મુંબઈઃ કોરોના વાઈરસના કેસ ફરી વધી જતાં મુંબઈ મહાનગરપાલિકા વહીવટીતંત્ર (બીએમસી – બૃહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) સતર્ક થઈ ગયું છે. એણે એક નિવેદન દ્વારા શહેરીજનોને જણાવ્યું છે કે જે કોઈ મોઢા પર માસ્ક નહીં પહેરે એમને ર. 200નો દંડ કરવામાં આવશે અને એને મફતમાં એક માસ્ક પણ આપવામાં આવશે. લોકો ખતરનાક એવા કોવિડ-19 રોગચાળા અંગે સાવચેત બને અને ઉચિત વર્તન કરે એ માટે તેમને પ્રોત્સાહિત કરવા બીએમસીએ આ નિર્ણય લીધો છે.
ગયા એપ્રિલથી લઈને 28 નવેમ્બર સુધીમાં શહેરમાં જાહેર સ્થળોએ માસ્ક વગર ફરતા 4.85 લાખ નાગરિકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને એમની પાસેથી દંડ રૂપે કુલ રૂ. 10 કરોડ 70 લાખ વસૂલ કરવામાં આવ્યા હતા. બીએમસીનું કહેવું છે કે માસ્ક વગર ફરનારને પકડીને દંડ ફટકારવામાં આવે છે અને દંડ ચૂકવીને પણ એ ફરી માસ્ક ન પહેરે તો કોવિડ-19ને રોકવા માટેની માર્ગદર્શિકાઓના અમલનો ઉદ્દેશ્ય પરિપૂર્ણ થતો નથી. તેથી હવે અમે એવા નાગરિકોને મફતમાં એક માસ્ક પણ આપવાના છીએ અને રૂ. 200નો દંડ પણ ફટકારીશું. દંડવસૂલી સામે એને જે રશીદ આપવામાં આવશે એમાં તેને મફતમાં માસ્ક અપાયો હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હશે.
મુંબઈમાં અત્યાર સુધીમાં કોરોનાના 2,82,821 કેસ થયા છે અને 10,865 જણે આ રોગને કારણે જાન ગુમાવ્યા છે. મુંબઈમાં 31 ડિસેમ્બર સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ચંદ્રાપુર (મહારાષ્ટ્ર): મહારાષ્ટ્રનાં જાણીતાં સામાજિક કાર્યકર્તા ડો. શીતલ આમટે-કરજગીએ અત્રેના આનંદવન આશ્રમ ખાતે આજે સવારે આત્મહત્યા કરી હતી. તેઓ દંતકથાસમાન સામાજિક કાર્યકર અને મેગ્સાયસાય એવોર્ડવિજેતા સ્વ. બાબા આમટે (મુરલીધર આમટે)નાં પૌત્રી હતાં. પ્રાથમિક અહેવાલો અનુસાર, ડો. શીતલે આજે સવારે જાતે કોઈક ઝેરી દવાનું ઈન્જેક્શન લઈને પોતાનાં જીવનનો અંત આણ્યો હતો.
ડો. શીતલને તત્કાળ નજીકની ગ્રામ્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં, પરંતુ ત્યાંના ડોક્ટરે એમને મૃત ઘોષિત કર્યાં હતાં. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે. આત્મહત્યા કરવા પાછળનું કારણ હજી જાણવા મળ્યું નથી.
ડો. શીતલ આનંદવન આશ્રમ ખાતે કુષ્ઠરોગીઓની સેવા કરતી મહારોગી સેવા સમિતિનાં સીઈઓ હતાં. આનંદવન આશ્રમનો સંપૂર્ણ વહીવટ સંભાળતાં હતાં અને બાબા આમટેની ત્રીજી પેઢીનું નેતૃત્ત્વ કરતાં હતાં. તેઓ ડો. વિકાસ આમટે અને ડો. ભારતી આમટેનાં પુત્રી હતાં. અમુક દિવસો પહેલાં ડો. શીતલ ચર્ચામાં આવ્યાં હતાં. એમણે ગઈ 20 નવેમ્બરે ફેસબુક લાઈવ મારફત મહારોગી સેવા સમિતિ દ્વારા બજાવાતી કામગીરી વિશે અમુક આક્ષેપો કર્યાં હતાં. તેમણે એ કાર્યક્રમમાં એમનાં અમુક કુટુંબીજનો વિરુદ્ધ આક્ષેપો કર્યાં હતાં. તેના અડધા કલાક ડો. શીતલે ફેસબુક પરથી તે ભાષણ ડિલીટ કર્યું હતું, પણ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે હું અને મારાં પતિ ગૌતમ કરજગી અમારી ભૂમિકા સ્પષ્ટ કરતું એક નિવેદન ટૂંક સમયમાં જ બહાર પાડીશું.
