નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 92 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 44,489 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 524 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 92,66,705 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,35,223 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 86,79,138 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 41,024 દર્દીઓ આ ખતરનાક બીમારીથી સ્વસ્થ થયા છે. પાછલા 24 કલાકમાં 36,367 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,52,344એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.75 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.46 ટકા થયો છે.
૫૭ સગર્ભા મહિલાઓ કોરોના પોઝિટિવ
અમદાવાદના પ્રખ્યાત એવી શારદાબહેન હોસ્પિટલમાં એપ્રિલમાંથી ઓક્ટોબર માસ સુધીમાં કુલ ૫૭ સગર્ભા મહિલાઓ કોરોના પોઝિટિવ મળી આવી છે. આ તમામ મહિલાઓને વધુ સારવાર માટે વી.એસ., સિવિલ તેમજ એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાં બનેલા હળવા દબાણના ક્ષેત્રમાંથી પેદા થયેલું નિવાર વાવાઝોડું રૌદ્ર રૂપ ધારણ કરીને તામિલનાડુ અને પુડુચેરીના તટે 26 નવેમ્બરે સવારે 2.30 કલાકે ટકરાયું હતું. આને લીધે કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જોકે આ વાવાઝોડું તટ પર ટકરાયા પછી નબળું પડી ગયું હતું. હવાની ઝડપ પણ પ્રતિ કલાક 100થી 110 કિલોમીટરની રહી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વાવાઝોડું ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. જોકે આ વાવાઝોડાથી પડેલા વરસાદને લીધે ચેન્નઈમાં અનેક વૃક્ષો ધરાશાયી થયાં હતાં.
‘નિવાર’ વાવાઝોડાને કારણે 1.45 લાખથી વધુ લોકોને 1516 શિબિરોમાં રાખવામાં આવ્યા છે. આ તોફાનને જોતાં દક્ષિણ-પશ્ચિમ રેલવેએ અનેક ટ્રેનોને રદ કરી દીધી છે. ચેન્નઈથી ગુરુવારે સવારે સત કલાકથી વિમાનોના સંચાલનની કામગીરી બંધ કરવામાં આવી છે. રેલવેએ કહ્યું હતું કે જે ટ્રેનો રદ કરવામાં આવી છે, એ પેસેન્જરોને તેમનાં ભાડાં પરત કરવામાં આવશે. તામિલનાડુમાં ‘નિવાર’ વાવાઝોડાને લીધે 13 જિલ્લાઓમાં રજાની જાહેરાત કરવામાં આવી છે. આ વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષાને લીધે વીજપુરવઠો સ્થગતિ કરવામાં આવ્યો છે.
એનડીઆરએફના પ્રમુખ એસએન પ્રધાને જણાવ્યું હતું કે તામિલનાડુ, પુડુચેરી અને આંધ્ર પ્રદેશમાં આશરે 1200 જવાનો તહેનાત કરવામાં આવ્યા છે, જેમાં 12 ટીમો તામિલનાડુમાં, સાત આંધ્ર પ્રદેશમાં અને ત્રણ પુડુચેરીમાં તહેનાત કરવામાં આવી છે.
બીજિંગઃ ચીનના પ્રમુખ શી જિનપિંગએ એમના દેશના સશસ્ત્ર દળોને વાસ્તવિક યુદ્ધની પરિસ્થિતિમાં પ્રશિક્ષણ મજબૂત બનાવી યુદ્ધ જીતવા માટે પોતાની ક્ષમતાને વધારવાનો આદેશ આપ્યો છે. સત્તાધીશ કમ્યુનિસ્ટ પાર્ટીએ દેશના લશ્કર, જે પીપલ્સ લિબરેશન પાર્ટી તરીકે ઓળખાય છે, તેને અમેરિકાની સેનાની 2027ની સાલ સુધીની ક્ષમતાની બરોબરી કરવાની યોજના ઘડી છે.
જિનપિંગે કહ્યું છે કે સેનાએ યુદ્ધ જીતવાના સ્તરનું પ્રશિક્ષણ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. એમણે લદાખમાં ભારતીય સેના સાથે હિંસક અથડામણ બાદ કદાચ બીજી વાર યુદ્ધની સંભાવના માટે તૈયાર રહેવાનો સેનાને આદેશ આપ્યો છે.
