ થાય છે. તેમના સૌથી વધુ યુગલ ગીતો અલકા યાજ્ઞિક સાથે સંભાળવા મળે છે.
ઉદિત જે ફિલ્મોના ગીતો માટે યાદ રહેશે તેમાં ‘કયામત સે કયામત તક’, ‘દિલ’, ‘આશિકી’, ‘હમ’, ‘ફૂલ ઔર કાંટે’, ‘બેટા’, ‘જો જીતા વોહી સિકંદર’, ‘ડર’, ‘કભી હાં કભી ના’, ‘મોહરા’, ‘રંગીલા’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘રાજા હિન્દુસ્તાની’, ‘દિલ તો પાગલ હૈ’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘દિલ સે’, ‘મન’, ‘હમ દિલ દે ચુકે સનમ’, ‘તાલ’, ‘હમ સાથ સાથ હૈ’, ‘મિશન કાશ્મીર’, ‘કહો ના પ્યાર હૈ’નો સમાવેશ થાય છે.
(નરેશ કાપડીઆ-સુરત)
ન બોલ્યામાં નવ ગુણ…
|
ન બોલ્યામાં નવ ગુણ…
|
ઘણી વખત અધકચરા જ્ઞાન સાથે કોઈ વાતમાં કૂદી પડવું એના કરતાં નહીં બોલવામાં બધો ભરમ જળવાઈ રહે છે.
એક નાની વાત સમજીએ.
એક શેઠ અને શેઠાણી. શેઠાણી બહુ રૂપાળાં. એક દિવસ કોઈ પ્રસંગમાં જવા માટે બનીઠનીને તૈયાર થયા. શેઠના સામું જોઈને એમણે પૂછ્યું, “કેવી લાગું છું ?”
શેઠે જવાબ આપ્યો, “એકદમ ઝક્કાસ !”

પણ પછી એક સલાહ પણ આપી કે, “કોઈપણ બોલાવે તો સ્મિત આપજે, પણ વાતે વળગતી નહીં.”
શેઠાણીએ વળતું પૂછ્યું, “હું કશું નહીં બોલું તો સામા માણસને એવું લાગશે કે હું મૂરખ છું.”
શેઠનો જવાબ હતો, “ભલે લાગે. તારે બોલીને એનો પૂરાવો આપવાની કોઈ જ જરૂર નથી.”
નાનો દાખલો છે.
સમજી ગયા ને ?
(ડો.જયનારાયણ વ્યાસ)
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
ઓનલાઈન-છબરડોઃ અભિનેતા રોનિત રોયને થયો ખરાબ અનુભવ
મુંબઈઃ ફિલ્મ અને ટીવી સિરિયલ એક્ટર રોનિત રોયે સોમવારે આક્ષેપ કર્યો હતો કે એણે પુત્રને માટે પ્લે સ્ટેશન 4 GTA 5 માટે ઓનલાઇન ઓર્ડર કર્યો હતો, પરંતુ તેને પાર્સલમાં કોરો કાગળ મળ્યો હતો. અંદર ગેમની ડિસ્ક નહોતી. રોનિતે સોમવારે ટ્વિટર અકાઉન્ટ પર સંબંધિત ઓનલાઇન રીટેલ કંપનીની વેબસાઇટને ટેગ કરી હતી, જ્યાંથી એણે ચીજવસ્તુ ખરીદી હતી. મારા પુત્રએ એ ps4 gta5નો ઓનલાઇન ઓર્ડર કર્યો હતો. જોકે વેબસાઇટે પેકેજમાં એક કોરા કાગળનો ટુકડો અને કોઈ ડિસ્ક નહોતી મળી. પ્લીઝ, આના પર તાત્કાલિક ધ્યાન આપો. અભિનેતાએ ખાલી પાર્સલનો વિડિયો શેર કરવા સાથે લખ્યું હતું.
Dear @amazonIN My son ordered a ps4 gta5 The package contains a blank piece of paper and no disc. Please look into this immediately @amazon @AmazonHelp pic.twitter.com/9FaivknxiZ
— Ronit Bose Roy (@RonitBoseRoy) November 30, 2020
તેણે અલગથી ટ્વીટ કરીને ઓર્ડર નંબર પણ શેર કર્યો હતો. જોકે વેબસાઇટે પણ રોનિતની માગી હતી અને કસ્ટમર ટીમને રોનિતનો સંપર્ક કરવા કહ્યું હતું. 
ગયા મહિને રોનિતનો પુત્ર અગસ્ત્ય 13 વર્ષનો થયો હતો. તેણે પોતાના પુત્રની વિશેષ બર્થડે નોટ પણ શેર કરી હતી. અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતીઃ હેપી બર્થડે માય સન. તું આજે 13 વર્ષનો થઈ ગયો અને 6’ 3’’ ની ઊંચાઈ સાથે અમારી તુલનાએ લાંબો થઈ ગયો છું. પરંતુ મારા જીવનમાં કોઈ કોઈ પણ માધ્યમથી તને આગળ વધવામાં હંમેશાં મારી પાસેથી બધી પ્રકારની મદદ મળશે. I love you. હેપ્પી 13th બર્થડે, લિટલ રોય.
મોદીએ દીપ પ્રગટાવી દેવદિવાળી મહોત્સવની ઉજવણી કરી…




રાજ ઘાટ ખાતે પોતાના વક્તવ્યમાં પીએમ મોદીએ આકાશ તરફ હાથ કરીને કહ્યું હતું કે એવું લાગે છે કે આજે પૂનમની રાતે મહાદેવના માથા પર ચંદ્રમા ચમકી રહ્યા છે.