આણંદઃ કેન્દ્ર સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના સંયુક્ત સચિવ (સીડીડી) વર્ષા જોશીને 1 ડિસેમ્બર, 2020થી લાગુ કરી જ્યાં સુધી આગામી આદેશ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના ચેરમેન તરીકેનો પદભાર સોંપવામાં આવ્યો છે. એનડીડીબીના ચેરમેન તરીકેનો દિલીપ રથનો કાર્યકાળ 30 નવેમ્બર, 2020ના રોજ પૂરો થઈ રહ્યો છે.એનડીડીબીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે દિલીપ રથ વર્ષ 2011માં એનડીડીબીમાં જોડાયા હતા અને ત્યાર બાદ 1 ઓગસ્ટ, 2016થી તેમણે ચેરમેનનો વધારાનો હવાલો સંભાળ્યો હતો. 1 ડિસેમ્બર, 2016એ તેમણે પ્રથમ કાર્યકાળ માટે એનડીબીબીના ચેરમેનનો હોદ્દો સંભાળ્યો હતો અને ત્યાર બાદ 1 ડિસેમ્બર, 2018થી શરૂ કરી તેઓ બે વર્ષના વધારાના સમયગાળા માટે ચેરમેનના હોદ્દા પર ફરીથી નિમણૂક પામ્યા હતા.
અમદાવાદઃ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ (IIMA)ને અમદાવાદની સ્વચ્છ સરકારી કાર્યાલય તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર તરફથી એનાયત કરવામાં આવ્યો છે. IIMAના કેમ્પસમાં ઘન કચરાના કાર્યક્ષમ વ્યવસ્થાપન કરવા માટે સંસ્થાને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.
IIM-અમદાવાદ દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓના સર્વેક્ષણના આધારે ‘સ્વચ્છ સર્વેક્ષણ 2021 એવોર્ડ’ આપવામાં આવ્યો છે. આ સંસ્થા ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટર (ઓડબલ્યુસી) અને કમ્પોસ્ટિંગ કરવા, તમામ સંભવિત કચરાનું રીસાઈક્લિંગ કરવા, કચરાના નિકાલ માટેની પ્રવૃત્તિઓમાં અસરકારક સંકલન કરવા અને બાહ્ય એજન્સીઓ સાથે જોડાણ જેવી પ્રવૃત્તિઓ નિયમિત રીતે હાથ ધરે છે.
1961માં સ્થપાયેલી આઈઆઈએમ-અમદાવાદ એશિયા પેસિફિક વિસ્તારમાં એક અગ્રગણ્ય બિઝનેસ સ્કૂલ છે. વૈશ્વિક સ્તરે પણ એના કાર્યક્રમોની સરાહના કરવામાં આવે છે. આ સંસ્થાએ તેના બંને કેમ્પસમાં ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટર યુનિટ્સ ઈન્સ્ટોલ કર્યા છે જે દ્વારા કેમ્પસમાં ઉત્પન્ન થતા ઓર્ગેનિક કચરાને ડીકમ્પોઝ કરવામાં આવે છે. આ યુનિટ્સ દ્વારા ડીકમ્પોસ્ડ થયેલા ઉત્પાદનનો ઉપયોગ બગીચાઓમાં ખાતર તરીકે કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓના મેસ તથા અન્ય ખાનપાનગૃહોમાં જે ભીનો કચરો ઉત્પન્ન થાય તેને નિયમિત રીતે એએમસી મારફત બાયો-કમ્પોસ્ટિંગ માટે મોકલવામાં આવે છે. પાનખર ઋતુમાં ઝાડ પરથી જે પાંદડા ખરી પડે એને એકત્ર કરી એનું કુદરતી કમ્પોસ્ટિંગ કરવામાં આવે છે. પાંદડાઓના કમ્પોસ્ટ અને પ્રોસેસ્ડ કરેલા ઉત્પાદનનો ઉપયોગ ઈન્સ્ટિટ્યૂટના પ્રાકૃતિક ભાગોમાં ખાતર તરીકે કરવામાં આવે છે. આમ, ઘણી વનસ્પતિઓને મહાનગરપાલિકાની લેન્ડફિલ્સમાં કચરા તરીકે મોકલવામાં નથી આવતી, પણ તેનો નવા ઉત્પાદન માટે ઉપયોગ કરાય છે. સમગ્ર કેમ્પસમાં સૂકા અને ભીના કચરાને અલગ અલગ પાડવામાં આવે છે. સંસ્થાએ કેમ્પસમાં મહિલાઓનાં જાજરૂઓમાં ઈન્સિનરેટર્સ બેસાડ્યા છે જેથી સેનિટરી કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી શકાય.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 94 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 38,722 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 473 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 94.31 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,37,139 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 88,47,600 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 39,379 દર્દીઓ આ ખતરનાક બીમારીથી સ્વસ્થ થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,46,952એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.75 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.45 ટકા થયો છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
કાર્તિકી પૂનમ 2020: કાર્તિક માસની પૂનમ આજે છે અને આ તિથિએ દેવદિવાળી ઊજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આજના દિવસે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. આજના દિવસે સ્નાન અને દાનનું ખાસ માહાત્મ્ય છે. શાસ્ત્રોમાં બધા મહિનાઓમાં કાર્તિક મહિનાને આધ્યાત્મિક અને શારીરિક ઊર્જા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આજના દિવસે ગરીબોને અન્ન, ઢાબળા, ગરમ કપડાંનું દાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે. પૂનમના દિવસે તુલસીનું વૈકુંઠ ધામમાં આગમન થયું હતું.