67 વર્ષીય જિનપિંગ શાસક કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (સીપીસી)નું સૌથી લાંબો સમય સુધી નેતૃત્ત્વ કરનાર વડા બન્યા છે. તેઓ દેશના 20 લાખ સૈનિકોવાળા સેન્ટ્રલ મિલિટરી કમિશનના વડા પણ છે. આ કમિશન સાથેની બેઠકમાં જ એમણે ચીની લશ્કરને સજ્જ રહેવા જણાવ્યું હતું. છેલ્લા છ મહિનાથી લદાખના પૂર્વ ભાગમાં ભારત-ચીન સરહદ પર તંગદિલી પ્રવર્તે છે. જોકે આ તંગદિલી ઘટાડવા માટે બંને દેશના લશ્કરી અધિકારીઓ વચ્ચે વાટાઘાટ પણ ચાલુ છે. ભારત સરકારે વધુ 43 ચાઈનીઝ મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો એનાથી પણ ચીની શાસક ભડક્યા હોય એવું લાગે છે.
હિન્દી ફિલ્મોના નેશનલ એવોર્ડ વિનિંગ અભિનેતા અર્જુન રામપાલનો જન્મ ૨૬ નવેમ્બર, ૧૯૭૨ના રોજ જબલપુરમાં ફૌજી પરિવારમાં થયો હતો. ફિલ્મોમાં અભિનય અને નિર્માણ સાથે જોડાયા તે પહેલા એ ફેશન મોડેલ તરીકે જાણીતા બન્યા. અભિનેતા તરીકે એ સામાન્ય અને ચલણી ફિલ્મોથી અલગ પ્રકારની ફિલ્મો અને પાત્રો કરવા માટે જાણીતા છે.
અર્જુનનો પિતૃપક્ષ પંજાબી હિન્દુઓનો અને માતૃપક્ષ શીખધર્મી છે. માતા-પિતા છૂટા પડ્યા બાદ અર્જુન માતા સાથે રહીને સેન્ટ પેટ્રિક સ્કૂલમાં ભણ્યા. એમના માતા આ જ સ્કૂલમાં શિક્ષિકા હતા. દિલ્હી યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સ (ઓનર) માં ડીગ્રી મેળવ્યા પછી એ મોડેલિંગમાં આવ્યા. 1998 માં એ મેહર જેસિયા સાથે પરણ્યા. એમને બે દીકરી માહિકા અને માયરા છે.
રોમેન્ટિક ફિલ્મ ‘પ્યાર ઈશ્ક ઔર મોહબ્બત’ (૨૦૦૧) થી એમની ફિલ્મ કરિયરની શરૂઆત થઇ. પહેલી જ ફિલ્મ માટે બેસ્ટ મેલ ડેબ્યુ ફિલ્મફેર એવોર્ડથી એમના કામની સરાહના થઇ. એ પછી અનેક ઓફર્સ મળી અને નિષ્ફળ રોમેન્ટિક ફિલ્મોની લંગાર પણ લાગી. એક્શન થ્રીલર ‘અસંભવ’ અને ‘ડી-ડે’ આવી, તો મિસ્ટ્રી થ્રીલર ‘યાદેં’ અને ‘ફોક્સ’ પણ આવી. સામાજિક-રાજકીય પશ્ચાદભૂ ધરાવતી ‘ચક્રવ્યૂહ’ પણ આવી અને ‘ફેમિલીવાલા’ (૨૦૧૪) જેવી રોમેન્ટિક કોમેડી પણ આવી.
અર્જુન રામપાલને જેમાં સફળતા મળી એવી ફિલ્મોમાં ‘આંખેં’, ‘ઓમ શાંતિ ઓમ’, ‘રોક ઓન’, ‘હાઉસફૂલ’ અને ‘રા.વન’ નો સમાવેશ થાય છે. સહાયક અભિનેતાનો નેશનલ ફિલ્મ એવોર્ડ અને ફિલ્મ રોક ઓન માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો.
એ પછી પોતાની ફિલ્મ નિર્માણ કંપની ચેસિંગ ગણેશ ફિલ્મ્સ શરૂ કરી અને ‘આઈ સી યુ’ (૨૦૦૬)થી ફિલ્મ નિર્માણમાં ઝંપલાવ્યું. ફિલ્મ નિર્માણ ઉપરાંત એ અન્ય વ્યવસાયો સાથે પણ સંકળાયેલા રહ્યા છે.