વડા પ્રધાન મોદીએ રાજ ઘાટ ખાતે જતા પહેલાં કાશી વિશ્વનાથ મંદિરમાં જઈને પૂજા કરી હતી. એમની સાથે ઉ.પ્ર.ના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ હતા.
બાઈડનને પાલતુ શ્વાન સાથે રમતાં ફ્રેક્ચર થયું
વોશિંગ્ટનઃ અમેરિકાના નવા પ્રમુખ તરીકે ચૂંટાયેલા જો બાઇડનને શનિવારે તેમના પાલતુ શ્વાન સાથે રમતી વખતે પગમાં હેરલાઇન ફ્રેક્ચર થયું હતું, તેથી તેમને અનેક સપ્તાહ સુધી વોકિંગ બૂટ પહેરવાની જરૂર પડશે, એમ તેમના સીટી સ્કેન રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી છે. 78 વર્ષીય બાઇડને રવિવારે મોટા ભાગનો સમય ડોક્ટરની ઓફિસમાં વિતાવ્યો હતો. તેમણે નેવાર્કમાં ડેલાવેર ઓર્થોપેડિક સ્પેશિયલિસ્ટને ત્યાં અને એ પછી સીટી સ્કેન સેન્ટરમાં વિતાવ્યો હતો. વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે બાઇડન જલદી સ્વસ્થ થઈ જાય એવી તેમણે પ્રાર્થના કરી હતી.
Get well soon! https://t.co/B0seiO84ld
— Donald J. Trump (@realDonaldTrump) November 30, 2020
બાઇડનના પ્રારંભિક એક્સ-રે રિપોર્ટમાં કોઈ ફ્રેક્ચર નહીં થયું હોવાનું માલૂમ પડ્યું હતું, પણ તેમને વધુ પરીક્ષણ માટે ઇમેજિંગ કાઢવા માટે સલાહ આપવામાં આવી હતી, એમ ડો. કેવિન ઓ’કોન્નોરે જણાવ્યું હતું. તેઓ 2009થી બાઇડનના પ્રાથમિક સારવાર માટેના ફિઝિશિયન છે. એ પછી સીટી સ્કેન રિપોર્ટમાં તેમને અત્યંત બારીક ફ્રેક્ચરની પુષ્ટિ થઈ હતી, એમ ડોક્ટરે કહ્યું હતું.
વ્હાઇટ હાઉસના પત્રકારોએ વિલમિંગ્ટન, ડેલાવેરમાં કહ્યું હતું કે બાઇડન પત્રકારો અને દર્શકો દ્વારા લહેરાવવામાં આવેલા ઝંડાઓને કારણે દેખાતા નહોતા. બાઇડન ગયા શનિવારે એમના બે પાલતુ કૂતરામાંથી એક મેજર સાથે રમતા હતા, ત્યારે ઘાયલ થયા હતા. મેજર બાઇડનના પરિવારમાં 2018માં સામેલ થયો હતો અને બીજો કૂતરો ચેમ્પ 2008માં સામેલ થયો હતો. જાન્યુઆરીમાં પ્રમુખ તરીકે શપથ લીધા બાદ બાઇડન વ્હાઇટ હાઉસમાં રહેવા જશે ત્યારે મેજર અને ચેમ્પ, બંને શ્વાન પણ એમની સાથે જશે. તેઓ એક બિલાડીને પણ પાળવાના છે એવું કહેવાય છે.
PFમાંથી ઉપાડની રકમ ITRમાં દર્શાવવી આવશ્યક છે
નવી દિલ્હીઃ જો તમે નાણાકીય વર્ષ 2019-20 દરમ્યાન એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ (EPFO)માંથી નાણાં ઉપાડ્યા હશે તો તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરતી વખતે એ ઉપાડની માહિતી આપવી જરૂરી છે. પછી ભલે એ ઉપાડવામાં આવેલી રકમ કરમુક્ત હોય કે નહીં. આમ તો એ રકમ કેટલીક શરતોને આધીન કરમુક્ત છે.
પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડની જાણ આમ ઇન્કમ ટેક્સ વિભાગને તો થઈ જ ગઈ હોય છે, કારણ કે રૂ. 50,000ના ઉપાડની રકમ પર રૂ. 10 ટકા TDS કપાઈ જાય છે, જો એ ઉપાડ સભ્ય બન્યાના પાંચ વર્ષ પહેલાં થઈ હોય તો. સરકારે કોવિડ-19 રોગચાળાને કારણે નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા EPFના સભ્યોને પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડની મંજૂરી આપી છે. જોકે તેમના જમા બેલેન્સના 75 ટકા રકમ અથવા ત્રણ મહિનાના બેઝિક પગાર પ્લસ મોંઘવારી ભથ્થાં- બેમાંથી જે ઓછી રકમ હોય એ ઉપાડવાની મંજૂરી આપવામાં આવી છે. 
વળી, કોવિડ-19 રાહત હેઠળ કર્મચારીને ઉપાડેલી રકમને ટેક્સમાંથી છૂટ આપવામાં આવી છે, ભલે પછી કર્મચારીએ સરકારની ગાઇડલાઇન્સ મુજબ સર્વિસમાં પાંચ વર્ષ પૂરા ન કર્યા હોય. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઇન્કમ ટેક્સ રિટર્નમાં પીએફની ઉપાડની રકમ દર્શાવવી જરૂરી છે, કારણ કે ટેક્સ વિભાગ કરદાતાની આવકની આકારણી કરે છે અને એમાં વિસંગતિ ઊભી થાય છે. જેથી એ ઉપાડની રકમ દર્શાવવી જરૂરી છે. એના પર કોઈ દંડ નથી, કારણ કે એ આવક કરમુક્ત છે.