કાર્તિકી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ પણ છે. જોકે એ ભારતમાં નહીં દેખાય. જેથી એ ગ્રહણનો સૂતક કાળ માન્ય નથી. કોરોના કાળમાં સાવધાની રાખતાં ઘરમાં રહેલા ગંગાજળને પાણીમાં નાખીને સ્નાન કરી શકાય છે. આ દિવસે સાચા મનથી ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી મનોકામના પૂરી થાય છે.
કાર્તિક પૂર્ણિમાની અધિષ્ઠાત્રી દેવી મહાલક્ષ્મી છે અને આજના દિવસે દાન-પુણ્યનું અનેક ગણું માહાત્મ્ય છે. ભગવાન વિષ્ણુએ કાર્તિક પૂનમે ધર્મ અને વેદોની રક્ષા માટે મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો. જેથી આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કરવાનું વિધાન છે. એક અન્ય માન્યતા અનુસાર કાર્તિક પૂર્ણિમાએ મહાદેવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. એટલા માટે એને ત્રિપુરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.
પુણેઃ બ્રિટનની ઓક્સફર્ડ કોવિડ-19 રસીની અજમાયશમાં એક સ્વયંસેવક તરીકે ભાગ લેનાર ચેન્નાઈના રહેવાસીએ એવો આરોપ મૂક્યો છે કે આ રસી લીધા બાદ એના શરીરમાં આડઅસરો ઊભી થઈ છે અને એણે તે માટે પાંચ કરોડ રૂપિયાના વળતર માટે નોટિસ મોકલી છે. પરંતુ આ રસીના ત્રીજા તબક્કાની અજમાયશનું સંચાલન કરનાર પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ આરોપને નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે આ આરોપ બદઈરાદાભર્યો અને ખોટો છે. સંસ્થાએ કહ્યું છે કે તે રૂ. 100 કરોડના વળતરનો દાવો કરશે. આ રસી ઓક્સફર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ તૈયાર કરી છે. ઓક્સફર્ડની આ રસીના ઉત્પાદન માટે બ્રિટિશ-સ્વિડીશ બાયોફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રા-ઝેનેકા અને પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટે ભાગીદારી કરી છે.
ચેન્નાઈસ્થિત તે સ્વયંસેવકે ગઈ 29 સપ્ટેમ્બરે રસીની ટ્રાયલ માટે સ્વયંસેવક બનવાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ 1 ઓક્ટોબરે એને ચેન્નાઈની શ્રી રામચંદ્ર ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાયર એજ્યૂકેશન એન્ડ રિસર્ચ ખાતે રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો. એણે એવો આરોપ મૂક્યો છે કે એને મગજને લગતી તકલીફ થઈ છે. પહેલા 10 દિવસ સુધી એને કોઈ આડઅસર થઈ નહોતી, પણ ત્યારબાદ માથામાં ખૂબ દુખાવો ઉપડ્યો હતો અને ઊલટી થઈ હતી. તે સ્વયંસેવક 40 વર્ષનો છે અને એક બિઝનેસ કન્સલ્ટન્ટ છે.
એક નિવેદનમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયએ જણાવ્યું છે કે સ્વયંસેવક પોતાની તબીબી સમસ્યાઓ માટે કોવિડ રસી ટ્રાયલ પર ખોટી રીતે આરોપ મૂકે છે. સ્વયંસેવકની તબીબી અવસ્થા પ્રતિ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સહાનુભૂતિ ધરાવે છે, પણ રસીની ટ્રાયલ અને સ્વયંસેવકની તબીબી અવસ્થા સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી. મેડિકલ ટીમે એને કહ્યું હતું કે તે એને જે તબીબી સમસ્યા ઊભી થઈ છે એ અલગ પ્રકારની છે અને રસીની ટ્રાયલને કારણે થઈ નથી. તે છતાં એણે જાહેરમાં ઉહાપોહ કરવાનું અને કંપનીને બદનામ કરવાનું પસંદ કર્યું. હવે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા આ માટે રૂ. 100 કરોડથી વધુનો માનહાનિનો દાવો કરશે અને આ પ્રકારના બદઈરાદાભર્યા દાવાઓનો સામનો કરશે.