૨૦૦૮માં અર્જુન સ્ટાર પ્લસના ડાન્સ રીયાલીટી શો ‘નચબલિયે’ની ચોથી સિઝનના જજ હતા. ૨૦૧૧માં એમણે ટીવી શો ‘લવ ટુ હેટ યુ’ સ્ટાર વર્લ્ડ ઇન્ડિયા પર હોસ્ટ કર્યો, જેમાં ફિલ્મી અભિનેતાઓને ફેસ ટુ ફેસલાવીને એમના માટેના લોકોના ખ્યાલ બદલવા એ પ્રકારની થીમ હતી. ૨૦૦૮માં અર્જુને દિલ્હીમાં પોતાની નાઈટ ક્લબ શરૂ કરી હતી, જેમાં દેશના ટોચના ડીજે અને મહેમાનોને લાવીને ધૂમ મચાવી હતી.
આજનો તમારો દિવસ સારો છે ઉત્સાહ તમારા વર્તનમાં જ દેખાઈ આવે, તમારા ધાર્યા કામ થઈ શકે છે , વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, કોઈ ધાર્મિકપ્રસંગકે સ્થળ પર જવાના યોગ છે, કોઈ સદ્કાર્યકે દાન કરવાની ઈચ્છા હોય તેપણ ફળીભૂત થવાથી ખુશીની સારી લાગણી અનુભવી શકો.
આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે અને તેમાં પ્રવાસનું આયોજન થઈ શકે છે, ક્યાંક નાણાકીયખર્ચ થાય, પ્રિયજન સાથે કોઈબાબતમાં વાર્તાલાપમાં બાંધછોડ કરવાની વૃત્તિ તમને લાભ અપાવી શકે છે, વેપારમાં ગણતરી પૂર્વકનુજ કામકાજ કરવું ઇચ્છનીય છે.
આજના દિવસે સાવચેતી રાખવી અને કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, મુસાફરી કંટાળાજનક અને સમયનાવ્યય વાળી બની શકે છે, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, શકય હોયતો ભક્તિમાં સમય વધુ ફાળવવો ઇચ્છનીય છે, એકંદર દિવસ શાંતિથી પસાર કરવો સારો.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળે અને પરિણામે કામપ્રત્યેનો અણગમો અને માનસિકથાકની લાગણી અનુભવાય, ક્યાંકને ક્યાંક ધીરજનો અભાવ વધુ વર્તાય. અગત્યના કામની વાતચીતમાં ધીરજ અને ગણતરીપૂર્વક કામ કરવું યોગ્ય કહી શક્ય, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે.
આજનો દિવસ સરસ છે તમારામાં આત્મવિશ્વાસ સારો જોવા મળે, ભૂતકાળના કોઈ કામની કદર થાય તેમાં તમને સારા સંતોષની લાગણી અનુભવો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે વધુ મેહનતથી સારા ફળ મળે તેવી આશા રાખી શકાય. વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઇ શકે છે.
આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ વાણીસયમ રાખવો જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે કોઈપણ બાબતપર વાદવિવાદ કરવો ઇચ્છનીય નથી કેમકે તેમની લાગણી દુભાઈ શકે છે, મનને એકાગ્ર કરવાથી શાંતિ અનુભવી શકશો.
આજનો દિવસ સારો છે, તમે તમારા પ્રિયજનને સારીરીતે કોઈબાબતમાં ખુશ કરી થોડું ધાર્યું કામ કરાવી લો તેવું બનવા જોગ છે, વેપારમાં અનુભવ મુજબ કામ લાભ કરાવી શકે છે, નજીકના કોઈ ધાર્મિકસ્થળ કે પ્રસંગમાં જવાથી તમને જૂનીઓળખાણ કે જુનાસ્મરણો તાજા થાય તેવું બની શકે છે.
આજનો દિવસે શાંતિ અને સાવચેતી રાખવી તેમાંપણ ખાસ ગુસ્સાને કાબુમાં રાખવો અને વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારમાં જોખમન કરવું, પ્રિયજન સાથે કોઈવાત બાબત દલીલબાજીન કરવી, ધાર્મિકબાબતમાં મન સ્થિર રાખશોતો શાંતિ સારી રહેશે.
આજનો દિવસ સરસ છે અને તેમાં પણ ભાગ્ય સાથ આપે તેવું કયાંક બની શકે, વેપારમાં લાભ થઈ શકે છે, ધાર્મિકપ્રસંગકે ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે અને તેમાં કોઈ સદ્કાર્ય કરવાની ભાવના જાગે, જૂનીઓળખાણ તાજી થાય, તમારી પરોપકાર કરવાની વૃતી આજે વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય તેમજ કામકાજ બાબત વડીલકે ઉપરી અધિકારી સાથે વાદવિવાદના કરવો. વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાયકે અપશબ્દ પ્રયોગના થાયતે બાબત ધ્યાન રાખવું જરૂરી છે, વેપારમાં નાનું કામ કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રો,પરિચિતો સાથે નવીનકાર્યનું આયોજન થઇ શકે છે તેમજ પ્રવાસ પણ ક્યાંક થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારું રહે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય કહી શકાય., આજે તમારામાં ધાર્મિકભાવના વધુ જોવા મળે અને ભક્તિ અને દાન કર્મ કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.
આજનો દિવસે ધીરજ અને સાવચેતી રાખવી, તમને નકારત્મકવિચાર વધુ આવી શકે છે, વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, પાડવા-વાગવાથી સાચવવું, ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, અગત્યની વાતચીતમાં વ્યવહારુ અભિગમ રાખવો ઇચ્છનીય છે, વેપારમાં જોખમથી દુર રહેવું.
જંગલમાં બીગ કેટ ને જોવી અને તેની ફોટોગ્રાફી કરવી એ સુંદર અનુભવ છે. જેમ જેમ તમે વધુ ને વધુ વાર જંગલની મુલાકાતે જાવ તેમ તમને વધુ મજા પડે. જંગલમાં જવુ એ મેડીટેશનથી જરાય ઓછુ નથી. ઘણા લોકો જંગલમાં જવાને વાઘ, સિંહ કે દિપડા જોવા સાથે જોડે છે પણ હું જેટલી પણ વાર સફારી કરુ તેટલી વાર, દર વખતે મને કુદરતની કોઇ નવી બાબત ધ્યાને આવે જ છે. અનેક વાર સફારીમાં જઇએ અને કોઇ સારો ફોટો ન મળે છતાં પણ એ સફારી આજીવન યાદ રહે. આવો જ એક અનુભવ મને યાદ છે.
અમે ઢિકાલાથી સવારની સફારીમાં રામગંગાને પાર કરીને “પારવાલી” કે “પારો” ને શોધી રહ્યા હતાં. વાદળોના કારણે ખુબજ ઓછો પ્રકાશ હતો અને એકથી દોઢ કલાક પછી ઓચિંતો ભારે વરસાદ પડવાનો શરું થયો અમે રામગંગા નદીના ઝાડ વગરના વિસ્તારમાંથી એક ઢાળ વાળા રોડ પર મોટા ઝાડ નીચે વરસાદથી બચવા ઉભા રહ્યા.
થોડી વાર પછી વરસાદ બંધ થયો અને ઢાળ પરથી નદી તરફ ફરી જવા નિકળ્યા ત્યાં નદી કીનારાના ઘાસમાં એકદમ જ અમે “પારવાલી” કે “પારો” ને જોઇ. આછા પ્રકાશ વચ્ચે પણ આ સુંદર ફોટો મળ્યો.
બ્યુનોસ આયર્સઃ આર્જેન્ટિનાના દંતકથાસમાન ફૂટબોલર ડિયેગો મારાડોનાનું બ્યુનોસ આયર્સ શહેરમાં એમના નિવાસસ્થાને હૃદયરોગના હુમલાને કારણે આજે અવસાન થયું છે. એ 60 વર્ષના હતા.
વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન મારાડોનાને હાલમાં જ બ્રેન સર્જરી કરાવવી પડી હતી. ગઈ 11 નવેમ્બરે એમને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.
મારાડોનાના સુકાનીપદ હેઠળ આર્જેન્ટિનાએ 1986માં ફૂટબોલ વર્લ્ડ કપ સ્પર્ધા જીતી હતી.
નિવૃત્ત થયા બાદ કોકેનના વ્યસનને કારણે એમને હૃદયની તકલીફો ઊભી થઈ હતી.