નવા સંબંધની શરૂઆત થવાના કારણે તમને કામકાજમા ધ્યાન ઓછુ અને અન્યપ્રવૃત્તિમા ધ્યાન વધુ રહે, કામકાજ દરમિયાન વધુ પડતા વિચારો આવવાના કારણે તમને તમારા કામમા રૂચી ઓછી જળવાય તેમજ કામ પરાણે કરતા હોવ તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, સાસરીપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ યોગ્ય છે.
સંતાન બાબત અને પ્રેમસંબંધમા કઈક નવીનતા બની શકે છે, લગ્નબાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થીવર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારૂ પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો, બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ પણ બની શકે છે.
નોકરી, ધંધામા ઉતર-ચઢાવ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાને મનમા અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમા ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમા નાનીનાની બાબતમા ઉશ્કેરાઈ જવાય, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થઈ શકે છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ ઘણી નિયંત્રણમા રહી શકે છે. તમારા કામકાજમા અન્યનો સાથસહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉદાસીન બનો. બજારના કામકાજમા તમારામા કામકાજ કરવામા થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે.
અસફળતા અને ઉશ્કેરાટવાળુ વાતાવરણ જોવા મળે, ઘરકે કુટુંબમા ભાઈબહેન સાથે કોઈ કામકાજમા સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની ખટપટ પણ જોવા મળી શકે છે, પરિશ્રમ મુજબ ફળ ના મળવાના કારણે થોડી અશાંતિ જેવું લાગ્યા કરે, કોઈની સ્વાસ્થસંબંધિત ચિંતા કે આકસ્મિકખર્ચ પણ થઈ શકે છે, નોકરીમા કામનુ વધુ ભારણ કે અણગમતુ કામ કરવાથી માનસિકઅશાંતિમા વધારો થાય, બજારના કામકાજ ધીરજ રાખવી સારી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરી દરમિયાન થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે.
પરિસ્થિતિમા ધીમેધીમે સુધારો થતો જોવા મળે માટે ધીરજ રાખવી સારી, ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટીસમસ્યા થાય તેવુ જણાતુ નથી, તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાયક મુસાફરી થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવું સારુ. બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
પરિસ્થિતિમા પરિવર્તન જોવા મળશે અને આનંદ, ઉત્સાહ, વચ્ચે તમારો સમય પસાર થાય, લગ્નમાટે ક્યાય વાર્તાલાપકે મિલનમુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમા થોડુ સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા અપેક્ષા મુજબ કામ થોડુ ઓછુ થાય, જુનાઅટકેલા કામકાજ પુરા કરવાની કોશિશ કરો તો તેમા પણ થોડી ચળવળ થતી જોવા મળે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે સમયનો સદુપયોગ કરવો વધુ યોગ્ય કહી શક્ય, આરોગ્ય બાબતમા બેદરકાર ના બનાય તેનુ ધ્યાન રાખવુ.
આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવી પણ બાબત રહેલી છે. અણધાર્યા નાણાકીયખર્ચ થાય તેવુ પણ બની શકે છે, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાત કે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.
તમારામા રહેલી ધીરજની થોડી પરીક્ષા થઈ શકે છે, તેમા તમારી થોડી મહેનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત અનુભવો, મિત્રોકે સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે થોડોક માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુનાકોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુ જ કામ કરવુ સારુ, લગ્નબાબતની વાતચીત કે મિલનમુલાકાતમા વ્યવહારુ અભિગમ અપનાવો ઇચ્છનીય છે.
આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથસહકાર પણ સારો મળી શકે છે જેમા તમને તમારા કામના અધિરાપણાનુ ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમા કે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વાક્જ કામ કરવુ જોઈએ.
તમારામા કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.
નાનીનાની વાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન તમારામા જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીયકે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ થઈ શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગાસ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.
જાહેરપ્રસંગમા તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમા અન્યનો સારો સાથસહકાર મળી શકે છે, તમારા ધારેલા કામમા તમે ગણતરી અને મહેનત કરોતો સારુ ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો વાર્તાલાપ અને મિલનમુલાકાતમા તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવુ કે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રાપ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને કઈ સારુ કરવાની લાગણી જન્મી શકે છે, આયોજનપૂર્વક કામ કરોતો લાભ પણ થઈ શકે છે.